Page #1
--------------------------------------------------------------------------
________________
नमो नमो निम्मलदसणस्स
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચની
-: વિવેચન કર્તા :મુનિ દીપરત્નસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
888888888888@8888888888 888888888888
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
नमो नमो निम्मलदसणस्स પૂ. શ્રી આનંદ-માં-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યોનમઃ
પ્રતિક્રમણગ અભિનવ-વિવેચન
(ભાગ-૧ સૂત્ર-૧૩ થી ૧૨)
-: વિવેચન કર્તા :મુનિ દીપરત્નસાગર
તા. ૧૩-૬-૦૫
સોમવાર
૨૦૬૧, જેઠ સુદ-૬
ચારે ભાગોનું સંયુક્ત મૂલ્ય
રૂ. ૮૦૦/
“આગમ આરાના કેન્દ્ર", શીતલનાથ સોસાયટી, વિભાગ-૧, ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ-૧.
ERYKERSKYNYRERERURYRYNERY 88888888 HS HS 888 88 BRUSH88
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
- - -
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન
ભાગ-૧ થી ૪
ભાગ-૧
સૂત્ર-૧ થી ૧૨
ભાગ-૨
સૂત્ર-૧૩ થી ૨૮
નવકાર મંત્ર થી જંકિંચિ-સૂત્ર નમુત્થણં સૂત્રથી નાણંમિ દંસણંમિ. વંદનસૂત્રથી નમોસ્તુ વર્ધમાનામ્ વિશાલ લોચનથી સંથારાપોરિસિ સૂત્ર
ભાગ- 3
સૂત્ર-૨૯ થી ૩૮
ભાગ-૪
સૂત્ર-૩૯ થી ૧૪
ટાઈપ સેટીંગ “ફોરએવર ડિઝાઈન” માધવપુરા માર્કેટ, અમદાવાદ. N ફોન નં. ૨પ૬૩૧૦૮૦,
મુદ્રક “નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ” ઘીકાંટા રોડ, અમદાવાદ, ફોન નં. ૨૫૫૦૮૬૩૧
અર્હત્ શ્રુત પ્રકાશન
શીતલનાથ સોસાયટી-૧, ફ્લેટ નં ૧૩, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
(પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન-૧)
અનુક્રમણિકા
ક્રમ
|
સૂત્રનું નામ નવકાર મંત્ર) સૂત્ર પંચિંદિય સૂત્ર ખમાસમણ સૂત્ર
ઇચ્છકાર સૂત્ર ૫ | ઇરિયાવહી સૂત્ર
તસ્યઉત્તરી સૂત્ર અન્નત્થ સૂત્ર લોગસ્સ સૂત્ર કરેમિભંતે સૂત્ર
સામાઇય વયજુત્તો સૂત્ર ૧૧ જગચિંતામણિ સૂત્ર
જંકિંચિ સૂત્ર
પૃષ્ઠક ૦૧૭ થી ૧૧૫ ૧૧૬ થી ૧૪૦ ૧૪૧ થી ૧૪૭ ૧૪૮ થી ૧૫ર ૧૫૩ થી ૧૬૬ ૧૬૭ થી ૧૮૨ ૧૮૩ થી ૧૯૪ ૧૯૫ થી ૨૩૮ ૨૩૯ થી ૨૭૦ ૨૭૧ થી ૨૮૩ ૨૮૪ થી ૩૧૧ ૩૧૨ થી ૩૨૦
|
|
|
|
|
૧૨
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
દ્રવ્ય સહાયકો
૧. પરમપૂજ્ય વાત્સલ્યવારિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગર
સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય મિલનસાર ઉપાધ્યાય શ્રી દેવચંદ્રસાગરજી મ.સા. તથા તેમના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી દિવ્યચંદ્રસાગરજી મ.સા. તેમજ પૂજ્ય વિદુષી સાધ્વી શ્રી આત્મજયાશ્રીજીની પ્રેરણાથી “શ્રી કાંદિવલી જૈન મૂપૂસંઘ, કાંદીવલી
વેસ્ટ, મુંબઈ તરફથી – રૂ. ૧૧,૦૦૦/૨. પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના
પરિવારવર્તી સરળહૃદયી, શ્રુતપ્રેમી પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી
મ.સા.ની પ્રેરણાથી “ભકરપ્રકાશન-અમદાવાદ” તરફથી–રૂ. ૫,૦૦૦/૩. પૂજ્ય શતાવધાની શ્રમણીવર્યા શ્રી અમિતગુણાશ્રીજી તથા
તેમના શિષ્યરત્ના સાધ્વી શ્રી કલ્પગુણાશ્રીજી અને સાધ્વી શ્રી અપૂર્વયોગાશ્રીજીની પ્રેરણાથી “વસ્ત્રાપુર કરીશ્મા છે.મૂ.પૂ.જૈન સંઘ,
અમદાવાદ' તરફથી – રૂા. ૧૫,૦૦૦/૪. પૂજ્ય શતાવધાની, માતૃહૃદયા સાધ્વી શ્રી અમિતગુણાશ્રીજી તથા તેમના શિષ્યરત્ના સાધ્વી શ્રી વિદિતયોગાશ્રીજીની પ્રેરણાથી “નવરંગપુરા જૈન
છે.મ્પૂ સંઘ-અમદાવાદ તરફથી – ૭,૦૦૦/પ. પૂજ્ય ગુરુવર્યા શ્રમણી શ્રી ભવ્યાનંદશ્રીજીના શિષ્યા રત્ના ઉગ્રતપસ્વી સાધ્વી
શ્રી કલ્પપ્રજ્ઞાશ્રીજીના સદુપદેશથી “શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, કાંદીવલી વેસ્ટ, મુંબઈની પ્રેરણાથી” રૂા. ૫,૦૦૦/૬. શ્રી શાપુર દરવાજાનો ખાંચો જૈન સંઘ, અમદાવાદ તરફથી રૂા.૫,૦૦૦/૦ બાકી રકમ – શ્રુત પ્રકાશન નિધિમાંથી આપી છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
ને જે »
(સંદર્ભ સૂચિ) પ્રતિક્રમણ સૂત્રના વિવેચનમાં ઉપયોગમાં લીધેલા સંદર્ભોની સૂચિ
અલ્પપરિચિત સૈદ્ધાંતિક શબ્દકોશ, અભિધાન ચિંતામણિ નામમાલા અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩ અનુયોગદ્વાર સૂત્ર-વૃત્તિ આઉર પચ્ચક્ખાણ-પયન્ના આગમ કથાનુયોગ ભાગ-૧ થી ૬ આગમ સદ્દકોસો ભાગ-૧ થી ૪ આચાર દિનકર આચારાંગ સૂત્ર-વૃત્તિ આવશ્યક સૂત્ર-ચૂર્ણિ આવશ્યક સૂત્ર-નિર્યુક્તિ આવશ્યક સૂત્ર-વૃત્તિ-મલયગિરિજી કૃત્ આવશ્યક સૂત્ર-વૃત્તિ-હરિભદ્રસૂરિજી કૃત્ ઉપાસકદસાંગ સૂત્ર-વૃત્તિ ઉવવાઈસૂત્ર-વૃત્તિ ઓઘનિર્યુક્તિ-વૃત્તિ કર્મગ્રંથ (ભાગ ૧ થી ૬ સંયુક્ત) કલ્પસૂત્ર (બારસા સૂત્ર) મૂળ કલ્પસૂત્ર સુબોધિકા-વિનયવિજયજી ગણધર યુગપ્રધાન દેવવંદન ચપ્પન્ન મહાપુરુષ ચરિયું ચઉસરણ પયન્ના ચૈત્યવંદન મહાભાષ્ય જંબૂતીપપ્રજ્ઞપ્તિ સૂત્ર-વૃત્તિ જીવવિચાર પ્રકરણ-સાર્થ જીવાજીવાભિગમ સૂત્ર-વૃત્તિ
છે. જે છે
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
૨૭. ૨૮.
૨૯.
૩૦.
૩૧.
૩૨.
33.
38.
૩૫.
૩૬.
39.
૩૮.
૩૯.
૪૦. .
ઠાણાંગ (સ્થાનાંગ) સૂત્ર-વૃત્તિ તત્ત્વાર્થાધિગમ સૂત્ર-મૂળ તત્ત્વાર્થાધિગમ સૂત્ર-અભિનવ ટીકા ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર દશવૈકાલિક સૂત્ર-પૂર્ણિ દશવૈકાલિક સૂત્ર-વૃત્તિ ધર્મબિંદુ-ટીકા-ભાષાંતર સહ ધર્મરત્ન પ્રકરણ-ભાષાંતર સહ ધર્મસંગ્રહ ભાગ-૧ અને ૨ ધર્મસંગ્રહણી વૃત્તિ નંદિસૂત્ર-ચૂર્ણિ નંદિસૂત્ર-વૃત્તિ નમસ્કાર સ્વાધ્યાય નવતત્ત્વ પ્રકરણ-સાથે નવપદ-શ્રીપાલ (વ્યાખ્યાન) નાયાધમ્મકહા સૂત્ર-વૃત્તિ નિરયાવલિકાદિ પંચ સૂત્ર-વૃત્તિ નિશીથસૂત્ર-ભાષ્ય-પૂર્ણિ પંચવસ્તુ-ભાષાંતર પંચાશકગ્રંથ-ભાષાંતર પન્નવણા સૂત્ર-વૃત્તિ પર્યન્ત આરાધના (પન્ના) પાક્ષિક સૂત્ર-વૃત્તિ સહિત પ્રતિક્રમણ ગર્ભ હેતુ પ્રતિક્રમણ સૂત્ર-અવચૂરિ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ-૧ થી ૩ પ્રવચન સારોદ્ધાર ભાગ-૧ અને ૨ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર-વૃત્તિ
૪૧, .
૪૨.
૪૩.
૪૪.
૪૫.
૪૬
૪૭.
૪૮.
૪૯,
yo
૫૩. |
૫૪. )
Page #8
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
પપ.
પ૬.
૫૭.
૬૪.
ભગવતી સૂત્ર-વૃત્તિ ભત્તપરિણા-પયન્ના ભાષ્યત્રયમ્-સાર્થ મરણ સમાધિ પયત્રા મહાનિશીથ સૂત્ર-મૂળ મહાપચ્ચક્ખાણ-પયન્ના યતિદિનચર્યા-વૃત્તિ યોગદૃષ્ટિ સમુચ્ચય યોગશાસ્ત્ર સટીક-અનુવાદ રાયપ્રસેણિય સૂત્ર-વૃત્તિ લલિત વિસ્તરા-સટીક-અનુવાદ લોકપ્રકાશ ભાગ-૧ થી ૪ વર્ધમાન દ્વાäિશિકા વિશેષાવશ્યક ભાષ્ય-ભાષાંતર વૃંદારવૃત્તિ (વંદિતુ સૂત્ર-ટીકા) શ્રાદ્ધદિનકૃત્ય-અનુવાદ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ શ્રાદ્ધવિધિ પ્રકરણ-અનુવાદ શ્રીપાલ ચરિત્ર (સંસ્કૃત) શ્રીપાલ રાજાનો રાસ પદર્શન સમુચ્ચય-સાર્થ પડાવશ્યક બાલાવબોધ પડાવશ્યક સૂત્રાણિ સંબોધપ્રકરણ-સાથે સમવાયાંગ સૂત્ર-વૃત્તિ સાધુ-સાધ્વી ક્રિયા સૂત્રો-સાથે સૂયગડાંગ સૂત્ર-વૃત્તિ સૂરપન્નત્તિ સૂત્ર-વૃત્તિ
છo.
9૧
૭૨.
93
Sછે.
9પ
૭૬.
૭૭.
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકાશનોનો અંક-૨૫૧ १-आगमसुत्ताणि-मूलं
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદ સૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામદિકરતા, સામનામાની, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦ - દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪૭-પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઇત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ' સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ સન-૨૦૦૪ને અંતે તેની માત્ર એક નકલ બચેલી છે. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા આગમ પ્રકાશનો
३. आगमसुत्ताणि - सटीकं
૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૫૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઇત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/
મૂલ્ય હોવા છતાં તેની સન-૨૦૦૪ને અંતે માત્ર એક નકલ સ્ટોકમાં રહી છે. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
-
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે
૩૮૪.
—
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્-પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકંમાં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂ. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
५. आगमसद्दकोसो ૪-પ્રકાશનો
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની ‘આગમ-ડીક્ષનેરી'' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ઞ થી 7 પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જેના દ્વારા જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
-
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું આગમસુત્તનિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો તેમાં મૂળ આગમ કે આગમ-સટીકંમાં મળી જ જવાના.
-X—
६. आगमनामकोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ’’. આ પ્રકાશન આગમ સટીકંમાં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તે-તે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું ઞામસુત્તળિ-સટીò તો છે જ.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા આગમ પ્રકાશનો
७. आगमसूत्र हिन्दी अनुवाद
૪૭-પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તો પણ આગમના ગુજરાતી અનુવાદની ગેરહાજરીમાં તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂ. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ કામસૂત્ર-હિન્દી અનુવાદ્રિ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને ગામ લવ અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
હાલ ગુજરાતી અનુવાદ સર્વથા અપ્રાપ્ય હોવાથી આપ આ આગમ-હિન્દી અનુવાદ જ મેળવી શકશો.
૮. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પદ્યોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
૯. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં ‘“કથાનુયોગ’’ નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહ્નવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦ થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા ગોતવી અત્યંત સરળ બને છે.
પાકા પૂંઠાના બાઈન્ડીંગમાં આ છ એ ભાગોમાં મેપલીથો વ્હાઈટ કાગળ વપરાયેલ છે, ડેમી સાઈઝમાં તૈયાર થયેલ અને સુંદર ઓફસેટ પ્રિન્ટીંગમાં છપાયેલ આ ‘આગમ કથાનુયોગ'' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશીત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
વર્તમાનકાળે લખાતા કે વંચાતા ચીલાચાલુ સાહિત્ય કે ધાર્મિક પુસ્તકોને નામે અંગત માન્યતાના પ્રક્ષેપપૂર્વક સર્જાતા સાહિત્યો કરતા આ ‘આગમ કથાનુયોગ'' વાંચન માટે શુદ્ધ-વિશુદ્ધ ધાર્મિક માહિતી અને રસિક કથાઓના સંગ્રહરૂપ હોવાથી તુરંત વસાવવા લાયક છે. બાળકોને વાર્તા કહેવામાં પણ ઉપયોગી છે.
માટે આજે-જ વ-સા-વો આ ‘આ-ગ-મ ક-થા-નુ-યો-ગ''
—-X—X—
આ હતી આગમ સંબંધી અમારા ૨૦૨ પ્રકાશનોની યાદી
-X—X
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૨
K આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય :૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદન્તમાલા :– આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય :૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
– આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિહાણ" નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચારિત્ર પણ પુરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય :૦ તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપદ્ય, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય :૦ સમાધિમરણ :
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પદ્યો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય :૦ દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય :૦ આગમ મહાપૂજન વિધિ ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(૭) યંત્ર સંયોજન :૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #16
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
(૮) જિનભક્તિ સાહિત્ય :० चैत्यवन्दम पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
- આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય :૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય :૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૨૫૧ પ્રકાશનો થયા છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન
સમાચાર વિવરણા
(પ્રતિક્રમણ સૂત્રનું આ વિવેચન અમે સાત અંગોમાં કરેલ છે...) (૧) સૂત્ર-વિષય :- સૂત્રમાં આવતા મુખ્ય વિષયનું સંક્ષિપ્ત કથન.
(૨) સૂત્ર-મૂળ :- સૂત્ર મૂળ સ્વરૂપે જે પ્રમાણે હોય તે જ પ્રમાણે તેની પાઠ નોંધ. જેમકે “ઇરિયાવહી સૂત્ર” છે. તો ત્યાં “ઇરિયાવહી” સૂત્ર પાઠ આપવો.
(૩) સૂત્ર-અર્થ:- જે મૂળ સૂત્ર હોય તેનો સીધો સૂત્રાર્થ આ વિભાગમાં છે.
(૪) શબ્દજ્ઞાન :- જે મૂળ સૂત્ર હોય, તે સૂત્રમાં આવતા પ્રત્યેક શબ્દો અને તે શબ્દનો ગુજરાતી અર્થ આ વિભાગમાં નોંધેલ છે.
(૫) વિવેચન :- મૂળ સૂત્રમાં આવતા મહત્ત્વના શબ્દો તથા પ્રત્યેક વાક્ય અથવા ગાથાના પ્રત્યેક ચરણોનું અતિ વિસ્તૃત વિવેચન આ વિભાગમાં કરાયેલ છે. આ વિભાગ જ અમારા પ્રસ્તુત ગ્રંથનું હાર્દ છે. તેમાં અનેક સંદર્ભ સાહિત્ય અને આગમોના સાક્ષીપાઠ આપવા પૂર્વક પ્રતિક્રમણના સૂત્રોનું વિવેચન કરાયેલ છે.
(૬) વિશેષ કથન :- સૂત્રના વિસ્તારથી કરાયેલા વિવેચન પછી પણ જે મહત્ત્વની વિગતો નોંધાઈ ન હોય અથવા “વિવેચન' ઉપરાંત પણ જે મહત્ત્વની બાબતો પર પ્રકાશ ફેંકવો જરૂરી હોય તેવી “વિશેષ” નોંધો આ વિભાગમાં કરાયેલ છે.
(૭) સૂત્ર-નોંધ :- આ સાતમા અને છેલ્લા વિભાગમાં સૂત્રનું આધારસ્થાન, ભાષા, પદ્ય હોય તો છંદ, લઘુ-ગુરુ વર્ણો, ઉચ્ચારણ માટેની સૂચના જેવી સામાન્ય વિગતોનો નિર્દેશ કરાયેલો છે.
- આ ઉપરાગ ચોથા ભાગને અંતે “પ્રતિક્રમણ સૂત્રોમાં આવતા મૂળ પ્રાકૃત-સંસ્કૃત કે ગુજરાતી શબ્દોની સંપૂર્ણ સૂચિ આપવામાં આવેલ છે.
-X
———
–
Page #18
--------------------------------------------------------------------------
________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
નમો નમો નિમ્પલદેસણમ્સ શ્રી આનંદ-સમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
પ્રતિક્રમણ સૂત્ર અભિનવ-વિવેચન ભાગ-પહેલો
સૂત્ર-૧
આ નમકીટ સત્ર
-નવકાર મંત્ર
v સૂત્ર-વિષય :
પરમ મંગલિક રૂપે આ સૂત્રનો ઉલ્લેખ થયેલો છે. પાંચ પરમેષ્ઠી (પરમ ઉચ્ચ ગુણોના ધારક) એવા આત્માઓને નમસ્કાર છે. સ્થાપના સ્થાપવા માટે પણ આ સૂત્ર આવશ્યક છે. ઇત્યાદિ..., - સૂત્ર-મૂળ :
નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં ૫ એસો પંચ નમુક્કારો ૬ સવ્વ-પાવ-પ્પણાસણો ૭ મંગલાણં ચ સવ્વસિં ૮
પઢમં હવઈ મંગલ ૯ સૂત્ર-અર્થ :
૧. અરિહંત (ભગવંતો)ને નમસ્કાર થાઓ. ૨. સિદ્ધ (ભગવંતો)ને નમસ્કાર થાઓ. ૩. આચાર્ય (મહારાજ)ને નમસ્કાર થાઓ. ૪. ઉપાધ્યાય (મહારાજ)ને L1| 2 |
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ નમસ્કાર થાઓ. ૫. મનુષ્ય લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
આ પાંચે (પરમેષ્ઠીઓ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો (અશુભ કર્મોનો) વિનાશ કરનાર તથા સર્વે (બધાં) મંગલોમાં ઉત્કૃષ્ટ (પ્રથમ) મંગલ છે.
| શબ્દ જ્ઞાન :નમો - નમસ્કાર થાઓ
અરિહંતાણં - અરિહંતોને સિદ્ધાણં - સિદ્ધોને
આયરિયાણં - આચાર્યોને ઉવજ્ઝાયાણં - ઉપાધ્યાયોને
લોએ - (મનુષ્ય) લોકમાં સવ્વ - સર્વ
સાહૂણે - સાધુઓને એસો - આ
પંચ - પાંચ (પરમેષ્ઠી) નમુક્કારો - નમસ્કાર
સવ્વપાવ - સર્વ પાપ(નો) પણાસણો - નાશ કરનાર
મંગલાણં - મંગલોમાં સલ્વેસિં - સર્વીબધાં(માં)
પઢમં - પ્રથમ/ઉત્કૃષ્ટ હવઈ - છે.
મંગલ - મંગલ - વિવેચન :- આ નમસ્કાર સૂત્ર નવકાર મંત્ર અથવા “નવકાર' શબ્દથી પ્રસિદ્ધ છે. તેને “નમુક્કારો” પણ કહે છે. મહાનિશીથ આગમ સૂત્રમાં તેને
પંચમંગલ-મહાસુયકુબંધ' કહે છે. ભગવતી સૂત્રની અભયદેવસૂરિ કૃત્ વૃત્તિમાં તેને “પરમેષ્ઠિપંચક-નમસ્કાર" કહેલ છે. યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં તેને “પંચ પરમેષ્ઠિ-નમસ્કાર” કહેલ છે. આવશ્યક સૂત્રની હારિભદ્રીય વૃત્તિમાં તેનું નામ “પંચનમસ્કાર' કહેલ છે. જ્યારે આવશ્યક સૂત્રની નિર્યુક્તિ અંતર્ગત્ કથામાં તેને “નમોક્કાર' નામે ઓળખાવેલ છે. એ રીતે આ નવકાર મંત્ર કે નમસ્કાર સૂત્ર વિવિધ નામોથી ઓળખાવાયેલ છે.
• નમો :- આ સૂત્રમાં પ્રથમ શબ્દ “નમો” છે. જે પાંચ પદોમાં આવે છે. કેટલાક તેને માટે “ણમો” એમ “નાને સ્થાને ‘ણ' હોવાનું જણાવે છે, પણ પ્રાચીનતા અને જન સાધારણ માન્ય લિપિ રૂપે ‘ન' (નમો) જ યોગ્ય છે.
નમોનું સંસ્કૃત રૂપ નમ: થાય છે. જેનો અર્થ છે - નમસ્કાર થાઓ અથવા વંદન થાઓ. સમગ્ર નવકાર મંત્રમાં સૌથી મહત્ત્વનું પદ જો હોય તો તે છે “નમો". આ પદ હૃદયમાં અવધારાય નહીં. ત્યાં સુધી બધું નિરર્થક છે.
(ભગવતી સૂત્ર-૧ની વૃત્તિ) નમ: એ નૈપાતિક પદ છે. જે દ્રવ્ય-ભાવના સંકોચને માટે અર્થાત્ અપૂર્ણતા દર્શાવે છે. જેમાં “દ્રવ્ય નમસ્કાર" એટલે હાથ જોડવા, મસ્તક નમાવવું, ઘૂંટણીયે પડીને પગે લાગવું, ભૂમિને બે હાથ-બે પગ (ઢીંચણ) અને મસ્તકનો સ્પર્શ કરવા પૂર્વક નમવું-વંદન કરવું. ઇત્યાદિ અર્થ થાય છે. જ્યારે ભાવ-નમસ્કારનો અર્થ છે “મનની વિશુદ્ધિ" મનમાંથી અશુભ વિચારો અને અશુભ ભાવનાઓને દૂર કરવી. તથા જેમને નમસ્કાર કરવાનો છે, તે (પંચ પરમેષ્ઠી) પરત્વે સન્માન, શ્રદ્ધા અને ભક્તિને ધારણ કરવા.
(આવશ્યક સૂત્ર નિર્યુક્તિ ૮૯૦ તથા તેની વૃત્તિ) નમો એ નૈપાતિક પદ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-“નમો” એટલે શું ?
નિપાત એટલે અનેક અર્થોમાં પ્રયોજાય છે. “નમ" અવ્યય નમસ્કાર, અર્ચા, પૂજા, સેવા ઇત્યાદિ અનેક અર્થમાં વપરાય છે. આ નમસ્કાર દ્રવ્ય-ભાવ સંકોચ અર્થમાં છે. દ્રવ્યથી સંકોચ અર્થાત્ હાથ-પગ-મસ્તકાદિનો સંકોચ અને ભાવ સંકોચ અર્થાત્ વિશુદ્ધ મનનો નિયોગ. જેમકે - શાંબ અને પાલક બંનેએ ભગવંતને વંદન કર્યું. પણ તેમાં પાલકે જે વંદન કર્યું તે દ્રવ્યથી સંકોચ હતો પણ ભાવથી ન હતો કેમકે તેણે તો ફક્ત અશ્વરત્ન પ્રાપ્ત કરવા વંદન કરેલું હતું. જ્યારે અનુત્તરવાસી દેવો જે નમન-વંદન કરે છે, તે ભાવસંકોચ રૂપ અવશ્ય હોય છે, પણ દ્રવ્યસંકોચ રૂપ નથી હોતો કેમકે તેઓ શચ્યામાં સુતા-સુતા જ વંદન-નમન કરે છે. જ્યારે શાંબકુમારે જે વંદન કર્યું તેમાં દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે વંદન-નમન કરાયેલ હતું. દ્રવ્યથી તેણે શરીર સંકોચરૂપ વંદન વિધિ પણ સાચવી અને ભાવથી મનની વિશુદ્ધિ પણ જાળવેલી.
આ રીતે જે ભાવ નમસ્કાર છે, તે મુખ્ય છે. જ્યારે દ્રવ્ય નમસ્કાર એ ભાવ નમસ્કારની શુદ્ધિ નિમિત્તે છે તે પ્રમાણે નિર્યુક્તિમાં કહેલું છે.
આ નમસ્કાર કે પ્રણામ પણ ઘણાં પ્રકારે છે. જેમકે હાસ્યથી, વિનયથી, પ્રેમથી, પ્રભુતાથી અને ભાવથી. જેમાં મશ્કરી માટે થાય તે હાસ્ય પ્રણામ કહેવાય. વડીલોને થાય તે વિનય પ્રણામ કહેવાય, મિત્ર આદિને કરાય તે પ્રેમ પ્રણામ કહેવાય, રાજા વગેરેને થાય તે પ્રભુતા પ્રણામ કહેવાય અને દેવ-ગુરુને થાય તે ભાવ પ્રણામ કહેવાય.
જો કે ભાવ સંકોચ (ભાવ નમસ્કાર કે ભાવ પ્રણામ) પૂર્વક જ દ્રવ્ય સંકોચ (દ્રવ્ય નમસ્કાર)ની મહત્તા કહેલી છે. તો પણ વિધિના બહુમાન અને આદર માટે, તથા યથાયોગ્ય ક્રિયા માટે દ્રવ્ય નમસ્કાર જરૂરી જ છે. જેમકે આવશ્યક ક્રિયા અવસરે બે હાથની અંજલિ જોડી, મસ્તક સહેજ નમાવીને અને બે પગ વચ્ચે આગળથી ચાર આંગળ અને એડીના ભાગે ચાર આંગળથી કંઈક ન્યૂન અંતર રાખી ઉભા રહી અંજલિબદ્ધ નમસ્કાર કરાય છે, તે દ્રવ્ય નમસ્કારનું એક દૃષ્ટાંત છે.
- તો પછી ભાવ નમસ્કાર (ભાવ સંકોચ) કઈ રીતે થાય ? (યોગ દૃષ્ટિ સમુચ્ચય-પહેલી યોગદૃષ્ટિમાં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે-) જે - (૧) અત્યંત ઉપાદેય બુદ્ધિથી અર્થાત્ જગના બીજા કોઈ પણ કાર્ય કરતા આ અરિહંતાદિને નમસ્કાર એ અત્યંત કરણીય છે. આદરણીય કાર્ય છે તેમ માની નમસ્કાર કરવો. (૨) સંજ્ઞાઓના નિગ્રહપૂર્વક નમસ્કાર કરવો અર્થાત્ ક્રોધાદિ ચાર સંજ્ઞા, આહારાદિ ચાર સંજ્ઞા અને ઓઘ અને લોક એ બે-એમ દશે સંજ્ઞાઓના નિગ્રહપૂર્વક નમસ્કાર કરવો અને (૩) સાંસારિક કોઈ પણ ફળની ઈચ્છા કે અપેક્ષા વિના નમસ્કાર કરવો. આ ત્રણ પ્રકારે કરાયેલ નમસ્કાર એ ભાવ નમસ્કાર છે. (જો કે આવો ભાવ નમસ્કાર તથાભવ્યત્વનો પરિપાક થયો હોય ત્યારે થઈ શકે.)
આ નમસ્કાર (નમો) એ નમ્રતાનું ચિહ્ન છે. ભક્તિની નિશાની છે અને કૃતજ્ઞતાનો સંકેત છે. આદર અને સન્માનની લાગણી પ્રદર્શિત કરવાનું સમુચિત સાધન છે. તેથી જ વ્યવહારના અને ધર્મના ક્ષેત્રમાં તે આદરણીય સ્થાન પામેલ છે. શ્રી
Page #21
--------------------------------------------------------------------------
________________
ર૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ હરિભદ્રસૂરિજી જેવાએ લલિત-વિસ્તરા ગ્રંથમાં લખ્યું કે, “ધર્મ પ્રતિ મૂલભૂતા વંદના” - ધર્મ પ્રતિ ગતિ કરવા માટે મૂળભૂત વંદના અર્થાત્ નમસ્કાર છે. કેમકે તેના વડે ઉત્પન્ન થતો ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મરૂપી બીજને વાવે છે, ધર્મ ચિંતનાદિ રૂપ અંકુરોને પ્રગટાવે છે, ધર્મ શ્રવણ અને ધર્માચારરૂપ શાખા-પ્રશાખાઓને વિસ્તારે છે. તેમ જ સ્વર્ગ અને મોક્ષના સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ અને ફળોને આપે છે.
-૦- નમો પણ કોને ? નમો (નમસ્કાર) શબ્દનો આટલો અર્થ જાણ્યા પછી આપણો પાયાનો પ્રશ્ન છે - નમો પણ કોને ? નમસ્કાર હો અરિહંત ભગવંતોને, નમસ્કાર હો સિદ્ધ ભગવંતોને, નમસ્કાર હો આચાર્ય ભગવંતોને, નમસ્કાર હો ઉપાધ્યાય ભગવંતોને, નમસ્કાર હો લોકમાં રહેલા સર્વે સાધુ ભગવંતોને. આ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુઓને સંપૂર્ણ આદરભાવથી કરેલો નમસ્કાર (પ્રણામ કે વંદના) જ અહીં ગ્રહણ કરવાના છે. કેમકે (શ્રી મહાનિશીથ સૂત્ર-૪૯૪માં જણાવે છે – ) સમગ્ર વિશ્વમાં જે કોઈ ઉત્તમ થઈ ગયા છે - થાય છે અને થશે તે સર્વે અરિહંત આદિ પાંચ પરમેષ્ઠી જ છે. (આવશ્યક નિર્યુક્તિ ૯૦૧ તથા તેની વૃત્તિમાં પણ) અરિહંતાદિ પાંચ ને જ નમસ્કાર યોગ્ય ગણેલા છે.
અરિહંત :- અહીં પ્રથમ પદમાં “નમો' સાથે “અરિહંતાણં' જોડાયેલ છે. અરિહંતાણંને સંસ્કૃતમાં રિહન્તુગ કહે છે. જેમાં “અરિ" શબ્દનો અર્થ શત્રુ છે અને “હંત” એટલે હણનાર થાય છે. અરિહંત એટલે જે શત્રુને હણે તે અથવા જેના વડે શત્રુ હણાય છે. આ તો માત્ર શબ્દાર્થ થયો. કેમકે એક યોદ્ધો પણ યુદ્ધમાં શત્રુને હણે છે, તેટલા માત્રથી તે અરિહંત થઈ જતો નથી. (ભગવતી સૂત્ર-૧ની વૃત્તિમાં અભયદેવસૂરિ જણાવે છે કે) કર્મરૂપી અરિ (શત્ર)ને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે. સર્વે જીવોને આઠ પ્રકારના કર્મો અરિ (શત્રુ) ભૂત હોય છે. તે કર્મરૂપી “અરિ"ને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે.
આ રીતે આત્માના પૂર્ણ વિકાસમાં અંતરાયભૂત નીવડે તેને અરિ કહેવાય છે. આવા જ પ્રકારના અરિ (શત્રુ)ઓને ઓળખાવતા (શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિ ૯૧માં) કહ્યું છે કે – (“ઇંદિય-વિષય-કસાયે, પરીસ વેયણા ઉવસગ્ગ, એ એ અરિસો હતા, અરિહંતા તેણ વર્ચ્યુતિ.”) અર્થાત્ અપ્રશસ્ત ભાવમાં વર્તતી ઇન્દ્રિયો, કામભોગની ઈચ્છા, ક્રોધ-આદિ ભાવોરૂપી કષાય, શારીરિક અને માનસિક દુઃખના અનુભવરૂપ વેદના, મનુષ્ય-તિર્યંચ-દેવકૃત્ ઉપસર્ગો આ છે ભાવ શત્રુઓ છે. આ શત્રુઓને હણનારને “અરિહંત” કહેવાય છે.
(શ્રી મહાનિશીથ સૂત્ર-૪૯૪માં પણ કહ્યું છે કે-) અતિ દુઃખે કરી જેના ઉપર જીત મેળવી શકાય તેવા સમગ્ર આઠે કર્મ શત્રુઓને નિમર્થન કરી હણી નાખ્યા છે, નિર્મલન-ચૂરેચૂરા કરી નાખ્યા છે, ઓગાળી નાખ્યા છે, અંત કર્યો છે, પરીભાવ કર્યો છે અર્થાત્ કર્મરૂપી શત્રુઓને જેમણે હંમેશ માટે હણી નાખ્યા છે - તે “અરિહંત” છે. આ જ અર્થને (ચઉસરણ પન્નામાં થોડી ભિન્ન રીતે જણાવે છે –) રાગ અને દ્વેષ રૂપે શત્રુઓના હણનાર, આઠ કર્માદિ શત્રુને હણનાર, વિષય
Page #22
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંત પદ
કષાયાદિ વૈરીઓને હણનાર તે “અરિહંત".
સકલાત્ સ્તોત્રમાં શ્રી પદ્મપ્રભ સ્વામીની સ્તુતિ કરતા શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ પદ્મપ્રભ સ્વામીના દેહની કાંતિના લાલ વર્ણનું કારણ જણાવતા - “અંતર શત્રુઓનું મથન કરવા માટે કોપના આવેશ વડે” (યંતરડાર મથ) વાક્ય પ્રયોગ દ્વારા પણ અરિહંત શબ્દના અર્થની જ પુષ્ટી કરી છે.
-૦- લઘુ દૃષ્ટાંત :- રાગ દ્વેષને હણનાર અર્થાત્ રાગ કે વેષના પ્રસંગમાં સમવૃત્તિ ધારણ કરનાર એવા શ્રી પાર્થપ્રભુને અત્રે યાદ કરવા જરૂરી છે. જ્યારે મેઘમાલી દેવ બનેલા કમઠે પૂર્વ ભવના દ્વેષને કારણે ભગવંત પાર્થને ઉપસર્ગ કરવા ભયંકર મેઘ વિકુળે, ચારે તરફ મુશળધાર મેઘ વરસવા લાગ્યો. ક્ષણવારમાં પાણી વધતા-વધતા પ્રભુની નાસિકા સુધી પહોંચી ગયું. તે વખતે પૂર્વ ભવના રાગ વશ ધરણેન્દ્રએ આવીને પ્રભુના ચરણ નીચે કમળ સ્થાપન કરી, મસ્તક ઉપર સાત ફણાવાળું છત્ર બનાવી ઉપસર્ગનું નિવારણ કર્યું. પણ રાગનું નિમિત્ત આપનાર ધરણેન્દ્ર પર કે દ્વેષનું નિમિત્ત પૂરું પાડનાર કમઠ (મેઘમાલી) પરત્વે રાગ કે દ્વેષ ન કરીને પાર્શ્વનાથ સમદર્શી જ રહ્યા.
