________________
ધન્ય ભાગવતી દીક્ષાના મહાપાત્રઃ દીક્ષાની યોગ્યતા ૮૯ ગૌરવભરેલું છે ભગવાન્ જિનેશ્વર વીતરાગ દેવે જે
દીક્ષા–મુનિપણું—સાધુત્વને સંસ્કાર પરમ ધન્ય “ભાગવતી’ અંગીકાર કરીને પરમ ધન્ય કર્યો દીક્ષાના મહાપાત્ર હતે, તે ઉત્તમ મુનિભાવરૂપ
સંસ્કારનું આત્મામાં સ્થાપિતપણું, તેનું નામ “ભાગવતી દીક્ષા” છે અર્થાત વીતરાગ જ્ઞાની પુરુષ જેવા પુરુષસિંહે આદરેલી દ્રવ્ય ભાવ નિર્ચથચર્યા આદરવી-પરમ આદરપૂર્વક આચરવી તેનું નામ “ ભાગવતી દીક્ષા છે. તે પરમ ક્ષમાશ્રમણે આશ્રય કરેલા વિશુદ્ધ દશન-જ્ઞાનપ્રધાન આશ્રમને આશ્રય કરી સામ્યને– સમપણાને-શ્રમણપણને ભજવું તેનું નામ “ભાગવતી દીક્ષા, આવી ભગવંતના જેવી ઉત્તમ વીતરાગ દશા સાધવાની જ્યાં પ્રતિજ્ઞા લેવાની હોય, તે ભાગવતી દીક્ષા કેવી ઉત્તમ વસ્તુ છે ? અને તેનું પાત્ર પણ કેવું ઉત્તમ હોવું જોઈએ ? શિયાળ જેવા કાયર જનેનું અત્રે કામ નથી, આત્મપરાક્રમી
એવા પુરુષસિંહને જ પ્રાયે આ ગ્રહણ કરવાને મુખ્ય અધિકાર * "तेसि बिसुद्धदसणणाणाहाणासमं समासेज ।
૩વસંવાનિ સમું વત્તો શિવાળસંપત્તી ” – શ્રી પ્રવચનસાર. "तत्र बालो रतो लिङ्गे वृत्तान्वेषी तु मध्यमः । पंडितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते ॥"
–શ્રી યશોવિજયજી કૃત શ્રી દ્વા દ્વા. + “ હરિને મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જેને ! પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જેને !”
– શ્રી પ્રીતમ ભકત.