________________
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન ધર્મરૂપક મૂળ જે પકડે છે, તેને આ માર્ગ હાથમાં આવે છે, જે બાહ્ય સાધન-વ્યવહારના ભેદરૂપ ડાંખળાં-પાંદડાં પકડે છે તેને તે હાથમાં આવતું નથી, તે તે બ્રાંતિમાં ભૂલા ભમે છે ને મિથ્યા ઝઘડામાં પડે છે, તેવા મતાગ્રહી છે કોઈ કાળે કલ્યાણ પામતા નથી, માટે તેવા મતાગ્રહમાં પડવું આત્માથીને યોગ્ય નથી. પરમારથ પંથ જે વહે, તે જે એક તંત રે, વ્યવહારે લખ જે લહે, તેહના ભેદ અનંત રે.
ધરમ પરમ અરનાથને. વ્યવહારે લખ દેહિલે, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધનય થાપના સેવતાં, રહેન દુવિધા સાથ રે.
ધરમ પરમ ” –આનંદઘનજી વળી સર્વજ્ઞરૂપ આરાધ્ય દેવ જે એક છે, તે તેના આરાધકેમાં કેમ ભેદ હોઈ શકે? વિશાળ દૃષ્ટિથી જોઈએ તે
| સર્વને માન્ય કરનારા સર્વ કે ઈસર્વજ્ઞ તત્ત્વ અભેદ અને જૈન કે જેનેતર એક જ સંપ્રદાયના સવ દર્શનની એક્તા છે. જેમ કે રાજાના અશ્રિત,
વિવિધ સ્થાનમાં નિયુક્ત થયેલા, એવા અનેક નાના-મોટા સેવક-દાસ હોય, પણ તે બધાય તેના ભૂત્યવર્ગમાં ગણાય છે તેમ સર્વજ્ઞ પરમાત્મારૂપ સ્વામીને માનનારા જેન તે શું–અજેન પણ–તે એક ભગવાનના જ સેવક ભક્ત હેઈ, એક જ સનાતન સંપ્રદાયના અનુયાયી છે.
તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.”
–મહતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી.