________________
૧૦૨
આનદઘનજીનુ દિવ્ય જિનમાર્ગદર્શન
તાત્પર્ય કે -સમ્યગ્દષ્ટિપણું એ જ ધર્મનું ખીજ છે, અને ત્યાંથી માંડીને જ વાસ્તવિક ધર્મની શરૂઆત થાય છે, માટે આત્મસ્વભાવને ઓળખી વિભાવ ઉપાધિને દૂર કર ! જેમ બને તેમ આત્મપ્રવૃત્તિમાં× અત્યંત જાગ્રત થા ને પરપ્રવૃત્તિમાં હેશ, મૂંગો ને આંધળા બની જા !
આવા પ્રવચન અંજનવડે જ્યારે સદ્ગુરુ અંજનશલાકા કરે છે ત્યારે જ આ પરમ ગુણુનિધાન આત્મસ્વરૂપને દેખે છે. વળી આ પ્રવચનરૂપ-આગમરૂપ પરમ નિધાન તે છે જ, પણ તેની રહસ્ય ચાવી તે સદ્ગુરુના હાથમાં જ છે. તે જો તે ખતાવે, તે જ તે ખજાના ખૂલે, નહિ તેા તેની ખબર પણ ન પડે.
૬. ભાવ ગુરુગમ વિના આગમથી પણ દિવ્ય નયનના અસંભવ
આમ ગુરુગમ વિના આગમ અગમ થઈ પડે છે. દિવ્ય નયનને પામેલે એવા કોઈ પ્રત્યક્ષ આત્માનુભવી સદ્ગુરુ+ તેની સૂઝ પાડે—સમજણુ પાડે, તે કાંઇ સૂઝ પડે એમ છે. + જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત
""
—શ્રી આત્મસિદ્ધિ
X
"C
आत्मप्रवृत्तावति जागरूकः, परप्रवृत्तौ बधिरान्धमूकः । सदा चिदानंदपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ॥
—શ્રી અધ્યાત્માપનિષદ્