________________
૧૪
આનંદઘનજીનુ દિવ્ય જિનમાર્ગદર્શન
કેવું અગાધ! એમના આશય કેટલેા ગભીર! એમના બેાધ કેવા વિશદ ! કેવા નિલ! એમનું હૃદય અેવું આર્દ્ર ! કેવું વાત્સલ્યવત! હું ખરેખરા ધન્ય કે મને આવા પરમ સંતનું સાક્ષાત્ દર્શન થયું. કયારે સવાર પડે ને પુન: હું એ મહાત્માનાં દર્શન કરી પાવન થઉં, તેમજ તેમના શ્રીમુખે મારી શકાઓનું સમાધાન પામી મારહસ્ય જાણુ, ઈત્યાદિ ચિતત્રતા ચિતવતા તે થાકીપાકીને શયન કરી ગયા.
રાત્રિના પ્રાંતભાગમાં તેને એક સુંદર સ્વપ્ન આવ્યું. જાણે કોઇ ભવ્ય મૂર્ત્તિ-દિવ્ય પુરુષનાં તેને દર્શન થયાં, ને તેને ઉદ્દેશીને તે જાણે પાકારી રહ્યા હતા : “ એ ભવ્ય પથિક! જાગ, જાગ! આ વિષમ ભત્રમા માં
દિવ્ય આનદુધન સ્મૃત્તિનું દર્શીન
આમ ને આમ તારે કયાં સુધી ભ્રમણ કર્યા કરવું છે? હે મુસાફરી! આવી ને આવી અનંત રખડપટ્ટી કર્યાં છતાં તું શું હજી થાકયા નથી ? હવે તે વિરામ પામ! અલ્યા! તું તને પોતાને જ ભૂલી ગયા ! આનાથી મોટું અંધેર કર્યું? એ ભાનભૂલા વટેમાર્ગુ ! તારી આ ઘેર નિદ્રામાંથી ઊઠે, ઊઠે ! જાગ્રત થા! જાગ્રત થા! ‘દૃષ્ટિ’ ઉઘાડ! ને નિજ સ્વરૂપનું ભાન પામવા આ આનંદઘનસ્વરૂપ ભગવાન જિનનું દર્શન કર ! દર્શન કર! આ અનુપમ ગુણધામ આનંદમૂર્ત્તિ પરમાત્માને પ્રેમથી આરાધ, આરાધ ! ચિત્તપ્રસન્નતાથી એની અખડિત પૂજા કરી પૂજનલની પ્રાપ્તિ કર! કપટ રહિત થઇ આ પરમ પ્રભુનાં ચરણુકમલમાં સર્વાત્માથી આત્માપણુ કરી દે! ને આનંદધનપદની