આ રીતે રાગ-દ્વેષાદિ શત્રુને હણનારને અરિહંત કહે છે.
૦ અરહંત :- અરિહંતાણં શબ્દનું પાઠાન્તર “અરહંત' પણ થાય છે. વળી જુદા જુદા સંશોધકો અને સંપાદકોએ આગમોના જે કોઈ પ્રકાશનો પ્રકાશિત કર્યા તે સર્વેમાં “અરહંતાણં' પદ જ પ્રયોજેલ છે. આ અરહંતાણં શબ્દને સંસ્કૃતમાં સભ્ય: કહે છે. જેનો અર્થ અર્હતોને, અરડતોને અથવા અરહંતોને થાય છે. જેમાં રહેલ ગર્લ્ડ ક્રિયાપદ (ધાતુ)નો અર્થ છે “યોગ્ય હોવું” અથવા “લાયક હોવું જેઓ અન્યના સન્માન-સત્કાર કે પૂજા આદિને યોગ્ય છે તેમને અર્પ, અરહત અથવા અરહંત કહેવાય છે.
(ભગવતી સૂત્ર-૧ની અભયદેવસૂરિ કૃતુ વૃત્તિમાં જણાવે છે કે –) શ્રેષ્ઠ દેવો દ્વારા રચિત અશોક આદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય હોવાથી તે અત્ત છે.
બીજો અર્થ છે. “વિદ્યમાન રહૃ:” અર્થાત્ એકાંતરૂપે, દેશભાગે, અંતે, મધ્યે કે સર્વત્ર, પર્વત, ગુફા આદિ સર્વ સ્થાનોમાં પ્રગટ કે પ્રચ્છન્ન રૂપે સર્વ વસ્તુઓના જે કોઈ ભાવો હોય, તે સર્વેને જે જાણે છે એટલે કે જેમનાથી કોઈ રહસ્યનું અંતર નથી, તેથી તેઓ અરહતું કે અત્ કહેવાય છે.
અથવા ‘વિદ્યાનો રથ:' જેમણે સકલ પરિગ્રહ ઉપલક્ષણ ભૂત રથનો અંત કર્યો છે એટલે કે જરા આદિ ઉપલક્ષણભૂત રથનો વિનાશ કર્યો છે તેથી તે અરહંત છે.
અથવા ક્ષીણરાગત્વને લીધે અલ્પ પણ આસક્તિ રહેતી નથી તે. અથવા
પ્રકૃષ્ટ રાગ આદિના હેતુભૂત મનોજ્ઞ કે અમનોજ્ઞ વિષયોનો સંપર્ક થાય તો પણ જેઓ વીતરાગતાના કારણે પોતાનો સ્વભાવ ત્યજતા નથી. ( M:)
આ રીતે શ્રી અભયદેવસૂરિજી ભગવતી સૂત્રની વૃત્તિમાં અરહંત શબ્દની
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
વિવિધ વ્યાખ્યાઓ નોંધે છે. આવશ્યક નિયુક્તિમાં ભદ્રબાહુ સ્વામીએ પણ અનંત શબ્દની નિર્યુક્તિ રચી છે, જેના પર વૃત્તિ અને ચૂર્ણિ પણ છે તે મુજબ દંત પદના વિવિધ અર્થો આ પ્રમાણે છે
(આવશ્યક નિયુક્તિ-૯૨૧) જેઓ વંદન-નમસ્કારને યોગ્ય હોય છે, જેઓ પૂજા-સત્કારને યોગ્ય હોય છે તથા જેઓ સિદ્ધિ ગમનને યોગ્ય હોય છે તે અરહંત કહેવાય છે અહીં વંદન શબ્દથી મસ્તક નમાવવરૂપ અને નમસ્કાર શબ્દ વાણી દ્વારા નમન અર્થમાં વપરાયો છે. પૂજા શબ્દનો અર્થ વસ્ત્ર-માળાદિ દ્વારા પૂજન અને સત્કાર શબ્દથી અભ્યુત્થાન આદિને ગ્રહણ કરવું.
(આવશ્યક નિયુક્તિ-૯૨૨-પૂર્વાર્ધ) દેવ-અસુર અને મનુષ્યોની પૂજાને યોગ્ય હોવાથી અથવા તેઓની પૂજાને પોતાની યોગ્યતાને કારણે પ્રાપ્ત કરતા હોવાથી તેઓ અરહંત કહેવાય છે.
-
(હાનિશીથ સૂત્ર-૪૯૪) મનુષ્યો, દેવો અને અસુરોવાળા આ સર્વ જગતને વિશે આઠ મહા પ્રાતિહાર્યો આદિની પૂજાતિશયથી ઓળખાતા, અસાધારણ, અચિંત્ય પ્રભાવવાળા, કેવળજ્ઞાન પામેલા, શ્રેષ્ઠ-ઉત્તમતાને વરેલા હોવાથી અરહંત કહેવાય છે. (ચઉસરણ પયન્ના શ્લોક-૧૪ થી ૧૭) રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને, દુષ્કર તપ અને ચારિત્રને સેવીને કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીને યોગ્ય તે અરહંત, સ્તુતિ અને વંદનને યોગ્ય, ઇંદ્ર અને ચક્રવર્તીની પૂજાને યોગ્ય, શાશ્વત સુખ પામવાને યોગ્ય તે અરહંત; બીજાના મનના ભાવોને જાણનારા, યોગીશ્વરો અને મહેન્દ્રોને ધ્યાન કરવા યોગ્ય અને ધર્મકથી તે અરહંત; સર્વ જીવોની કરુણાને યોગ્ય, સત્ય વચનને યોગ્ય અને બ્રહ્મચર્ય પાલનને યોગ્ય તે અરહંત (એવા વિવિધ અર્થો અરહંતના છે.)
અરુ ંત :- અરિહંતાણં શબ્દના પાઠાંતર રૂપે શાસ્ત્રકાર મહર્ષિઓ ત્રીજો પાઠ-ભેદ ‘‘અરુહંતાણં'' નોંધે છે. જેનું સંસ્કૃત રૂપ અરોમ્યઃ થાય છે.
(શ્રી ભગવતી સૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિજી જણાવે છે કે-) ‘“અરોહત્મ્યઃ'' અર્થાત્ ફરી ન ઉગવું કે ફરી ઉત્પન્ન ન થવું. કેમકે જેઓનું કર્મબીજ ક્ષીણ થઈ ગયું હોવાથી જેમને ફરીથી ઉત્પન્ન થવાપણું અર્થાત્ જન્મ લેવાનું થતું નથી, તેથી તેઓ ‘અરુહંત'' કહેવાય છે - જેમ બીજ જો અત્યંત બળી ગયું હોય તો તેમાંથી અંકુર ઉત્પન્ન થતા નથી, તેમ કર્મરૂપ બીજ જેઓનું સમૂળગુ નાશ પામેલ હોય તો તેમાંથી ભવરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી.
આ રીતે અરિહંત અરહંત અરુ ંત એ ત્રણ શબ્દોથી અરિહંતને વ્યાખ્યાયિત કર્યા. તેમાં અરિહંત અને અરુ ંત એ બંને શબ્દોનો અર્થ તો સિદ્ધ કે સામાન્ય કેવલી માટે પણ લાગુ પડી શકે છે. પરંતુ અત્યંત શબ્દનો અર્થ તો માત્ર તીર્થંકર કે જિનેશ્વર એવા અરિહંતોને જ લાગુ પડે છે. આ વાત અરિહંતોની અન્ય વિશેષતાઓથી પણ જોઈ શકાય છે
• અરિહંતપણાની અન્ય વિશેષતાઓ :
કર્મની ૧૫૮ પ્રકૃત્તિઓમાં એક છે તીર્થંકર નામ કર્મ, શુભ કર્મ પ્રકૃતિમાં
Page #24
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતપણાની મુખ્ય વિશેષતા
૨૩ સમાવિષ્ટ પામતી આ કર્મ પ્રકૃત્તિ જ અરિહંતપણાની સર્વ પ્રથમ વિશેષતા છે. તે કર્મના ફળરૂપે અરિહંતો માતાના ગર્ભમાં આવે ત્યારથી જ તે અરિહંતપણાના વૈશિયને પ્રગટ કરે છે. કેમકે અરિહંતનો જીવ માતાના ગર્ભમાં આવે ત્યારે માતા ગજ, વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જુએ છે.
તેમની અન્ય મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે
-૦- અરિહંતોના બાર ગુણો :- જ્યારે પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોની ગણના કરાય છે, ત્યારે તેમાં અરિહંતોના બાર ગુણો ગણાય છે. તેથી જ નય (જ્ઞાન) વિમળ સૂરિએ ચૈત્યવંદનની રચના કરી તેમાં કહ્યું, “બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે".
આ બાર ગુણોમાં આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય જણાવેલા છે - તે આ પ્રમાણે છે :
• આઠ પ્રાતિહાર્ય :
-૧- અશોક વૃક્ષ :- જ્યાં ભગવંતનું સમસવસરણ રચવામાં આવે છે ત્યાં તેમના દેહથી બારગણું ઊંચુ અશોકવૃક્ષ દેવતાઓ રચે છે. જેની નીચે બેસીને પ્રભુ દેશના આપે છે.
-૨- સુરપુષ્પવૃષ્ટિ :- એક યોજન પ્રમાણ સમવસરણની ભૂમિમાં જળમાં તથા ભૂમિમાં ઉત્પન્ન થયેલા સુગંધી પાંચ વર્ણોવાળા વિવિધ પુષ્પોની દેવો વૃષ્ટિ કરે છે. જે વૃષ્ટિ ભગવંતના ઢીંચણ પ્રમાણ હોય છે. અરિહંત ભગવંતોના અતિશયને કારણે આ ફૂલના જીવોને કિલામણા થતી નથી.
-૩- દિવ્ય દધ્વનિ :- ભગવંતની માલકોષ રાગમાં મુખ્યતાએ વહેતી વાણીને દેવતાઓ વીણા, વાંસળી આદિ વાજીંત્રોથી પૂરિત કરે છે.
-૪- ચામર :- રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે.
-પ- આસન :- ભગવંત સમવસરણમાં જેમના પર બેસી દેશના આપે છે, તે રત્ન જડિત સુવર્ણનું સિંહાસન હોય છે, જેની રચના દેવતા કરે છે. | -૬- ભામંડલ :- ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણો જેવું ઉગ્ર તેજસ્વી ભામંડલ દેવતાઓ રચે છે. જેમાં ભગવંતનું તેજ સંક્રમિત થાય છે. જેને લીધે ભગવંતનું મુખ સુખે કરીને જોઈ શકાય છે.
-૭- દુંદુભી :- ભગવંતના સમવસરણમાં દેવતાઓ દેવદુંદુભી નામક સુંદર અને માંગલિક વાજીંત્ર વગાડે છે. જેનો નાદ ઘણો જ ગંભીર હોય છે.
-૮- છત્ર :- સમવસરણમાં ભગવંત પૂર્વાભિમુખ બેસે છે. બીજી ત્રણ દિશામાં દેવતાઓ જ ભગવંતના પ્રભાવથી ત્રણ પ્રતિબિંબો રચીને સ્થાપે છે. તેમના મસ્તક પર સફેદ મોતીના હારથી સુશોભિત એવા ત્રણ-ત્રણ છત્રો ચારે દિશામાં રચે છે. તેથી સમવસરણ અવસરે બાર છત્રો અને અન્ય સમયે ત્રણ છત્રો ભગવંતની ઉપર હોય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
શ્રી પદ્મવિજયજી રચિત ચોમાસી દેવવંદનમાં પાર્શ્વજિનના સ્તવનમાં આ આઠે પ્રાતિહાર્યોનો સુંદર સમન્વય કર્યો છે. તેને અંતે જણાવે છે કે, ‘જિનજી એ ઠકુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લો.''
૦ ચાર અતિશય :
૨૪
-૧- જ્ઞાનાતિશય :- ભગવંત કેવળજ્ઞાન વડે સર્વે લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ અર્થાત્ સર્વે દ્રવ્યોના સર્વે ભાવો કે પર્યાયોને જાણે છે.
-૨- વચનાતિશય :- ભગવંતની વાણી પાંત્રીશ ગુણોથી યુક્ત હોય છે. તે વાણી દેવ, મનુષ્ય, તિર્યંચ સર્વે પોત-પોતાની ભાષામાં સમજે છે. જેનું વિશેષ વર્ણન ‘અરિહંતની વાણીના પાત્રીશ અતિશયો''માં કરેલ છે.
-૩- પૂજાતિશય :- અરિહંતો દેવ-અસુર-મનુષ્યો તથા તેમના સ્વામી એ સર્વેને પૂજ્ય છે અર્થાત્ સામાન્ય જન, રાજા, વાસુદેવ, બળદેવ, ચક્રવર્તી, દેવતાઓ, ઇંદ્રો વગેરે સર્વે અરિહંતને પૂજે છે - પૂજવાની અભિલાષા કરે છે. -૪- અપાયાગમ અતિશય :- અપાય એટલે ઉપદ્રવોનો નાશ, બે રીતે– −૦ સ્વાશ્રયી અપાયાગમાતિશય :- સ્વને આશ્રીને, તે બે પ્રકારે—
૦ દ્રવ્યથી - સર્વ પ્રકારના રોગો તેઓને સર્વથા ક્ષય થયા હોય છે. ૦ ભાવથી અઢાર પ્રકારના અત્યંતર દોષો તેમને હોતા નથી. - ૦ પરાશ્રયી અપાયાગમાતિશય :- જેનાથી અન્યોના ઉપદ્રવો નાશ પામે અર્થાત્ ભગવંત જ્યાં વિચરતા હોય ત્યાં દરેક દિશામાં મળી સવાસો યોજન સુધી પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ થાય નહીં.
આ અતિશયોનું વર્ણન પદ્મવિજયજી મહારાજે ચોમાસી દેવવંદનમાં શ્રી શાંતિનાથ ભગવંતના સ્તવનમાં સુંદર રીતે ગુંથેલ છે. જેમકે
“પ્રભુ વિચરે તિહાં ન દુકાળ કે, અચિરાના નંદ રે; જાયે ઉપદ્રવ સવિ તતકાળ કે, અચિરાના નંદ રે.'' -૦- અરિહંત પરમાત્માના ચોત્રીશ અતિશયો :
-
અરિહંત એ કોઈ વ્યક્તિનું નામ નથી પણ ગુણવાન આત્માઓના એક વર્ગનું નામ છે. જેમ બાર ગુણો દ્વારા આ વિશિષ્ટ આત્માઓની એક વિશેષતા જણાવી, તેમ અરિહંતપણાના ગુણના ધારક એવા સર્વે કોઈ જીવો માટે સમવાયાંગના ચોત્રીશમાં સમવાયમાં સૂત્ર-૧૧૦માં અરિહંતોના ચોત્રીશ અતિશયો કરેલાં છે. તેમના આ અતિશયો અર્થાત્ વિશેષતા દ્વારા જગતના અન્ય કોઈપણ દેવો કરતા આ દેવાધિદેવ અરિહંતોનું વૈશિષ્ટ્ય અર્થાત્ પ્રભાવસૂચક લક્ષણો જોવા મળલે છે. આ અતિશયોનું વર્ણન-પ્રવચનસારોદ્ધાર, ષડાવશ્યકબાલાવબોધ તથા અભિધાન ચિંતામણી કોષમાં શ્લોક ૫૭ થી ૬૪માં આપેલ છે.
‘ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ;
કર્મ ખપ્પાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા સમવાયાંગે પ્રસિદ્ધ.'' - પદ્મવિજયજી - ચોમાસી દેવવંદન . આદિ જિન સ્તવન
-
—
Page #26
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના અતિશયો :
૨૫
• જન્મથી અતિશય - ૪ - ૧. લોકોત્તર અભુત સ્વરૂપવાનું દેહ, રોગ-પ્રસ્વેદ-મલ રહિત શરીર (ભગવંતનું રૂપ કેવું હોય તે આગળ રૂપ દ્વારમાં જણાવેલ છે.) ૨. શ્વાસોચ્છવાસ કમળ જેવો સુગંધિત હોય છે. 3. માંસ અને લોહી ગાયના દુધની ધારા જેવા શ્વેત કે ઉજ્વળ. ૪. આહાર અને નિહાર ક્રિયા ચર્મચક્ષુવાળાઓ જોઈ શકે નહીં. • ઘાતિ-કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા અગિયાર અતિશયો :
૫. સમવસરણ રચના-યોજન પ્રમાણ હોય. કોડાકોડી મનુષ્ય, તિર્યંચ, દેવો પણ સમાઈ જાય.
૬. અર્થ ગંભીર વાણી - અદ્ધમાગધી ભાષા જે એક યોજન સુધી સંભળાય છે અને તે નર, તિર્યંચ, દેવોને પોત-પોતાની ભાષામાં પરીણમે છે.
– લઘુદષ્ટાંત :- અહીં કોઈના મનમાં સંશય થાય કે એક જ ભાષા જુદાજુદા જીવો પોતાની ભાષામાં કઈ રીતે સમજી શકે ? તે માટે ભીલનું દૃષ્ટાંત છે –
કોઈ ભીલને ત્રણ સ્ત્રી (પત્ની) હતી. ત્રણેને સાથે લઈને ભીલ વનમાં જતો હતો. ત્યારે એક સ્ત્રી બોલી, મને તરસ લાગી છે. પાણી લાવી આપો. બીજી સ્ત્રીએ કહ્યું, ગીત ગાન કરી મારા મનને પ્રસન્નતા આપો. ત્રીજી સ્ત્રી બોલી, મને ભુખ લાગી છે, હરણ મારીને લાવો. ત્યારે ભીલે કંઈક વિચારીને એક જ વાક્ય કહ્યું, તો નલ્થિ પહેલી સ્ત્રી સમજી કે સર અર્થાત્ સ્વર મધુર નથી, તો પાણી ક્યાંથી લાવે ?, બીજી સ્ત્રી સમજી કે સર અર્થાત્ સ્વર મધુર નથી, તો ગીત-ગાન કઈ રીતે કરે ? ત્રીજી સ્ત્રી સમજી કે સર અર્થાત્ બાણ નથી તો હરણ શીકાર ક્યાંથી કરે?
આ રીતે જેમ એક સામાન્ય ભીલે પણ એક વાક્યમાં ત્રણ પત્નીને એક સાથે સમજે તે રીતે પ્રત્યુત્તર ભાષા વાપરી, તે રીતે અરિહંત પણ જે વાણી ઉચ્ચારે છે તે દેવ, મનુષ્ય, તિર્યંચને પોતપોતાની ભાષામાં બોધ થઈ જાય છે. (અરિહંતોની વાણી પાત્રીશ ગુણોથી યુક્ત હોય છે, જેનું વર્ણન આ વિવેચનમાં જ આગળ કરેલ છે.)
૭. ભામંડલ-અરિહંતોના મસ્તકની પાછળના ભાગે એક ભામંડલ હોય છે. તે સૂર્યના કિરણો જેવું દીપ્ત, સુંદર અને મનોહર હોય છે. જે ભગવંતના સ્વાભાવિક રૂપનું સંકરણ કરે છે. જેથી ભગવંતનું મુખ સુખેથી જોઈ શકાય છે.
૮. રોગાદિ વિનાશ - ભગવંત વિચરતા હોય ત્યાં આસપાસના સર્વે મળી ૧૨૫ યોજનમાં રોગ, વર આદિ સર્વે થતા નથી. પૂર્વના રોગ શાંત થાય છે.
૯. વૈરનો નાશ - પરસ્પરના વૈર-વિરોધ શાંત થાય છે.
૧૦. ઇતિનો અભાવ – ધાન્ય આદિને ઉપદ્રવકારી એવા ઉંદર, તીડ આદિ પ્રાણિ રૂપ ઇતિનો અભાવ થાય છે.
૧૧. મારિનો અભાવ - મારિ-મરકી આદિ ઉત્પાતો દ્વારા થતા સર્વગત મરણો થતા નથી.
૧૨. અતિવૃષ્ટિ - નિરંતર કે અત્યંત વરસાદ થતો નથી.
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ ૧૩. અવૃષ્ટિ - અરિહંત વિચરે ત્યાં વરસાદનો અભાવ થતો નથી. ૧૪. દુર્ભિક્ષ - અરિહંત વિચરે ત્યાં દુષ્કાળ થતો નથી. ૧૫. સ્વ પર ચક્રભય - સ્વ કે પર રાષ્ટ્રનો કોઈ ભય રહેતો નથી. • દેવતાફત્ ૧૯ અતિશયો :૧૬. આકાશમાં ધર્મચક્રનું ચાલવું. ૧૭. આકાશમાં અહોનિશ શ્વેત ચામરોનું વિંઝાવું. ૧૮. પાદપીઠ સહિત આકાશમાં સ્ફટિકમય નિર્મળ સિંહાસનનું ચાલવું. ૧૯. અરિહંતના મસ્તક ઉપર ત્રણ છત્રોનું હોવું. ૨૦. રત્નમય ૧૦૦૦ યોજન ઊંચા ધ્વજનું આગળ-આગળ ચાલવું.
૨૧. ભગવંતને પગ મૂકવા માટે નવ સંખ્યામાં મૃદુ એવા સુવર્ણ કમળોની દેવો દ્વારા રચના કરાવી.
૨૨. સમવસરણમાં રજત, સુવર્ણ, રત્નમય મનોજ્ઞ ત્રણ ગઢોની રચના.
૨૩. ચતુર્મુખતા-ભગવંત દેશના આપવા બેસે ત્યારે ભગવંતના સમાન પ્રતિબિંબવાળા શરીરયુક્ત મુખોની બાકીની ત્રણે દિશામાં રચના થવી.
૨૪. અરિહંતો હોય ત્યાં ચૈત્યવૃક્ષ - અશોકવૃક્ષની રચના હોવી. ૨૫. અરિહંતો ચાલે ત્યાં-માર્ગમાં કાંટા પણ અધોમુખ થઈ જાય. ૨૬. (તથા) વૃક્ષોની ડાળીએ બંને તરફ ઝુકીને નમન કરે. ૨૭. એક કોડિ દેવ ભુવન વ્યાપી એવો દેવદુંદુભી નાદ કરે. ૨૮. સુખદ અને અનુકૂળ પવનનું વહેવું. ૨૯. અરિહંતને પક્ષીઓ પણ પ્રદક્ષિણા આપીને જાય છે. ૩૦. યોજન પ્રમાણ સુગંધી જળની વૃષ્ટિ દેવતાઓ કરે છે. ૩૧. દેવો અરિહંતને જાનુપ્રમાણ પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરે છે. ૩૨. દાઢી, મૂછ, રોમ, હાથ-પગના નખોની વૃદ્ધિ થતી નથી.
૩૩. જઘન્યથી પણ ભવનપતિ આદિ ચારે નિકાયના દેવો થઈને કુલ એક કરોડ દેવો અરિહંતની સેવામાં ઉપસ્થિત રહે છે.
૩૪. વસંત આદિ છે એ ઋતુની પુષ્પાદિ સામગ્રી વડે સર્વદા ઇન્દ્રિયોને અનુકૂળ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દોનો મનોજ્ઞ અને અનુકૂળ ભાવ રહે.
-૦- અરિહંત પરમાત્માની વાણીના પાત્રીશ ગુણો :• સાત ગુણો/અતિશય શબ્દની અપેક્ષાએ જાણવા :૧. સંસ્કારવન્ધ-વ્યાકરણ, શબ્દ સિદ્ધિ યુક્ત માગધી ભાષામાં વાણી હોવી. ૨. ઔદાત્ય - હૃદય આદિમાં ઉચ્ચ ભાવો પ્રવર્તે તેવી વાણી. 3. ઉપચારપરીતતા - કઠોર શબ્દો રહિત વાણી હોવી | અગ્રાચતા. ૪. મેઘગંભીર - મેઘના નાદ જેવી ગંભીર વાણી હોવી. ૫. પ્રતિવાદવિધાયિતા - પડઘા પડતા હોય તેવી - ગાજતી વાણી. ૬. દક્ષિણત્વ - સરલ વાણી, સુરાગ શબ્દો સહિત વાણી
Page #28
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતની વાણીના ગુણો
૭. ઉપનીતરાગત્વ - માલવેકેશિક (માલકોશ) રાગયુક્ત વાણી
અઠાવીશ ગુણો | અતિશય અર્થની અપેક્ષાએ જાણવા :૮. મહાર્થતા - વાણી અર્થના ગૌરવથી યુક્ત હોવી. ૯. અવ્યાહતત્વ - પૂર્વા પર વાક્યર્થમાં વિરોધ ન હોવો. ૧૦. શિષ્ટત્વ - સિદ્ધાંત ઉક્ત અર્થ સર્વ ભવ્યને સંમત હોવો. ૧૧. અસંદિગ્ધત્વ - સંશયનો અસંભવ હોવાથી સંદિગ્ધ વાણી હોતી નથી. ૧૨. નિરાકૃતાન્યોતરત્વ - પારકાના દૂષણોથી રહિત એવી વાણી. ૧૩. હૃદયંગમતા - સર્વ શ્રોતાના હૃદયમાં ઉતરે અને આનંદ આપે. ૧૪. મિથ સાકાંક્ષતા - પરસ્પર પદો અને વાક્યો તથા અર્થ સાપેક્ષ વાણી. ૧૫. પ્રસ્તાવૌચિત્ય - દેશકાળ અનુસાર ઉચિત વાણીનું પ્રવર્તવું.
૧૬. તત્ત્વનિષ્ઠતા - વિવક્ષિત વસ્તુ સ્વરૂપ અનુસાર | અનેક નયોની અપેક્ષાએ કહેવાતી વાણી.
૧૭. અપ્રકીર્ણપ્રસૂતત્ત્વ - વાણીનું સુસંબદ્ધ પ્રસારણ, અસંબદ્ધ અધિકાર વડે થતા વિસ્તારના અભાવવાળી વાણી.
૧૮. અસ્વચ્છાધાન્યનિંદતા - પોતાની પ્રશંસા અને પારકાની નિંદાથી રહિત એવી વાણી | રાગદ્વેષ રહિત વાણી.
૧૯. આભિજાત્ય - નિરૂપમ પંડિતાઈ યુક્ત વાણી. કોઈ ઉત્થાપી ન શકે તેવું શાસ્ત્રાનુસારી વચન.
૨૦. અતિસ્નિગ્ધમધુરત્વ – શ્રોતાના મનને ઘી-ગોળ આદિની જેમ મધુર અને સુખકારી વાણી હોય છે. તેથી સર્વેને તે વચન ગ્રાહ્ય બને છે.
૨૧. પ્રશસ્યતા - ઉક્ત ગુણવાળી વાણી હોવાથી પ્રશંસા યોગ્ય. ૨૨. અમર્મવેધિતા - બીજાના મને ઉઘાડા ન કરે તેવી વાણી. ૨૩. ઔદાર્ય - અર્થોની તુચ્છતા રહિત સંપૂર્ણ ઇષ્ટ અર્થ સહિત વાણી. ૨૪. ધર્માર્થપ્રતિબદ્ધતા - ધર્મ અને અર્થયુક્ત એવી વાણી.
૨૫. કારકાદ્યવિપર્યાસ - કારક, કાળ, વચન, લિંગ આદિના વચનદોષથી રહિત વાણી.
૨૬. વિશ્વમાદિવિયુક્તતા - શ્રોતાના મનને સંશય આદિ વિભ્રમ ઉત્પન્ન ન કરે તેવી વાણી.
૨૭. ચિત્રકત્વ - શ્રોતાને આશ્ચર્યકારી લાગે તેવી વાણી. ૨૮. અભૂતત્વ - શોક, વિષાદ, ઉદ્વેગ આદિ નિવારે તેવી વાણી. ૨૯. અવિલંબિતા - અખંડિત, અખ્ખલિત પ્રવાહ જેવી વાણી. ૩૦. અનેકજાતિત્વ - અલંકાર યુક્ત, વિશિષ્ટ વર્ણન સ્વરૂપવાળી વાણી.
૩૧. આરોપિત વિશેષતા - વચનાંતરની અપેક્ષાએ અનેક અર્થોનો બોધ કરાવતી એવી વિશેષતાયુક્ત વાણી.
૩૨. સત્ત્વપ્રધાનતા - ધર્મને માટે ઉત્સાહવર્ધક અને સંસારથી જીવો વિમુખ
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
૨૮
બને તેવી વાણી.
૩૩. વર્ણપદ વાક્યવિવિક્તતા - નિર્દોષપદ અને વાક્યોથી યુક્ત વર્ણાદિના વિચ્છેદથી રહિત વાણી.
૩૪. અવ્યુચ્છિત્ત - વિવક્ષિત અર્થને સારી રીતે સિદ્ધ કરતી વાણી.
-
૩૫. અખેદત્વ - ખેદ કે શ્રમ ન પમાડે તેવી વાણી.
આ પ્રમાણે અરિહંત પરમાત્માની વાણીમાં ઉક્ત પાત્રીશ પ્રકારે વિશેષતા રહેલી હોય છે. તે પ્રમાણે અભિધાન ચિંતામણી કોશના શ્લોક ૬૫ થી ૭૧માં કાળલોક પ્રકાશમાં તથાત ડાવશ્યક બાલાવબોધમાં જણાવેલ છે. (શ્રીપાલ રાજાના રાસમાં આ ૩૫ ગુણો કંઈક જુદી રીતે કહેવાયા છે.)
• અઢાર દોષ રહિતતા :- અરિહંત પરમાત્માના બાર ગુણો, ચોત્રીશ અતિશયો તથા વાણીની પાત્રીશ વિશેષતાઓ જોઈ તેમાં જે રીતે પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોની દૃષ્ટિએ અરિહંતના બાર ગુણોનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. તે જ રીતે પરમાત્માનું દોષ રહિતપણું પણ તેનું આગવું મહત્ત્વ પ્રતિપાદિત કરે છે. કેમકે શ્રી રત્નશેખરસૂરિજી શ્રીપાલચરિત્રમાં, શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી વર્ધમાન દ્વાત્રિંશિકામાં, શ્રી હેમચંદ્રાચાર્યજી અભિધાન ચિંતામણી કોશના શ્લોક ૭૨ અને ૭૩માં, પ્રવચન સારોદ્વારમાં તેમજ ગુજરાતીમાં સ્તવનાદિ કર્તાઓ આ વાતને વિવિધ રૂપે રજૂ કરી અરિહંત પરમાત્માનું અન્ય સર્વે દેવો કે ઈશ્વરો કરતા વિશિષ્ટ અને આગવું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. તે આ પ્રમાણે—
(૧) દાનાંતરાય - જેના ઉદયે દ્રવ્ય અને લેનાર પાત્ર હોય તો પણ દાન આપી શકાય નહીં. જેમ કપિલા દાસીને શ્રેણિક રાજાએ પ્રચૂર સામગ્રી આપેલી. સુપાત્રદાન દેવા આજ્ઞા કરી. તો પણ કપિલાદાસી દાન આપી શકતી ન હતી. આવો દાનાંતરાય કર્મનો વિપાક કહ્યો છે.
(૨) લાભાંતરાય - લાભનો યોગ હોવા છતાં પણ લાભ પ્રાપ્ત ન કરે. (૩) ભોગાંતરાય - એક વખત ભોગવવા યોગ્ય એવા અત્ર, પુષ્પ, ચંદન આદિ પદાર્થોને ભોગ કહેવાય. તેવા ભોગ પ્રાપ્ત થવા છતાં જે ભોગવી ન શકે તેને ભોગાંતરાય કહે છે.
(૪) ઉપભોગાંતરાય - વારંવાર ભોગવી શકાય તેવા વસ્ત્ર, આભુષણ, સ્ત્રી
આદિને ઉપભોગ કહે છે. તેનો યોગ હોવા છતાં ભોગવી ન શકે.
(૫) વીર્યંતરાય - છતી શક્તિએ, શરીર પુષ્ટ અને નિરોગી હોય તો પણ ઘણું પરાક્રમ કરી ન શકે તે વીર્યંતરાય.
આવા પાંચ પ્રકારનો અંતરાય રૂપ દોષ અરિહંતોને હોતો નથી.
(૬ થી ૧૧) હાસ્ય ષટ્ક - હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, અરિહંતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય કર્યો હોવાથી નોકષાય મોહનીય જન્ય એવી આ છ કર્મ પ્રકૃતિનો પણ ક્ષય થયો હોવાથી તેમને આ છ દોષ હોતા નથી – (૬) હાસ્ય - જે કર્મના ઉદયથી જીવને હસવું આવે.
Page #30
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતની અઢાર દોષરહિતતા
૨૯
(૭) રતિ - સાતા કે આનંદનું વેદન. (૮) અરતિ - અસાતા કે દુઃખનું વંદન. (૯) શોક - ચિંતા, (૧૦) ભય - બીક (૧૧) જુગુપ્સા - દુગંછા. કોઈ નિમિત્તે કે કારણ વિના હાસ્યાદિ ઉપજવા તે. (૧૨) કામ - અર્થાત્ મન્મથ, વિષય ભોગ. (૧૩) મિથ્યાત્વ - દર્શન મોહનીય, અશ્રદ્ધા. (૧૪) અજ્ઞાન – મૂઢતા, જ્ઞાન રહિતતા. (૧૫) નિદ્રા - સામાન્ય ઉંઘથી પ્રગાઢ નિદ્રા પર્યન્ત. (૧૬) અવિરતિ – પચ્ચકખાણ ન હોવું તે, વિરતિનો અભાવ. (૧૭) રાગ - મોહ, મમત્વ, આસક્તિ, મનોજ્ઞ વિષયોમાં ગૃદ્ધિ. (૧૮) ઠેષ - અમનોજ્ઞ વિષયો પ્રત્યે અરુચિ કે ક્રોધ આદિ ભાવ થયો તે.
અરિહંત પરમાત્માએ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ચારે કર્મોનો સર્વથા ક્ષય કરેલ હોવાથી ઉપરોક્ત અઢાર દોષમાંનો એક પણ દોષ તેઓને સંભવતો નથી.
• લઘુ દૃષ્ટાંત :- ઉક્ત અઢાર દોષોમાં ફક્ત બે દોષ - રાગ અને દ્વેષની રહિતતા સમજવા ભગવંત મહાવીરના જીવનના બે પ્રસંગો યાદ કરીએ – ભગવંત મહાવીર કનકખલ આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા છે. તે વખતે ચંડકૌશિક સર્પ દ્વેષપૂર્વક તેમના પગે ડંસ દે છે, તો પણ કરુણાના સાગર પ્રભુ સર્પ પરત્વે લેશમાત્ર રોષ ન કરતા, ઉલટાના સર્પને પ્રતિબોધ કરે છે. કેમકે અરિહંતો દ્વેષ સહિતના અઢાર દોષથી રહિત હોય છે. એ જ રીતે જ્યારે કોઈ દેવે આવીને પરમાત્માના પગે ચંદનનું વિલેપન કર્યું ત્યારે પરમાત્મા મહાવીર તેની પ્રત્યે કોઈ જ રાગવાળા થયા નહીં. અથવા તો સુરેન્દ્રો જ્યારે ભગવંતના ચરણોને સ્પર્શે છે ત્યારે પણ ભગવંત રાગવાળા થતા નથી. કેમકે તેઓ રાગાદિ અઢાર દોષોથી રહિત હોય છે.
