________________
૧૧૨
આનંદઘનજીનું દિવ્ય જિનમા દર્શન
વિદ્યા છે; અને તે ઔપચારિકપણું પણુ–તે તે વિદ્યા જે આત્મવિદ્યાની સાધનામાં સહકારી કારણપણે ઉપયુક્ત થતી હાય–તા જ ઘટે છે. આ ઉપરથી તને સ્પષ્ટપણે પ્રતીત થશે કે સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જો એક આત્મવસ્તુ હાથ ન આવી તા શૂન્યરૂપ જ છે, મેાટા મીંડારૂપ જ છે, ‘ વો ’–આત્મા હાથમાં ન આવ્યા, તેા તે બધા એકડા વિનાના મીંડા છે ! એટલે આત્મ-અજ્ઞાની એવા કાઈ પણ ભલે પેાતાની કલ્પના+ પ્રમાણે હજારા થથા રચે, ભલે હજારા વ્યાખ્યાના આપી જન-મન-રંજન કરે, ભલે વકતૃત્વ કળાનુ પ્રદર્શન કરી વાચસ્પતિપણું બતાવે, તે પશુ તે પેાતાના શૂન્યપણાનું જ પ્રદર્શન કરે છે, અથવા પેાતાના મનના આમળા પૂરા કરી, પેાતાના મિથ્યાભિમાનને જ પોષે છે એમ વિવેકી વિચક્ષણા સમજે છે.
આ પ્રસ્તુત દ્રવ્યશ્રુતજ્ઞાન પણ ગુરુગમ વિના પ્રાપ્ત થતું નથી એ વાત પણ સાવ સાચી છે, પણ તે ગુરુગમ દ્રવ્યથી.
+નિજ કલ્પનાથી કાટી શાસ્ત્રો માત્ર મનના આમળે; જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યા સાંભળેા.
શ્રીમદ્ રાજચંદ્રજી
*“સબ શાસ્ત્રન કે નય ધારિ હિયે, મત મંડન ખડન ભેદ લિયે; વહુ સાધન ખારી અને કિયા, તદપિ કછુ હાથ હજુ ન પર્યાં. કરુના હમ પાવત હે તુમકી, વહ ખાત રહી સુગુરુ ગમકી; પલમે' પ્રગટે મુખ આગલસે, જન્મ સદ્ગુરુ ચન સુપ્રેમ ખસે. '' શ્રીમદ્ રાજચંદ્રજી