________________
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન હવે તેની ચેતના તે પરમાત્માના સાક્ષાત દર્શનને, સાક્ષાત્કારને, સાક્ષાત્ મિલનને ઝંખી રહી હતી. જિનનું દર્શન કેમ થાય ? કયે માર્ગે જતાં ભગવાનનું દર્શન પ્રાપ્ત થાય? તે માર્ગ કે હશે? તે આનંદઘન ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ કેવું હશે? તે મનમોહન મૂર્તિનું પ્રત્યક્ષ રૂપ દેખવાને હું કયારે ભાગ્યશાળી થઈશ? ઈત્યાદિ જાણવાની તીવ્ર જિજ્ઞાસા, ઉત્કંઠા, તમન્ના તેને ઉત્પન્ન થઈ હતી. આ બધા પ્રશ્નોનું મને ગિરાજ પાસેથી સાંગોપાંગ સમાધાન સાંપડશે, એવી દેઢ પ્રતીતિ તેને અંતરાત્મામાં વસી હતી. એવી વિચારભાવપરંપરામાં નિમગ્ન થતે તે ગિરિશંગે આવી પહોંચે.