• અરિહંત પરમાત્માની કલ્યાણકો સંબંધી વિશેષતા :
અરિહંત પરમાત્માના જીવનના પાંચ પ્રસંગોની અત્યંત મહત્તા જૈનદર્શનમાં સ્વીકારાયેલી છે. (૧) ચ્યવન, (૨) જન્મ, (૩) દીક્ષા, (૪) કેવળ અને (૫) નિર્વાણ. આ પાંચે કલ્યાણકારી હોવાથી તેઓને કલ્યાણક કહેવામાં આવે છે. તીર્થકર નામકર્મ પૂર્વભવોમાં સત્તારૂપે અને અનિકાચિતરૂપે હોય છે. જ્યારે મોક્ષગમનના ભવે ઉદયરૂપે અને નિકાચીત રૂપે હોવાથી તેનું સાક્ષાત્ ફળ એ ભવમાં જ મળવાનું છે. આ ફળ તે જ કલ્યાણકો.
-૦- ચ્યવન કલ્યાણક અને પૂર્વ સ્થિતિરૂપ વિશેષતા :- તીર્થકરોના ચ્યવન આદિ પાંચ પ્રસંગો કલ્યાણક કહેવાય, તે વાત સાચી, પણ કોઈ જીવ આવી અરિહંતપણાની યોગ્યતા પામે જ્યારે ? પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કર્યું હોય ત્યારે. આવા તીર્થંકર નામકર્મનો બંધ થાય તે માટેની પૂર્વ શરત કઈ ? પૂર્વ શરત એ છે – (૧) “સવિજીવ કરું શાસનરસી” એવી તીવ્ર ભાવના
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ અર્થાત્ જીવો પરત્વેની ગાઢ કરુણા. (૨) વીશ સ્થાનકોમાંથી કોઈ પણ એક-બે અથવા - યાવત્ - વીશે સ્થાનક પર્યન્તની આરાધના.
(૧) કરુણાગુણ – જગના સર્વે જીવો પરત્વે માતા જેવું ગાઢ વાત્સલ્ય હોય. રોમે રોમમાં વિશ્વના સર્વ જીવોને સર્વ દુઃખો, સર્વ પાપો આદિથી મુક્ત કરવાની તીવ્રતમ ભાવના ઉછળતી હોય. આવો અપૂર્વ વાત્સલ્યભાવ જે માતાને બાળક પ્રત્યે હોવાથી તેણીના સ્તનમાં દૂધ ભરાય છે તેમ અરિહંતોના દેહમાં પણ સમગ્ર લોહી અને માંસ જાણે કે આ અપૂર્વ વાત્સલ્યથી દૂધ જેવા શ્વેત વર્ણીય અને નિર્મળ બની જાય છે. એ જ રીતે બીજા શબ્દોમાં કહીએ તો સર્વે જીવોને શાસનરસિક અર્થાત્ મોક્ષ માર્ગરૂપી શાસન પરત્વે અપૂર્વ ભક્તિવાનું બનાવવાની જ્વલંત ભાવના અરિહંતના હૃદયમાં વસેલી હોય છે.
• લઘુ દૃષ્ટાંત :- જેમ શ્રી શાંતિનાથ અરિહંતનો જીવ પૂર્વભવમાં જ્યારે પૌષધ શાળામાં રહી ધર્મની આરાધના કરી રહેલ છે. દેવેન્દ્રએ પણ તેની પ્રશંસા કરી ત્યારે ઇન્દ્ર વચનમાં શંકાવાળા દેવે રાજાની પરીક્ષા કરવા કબૂતર અને બાજ પક્ષીની વિકુર્વણા કરી. બૂતર રાજાને શરણે આવ્યું. તેની પાછળ બાજ પક્ષી કબૂતરને મારવા આવ્યું. ત્યારે બાજ પક્ષીને ખાવા માટે તેના પ્રમાણમાં પોતાના શરીરનું માંસ આપીને પણ કબૂતરનો જીવ બચાવવાનું નક્કી કર્યું. જ્યારે રાજા કબૂતરના બદલામાં પોતાનું માંસ કાપી-કાપીને આપે છે. ત્યારે દેવમાયાથી પક્ષી વધુને વધુ વજનવાળું થતું જાય છે. છેવટે રાજા પોતે જાતે જ ત્રાજવામાં બેસી ગયો. એક કબૂતરના જીવ પ્રત્યેની કરુણાથી પોતાની જાતને પણ હોમી દીધી. ત્યારે દેવે પ્રગટ થઈને રાજાની પ્રશંસા કરી. આવી ભાવ અને દ્રવ્ય કરુણા અરિહંતોના જીવોની પૂર્વભવમાં પણ હોય છે.
(૨) વીશ સ્થાનક (માંના કોઈ પણ કે બધાં સ્થાનક)ની આરાધના :૧. અરિહંત વત્સલતા - અરિહંતો પ્રત્યેનો વાત્સલ્યભાવ. ૨. સિદ્ધ વત્સલતા - સકળ કર્મોથી રહિત એવા સિદ્ધો પ્રતિ વત્સલતા. 3. પ્રવચન વત્સલતા - શ્રુત જ્ઞાનના ઉપયોગવાળા કે સંઘનું વાત્સલ્ય. ૪. ગુરુ વત્સલતા - ધર્મોપદેશના દાતા પરત્વે વાત્સલ્યભાવ. ૫. સ્થવિર વત્સલતા - ધર્મમાં સ્થિર કરે તે સ્થવિરનું વાત્સલ્ય. ૬. બહુશ્રુત વત્સલતા – જેમની પાસે ઘણું શ્રત છે તેમનું વાત્સલ્ય. ૭. તપસ્વી વત્સલતા - તપગુણ યુક્ત કે સાધુ. તેમનું વાત્સલ્ય. ૮. અભીણ જ્ઞાનોપયોગ - નિરંતરપણે જ્ઞાનનો ઉપયોગ હોવો તે. ૯. દર્શન - સમ્યક્ત્વ, તેનું નિરતિચારપણે પાલન કે વિશુદ્ધિ હોવી. ૧૦. વિનય – જ્ઞાન, દર્શન આદિ વિનય, તેમાં સંપન્ન રહેવું તે. ૧૧. આવશ્યક - સંયમાદિ ક્રિયાને નિરતિચારપણે અવશ્ય કરવી તે. ૧૨. શીલવત - શીલ-ઉત્તરગુણ, વ્રત-મૂલગુણ, બંનેનું પાલન કરવું. ૧૩. ક્ષણલવ - સતત સંવેગભાવ અને ધ્યાનનું સેવન કરવું.
Page #32
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૩૧
૧૪. તપ - બારે પ્રકારના તપમાં સતત રતિ હોવી તે. ૧૫. ત્યાગ - ત્યાગમાં અત્યંત પ્રીતિ હોવી તે. ૧૬. વૈયાવચ્ચ - આચાર્ય આદિની સેવા ભક્તિમાં પ્રીતિ હોવી. ૧૭. સમાધિ - ગુરુ ભગવંતો આદિને સમાધિ પહોંચાડવી તે. ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ - અપૂર્વ ઉત્સાહથી જ્ઞાનાભ્યાસ કરવો. ૧૯. શ્રુતભક્તિ - શ્રત પરત્વે બહુમાન હોવું તે. ૨૦. પ્રવચન પ્રભાવના - યથાશક્તિ માર્ગની દેશના આપવી.
આ રીતે વીશ સ્થાનકોને અત્રે સંક્ષેપથી સામાન્ય ઉલ્લેખ કર્યો. (વિશેષથી જાણવા માટે અમારો “આગમ કથાનુયોગ” ગ્રંથ જોવો).
સવિ જીવ કરું શાસનરસી/કરુણાભાવ અને ઉક્ત સ્થાનકોમાંના કોઈ એક કે વધુ કે બધાં સ્થાનકો દ્વારા તીર્થકર નામ કર્મ બાંધેલ જીવ, આ શુભ કર્મ પ્રકૃતિના યોગે (પછીનો એક દેવનો કે ક્વચિત્ નારકીનો ભવ કરીને તેના પછીના ભવમાં) મનુષ્યપણું પામી તીર્થંકર/અરિહંત થાય છે.
(ખાસ નોધ - જગતમાં કોઈ જીવ હું અરિહંત/તીર્થકર થઉ એવી બુદ્ધિથી આજ પર્યન્ત કોઈ જ આરાધના કરીને કે કરતા અરિહંતપણું પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહીં. કેમકે તપ આદિ આરાધના કેવળ નિર્જરા માટે હોય છે. કર્મનો બંધ આશ્રવથી થાય છે. અર્થાત્ ઉક્ત આરાધના કરતા કરતા તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય છે તે વાત અલગ છે. પણ તીર્થંકર નામ કર્મ બંધાશે એવી બુદ્ધિથી અરિહંતના જીવો પૂર્વ ભવોમાં આવી આરાધના કરતા નથી.)
આ રીતે પૂર્વના ત્રીજા ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ જીવ ત્યાંથી કાળધર્મ પામીને દેવલોક કે નરકમાં ગયા પછી, ત્યાંથી ચ્યવીને મનુષ્યત્વ પામી, માતાની કુક્ષિમાં ઉત્પન્ન થાય તેને ચ્યવન કહેવાય છે. આ ચ્યવન કલ્યાણકની વિશેષતા હવે જોઈએ
કોઈ પણ અરિહંતનું માતાની કુક્ષિમાં ચ્યવન થાય ત્યારે નિયમથી તેઓ મતિ, મૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન વડે યુક્ત જ હોય છે.
જ્યારે તેઓ માતાની કુક્ષિમાં આવે ત્યારે હંમેશા તે રાત્રિએ તેમની માતા પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવ હરનારા, મંગલકારી અને શોભાયુક્ત ચૌદ સ્વપ્નોને જોઈને જાગે છે. આ ચૌદ સ્વપ્નો આ પ્રમાણે છે – ૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મીદેવી, ૫. ફૂલની માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજા, ૯. પૂર્ણ કળશ, ૧૦. પદ્મસરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. દેવ વિમાન/ભવન, ૧૩. રત્નનો ઢગલો અને ૧૪. નિર્ધમ અગ્રિ. (આ ચૌદ સ્વપ્નનો વિસ્તાર કલ્પસૂત્રથી જાણવો). - (જો કે આ ચૌદ સ્વપ્નો ચક્રવર્તીની માતા પણ જુએ છે. પરંતુ તે સ્વપ્નો ઝાંખા જુએ છે. જ્યારે અરિહંત પરમાત્માની માતા આ સ્વપ્નો સ્પષ્ટ અને પ્રકાશિત જુએ છે.)
- સાધારણતયા અરિહંતોના ચ્યવનની સિંહાસન ચલિત થવાથી શક્રેન્દ્રને જાણ થતા તે સ્તવનાદિ કરે છે. તેમજ ચ્યવન વખતે અરિહંતોની માતાએ જોયેલા સ્વપ્નોના ફળનું કથન સ્વપ્નપાઠક કે પિતા દ્વારા થાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અરિહંતોનું ચ્યવન ઉચ્ચ જાતિ, ઉચ્ચકુળ, રાજવંશમાં થાય છે. તેમનો ચ્યવનકાળ મધ્યરાત્રિ હોય છે.
૩૨
-૦- જન્મ કલ્યાણક રૂપ વિશેષતા :
તીર્થંકરનો જન્મ થાય ત્યારે સર્વલોકમાં ઉદ્યોત થાય છે. તીર્થંકરોની માતા પ્રચ્છન્નગર્ભા હોય છે. તીર્થંકર જન્મે ત્યારે જરા-આવરણપડ, લોહી, કલિમલ આદિ હોતા નથી. સામાન્યતયા શાસ્ત્રકાર મહર્ષિ અરિહંતોનો ગર્ભકાળ નવમાસ અને (સાડા) સાત રાત્રિ દિવસનો જણાવતા હોય છે. ત્યારપછી તેઓનો જન્મ થાય છે. અરિહંતોનો જન્મ થાય તે સમયે બધાં ગ્રહો પોતાના ઉચ્ચ સ્થાનમાં હોય છે, ચંદ્રમાનો ઉત્તમ યોગ હોય છે, દિશાઓ બધી સૌમ્ય-અંધકાર રહિત અને વિશુદ્ધ હોય છે, જય-વિજય સૂચક સર્વે પ્રકારે શુકનો થતા હોય છે. પ્રદક્ષિણાપૂર્વક અનુકૂળ સુગંધિત મંદમંદ પવન વહેતો હોય છે. સર્વ પ્રકારના ધાન્યાદિ પદાર્થોથી પૃથ્વી ભરપૂર હોય તેવો કાળ હોય છે. દેશવાસી લોકોના મન આનંદિત અને પ્રમુદિત હોય છે.
આવા કાળે જન્મ આપનાર માતા અને પુત્ર (અરિહંત) બંને સર્વથા નિરોગી હોય છે. તે રાત્રિએ અનેક દેવ-દેવીઓ અરિહંતના જન્મ ભુવનમાં આવે છે, મહાન્ દિવ્યોદ્યોત ફેલાય છે. સમગ્ર ભવન દૈવી હાસ્યાદિના અવ્યક્ત કોલાહલમય બને છે. અચેતન દિશાઓ પણ હર્ષિત થઈ હોય તેવી રમણીય દેખાય છે. ત્રણે જગત્ ઉદ્યોતમય બને છે. આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થાય છે. પૃથ્વી પણ ઉચ્છવાસને પામે છે અને દુઃખ વ્યાપ્ત નારકીના જીવો પણ ક્ષણવાર માટે આનંદને પામે છે (સુખાનુભવ કરે છે.)
* છપ્પન્ન દિકુમારીઓનું આગમન - જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, આવશ્યકવૃત્તિ, ઠાણાંગ, કલ્પસૂત્ર વૃત્તિ મુજબ.
૦ અધોલોકવાસી દિકુમારીઓનું આગમન :
અરિહંતોનો જન્મ થાય ત્યારે અધોલોક નિવાસી આઠ દિકુમારીઓ ૧. ભોગંકરા, ૨. ભોગવતી, 3. સુભોગા, ૪. ભોગમાલિની, ૫. તોયધારા (સુવત્સા), ૬. વિચિત્રા (વત્સમિત્રા), ૭. પુષ્પમાલા (વારિષણા), ૮. અનિંદિતા (બલાહકા) તે આઠે પોત પોતાના કૂટ ઉપર પોત-પોતાના ભવનમાં, પોત-પોતાના પ્રાસાદાવંતસકોમાં હોય છે. ત્યાં તેમના આસનો ચલિત થાય છે. ત્યારે આ દિકુમારીઓ અવધિજ્ઞાનના ઉપયોગ વડે તીર્થંકરનો જન્મ થયાનું જાણે છે. પરસ્પર એક બીજી દિકુમારીઓને બોલાવીને જણાવે છે કે, અરિહંતનો જન્મ થયો હોવાથી ભૂત-ભાવિ અને વર્તમાનકાલિન દિકુમારીઓનો એવો આચાર છે કે અરિહંત ભગવંતોનો જન્મોત્સવ કરે, તો ચાલો આપણે પણ અરિહંત ભગવંતનો જન્મ મહોત્સવ કરીએ.
-
આ પ્રમાણે કહીને પ્રત્યેક દિકુમારી પોત-પોતાના આભિયોગિક દેવોને બોલાવીને કહે છે, હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર એક દેવવિમાન તૈયાર કરો. જે વિમાનોમાં સેંકડો સ્તંભો હોય, તેના પર ક્રીડા કરતી એવી અનેક પુતળીઓ હોય ઇત્યાદિ - યાવત્ - જે એક
Page #34
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
યોજન વિસ્તારવાળુ હોય, એવા દિવ્ય વિમાનની વિકુર્વણા કરીને અમારી આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું અમને જણાવો, ત્યારે તે આભિયોગિક દેવો સેંકડો સ્તંભોથી રચાયેલ એવું પૂર્વે કહ્યા મુજબનું વિમાન તૈયાર કરે છે.
ત્યારે તે અધોલોકવાસિની આઠે દિકુમારીઓ હર્ષિત અને સંતુષ્ટ થઈ, આનંદિત ચિત્તવાળી થયેલી તે યાવત્ - પાદપીઠિકા ઉપર ચડીને તે પ્રત્યેક પોત-પોતાના ૪૦૦૦ સામાનિક દેવો, ચાર મહત્તરિકાઓ - યાવત્ - બીજા અનેક દેવદેવીઓ સહિત તે વિમાનમાં બેઠી. સર્વઋદ્ધિ, સર્વદ્યુતિ સહિત ઢોલ-મૃદંગ આદિ વાદ્યોને વગાડતી, ગીતો ગાતી પોતાની ઉત્કૃષ્ટ ગતિ - યાવત્ - દેવગતિ વડે જ્યાં તીર્થંકર ભગવંતની જન્મ નગરી હોય, તેમાં જ્યાં અરિહંતનું જન્મ ભવન હોય ત્યાં આવે છે.
ત્યાં પહોંચીને તીર્થંકર ભગવાનના જન્મભવનની ચારે તરફ તે દિવ્ય વિમાન સહિત ત્રણ વખત જમણેથી ડાબી બાજુ પ્રદક્ષિણા કરીને ઇશાન ખૂણામાં પૃથ્વીથી ચાર આંગળ ઊંચે દિવ્ય વિમાન ઉભું રાખે છે. ત્યારપછી પોતાના ૪૦૦૦ સામાનિક દેવ આદિ સર્વ પરિવારથી ઘેરાયેલી એવી તે દિવ્ય વિમાનથી નીચે ઉતરે છે. સર્વઋદ્ધિ સહિત - યાવત્ - દુંદુભિના નાદ સહિત જ્યાં અરિહંત ભગવંત અને અરિહંતની માતા છે ત્યાં આવીને તેઓને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી તે પ્રત્યેક પોત-પોતાની હાથની અંજલિ કરીને મસ્તકે લગાડી નમસ્કાર કરી આ પ્રમાણે કહે છે—
33
હે રત્નકુક્ષિધારિણી ! જગતને પ્રદીપ દેનારી ! તમને નમસ્કાર થાઓ, સમસ્ત જગતને મંગલરૂપ, મુક્તિ-અભિલાષીઓને નેત્ર સમાન, સમસ્ત જગતના જીવોના વત્સલ, હિતકારી, માર્ગદેશક, વાગ્ઋદ્ધિ-વિભુ, પ્રભુ, જિન, જ્ઞાની, નાયક, બુદ્ધ, બોધક, ત્રણ જગતના નાથ, સમસ્ત વિશ્વ માટે મંગલરૂપ, નિર્મલ, ઉત્તમકુળમાં ઉત્પન્ન, જાતિથી ક્ષત્રિય અને લોકોત્તમ પુત્રની માતા-તમે ધન્ય છો, પુણ્યશાલિની છો, કૃતાર્થ છો.
હે દેવાનુપ્રિયે ! અમે અઘોલોકવાસિની આઠ પ્રધાનદિકુમારીઓ અરિહંત ભગવંતનો જન્મ મહોત્સવ કરીશું. તેથી આપ ભયભીત ન થશો. એમ કહીને તેઓ ઇશાન ખૂણામાં જાય છે. ત્યાં જઈ સૂતિકા ઘર બનાવે છે. પછી વૈક્રિય સમુદ્દાત કરે છે. સમુદ્દાત કરીને સંખ્યાત યોજન લાંબો દંડ બનાવે છે. તે દંડ રત્નનો હોય છે - યાવત્ - સંવર્તક વાયુની વિકુર્વણા કરે છે. તે વાયુ કલ્યાણકર, મૃદુ, નીચે તરફ વહેનારો, ભૂમિતળને નિર્મળ કરનારો, મનોહર, સર્વ ઋતુઓના ફૂલોની સુગંધથી યુક્ત, ઘનીભૂત, ગંધ વડે સર્વત્ર સુગંધ ફેલાવનારો અને તિર્કો વહેતો તીર્થંકરના જન્મ ભવનની ચારે તરફ યોજન પર્યન્ત સફાઈ કરનારો હોય છે.
જે રીતે કોઈ સેવકપુત્ર હોય - યાવત્ - તે જ રીતે તે વાયુ ત્યાં જે તૃણ પાંદડા, ડાળી, કચરો, અશુદ્ધિ, અપવિત્ર સડેલા એવા પદાર્થ હોય તે બધું જ ઉડાવીને એકાંત સ્થળે ફેંકી દે છે. ત્યારપછી તે દિકુમારીઓ જ્યાં અરિહંત ભગવંત અને તેની માતા હોય છે ત્યાં જાય છે. ત્યાં જઈને અરિહંત ભગવંતો કરતા બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં એવા યોગ્ય સ્થળે ગીત ગાતી ગાતી ઉભી રહે છે.
1 3
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
ઉર્વલોકવાસી દિકકુમારીઓનું આગમન :
અરિહંત ભગવંતોનો જન્મ થાય ત્યારે ઉર્ધ્વલોકવાસી આઠ દિકકુમારીઓ – ૧. મેઘંકરા, ૨. મેઘવતી, ૩. સુમેઘા, ૪. મેઘમાલિની, ૫. સુવત્સા (તોયધારા) ૬. વત્સમિત્રા (વિચિત્રા), ૭. વારિણા (પુષ્પમાળા), ૮. બલાહકા (અનિંદિતા). આ આઠે દિકુકુમારીઓ પોત-પોતાના કૂટ પર, પોતપોતાના ભવનમાં, પોતપોતાના પ્રાસાદવાંસકોમાં હોય છે, ત્યાં તેઓના આસન ચલિત થાય છે. ત્યારે આ આઠે દિકકુમારીઓ અધોલોકવાસી દિકકુમારીઓની માફક આવે છે -ચાવતુ- કહે છે કે
હે દેવાનુપ્રિયે ! અમે ઉર્ધ્વલોકવાસિની આઠ મુખ્ય દિકકુમારીઓ છીએ. અમે અરિહંત ભગવંતનો જન્મ મહોત્સવ કરીશું. તેથી તમે ભયભીત ન થશો. ઇત્યાદિ બધું અધોલોકવાસી દિકકુમારી માફક જાણવું. ત્યારપછી તેણી બધી ઇશાન ખૂણામાં જાય છે. ત્યાં જઈને - યાવત્ - આકાશમાં વાદળા વિકર્ષે છે. પછી વરસાદ દ્વારા - યાવત્ - એક યોજન ભૂમિમાં રજ-ધૂળને શાંત કરી દે છે. ધૂળનો નાશ કરે છે. ધૂળને બેસાડી દે છે. પ્રશાંત-ઉપશાંત કરી દે છે.
ત્યારપછી તેઓ પુષ્પના વાદળો વિકુર્વે છે. પુષ્પોની વર્ષા કરે છે. એ જ રીતે - યાવત્ - કાળા અગરની ઉત્તમ ધૂપ દ્વારા સુગંધ ફેલાવી - યાવતુ - ઉત્તમ દેવોના આગમનને યોગ્ય ભૂમિ બનાવી. પછી જ્યાં અરિહંત ભગવંત અને તેના માતા હતા ત્યાં આવી - યાવત્ - મંદ અને મધુર સ્વરમાં ગીત ગાતી ત્યાં ઉભી રહે છે.
• પૂર્વરૂચકવાસિની દિકકુમારીઓનું આગમન :
અરિહંત ભગવંતોનો જન્મ થાય ત્યારે પૂર્વ દિશાના રૂચક પર્વતવાસી આઠ મુખ્ય દિકકુમારીઓ – ૧. નંદોત્તરા, ૨. નંદા, ૩. આનંદા, ૪. નંદિવર્ધના, ૫. વિજ્યા, ૬. વૈજયંતી, ૭. જયંતી અને ૮, અપરાજિતા. આ આઠે દિકકુમારીઓ પોતપોતાના ફૂટ પર - યાવત્ - રહેતી હોય છે. આ આઠે દિકકુમારી અધોલોકવાસી દિકકુમારી માફક આવે છે - યાવત્ - અરિહંતની માતાને કહ્યું, તમે ભયભીત ન થશો. એમ કહીને અરિહંત ભગવંત તથા તેમની માતાની સામે અરિહંત તથા તેમની માતાના શૃંગાર, શોભા, સજ્જા આદિ વિલોકનમાં ઉપયોગી દર્પણ હાથમાં લઈને અરિહંત તથા તેમની માતાની પૂર્વ દિશામાં મંદમંદ સ્વરે ગીતો ગાતી ઉભી રહે છે.
• દક્ષિણ રૂચકવાસી દિકકુમારીઓનું આગમન :
અરિહંત ભગવંતોના જન્મ વખતે દક્ષિણ રૂચકવાસી આઠ દિકકુમારીઓ – ૧. સમાહારા, ૨. સુપ્રતિજ્ઞા (સુપ્રદત્તા), ૩. સુપ્રબુદ્ધ, ૪. યશોધરા, ૫. લક્ષ્મીવતી, ૬. શેષવતી (ભોગવતી), ૭. ચિત્રગુપ્તા અને ૮. વસુંધરા. આ આઠે દિકકુમારી અધોલોકવાસી દિકકુમારીઓની માફક આવે છે. શેષ સર્વે વર્ણન પૂર્વે કહ્યા મુજબ જાણવું - યાવત્ - તેઓ સ્નાન માટે જળથી ભરેલા કળશ (ઝારી) લઈને અરિહંત ભગવંત તથા તેમની માતાની દક્ષિણ દિશામાં ગીતગાન કરતી ઉભી રહે છે.
• પશ્ચિમ રૂચકવાસી દિકુમારીઓનું આગમન :અરિહંત ભગવંતોના જન્મ વખતે પશ્ચિમ દિશાવર્તી રૂચક પર્વત પર રહેનારી
Page #36
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૩૫
આઠ દિકકુમારીઓ – ૧. ઇલાદેવી, ૨. સુરાદેવી, ૩. પૃથ્વી, ૪. પદ્માવતી, ૫. એકનાસા, ૬. નવમિકા, ૭. ભદ્રા (સીતા) અને ૮. સીતા (ભદ્રા) પૂર્વે અધોલોકવાસી દિકકુમારીઓમાં જણાવ્યા અનુસાર આવે છે. શેષ સર્વકથન પૂર્વે કહ્યા મુજબ જાણવું - યાવત્ - અરિહંત તથા તેમની માતાને પંખો નાંખવા પશ્ચિમ દિશાએ હાથમાં પંખો લઈને ગીતગાન કરતી ઉભી રહે છે.
૦ ઉત્તર રૂચકવાસી દિકકુમારીઓનું આગમન :
અરિહંત ભગવંતના જન્મ વખતે ઉત્તર દિશાવર્તી રૂચક પર્વત પર રહેનારી આઠ મુખ્ય દિકકુમારીઓ – ૧. અલંબુસા, ૨. મિતકેશી, ૩. પુંડરીકા, ૪. વારુણી, ૫. હાસા, ૬. સર્વપ્રભા, ૭. હી (શ્રી), ૮. શ્રી (હી). આ આઠ દિકકુમારીઓ અધોલોકવાસી દિકકુમારીઓની માફક આવે છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું - થાવત્ - અરિહંત ભગવંત અને તેમની માતાની નિકટ ઉત્તર દિશામાં ચામર લઈ (વિંઝતી) મંદ અને મધુર સ્વરે ગીત ગાતી ઉભી રહે છે.
• વિદિશા - રૂચકવાસી - દિકકુમારીઓનું આગમન :
રૂચક પર્વતની ચારે વિદિશા અર્થાત્ ખૂણામાં રહેતી ચાર મુખ્ય કિકુમારી – ૧. ચિત્રા, ૨. ચિત્રકનકા, ૩. શહેરા અને ૪. સૌદામિની કે જે પોતપોતાના કૂટ ઉપર - યાવત્ - રહેતી હોય છે, તે પૂર્વે જણાવ્યા મુજબ અરિહંતના જન્મ વખતે આવે છે. શેષ વર્ણન અપોલોકવાસી દિકકુમારી મુજબ જાણવું – યાવત્ - અરિહંત ભગવંત તથા તેમની માતાની નિકટ ચારે ખૂણાઓમાં દીપક લઈને મંદ અને મધુર સ્વરે ગીત ગાન કરતી ઉભી રહે છે.
• મધ્યવર્તી રૂચકવાસી દિકુકુમારીઓનું આગમન :
જ્યારે અરિહંતનો જન્મ થાય ત્યારે મધ્યરૂચક પર્વત પર રહેનારી ચાર મુખ્ય દિકકુમારી – ૧. રૂપા, ૨. રૂપાશ્રિતા, ૩. સુરપા, ૪. રૂપકાવતીના આસનો ચલિત થાય છે. અવધિજ્ઞાન વડે અરિહંતનો જન્મ થયાનું જાણીને અધોલોકવાસી દિકકુમારીઓની માફક આવે છે. શેષ સર્વ કથન પૂર્વે જણાવ્યા મુજબ જાણવું - યાવત્ - અરિહંત ભગવંતની નાભિનાળને ચાર આંગળ છોડીને છેદન કરે છે. પછી ખાડો ખોદીને ખાડામાં નાભિનાળને ડાટી દે છે. પછી તે ખાડાને રત્ન અને વજરત્નોથી પૂરી દે છે. પછી લીલા ઘાસ વડે તેના ઉપર પીઠિકા બનાવે છે. પીઠિકાની ત્રણ દિશાઓમાં એક એક કદલીવૂડની વિકુર્વણા કરે છે. (અરિહંત ભગવંતના જન્મ ભવનની પૂર્વ, દક્ષિણ અને ઉત્તર એ ત્રણે દિશાઓમાં એક-એક કદલીવૂડની વિકુવણા કરે છે. આ કદલીગૃહને કેળના ઘર પણ કહે છે.)
ત્યારપછી તે પ્રત્યેક કદલીવૂડની મધ્યે એક-એક ચંદ્રશાળા વિફર્વે છે. તે ચંદ્રાળાની બરાબર મધ્યમાં એક-એક સિંહાસનની રચના કરે છે. પછી તે ચારે મુખ્ય દિકકુમારી
જ્યાં અરિહંત ભગવંત અને તેની માતા હોય ત્યાં જાય છે. અરિહંત ભગવંતને પોતાની હથેળીમાં ગ્રહણ કરે છે. અરિહંતની માતાને હાથને ટેકો આપી ઉભા કરે છે. પછી તેમને દક્ષિણ દિશાવર્તી કદલી મંડપની ચંદ્રશાળાના સિંહાસન પાસે લાવે છે. અરિહંત ભગવંત
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
અને તેમની માતાને સિંહાસન પર બેસાડે છે. શતપાક અને સહસ્ત્રપાક તેલ વડે તેમને માલિશ કરે છે. પછી સુગંધિત ઉબટન-પીઠી વડે ઉબટન કરે છે. પછી અરિહંત ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરે છે અને માતાને ટેકો આપે છે.
ત્યારપછી માતા અને પુત્રને પૂર્વ દિશાના કદલી મંડપ તરફ લઈ જાય છે. ત્યાંની ચંદ્રશાળાના સિંહાસન પર બેસાડે છે. તેમને ગંધોદક, પુષ્પોદક અને શુદ્ધ જલ વડે સ્નાન કરાવે છે. પછી સર્વ પ્રકારના આભુષણો અને અલંકાર વડે વિભૂષિત કરે છે. પછી અરિહંત ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરે છે. અરિહંતની માતાની બાંહાને પકડે છે. ત્યાંથી ઉત્તર દિશાવર્તી કદલીગૃહની ચંદ્રશાળાના સિંહાસન પર લાવે છે. ત્યાં અરિહંત અને તેમની માતાને સિંહાસન પર બેસાડે છે.
ત્યારપછી આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો! તમે જલ્દીથી લઘુ હિમવંત પર્વત જઈને ગોશીષ ચંદનનું કાષ્ઠ લઈને આવો. ત્યારે તે આભિયોગિક દેવો તે મધ્યમ રૂચક પર્વતવાસી ચાર મુખ્ય દિકકુમારીઓની આજ્ઞાનુસાર હર્ષિત અને સંતુષ્ટ થઈને - યાવત્ - વિનયપૂર્વક તેમની આજ્ઞા સ્વીકારીને ગોશીર્ષ ચંદનકાષ્ઠ લઈને આવે છે.
ત્યારપછી તે ચારે દિકકુમારી અગ્રિ ઉત્પન્ન કરનાર શરકને તૈયાર કરે છે. શરકને અરણિ સાથે ઘસે છે. સંયોજિત કરે છે. શરક અને અરણિને ઘસીને આગની ચિનગારી ઉત્પન્ન કરે છે. ચિનગારી પેટાવીને તેમાં ગોશીષ ચંદનના લાકડાં નાંખે છે. પછી અગ્નિ પ્રજ્વલિત કરે છે. પછી તેમાં સમિધાકાષ્ઠને નાંખીને અગ્રિડોમ કરે છે, અગ્રિહોમથી રાખ (ભૂતિકર્મ) કરે છે. પછી તે રાખની પોટલી બનાવીને બાંધે છે.
ત્યારપછી અનેક પ્રકારના મણિરત્નોથી સુંદર એવા બે ગોળા હાથમાં લઈ અરિહંત ભગવંતના કાન પાસે ટીક-ટીક એવો ધ્વનિ કરીને આશીર્વાદ આપે છે કે, હે ભગવન્! આપ પર્વત સમાન આયુષ્યવાળા - દીર્ધજીવી થાઓ. ત્યારપછી તે ચારે દિકકુમારીઓ અરિહંત ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરી, અરિહંત માતાને બાજુએથી પકડીને અરિહંત ભગવંતના જન્મ ભવનમાં લાવે છે. ત્યાં અરિહંત માતાને બેસાડી, અરિહંત પરમાત્માને માતા પાસે સુવડાવી મંગલગીતો ગાતી ઉભી રહે છે.
આ રીતે અધોલોક, ઉર્ધ્વલોક, રૂચક પર્વતની ચારે દિશા એ છ ની આઠ-આઠ તથા વિદિશા અને મધ્યરૂચકની ચાર-ચાર એમ કુલ છપ્પન્ન દિકકુમારીઓ પ્રત્યેક પોત-પોતાના ૪૦૦૦ સામાનિક દેવો, ચાર મહત્તરા, ૧૬,૦૦૦ અંગરક્ષક દેવો, સાત સેના, સાત સેનાપતિ તથા અન્ય પણ મહર્કિક દેવો સાથે આવીને જન્મ કલ્યાણક મહોત્સવ કરે છે.
* દેવેન્દ્રો દ્વારા અરિહંતનો જન્મ મહોત્સવ :- (બૂતીપ પ્રજ્ઞપ્તિ, આવશ્યક વૃત્તિ અને કલ્પસૂત્ર વૃત્તિ અનુસાર)
• દેવેન્દ્ર શુક્રનું આગમન :--
અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણક કૃત્ય છપ્પન્ન દિકકુમારીઓએ સંપન્ન કર્યા પછી સૌધર્મેન્દ્ર શુક્રનું પર્વત સમાન નિશ્ચલ વિવિધ પ્રકારના મણિઓથી યુક્ત એવું શક્ર
Page #38
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૩૭
5
ધોવે છે.
