________________
૧૧૬
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
આત્મસ્વરૂપને જે ક્રિયા સાધે છે તે જ અધ્યાત્મ છે, જે ક્રિયા કરીને ચાર ગતિ સાધે છે તે અધ્યાત્મ નથી. નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ ને દ્રવ્ય અધ્યાત્મને છ ડે; અને ભાવ અધ્યાત્મ કે જે નિજ ગુણને–આત્મગુણને સાધે છે, તેમાં “રઢ લગાડીને મંડી પડો.” બિનિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ કહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ લહિયે રે.
' ...શ્રી શ્રેયાંસજિન નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહ શું રઢ મંડે રે
શ્રી શ્રેયાંસજિન” –શ્રી આનંદઘનજી અધ્યાત્મ તે જ્યાં આત્મવસ્તુને વિચાર હોય તે છે, બાકી બીજા તે લબાસી છે–લપલપીયા વાડીઆ છે ! વસ્તુગતું-વસ્તુસ્વરૂપે જે વસ્તુ પ્રકાશે છે–પ્રગટ બતાવે છે, તે જ આનંદઘન મતના વાસી છે. “અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે.
શ્રી શ્રેયાંસજિન” માટે અધ્યાત્મની વાત ને ચર્ચા કર્યાથી કાંઈ અર્થ સરે નહિ. તથારૂપ અધ્યાત્મરસ પરિણતિ થાય ને આત્મસ્વરૂપની અર્ચા થાય તે જ નિજ કાર્યની સિદ્ધિ થાય. વાત એ છાસબાકળા છે અને અનુભવ એ નવનીત છે. જગતુ એ + “ પતિમો નિશાનમણિય સા.
પ્રવર્તતે બિજ્યા સુઢા તથા ના -”શ્રી અધ્યાત્મસાર