________________
૪૦
આન ધનજીનુ દિવ્ય જિનમાં ન
કાળમાં કરે નહિ; તેમ ચેતન ને જડ એ ત્રણે કાળમાં ભિન્ન વસ્તુ છે, ચેતન તે ચેતન છેને જડ તે જડ છે. ચેતન પલટીને જડ થાય નહીં ને જડ પલટીને ચેતન થાય નહિં. આ નિશ્ચલ નિશ્ચયસિદ્ધાંત છે. આ ઉપરથી સારભૂત નિશ્ચય તે સ અન્ય દેહાર્દિ પરદ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્યમય આત્મસ્વરૂપનું ભાન થવું, એ છે. હું એક, શુદ્ દનજ્ઞાનમય, સદા અરૂપી છુ, પરમાણુ માત્ર પ પરવસ્તુ મારી નથી.’– આ સંક્ષેપમાં નિશ્ચયના સાર છે, સમયના સાર છે, સિદ્ધાંતના સાર છે. શુદ્ધ, બુદ્ધ, આન ંદધન એવા ચૈતન્યમૂર્ત્તિ+ આત્મા જ માત્ર આદેય છે; બાકી બીજું બધું ય હૈય છે એ દ્વાદશાંગીને સારભૂત નિશ્ચય છે. નિશ્ચયથી આત્મા નથી દેવ, નથી મનુષ્ય, નથી તિય ચ, નથી નારકી; નથી પુરુષ, નથી સ્ત્રી, નથી નપુસક; નથી બ્રાહ્મણ, નથી વૈશ્ય, નથી ક્ષત્રિય, નથી શુ; નથી જૈન, નથી વૈષ્ણવ, નથી બૌદ્ધ, નથી ઇસ્લામી; નથી શ્વેતાંબર, નથી દિગ ંબર, નથી પીતાંબર; નથી હુઢિઓ, નથી તા કે નથી અન્ય કોઈ. આત્મા તેા શુદ્ધ એક જ્ઞાયક ભાવ સિવાય ખીજી કેાઈ વસ્તુ નથી. દર્શન–જ્ઞાન—ચારિત્ર પણ તેમાં જ અંતર્ભાવ પામે છે. પુદ્ગલમય
પ્રદેશમાં
** अहमिको खलु सुद्धो दंसणणाणमइओ सदारुवी । वि अस्थि मज्झ किचिवि अण्णं परमाणुमितपि ॥ ',
-શ્રી સમયસાર
=
*
66
उक्तं जिनैर्द्वादशमेदमङ्ग, श्रुतं ततो बाह्यमनन्तभेदम् । तस्मिन्नुपादेयतया चिदात्मा, ततः परं हेयतयाऽभ्यधायि ॥ શ્રી પદ્મનદિ પ્’વિંતિકા
"9