________________
૩૦
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
“જિનવરમાં સઘળા દર્શન છે, દર્શન જિનવર ભજના રે, સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજના રે...
પડ દરશન જિન અંગ ભાણજે.–આનંદઘનજી આવા પરમ ઉદાર જિનદર્શનને જે અનુયાયી હોય તે મત-પંથ આદિને આગ્રહી કેમ હોય? ન જ હોય. તે મહાનુભાવ તે સર્વથા નિરાગ્રહી, અનેકાંત દૃષ્ટિવાળે સ્યાદ્ધવાદી જ હોય; તેની દષ્ટિ અત્યંત વિશાળ હેય, તેનું હૃદય પરમ ઉદાર હેય; તે સાપેક્ષ દૃષ્ટિથી જેના હેઈ, સર્વ વિરોધનું મથન કરી સર્વ કેઈને પિતાના વિશાળ પટમાં શમાવનાર હોય તે વિશ્વબંધુત્વની ભાવનાથી ભાવિત હોઈ વિશ્વવત્સલ હેય.
પણ વર્તમાન સમાજની સ્થિતિ વિચારીએ તે કઈ પણ સહુદયનું હૃદય દ્રવે એવી છે. આ વર્તમાન કાળમાં
મેક્ષમાર્ગ ઘણે લેપ જે થઈ કિયાડ અને શુષ્કજ્ઞાની ગમે છે, તે જોઈ કરુણા ઉપજે
એવી સ્થિતિ છે. કોઈ જી કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી—“કિયાજડ” થઈ બેઠા છે, તે કોઈ કેવળ “શુષ્કજ્ઞાની” થઈ પડ્યા છે, ને પોતે મોક્ષમાર્ગ આરાધે છે એમ માની આત્મસંતોષ અનુભવે છે! કઈ જીવે કેવળ નિશ્ચયને જ વળગી રહી વ્યવહારનો નિષેધ કરે છે, તે કઈ વળી વ્યવહારને જ કદાગ્રહ કરી નિશ્ચયને દુર્લક્ષ કરે છે, ને તે પ્રત્યેક પતે મોક્ષમાર્ગને અવલંબે છે એમ મિથ્યા અભિમાન ધરે છે. પણ સર્વ વિરોધનું મથન કરનારા અનેકાંત સ્યાદવાદની દૃષ્ટિએ તે તે એકાંતપક્ષવાદી ખોટા છે, કેવળ સ્વચ્છેદે વતે છે એમ જણાય છે.