________________
મૂળ મારગ સાંભળે જિનને ?” માર્ગ એટલે જિન-વીતરાગ જે માગે ગયા તે માર્ગ અને તે વીતરાગ માર્ગ તે મેક્ષને છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ આત્માનું સમ્યગદર્શન, શુદ્ધ આત્માનું સમ્યજ્ઞાન, શુદ્ધ આત્માનું સમ્મચારિત્ર-એ ત્રણેની અભેદ એકતા આત્મામાં પરિણમાવી, ભગવાન શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષને પામ્યા. એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મચારિત્રની અભેદ એક્તા સાધવી એ જિનને મૂળ માગે છે. આમ આ જિનને મૂળ માર્ગ તે કેવળ આત્મપરિણતિરૂપ હેઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, નિશ્ચય માર્ગ છે. ભાવ માર્ગ છે; અંતરંગ માર્ગ છે, બહિરંગ માર્ગ નથી. આ વસ્તુતત્ત્વ તદ્દન સ્પષ્ટ છે. જે કઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે આ જિનના મૂળ પરમાર્થ માર્ગે પ્રયાણ કરીને જ-એમ સર્વ જ્ઞાની પુરુષોને પરમ નિશ્ચય છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક ત્રિકાલાબાધિત એક્ષમાર્ગ છે, એમ નિશ્ચલ નિશ્ચયસિદ્ધાંત સ્થિત છે. આમ શુદ્ધ આત્માને જાણ, શ્રદ્ધા ને આચરા એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય છે, ધ્યેય છે, લક્ષ્ય છે.
તે પછી આ વ્યવહાર માર્ગનું નિરૂપણ શા માટે કરવામાં આવ્યું હશે ? એવો સ્વાભાવિક પ્રશ્ન થશે. તે વ્યવ
હાર માર્ગ પણ પરમાર્થનું વ્યવહાર માર્ગનું ઉપકારી જ પ્રતિપાદન કરવા માટે, પ્રોજન પરમાર્થ સમજાવવા માટે
જ પ્રરૂપવામાં આવ્યું છે,