________________
નિશ્ચય-વ્યવહારને પરસ્પર સાપેક્ષ સંબંધ
૩૫ અવંચક છે, તે ફળ પણ અવંચક હેય. પણ જે પરમાર્થ લક્ષ્યને દુર્લક્ષ કરી, તેના અનુસંધાન વિના વ્યવહાર રોગ-ક્રિયા કરવામાં આવે, તે પરમાર્થ પ્રાપ્તિરૂપ અવંચક ફળ ન મળે, કારણ કે પરમાર્થ લક્ષ્ય ચૂકી જવાથી વંચક વેગ ને વંચક ક્રિયાને લીધે ફળ પણ વંચક હેય. “નિર્મલ સાધુ ભગતિ લહી....સખી દેખણ દે!
યેગ અવંચક હેય.... સખી. કિરિયા અવંચક તિમ સહી..સખી.
ફળ અવંચક જોય.. રે સખી. ” આનંદઘનજી નિશ્ચયના નિરંતર લક્ષ્ય વિનાને વ્યવહાર “એકડા વિનાના મીંડા” જે ને “વર વિનાની જાન” જેવું છે. કારણ કે નિશ્ચય વ્યવહારસાપેક્ષ જોઈએ ને વ્યવહાર નિશ્ચયસાપેક્ષ જોઈએ એમ જિનવચન છે. માટે નિશ્ચયનિરપેક્ષ વ્યવહાર એકાંતવાદી હોવાથી અનેકાંતી જિનવચનથી વિરુદ્ધપણે– નિરપેક્ષપણે વર્તે છે; અને “વચનનિરપેક્ષ જે વ્યવહાર છે તે તો જૂઠો કહ્યો છે, વચનસાપેક્ષ વ્યવહાર હોય તે જ સાચે વ્યવહાર છે; વચનનિરપેક્ષ વ્યવહારનું ફળ સંસાર છે” “વચનનિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્યો, વચનસાપેક્ષ વ્યવહાર સાચેક વચનનિરપેક્ષવ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચે.... ધાર તરવારની સેહલી, દહલી ચૌદમા જિનતણ ચરણસેવા.'
- શ્રીમાન્ આનંદઘનજી નિશ્ચયનિરપેક્ષ વ્યવહાર માટે શાસ્ત્રમાં એટલે સુધી કહ્યું છે કે “જેમ જેમ બહુશ્રુત-ઘણું શાસ્ત્રને જાણકાર હોય,