________________
૧૦૬
ન ધનજીનુ દિવ્ય જિનમાઢન
દ્રવ્ય શ્રુતના પાઠી, દ્રવ્ય શ્રુતના અભ્યાસી તે ઘણુય છે, એવા શાસ્ત્રપારગત તા અનેક છે, પણ તેમાંથી જેને ભાવશ્રુતરૂપ આત્મજ્ઞાન પ્રગટ આત્માનુભવ ઉપજ્યેા હૈાય એવા ભાવશ્રુતધો ભાવઆગમધરા કેટલા છે? તે વિચારવા યોગ્ય છે; કારણ કે તેવા શાસ્ત્રપઠન માત્રથી કાંઈ જ્ઞાન થઈ જતું નથી. નિશ્ચયથી શાસ્ત્ર પાતે અચેતન હાઇ જ્ઞાન નથી, પણ તે જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ નિમિત્તરૂપ-સાધનરૂપ હાઇ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે; માટે એકલા દ્રવ્ય શ્રુતના શુકપઠ જેવા શુષ્ક જ્ઞાનથી કાંઇ જ્ઞાન થયું કહેવાતું નથી, પણ જો તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પાતે જ્ઞાનરૂપે પરિણમે અર્થાત્ આત્મામાં ભાવશ્રુતપણું પ્રગટે—આત્મજ્ઞાન ઉપજે, તેા જ વાસ્તવિક જ્ઞાન થયું કહેવાય છે. એમ ન હોત ને દ્રવ્ય શ્રુતના પાઠે માત્રથી જ્ઞાન થઈ જતું હાત તા બધાય સહેલાઇથી જ્ઞાની ખની એસત ! ને ઝાઝી ખટપટ રહેત નહિં !
..
એટલે દ્રવ્ય શ્રુત પરમ અવલ બનરૂપ-સાધનરૂપ હાઈ ભાવશ્રુતની પ્રાપ્તિમાં તેના પરમ ઉપકાર છે, છતાં જો તે ભાવદ્યુતની પ્રાપ્તિના ઈષ્ટ ઉદ્દેશ તેના આલ અને ન સધાયેા અથવા તે ઇષ્ટ ઉદ્દેશ અર્થ તેના સાધન તરીકે ઉપયેગ ન કરાયા, તે તેવું દ્રવ્યશ્રુત પરમાથ થી અકિચિત્કર છે, અફળ છે. તાત્પર્ય કે-દ્રવ્યશ્રુત ભાવશ્રુત સહિત હોય અથવા ભાવશ્રુતના કારણરૂપ થાય તે
ભાવદ્યુત પ્રાપ્તિમાં દ્રવ્ય શ્રુતના પરમ ઉપકાર
*
" सत्थं गाणं ण हवइ जम्हा सत्यं ण याणए किचि ।
""
तम्हा अण्णं गाणं अण्णं सत्थं जिणा बिति ॥ —શ્રી સમયસાર