નામક સિંહાસન ચલાયમાન થાય છે. ત્યારે અવધિજ્ઞાનના ઉપયોગ વડે શક્રેન્દ્ર જાણે છે કે, અરિહંત ભગવંતનો જન્મ થયેલ છે. ત્યારે તે હર્ષિત, સંતુષ્ટ, આનંદિત અને પ્રસન્ન ચિત્તવાળો થાય છે - યાવત્ - તે પોતાના સિંહાસનેથી ઉભો થઈ, પાદપીઠ થકી નીચે ઉતરે છે. વૈર્યાદિ રત્નોની બનેલી પોતાની પાદુકા ઉતારે છે. એકાટિક ઉત્તરાસંગ કરે છે. બંને હાથ વડે અંજલિ કરીને અરિહંતની દિશામાં સાત-આઠ ડગલાં ભરે છે. પછી ડાબો ઘુંટણ ઊંચો કરે છે, જમણો ઘુંટણ જમીન પર સ્થાપે છે. ત્રણ વખતે મસ્તક નમાવીને ધરતી પર મૂકે છે. પછી થોડો ઊંચો થઈ, બંને હાથની અંજલિ કરી મસ્તકે ઘુમાવીને નમોલ્યુ” રૂપ શકસ્તવનો પાઠ બોલે છે.
એ રીતે અરિહંતને વંદન-નમસ્કાર કરીને પાછો સિંહાસને આવીને પૂર્વાભિમુખ બેસે છે. પછી વિચારે છે કે, ભૂત, ભાવિ અને વર્તમાનકાળના દેવેન્દ્ર શુક્રનો એવો પરંપરાગત આચાર છે કે અરિહંતનો જન્મ મહોત્સવ કરે તો હું પણ અરિહંત ભગવંતનો જન્મ મહિમા કરું. આ પ્રમાણે વિચારીને તે પદાતિસેનાના અધિકારી હરિëગમેષી દેવને બોલાવીને એક યોજન પરિમંડલવાળો સુઘોષા ઘંટ ત્રણ વખત વગાડીને બધાં જ દેવ-દેવીઓને જલદીથી શક્રેન્દ્ર પાસે હાજર થવાની આજ્ઞા પ્રસારિત કરવા કહે છે.
શક્રેન્દ્રની આજ્ઞાથી હર્ષિત, સંતુષ્ટ થઈને તે ત્રણ વખત સુઘોષા ઘંટા વગાડે છે. ત્યારે સૌધર્મકલ્પના એક સિવાયના સર્વે એવા બત્રીસ લાખ વિમાનાવાસોમાં ખણખણાટ કરતી વાગવા લાગી. તે ઘંટારવોના લાખો પ્રતિધ્વનિઓથી આખો સૌધર્મકલ્પ વ્યાપ્ત થઈ જાય છે. પછી સૌધર્મ-કલ્પના અનેક વૈમાનિક દેવ-દેવીઓ શક્રની આજ્ઞા સાંભળે છે - યાવત્ - બધાં દેવ-દેવીઓ શક્ર પાસે ઉપસ્થિત થાય છે.
ત્યારે તે દેવેન્દ્ર શક્ર પોતાના પાલક નામના આભિયોગિક દેવને બોલાવીને ૧૦૦૦ યોજન લાંબુ, ૫૦૦૦ યોજન ઊંચું, મનોહર, દેદીપ્યમાન, શીધ્ર ત્વરિત ગતિવાળું દિવ્ય વિમાન વિદુર્વવા કહે છે. (દેવવિમાનના વિસ્તૃત વર્ણન અને સામાનિક આદિ સર્વે દેવોની બેઠક વ્યવસ્થા ઇત્યાદિ જાણવાની ઇચ્છાવાળાએ અમારો આગમ કથાનુયોગ ભાગ-૧ જોવો.) પાલક દેવ તે પ્રમાણેનું વિમાન વિકુર્વે છે.
તે વિમાનમાં સ્થિત મુખ્ય સિંહાસન પર ઇન્દ્ર બેસે છે. તેની સાથે પોતપોતાના સ્થાને ગોઠવાયેલા સિંહાસનો પર આઠ અગ્રમડિષી, ૮૪,૦૦૦ સામાનિક વો, અત્યંતર પર્ષદાના ૧૨,૦૦૦ દેવો, મધ્યમ પર્ષદાના ૧૪,૦૦૦ દેવો, બાહ્ય પર્ષદાના ૧૬,૦૦૦ દેવો, સાત સેના, સાત સેનાધિપતીઓ, તેત્રીશ ત્રાયદ્ગિશક દેવો, ચાર લોકપાલો, ૮૪,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા અનેક દેવ-દેવીઓથી પરિવૃત્ત થઈને નીકળે છે. તે વખતે વાગતા વિવિધ જાતિના વાજિંત્રો, ઘંટનાદો, દેવોના કોલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય બની જાય છે. આકાશ માર્ગ સાંકડો લાગે છે. એક લાખ યોજન પ્રમાણવાળી ઉત્કૃષ્ટ ગતિથી ચાલતું તે વિમાન નંદીશ્વરદ્વીપના અગ્નિ ખૂણામાં રતિકર પર્વત પાસે આવે છે.
ત્યાં પહોંચી શક્રેન્દ્ર દિવ્ય દેવદ્ધિ તથા દિવ્ય દેવવિમાનનું સંકોચન કરે છે. પછી અરિહંત પરમાત્માના જન્મભવન પાસે જાય છે. ત્યાં જઈને તે દિવ્ય વિમાન દ્વારા
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અરિહંતના જન્મભવનને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને જન્મભવનથી ઇશાન ખૂણામાં જમીનથી ચાર આંગળ ઊંચે તે દિવ્ય વિમાનને ઉભું રાખે છે. દિવ્ય વિમાનમાંથી ઉતરીને સર્વે દેવ-દેવીથી પરિવૃત્ત થઈને સર્વદ્ધિ સહિત, દુભિઘોષના ધ્વનિ સહિત અરિહંત ભગવંત અને તેમની માતા પાસે આવે છે તેમને પ્રણામ કરીને અરિહંત તથા તેમની માતાને ત્રણ પ્રદક્ષિણા આપી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહે છે–
હે રત્નકુક્ષિ ધારિણી ! જગતુમાં દીપિકા સમાન માતા ! તમને મારા નમસ્કાર થાઓ. (ઇત્યાદિ સર્વે અપોલોકવાસી દિકકુમારીની માફક કહેવું). હે દેવાનુપ્રિયે ! હું દેવોનો સ્વામી શક્રેન્દ્ર છું. સૌધર્મકલ્પથી આપના પુત્ર એવા અરિહંતનો જન્મ મહોત્સવ કરવા આવેલ છું. તો આપ ભયભીત ન થશો. એમ કહી અવસ્થાપિની નિદ્રાનો પ્રયોગ કરી અરિહંત-માતાને ગાઢ નિદ્રામાં મૂકે છે. પછી અરિહંત સમાન પ્રતિરૂપકને વિકર્વીને અરિહંતની માતા પાસે તે બાળકને ગોઠવી દે છે.
ત્યારપછી શક્રેન્દ્ર પોતાના પાંચ રૂપોની વિકુવણા કરે છે. તેમાંનો એક શક્ર અરિહંત ભગવંતને બે હથેળીમાં ગ્રહણ કરે છે, એક શક્ર પાછળ છત્ર ધરે છે, બે શક્રો બંને બાજુએ ઉભા રહી ચામર ઢોળે છે, એક શક્ર હાથમાં વજ લઈને આગળ ચાલે છે. અનેકાનેક દેવ-દેવીઓથી પરિવરેલો તે શક્રેન્દ્ર સર્વઋદ્ધિપૂર્વક અને દભિનાદ સાથે ઉત્કૃષ્ટ ગતિથી ગમન કરતો મેરુ પર્વતના પંડુક વનની અભિષેક શિલાના અભિષેક સિંહાસન પાસે જાય છે. ત્યાં પૂર્વ દિશા તરફ મુખ રાખી સિંહાસન પર બેસે છે - થાવત્ - પર્યુપાસના કરે છે.
• ઇશાનેન્દ્રનું આગમન :
અરિહંત પરમાત્માના જન્મ કાળે શૂલપાણિ, વૃષભવાહન, દેવેન્દ્ર ઇશાન નામના સુરેન્દ્ર જે ઉત્તર લોકાર્ધના અધિપતિ છે, ૨૮ લાખ વિમાનોના સ્વામી છે (ઇત્યાદિ વર્ણન શકેન્દ્ર સમાન જાણવું) તેમનું આસન ચલિત થાય છે. તે પણ શક્રેન્દ્રની માફક અરિહંત પરમાત્માનો જન્મ મહિમા કરવા મેરુ પર્વત પંડુક વનમાં પહોંચે છે. ફર્ક માત્ર એટલો છે કે ઇશાનેન્દ્રનો પદાતિ સેનાપતિ લઘુપરાક્રમ છે અને તેમાં વિમાનની ઘંટાનું નામ મહાઘોષા છે - યાવત્ - તે અરિહંતની પર્યાપાસના કરે છે.
• બાકીના સુરેન્દ્રોનું આગમન :
શક્ર અને ઇશાન ઇન્દ્રોની જેમ અય્યતેન્દ્ર સુધીના બધાં જ ઇન્દ્રો અરિહંતનો જન્મ મહિમા કરવા આવે છે. વિશેષ એ કે તેઓના સામાનિક દેવોની સંખ્યામાં ફેરફાર છે. પહેલા કલ્પના સામાનિક દેવ ૮૪,૦૦૦ હોય છે. બીજાના ૮૦,૦૦૦, ત્રીજાના ૭૨,૦૦૦, ચોથાના ૭૦,૦૦૦, પાંચમાંના ૬૦,૦૦૦, છટ્ઠાના ૫૦,૦૦૦, સાતમાંના ૪૦,૦૦૦, આઠમાંના ૩૦,૦૦૦, નવ-દશમાં કલ્પના ૨૦,૦૦૦ અને અગીયાર-બારમાં કલ્પના ૧૦,૦૦૦ સામાનિક દેવો હોય છે.
તેમના યાન-વિમાનના નિર્માણ કર્તા દેવો આ પ્રમાણે છે – (૧) પાલક, (૨) પુષ્પક, (૩) સૌમનસ, (૪) શ્રીવત્સ, (૫) નંદાવર્ત, (૬) કામગમ, (૭) પ્રીતિગમ, (૮) મનોરમ, (૯-૧૦) વિમલ અને (૧૧-૧૨માં કલ્પ વિમાન
Page #40
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો નિર્માણ કર્તા દેવ) સર્વતોભદ્ર હોય છે.
(૧) સૌધર્મ, (૩) સનસ્કુમાર, (૫) બ્રહ્મલોક, (૭) મહાશુક્ર અને (૯-૧૦) આનત-પ્રાણત ઇન્દ્રોને ત્યાં સુઘોષા નામક ઘંટા હોય છે. પદાતિ સેનાપતિ હરિëગમેષી નામે દેવ હોય છે, બહાર નીકળવાનો માર્ગ ઉત્તરદિશા હોય છે. તેઓ વિમાનને રતિકર પર્વતના અગ્નિખૂણામાં લઈ જાય છે. જ્યારે (૨) ઇશાન, (૪) માહેન્દ્ર, (૬) લાંતક, (૮) સહસ્ત્રાર, (૧૧-૧૨) આરણ-અર્ચ્યુત કલ્પના ઇન્દ્રોને ત્યાં મહાઘોષા નામક ઘંટા હોય છે, પદાતિ સેનાપતિ લઘુપરાક્રમ હોય છે. બહાર નીકળવાનો માર્ગ દક્ષિણ દિશા હોય છે. તેઓ વિમાનને રતિકર પર્વતના ઇશાન ખૂણામાં લઈ જાય છે. ઇત્યાદિ.. યાવત્ તેઓ અરિહંતની પર્યુપાસના કરતા રહે છે.
• અસુરેન્દ્ર ચમરનું આગમન :
અરિહંતના જન્મ કાળે ચમરેન્દ્રનું આસન પણ ચલાયમાન થાય છે. શક્રેન્દ્રની માફક તે પણ અરિહંતનો જન્મ મહોત્સવ કરવા આવે છે. તેની સાથે ૬૪,૦૦૦ સામાનિક દેવો, ચાર લોકપાલ, સપરિવાર પાંચ પટ્ટરાણી, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવો આવે છે. તેના પદાતિ સેનાધિપતિનું નામ દ્રુમ, ઘંટાનું નામ ઓઘસ્વરા, વિમાન નિર્માતા આભિયોગિક દેવ છે - યાવત્ - મેરુ પર્વતે આવીને તેઓ અરિહંત પરમાત્માની પથુપાસના કરતા રહે છે.
• બલિ આદિ અન્ય અસુરેન્દ્રોનું આગમન :
અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણક સમયે બલીન્દ્ર, ધરણેન્દ્ર આદિ સર્વે ભવનપતિ-ઇન્દ્રોનું આસન ચલાયમાન થાય છે. તે સર્વે ઇન્દ્રો શક્રેન્દ્રની માફક આવે છે. અરિહંતોની પર્યાપાસના કરતા રહે છે. સાથે આવનાર સામાનિક દેવો બલીન્દ્ર સાથે ૬૦,૦૦૦, બાકીના સર્વે સાથે છ-છ હજાર દેવો હોય છે. બધાંના આત્મરક્ષક દેવો તેનાથી ચાર ગણા હોય છે.
વાણ વ્યંતર અને જ્યોતિષ્ક દેવોનું આગમન :
અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણક અવસરે બધાં જ વ્યંતર ઇન્દ્રો અને જ્યોતિષ્ક ઇન્દ્રોનું આસન પણ ચલાયમાન થાય છે. આ સર્વે ઇન્દ્રો પણ શક્રેન્દ્રની માફક આવે છે. મેરુ પર્વતે અરિહંત પરમાત્માની પર્યાપાસના કરે છે. જેમાં વ્યંતરેન્દ્રોની સાથે પ્રત્યેકના ૪૦૦૦ સામાનિક દેવ, ચાર પટ્ટરાણી, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવ, ઇત્યાદિ પરિવાર પણ આવે છે.
આ રીતે ભવનપતિના વીશ ઇન્દ્રો, વ્યંતરોના ૩૨-ઇન્દ્રો, જ્યોતિષ્કના બે ઇન્દ્રો અને વૈમાનિકના દશ ઇન્દ્રો મળી કુલ ચોસઠ ઇન્દ્રો અરિહંતના જન્મ કલ્યાણક પ્રસંગે મેરુ પર્વત પર પાંડુક વનમાં અભિષેક શીલાએ આવે છે.
* ઇન્દ્રો દ્વારા કરાતો અરિહંતનો જન્માભિષેક :• અય્યત ઇન્દ્ર દ્વારા અરિહંતનો જન્માભિષેક :
સર્વ દેવેન્દ્રોમાં મહાનું એવા દેવેન્દ્ર દેવરાજ અય્યત ઇન્દ્ર અરિહંતના જન્માભિષેક માટે આભિયોગિક દેવોને બોલાવીને આજ્ઞા કરે છે કે, હે દેવાનુપ્રિય ! તમે અતિ
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
સાર્થક, મહામૂલ્યવાન, મહોત્સવને યોગ્ય વિશાળ એવી અરિહંતના અભિષેક માટેની શીઘ્ર તૈયારી કરો. ત્યારે ઇન્દ્રની આજ્ઞાનુસાર તેઓ વૈક્રિય સમુઘાત દ્વારા ૧૦૦૮ સુવર્ણ કળશોની વિકુર્વણા કરે છે. એ જ રીતે રૂપ્યમય, મણિમય, સુવર્ણરૂપ્યમય, સુવર્ણમણિમય, રૂપ્યમણિમય, સુવર્ણરૂપ્યમણિમય, માટીના (અને ચંદનના) એમ પ્રત્યેકના આઠે જાતિના ૧૦૦૮-૧૦૦૮ કળશોની વિકુર્વણા કરે છે. જે બધાં જ એક યોજન મુખવાળા કળશો હોય છે.
એ જ પ્રમાણે ઝારી, દર્પણ, થાળા, પાત્રી, સુપ્રતિષ્ઠક, ચિત્રો, રત્નકરંડક, કળશ જેવા જળપાત્ર, પુષ્પચંગેરી, ચંગેરિકા, પુષ્પ પટલો, સિંહાસન, છત્ર, ચામર, તેલસમુદ્રગક, સરસવ આદિના સમુદ્રગક, પંખા, ધૂપધાણા, ઇત્યાદિ સર્વે વસ્તુની ૧૦૦૮-૧૦૦૮ની વિકુર્વણા કરે છે. (જેની વિશેષ વિગતો અમારા આગમ કથાનુયોગમાં સૂર્યાભદેવની કથામાં જોવી).
ત્યારપછી સીરોદક સમઢે જઈ શીરોક લે છે. ત્યાંના ઉત્પલ, પદ્મ, સહસ્ત્રપત્રાદિ કમળો ગ્રહણ કરે છે. એ જ રીતે પુષ્કરોદકથી માંડીને ભરત, ઐરાવત, માગધ આદિ તીર્થોના જળ અને માટી લે છે. ગંગા આદિ બધી જ મહાનદીઓ તેમજ લઘુ હિમવંત આદિ પર્વતોથી જળ, બધાં કલૈલા પદાર્થો, બધી જાતનાં પુષ્પો, સુગંધિત દ્રવ્યો, માલ્ય આદિ, બધી ઔષધિઓ, સફેદ સરસવ આદિને ગ્રહણ કરે છે. પાદ્રહના જળ અને ઉત્પલ આદિ કમળો લે છે. એ જ રીતે બધાં કૂટ પર્વતો, વૃત્ત વૈતાઢ્યો, મહાકહો, બધાં જ વર્ષક્ષેત્રો, ચક્રવર્તી વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતર્ નદીઓમાંથી જળ વગેરે ઉક્ત પદાર્થો લે છે.
ત્યારપછી ઉત્તરકુર આદિ ક્ષેત્રો, ભદ્રશાલ વનમાંથી બધાં કલૈલા પદાર્થો, સરસવો ઇત્યાદિ તેમજ સરસ ગોશીર્ષ ચંદન, દિવ્ય પુષ્પમાળા લઈ, નંદનવન, સૌમનસ વન અને પંડુક વન આદિમાંથી પણ ઉક્ત સર્વે પદાર્થો ગ્રહણ કરે છે. તે સર્વે સામગ્રી ગ્રહણ કરી બધાં દેવો એક સ્થાને એકઠા થઈને પોતાના સ્વામી પાસે આવે છે. પછી મહાર્થ-મહાર્ણ અને મહાલ્વ એવી અરિહંતના જન્માભિષેકની તૈયારી કરે છે.
ત્યારે તે અય્યતેન્દ્ર ૧૦,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલ, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિઓ, ૪૦,૦૦૦ આત્મરક્ષક દેવોથી પરિવૃત્ત થઈને સ્વાભાવિક અને વિકૃર્વિત, ઉત્તમ કમળો પર સ્થાપિત શ્રેષ્ઠ સુગંધી જળથી ભરેલા ચંદનથી ચર્ચિત, કાંઠામાં પંચરંગી સૂતરથી બાંધેલા, પદ્મ અને ઉત્પલથી ઢાંકેલા, સુકુમાળ હથેલીમાં ૧૦૦૮ સુવર્ણ કળશો – યાવત્ - ૧૦૦૮ માટીના કળશો દ્વારા તથા સરસવો દ્વારા અને પોતાની સર્વ ઋદ્ધિ તથા વાદ્ય ધ્વનીઓ અને કોલાહલપૂર્વક ઘણાં જ ઠાઠ-માઠથી અરિહંતોનો અભિષેક કરે છે.
જ્યારે અચ્યતેન્દ્ર મહાનું શોભા સહિત અભિષેક કરે છે ત્યારે બીજા ઇન્દ્રઆદિ દેવો હર્ષિત, સંતુષ્ટ અને આનંદવિભોર થઈને હાથોમાં છત્ર, ચામર, ધૂપદાન, પુષ્પ, સુગંધી દ્રવ્ય, વજ, શૂલ વગેરે લઈને તેમજ અંજલિપૂર્વક અરિહંત ભગવંત સન્મુખ ઉભા હતા. કેટલાંક દેવો રાજમાર્ગ, ગલીઓ, પગદંડીઓ સાફસૂફ કરી, અભિષેક
Page #42
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૪૧
જળનો છંટકાવ કરે છે. ગોબર વડે લેપન કરે છે, ધૂપ પ્રગટાવે છે. કેટલાંક દેવો ચાંદીની વર્ષા કરે છે. એ જ રીતે સુવર્ણ, રત્ન, વજમણિ, આભૂષણ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, માળા, સુગંધી પદાર્થ અને સુગંધિત ચૂર્ણની વર્ષા કરે છે.
કેટલાંક દેવો તત, વિતત, ઘન, શુષિર પ્રકારના વાજિંત્રો વગાડે છે. કેટલાંક દેવો ઉક્ષિત, પાદાંત, મંદાયિત, રોચિતાવસાન પ્રકારના ગીતો ગાય છે. કેટલાંક દેવો અંચિત, ત, આરભટ, ભસોલ પ્રકારના નૃત્યો કરે છે. કેટલાક દેવો દષ્ટાંતિક, પ્રતિકૃતિક, સામાન્ય વિનિપાતિક, લોકમધ્યાવસાનિક પ્રકારના અભિનય કરે છે. કેટલાંક દેવો બત્રીશ પ્રકારના નાટ્યવિધિઓનું પ્રદર્શન કરે છે. કેટલાંક દેવો ઉત્પતન-નિપતન, નિપતનઉત્પતન, સંકુચિત-પ્રસારિત, ભ્રાંત-સંભ્રાંત ઇત્યાદિ નાટ્યવિધિઓનું પ્રદર્શન કરે છે. (ઇત્યાદિ અનેકવિધ પ્રવૃત્તિ દેવો કરે છે. જે અમારા આગમકથાનુયોગમાં વિજયદેવની કથામાં જોઈ શકાશે.)
એ રીતે સપરિવાર અચ્યતેન્દ્ર મહાનું અભિષેક દ્વારા અરિહંતનો અભિષેક કરે છે. પછી બે હાથ વડે અંજલિ જોડીને, નતમસ્તકે નમસ્કાર કરીને જય-વિજય શબ્દોથી પ્રભુને વધાવે છે. પછી ઇષ્ટ વાણી વડે જય-જયકાર કરીને કમળ જેવા સુકોમળ, સુગંધિત, ગંધકાષાયિક વસ્ત્રથી અરિહંતનું શરીર લુછે છે. પછી શરીરને કલ્પવૃક્ષ સંદેશ અલંકૃત અને વિભૂષિત કરે છે. નાટ્યપ્રયોગ દેખાડે છે. પછી સ્વચ્છ, સ્નિગ્ધ, રજતમય સરસ સુંદર અક્ષત વડે અરિહંત સન્મુખ આઠ મંગલોનું આલેખન કરે છે. આ મંગલ આ પ્રમાણે છે – ૧. દર્પણ, ૨. ભદ્રાસન, 3. વર્ધમાન, ૪. કળશ, ૫. મસ્યયુગલ, ૬. શ્રીવત્સ, ૭. સ્વસ્તિક, ૮. નંદાવર્ત. ત્યારપછી વિવિધ પ્રકારના અને પંચરંગી પુષ્પોથી ઘુંટણ પ્રમાણ ઢગલાની રચના કરે છે. પછી વિવિધ રત્નોની રચના કરે છે. ઉત્તમ સુગંધી ધૂપોની સુગંધ ફેલાવે છે.
ત્યારપછી અચ્યતેન્દ્ર અરિહંતથી સાત-આઠ ડગલાં દૂર જઈને દશે આંગળી પરસ્પર ભેગી કરી, મસ્તકે અંજલિ કરી વિશુદ્ધ પાઠવાળી અને ઉત્તમ છંદોથી રચિત અર્થસમૃદ્ધ અને અપુનરુક્ત એવી ૧૦૮ સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ વાળીને ઊંચો કરે છે. જમણો ઘૂંટણ જમીન ઉપર સ્થાપે છે, બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરીને કહે છે, હે સિદ્ધ, બુદ્ધ, નીરજ, શ્રમણ, સમાધિયુક્ત, સમત્ત, સમયોગી, શલ્યરહિત, નિર્ભય, રાગદ્વેષ રહિત, મમત્વરહિત, નિસ્ટંગ, નિઃશલ્ય, માનમર્દક, ગુણરત્નોના ભંડાર, શીલસાગર, અનંત, અપ્રમેય, ભવ્ય, ધર્મરાજ્યના સાર્વભૌમ ચક્રવર્તી આપને મારા નમસ્કાર થાઓ.
• ઇશાન આદિ ઇન્દ્રો કૃતુ જન્માભિષેક :
અરિહંત ભગવંતનો અભિષેક જે રીતે અચ્યતેન્દ્ર કરે છે, તે જ રીતે પ્રાણત આદિ બાકીના ઇન્દ્રો પણ અરિહંત જન્માભિષેક કરે છે. એ રીતે ઇશાનેન્દ્ર પર્વતના સર્વે વૈમાનિક ઇન્દ્રો અરિહંતનો જન્માભિષેક કરે છે. પછી ભવનપતિ, વ્યંતર અને
જ્યોતિષ્ક ઇન્દ્રો અભિષેક કરે છે. શક્ર સિવાયના પ્રત્યેક ઇન્દ્રો સ્વ-સ્વપરિવાર સહિત અરિહંત જન્માભિષેક કરે છે. તે સમયે ઇશાનેન્દ્ર પોતાના પાંચ રૂપો વિકુર્વે છે. એક
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ઇશાનેન્દ્ર પ્રભુને બંને હથેળીમાં ગ્રહણ કરે છે એક છત્ર લઈ ઉભો રહે છે. બે ઇશાનેન્દ્ર ચામર ઢોળતા બંને પડખે ઉભા રહે છે અને એક ઇશાનેન્દ્ર હાથમાં શૂળ લઈને સન્મુખ ઉભો રહે છે.
• શક ઇન્દ્ર દ્વારા અરિહંત જન્માભિષેક ::
ત્યારપછી દેવેન્દ્ર શક્ર આભિયોગિક દેવોને બોલાવે છે. અચ્યતેન્દ્રની માફક અભિષેક સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે. તે દેવો પૂર્વે વર્ણિત બધી સામગ્રી લાવે છે. પછી શક્રેન્દ્ર અરિહંત પરમાત્માની ચારે દિશાઓમાં ચાર શ્વેત વૃષભોની વિકુર્વણા કરે છે. આ દર્શનીય, અભિરૂપ, પ્રાસાદીય એવા ચારે વૃષભોના આઠે સીંગડામાંથી જળધારાઓ નીકળે છે. આ આઠે જલધારા ઊંચે આકાશમાં ઉછળી એકત્રિત થઈને અરિહંત ભગવંતના મસ્તક પર પડે છે. પછી શક્રેન્દ્ર પોતાના ૮૪,૦૦૦ સામાનિક દેવો આદિ સાથે અભિષેક કાર્ય સંપન્ન કરી અચ્યતેન્દ્રની માફક વંદના-નમસ્કાર કરી, પર્થપાસના કરે છે.
પછી શક્રેન્દ્ર પાંચ રૂપોની વિકુવણા કરે છે. એક શક્ર અરિહંતને પોતાના કરસંપુટમાં ગ્રહણ કરે છે. એક શક્ર પાછળ ઉભો રહી છત્ર ધારણ કરે છે. બે શક્રો આસપાસ ઉભા રહી ચામર ઢોળે છે. એક શક્ર હાથમાં વજ લઈ આગળ ઉભો રહે છે. પછી શ૪ ૮૪,૦૦૦ સામાનિક દેવો ઇત્યાદિ તથા બીજા ભવનપતિ, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓથી ઘેરાયેલો પોતાની પૂર્ણ ઋદ્ધિ સાથે તથા વાદ્યોના નિર્દોષપૂર્વક પોતાની ઉત્કૃષ્ટ દેવગતિથી ચાલતો-ચાલતો અરિહંત ભગવંતના જન્મ નગરે, જન્મ ભવનમાં અરિહંતના માતા હોય ત્યાં પહોંચે છે.
ત્યારપછી અરિહંતને માતાની પાસે રાખે છે. અરિહંતની પ્રતિકૃતિનું પ્રતિસંહરણ કરે છે. માતાની અવસ્થાપિની નિદ્રા પાછી લે છે. પછી એક વસ્ત્રયુગલ અને બે કુંડલને અરિહંત ભગવંતના મસ્તક પાસે રાખે છે. એક સુંદર દામકુંડ અરિહંતના ચંદરવામાં લટકાવે છે. આનંદથી રમતા એવા અરિહંતને અનિમેષ દૃષ્ટિએ જોતો જોતો ઉભો રહે છે. પછી વૈશ્રમણ દેવોને આજ્ઞા કરીને અરિહંતોના ભવનમાં હિરણ્ય, સુવર્ણ, નંદાસણ, ભદ્રાસન આદિ સ્થાપન કરાવે છે. અરિહંત પ્રભુના અંગુઠે અમૃત મૂકે છે. કેમકે જિનેશ્વરો કદાપી સ્તનપાન કરતા નથી.
ત્યારપછી શકેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવીને અરિહંત ભગવંતના જન્મનગરના શૃંગાટકથી રાજમાર્ગ પર્યન્ત સર્વ સ્થાને ઘોષણા કરાવે છે કે, હે અનેકાનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓ ! જે કોઈ અરિહંત કે અરિહંતની માતાને માટે મનમાં પણ અશુભ ચિંતવશે તેમના મસ્તકના અર્જક વૃક્ષની મંજરીની માફક સોસો કડા થઈ જશે. પછી તે અનેકાનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો અરિહંત પરમાત્માનો જન્મ મહોત્સવ કરે છે. ત્યાંથી નંદીશ્વર દ્વીપે જઈને અષ્ટાનિકા મહોત્સવ કરે છે. ત્યાંથી પોત-પોતાના સ્થાને પાછા ફરે છે.
-૦- દીક્ષા કલ્યાણક રૂપ વિશેષતા :(કોઈપણ અરિહંત પરમાત્મા દીક્ષા લેવા તૈયાર થાય, દીક્ષા લેવા નીકળે અને
Page #44
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૪૩ પ્રતિજ્ઞા ગ્રહણ કરે તે સર્વે બાબતોનું વર્ણન નાયાધમ્મકતા અને આવશ્યક નિર્યુક્તિ તથા તેની વૃત્તિ અને શૂર્ણિ તથા કલ્પસૂત્ર વૃત્તિને આધારે ઘણાં જ વિસ્તારથી અમારા આગમ કથાનુયોગમાં ભગવંત મલ્લિનાથ અને ભગવંત મહાવીર સ્વામીની કથામાં કરેલું છે. અહીં તેનો સંક્ષેપ રજૂ કર્યો છે.)
• અરિહંતોનો દીક્ષા સંકલ્પ અને લોકાંતિક દેવોનું આગમન :
અરિહંત પરમાત્માને દીક્ષા અવસરનું એક વર્ષ બાકી રહ્યું હોય ત્યારે તેઓ સંકલ્પ કરે છે કે હું એક વર્ષ પછી દીક્ષા લઈશ. તે વખતે બ્રહ્મલોક નિવાસી પ્રત્યેક (આઠ) નવે લોકાંતિક દેવોના આસન ચલિત થાય છે. અવધિજ્ઞાન વડે તેઓ જાણે છે કે અરિહંત પરમાત્માનો દીક્ષા ગ્રહણ કરવાનો અવસર આવી રહ્યો છે ત્યારે ૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વન્દિ, ૪. વરુણ, ૫. ગઈતોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ, ૮. આગ્નેય (બીજા મતે ૯-અરિષ્ટ). એ બધાં લોકાંતિક દેવો વિચારે છે કે અભિનિષ્ક્રમણ કરવા ઇચ્છતા અરિહંત ભગવંતને સંબોધિત કરવા એ લોકાંતિક દેવોનો પરંપરાગત શાશ્વત આચાર છે. તો આપણે જઈએ અને અરિહંતને સંબોધિત કરીએ. (અરિહંતને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરીએ).
આ પ્રમાણે વિચારી બધાં લોકાંતિક દેવો ઇશાન ખૂણામાં જઈને વૈક્રિય સમુદ્યાત કરે છે. ઉત્તર વૈક્રિયરૂપ વિફર્વે છે. જ્યાં અરિહંત પરમાત્મા હોય ત્યાં જાય છે. તેઓએ ઘુંઘરૂ યુક્ત પંચરંગી વસ્ત્રાભૂષણો ધારણ કરેલા હોય છે. ત્યાં અંતરિક્ષમાં ઉભા રહી બંને હાથ જોડી દશનખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી, આવર્ત કરી, ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, સ્વરોથી મનામ, ઉદાર, ક્લયાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, પરિમિત, મધુર, શોભાયુક્ત, હૃદયંગમ, હૃદયને પલ્લવિત કરનારી, ગંભીર, પુનરૂક્તિ દોષરહિત, સુંદર ધ્વનિ, મનોહર વર્ણ આદિ યુક્ત વાણીથી અભિનંદતા, સ્તુતિ કરતા અરિહંતને આ પ્રમાણે કહે છે–
હે ભગવન્! લોકના નાથ ! બોધ પામો, ધર્મતીર્થનું પ્રવર્તન કરો, જે જીવોને હિત, સુખ અને નિઃશ્રેયસ્કર થશે. હે પ્રભુ! આપ જય પામો જય પામો, હે ભગવન્! આપ બોધ પામો, હે લોકનાથ! સકળ જગના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રર્વતાવો. ઇત્યાદિ કહીને લોકાંતિક દેવો જય-જય શબ્દ બોલે છે.
જો કે અરિહંતો સ્વયંબુદ્ધ જ હોય છે. ગર્ભથી ત્રણ જ્ઞાનના ધારક હોય છે. તો પણ લોકાંતિક દેવો અરિહંતોનો બોધ કરવા આવે છે. તેઓની સાથે પ્રત્યેકનો પોત-પોતાનો ૪૦૦૦ સામાનિક દેવો, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ અનેક દેવોનો પરિવાર હોય છે.
• અરિહંતોના સંવત્સર દાન માટેની સંપત્તિ :
અરિહંતનો દીક્ષા લેવાનો સંકલ્પ જાણી શક્રેન્દ્ર પોતાનો પરંપરાગત આચાર જાણી દીક્ષા લેવાને સમુદ્યત અરિહંત ભગવંતોને ત્યાં ત્રણસો અઠાવીશ કરો અને એંસી લાખ સુવર્ણ મુદ્રા અરિહંત ભગવંતોને ત્યાં પહોંચાડવા પ્રબંધ કરે છે. ઇન્દ્ર વૈશ્રમણ દેવને બોલાવે છે. વૈશ્રમણ દેવ જંભક દેવોને બોલાવે છે અને એ રીતે શક્રેન્દ્રની
Page #45
--------------------------------------------------------------------------
________________
४४
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ આજ્ઞાનુસારની સંપત્તિ અરિહંતોને ત્યાં પહોંચે છે. અરિહંતો રોજ એક કરોડ અને આઠ લાખ સોનૈયાનું દાન કરે છે. એ રીતે ૩૬૦ દિવસ સુધી દાન કરતા આ ૩૨૮ કરોડ, ૮૦ લાખ સુવર્ણનું દાન થાય છે.
• અરિહંતો દ્વારા થતો સંપત્તિ ત્યાગ :
અરિહંત ભગવંત જ્યારે સંવત્સર દાનનો આરંભ કરે છે, તે પૂર્વે તેઓ હિરણ્ય, સુવર્ણ, ધન, રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કો, કોઠાગાર, નગર, અંતઃપુર, દેશવાસી, વિપુલ પશુધન, કનક, રત્ન, મોતી, શંખ, શિલ, પ્રવાલ, માણેક આદિ રત્નો, વિદ્યમાન પ્રધાન દ્રવ્યનો એ રીતે સર્વ વસ્તુનો સામાન્યથી અને વિશેષથી ત્યાગ કરે છે. યાચકોને સુવર્ણાદિ ધન ભાગે પડતું વહેંચી આપે છે. ગોત્રીયો તથા જ્ઞાતિજનોને પણ ભાગે પડતું ધન વહેંચી દે છે. તેમજ સંવત્સરી દાન આપે છે.
૦ વર્ષીદાન સમય અને ભોજન પ્રબંધ :
અરિહંત પરમાત્મા સૂર્યોદયથી આરંભીને ભોજનકાળ પર્યન્ત દાન આપતા હતા. આ દાન શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ, ગલીઓ વગેરેમાં ઇન્દ્ર પૂર્વે ઘોષણા કરાવે છે – “જેને જે જોઈએ તે લઈ જાઓ.” એ રીતે અરિહંત પરમાત્મા દાન આપે છે. જે સર્વે ઇન્દ્રના હુકમથી દેવો પુરુ કરે છે. તે વખતે દેવ અને માનવ સમુદાય ઉપસ્થિત હોય છે. આ સંવત્સર દાન લેવા ઘણાં સનાથ, અનાથ, પથિક, કારોટિક, કાપેટિક આદિ આવતા હોય છે.
અરિહંત પરમાત્માના સંવત્સર દાન અવસરે ત્યાંના રાજા કે કોઈ અધિકૃત વ્યક્તિ દાન લેવા આવનારા આદિ માટે નગરમાં વિવિધ સ્થાને, અનેક જગ્યાએ મોટી ભોજનશાળા ચાલુ કરાવે છે ત્યાં અનેક સેવકજનો ભક્તિપૂર્વક વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આદિ વડે તે સનાથ, અનાથ, પાસત્થા, ગૃહસ્થ આદિને ત્યાં બેસાડી, વિશ્રામ કરાવી, સુખાસન આપી ભોજન કરાવે છે. લોકો પણ પરસ્પર કહેતા હોય છે કે અહીં ઇચ્છાપૂર્વકનું સર્વકામિત વિપુલ અશનાદિ ભોજન પ્રાપ્ત થાય છે.
• અરિહંતના વર્ષીદાનના અતિશયો :- દીપવિજયજી કૃત્ ગણધર-યુગપ્રધાન દેવવંદનમાંના થોયના જોડા પ્રમાણે,
અરિહંત પરમાત્મા જ્યારે સંવત્સરદાન આપે છે, ત્યારે તેમના અતિશય અર્થાત્ વિશેષ ગુણને કારણે વર્ષીદાનના છ અતિશયો કહેલા છે –
(૧) અરિહંત પરમાત્મા એક વર્ષ સુધી જ્યારે વર્ષીદાન આપે છે ત્યારે અવસરજ્ઞ એવો શક્રેન્દ્ર રોજ ત્યાં ઉપસ્થિત રહી પ્રભુના બંને હાથ પર બેસે છે અર્થાત્ શક્તિ સંચારિત કરે છે, જેથી અરિહંત પરમાત્મા દાન દેતા શ્રમ ન પામે.
(૨) ઇશાનેન્દ્ર છડીદાર થઈને ચાલે છે. લેતા-લેતા એવા દેવોને તે નિયંત્રિત કરે છે. (રોકે છે).
(૩) ભવનપતિના ચમરેન્દ્ર અને બલીન્દ્ર પણ ત્યાં હાજર હોય છે. જેમાં અમરેન્દ્ર અરિહંતની મુઠીમાં આવતા દાનનું નિયમન કરે છે. જેથી જો કોઈ યાચકને તેના ભાગ્યથી વધારે દાન મળી જાય તેમ હોય તો ઓછું કરી દે છે. જ્યારે બલીન્દ્ર
Page #46
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૪૫
અધિક ભાગ્યવાળાને જો ઓછું પ્રાપ્ત થાય તેમ હોય તો તે અરિહંતની મુઠીમાં વધુ દાન કરાવી યાચકના ભાગ્ય પ્રમાણે કરી દે છે.
(૪) ભવનપતિના બાકીના અઢાર ઇન્દ્રો - જ્યારે અરિહંત પરમાત્મા દાન આપતા હોય ત્યારે તેમના સમગ્ર ક્ષેત્રમાં (ભરત કે ઐરાવત કે મહાવિદેહની તે-તે વિજયમાં) રહેલા જેમને-જેમને વર્ષીદાન લેવાની ઇચ્છા થાય તે-તે માનવ સમુદાયને વર્ષીદાનના સ્થળે લાવીને મૂકે છે.
(૫) વ્યંતરોના બત્રીશ ઇન્દ્રો - આ રીતે ભવનપતિન્દ્રો દ્વારા દાન માટે લઈ આવેલ મનુષ્યોને તેમના-તેમના સ્થાને પાછા પહોંચાડે છે.
(૬) જ્યોતિષ્ક ઇન્દ્રોનું કાર્ય છે આ પ્રસંગની વિદ્યાધરોને જાણ કરવી.
ઉક્ત અતિશયો ફક્ત અરિહંત પરમાત્માના વર્ષીદાન વખતે જ હોય છે. અન્ય કોઈના દીક્ષા અવસરે નહીં તે અરિહંત ભગવંતની વિશેષતા જાણવી.
• નિષ્ક્રમણ અભિષેક પ્રસંગે દેવ આગમન :
(આ વર્ણને જંબૂતીપ પ્રજ્ઞપ્તિ, નાયાધમ્મકહા, કલ્પસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ - તેની હરિભદ્રીય વૃત્તિ તથા કથા ગ્રંથોમાં જોવા મળે છે. પણ આવશ્યક ચૂર્ણિ-ભાગ૧, પૃષ્ઠ ૨૫૧ થી ૨૫૫ ઘણાં જ વિસ્તારથી છે તેનો સંક્ષેપ રજૂ કરેલ છે...)
તે કાળે તે સમયે દેવેન્દ્ર ચક્ર દિવ્ય વિમાનમાં આવે છે. અરિહંતને ત્રણ પ્રદક્ષિણા આપે છે. અરિહંત પરમાત્માથી ઇશાન ખૂણામાં જમીનથી ચાર આંગળ ઊંચુ તે દિવ્ય વિમાન રોકે છે. તેની સાથે આઠ અગ્રમડિષી, નટ્ટ અને ગંધર્વ બે સેના હોય છે. તે દિવ્ય વિમાનના પૂર્વ ભાગના ત્રિસોપાનકથી ઉતરે છે. ૮૪,૦૦૦ સામાનિક દેવો ઉત્તર ભાગના ત્રિસોપાનકથી ઉતરે છે. બાકીના દેવ-દેવી દક્ષિણ ભાગના ટિસોપાનકથી ઉતરે છે. પછી શક્રેન્દ્ર સર્વ ઋદ્ધિ સહિત, વાજિંત્રોના નાદપૂર્વક અરિહંત પરમાત્મા પાસે આવે છે. તેમને ત્રણ પ્રદક્ષિણા દઈને વંદન-નમસ્કાર કરે છે. પર્યાપાસના કરે છે.
એ જ રીતે સૂર્ય, ચંદ્ર પર્યન્તના ચોસઠે ઇન્દ્રો ત્યાં આવે છે.
તે કાળે ઘણાં અસુરકુમાર દેવો પણ અરિહંત પરમાત્મા સમક્ષ પ્રગટ થાય છે. (આવશ્યક ચૂર્ણિમાં તેમનું વિસ્તૃત વર્ણન છે.) પછી ઘણાં વ્યંતર દેવો - પિશાચ, ભૂત આદિ સોળે પ્રકારના વ્યંતર દેવો ત્યાં ઉપસ્થિત થાય છે, ગુરુ, શુક્ર, શનૈશ્ચર આદિ અનેક જ્યોતિષ્ક દેવો ત્યાં આવે છે. સૌધર્મ આદિ કલ્પના અનેકાનેક વૈમાનિક દેવો પણ ત્યાં આવે છે. વિશાળ અપ્સરા સમુદાય પણ આવે છે. (આ સર્વે દેવ-દેવીનું વર્ણ, વસ્ત્ર, આભુષણ, ચિન્હ આદિનું વિસ્તૃત વર્ણન અમારા આગમ કથાનુયોગ ભાગ૧માં ભગવંત મહાવીરની કથાથી જાણવું)
• અરિહંતનો નિષ્ક્રમણ અભિષેક અને અલંકૃત્ કરવા :
(નિષ્ક્રમણ અભિષેકનું વર્ણન જન્મ અભિષેક જેવું જ હોય છે. કિંચિત્ તફાવત જ હોવાથી તેનો અહીં સામાન્ય નિર્દેશ માત્ર કરેલ છે)
દેવેન્દ્ર શુક્ર ત્યારે એકાંતમાં જઈને વૈક્રિય સમુદૂઘાત કરે છે. મણિ, કનક, રત્નોથી બનેલ એક શુભ, મનોહર અને કાંતિમાનું એવા મહાન્ દેવછંદકની વિકૃર્વણા કરે
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ છે. તે દેવછંદકની વચ્ચોવચ્ચ પાદપીઠ સહિત એવા અને વિવિધ મણિરત્નોથી બનાવેલા શુભ-મનોહર અને કાંતિમાનું મહાત્ સિંહાસનની વિકુર્વણા કરે છે. પછી અરિહંત પરમાત્મા પાસે આવીને તેમને ત્રણ પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કરે છે. પછી અરિહંત, પરમાત્માને લઈને દેવછંદક પાસે આવે છે. ભગવંતને સિંહાસન પર પૂર્વ દિશાભિમુખ બેસાડે છે.
તે વખતે (જન્મ અભિષેકમાં વર્ણવ્યા મુજબ) અચ્યતેન્દ્ર આદિ ચોસઠ ઇન્દ્રો કે જેઓએ પોત-પોતાના આભિયોગિક દેવો દ્વારા જે સુવર્ણાદિ આઠ-આઠ જાતિના ૧૦૦૮-૧૦૦૮ કળશો તૈયાર કરાવેલા હોય છે. તે સર્વે કળશોને અરિહંત પરમાત્માના પિતા કે વડીલ ગોત્રીયો દ્વારા તૈયાર કરાવાયેલ સ્વાભાવિક કળશોમાં વૈક્રિય શક્તિ વડે સંક્રમાવી દે છે. પછી અરિહંત પરમાત્માનો (જન્મ અભિષેકમાં વર્ણવ્યા મુજબ) અભિષેક કરે છે. તેમજ ગંધકાષાયી વસ્ત્ર વડે શરીરને લુંછે છે.
ત્યારપછી એક લાખ સુવર્ણમુદ્રા કરતાં પણ અધિક મૂલ્યવાળા એવા બહુ મૂલ્યવાનું અત્યંત શીતળ ગોશીર્ષ રક્તચંદનનો લેપ કરે છે. પછી ધીમા શ્વાસોચ્છવાસથી પણ કંપિત થાય તેવું પ્રસિદ્ધ નગરમાં નિર્માણ પામેલું પ્રતિષ્ઠિત પુરુષો દ્વારા પ્રશસિત, અશ્વ સમાન લાલઝાંય પ્રગટ કરતું, વિશિષ્ટ કારીગરો દ્વારા સુવર્ણજડિત છેડાવાળું હંસ સમાન શ્વેત એવા વસ્ત્રયુગલને પહેરાવે છે. કલ્પવૃક્ષના પુષ્પોની મનોહર માળા પહેરાવે છે. હાર, અર્ધવાર, એકાવલી હાર, લટકતી માળ, ઝુમખાં, કંદોરો, મુગટ, રત્નમાળા પહેરાવે છે. ગ્રંથિમ, વેષ્ટિમ, પુરિમ અને સંઘાતિમ એવી ચાર પ્રકારની માળા પહેરાવે છે. બાજુબંધ, કડાં, કુંડલ આદિ પહેરાવી કલ્પવૃક્ષ સંદેશ અલંક્ત કરે છે.
• શિબિકા નિર્માણ :
અચ્યતેન્દ્રની આજ્ઞાનુસાર શક્રેન્દ્ર મહાન વૈક્રિય સમુદ્યાત દ્વારા એક વિરાટ એવી સહસ્રવાહિની શિબિકા નિર્માણ કરાવે છે. જે વૃષભ, અશ્વ આદિ અનેક પ્રકારના ચિત્રો વડે ચિત્રિત હોય છે. સહસ્રરશ્મિ સૂર્યપ્રભા સમાન તેજવાળી, રમણીય અને દેદીપ્યમાન હોય છે. તેમાં મોતીની માળાઓ અને તોરણો ઝુલતા હોય છે. હારઅર્ધડાર આદિ આભુષણોથી સજાવાયેલી હોય છે. અતિ દર્શનીય હોય છે. તે શિબિકા અતિ શુભ, સુંદર, મનોહર, મણિઓ, ઘંટડીઓ, પતાકાથી મંડિત શિખરવાળી, આકર્ષક હોય છે. તેમજ સર્વ ઋતુમાં સુખદાયી, ઉત્તમ અને શુભ કાંતિવાળી હોય છે. તે જલજ અને સ્થલજ પુષ્પોથી યુક્ત તથા અરિહંતને માટે દેવ નિર્મિત શ્રેષ્ઠ રત્નો દ્વારા ચર્ચિત અને પાદપીઠ યુક્ત મહામૂલ્યવાનું સિંહાસન વાળી હોય છે. જે શિબિકા અરિહંત પરમાત્માના કુટુંબીજનો દ્વારા નિર્મિત સ્વાભાવિક શિબિકામાં સમાઈ જાય છે.
• અરિહંતનું દીક્ષાર્થે ગમન :- (અહીં આ વર્ણનનો સંક્ષેપ છે વિસ્તારથી જાણવા અમારુ “આગમ કથાનુયોગ” જોવું)
તે વખતે કેશાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર અને વસ્ત્રાલંકાર વડે યુક્ત અરિહંત શિબિકા પાસે આવીને, શિબિકાને પ્રદક્ષિણા દઈને, શિબિકામાં સ્થિત સિંહાસનમાં બેસે છે. તેઓ પ્રશસ્ત અધ્યવસાય, વિશુદ્ધ વેશ્યાથી યુક્ત હોય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
પ્રાયઃ ઉપવાસ કે છઠ કે અઠમ એવા કોઈ તપથી યુક્ત હોય છે. જન્મ, જરા, મરણના ભાવોથી વિમુક્ત હોય છે. શિબિકામાં સાથે કુલમહત્તરા, ધાવમાતા, છત્રધારી તરુણી, ચામર ધારી બે તરુણી, કળશધારી અને પંખાને લઈને ઉભેલી તરુણી આદિ સાથે હોય છે. શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર બંને બાજુએ મણિરત્નાદિ યુક્ત દંડવાળા ચામર લઈને ઉભા રહે છે.
૦ સામાન્યથી શિબિકાનું વડન - જ્યારે જિનેશ્વરો દીક્ષા ગ્રહણ કરવા માટે નીકળે ત્યારે પહેલાં મનુષ્યો આ શિબિકા ઉપાડે છે. પછી અસુરેન્દ્ર, સુરેન્દ્રો અને નાગેન્દ્રો આ શિબિકા લઈને ચાલે છે. તે આ પ્રમાણે – પૂર્વ તરફ વૈમાનિક દેવ, દક્ષિણ બાજુએ નાગકુમાર દેવ, પશ્ચિમ બાજુએ અસુરકુમાર દેવ અને ઉત્તર તરફથી ગરૂડકુમાર દેવો વહન કરે છે.
૦ વિશેષથી શિબિકા વહનનો ઉલ્લેખ કરતા શાસ્ત્રકાર જણાવે છે કે – સર્વ પ્રથમ નગરજનો શિબિકાને ઉપાડે છે. પછી શક્રેન્દ્ર શિબિકાની દક્ષિણ તરફની ઉપરની બાહાને ઉપાડે છે, ઇશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપલી બાહાને ઉપાડે છે, ચમરેન્દ્ર દક્ષિણ તરફની નીચલી બાહાને ઉપાડે છે અને બલીન્દ્ર ઉત્તર તરફની નીચેની બાહાને ઉપાડે છે. બાકી રહેલા ભવનપતિ આદિ દેવો ત્યારપછી ક્રમાનુસાર શિબિકાને ઉપાડે છે. ત્યારે શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર ભગવંતની બંને બાજુ ચામર ઢોળે છે.
આ રીતે અરિહંતો દીક્ષાર્થે ગમન કરે છે ત્યારે દેવોના સમૂહથી આકાશ શોભવા લાગે છે, અનેક પ્રકારના વાજિંત્રો સતત વાગતા હોય છે. દેવગણ પણ નૃત્યો અને નાટ્યો કરતો હોય છે. શિબિકા પાછળ દેવસમૂહ પુષ્પ વિખેરતો, દંભી નાદ કરતો, અરિહંતની સ્તવના કરતો, શબ્દોથી સર્વ દિશાને વ્યાપ્ત કરતો ચાલે છે. અરિહંતની આગળ સ્વસ્તિક આદિ આઠ મંગળ ચાલે છે, પછી પૂર્ણ કળશ, ભંગાર, ચામર, પતાકા, છત્ર, સિંહાસન, ધજા ઇત્યાદિ ચાલે છે.
તેની પાછળ ઉત્તમ એવા ૧૦૮-૧૦૮ ઘોડા, હાથી, રથ, વીરપુરુષ, ચતુરંગિણી સેના, મહેન્દ્ર ધ્વજ ચાલે છે, પછી ઘણાં જ ખ, ભાલા, બાજોઠ ધારકો ચાલે છે, પછી હાસ્ય, ક્વ, ખેડુ, ચારુ કરનારા ચાલે છે. પછી કંદર્ષિક, કૌકુચિક, ગાનાર, વગાડનાર, નાચનારા ચાલે છે. પછી વિવિધ નગરજન આદિ અરિહંતની આગળ-પાછળ, આજુબાજુ ચાલે છે. પછી ઘણાં દેવ-દેવી ચાલે છે. પછી ઉત્તમ હસ્તિરત્ન પર સવાર થઈને ચતુરંગિણી સેના, ભાટ, ચારણ આદિ સહિત ત્યાંનો રાજા ચાલે છે.
તે વખતે કુળના વડીલો, મહત્તરા આદિ સ્વજનો ઇષ્ટ, મનોહર આદિ વાણીથી અરિહંતને શુભ કામનાઓ પાઠવે છે કે, હે સમૃદ્ધિમાનું ! આપનો જય થાઓ, વિજય થાઓ, નિરતિચાર આરાધના વડે તમે નહીં જીતેલાને જીતો, જીતીને શ્રમણધર્મનું પાલન કરો. સિદ્ધિ મધ્યે વસો રાગદ્વેષરૂપી મલ્લોનો નાશ કરો, આઠ કર્મોરૂપી શત્રુઓનું મર્દન કરો. અપ્રમત્તપણે ત્રણ લોકમાં આરાધના પતાકા ફરકાવો. ઇત્યાદિ-ઇત્યાદિ અનેક આશીર્વચનો બોલે છે.
હજારો નેત્રપંક્તિથી જોવાતા, હજારો મુખોથી સ્તુતિ કરાતા, હજારો હૃદયોથી
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
અભિનંદિત કરાતા, હજારો મનોરથો વડે ચિંતવાતા, અરિહંત ગમન કરતા હોય છે. તે વખતે તેઓ હજારો આંગળીઓ વડે દેખાડાતા, હજારો નર-નારીઓનો પ્રણામને સ્વીકારતા, હજારો ઘરોની પંક્તિઓનું ઉલ્લંઘન કરાતા તેમજ વિવિધ વાદ્યોના મધુર શબ્દો, લોકો દ્વારા કરાતી જય-જય ઉદ્ઘોષણા અને કોમળ શબ્દો વડે પ્રતિબોધિત કરાતા હોય છે.
એ રીતે અરિહંત સર્વ ઋદ્ધિ, કાંતિ, સૈન્ય, આદર, સંપત્તિ, શોભા વડે, સમસ્ત પરિજન, સ્વજન, નગરજનના મેળાપથી, સઘળા અંતઃપુરથી, સર્વ જાતિના પુષ્પો વસ્ત્ર, સુગંધ, માળા અને અલંકારોની શોભા, મહા-ઘુતિ, યુતિ, સૈન્ય, વાહન, પરિવાર આદિ વિશાળ સમુદાય સાથે નીકળે છે. વાજિંત્રોના ગંભીર નાદ થતા હોય છે. તેમ કરતા તેઓ ઉદ્યાનમાં અશોક વૃક્ષ પાસે આવે છે.
કોઈ પણ અરિહંત જિનલિંગ જ નીકળે છે. અન્ય લિંગ, કુલિંગ કે ગૃહીલિંગ નીકળતા નથી. અશોક વૃક્ષ પાસે પહોંચી તેઓ શિબિકાને રોકાવે છે, ધીમે ધીમે નીચે ઉતરે છે. ઉતરીને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસે છે.
• અરિહંત દ્વારા પ્રવ્રજ્યા ગ્રહણ :
અરિહંત પરમાત્મા પોતાની જ મેળે વીંટી, વીરવલય, હાર, બાજુબંધ, કુંડલ, મુગટ આદિ સર્વ આભુષણ, અલંકાર ઉતારે છે. ત્યારે વૈશ્રમણ દેવ અથવા અરિહંત માતા અથવા કુલમહત્તરા સ્ત્રી ખૂબ જ ભક્તિપૂર્વક અને ઝુકીને હંસલક્ષણ શ્વેત વસ્ત્રમાં તે આભુષણ અને અલંકારોને ગ્રહણ કરે છે.
તે વખતે કુલ મહત્તરા સ્ત્રી અરિહંતને આ પ્રમાણે કહે છે – તમે ઉત્તમ વંશમાં જખ્યા, ઉત્તમ ગોત્રમાં જન્મ્યા, ઉદિતોદિત અને વિખ્યાત કીર્તિ કુળના પિતાના પુત્ર રૂપે જખ્યા, ઉત્તમ જાતિવંત માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા, સુકુમાલ ગર્ભમાં આવ્યા, યોગ્ય વયે અભિનિવૃત્ત થયા, અપ્રતિરૂપ લાવણ્ય અને યૌવનવાળા થયા, અધિકશોભાવાળા, પ્રેક્ષણીય, પ્રીતિવાળા, પ્રશસ્ત, મતિવિજ્ઞાનવાળા થયા. દેવેન્દ્ર નરેન્દ્રોમાં તમારી કીર્તિ વિસ્તરી.
તેથી હે પુત્ર ! તમે આ સંયમ માર્ગમાં સાવધાન થઈને ચાલજો, પૂર્વ ઋષિએ આચરેલા માર્ગનું આલંબન કરજો, તલવારની ધાર સમાન મહાવ્રતોનું પાલન કરજો, પુરુષાર્થ અને પરાક્રમ કરજો, શ્રમણ ધર્મમાં અપ્રમત્ત રહેજો. ઇત્યાદિ આશીર્વચનરૂપ પ્રાર્થના કરે છે.
ત્યારપછી અરિહંત પરમાત્મા એક મુઠિ વડે દાઢી-મૂછનો અને ચાર મુઠિ વડે મસ્તક વાળનો એ રીતે જમણે હાથે જમણી બાજુના અને ડાબે હાથે ડાબી બાજુના કેશોનો પોતાની મેળે જ પંચમુષ્ટિક લોચ કરે છે. ત્યારે શક્રેન્દ્ર અરિહંતના અંજન અને મેઘ સમાન કાળા, ઘટ્ટ અને ચમકતા કેશને અરિહંત સન્મુખ ઘુંટણ ટેકવી, ચરણમાં ઝુકી તલણ ગ્રહણ કરે છે પછી હે ભગવંત ! “આપની આજ્ઞા હો” એમ કહીને તે વાળ ક્ષીરોદધિ સમુદ્રમાં પધરાવે છે.
પંચમુષ્ટિક લોચ કર્યા બાદ અરિહંત “નમોત્થણે સિદ્ધાણં' એમ કહીને સિદ્ધ
Page #50
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૪૯ ભગવંતોને નમસ્કાર કરે છે. હવે મારે સર્વ પાપકર્મ અકરણીય છે" એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે. પછી સામાયિક ચારિત્ર ગ્રહણ કરે છે. તે સમયે શક દેવોમનુષ્યોનો કોલાહલ તથા વાજિંત્ર આદિના ધ્વનિને બંધ કરાવે છે. ત્યાં ઉપસ્થિત સમગ દેવ સમૂહ અને મનુષ્યગણ ભીંત પર ચિતરેલા ચિત્રની જેમ સ્થિત થઈ જાય છે તે વખતે અરિહંત ‘મ સામાં રÒ સાવä ગોમાં પરિવામિ' પાઠનું ઉચ્ચારણ કરે છે. તેમાં અંતે શબ્દ બોલતા નથી. કેમકે તે પ્રમાણે અરિહંતનો શાશ્વત આચાર છે તે રીતે અરિહંત સર્વવિરતિ ચારિત્રવંત થાય છે.
• અરિહંતને મન:પર્યવ જ્ઞાનની ઉત્પતિ :
અરિહંત પરમાત્મા જ્યારે સામાયિક ચારિત્ર અંગીકાર કરે છે તે સમયે જ અર્થાત્ ક્ષાયોપથમિક સામાયિક ચારિત્ર ગ્રહણ કરતાં જ અરિહંત પરમાત્માને ગૃહસ્થ ધર્મ પછીનું (સાધુધર્મમાં ઉત્પન્ન થનારું) મન:પર્યવ નામક જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેના દ્વારા અરિહંત અઢી કીપ અને મધ્યના બે સમુદ્રમાં સ્થિત સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત વ્યક્ત મનવાળા જીવોના મનોગત ભાવોને જાણે છે. અરિહંતો ગર્ભથી ગૃહવાસ પર્યન્ત મતિ, કૃત, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોય જ છે. જ્યારે સર્વ વિરતિ ચારિત્ર અંગીકાર કરે ત્યારે ચાર જ્ઞાનના સ્વામી બને છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેઓ ચતુર્ગાની રહે છે.
અરિહંત પરમાત્માની દીક્ષા કલ્યાણકની ઉક્ત વિશેષતા અન્ય કોઈ સામાન્ય કેવલી કે દીક્ષા ગ્રહણ કરનાર બીજા કોઈ જીવોમાં જોવા મળતી નથી.
-૦- નાણ કલ્યાણક રૂપ વિશેષતા :
અરિહંત પરમાત્માના ચોત્રીશમાંના ત્રીશ અતિશયો, વાણીના ગુણ ઇત્યાદિ જે કંઈ વિશેષતા પૂર્વે જોઈ તે સર્વ વિશેષતા કેવળજ્ઞાન પ્રાપ્તિ બાદ જોવા મળે છે. કેમકે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ચાર છાઘસ્થિક કર્મોનો સર્વથા ક્ષય થતા જ ઘણાં ગુણો, વિશેષતા કે દોષ રહિતતા ઉદ્ભવે છે.
• ભૂમિકા :- અરિહંત પરમાત્મા જે દિવસે દીક્ષા ગ્રહણ કરે, તે દિવસથી જ (ત્યારથી જ) શરીરની શુશ્રુષા છોડી દે છે, કાયાને વોસિરાવે દે છે. દેહના મમત્વભાવનો ત્યાગ કરે છે, શરીર પ્રતિ બિલકુલ ધ્યાન આપતા નથી. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા જે કોઈ અનુકૂળ કે પ્રતિકુળ ઉપસર્ગો ઉત્પન્ન થાય છે, તે સર્વે ઉપસર્ગોને નિર્ભયપણે અને સમ્યક્ પ્રકારે સહન કરે છે. ક્રોધરહિતપણે ખમે છે, દીનતારહિતપણે અને કાયાની નિશ્ચલતાપૂર્વક સહન કરે છે કલુષિત મનવાળા થયા સિવાય, દુઃખરહિતપણે, અક્ષુબ્ધ ભાવથી મન, વચન, કાયાને સંયમિત રાખીને, શાંતિપૂર્વક સહન કરે છે ત્યારપછી અને કેવલજ્ઞાન પ્રાપ્તિ પૂર્વે ભગવંતનું અણગાર સ્વરૂપ આવા પ્રકારનું હોય છે–
• અરિહંતનું અણગાર સ્વરૂપ :
ઉક્ત પ્રકારે ઉપસર્ગો સહન કર્યા પછી અરિહંત અણગાર થાય છે. તે આ રીતે – ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનઃસમિતિ, વચન સમિતિ, કાય સમિતિ એ આઠ [1] 4 ]
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ સમિતિથી સમિત, મનોગતિ, વચન ગુપ્તિ, કાયમુર્તિ વડે ગુપ્ત; ગુપ્ત ઇન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થાય છે. ક્રોધ, માન, માયા, લોભથી રહિત હોય છે. શાંત, પ્રશાંત, ઉપશાંત હોય છે. સર્વ સંતાપ, આશ્રવ, મમત્વ, દ્રવ્યાદિથી રહિત હોય છે.
- કાંસાનું પાત્ર જેમ જળથી લેવાતું નથી. તેમ અરિહંત પરમાત્મા સ્નેહ આદિ જળથી નિર્લેપ હોય છે, શંખ પર જેમ કોઈ રંગની અસર થતી નથી તેમ અરિહંત રાગદ્વેષાદિથી ન રંગાતા નિરંજન હોય છે. તેઓ જીવ માફક અપ્રતિહત ગતિવાળા, આકાશ માફક આલંબન રહિત, વાયુ પેઠે અપ્રતિબદ્ધ વિહારી, શરદઋતુના જળ જેવા નિર્મળ હૃદયી, કમળપત્ર માફક નિરૂપલેપ, કાચબા જેવા ગુણેન્દ્રિય, ગેંડાને જેમ એક જ શીંગડુ હોય છે તેમ રાગદ્વેષ રહિત એકાકી, પક્ષી જેવા અપ્રતિબદ્ધ, ભારંવપક્ષી જેવા અપ્રમત્ત, કર્મ શત્રુને હણવામાં હાથી જેવા શૂરવીર, મહાવ્રતરૂપી ભાર સહન કરવામાં વૃષભ સમાન, સિંહ માફક પરાભવ ન પામનારા, મેરૂપર્વત જેવા નિશ્ચલ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા દેદીપ્યમાન, સુવર્ણ જેવા દીસકાંતિવાળા, પૃથ્વી પેઠે સર્વ સ્પર્શને સમભાવે સહેનારા, અગ્નિ માફક જ્ઞાન અને પરૂપ તેજ વડે દીપતા એવા અરિહંત હોય છે.
• અરિહંતનો પ્રતિબંધ અભાવ :– અરિહંતો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રતિબંધ-આસક્તિ રહિત હોય છે.
– દ્રવ્યથી - સચિત્ત, અચિત્ત કે મિશ્ર એ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે આ દ્રવ્યો મારા છે એવો આશયરૂપ પ્રતિબંધ અરિહંતને હોતો નથી. જેથી આ મારો ભાઈ, બહેન, માતા, પિતા, સ્વજન, સંબંધી કે પરિચિત છે, આ મારું સોનું, રૂપુ કે પશુધન આદિ છે, આ મારા ઉપકરણ છે, તેવો કોઈ ભાવ તેમને હોતો નથી.
– ક્ષેત્રથી - ગામ, નગર, અરણ્ય, ખેતર, ખળા, ઘર, આંગણુ કે આકાશમાં તેમને કોઈ મમત્વ હોતું નથી. તેથી મારું ગામ, મારું ઘર, મારું સ્થાન એવો સંસારનો બંધ કરનાર આશયરૂપ કોઈ ભાવ અરિહંતને હોતો નથી.
- કાળથી – સમય, આવલિકા, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, અયન, સંવત્સર ઇત્યાદિ કોઈપણ સમય માટે અરિહંતને અનુકૂળ કે પ્રતિકૂળપણાનો કોઈ ભાવ હોતો નથી.
– ભાવથી - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક, રતિ-અરતિ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, મિથ્યાત્વ, માયામૃષાવાદ ઇત્યાદિ કોઈપણ ભાવમાં અરિહંતોને કોઈ પ્રકારે પ્રતિબંધ હોતો નથી.
• અરિહંતની વિહાર ચર્યા અને સંયમ વૃત્તિ :
અરિહંત પરમાત્મા હાસ્ય, શોક, રતિ, અરતિ, ભય, ત્રાસ આદિથી મુક્ત થઈને, મમત્વ અને અહંકાર રહિતપણે, નિર્લોભી થઈને, પરિગ્રહ રહિતપણે વિચરે છે. દેવતાદત્ત વસ્ત્ર કેટલોક કાળ તેમના ખભે હોય છે, પછી વસ્ત્રરહિતપણે વિચરતા હોય છે. તેમનું અભિવાદન કરનારને આશીર્વચન કહેતા નથી કે કષ્ટ પહોંચાડનારને શ્રાપ આપતા નથી. પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, બીજ તથા વિવિધ વનસ્પતિ
Page #52
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
અને ત્રસકાય એ બધાને સારી રીતે જાણીને જયણાપૂર્વક વિચરે છે.
અરિહંત પરમાત્મા કુહાડા કે ચંદનમાં સમાન વૃત્તિવાળા હોય છે. જેથી કુહાડાની જેમ અપકારક અને ચંદનના લેપનની જેમ ઉપકારક પર અરિહંત વેષ કે રાગ કરતા નથી પણ સમાન અધ્યવસાયવાળા રહે છે. તૃણ હોય કે મણિ, પત્થર હોય કે સુવર્ણ અરિહંત પરમાત્મા સમાન વૃત્તિવાળા હોય છે. સુખ કે દુઃખને સમાન ભાવે સહેનારા હોય છે. આલોક કે પરલોકમાં ભગવંતને આસક્તિ હોતી નથી. જીવન અને મરણની આકાંક્ષાથી રહિત હોય છે. કર્મરૂપી શત્રુઓનો નાશ કરવાને ઉદ્યત રહે છે.
અરિહંત ભગવંત કેવળજ્ઞાન પ્રાપ્તિ પર્યત ઉલૂટૂક આદિ આસને બેસીને ધ્યાન કરે છે. ઊંચ-નીચે કે આસપાસ લોકમાં સ્થિત દ્રવ્ય-પર્યાયને ધ્યાનનો વિષય બનાવે છે. અસંબદ્ધ વાતોથી દૂર રહીને આત્મસમાધિમાં કેન્દ્રિત રહે છે. ક્યારેય પ્રમાદ કરતા નથી.
• અરિહંતને કેવળજ્ઞાનની પ્રાપ્તિ :
ઉપરોક્ત પ્રકારે અણગાર ભાવ ધારણ કરેલા, પ્રતિબંધરહિત રહેલા અને સંયમવૃત્તિનું અનુપાલન કરી વિચરતા અરિહંત પરમાત્માને પરીષહ-ઉપસર્ગ સહન કરતા તેમજ અસાધારણ ગુણો વડે આત્માને ભાવિત કરતા - અનુત્તર એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વસતિ, વિહાર, વીર્ય-પરાક્રમ, આર્જવ, માર્દવ, લાઘવ (દ્રવ્યથી અલ્પ ઉપધિપણું અને ભાવથી ત્રણ ગારવરહિતપણું), શાંતિ, મુક્તિ (લોભ રહિતતા), ગુણિ, તુષ્ટિ, સત્ય-સંયમ, તપને સારી રીતે આચરવાપણું ઇત્યાદિ વડે નિર્વાણ માર્ગની સાધના કરતા કરતા, આત્મધ્યાનમાં લીન બનેલા હોય છે ત્યારે અનંતવસ્તુના વિષયવાળું અનુત્તર, અનુપમ, આવરણરહિત, અખંડ, પ્રતિપૂર્ણ એવા કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થાય છે.
