________________
“પથડાની શોધમાં અને પિતે અજિત થઈ નિર્દોષ ને ગુણધામ બન્યા, તેને પગલે પગલે ચાલ્યા જાઓ. અજિત જિનના સાચા “અનુયાયી” બની જાઓ. અજિત રાગદ્વેષાદિથી અજિત છે તેમ તમે પણ રાગદ્વેષાદિથી અજિત બની જાઓ, એટલે તમે પણ અજિત થઈ નિર્દોષ ને ગુણધામ બનશે. આમ “પંથડે પંથડે” કર્યા કરવાથી શું ? માગે પડે ! ચાલવા માંડે !
મસ્તરાજ–(વ્યંગમાં) અરે ભલા ભાઈ ! વાત કરવી સહેલી છે. પણ અંતરાત્મા તે ભાવે છે કે-મારામાં તે તેવી જોઈતી ત્રેવડ નથી. જે અજિતે જીત્યા છે તેને જીતવાની મારી પૂરેપૂરી તાકાત હજુ દેખાતી નથી. ઊલટા તેણે (રાગાદિએ) મને જીતી લીધું છે. ખરેખર ! હું તે પુરુષ જ નથી, મને
પુરુષ નામ જ ઘટતું નથી, કારણ કે “મરદ” હોય તે દુશ્મનને હાથે માર ખાઈ–મ્હાત થઈ બેસી રહે એમ બને નહિ. સાચે પુરુષ હોય તે તે શત્રુઓને નાશ કરી નાખે. પણ હું તે તે “પુરુષ” નથી, એટલે તે અજિતના માગે ચાલવા સમર્થ નથી. જે તે જિત્યા રે, તિણે હું જીતિ રે,
પુરુષ કિડ્યે મુજ નામ ? પંથડો નિહાળું રે બીજા જિનતણે રે.” ૧.
વળી તમે જે કહ્યું કે તેના પગલે પગલે ચાલ્યા જાઓ, પણ તેના પગલાં જ દેખાતા નથી તે કેવી રીતે ચાલવા માંડવું ? ખરેખર ! હું તે મુંઝાઈ ગયે છું !