________________
સ્માન દઘનજીનું દિવ્ય જિનમાદેશન
વિમલ જિન ! દીઠા લેાયણ આજ.” શ્રી આનંદઘનજી તે જિનની પ્રતિકૃતિનાં દર્શન થતાં, તેના મુખમાંથી સહજ ઉદ્ગાર નીકળી પડયા કે— અહા ! આની દૃષ્ટિ કેવા *પ્રશમરસમાં નિમગ્ન થયેલી છે! ‘અભિય ભરી મૂરતિ રચી ’ આનું મુખકમલ કેવું પ્રસન્ન, શાંત, સૌમ્ય છે. નથી દેખાતી આના ખેાળામાં કામિની કે નથી આના હાથમાં હથિયાર ! અહા ! સમભાવભરી એની હાષ્ટ જાણે સમ પિરણામે જગને દેખી રહી છે ! એની પ્રસન્ન મુખમુદ્રા પરમ ચિત્તપ્રસન્નતા વ્યક્ત કરી રહી છે ! એની અસંગતા જાણે સવ પરભાવની પિરવ ના પ્રકાશી રહી છે. એના ખુલ્લા ખાલી હાથ જાણે એમ સૂચવી રહ્યા છે કે અમને હવે આ ચિત્રવિચિત્ર જગત્ સાથે કાંઇ લેવાદેવા નથી. અમે અમારું કામ કરી લીધું છે, હવે અમારે કંઈ પણ કરવાપણુ રહ્યું નથી. અહા ! આવી અદ્ભુત નિર્વિકાર મુદ્રા મેં પૂર્વે કદી પણ દીઠી નહેાતી. ખરેખર ! જગમાં કેઈ વીતરાગ દેવ હોય તે તે આવા જ ઘટે. હું ધન્ય છું, ધન્ય છું કે આવી દિવ્ય મૂત્તિનાં મને દર્શીન થયાં. એમ ખેલતાં તેના
૧૬
*" प्रशमरस निमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यं तदसि जगति देवो बीतरागस्त्वमेव ॥ " —મહાકવિ ધનપાલ
"
મૂર્તિ
“ ઉપશમ રસ ભરી, સર્વજન શંકરી, જિનરાજની આજ પેખી; કાર્યનિષ્પતિ શ્રદ્ધાન છે, વિંણે ભવભ્રમણની ભીડ મેટી,′′—શ્રી દેવચ`દ્રજી
કારણે