________________
૧૪૪
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
દૃષ્ટિથી આ અધ્યાત્મપ્રધાન જિનકાળલબ્ધિનું અવલંબન માર્ગનું દર્શન કરવા ઈચ્છનારને એ જ મુમુક્ષુની આશા ' તો કેવળ નિરાશા જ સાંપડવા
સજાયેલી છે. ચર્મચક્ષુથી આ દિવ્ય દર્શનનું દર્શન કરવા જનારને માટે તે આશાનું એક પણ કિરણ નથી, પણ આંતર્ દૃષ્ટિથી આ અધ્યાત્મ માર્ગરૂપ પરમાર્થ દર્શનનું “માર્ગણ જ કરવાની–સંશોધન કરવાની જેને સાચી અંતરંગ જિજ્ઞાસા જાગી છે, તત્ત્વપિપાસા ઉપજી છે, તેને તે અવશ્ય તથારૂપ દર્શનને માર્ગ પણ મળી આવશે. પરંતુ તેમાં પણ ધીરજની બહુ બહુ જરૂર છે; કારણ કે “ઉતાવળે આંબા પાકે નહિં? એ લોકેતિ અત્ર સાચી ઠરે છે. કેઈપણ કાર્યની સિદ્ધિ કાળપરિપાક વિના થતી નથી એ સનાતન નિયમ છે. એટલે તથારૂપ કાળલબ્ધિ જ્યાં સુધી પાકે નહિં ત્યાંસુધી નિરાશ થયા વિના ધીરજ ધરવી રોગ્ય છે એમ સમજી, સાચા મુમુક્ષુ ભક્તજન “કાળલબ્ધિ પામી અમે અવશ્ય માર્ગનું દર્શન પામશું” એ આશાના અવલંબને જીવે છે. કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે;
- એ આશા અવલંબ * “ मग्गो मग्गो लोए भणंति सम्वेवि मम्गणारहिया । परमपमम्गणा जत्थ तम्मग्गो मुक्खमरगुत्ति ॥"
–શ્રી હરિભસૂરિકૃત સંબોધપ્રકરણ - અર્થાત–લેકમાં માર્ગણુ રહિત એવા સર્વેય “માર્ગ” માર્ગ કહે છે, (પણ) જ્યાં પરમાત્મમાર્ગણ (અથવા આત્મમાર્ગણ) છે તે માર્ગ મોક્ષમાર્ગ છે.