________________
૪૪
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન થાય, પુષ્ટિ થાય, નિર્મળતા થાય, તે સર્વ સાધન સદ્યવહારરૂપ છે. જેમ કે અર્થને અથી પુરુષ પ્રથમ તે રાજાને જાણે, સદહે ને પછી પ્રયત્નથી અનુચરે તેમ મોક્ષને અથી–સુમુક્ષુ આત્માથી જીવ-રાજાને (આત્માને) જાણે, સહે ને પ્રયત્નથી અનુચરે.” શુદ્ધ આત્માનું જ્ઞાન થવામાં, દર્શન થવામાં ને અનુચરણ થવામાં જે જેદ્રવ્ય-ભાવ સાધન ઉપકારી થાય, તેનું તેનું અવલંબન આત્માથી અવશ્ય ગ્રહણ કરે. તેમાં પણ દ્રવ્ય સાધન, ભાવની ઉત્પત્તિમાં નિમિત્તભૂત થવાના કારણે ઉપકારી થાય છે, ને તેમ થાય તે જ તેની સફળતા છે. નહિં તે ભાવ વિના કે ભાવના લક્ષ વિના દ્રવ્ય સાધન અનંતવાર કર્યા કરે તે પણ કાંઈ ફળ આવે નહિ; ભાવ વિના બધું ય લૂખું છે; દ્રવ્ય ખેડું છે, ભાવ પ્રાણ છે. આમ સર્વત્ર ભાવની મુખ્યતા છે.
દાન, શીલ, તપ ને ભાવ એ ચતુર્વિધ ધર્મની આરાધના પણ સવ્યવહારના અંગભૂત છે. ટૂંકામાં, શુભેચ્છાથી માંડીને * " जह णाम को वि पुरिसो रायाण जाणिऊण सद्दहदि ।
तो तं अणुचरदि पुणो अत्यत्योओ पयत्तेण ॥ एवं हि जीवराया णायव्वो तह व सद्दहेदव्यो । अणुचरिदव्यो य पुणो सो चेव दु मोक्खकामेण ॥ दसणणाणचरिताणि सेविदव्वाणि साहुणा णिच्च । ताणि पुण जाण तिष्णिवि अप्पाणं चेव णिच्छयदो ॥"
–શ્રી સમયસાર + “નામ ધર્મ હે ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવધર્મના હે હેતુપણે ભલા, ભાવ વિના સહુ આલ.
સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે.” –શ્રી દેવચંદ્રજી