________________
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન આ દશ્ય પહેલું : “પંથડા'ની શોધમાં
કિઈ એક અવધૂત ગિરાજ ધૂનમાં ને ધૂનમાં ચાલ્યા જાય છે. “પંથડે પંથડે એવું રટતા જાય છે. તેની નિસર્ગગંભીર સુપ્રસન્ન સૌમ્ય મુખમુદ્રા પર પણ એક પ્રકારની વ્યગ્રતા છવાઈ રહી જણાય છે. કેઈ ખવાઈ ગયેલી વસ્તુની શોધમાં તે પડયા હેય, પણ તે વસ્તુ ક્યાંય જડતી ન હોય એવું તેના ઇંગિતાકાર પરથી, મુખ પર તરી આવતા ભાવ પરથી જણાય છે. “પંથ' નામની કેઈ અત્યંત વહાલી વસ્તુને વિરહ તેને પડ હેય, એમ તે શબ્દના તેના પુનઃ પુનઃ રટનથી–ધૂનથી સૂચિત થાય છે. ચેતરફ તે ચકળવકળ ચક્ષુ ફેરવી રહ્યા છે છતાં કઈ દિશામાં તે પંથડે કેમે કરીને તેની નજરે ચડતું નથી, એટલે તે પંથડા માટેની તેની વ્યાકુલતા ક્ષણે ક્ષણે વધતી જાય છે.]
આવા તે અવધૂત ચાલ્યા જાય છે ત્યાં રસ્તામાં તેને કેઈ વટેમાર્ગુને ભેટે થાય છે. તે તેની વ્યગ્ર વ્યાકુલ દશા જોઈ સભાવથી પૂછે છે કે-હે મસ્તરાજ ! તમે આમ બેબાકળા કેમ બની ગયા છે ? તમારું શું ખોવાઈ ગયું છે ? આ ચારે તરફ શું શું છે ? ને આ “પંથડે પંથડે ” શું બોલે છે ? છે. એટલે તે મસ્તરાજ બેલી ઉઠે છે–