________________
૧૩૦
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન ખાય એમ નથી. એની ભૂલભૂલામણીમાં પડયા કે આત્માર્થ જ ભૂલાઈ જાય છે, અને આત્માથીને તેમ કર્યું પાલવે એમ નથી; કારણે પ્રેક્ષાવંતેને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે અને તે અતીન્દ્રિય અર્થ કવચિત પણ શુષ્કતર્કને ગોચર હોતે નથી, માટે તર્કવિચારથી દિવ્ય નયનની પ્રાપ્તિ આકાશકુસુમવત્ છે.
૩. ઈષ્ટ વસ્તુ કહેનારા દ્રષ્ટા' વિરલ હોઈ
| દિવ્ય નયન દુર્લભ વળી આ દર્શનવાદીઓમાં પણ, અભિમત-ઈષ્ટ વસ્તુ વસ્તુગતું-વસ્તુના યથાર્થ સ્વરૂપે કહે એવા જન તે જગમાં
વિરલા જણાય છે કારણ કે વસ્તુનું “અભિમતવસ્તુ વસ્તુગતે યથાવત્ “દર્શન કર્યું હોય, કહે તે વિરલા સાક્ષાત્કાર કર્યો હોય, એવા “પ્રાપ્ત જગ જય.” સંત જનને જોગ જગમાં પરમ
દુર્લભ થઈ પડે છે. વસ્તુની ખાલી પિકળ વાત કરનારા ને તર્કવાદ વિસ્તારનારા શુષ્ક જ્ઞાનીઓ તે અનેક પડયા છે, પણ વસ્તુનું સાક્ષાત્ દર્શન પામેલા, દિવ્ય નયન પ્રાપ્ત સાચા અનુભવજ્ઞાનીઓને જ જગતમાં દુકાળ છે. તેવા “દૃષ્ટા’ પુરુષ જ દિવ્ય દૃષ્ટિ આપી વસ્તુનું * “ अतीन्द्रियार्थसिद्धसर्थ यथालोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य न चासौ गोचरः क्वचित् ॥"
–શ્રી ગિદષિસમુચ્ચય