________________
૧૦૮
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન ગતાનગતિક બહુ જનને માનતે હોય, ભલે સેંકડો કે હજારે શિષ્યના પરિવારથી પરિવરેલેમેટો ગુરુ કે આચાર્ય કહેવાતું હોય, તે તે જિનશાસનને દુશ્મન છે, એમ સિદ્ધસેન દિવાકરજીએ સમ્મતિતર્કમાં સ્પષ્ટ કહ્યું છે
" जह जह बहुस्सुओ सम्मओ अ सीसगणसंपग्वुिडो अ ।
अविणिच्छिओ अ समए तह तह सिद्धतपडिणीओ ॥"
અને ગીતાર્થને જ ગુરુપણને અધિકાર કહ્યો છે, એ વાતમાં ઘણું રહસ્ય છે, કારણ કે ગીતાર્થ એટલે કેટલાક
લેકે માત્ર સૂત્રપાઠી સમજે છે એમ ગીતાર્થ” ગુરુ : અને નહિં, પણ જેણે શાસ્ત્રને સૂત્રને ગુપદની જોખમદારી અર્થ–પરમાર્થ ગીત કર્યો છે,
અત્યંત હૃદયગત-પરિણત કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં તન્મય-એકતાર કર્યો છે, આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે, તે ગીતાર્થ. અર્થાત્ જેણે અર્થ-આત્મતત્ત્વ ગીત કર્યું છે– અત્યંત અનુભૂત કર્યું છે તે ગીતાર્થ. એવા ગીતાર્થ+ આત્માનુભવી જ્ઞાની પુરુષ જ ગુરુ થવાને યોગ્ય છે. બાકી તથારૂપ ગ્યતા વિના બીજા બની બેઠેલા ગુરુઓ તે કર્મભારથી “ગુરુ” બને છે, કારણ કે શિષ્યના કે અનુયાયીઓના +"गीयत्था संविग्गा निस्सल्ला चत्तगारवासंगा। ગિળમય ગોગા સન્મત્તપમાવા મુળિળો ”
-શ્રી હરિભસૂરિકૃત સંધપ્રકરણ ૩-૨૨૭ અર્થાત-ગીતાર્થ, સંવિગ્ન, નિઃશલ્ય, ગારવ આસક્તિ ત્યજી દીધી છે એવાં, જિનમતના ઉદ્યોતકર, સમ્યક્ત્વ પ્રભાવક એવા મુનિઓ હેય.