________________
પ્રગટ દષ્ટિઅંધપણું તેઓ કાં તે તથારૂપ આત્મપરિણતિમય કિયા વગરના શુષ્ક જ્ઞાનમાં તણાઈ ગયા છે, અને કાં તે અંતરંગ ભાવરૂપ સંપર્શ વિનાના બાહ્ય ક્રિયાકાંડમાં જડપણે રાચતા રહી પ્રાય: ક્રિયા
તાથી ગ્રસ્ત થયા છે. તેમાં મેં પ્રગટ દષ્ટિઅંધપણું જેટલી લેકને રીઝવવા માટેની વાસના
દીઠી તેટલી સ્વાત્માને બૂઝવવાની ભાવના ન દીઠી ! તેઓમાં મેં જેટલી ધામધૂમની ધમાલ ને બાહ્ય આડંબરની વિપુલતા દીઠી, તેટલી જ્ઞાનમાર્ગ માટેની પિપાસા કે આત્મધર્મ–આરાધના પ્રત્યેની વૃત્તિ ન દીઠી ! પિતાના પૂજા–સત્કાર-માનાદિની જેટલી ખેવના દીઠી તેટલી આત્માર્થ માટેની તમન્ના ન દીઠી ! તેમાં પ્રાય: દિવ્ય નયનના અભાવથી મેં પરમાર્થથી કેવળ દૃષ્ટિઅંધપણું દીઠું. આમ સામાન્યપણે બાહુલ્યથી મેં જે પરિસ્થિતિ નિહાળી તે અષપણે. કેવળ કરુણાભાવથી કહી દેખાડી, એમાં પવિત્ર જિનશાસન પ્રત્યેની અંતરુદાઝ સિવાય કેઈ અન્ય હેતુ નથી.
૩. દષ્ટિઅંધપણું શી રીતે ? : સમ્યષ્ટિ અને
દષ્ટિરાગને તફાવત. પથિક–મહાત્મન ! આપ આ “અંધ અંધ પલાય” એમ કહે છે, તે અંધપણું શી રીતે? તે કંઈક સ્પષ્ટ કરવા કૃપા કરે.
ગિરાજ–આ અંધપણું એટલે દષ્ટિઅંધપણું. જ્યાં