________________
-
૯
નિજ ઘર ન લહારે ધર્મ !' “ પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંધી હો જાય ! તિ વિના જુઓ જગદીશની, અંધાઅંધ પલાય....
ધર્મ જિનેસર.”–શ્રી આનંદઘનજી અહો ભવ્ય ! તું પણ આ ધર્મની શોધમાં બહાર કાં ભમ્યા કરે છે? પારકે ઘેર+ તું કાં ધર્મ જેતે ફરે છે? ને તારા
પિતાના ઘરમાં જ-નિજ ગૃહમાં જ નિજ ઘર ન લહે રે ધર્મ” ધર્મ છે, એ કેમ દેખતે નથી?
આ તે તું કસ્તૂરીઆ મૃગ જેવું આચરણ કરે છે ! કસ્તૂરીઆ મૃગની નાભિમાં જ કસ્તૂરી વસે છે, છતાં તે મૃગને તેને પરિમલ કયાંથી આવે છે તેનું ભાન નથી, એટલે તે બિચારે તેની શોધમાં બહાર ભમ્યા કરે છે! તેમ આ ધર્મ તે તારા પિતાના આત્મામાં જ રહ્યો છે, છતાં અહીંથી મળશે કે તહીંથી મળશે એવી ખોટી આશાએ તેને શોધવા માટે ચાર કેર ઝાંવાં નાંખી તું શા માટે હેરાન થાય છે ?
આ તારા પિતાના આત્મામાં જ ધર્મ છે અથવા આ આમા પિતે જ ધર્મ છે, એટલી સીધી સાદી વાત તું કાં
+ “ પર ઘર જોતાં રે ધર્મ તુમે ફરે, નિજ ઘર ન લહે રે ધર્મ, જેમ નવિ જાણે રે મૃગ કરતૂરીઓ, મૃગમદ પરિમલ મર્મ..
..શ્રી સીમંધર. જેમ તે ભૂલે રે મૃગ દિશ દિશ ફરે, લેવા મૃગમદ ગંધ; તેમ જગે હું રે બાહિર ધર્મને, મિથ્યાદષ્ટિ રે અંધ...
' ...શ્રી સીમંધર.”