છાઘસ્થિક કર્મોનો ક્ષય થતા અરિહંતો જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી તથા અષ્ટ પ્રાતિહાર્ય પૂજાને યોગ્ય બને છે, તેઓ નરક, તિર્યગુ, મનુષ્ય અને દેવલોકના સમસ્ત પદાર્થોને જોવા અને જાણવા લાગે છે. જેમકે - કોઈની પણ આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પત્તિ, ભોજન, ક્રિયા, સેવન, પ્રગટકર્મ, ગુપ્તકર્મ, સર્વકાળના મન, વચન, કાયાની પ્રવૃત્તિ ઇત્યાદિ. જીવના સર્વ ભાવો, અજીવના સર્વ પર્યાયોને અરિહંત જુએ છે અને જાણે છે.
• સમવસરણ - તીર્થ સ્થાપના :
સામાન્ય વર્ણન - જ્યારે અરિહંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે છાઘસ્થિક કર્મ ચતુષ્ટયનો સર્વથા ક્ષય થવાથી અનંત જ્ઞાન, અનંત દર્શનાદિ ઉત્પન્ન થાય છે, સર્વ લોકમાં ઉજાસ થાય છે, નારકીના જીવો પણ ક્ષણવારને માટે શાતા અનુભવે છે. ઇન્દ્રોના સિંહાસન ચલિત થાય છે, અવધિજ્ઞાન વડે અરિહંત પરમાત્માને કેવળજ્ઞાન થયાનું જાણી, ચારે નિકાયના દેવોથી પરિવરેલા તેમના સર્વે ઇન્દ્રો આવે છે. સર્વ ઋદ્ધિપૂર્વક આવેલા ઇન્દ્રાદિ દેવો પ્રભુનો જ્ઞાન મહિમા કરે છે. શક્ર પણ પોતાના શાશ્વત આચાર મુજબ અરિહંતના અવસ્થિત કેશ, રોમ, દાઢી, મૂછ, નખ આદિનું સંમાર્જન કરે
Page #53
--------------------------------------------------------------------------
________________
૫૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
છે. ત્યારપછી સમવસરણની રચના કરે છે.
| વિશેષ વર્ણન – (આ વર્ણન ઉવવાઈ સૂત્ર-૨ર થી ર૬માં ઘણાં જ વિસ્તારથી અને આવશ્યક ચૂર્ણિ ભા.૧-પૃષ્ઠ ૨૫૨ થી ૨૫૫ ઉપર સંક્ષેપથી રજૂ કરાયેલ છે. અમારા આગમ કથાનુયોગમાં ભગવંત મહાવીરની કથામાં તે જોઈ શકાશે. અહીં તો માત્ર પરિચયાત્મક સ્વરૂપે જ તે વર્ણન નોધેલ છે.)
– દેવ આગમન :
– ભવનવાસી દેવોનું આગમન :- તે કાળે તે સમયે અરિહંત પરમાત્મા પાસે અનેક અસુરકુમાર દેવો આવે છે. તેમનો વર્ણ કાળો, ખીલેલા નેત્ર, નિર્મળ ભ્રમર, ગરૂડ જેવું નાક, હોઠ લાલ, દંત પંક્તિ શ્વેત, તળીયા-તાળવું અને જીભ લાલ, વાળ કાળા અને મુલાયમ હોય છે. તેમના ડાબા કાનમાં કુંડલ, શરીર આર્ટ ચંદનથી લિપ્ત, વસ્ત્ર લાલ, કિશોરાવસ્થા, આભરણ યુક્ત ભુજ, મુગટોમાં ચૂડામણિ ચિન્હ, હાર, વીંટી, કંકણ આદિથી શોભિત હોય છે. અરિહંત પાસે આવી ત્રણ પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી, પોતપોતાના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરી, અરિહંત સન્મુખ હાથ જોડી પર્યાપાસના કરે છે.
તે વખત અરિહંત પરમાત્મા પાસે અસુરકુમાર સિવાયના બીજા પણ ભવનવાસી દેવો - જેવા કે – નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર એ નવે ભવનવાસી દેવો આવે છે. તેમના મુગટોમાં અનુક્રમે નાગની ફણા, ગરૂડ, વજ, પૂર્ણ કળશ, સિંહ, ઘોડો, હાથી, મગર અને વર્તમાનકનું ચિન્હ હોય છે. તેઓનું બાકીનું વર્ણન અસુરકુમાર પ્રમાણે જાણવું.
- વ્યંતર દેવોનું આગમન :
તે કાળે તે સમયે અરિહંત પરમાત્મા પાસે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંગુરુષ, મહોરગ અને ગંધર્વ- તથા - અણપત્રિક, પણપત્રિક, ઋષિવાદિક, ભૂતવાદિક, કંદિત, મહાજંદિત, કૂષ્માંડ અને પતગ એ સોળ વ્યંતર જાતિના દેવો આવે છે. આ દેવો ચંપળ ચિત્તવાળા, ક્રીડા અને પરિહાસપ્રિય હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિથી પોતાની ઇચ્છાનુસાર વિરચિત માળા અને આભુષણોથી સજ્જ હોય છે. કામરૂપધારી હોય છે. વિભિન્નરંગી વિચિત્ર વસ્ત્રો પહેરે છે. કલહ અને ક્રીડાપ્રિય એવા તેઓ વાચાળ હોય છે. ચિત્ર-વિચિત્ર ચિહ્નોના ધારક હોય છે. તેઓ પણ અરિહંતને યથાવિધિ વંદન-નમસ્કાર કરીને અરિહંત પરમાત્માની પર્યુપાસના કરે છે.
– જ્યોતિષ્ક દેવોનું આગમન :
તે કાળે તે સમયે અરિહંત સમીપે ગુરુ, શુક્ર, શનૈશ્ચર, રાહુ, કેતુ, બુધ, મંગળ, સૂર્ય, ચંદ્ર નામક જ્યોતિષ્ક દેવો આવે છે. તેમનો વર્ણ તપેલા સોના જેવો હોય છે. તે સિવાયના જ્યોતિ ચક્રમાં ભ્રમણ કરનારા સર્વે ગ્રહો, નક્ષત્રો, દેવગણ, તારાદેવ એવા સર્વે સ્થિર અને ગતિશીલ બંને પ્રકારના જ્યોતિષ્ક દેવો આવે છે. પ્રત્યેકના મુગટ પર સ્વનામથી અંકિત વિશેષ ચિન્હો હોય છે. તેઓ પણ પૂર્વવત્ અરિહંતની
Page #54
--------------------------------------------------------------------------
________________
૫ ૩
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો ઉપાસના કરવા લાગે છે.
– વૈમાનિક દેવોનું આગમન :
તે કાળે તે સમયે અરિહંત સમીપે સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પના વૈમાનિક દેવો આવે છે તેમના ઇન્દ્રો, સામાનિક દેવો, ત્રાયશ્ચિંશક દેવો, લોકપાલો, પર્ષદા સહિત પટ્ટરાણીઓ, સેના, આત્મરક્ષક દેવો આદિ પરિવારથી ઘેરાયેલા હોય છે. પોતાની સંપૂર્ણ શ્રી, કાંતિ, વૈભવથી ભૂષિત હોય છે. તેઓ ક્રમશઃ પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોગમ, વિમલ તથા સર્વતોભદ્ર નામક પોતપોતાના વિમાનોમાં આવે છે.
તેઓએ અનુક્રમે મૃગ, મહિષ, વરાહ, છગલ, દર, ઘોડો, હાથી, ભુજગ, ખગ તથા વૃષભના ચિન્હોથી અંકિત મુગટ ધારણ કરેલા હોય છે. તેઓએ વિવિધ વસ્ત્રો અને અલંકારો ધારણ કરેલા હોય છે. પરમ ઋદ્ધિશાળી અને યુતિમાન હોય છે. તેઓના વિમાનો પણ મધ્યાહ્નના સૂર્યના કિરણોથી પણ અધિક પ્રભાવાળા હોય છે. વિવિધ વાદ્યોના ધ્વનિથી દિશાઓ ગુંજતી હોય છે. તે સર્વે પૂર્વવત્ અરિહંતને નમસ્કાર કરી, પર્યાપાસના કરે છે.
એ જ પ્રમાણે લોકાંત વિમાનવાસી દેવો પણ આવે છે. તેમના કાનમાં દેદીપ્યમાન કુંડલો હોય છે. તેઓ સ્વનામાદિ સ્પષ્ટ ચિન્હોથી અંકિત મુગટોને ધારણ કરે છે. વિશાળ સૈન્ય સાથે દ્ધિપૂર્વક આવી અરિહંતની પર્યાપાસના કરે છે.
– અપ્સરાગણનું આગમન :
તે કાળે તે સમયે અરિહંત સમીપે અપ્સરા સમૂહ આવે છે. શરીરની ઉત્તમ કાંતિવાળી, યૌવના, અનુપમ રૂપ લાવણ્ય યુક્ત, સર્વાગ સુંદર, ઇષ્ટ વસ્ત્રાભૂષણોથી સજ્જ હોય છે. તેઓ ઉત્તમ પુષ્પમાળા ધારણ કરેલી, સુગંધી પદાર્થોથી યુક્ત, શ્રેષ્ઠ ધૂપથી ધૂપિત હોય છે. તેઓએ અંજલિમાં દિવ્ય સુમ, સુગંધિત માળા આદિ રાખેલ હોય છે. તેઓ સૌંદર્ય દર્શના, દીપ્તીમય, શૃંગારના ઘર જેવી હોય છે. તેમની ગતિ, હાસ્ય, ભાષા, હાવભાવ, વાતચીત આદિ સર્વે નૈપુણ્ય અને લાલિત્યયુક્ત હોય છે. સર્વાગ સુંદર, વિલાસ આદિથી યુક્ત, મૃદુ સ્પર્શવાળી, કમનીય અને પ્રિયદર્શના હોય છે. આવો અપ્સરા સમૂહ આવી અરિહંતની પર્યપાસના કરે છે.
• સમવસરણ વક્તવ્યતા :
(અહીં આ વક્તવ્યતા આવશ્યક નિર્યુક્તિ ગાથા ૫૪૩ આદિ મુજબ જણાવી છે. તે વિષે આવશ્યક ભાગ, ચૂર્ણિ, વૃત્તિમાં પણ વર્ણનો છે. બૃહતુકલ્પ ભાષ્ય, સમવસરણ સ્તવ, લોકપ્રકાશ, ત્રિષષ્ઠી શલાકાપુરુષ ચરિત્ર, પડાવશ્યક બાલાવબોધ ગુજરાતી રચનાકારોના થોયના જોડા, સ્તવન આદિ અનેક સ્થાને સમવસરણ રચના વિશે ઉલ્લેખો છે. તેમાં કિંચિત્ મતભેદો પણ છે.)
સમવસરણ વિધિ વિશેષ :- (કોઈપણ અરિહંતના સર્વ પ્રથમ સમવસરણ માટેનો આ વિધિ છે. પછી-પછીના સમવસરણ માટે આ જ દેવો આવે અને
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ આ ક્રમે રચના કરે તેવો નિયમ નથી. મહર્તિક કોઈપણ દેવ પણ આ પ્રમાણે રચના કરી દે છે.)
૧. સર્વ પ્રથમ (વાયકુમાર) દેવો આવીને એક યોજન પ્રમાણ પૃથ્વીનું સંમાર્જન કરે છે. જેથી ત્યાં રહેલા ધૂળ-કાંકરા આદિ સાફ થઈ જાય.
૨. પછી (મેઘકુમાર) દેવો આવીને સુગંધી જળની વૃષ્ટિ કરીને તે પૃથ્વીનું સિંચન કરે છે. જેથી રજ વગેરે શાંત થાય
૩. પછી વ્યંતર દેવો ચંદ્રકાંતાદિ મણિઓ, સુવર્ણ અને ઇન્દ્રનીલ આદિ રત્નો વડે આશ્ચર્યકારી એવા ઊંચા ભૂમિતળને બનાવે છે.
૪. પછી તે યોજન પ્રમાણ ભૂમિભાગને બધી દિશાઓથી સુગંધિત કરે છે.
૫. પછી તે ભૂમિતળ ઉપર અધોમુખ ડીંટાવાળા, સુગંધી જળજ અને સ્થળ દિવ્ય પુષ્પો લાવીને ચોતરફ પંચરંગી પુષ્પોની વૃષ્ટિ કરે છે.
૬. પછી ચારે દિશાઓમાં મણિ, કનક, રત્નના બનાવેલા તોરણો બાંધે છે. તેમાં છત્રયુક્ત શાલભંજિકા હોય છે. ધજા અને સ્વસ્તિકાદિ રચના વડે તે તોરણ મનોહર લાગે છે. આ સર્વ કાર્યો વ્યંતર દેવો કરે છે.
૭. પછી આશ્ચર્યકારી રત્નો અને મણિ-કંચનના કાંગરાવાળા સુંદર એવા ત્રણ પ્રાકારોને દેવગણ વિફર્વે છે. તે આ પ્રમાણે–
૮. અત્યંતર એવો પ્રથમ પ્રાકાર (ગઢ) વૈમાનિક દેવો વિકુર્વે છે. તે ગઢ રત્નનો બનેલો હોય છે. તેના કાંગરા પંચવર્ણ મણિમય હોય છે.
૯. મધ્યમ એવો બીજો પ્રકાર (ગઢ) જ્યોતિષ્ક દેવો વિફર્વે છે. તે સુવર્ણનો બનેલો હોય છે. તેના પર રત્નોના બનેલા કાંગરા હોય છે.
૧૦. બાહ્ય એવો ત્રીજો ગઢ ભવનપતિ દેવો વિકુર્વે છે. તે આખો ગઢ રૂપાનો બનેલો હોય છે, તેના ઉપર સુવર્ણના કાંગરા હોય છે.
૧૧. દરેક ગઢને સર્વરત્નમય એવા ચાર-ચાર દ્વારા તે-તે દેવોએ બનાવેલા હોય છે. તે કારો પર સર્વરત્નમય અને સુવર્ણની બનેલી પતાકા ધ્વજા યુક્ત તોરણો હોય છે. તે તોરણોમાં સ્વસ્તિકાદિ અષ્ટ મંગલ આલેખેલા હોય છે.
૧૨. તે દ્વાર પાસે કે ફરતા ધૂપના પાત્રો વ્યંતર દેવો મૂકે છે. જેમાંથી ધૂપની મનોહર ગંધ ફેલાય છે. ત્યાં દેવો અરિહંતના ચરણકમળમાં નમે છે. (તે દરેક ગઢના દ્વારે ચાર વાર યુક્ત અને સુવર્ણના કમલવાળી એક એક વાપિકા હોય છે.).
૧૩. (ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર - સર્ગ-૩) અત્યંતર ગઢના પૂર્વ ધારે બે વૈમાનિકો દ્વારપાળ થઈને રહે છે. દક્ષિણ દ્વારે બે વ્યંતરી, પશ્ચિમ દ્વારે બે જ્યોતિષ્ઠ દેવો અને ઉત્તર હારે બે ભવનપતિ દેવો દ્વારપાળ થઈને રહે છે. (જો કે સમવસરણ
સ્તવમાં અહીં એક-એક દ્વારપાળ કહેલ છે.) મધ્યમ ગઢના ચારે દ્વારે અનુક્રમે જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે-બે દેવીઓ પ્રતિહાર થઈને ઉભી રહે છે. બાહ્ય ગઢના ચારે વારે તુંબરુ, ખટ્વાંગધારી, મનુષ્યમસ્તકમાલાધારી અને જટામુગટ મંડિત નામે ચાર દેવતાઓ દ્વારપાળ થાય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૫૫
૧૪. અત્યંતર પ્રાકાર - પ્રથમ ગઢની બરાબર મધ્યમાં અરિહંતની ઊંચાઈ કરતા બારગણું ઊંચુ ચૈત્યવૃક્ષ વ્યંતર દેવો રચે છે. પ્રત્યેક ઋતુમાં તેમાં પુષ્પ, પાન આદિ સમૃદ્ધિ વિદ્યમાન રહે છે. તે અશોકવૃક્ષ શાલવૃક્ષથી આચ્છાદિત હોય છે. સર્વે અરિહંતના છત્ર, ધ્વજા, પતાકાયુક્ત વેદિકાવાળા તોરણોથી સુશોભિત તથા સુર, અસુરાદિ દેવોથી પૂજિત હોય છે.
- તે ચૈત્યવક્ષની નીચે વિવિધરત્નોથી નિર્મિત એક પીઠ હોય છે. તેની ઉપર મણિમય દેવછંદક હોય છે. તેની મધ્યમાં પાદપીઠ સહિત સિંહાસન હોય છે. તેની ઉપર-ઉપર એમ ત્રણ છત્રો હોય છે. તેની આસપાસ ચામરધારી એવા બે યક્ષો હોય છે. દ્વાર પર સુવર્ણકમળમાં રહેલ એક ધર્મચક્ર હોય છે. આ સિવાય બીજા પણ કરવા યોગ્ય કર્તવ્યો ત્યાં વ્યંતર દેવો કરે છે.
(કાળ લોક પ્રકાશ - સર્ગ-૩૦ - શ્લોક-૫૩૦ થી ૬૨૯) ભગવંતના સમવસરણનું વર્ણન છે. જેમાં ઉક્ત વર્ણન સિવાયની કેટલીક વિશેષતા જોવા મળે છે. તે આ પ્રમાણે છે
(૧) વ્યંતર દેવ રચિત ભૂમિતળ જમીનથી સવાકોશ ઊંચુ હોય છે.
(૨) જમીનથી બાહ્ય (રૂપાના) ગઢ સુધી ૧૦,૦૦૦ પગથીયા હોય છે. તે એક-એક હાથ ઊંચા અને પહોળા હોય છે. તેથી પ્રથમ ગઢ જમીનથી સવા ગાઉ ઊંચો હોય છે. તે ગઢની ભિંતો ૫૦૦ ધનુષ્ય ઊંચી અને ૩૩ ધનુષ્પ અને ૩૨ આંગળ પહોળી હોય છે. ગઢની અંદર ચારે બાજુ સમતલ પ્રતરમાન ૫૦ ધનુષં પ્રમાણ હોય છે. આ ગઢમાં વાહનો રહે છે.
(૩) ઉક્ત ૫૦ ધનુષના પ્રતર પછી બીજા ગઢના પગથીયા શરૂ થાય છે. તે પગથીયા ૫૦૦૦ હોય છે. એક હાથ ઊંચા અને પહોળા હોય છે. ત્યારપછી મધ્યમ (સોનાનો) ગઢ આવે છે.
(૪) બીજા ગઢના બાકીના માપો પ્રથમ ગઢ પ્રમાણે જાણવા. આ ગઢમાં તિર્યંચો દેશના સાંભળવા આવે છે.
(૫) બીજા ગઢના ઇશાન ખૂણામાં મનોહર દેવછંદક હોય છે, જ્યાં પ્રથમ પ્રહરે દેશના આપ્યા બાદ અરિહંત વિરામ લે છે.
(૬) બાહ્ય (સોનાના) ગઢથી ૫૦૦૦ પગથીયા ચડે પછી અત્યંતર એવો રત્નનો ગઢ આવે છે. તેના સર્વે માપ બાહ્ય ગઢ પ્રમાણે જાણવા. વિશેષ એ કે તેમાં મધ્યમાં સમભૂતલ એવું જે પીઠ હોય છે તે એક ગાઉ અને ૬૦૦ ધનુષુ લાંબુ-પહોળું હોય છે.
(૭) ત્રણે ગઢના અંતરનું પ્રમાણ ત્રણ ગાઉ અને ૧૮૦૦ ધનુષ છે. (જેનું સંપૂર્ણ ગણિત કાળલોક પ્રકાશ સર્ગ ૩૦ થી જાણી લેવું.)
(૮) સમવસરણ ગોળ હોય છે. જેની ચારે દિશામાં દશ-દશ હજાર પગથીયા હોય છે. એ જ રીતે જો ચોરસ સમવસરણ રચાય તો તેના માપોમાં કિંચિત્ ભિન્નતા છે. (ગોળ અને ચોરસ બંને સમવસરણના ગણિત માટે કાળલોકપ્રકાશ સર્ગ-૩૦
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
શ્લોક-૫૬૪ થી ૫૮૮ જોઈ શકો છો.)
(૯) બાહ્ય (રત્નના) ગઢ મધ્યે રહેલ મણિપીઠિકા જે-તે અરિહંતની ઊંચાઈ જેટલી ઊંચી, ચાર દ્વારવાળી અને ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથીયા વાળી હોય છે – ઇત્યાદિ... ઇત્યાદિ...
૫૬
સમવસરણમાં અરિહંત :
આ પ્રમાણે દેવ નિષ્પાદિત સમવસરણમાં અરિહંત પ્રવેશ કરવા ચાલે છે, ત્યારે તે વખતે દેવતાએ વિકુર્વેલ સહસ્રપાંદડીવાળા, મૃદુ અને કોમળ સુવર્ણકમળ ઉપર પગ મૂકતા ચાલે છે. જેમાં બે કમળ પર અરિહંત પગ મૂકે છે. બીજા સાત કમળો અરિહંતની આગળ-પાછળ સંચરે છે. અરિહંત પૂર્વ દ્વારેથી પ્રવેશ કરે છે. પછી ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરીને તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખે સિંહાસન પર
બિરાજે છે.
―
ત્યારપછી બાકીના ત્રણ દિશામાં વ્યંતરો રત્નના ત્રણ સિંહાસન ઉપર ભગવંતના ત્રણ પ્રતિબિંબો વિકુર્વે છે. જે ભગવંતના શરીર પ્રમાણ હોય છે. ત્યાં બંને બાજુ ચામર વિંઝનારા, પાછળ છત્રધારક અને ધર્મચક્ર પણ હોય છે. આ ત્રણે પ્રતિબિંબ અરિહંતના પ્રભાવથી અરિહંત સટ્ટશ લાગે છે. જેથી બીજા દેવ આદિને એમ લાગે છે કે અરિહંત અમારી સન્મુખ જ ધર્મકથન કરી રહ્યા છે. (પહેલા સમવસરણ સિવાય) અરિહંતના ચરણ પાસે એક ગણધર અવશ્ય બેસે છે. તે ગણધર જ્યેષ્ઠ ગણધર કે અન્ય કોઈ ગણધર હોઈ શકે છે. પ્રાયઃ જ્યેષ્ઠ ગણધર જ હોય છે. અન્ય ગણધરો અગ્નિખૂણામાં બહુ દૂર નહીં તેમ બહુ નજીક નહીં તે રીતે અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને બેસે છે.
અરિહંત પરમાત્માના મસ્તકની ફરતું ભામંડલ પ્રગટ થાય છે. જેની પાસે સૂર્યમંડળ પણ ખદ્યોતુ જેવું લાગે છે. ચારે દિશાને શબ્દાયમાન કરતી મેઘધ્વનિ સમ ગંભીર દુંદુભિ આકાશમાં વાગે છે. અરિહંત સમીપે એક રત્નમય ધ્વજ હોય છે. (બીજા મતે ચારે તરફ એક-એક ધ્વજ હોય છે.) સમવસરણમાં બાર પર્ષદા :
પહેલા ગણધર પૂર્વદ્વારેથી પ્રવેશ કરી, અરિહંત પરમાત્માને ત્રણ વખત વંદન કરી, અગ્નિખૂણામાં બેસે છે. પછી બાકીના ગણધરો પણ એ જ રીતે પ્રવેશ કરે છે. ત્યારપછી કેવલી ભગવંતો પૂર્વ દ્વારેથી પ્રવેશી, અરિહંતને ત્રણ પ્રદક્ષિણા આપી, તીર્થંકર તથા તીર્થને નમસ્કાર કરી ગણધરોની પાછળ બેસે છે.
ત્યારપછી બાકીના અતિશયધારી શ્રમણો ક્રમશઃ મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવ પૂર્વી ઇત્યાદિ, લબ્ધિધર શ્રમણો, સામાન્ય શ્રમણો, પૂર્વ દ્વારેથી પ્રવેશ કરી, અરિહંતને પ્રદક્ષિણા દઈ, વંદન કરી, તીર્થને, કેવલીને નમસ્કાર કરીને, અતિશયધારીને નમસ્કાર કરીને કેવલીની પાછળ પાછળ અનુક્રમે બેસે છે. એ રીતે અગ્નિ ખૂણામાં શ્રમણોની પ્રથમ પર્ષદા બેસે છે.
ત્યારપછી પૂર્વ દ્વારેથી જ વૈમાનિકની દેવી પ્રવેશે છે. અરિહંતને પ્રદક્ષિણા દઈ,
Page #58
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૫૭
વંદન કરી, તીર્થને તથા શ્રમણોને નમસ્કાર કરી, સર્વે શ્રમણોની પાછળ ઉભી રહે છે. પણ બેસતી નથી.
ત્યારપછી પૂર્વ ધારેથી જ પ્રવેશીને સર્વે શ્રમણીઓ અરિહંતને પ્રદક્ષિણા આપી, વંદના કરી પૂર્વવત્ અગ્નિખૂણામાં વૈમાનિક દેવીઓની પાછળ ઉભા રહે છે, બેસતા નથી. આ રીતે અશિખૂણે ત્રણ પર્ષદા થઈ.
ભવનપતિ, પછી જ્યોતિષ્ક, પછી વ્યંતરની દેવીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશ કરી, અરિહંતને પ્રદક્ષિણા દઈ, વંદન કરી નૈઋત્ય ખૂણે ઉભી રહે છે. આ રીતે નૈઋત્ય ખૂણે ત્રણ પર્ષદા થઈ.
ભવનપતિ દેવો, પછી જ્યોતિષ્ક દેવો, પછી વ્યંતર દેવો પશ્ચિમ દ્વારેથી પ્રવેશ કરી, અરિહંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી, પૂર્વવત્ વાયવ્ય ખૂણામાં બેસે છે. એ રીતે ત્રણ પર્ષદા વાયવ્ય ખૂણામાં થઈ
વૈમાનિક દેવો, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારેથી પ્રવેશીને અરિહંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી, પૂર્વવત્ યથાક્રમે ઇશાન ખૂણામાં બેસે છે. એ રીતે ઇશાન ખૂણામાં ત્રણ પર્ષદા થઈ.
– બાર પર્ષદા વિષયક કંઈક સ્પષ્ટીકરણ :
૧. ઉક્ત પર્ષદ કથન સર્વ સામાન્ય છે. કોઈપણ અરિહંતના સર્વ પ્રથમ સમવસરણમાં શ્રમણ અને શ્રમણીના સ્થાન ખાલી હોય છે.
૨. આવશ્યક નિર્યુક્તિ પ૬૦ની ચૂર્ણિ અને વૃત્તિ મુજબ દેવ-દેવીનો જે પરિવાર જેની નિશ્રામાં આવેલ હોય તે તેમની-તેમની સાથે જ રહે છે.
3. આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે મૂલ ટીકાકારે ભવનપતિ આદિ દેવી સંબંધે બેસે છે કે ઉભી રહે છે તેવો કોઈ સ્પષ્ટ નિર્દેશ કરેલો નથી. પણ ત્રિષષ્ઠી શલાકા આદિ ગ્રંથો, પૂર્વાચાર્યોના ઉપદેશથી રચિત પટ્ટક આદિ ચિત્રકર્મને આશ્રિને દેવી ઉભી રહે છે તેમ કહ્યું છે.
૪. બાવર મા ૧૧૬ થી ૧૧૯ મુજબ બારે પર્ષદા “બે હાથની અંજલિ જોડીને રહે છે. તેમ સમજવું.
૫. પર્ષદામાં દેવો અને મનુષ્યોની સ્થિતિની વિશેષતા જણાવતા નિર્યુક્તિકાર જણાવે છે કે - જો અલ્પદ્ધિવાળા ત્યાં પ્રથમથી આવેલા હોય તે મહાદ્ધિવાળા જે કોઈ આવે તેને નમસ્કાર કરે છે. જો મહાઋદ્ધિવાળા પહેલાથી આવેલાં હોય તો પછી આવનારા અલ્પદ્ધિવાળા તેમને નમન કરીને આગળ જાય છે.
૬. અરિહંતના પ્રભાવથી સમવસરણમાં કોઈને કોઈ પ્રતિબંધ હોતો નથી. કોઈ જાતની વિકથા નથી. પરસ્પર વિરોધી જીવને કોઈની ઈર્ષ્યા કે ભય હોતો નથી. કોઈ કોઈને કષ્ટ કે પીડા આપતા નથી.
- સમવસરણમાં ત્રણ ગઢની બહાર તથા પ્રથમ ગઢથી ચડતી વખતે તિર્યંચો, મનુષ્યો, દેવો બધાનું આવાગમન સાથે જ હોય છે. જન્મજાત વૈરી એવા તિર્યંચોના વૈર પણ શાંત થઈ જાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – સામાયિક અધિકારી :
સામાયિક ચાર પ્રકારે છે – સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ અને શ્રત. અરિહંતો આ ચારની જ પ્રરૂપણા કરે છે. તે સિવાય અન્ય કોઈ સામાયિક હોતી નથી. મનુષ્યો આ ચારમાંની કોઈપણ સામાયિક અંગીકાર કરી શકે છે, તિર્યંચો સર્વવિરતિ સિવાયની બાકી ત્રણમાંની કોઈપણ સામાયિક અંગીકાર કરી શકે છે. દેવોને સમ્યકત્વ કે શ્રત સામાયિક હોય છે.
અરિહંતો “નમસ્તીર્ધાય” એમ બોલી, પ્રણામ કરીને દેવ, મનુષ્ય અને સંજ્ઞીતિર્યંચ પ્રાણી સમજી શકે તેવી, યોજન પ્રમાણ સંભળાતી, જન-સાધારણ ભાષામાં દેશના આપે છે. તેઓ અર્ધમાગધી ભાષા બોલે છે. શ્રાવિકા અને દેવોની પણ અર્ધમાગધી ભાષા હોય છે. અરિહંતની વાણી આર્ય, અનાર્ય તથા સર્વે સંજ્ઞી પ્રાણીઓને પોતપોતાની ભાષામાં પરિણમે છે. તેવો અરિહંતોનો અતિશય હોય છે.
• ભગવંત તીર્થને પ્રણામ શા માટે કરે છે ? તીર્થનો અર્થ શ્રત છે. આ શ્રુતજ્ઞાનથી ભગવંતનું તીર્થકરત્વ હોય છે. અરિહંતો શ્રુતજ્ઞાન વડે જ ધર્મ કહે છે. લોકમાં તીર્થ (શ્રત)નું પૂજિતપણું હોવાથી અરિહંતને પણ તે પૂજ્ય છે. વિનયકર્મને માટે પણ આ પ્રવૃત્તિ જરૂરી છે.
– રૂપ દ્વાર :- (અરિહંતનું રૂપ કેવું હોય છે ?)
બધાં જ દેવો એકઠા થાય અને સુંદર રૂપ નિર્માણ માટેની તેમની સર્વશક્તિનો ઉપયોગ કરે તો પણ અરિહંત પરમાત્માના પગના અંગુઠા જેટલું રૂપ પણ વિદુર્વવાને તેઓ સમર્થ નથી.
– તીર્થકરના રૂપથી અનંતગુણ હીન ગણધરનું રૂપ હોય છે. – ગણધરના રૂપથી અનંતગુણહીન આહારકશરીરીનું રૂપ હોય છે. – આહારક દેહના રૂપથી અનંતગુણહીન અનુત્તર દેવોનું રૂપ હોય છે.
– અનુત્તરવાસી દેવોના રૂપથી અનંતગુણ - અનંતગુણ હીન રૂપ અનુક્રમે રૈવેયક દેવ, અય્યત દેવ - યાવત્ - સૌધર્મદેવનું રૂપ હોય
– સૌધર્મકલ્પના દેવના રૂપ કરતા અનંતગુણ - અનંતગુણ હીન રૂપ અનુક્રમે ભવનપતિદેવનું. જ્યોતિષ્ક દેવનું, વ્યંતરદેવનું હોય છે.
– વ્યંતર દેવના રૂપથી અનંતગુણ હીન રૂપ અનુક્રમે ચક્રવર્તીનું. તેનાથી વાસુદેવનું વાસુદેવથી બળદેવનું, બળદેવથી માંડલિક રાજાનું રૂપ અનંતગુણ હીન હોય છે. શેષ જનપદ લોકોનું રૂપ તેનાથી પણ ઉતરતું-ઉતરતું હોય છે.
તો વિચારો કે ભગવંતનું રૂપ કેવું ઉત્કૃષ્ટ કક્ષાનું હશે ?
અરિહંતને નામકર્મના ઉદયથી અનુત્તર એવા સંઘયણ, સંસ્થાન, રૂપ, વર્ણ ગતિ, સત્ત્વ, સાર (જ્ઞાનાદિ), સુગંધી શ્વાસોચ્છવાસ, ગાયના દૂધ જેવા શ્વેત માંસ અને લોહી પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયો, શરીર, અંગોપાંગ આદિ પણ અનુત્તર હોય છે. અરિહંત જેવી શુભ ઉદયવાળી નામકર્મની પ્રકૃતિ અન્ય કોઈપણ જીવની હોતી નથી. ગોત્રાદિ પણ તેમને ઉચ્ચ જ હોય. છઘWકાળે પણ અરિહંતના શબ્દ, ગંધ, રસ,
Page #60
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૫૯
સ્પર્શાદિ જેવા અનુપમ હોય છે તેવા બીજા કોઈના હોતા નથી. કેવલી પર્યાયમાં પણ અરિહંતના સાયિકજ્ઞાનાદિ ગુણસમુદાય સર્વોત્તમ જ હોય છે.
– પ્રશ્નોત્તર દ્વાર :
દેવ, મનુષ્ય, તિર્યંચને સંખ્યાતીત પ્રશ્નો કે સંશયો હોય છે. ત્યારે અરિહંતની વાણિમાં એવો અતિશય હોય છે કે, એક જ ઉત્તરમાં તેઓના સર્વ સંશયોને છેદી શકે છે. આ દ્ધિ સામાન્ય કેવલિમાં હોતી નથી.
– શ્રોતાઓને પરિણમન :
જે રીતે વરસાદનું પાણી પડે ત્યારે તેના રસ, વર્ણ, ગંધ, સ્પર્શ એકરૂપ જ હોય છે. પણ જે ભાજનવિશેષમાં પડે તેના વર્ણાદિ પ્રમાણે તે પરિણમે છે. જેમ સુગંધી માટીમાં તે પાણી પડે ત્યારે તે સુગંધી રસમય બને છે. ખર ભૂમિમાં પડે ત્યારે વિપરિત પરિણામ પામે છે. એ જ રીતે શ્રોતાઓને પોતાની ભાષામાં જિનવાણી પરિણમે છે. સામાન્યથી અનેક પ્રાણીઓને સ્વભાષામાં પરિણમતી એવી વાણી તેમનું નરક આદિ દુઃખથી રક્ષણ તો કરે જ છે. તે ઉપરાંત જેને જે ઉપયોગ હોય તે અર્થમાં તે ભાષા પરિણમે છે. શ્રોતા પોતાના ભૂખ, તરસ, ઠંડી, ગરમી, થાક, ભય બધું જ ભૂલી જાય છે.
