________________
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
૪. “ભાગવતી દીક્ષા અને સાચું શાસન સંરક્ષણ.
પથિક–પણ ગિરાજ ! અત્રે કઈ લેકે તે પિતે ભાગવતી દીક્ષા લીધી છે એ અભિપ્રાય ધરે છે; અમે સાધુ છીએ, મુનિ છીએ, ભિક્ષુ છીએ, યતિ છીએ એમ માને છે અને પોતે જિનશાસનના સંરક્ષક છે એ દાવે કરે છે તેનું કેમ?
ગિરાજ–મહાનુભાવ ! આ બધા ચર્ચાસ્પદ વિષય છે અને તેની લાંબી ચર્ચામાં અન્ન ઉતરવું પ્રસ્તુત નથી તેમજ મને પસંદ પણ નથી, પણ તું તે એક પ્રશ્નનમાંથી નવા નવા પ્રશ્નો ઉખેળે છે, એટલે તારી જિજ્ઞાસા સંતોષવા ખાતર સંક્ષેપે કહેવું પડે છે કે–તેઓ તેમ માનતા હોય કે કહેતા હોય તેમાં આપણને શું વાંધો હોઈ શકે ? તથા પ્રકારે ભાવથી પિતે છે કે કેમ તે તેમણે પોતે પિતાના અંતરાત્માને પૂછવાનું છે. બાકી જે વિવેકી જનો છે તે તે તેમ માનવાથી કે દાવો કરવાથી કાંઈ તેને સ્વીકાર કરતા નથી તેઓ તે તત્વથી–પરમાર્થથી તથા પ્રકારે સ્થિતિ છે કે કેમ તે તપાસે છે, ચકાસે છે, અને તથારૂપ આત્મસ્થિતિ હોય તે જ સાચું xદીક્ષિતપણું-સાધુપણું માને છે તથારૂપ શાસનપાલન હેય તે જ શાસનસંરક્ષકપણું સ્વીકારે છે, નહિ તે “નામ મેટું ને દર્શન હું” થઈ પડે છે !
કારણ કે “ભાગવતી દીક્ષા” એ નામ જ ઉત્તમ * “ કારજ સિદ્ધ ભયે તિનકે, જિને અંતર મુંડ મુંડાય લિયા રે”
–શ્રી ચિદાનંદજી