________________
પર
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન અર્થગંભીર રહસ્યપૂર્ણ સૂત્રાત્મક વચન તે સહુરુષની કથનપદ્ધતિની અદ્ભુત ચમત્કૃતિ છે. અથવા સૂત્ર એટલે દો. દેર હાથમાં હોય ત્યાં સુધી પતંગ ગમે તેટલે ઊંચે ચઢાવી શકાય, પણ દેર હાથમાંથી છૂટી જતાં પતંગ તરત પડી જાય છે તેમ સૂત્ર હાથમાં રાખતાં–અનુસરતાં તત્વજ્ઞાનની પતંગ ગમે તેટલે ચઢાવી શકાય, પણ સૂત્ર છોડી દેતાં તે નિરાધારપણે શીધ્ર પડી જાય છે. અથવા તો સૂત્રને–દેરાને નાનકડો દ વિંટાડવામાં આવ્યું હોય તે તે મુઠ્ઠીમાં સમાઈ જાય, પણ તે જે ઉકેલવામાં આવે તે તેને વિસ્તાર ગાઉના ગાઉ જેટલો થાય તેમ ન્હાનકડું સૂત્રવચન છેડા શબ્દોમાં કહેવામાં આવ્યું હોય, પણ તેનું કોકડું જે ઉકેલવામાં આવે તે તેને વિસ્તાર ગ્રંથના ગ્રંથ ભરાય તેટલું થાય. જેમકે આહતી મુષ્ટિ–“રાગદ્વેષથી બંધ છે ને સંવરથી મેક્ષ છે”, “ઉપશમ વિવેક ને સંવર” અથવા એક સૂત્રમાં–દેરામાં મણકા પરોવ્યા હોય તે હાર બને, પણ એક સૂત્ર વિના હાર ન બને; તેમ વચનરૂપ મણકા એક સૂત્રમાં અનુવિદ્ધપરોવાયેલા હોય તે તત્વજ્ઞાનરૂપ હાર બને, પણ એક સૂત્રમાં નહિં પરોવાયેલા–અનનુવિદ્ધ વિશૃંખલા વચનને તત્વરૂપ હાર ન બને. અથવા વિવિધ સુગંધી પુપે એક સૂત્રથી-દેરાથી ગુંથવામાં આવતાં એક સુંદર પુષ્પમાળા બને, તેમ વિવિધ સુભાષિત વચન-પુ એક સૂત્રથી ગુંથવામાં આવતાં એક સુંદર તત્ત્વમાળા બને. આ બધા સ્કૂલ દૃષ્ટાંત છે, પણ તે
સૂત્ર” શબ્દમાં ઘણું રહસ્ય છે એમ સૂચવે છે. સમસ્ત જિનવચન એકસૂત્રરૂપ છે, એકવાક્યતા ધરાવે છે, એક જ અર્થ પ્રત્યે લઈ જાય છે. બે-ત્રણ દાખલા લઈએ—