________________
૧૪૬
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
કારણના સંમિલનથી કાર્યસિદ્ધિ સાંપડે છે, એ સિદ્ધાંત વાર્તા પણ ઉક્ત કથનને પુષ્ટ કરે છે. શાસ્ત્રમાં કાળલબ્ધિ વગેરે કહેલ છે, તે જીવને ધીરજ ધરી નિરંતર પુરુષાર્થ કરવા માટે કહ્યા છે, નહિં કે પુરુષાર્થહીન થવા માટે. કારણ કે જ્ઞાનીને ઉપદેશ સદા જીવને આત્મજાગૃતિ રાખવા માટે અને અપ્રમત્ત પુરુષાર્થેશીલતાની વૃદ્ધિ કરવા માટે જ હોય. માટે કાળલબ્ધિને આશય સમજ્યા વિના, તેનું ખોટું આલંબન પકડી કઈ પણ રીતે પુરુષાર્થહીન થવા યંગ્ય નથી, પણ જેમ બને તેમ જલ્દી કાળલબ્ધિને પરિપાક થાય એવા સત્ય પુરુષાર્થરૂપ સદુપાયમાં આત્માથી મુમુક્ષુ જીવે “રઢ લગાડી મંડી પડવું”
છે, બાકી બીજી કોઈ રીતે ભવસ્થિતિ-કાળલધિ આદિના નામે-બેટા આલંબન ગ્રહી લેશ પણ પ્રમાદીપણું સેવવા એગ્ય નથી.
દ્રવ્ય-ભાવ આજ્ઞા અને દિવ્ય જિનમાર્ગના અધિકારી
પથિક–મહાત્મન્ ! કાળલબ્ધિના પરિપાકને સદુપાય શે ? તે કૃપા કરી સમજાવે.
* આ અંગે પરમ તત્વદ્રષ્ટા સંતશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ પુરુષાર્થ પ્રેરક કેલ્કીર્ણ વચનામૃત છે કે –
જે ઈચ્છો પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ.”
–શ્રી આત્મસિદ્ધિ.