________________
કયાં. આગમ દેશ? કર્યાં આચરણ ?
૭૯
ચાગિરાજ—હે ભદ્ર ! શુદ્ધ હેતુપૂર્વક અનુભવથી કહું છું, શાસ્ત્ર આધારથી કહું છું, કારણ કે આગમના જે મુનિપણાના–શ્રમણુપણાના+ નિલ આદર્શ છે, તેને અનુસરીને જો વસ્તુ વિચારવા બેસે, વસ્તુસ્થિતિ ગવેષે, તે એના કથનમાં ને આ લેકાના આચરણમાં આકાશ-પાતાલનું અંતર છે, ‘ચરણ ધરણુ નહિ ઠાય ’—પગ મૂકવાનું પણ ઠેકાણું નથી; કારણ કે આગમમાં જ્યારે વીતરાગતાની વાત કરી છે, ત્યારે લેાકા દાવા તે તેને અનુસરવાના કરે છે, પણુ પ્રાયે સાધે છે રાગદ્વેષ ! વીતરાગે જ્યારે વિશ્વબંધુતાની વિશાલ ભાવના ઉપદેશી છે ત્યારે આ પાતપેાતાના સ`કુચિત સંપ્રદાય–ગચ્છવાડા આંધીને બેસી ગયા છે ! વીતરાગે જ્યારે કષાય-કલેશ દૂર કરવાના કહ્યા છે ત્યારે આ મહાનુભાવે! પ્રાયે કષાયથી ગ્રસાયેલ છતાં વીતરાગધર્મના સંરક્ષક હાવાના દાવા કરતા રહી તે જ કષાયાને પુષ્ટ કરે છે ! તત્ત્વશૂન્ય નાના નાના ક્ષુદ્ર મતભેદે ને નિ:સત્વ નિર્માલ્ય ચર્ચાઓને નિમિત્તે મેટા મોટા ઝઘડા—ટટા–પીસાદ ઉપસ્થિત કરે છે ! ખાડા વતંડાવાદ + ૯ થાડા આ અનારય જનથી, જૈન આયમાં ઘેાડા; તેમાં પણ પરિણત જન થાડા, શ્રમણુ અન્નપ–બહુ મોડા.”
શ્રી યશોવિજયજી
કાં આગમાપદેશ ? કયાં આચરણ ?
" संपइ दूसमकाळे धम्मत्थो सुगुरुसावया दुलहा । नामगुरु नामसड्डा सरागदोषा बहु अत्थि ॥"
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સબાધપ્રકરણ ૨-૪