________________
જિનભકિત પ્રોજન
સમાન છે, પણ તે તે જે સમ્યફપ્રકારે સમજે તે થાય.
અને તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સર્વ જીવ છે સિદ્ધ સમ’ સદગુરુ આજ્ઞા, જિનદશા આદિ
છે. પણ ઉપાદાનનું નામ લઈ જે આ અનુપમ નિમિત્તને છોડી દે છે, તે કદી સિદ્ધપણું પામતા નથી, અને ભ્રાંતિમાં જ સ્થિતિ કરે છે.
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય, ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત ” –શ્રીમદ્ રાજચંદ્રજીત શ્રી આત્મસિદ્ધિ
૩. ઉપાદાન અને નિમિત્ત. કેટલાક લેકે સમજ્યા વિના ઉપાદાનની વાત કર્યા કરે છે, અને જાણે અજાણ્યે નિમિત્તની ગૌણતા ગણી તેને અપલાપ-નિનવ કરે છે. તે તેમની અણસમજરૂપ મિથ્યા ભ્રાંતિને દોષ છે, કારણ કે ઉપાદાન અને નિમિત્ત એ કાંઈ પરસ્પર વિરોધી નથી, કે પ્રતિપક્ષી નથી, પણ અવિરુદ્ધ સહકારી અને સહયોગી છે. ઉપાદાનની જાગૃતિ અને શુદ્ધિ તે અવશ્ય કર્તવ્ય છે, અને શુદ્ધ નિમિત્તના સેવનને ઉદ્દેશ-લક્ષ્ય પણ તે જ છે. પણ ઉપાદાનની શુદ્ધિજાગૃતિ અર્થે, ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવવા અર્થે પણ જિનભક્તિ આદિ પરમ ઉપકારી નિમિત્ત કારણના