– સંદેશ દાતાને દાન :
અરિહંતના આગમન કે વિહારવાર્તાનો સંદેશો જણાવનારને જે દેવાય તે દાન. આ દાન બે પ્રકારે હોય છે. વૃત્તિદાન અને પ્રીતિદાન, વાર્ષિક વેતનના ધોરણે નિયુક્ત પુરુષ સંદેશો આપે તેને વર્ષે અપાતું વેતન તે વૃત્તિદાન કહેવાય છે નિયુક્ત પુરુષ સિવાય કોઈ અન્ય જ અચાનક આવીને અરિહંતના આગમન આદિનું કથન કરે, તેને પરમહર્ષથી અપાતું જે દાન તે પ્રીતિદાન કહેવાય છે.
નિયુક્ત પુરુષને ચક્રવર્તી સાડાબાર કરોડ સુવર્ણનું, વાસુદેવ સાડાબાર કરોડ રૂપાનું અને માંડલિક રાજા સાડાબાર હજાર રૂધ્યકનું વૃત્તિદાન આપે છે. જ્યારે પ્રાતિદાન અનિયત હોય છે. આવું દાન પોતાની ભક્તિથી વૈભવને અનુરૂપ શ્રેષ્ઠી, ધનપતિ વગેરે પણ આપતા હોય છે.
આવું દાન આપવાથી – જેમ દેવો અરિહંતની ભક્તિ કરે છે. તેની અનુવૃત્તિ થાય છે. તેનાથી પૂજા, અભિનવ શ્રાવકોનું સ્થિરિકર, સાતા વેદનીય કર્મનો બંધ અને તીર્થની પ્રભાવના થાય છે.
– દેવ માલ્ય અને આનયન વિધિ :
અરિહંત જ્યારે પ્રથમ સંપૂર્ણ પરિસિમાં ધર્મકથન કરે છે ત્યારે મધ્યમાં દેવમાલ્ય અર્થાત્ બલિ લાવવામાં આવે છે. રાજા કે અમાત્ય કે નગરજન ખાંડેલા, છડેલા, અર્ધપક્વ ચોખા આઢક પ્રમાણ લાવે છે. આ ચોખા અખંડ, અસ્ફટિત હોય છે. દેવો તેમાં ગંધાદિનો પ્રક્ષેપ કરે છે. આ બલિને દેવો સહિત રાજા વગેરે લઈને આવે છે. ત્યારે વાજિંત્રોના નાદ વડે દશે દિશાઓને ગુંજિત કરે છે. તેઓ પૂર્વ ધારેથી સમવસરણમાં પ્રવેશે છે. તે સમયે અરિહંત પણ દેશનાને વિરામ આપે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
-
0
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
ત્યારપછી રાજા વગેરે સર્વે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી બલિનો થાળ લાવી ભગવંતના ચરણની સમીપે સન્મુખ બલિને ફેંકવામાં આવે છે. તેમાંથી પડ્યા પહેલાં જ અડધા બલિને દેવો ગ્રહણ કરી લે છે. બાકીના અડધાનો અડધો ભાગ તે બલિના સ્વામી રાજા વગેરે લઈ લે છે. બાકી રહેલ ભાગને સામાન્ય જનસમુદાય ગ્રહણ કરે છે. તે ચોખાનો એક દાણો પણ માથા ઉપર પ્રક્ષેપ કરવાથી પૂર્વના સર્વ રોગ ઉપશાંત થાય છે અને નવા રોગ છ માસ સુધી થતા નથી.
અરિહંત પ્રથમ પોરિસિની દેશના પૂરી કરીને પહેલા ગઢના ઉત્તર દ્વારેથી નીકળીને ઇશાન ખૂણામાં રહેલ દેવછંદકમાં યથાસુખ સમાધિમાં રહે છે. બીજી પોરિસિમાં પહેલા કે અન્ય કોઈ ગણધર અર્થની દેશના આપે છે. તેમ કરવાથી ભગવંતને વિશ્રામ મળે છે અને અરિહંતની ઉપસ્થિતિમાં જ શિષ્યના ગુણની ખ્યાતિ થાય છે તેમજ આચાર્યાદિના ક્રમનું ઉપદર્શન થાય છે.
(પ્રથમ સમવસરણમાં સર્વ વિરતિના ઉદયવાળા જીવોની દીક્ષા થતા ગણધરની સ્થાપના બાદ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની અર્થાત્ તીર્થની સ્થાપના થાય છે.)
– ભગવંતનું સ્વરૂપ કે ગુણવર્ણન :
(આ વર્ણન જગચિંતામણી અને નમોત્થણ સૂત્રમાં આવવાનું છે. તો પણ વિસ્તારથી જાણવાની જિજ્ઞાસાવાળાને આવશ્યક ચૂર્ણિ તથા ઉવવાઈ સૂત્ર-૧૦માં આ માહિતી મળી શકશે. અમોએ પણ અમારા “આગમ-કથાનુયોગ ભાગ-૧માં ભગવંત મહાવીરની કથામાં આ વર્ણન અતિ વિસ્તારથી નોધેલ છે. જે ગ્રંથ ગૌરવભયે અહીં લીધેલ નથી.)
-૦- નિર્વાણ કલ્યાણક રૂપ વિશેષતા :
અરિહંત પરમાત્માની વિશેષતાઓના ભાગ સ્વરૂપે કલ્યાણકોનું વર્ણન અત્રે કરી રહ્યા છીએ, તેમાં છેલ્લું કલ્યાણક છે નિર્વાણ અર્થાત્ અરિહંતોનું મોક્ષગમન.
અરિહંત પરમાત્મા જ્યારે નિર્વાણ પામે ત્યારે પૂર્વે અનશનરૂપ કોઈ બાહ્યતપ અવશ્ય હોય છે. મોહનીય આદિ ચાર કર્મો તો કેવળજ્ઞાન પૂર્વે જ સર્વથા ક્ષય પામ્યા હોય છે. નિર્વાણ પૂર્વે વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારે કર્મો પણ સર્વથા ક્ષય પામે છે. આ રીતે અરિહંત પરમાત્મા કાળધર્મ પામે, સંસાર સમુદ્રનો પાર પામે, સર્વદુઃખથી મુક્ત થાય ત્યારે તેઓ (૧) પર્ઘક આસને બિરાજમાન હોય (પદ્માસન સ્થિત હોય) અથવા તો (૨) કાયોત્સર્ગ કરતા ઉભા હોય. આ બે સિવાય ત્રીજી અન્ય કોઈ સ્થિતિમાં રહેલા હોતા નથી.
• શક્રાદિ નિર્વાણ મહોત્સવ કઈ રીતે કરે ?
જે સમયે અરિહંત કાળધર્મ પામે, તેમના જન્મ, જરા, બંધન નષ્ટ થાય, તેઓ સિદ્ધ-બુદ્ધ થાય, સર્વ દુઃખોથી મુક્ત થાય અર્થાત્ નિવાર્ણ પામે ત્યારે શક્રનું સિંહાસન ચલાયમાન થતા, અવધિજ્ઞાનના ઉપયોગ વડે શક્રેન્દ્ર અરિહંતનું નિર્વાણ થયાનું જાણે છે. ત્યારે શક્રેન્દ્ર કહે છે કે અતીત, વર્તમાન અને અનાગત શક્રેન્દ્રનો પરંપરાગત
Page #62
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
શાશ્વત આચાર છે કે તે અરિહંતનો નિર્વાણ મહોત્સવ કરે, તો હું પણ અરિહંતનો નિર્વાણ મહોત્સવ કરવા જઉં. એમ કહીને વંદન-નમસ્કાર કરે છે.
૬૧
ત્યારપછી પોતાના ૮૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયશ્રિંશક દેવો, ચાર લોકપાલો, ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો, આઠ અગ્રમહિષીઓ ઇત્યાદિ સર્વે પરિવાર તથા બીજા પણ અનેકાનેક સૌધર્મકલ્પવાસી દેવ-દેવીઓ વગેરે સર્વ પરિવાર યુક્ત થઈ ઉત્કૃષ્ટ દિવ્ય ગતિથી અરિહંતના દેહ સમીપે આવે છે. ત્યાં આવીને વિષાદયુક્ત મનવાળો, આનંદરહિત, અશ્રુસભર નેત્રવાળો તે અરિહંતના શરીરની ત્રણ પ્રદક્ષિણા આપી, તેની પર્યુપાસના કરતો રહે છે.
તે કાળે તે સમયે ઇશાનેન્દ્રનું આસન પણ ચલિત થાય છે. તે પણ શક્રેન્દ્ર માફક સર્વ પરિવાર સહિત અરિહંતના દેહ સમીપે આવે છે. એ રીતે બધાં ઇન્દ્રો ત્યાં આવે છે. એમ કુલ ચોસઠ ઇન્દ્રો ત્યાં સર્વ પરિવાર સહિત એકઠા થઈને વિધિપૂર્વક પર્યુપાસના કરતા ઉભા રહે છે.
તે સમયે શક્રેન્દ્ર તે અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને કહે છે કે, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી નંદનવન જઈ, સરસ શ્રેષ્ઠ ગોશીર્ષ ચંદનના લાકડાં લાવો. લાવીને અરિહંત પરમાત્મા માટે ચિતા તૈયાર કરાવો, પૂર્વ દિશામાં વર્તુળાકાર એવી ચિતા બનાવે છે. પછી શક્રેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવીને જલ્દીથી ક્ષીરોદક સમુદ્રથી ક્ષીરોક લાવવા કહે છે. તે જળ આવે ત્યારે શક્રેન્દ્ર અરિહંતના શરીરને તેના વડે સ્નાન કરાવી, ગોશીર્ષ ચંદનથી વિલેપન કરી, શ્વેત વસ્ત્ર ઓઢાડે છે અને તે દેહને સર્વ અલંકારોથી વિભૂષિત કરે છે.
ત્યારપછી ઇન્દ્ર ભવનપતિ આદિ દેવોને શિબિકા બનાવવા કહે છે. પછી આનંદ રહિત, દીન મનવાળા અને અશ્રુપૂર્ણ નેત્રવાળો ઇન્દ્ર અરિહંતના શરીરને એક શિબિકામાં પધરાવે છે. શક્રેન્દ્ર આદિ તે શિબિકાને ઉપાડે છે. ચિતા પાસે લાવીને ધીમે ધીમે શરીરને ઉતારીને ચિતામાં સ્થાપન કરે છે. પછી અગ્નિકુમાર દેવોને જલ્દીથી અરિહંતની ચિતામાં અગ્નિ વિકુર્વવા કહે છે. ત્યારે અગ્રિકુમાર દેવો વિષાદયુક્ત ચિતે, આનંદરહિતપણે, અશ્રુપૂર્ણ નયને અરિહંતની ચિતામાં અગ્નિ વિકુર્વી પોતાના મુખ વડે પ્રક્ષેપ કરે છે.
ત્યારપછી ઇન્દ્ર વાયુકુમાર દેવોને અરિહંતની ચિતામાં વાયુકાયની વિકુર્વણા કરવા કહે છે. ત્યારે વાયુકુમાર દેવો પણ ખિન્ન મનથી, આનંદરહિતપણે, અશ્રુભરી આંખે અરિહંતની ચિત્તામાં વાયુ વિકુર્વી અગ્નિ પ્રજ્વલિત કરે છે. માંસ, લોહી આદિને જલાવે છે. પછી ઇન્દ્ર ભવનપતિ આદિ સર્વે દેવોને કહે છે કે તમે જલ્દીથી અરિહંતની ચિતામાં અગરુ, તુરુષ્ક, ઘી, મધુને અનેક કુંભ પ્રમાણ અને ભારપ્રમાણથી સિંચિત્ કરો. તે દેવો તેમ કરે છે.
ત્યારપછી અરિહંત પરમાત્માના શરીરમાં હાડકાં સિવાયની બધી વસ્તુ બળી જાય ત્યારે ઇન્દ્ર મેઘકુમાર દેવોને કહીને જલ્દીથી ક્ષીરોદક વડે અરિહંતની ચિતાને બુઝાવડાવે, શાંત કરી દે છે. પછી શક્રેન્દ્ર અરિહંતની જમણી તરફની ઉપરની દાઢા
Page #63
--------------------------------------------------------------------------
________________
૬૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
લે છે, ઇશાનેન્દ્ર ડાબી બાજુની ઉપરની દાઢા લે છે. અમરેન્દ્ર નીચેની જમણી દાઢા લે છે, બલીન્દ્ર નીચેની ડાબી દાઢા લે છે. શેષ સર્વે પણ યથાયોગ્ય અવશિષ્ટ અંગોપાંગના અસ્થિઓ ગ્રહણ કરે છે. રાજા વગેરે તેમની ભસ્મ ગ્રહણ કરે છે.
ત્યારપછી તે અનેકાનેક ભવનપતિ - યાવત્ - વૈમાનિક દેવો અરિહંતનો પરિનિર્વાણ મહોત્સવ કરે છે. પછી નંદીશ્વર હીપે જાય છે. ત્યાં જઈને શક્રેન્દ્ર, ઇશાનેન્દ્ર, ચમરેન્દ્ર, બલીન્દ્ર આદિ સર્વે ભિન્ન ભિન્ન સ્થાને અષ્ટાડિનકા મહોત્સવ કરે છે. પછી સર્વે પોત-પોતાના વિમાનમાં પાછા ફરે છે. પોત-પોતાની સુધર્માસભામાં માણવક ચૈત્યસ્તંભ પાસે જઈને વજરત્નમય ગોળ ડબ્બાઓમાં અરિહંતોના પૂર્વે પધરાયેલ અસ્થિ સાથે આ અસ્થિ પધરાવે છે. પછી ઉત્તમ અને ઉત્કૃષ્ટ સુગંધિત પદાર્થો અને પુષ્પમાળા વડે તેની પૂજા કરે છે.
અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણકની ઉક્ત વિશેષતા અન્ય કોઈ જ ગણધર, કેવલી, શ્રમણ આદિમાં કદાપિ હોતી નથી. તે જાણીને પદ્મવિજયજી રચિત પંક્તિ યાદ આવે છે કે
જિનજી એ ઠકુરાઈ તુજ કે બીજે નવિ ઘટે રે લોલ.” • અરિહંત પરમાત્માની અન્ય વિશેષતા :
અરિહંતનું સ્વરૂપ જણાવવા તેમના બાર ગુણ, ચોત્રીશ અતિશય, વાણીના ૩૫ ગુણ, અઢાર દોષ રહિતતા અને કલ્યાણક રૂપ વિશેષતાની નોંધ લીધી, તો પણ ઉનાવરથ નિરૂિ આદિમાં કેટલીક ઉલ્લેખનીય વાતો જોવા મળે છે. જે ફક્ત અરિહંતમાં જ હોય છે. જેમકે
૦ બધાં જ અરિહંતો એક દેવદૂષ્ય (વસ્ત્રો સાથે દીક્ષા લે છે. ૦ અરિહંતો અન્ય લિંગ, ગૃહીલિંગ, કુલિંગ થતા નથી. માત્ર જિનસિંગે થાય. ૦ સિદ્ધોના પંદર ભેદમાં અરિહંતને તીર્થકર સિદ્ધ કહે છે.
૦ તેઓના દીક્ષા, નાણ, નિર્વાણ પૂર્વે સામાન્યતયા કોઈને કોઈ અનશન સ્વરૂપનો બાહ્ય તપ હોય છે જેમકે છઠ, અઠ્ઠમ ઇત્યાદિ.
૦ છગ્રસ્થાવસ્થામાં બીજા જીવો કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કરે છે. ૦ પ્રત્યેક અરિહંત સ્વયંબુદ્ધ જ હોય છે. ગર્ભથી જ ત્રણ જ્ઞાન હોય છે. ૦ પ્રત્યેક અરિહંત ને જીવાદિ નવ તત્ત્વની શ્રદ્ધા અને પ્રરૂપણા હોય છે. ૦ પ્રત્યેક અરિહંતને સંયમ સત્તર પ્રકારે હોય છે. ૦ સર્વે અરિહંત ઉદયમાં આવેલ પરીષહોને પરાજિત કરે છે. ૦ તેઓને ભોગપભોગ પણ કર્મક્ષયને માટે થાય છે.
૦ સર્વે અરિહંતને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થાય ત્યારે જઘન્યથી સાડા બાર લાખ અને ઉત્કૃષ્ટથી સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થાય છે. પુષ્પવૃષ્ટિ થાય છે, વસ્ત્રની વર્ષા થાય છે, આકાશમાં દેવદુંદુભિ નાદ અને “અહોદાન-અહોદાન” શબ્દની ઉદ્દઘોષણા થાય છે. પ્રથમ ભિક્ષા દેનાર કેટલાંક તે જ ભવમાં અને કેટલાંક ત્રીજે ભવે મોક્ષે જાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંત
૦ માર્ગોપદેશકર્તા એ અરિહંતનો વિશિષ્ટ ગુણ છે. • અરિહંતને નમસ્કાર કેમ ?
“નમો' અને અરિહંતાણે એ બંને શબ્દોનો અર્થ જાણ્યા પછી, આખું એક પદ “નમો અરિહંતાણં”નો અર્થ તો સરળ જ છે - કે ઉક્ત અર્થ, વિશેષતા, લક્ષણ આદિ ધરાવતા એવા જે “અરિહંત' તેને (મારા) નમસ્કાર થાઓ. પણ પ્રશ્ન એ છે કે અરિહંતને નમસ્કાર શા માટે ? અર્થાત્ અરિહંતની ઉક્ત સર્વ વિશેષતા અમે માનીએ છીએ, સ્વીકારીએ છીએ પણ અરિહંતને નમસ્કાર શા માટે ?
અરિહંત પરમાત્મા મોક્ષમાર્ગના પ્રરૂપક છે, અને ઉદ્દઘાટક પણ છે. આપણી ભરતક્ષેત્રની વર્તમાન ચોવિસીનો જ વિચાર કરો - આ ચોવિસીના પ્રથમ અરિહંત કોણ થયા ? – ઋષભદેવ ભગવાન્ – તે કાળની સ્થિતિ શું હતી ?
ગત ઉત્સર્પિણીના નવ અને આ અવર્પિણીના નવ એ બંને મળીને અઢાર કોડાકોડી સાગરોપમથી અજ્ઞાનરૂપી અંધકાર ફેલાયેલો હતો. મોક્ષમાર્ગ ભરતક્ષેત્રમાંથી બંધ હતો. અહીં સાગરોપમકાળ એટલે શું તે વિચાર્યું છે કદી ? સંખ્યા ગણિત પુર થાય પછી ઉપમા ગણિતમાં પલ્યોપમનો કાળ આવે. આવા કંઈ કેટલાયે પલ્યોપમો પછી સાગરોપમ કાળ આવે (દશ કોડાકોડિ પલ્યોપમે એક સાગરોપમ થાય). એવા અઢાર કોડાકોડિ સાગરોપમ સુધી અહીં કોઈ મોક્ષે ગયું નથી.
તે કાળે જન્મતો મનુષ્ય પલ્યોપમ વર્ષ (અબજોના અબજોના અબજો વર્ષ) સુધી ખાવું-પીવું આદિ ભોગમાં જ આનંદી રહ્યો છે. ત્યાગની વાત તો સ્વપ્ન વિચારી નથી. આવા કપરા સમયે ત્રણ જ્ઞાનથી સંયુક્ત એવા પ્રભુએ ત્યાગનો આનંદ સમજાવી મોક્ષ માર્ગ વહેતો મૂક્યો.
આવા ઉપકારીને નમસ્કાર થાય કે નહીં ? અરિહંત પરમાત્માને અપાયેલી ઉપમાઓનો વિચાર કરીએ
“મહાગોપ મહામાહણ કરીએ, નિર્ધામક સત્યવાહ, ઉપમા એડવી જેહને છાજે, તે જિન નમીયે ઉત્સાહ રે.” સાર્થક ઉપમાઓ – અરિહંત પરમાત્માને આવી સુંદર ઉપમાઓ સાર્થક અપાયેલી છે. તે જ તેમના નમસ્કારનું મહત્ત્વ દર્શાવે છે. જેમ શકસ્તવમાં અરિહંતના વિવિધ વિશેષણોમાં એક વિશેષણ મૂક્યું – “ઘમસાર” - કલ્પસૂત્ર વૃત્તિકાર તેને સમજાવતા દૃષ્ટાંત આપે છે કે
• લઘુ દષ્ટાંત :- મેઘકુમારે ઉત્કૃષ્ટ ભાવથી દીક્ષા અંગીકાર કરી છે. પહેલી જ રાત્રિ છે, સંથારામાં સુતેલા છે. સાધુ ભગવંતોના આવાગમનથી તેમના પગની રજ સંથારામાં પડે છે. મેઘકુમાર વિચારે છે કે ક્યાં મારું રાજ સુખ અને ક્યાં આ સ્થિતિ ? હું સવારે ભગવંત પાસે જઈ ઘેર જવાની રજા માંગીશ, પણ ધર્મસારથી (ધર્મરૂપી રથના સારથી સમાન) અરિહંત મહાવીરે કહ્યું, હે મેઘ ! તમે દુર્ગાન કર્યું (ખોટું વિચાર્યું છે. તમે પૂર્વભવે હાથી હતા અને વનમાં દાવાનળ ઉત્પન્ન થયો, ત્યારે તમે બનાવેલા મંડલમાં બધાં પ્રાણી આવીને રહ્યા. તે અવસરે કેવળ એક સસલા
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
પરત્વેની કરુણાથી તેનો જીવ બચાવવા અઢી દિવસ એક પગ ઊંચો રાખેલો. જો તમે હાથીના ભવે આવું કષ્ટ સહન કર્યું, તો આ તો સાધુ મહાત્માના ચરણની જ છે. તમે પણ શ્રમણ બન્યા છો.
આ રીતે ધર્મસારથી એવા અરિહંતે ભવરોગના નિવારણ માટે પરીષહ રૂપી ઔષધ આપ્યું. માટે અરિહંતને “નમો' કહ્યું છે. કેમકે ભવ્ય જીવો મોક્ષને લાયક ખરા. પણ જીવોને મોક્ષ માર્ગ બતાવે કોણ ? - અરિહંત - માટે નમવું.
જગચિંતામણિ સૂત્રમાં પણ અરિહંતને અપાયેલા એકેક વિશેષણ વિચારો – જેમકે નચિંતામણિ સઘળા વાંછિતને પૂરનારા, નાહિં જગન્ના નાથ – જેને નાથ બનાવ્યા પછી કદાપી વૈધવ્ય ન આવે ઇત્યાદિ (જગચિંતામણિ૦ - સૂત્રના વિવેચનમાં આવવાનું જ છે.) આવા પરમઉપકારીપણાને કારણે તેઓ નમસ્કરણીય છે.
અરિહંતની ગુણવાચિતા પણ તેને નમવાનું કારણ છે. અરિહંત એ કોઈ વ્યક્તિવાચી પદ નથી. તેમાં ઋષભને કે મહાવીરને વ્યક્તિગત નમસ્કાર નથી, પણ અઢાર દોષ રહિતતા આદિ વિવિધ ગુણોને આશ્રિને મૂકાયેલ ગુણવાચી પદ છે. અહીં ગુણને આશ્રિને તેમને નમસ્કાર થાય છે. વ્યક્તિને આશ્રિને નહીં. સર્વકાળના, સર્વક્ષેત્રના, સર્વદશાના તથા અતીત, વર્તમાન કે અનાગત એ સર્વે અરિહંતોને નમસ્કાર સૂચવે છે.
અરિહંતો માર્ગના દાતા છે તેથી તેઓ નમસ્કરણીય છે. તેમ નવરચે નિરૂિ ૯૦૩માં કહ્યું. સમ્યગૂ દર્શનાદિ લક્ષણ માર્ગ, જેણે પ્રદર્શિત કર્યો તેનાથી જ મુક્તિ થવાની છે. તેથી પરંપરાએ મૂક્તિના હેતુરૂપ હોવાથી અરિહંતો પૂજ્ય છે. માટે તેમને “નમો' તેમ કહ્યું, સાવનસ્જિ માં જ આગળ જણાવે છે કે અરિહંત ભવરૂપી અટવીમાં (જંગલમાં) માર્ગ દેખાડનારા છે. તેમના નિપુણ માર્ગજ્ઞ ઉપદેશ થકી મોક્ષરૂપ ઇષ્ટ નગરે પહોંચી શકાય છે. માટે તેને નમસ્કાર કરવો જોઈએ. વળી તેઓ સંસારૂપ સમુદ્રમાંથી પાર ઉતારનારા નિર્ધામક રૂપ છે, છકાય - જીવના રક્ષણ કર્તા એવા મહાગોપ સમાન છે. તેથી તેમને પરમ ઉપકારી માન્યા છે.
આ અરિહંતને કરેલો નમસ્કાર હજારો ભવોના ભ્રમણથી જીવોને મુક્ત કરાવે છે. તેઓને ભાવથી કરાયેલ નમસ્કાર બોધિલાભને આપનારો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધનવાનોને આ નમસ્કાર ભવક્ષય કરાવનારો છે. આ રીતે માર્થ એવા અતુ નમસ્કારને વર્ણવ્યો આ અરિહંત નમસ્કાર સર્વ પાપનો નાશક છે. સર્વે મંગલોમાં પ્રથમ મંગલરૂપ છે. તેમ આવશ્યક નિર્યુક્તિ ૯૨૬માં કહેલું છે.
- સારાંશ - છેલ્લે શ્રી હેમચંદ્રાચાર્યની પંક્તિને યાદ કરીએ તો
સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે જગન્ના લોકોને પવિત્ર કરતા અરિહંતની અમે સમ્યક્ ઉપાસના કરીએ છીએ.
૦ અરિહંતને પ્રથમ નમસ્કાર કેમ ?
“નમો અરિહંતાણં” તો સમજ્યા. અરિહંતને નમવાનું પણ કબુલ પણ પહેલો નમસ્કાર અરિહંતને જ કેમ ?
જેમ ગુફામાં હજાર મનુષ્યો છે. ઘોર અંધકાર છવાયેલો છે. તેમાં એક જ
Page #66
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-અરિહંત
૬૫
વ્યક્તિ પાસે દીવાસળી છે તે એક મીણબતી સળગાવે. પછી તેની મીણબતી વડે બીજી પાંચ-પચાશ મીણબતી સળગાવી, ત્યારે મીણબતી તો બધી સરખી. કોઈનાયે પ્રકાશમાં ફરક નથી છતાં બધાંનો તારણહાર કોણ ? – જેણે પ્રથમ મીણબતી સળગાવી તે
તેમ અહીં પણ સિદ્ધ ભગવંતાદિ મીણબતી સદશ પ્રકાશ આપનારા ખરા. પરંતુ સર્વ પ્રથમ પથપ્રદર્શક કોણ ? – તો કહો કે – રિહંત - તેઓ સ્વતંત્રપણે બોધ પામ્યા - કલ્યાણ કર્યું, કેવળજ્ઞાનરૂપી ફળ મેળવ્યું. પછી ઉપદેશ આપ્યો. તેના પ્રભાવે બીજા બધાં સ્વ-પરના ઉપદેશક થયા.
પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને કરવાનું કારણ એ છે કે આ વિશ્વ પર તેમનો ઉપકાર સહુથી મોટો અને સહુથી નજીકનો છે. તેમના ધર્મપ્રવર્તન દ્વારા જ ધર્મમાર્ગની અને ધર્મમાર્ગમાં લઈ જનારી નમસ્કારની પ્રવૃત્તિ સંભવે છે. સિદ્ધની ઉત્પત્તિ પણ અરિહંતપણાથી છે. સિદ્ધિગતિનો માર્ગ દર્શાવનાર પણ અરિહંત જ છે અને સિદ્ધોના અસ્તિત્વને ઓળખાવનારા પણ અરિહંત જ છે.
આ વાતને સિદ્ધચક્ર યંત્રમાં સારી રીતે પ્રદર્શિત કરી છે. તેમાં કેન્દ્રમાં અરિહંત છે. ચારે દિશામાં સિદ્ધ - આચાર્ય - ઉપાધ્યાય અને સાધુ છે. તેથી બાકીના ચારેની કોઈ ધરી હોય તો તે છે -- રિહંત - અરિહંત પ્રરૂપિત માર્ગે જ કર્મનો ક્ષય કરી જીવ સિદ્ધ થાય છે. અરિહંતના માર્ગના સમ્યક્ પ્રરૂપક જ આચાર્ય કહેવાય છે. અરિહતે માન્ય કરેલા સૂત્રો (શાસ્ત્રો) ભણનાર-ભણાવનાર જ ઉપાધ્યાય કહેવાય છે. તેમણે બતાવેલા માર્ગે સાધના કરનાર જ સાધુ થાય છે. માટે સર્વ પ્રથમ નમસ્કાર રિહંત ને કરાય છે.
• અરિહંતના પર્યાય નામો :
અરિહંતને જે અરહંત કે અરહંત રૂપે ઓળખાવ્યા, તે તો માત્ર વર્ણ ફેરફારથી અર્થ પરિવર્તન જણાવ્યું. પણ અરિહંતને જિન, જિનવર, જિનેશ્વર, તીર્થકર, ભગવંત, દેવાધિદેવ, અર્ણનું, પ્રભુ પરમેશ્વર, પરમાત્મા, વીતરાગ, પારગત, સર્વજ્ઞ-સર્વદર્શી ઇત્યાદિ અનેક પર્યાય નામો છે અને જો નચિંતામળિ૦ અને નમુત્યુi૦ સૂત્રના વિશેષણોને ગણો તો બીજા પણ અનેક પર્યાયવાચી નામો અરિહંતના સંભવી શકે છે. જેવા કે જગનાથ, સ્વયંબુદ્ધ ઇત્યાદિ.
• અરિહંતમાં અરિહંતથી સાધુપણું કઈ રીતે ?
શ્રી સિંહતિલકસૂરિ વિરચિત “પંચ પરમેષ્ઠી સ્વરૂપ સંદર્ભમાં બીજા લોકમાં જણાવે છે કે, અરિહંતો અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ સ્વરૂપ છે. કેમકે તેમનામાં પૂજ્યતા હોવાથી તે અરિહંત છે. ઉપચારથી દ્રવ્યસિદ્ધત્વ હોવાથી તેઓ સિદ્ધ છે. ઉપદેશકર્તા હોવાથી તેઓ આચાર્ય છે, પાઠકતા હોવાથી તેઓ ઉપાધ્યાય છે અને નિર્વિષયચિત્ત હોવાથી તેઓ સાધુરૂપ છે.
• સિદ્ધ :
અહીં બીજા પદમાં “નમો” સાથે “સિદ્ધાણં જોડાયેલ છે. સિદ્ધાણંને સંસ્કૃતમાં [1] 5]
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
સિગ્ય: કહે છે. તેમાં સિદ્ધ શબ્દમાં રસ અને દ્ધ શબ્દ છુટા પાડી સિ એટલે બંધાવું
દ્ધ-ધમી નાંખવું. તેનો રિત-તિ એવો વિસ્તાર થાય છે. જેનો અર્થ છે - બાંધેલા આઠ કર્મો જેમણે બાળી નાખ્યા. ધમી નાખ્યા છે તે સિદ્ધ કહેવાય છે.
સિદ્ધ એટલે નિપુણ પોતાનું કાર્ય યોગ્ય રીતે પુરું કરનાર. અહીં કાર્યનો અર્થ મોક્ષપ્રાપ્તિ છે. મોક્ષને પ્રાપ્ત કરવાનું કાર્ય જેણે પૂરું કર્યું છે તે સિદ્ધ કહેવાય છે. સાવશ્ય નિર્યુજિ-૯૮૮માં જણાવે છે કે સર્વ દુઃખોને સર્વથા તરી ગયેલા, જન્મ, જર, મરણ અને કર્મના બંધનથી મુક્ત થયેલા તથા કોઈપણ પ્રકારના વ્યાઘાતથી રહિત એવા શાશ્વત સુખનો અનુભવ કરનારને સિદ્ધ કહેવાય છે.
ભગવતીજી વૃત્તિ અને આવશ્યક નિર્યુક્તિમાં સિદ્ધના અર્થ જણાવતા આ પ્રમાણે કહે છે–
લિ (સિત) જેણે આઠ પ્રકારે બાંધેલા કર્મરૂપી ઇંધણને (Hi) જાજ્વલ્યમાન શુક્લ ધ્યાનરૂપી અગ્નિ વડે બાળી નાંખ્યા છે, તેને નિરક્ત વિધિથી સિદ્ધ કહેવાય છે.
સિદ્ધ (વધુ તિ) એ વચનથી નિવૃત્તિપુરી અર્થાત્ મોક્ષમાં ગયા પછી જેને ફરી પાછા આવવાપણું - જન્મ લેવાપણું નથી તે સિદ્ધ.
અથવા ( સંસાધ્વી) વચનથી જેઓના કાર્યો સિદ્ધ થયા છે - નિષ્પન્ન થયા છે કે જેઓએ પોતાનો અર્થ (મોક્ષરૂપ કાર્ય) નિષ્ઠિત કર્યો છે તે, જેમ ચોખા પાકી જાય પછી ફરીથી પકાવવાના હોતા નથી તેમ જીવને કાર્ય નિષ્પન્ન થયા પછી ફરી કરવાનું હોતું નથી.
અથવા જેઓ શાસિત થઈને માંગલ્યરૂપતાને સદા અનુભવે છે તે સિદ્ધ.
અથવા સિદ્ધ એટલે નિત્ય કેમકે અપર્યવસાન સ્થિતિ (સાદિ અનંત સ્થિતિ) તેઓ પામેલ છે.
• સિદ્ધ તો અનેક છે. અહીં કયા સિદ્ધ ગ્રહણ કરવા ?
આવશ્યક સૂત્ર વૃત્તિકાર જણાવે છે કે – સામાન્યથી સિદ્ધ શબ્દોનો અર્થ ઉપર કહ્યો તે જ છે. પણ અર્થથી ચૌદ પ્રકારે સિદ્ધ શબ્દ વર્ણવાય છે. જેમકે–
૧. નામસિદ્ધ - જેનું સિદ્ધ એવું નામ રાખવામાં આવેલ હોય તે. ૨. સ્થાપના સિદ્ધ - કોઈ પદાર્થ કે આકૃતિની સિદ્ધરૂપે સ્થાપના કરાય. ૩. દ્રવ્યસિદ્ધ - જે હવે પછી સિદ્ધ થવાના છે તે. ૪. કર્મસિદ્ધ - કર્મમાં સિદ્ધ અર્થાત્ સર્વકર્મ કુશળ. ૫. શિલ્પસિદ્ધ - સર્વ શિલ્પમાં કુશળ અથવા તેમાં સુપરિનિષ્ઠિત.
૬. વિદ્યાસિદ્ધ - જે મંત્રની દેવતા સ્ત્રી (દેવી) હોય તેને વિદ્યા કહે છે. ચક્રવર્તીએ સર્વ વિદ્યાનો અધિપતિ હોવાથી તે વિદ્યાસિદ્ધ કહેવાય છે, જેને એક પણ વિદ્યા સિદ્ધ કરી હોય તે પણ વિદ્યાસિદ્ધ કહેવાય
૭. મંત્રસિદ્ધ - જે મંત્રનો દેવતા પુરુષ હોય તેને મંત્ર કહેવાય. જેને સર્વ મંત્ર સ્વાધીન છે, તે મંત્ર સિદ્ધ કહેવાય. એક પણ મંત્ર સિદ્ધ કર્યો હોય તો પણ મંત્ર સિદ્ધ
Page #68
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સિદ્ધના ભેદો
૬૭ કહેવાય જેમકે - કોઈ એક નગરમાં સુંદર-સોહામણો એવો રાજા હતો. તેણે વિષયલોલુપતાથી કોઈ એક સાધ્વીને પકડી લીધા. પોતાના મહેલમાં લઈ ગયો. સકલશ્રી સંઘ એકઠો થયો, સાધ્વીજીને મૂક્ત કરાવવાની વિચારણા ચાલી. ત્યારે તેમાં કોઈ મંત્રસિદ્ધ હતા. તેણે કહ્યું કે સંઘની આજ્ઞા હોય તો હું મંત્રબળથી છોડાવી દઉં. તેણે રાજાના મહેલના આંગણે રહેલા સ્તંભને અભિમંત્રિત કર્યો. તે સ્તંભ ખટુ ખટું કરતો આકાશમાં ઉડ્યો તેને કારણે મહેલના બીજા સ્તંભો પણ હચમચી ગયા. રાજા તે જોઈને ઘણો જ ભયભીત થઈ ગયો. તુરંત સાધ્વીજીને મુક્ત કરી, સંઘની ક્ષમા માંગી, મંત્રસિદ્ધ આવા પ્રકારના હોય છે.
