________________
૪૫
થાકાર-નિરાકાર સ્વરૂપાવલંબન
આમ આ આનંદધનજી આદિ પરમ ભક્ત મહાત્માઓના વચન પરથી ફલિત થાય છે કે–આત્માથી મુમુક્ષુએ અહંત
સિદ્ધ ભગવંતની ભક્તિ અવશ્ય સાકાર-નિરાકાર કરવા યોગ્ય છે. અને અભેદ સ્વરૂપ સ્વરૂપાવલંબન હોવાથી એકની ભક્તિમાં અન્યની
ભક્તિ અંતર્ભાવ પામે છે. તેમાં પણ સાકાર સજીવન મૂર્તિ હોવાથી અહંત ભગવાનની ભક્તિ પ્રાથમિક દશાવાળા સામાન્ય જનને પણ વિશેષ ઉપકારી થાય. છે. સિદ્ધ ભગવાન નિરાકાર હોવાથી અહત તેઓનું સ્વરૂપ એકદમ ચિંતવવું દુર્ગશ્ય થઈ પડે છે. જો કે મૂળ સ્વરૂપ દષ્ટિએ અહંતનું સ્વરૂપ ચિંતવન તેવું જ દુર્ગમ્ય છે, તે પણ સાકાર હોવાથી સામાન્ય જીવને પણ તે ધ્યાન માટે અનુકૂળ આલંબનરૂપ થઈ પડે છે. અરે! તે સજીવન ચેતન્ય મૂત્તિની સ્થાપનામૂર્સિ–વીતરાગ ભાવનું પ્રતિબિંબ પાડતી પાષાણ, પ્રતિમા પણ તેવી જ ધ્યાનાલંબનરૂપ ઉપકારી થઈ પડે છે. અને એટલા માટે જ “જિનપડિમા જિન સારિખી” એમ. સૂત્રમાં કહ્યું છે. “ ચરમ જિનેસર વિગત સ્વરૂપનું રે, ધ્યાવું કેમ સ્વરૂપ ? સાકારી વિણ દશાન ગુ જ રે, અવિકારી અરૂપ "
–આનંદઘનજી (?) અને આ સાકાર અવલંબને પણ નિરાકાર એવા શુદ્ધ સ્વરૂપ ચિંતન પર ચઢવાનું છે કે-જેવું આ અહંત-સિદ્ધ ભગવંતનું સ્વરૂપ છે તેવું જ આ મ્હારા આત્માનું સ્વરૂપ છે.
અને આમ શુદ્ધ નિશ્ચયથી તે સર્વ જીવ સિદ્ધ