૮. જોગસિદ્ધ - પરમ આશ્ચર્ય ફળયુક્ત કે પરમ અદ્ભુત કાર્ય જેને સિદ્ધ થયેલ તેવા અતિશયધારીને જોગસિદ્ધ કહે છે.
૯. આગમસિદ્ધ - સર્વ અંગમાં પારંગત અર્થાત્ દ્વાદશાંગના જ્ઞાતા. ૧૦. અર્થસિદ્ધ - મમ્મણશેઠની જેમ અર્થને સિદ્ધ કરનાર,
૧૧. યાત્રાસિદ્ધ - સ્થળ, જળ આદિ માર્ગોમાં જે સંદેવ અવિસંવાદિતપણે યાત્રા કરતો હોય છે, જેણે બાર વખત સમુદ્ર યાત્રા કરી તે યાત્રાસિદ્ધ.
૧૨. અભિપ્રાય સિદ્ધ - અહીં અભિપ્રાયનો અર્થ બુદ્ધિ કરેલ છે. તેથી તેને બુદ્ધિસિદ્ધ પણ કહી શકાય. જેને બુદ્ધિ વિપુલ, વિમલ અને સૂક્ષ્મ હોય તે બુદ્ધિ સિદ્ધ. તેના ચાર ભેદ છે (૧) ઔત્પાતિકી (૨) વૈનયિક (3) કાર્મિક અને (૪) પારીણામિક. આ ચાર બુદ્ધિસિદ્ધોના અનેક દૃષ્ટાંત નંદી સૂત્ર, આવશ્યક વૃત્તિ ઇત્યાદિમાં આવે છે.
૧૩. તપસિદ્ધ – જેઓ બાહા અત્યંતર તપને આદરતા, શ્રમ કે ખેદને અનુભવતા નથી તેને તપસિદ્ધ કહેવાય છે. જેમ કે દઢપ્રહારી.
એક બ્રાહ્મણ ઘણો દુર્દાન્ત અને અવિનયી હતો. કાળક્રમે તે ચોર સેનાપતિ થયો. એક જ પ્રહારથી ગમે તેને ઢાળી દેવા સમર્થ હોવાથી તેને દૃઢપ્રહારી નામે ઓળખવા લાગ્યા. તે કોઈ ગામમાં ગયો. ત્યાં મહાસંગ્રામ થયો. તેવામાં એક નિર્દોષ બ્રાહ્મણ વચ્ચે આવ્યો. નિર્દયતાથી તેનું મસ્તક છેદી નાંખ્યું. ત્યારે બ્રાહ્મણ પત્ની આવીને બોલી, હે નિષ્ફર ! આ તે શું કર્યું ? તેણીને પણ મારી નાંખી, તે વખતે તે સ્ત્રીનો ગર્ભ પણ બે ટુકડા થઈને પડ્યો. તે બધું જોઈને તેને નિર્વેદ થયો. સાધુને જોઈને આ પાપથી બચવાનો ઉપાય પૂછ્યો. પછી ચારિત્ર ગ્રહણ કર્યું
પોતાના કર્મોને સમૂળગા ખતમ કરવા માટે ઘોરાતિઘોર અભિગ્રહ ગ્રહણ કરીને ત્યાં જ વિચારવા લાગ્યા. ત્યાંના લોકો તેનો તિરસ્કાર કરતા મારતા તો પણ બધું સમ્યક્ પ્રકારે સહન કર્યું. ઘોર કાયકલેશ તપ થયો. ભોજન ન મળતું. તે અનશન તપ થતો, તે પણ સારી રીતે કર્યો. એ રીતે કર્મો ખપતા તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું - આ તપસિદ્ધ.
૧૪. કર્મક્ષયસિદ્ધ – દીર્ધકાળની સ્થિતિવાળા જે બાંધેલા આઠ પ્રકારના કર્મ, તે બાંધેલા કર્મને જે ભવ્ય જીવ ધ્યાનરૂપી અગ્નિ વડે બાળી નાંખે છે. એવા સિદ્ધને
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સિદ્ધપણું ઉત્પન્ન થાય તેને કર્મક્ષય સિદ્ધ કહેવાય છે.
આ ચૌદ પ્રકારના સિદ્ધોમાં આપણે અહીં “નમો સિદ્ધાણં' પદની વ્યાખ્યામાં માત્ર “કર્મક્ષયસિદ્ધ"ને જ ગ્રહણ કરવાના છે. બાકીના સિદ્ધો જેવા કે કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ ઇત્યાદિ સિદ્ધ ગ્રહણ થતા નથી.
• સિદ્ધ - (સુદેવ એવા કર્મક્ષયસિદ્ધ)ની વિશેષ ઓળખ :આવશ્યક નિર્યુક્તિ તથા વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવે છે તે પ્રમાણે –
કોઈપણ જીવ સિદ્ધ થાય ત્યારે આઠે કર્મોનો ક્ષય થયો હોય છે. જેમાં ચાર પ્રકારે છાઘસ્થિક કર્મ છે અને ચાર પ્રકારે ભવોપગ્રાહી કર્મ છે. છાઘસ્થિક કર્મોનો ક્ષય છતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થતા જીવ સિદ્ધ થાય છે. અહીં વિશેષાવશ્યક ભાષ્યકાર પ્રશ્ન કરે છે કે – જીવોના ભવોપગ્રાહી એવા ચાર કર્મો – વેદનીય, આયુ, નામ અને ગોત્ર. આ ચારેનો ક્ષય એક સાથે થાય છે કે ક્રમશઃ ક્ષય થાય છે ?
કોઈપણ જીવ સિદ્ધ થાય ત્યારે વેદનીય આદિ ચારેનો એક સાથે જ ક્ષય કરે છે. અલગ-અલગ સમયે ક્ષય કરતો નથી.
જે જીવના વેદનીય આદિ ચારે કર્મો સ્વાભાવિક સમાન સ્થિતિવાળા હોય તે જીવ સમુઘાત કર્યા સિવાય જ એકી સાથે ચારે કર્મ ક્ષય કરીને સિદ્ધ થાય છે. જો તે કર્મો સ્વાભાવિક સમાન સ્થિતિવાળા ન હોય તો સમુદૂઘાત કરીને તેને સમાન સ્થિતિવાળા બનાવી, પછી ક્ષય કરે છે. અહીં શાસ્ત્રોક્ત નિયમ એવો છે કે જો ચારે કર્મોની સ્થિતિ સમાન ન હોય તો હંમેશાં આયુષ્યકર્મની સ્થિતિ ઓછી અને બાકીના ત્રણ કર્મની સ્થિતિ જ વધારે હોય. કદાપી આયુષ્યની સ્થિતિ વધુ અને વેદનીય આદિની ઓછી હોય તેમ બનતું નથી.
જીવ કેવલી સમુઘાત થકી આયુષ્ય સિવાયના ત્રણે કર્મોનું અપવર્તનાકરણ કરે છે. અપવર્તનાકરણ દ્વારા બાકીના ત્રણે કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મ જેટલી સમાન બનાવે છે. જ્યારે આયુષ્યકર્મનો કાળ અન્તર્મુહૂર્ત રહે ત્યારે જીવ કેવલી સમુઘાત કરે છે. પછી શૈલેશી અવસ્થાને પામે છે અને પછી મોક્ષગમન થાય છે.
સમુદ્યાત એટલે આયુ કરતા અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મનો સખ્યકુ પ્રકારે અત્યંત ઘાત કરવો તે. સમુદઘાત કરવા માટે –
પહેલા સમયે ઉર્ધ્વ અધો, દીધે, લોકાંતગામી આત્મપ્રદેશનો દંડ પોતાના દેહ પ્રમાણ પહોળો તે કેવલી કરે.
બીજા સમયે પૂર્વ-પશ્ચિમ ફેલાવીને કપાટ કરે.
ત્રીજા સમયે દક્ષિણ-ઉત્તર દિશામાં ફેલાવીને મંથન કરે. એ પ્રમાણે કંઈક ન્યૂન લોક પૂરાય છે.
ચોથા સમયે જીવ અને પુદ્ગલનું સમશ્રેણી ગમન હોવાથી જે આંતરા પૂર્યા વિનાના રહ્યા તેને પૂર્ણ કરે.
પાંચથી આઠમા સમયમાં પ્રતિલોમપણે સંકરણ કરે અર્થાત્ ઉપરોક્ત ક્રિયા
Page #70
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સિદ્ધની ઓળખ
ઉલટા ક્રમે કરે - પછી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે.
એ રીતે સમુઘાત કર્યા પછી કેવળી અંતમુહૂર્ત સંસારમાં રહે, પછી મન, વચન, કાયાના યોગનો નિરોધ કરે. પછી શૈલેશી ભાવને પામે. અહીં શૈલેશનો અર્થ મેરુ થાય છે. મેરુ માફક જે અવસ્થામાં સ્થિરતા હોય, તે શૈલેશી અવસ્થા. તે માત્ર પાંચ હસ્તાક્ષર કાળ જેટલી રહે ત્યારપછી જીવ સિદ્ધ થાય.
આ રીતે કર્મક્ષય સિદ્ધને જ “નમો સિદ્ધાણં'ના સિદ્ધનો અર્થ જાણવો. - અંતઃકૃત્ કેવલી એવા કેટલાંક વિશિષ્ટ કોટિના જીવો આઠે કર્મોનો ક્ષય પણ એક સાથે કરીને સિદ્ધ થાય છે. જેમકે
લઘુ દષ્ટાંત :- ગજસુકુમાલે અત્ અરિષ્ટનેમિ પાસે દીક્ષા ગ્રહણ કરી, તેઓ અણગાર બની ગયા. દીક્ષાના દિવસે ચોથા પ્રહરે અહંતુ અરિષ્ટનેમિ પાસેથી વિધિપૂર્વક આજ્ઞા પ્રાપ્ત કરી મહાકાલ શ્મશાનમાં એકરાત્રિની મહપ્રતિમા ધારણ કરીને રહ્યા. કાયાને કંઈક નમાવીને, ભુજાઓને લાંબી લટકાવીને અને બંને પગ સંકોચીને અપલક નેત્રે શુષ્ક પુદ્ગલ પર દૃષ્ટિ કેન્દ્રિત કરીને ધ્યાનમગ્ન થઈ ગયા છે.
તે સમયે સોમિલ બ્રાહ્મણે ત્યાંથી પસાર થતી વખતે ગજસુકુમાલને જોયા. તેના હૃદયમાં વૈરભાવના જાગૃત થઈ. પ્રચંડ રોષ અને વેષથી મુનિને મરણાંત કષ્ટ આપવાનું વિચારીને ભીની માટી લીધી. ગજસુકુમાલ મુનિના મસ્તક પર માટીની પાળ બાંધી સળગતી ચિત્તામાંથી બૈરના લાકડાના અંગારા લીધા. ગજસુકુમાલ મુનિના મસ્તકમાં ભરી દીધા. ત્યારે ગજસુકુમાલ મુનિને અત્યંત દારુણ અને દુઃસહ્ય વેદના ઉત્પન્ન થઈ
તે વેદનાને સમભાવે સહન કરતા શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને તાવરણીય કર્મનો ક્ષય થવાથી તેઓ ત્યારે જ કેવલી બન્યા અને તુરંત સિદ્ધ થયા - યાવત્ - સર્વ દુઃખથી મુક્ત થયા.
આ રીતે અંતઃકૃતકેવલી જીવો આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય ૦ સિદ્ધનું સ્વરૂપ :શ્રી પદ્યવિજયજીએ સિદ્ધની ઓળખ આપતા સ્તવનમાં કહ્યું છે, “અજ અવિનાશી અકળ અજરામર, કેવળ દંશણ નારીજી; અવ્યાબાધ અનંતુ વિરજ, સિદ્ધ પ્રણમો ભવિ પ્રાણી...”
જ્યારે રત્નશેખર સૂરિજી સિદ્ધ પરમાત્માની ઓળખ આપીને શ્રીપાલ ચરિત્રમાં જણાવે છે કે, “જેઓ પંદર ભેદથી પ્રસિદ્ધ છે, કર્મના ગાઢ બંધનથી મુક્ત થયેલા છે, અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય એવા અનંત ચતુષ્ટયના ધારક છે, તેવા સિદ્ધ ભગવંતોનું તન્મય ચિત્તથી ધ્યાન ધરવું જોઈએ.
ચઉસરણ પયન્નાની ગાથા ૨૪ થી ૨માં પણ સ્વરૂપ દર્શાવે છે–
- આઠ કર્મના ક્ષયથી સિદ્ધ થયેલા, સ્વાભાવિક જ્ઞાન-દર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિ સિદ્ધ થઈ છે જેમને તેવા, સિદ્ધ..
– ત્રણ ભુવનના મસ્તકે રહેલા, પરમપદ-મોક્ષને પામેલા, અચિંત્ય બળવાળા,
Page #71
--------------------------------------------------------------------------
________________
૭૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ મંગળકારી સિદ્ધિપદે રહેલા, અનંત સુખે કરી યુક્ત, તે સિદ્ધ..
– રાગદ્વેષ રૂ૫ શત્રુને મૂળમાંથી ઉખેડી નાખનાર, અમૂઢ લક્ષ્યવાળા, સયોગી કેવળીઓને પ્રત્યક્ષ જણાતા, સ્વાભાવિક સુખનો અનુભવ કરનાર, ઉત્કૃષ્ટ પદે (મોક્ષ) પહોંચેલા, તે સિદ્ધ..
– રાગાદિક શત્રુઓનો તિરસ્કાર કરનાર, સમગ્ર ધ્યાનરૂપી અગ્નિ વડે ભવબીજ (ક)ને બાળી નાંખનાર, યોગીશ્વરોને આશ્રય કરવા યોગ્ય અને સર્વ પ્રાણીઓને સ્મરણ કરવા યોગ્ય, તે સિદ્ધ...
– પરમ આનંદને પામેલા, ગુણોના સારભૂત, ભવરૂપી કંદનો સર્વથા નાશ કરનાર, કેવળજ્ઞાનના પ્રકાશ વડે સૂર્ય અને ચંદ્રને ઝાંખા કરનાર વળી રાગદ્વેષાદિ કંકોનો નાશ કરનાર, તે સિદ્ધ...
- પરમ બ્રહ્મને પામેલા, મોક્ષરૂપ દુર્લભ લાભ મેળવનાર, અનેક પ્રકારના સમારંભથી મૂકાએલા, ત્રણ ભુવનરૂપી ઘરને ધારણ કરવામાં તંભ સમાન, આરંભરહિત એવા, તે સિદ્ધ (મને શરણ થાઓ).
સિદ્ધના પંદર ભેદ :
સિદ્ધના દશ (ચૌદ) ભેદોમાં કર્મક્ષયસિદ્ધને સિદ્ધ સ્વરૂપે સ્વીકાર્યા તે સાચું પણ આવી સિદ્ધતા પ્રાપ્ત કરવા માટે પંદર પ્રકારોનો ઉલ્લેખ જોવા મળે છે. તેથી જ “પુનરામે સિદ્ધ” એમ કહેવાયું છે તે આ પ્રમાણે
(પ્રજ્ઞાપના સૂત્ર-૧૬ + તેની વૃત્તિ જીવાજીવાભિગમ સૂત્ર-૭ની વૃત્તિ અને લલિતવિસ્તરા મુજબ)
૧. તીર્થ સિદ્ધ :- અરિહંત પરમાત્મા દ્વારા તીર્થની સ્થાપના - ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પછી જ્યાં સુધી તીર્થ રહે ત્યાં સુધીમાં જે કોઈ જીવ સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય.
૨. અતીર્થ સિદ્ધ :- તીર્થનો અભાવ તે અતીર્થ તીર્થનો અભાવ બે પ્રકારે છે - (૧) તીર્થ ઉત્પન્ન ન થયું હોય તે અને (૨) તીર્થનો વિચ્છેદ થયો હોય તે. આ બંને સ્થિતિમાં જે સિદ્ધ થાય તેને અતીર્થ સિદ્ધ કહેવાય.
તીર્થ ઉત્પન્ન થયા પહેલાના સિદ્ધમાં મરૂદેવી માતાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. કેમકે ભગવંત ઋષભદેવને કેવળજ્ઞાન થયું. હજી તીર્થ, ચતુર્વિધ સંઘ કે ગણધરની સ્થાપના થઈ નથી. ભરત ચક્રવર્તી મરૂદેવી માતાને લઈને ભગવંતની ઋદ્ધિનું દર્શન કરાવવા લાવ્યા છે. ત્યાં જ મરૂદેવી માતાને હાથીની અંબાડી ઉપર કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે. તીર્થની સ્થાપના તો તે પછી થઈ માટે તેમને અતીર્થસિદ્ધ કહ્યા.
તીર્થનો વિચ્છેદ થયો હોય તેવો અંતર્ કાળ - નવમા અને દશમાં તીર્થકરના મધ્યના કાળમાં સાધુઓનો અભાવ થયો, તીર્થ વિચ્છેદ પામ્યું. તે વખતે જેઓ જાતિસ્મરણાદિ જ્ઞાન વડે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધ થયા તે પણ અતીર્થસિદ્ધ કહેવાય.
૩. તીર્થકર સિદ્ધ :- જેઓ પોતે જ તીર્થકર છે અને પછી સિદ્ધિને પામે છે
Page #72
--------------------------------------------------------------------------
________________
૭૧
નવકાર મંત્ર-સિદ્ધના પંદર ભેદ તેમને તીર્થંકર સિદ્ધ કહેવાય છે. જેમકે ઋષભદેવ આદિ.
૪. અતીર્થકર સિદ્ધ :- તીર્થકર સિવાયના જે સામાન્ય કેવળી છે, તે સિદ્ધિ પામે, તેને અતીર્થકર સિદ્ધ કહેવાય. જેમકે ગૌતમ, પુંડરીક આદિ સર્વે કેવલી.
૫. સ્વયંબુદ્ધ સિદ્ધ :- જે સ્વયં બોધ પામીને સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધને ઓળખાવવા માટે અથવા પ્રત્યેકબુદ્ધથી તફાવત દર્શાવવા તેની ઓળખ ચાર પ્રકારે આપે છે – (૧) બોધિ, (૨) ઉપધિ, (૩) શ્રત અને (૪) લિંગ.
સ્વયંબુદ્ધો કોઈપણ બાહ્ય નિમિત્ત વિના જ બોધ પામી (બોધિ પ્રાપ્ત કરી) દીક્ષા લે છે. તેઓ જાતિસ્મરણાદિ જ્ઞાન કે કોઈ નિમિત્તથી બોધ પામતા નથી. સ્વયંબુદ્ધ બે પ્રકારના હોય છે. (૧) તીર્થકર (૨) તીર્થકર સિવાયના - જેવા કે સમરાદિત્ય આદિ. અહીં સ્વયંબુદ્ધ સિદ્ધમાં તીર્થકર સિવાયના જીવો જાણવા.
સ્વયંબુદ્ધને બાર પ્રકારની ઉપધિ હોય છે – પાત્ર, ઝોળી, પડલા, રજસ્ત્રાણ, પાત્રકેસરિકા, ગુચ્છા, પાત્રસ્થાપન, રજોહરણ, મુહપતિ, ત્રણ વસ્ત્ર જેમાં બે સુતરાઉ અને એક ગરમ (જેને હાલ કામળી કહે છે.)
સ્વયંબુદ્ધો પૂર્વભવે આગમ ભણેલા હોય અથવા ન પણ ભણ્યા હોય.
લિંગ અર્થાત્ સાધુવેશનો સ્વીકાર જાતે પણ કરે, સાધુવેશ દેવતા આપે અથવા ગુરુ સમીપે જઈને પણ કરે. જો તેઓ પૂર્વભવે શ્રત (આગમ) ભણ્યા હોય, તો ઉક્ત બેમાંથી કોઈપણ રીતે દીક્ષા ગ્રહણ કરે અને તેઓ એકાકી વિચરણ માટે સમર્થ હોય તો તેની ઇચ્છાથી એકલા વિચરે અથવા ગચ્છમાં રહે. જો પૂર્વભવે શ્રત ન ભણેલ હોય તો નિયમથી ગુરુ સમીપે દીક્ષા લે અને ગચ્છમાં જ વસે.
૬. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ :- પ્રત્યેક અર્થાત્ બાહ્ય નિમિત્તને આશ્રીને જેઓ બોધ પામે છે તેમને પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. તેઓ સિદ્ધિ પામે ત્યારે તેને પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય છે. કરકંડુ, નમિ આદિ નામો પ્રસિદ્ધ છે તેમનું સ્વરૂપ સ્પષ્ટ કરવા અથવા
સ્વયંબુદ્ધથી તેમનો તફાવત દર્શાવવા ચાર પ્રકારે તેમની ઓળખ અપાય છે. (૧) બોધિ, (૨) ઉપધિ (૩) શ્રત અને (૪) લિંગ
-- બોધિ :- બાહ્ય નિમિત્ત પામીને જાતિસ્મરણ જ્ઞાનથી બોધ પામે છે. જેમકે કરકંડુ રાજા રોજ એક પુષ્ટ બળદને જોતા હતા. કેટલાંક સમય પછી તે યુવાન અને પુષ્ટ બળદને જીર્ણ થઈ ગયો જોઈને વૈરાગ્ય પામ્યા. દીક્ષા લીધી. એ જ રીતે નગ્નતિ નામે રાજા રયવાડીએ નીકળ્યો (રાજ રસાલા સાથે ફરવા નીકળ્યો) ત્યાં નવીન પલ્લવોથી રક્ત ને માંજરોથી પીતવર્ણ દેખાતું એવું એક સદા ફળયુક્ત આમ્રવૃક્ષ જોયું. તે મનોહર વૃક્ષની એક માંજર રાજાએ માંગલિકને માટે ગ્રહણ કરી. ત્યાંથી આગળ ચાલ્યો. તેને અનુસરતા આખા સૈન્યએ પાછળથી તે વૃક્ષના પાંડા, પલ્લવ, માંજર જે કંઈ હાથમાં આવ્યું તે ગ્રહણ કર્યું. મનોહર લાગતું એવું નવપલ્લવિતવૃક્ષ ઠુંઠા જેવું થઈ ગયું. રાજાએ પાછા ફરતી વખતે તે ઠુંઠું જોયું ત્યારે રાજાને થયું કે આ શોભા (લક્ષ્મી) પણ કેવી ચંચળ છે ? હજી હમણાં જ રમણીય લાગતું એવું વૃક્ષ ક્ષણવારમાં તો જોવાલાયક પણ ન રહ્યું. નિશ્ચયથી સર્વે સંપત્તિ અસ્થિર છે. એ રીતે
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
બોધ પામી દીક્ષા અંગીકાર કરી.
આવા પચાશ કરતા વધુ પ્રત્યેકબુદ્ધની નોંધ અમારા આગમ કથાનુયોગ ભાગ૨માં કરેલી છે. તેઓ સર્વે બાહ્ય નિમિત્તથી બોધ પામી દીક્ષિત થયા.
– ઉપધિ :- પ્રત્યેકબુદ્ધને બે પ્રકારે ઉપધિ કહેલી છે. જઘન્યથી બે પ્રકારે અને ઉત્કૃષ્ટથી નવ પ્રકારે. જો બે પ્રકારની ઉપધિ હોય તો માત્ર રજોહરણ અને મુહપત્તિ હોય જો નવ પ્રકારે ઉપધિ હોય તો બે સુતરાઉ અને એક ઉનનું તે ત્રણ વસ્ત્ર વિના ફક્ત પાત્ર અને તે સંબંધી ઉપધિ હોય. એટલે કે પ્રત્યેકબુદ્ધ પાત્ર કે ઉપધિ વગરના પણ હોઈ શકે અને વસ્ત્ર તો હોય જ નહીં.
– કૃત :- પ્રત્યેકબુદ્ધને પૂર્વભવે શ્રત (આગમ)નો અભ્યાસ નિયમથી હોય છે. તેઓ જઘન્યથી અંગીયાર અંગો અને ઉત્કૃષ્ટથી કિંચિત્ જૂન દશ પૂર્વો ભણેલા હોય છે.
– લિંગ :- તેઓને લિંગ અર્થાત્ સાધુવેશ દેવતા આપે છે અથવા ક્યારેક તેઓ સાધુવેશ રહિત પણ રહે છે. તેઓ નિયમથી એકલા જ વિચરે છે. કદાપી ગચ્છમાં વસતા નથી.
૭. બુદ્ધબોધિત સિદ્ધ :- આચાર્યથી બોધ પામીને બોધિત થયેલા હોય, પછી સિદ્ધ થાય તો તેને બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય છે. (અહીં જેઓ બોધ પામીને તે જ ભવે સિદ્ધ થાય તેમને જ ગ્રહણ કરવા. બાકી તો તીર્થકર પણ પૂર્વે કોઈ ભવે આચાર્યથી બોધિત થયા હોય છે. તેને બુદ્ધબોધિતસિદ્ધ કહ્યા નથી.)
ઉક્ત સાત ભેદોમાં સ્ત્રીલિંગ, પેલિંગ કે નપુંસકલિંગે સિદ્ધ હોઈ શકે છે. ફક્ત પ્રત્યેકબુદ્ધસિદ્ધ માત્ર પુંલિંગ હોય છે અને તીર્થંકરસિદ્ધ કદી નપુંસકલિંગ સિદ્ધ હોતા નથી.
૮. સ્ત્રિલિંગ સિદ્ધ :- જેઓ સ્ત્રી રૂપે જન્મીને સિદ્ધ થાય તેને સ્ત્રીલિંગસિદ્ધ કહે છે. અહીં સ્ત્રીવેદનો ઉદય અર્થ નથી લેવાનો પણ સ્ત્રી શરીર અર્થ લેવાનો છે. (સ્ત્રી પણ મોક્ષે જઈ શકે તેની વિશદ્ ચર્ચા પ્રજ્ઞાપનાવૃત્તિમાં છે.)
૯. પુરૂષલિંગસિદ્ધ :- જેઓ પુરષ રૂપે જન્મીને સિદ્ધ થાય તેને પુરૂષલિંગસિદ્ધ કહેવાય છે. અહીં પણ પુરુષવેદનો ઉદય અર્થ નથી લેવાનો પણ પુરુષ શરીર અર્થ લેવાનો છે.
૧૦. નપુંસકલિંગસિદ્ધ:- જેઓ નપુંસકપણું પામ્યા હોય, છતાં સર્વવિરતિ પામીને મોક્ષે જાય તે નપુંસકલિંગસિદ્ધ કહેવાય. (જો કે અહીં એકમત એવો છે કે જો જાત્ય (જન્મગત) નપુંસક હોય તો તે સિદ્ધ ન થાય, પણ કૃત્ નપુંસક (પછીથી નપુંસક કરાયેલ હોય) તો તે ગાંગેયની માફક સિદ્ધ થાય છે.)
૧૧. સ્વલિંગસિદ્ધ:- જૈન સાધુવેશમાં સિદ્ધ થાય તે અહીં દ્રવ્યથી બાહ્ય વેશ અર્થાત્ રજોહરણ આદિ ચિન્હની અપેક્ષાએ સ્વલિંગપણું ગણેલ છે.
૧૨. અન્યલિંગસિદ્ધ :- જૈનેત્તર એવા પરિવ્રાજક, સંન્યાસી આદિના વેશે જે સિદ્ધ થાય તે અન્યલિંગસિદ્ધ કહેવાય. (જો કે તેઓને જાતિસ્મરણાદિથી કેવળજ્ઞાન પ્રગટ્યા પછી આયુષ્ય બાકી હોય તો દેવતા મુનિવેશ આપે છે.)
Page #74
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સિદ્ધના પંદર ભેદ
૭ ૩ ૧૩. ગૃહિલિંગસિદ્ધ :- ગૃહસ્થ વેશમાં હોય અને ત્યાં જ કેવળજ્ઞાન પામી સિદ્ધ થઈ જાય તે ગૃહિલિંગ સિદ્ધ જેમ કે - મરુદેવી માતા (જો અંતર્મુહૂર્ત કરતા વધુ આયુષ્ય હોય તો દેવતા વેશ આપે જ છે જેમકે ભરતચક્રી-ગૃહિલિંગે કેવળી થયા. પછી દેવતાએ વેશ આપ્યો, તે ગ્રહણ કર્યો)
૧૪. એકસિદ્ધ :- એક સમયે જ્યારે એક જ જીવ સિદ્ધ થાય તે.
૧૫. અનેકસિદ્ધ :- એક સમયમાં અનેક જીવો સિદ્ધ થાય તેને અનેકસિદ્ધ કહે છે. તે વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં સાક્ષીપાઠ આપતા સૂત્ર-૧૬ની વૃત્તિમાં જણાવેલ છે કે – જો સતત ૮ સમય સુધી અનેક જીવો સિદ્ધ થાય તો તેમાં પ્રત્યેક સમયે એક, બે થી માંડીને વધુમાં વધુ ૩૨ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરુ પડે જો સાત સમય સુધી સતત અનેકજીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ૩૨, ૩૩ થી માંડીને વધુમાં વધુ ૪૮ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરુ પડે. જો સતત ૬ સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થતા રહે તો ૪૯ થી માંડીને વધુમાં વધુ ૬૦ જીવો પ્રત્યેક સમયે સિદ્ધ થાય પછી અવશ્ય આંતરુ પડે. જો ૫ સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ૬૧થી માંડીને વધુમાં વધુ ૭૨ જીવો સિદ્ધ થાય, પછી અવશ્ય આંતરુ પડે.
- જો ચાર સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ૭૩ થી માંડીને વધુમાં વધુ ૮૪ જીવો સિદ્ધ થાય પછી અવશ્ય આંતરુ પડે. જો ત્રણ સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે વધુમાં વધુ ૮૫ થી આરંભીને ૯૬ જીવો સિદ્ધ થાય પછી અવશ્ય આંતર પડે. જો બે સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ૯૭ થી માંડીને વધુમાં વધુ ૧૦૨ જીવો સિદ્ધ થાય પછી અવશ્ય આંતરુ પડે. જો એક સમયે અનેક જીવો સિદ્ધ થાય તો ૧૦૩ થી માંડીને ૧૦૮ જીવો વધુમાં વધુ સિદ્ધ થાય પછી અવશ્ય આંતરુ પડે.
અહીં એક ખુલાસો જરૂરી છે કે – આઠે સમયે જે ઉત્કૃષ્ટ સંખ્યા દેખાડી છે તે વધુમાં વધુ અર્થમાં છે. મતલબ એક સમયે ૧૦૮ જ સિદ્ધ થાય તેમ નહીં, પણ ૧૦૭, ૧૦૬, ૧૦૫ આદિ પણ સિદ્ધ થઈ શકે, તે જ રીતે આઠ સમયે ઉત્કૃષ્ટ ૩૨ જીવો સિદ્ધ થાય તેમ કહ્યું તેનો અર્થ એ કે ૩૨, ૩૧, ૩૦, ૨૯ આદિ સંખ્યામાં પણ સિદ્ધ થઈ શકે.
આંતરુ પડે જે શબ્દો ઉપર બધે લખેલ છે, તેનો અર્થ એ કે તે સમય પછીના સમયમાં કોઈ આત્મા સિદ્ધ ન થાય.
• સિદ્ધના આઠ ગુણો :
સિદ્ધનો અર્થ જાણ્યો, કર્મયસિદ્ધને જ અહીં ગ્રહણ કરવાના છે તેનો નિશ્ચય થયો. તેવા સિદ્ધોના પંદર ભેદો જોયા. પણ નવકારમંત્રમાં અરિહંતાદિ પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો કહ્યાં છે, તેમાં સિદ્ધ ભગવંતોના આઠ ગુણો કહ્યા છે. આઠ કર્મોના ક્ષય થકી આ આઠ ગુણો પ્રગટ થાય છે તે આ પ્રમાણે
૧. અનંત જ્ઞાન :- જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી અનંત/કેવળજ્ઞાન
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ પ્રાપ્ત થાય છે. તેનાથી સર્વ લોકાલોકનું સમસ્ત સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે.
૨. અનંત દર્શન:- દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી અનંત/કેવળદર્શન પ્રાપ્ત થાય છે. તેનાથી સર્વ લોકાલોકનું સમસ્ત સ્વરૂપ જુએ છે.
૩. અવ્યાબાધ સુખ :- વેદનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડારહિત નિરૂપાધિપણું પ્રાપ્ત થતા અવ્યાબાધ સુખ મળે છે.
૪. અનંતચારિત્ર :- મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. તેથી સિદ્ધ ભગવંતો સદા આત્મસ્વભાવમાં અવસ્થિત રહે છે અને આ નિજગુણ સ્થિરતા એ જ ચારિત્ર છે.
૫. અક્ષય સ્થિતિ :- આયુષ્ય કર્મનો સર્વથા ક્ષય થવાથી નાશ ન થાય એવી અક્ષય સ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી. તેથી તે સાદિઅનંત સ્થિતિ કહેવાય છે.
૬. અરૂપીપણું :- નામકર્મનો સર્વથા ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત થાય છે. કેમકે વર્ણાદિકનો સંબંધ શરીર સાથે જ છે. પણ સિદ્ધને શરીર નથી. તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
૭. અગુરુલઘુ :- ગોત્રકર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. કેમકે તેથી ઊંચ-નીચ કે ગુર-લઘુનો કોઈ વ્યવહાર રહેતો નથી.
૮. અનંતવીર્ય :- અંતરાય કર્મનો સર્વથા ક્ષય થવાથી અનંતદાન, અનંતલાભ, અનંતભોગ, અનંતઉપભોગ અને અનંતવીર્ય એ ગુણો પ્રાપ્ત થાય છે. આ અનંતવીર્યના ગુણથી પોતાના આત્મિકગુણોને જે રૂપે છે તે રૂપે જ ધારી રાખે છે.
• સિદ્ધના ૩૧ ગુણો :- સિદ્ધના ૩૧ ગુણો પણ આવે છે. પ્રવચન સારોદ્વારમાં ગાથા ૧૫૯૩માં કહે છે કે – દર્શનાવરણીય કર્મોના નવા આયુષ્ય કર્મના ચાર, જ્ઞાનાવરણના પાંચ, અંતરાય કર્મના પાંચ, વેદનીય, મોહનીય, નામ અને ગોત્ર કર્મના બે-બે ભેદો તે ૩૧ કર્મોનો ક્ષીણ શબ્દને ઉમેરતા સિદ્ધના ૩૧ ગુણો થાય છે. જેમકે - ક્ષીણ ચદર્શનાવરણ ઇત્યાદિ.
બીજી રીતે સિદ્ધના ૩૧ ગુણો – પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, ત્રણ વેદ આ અઠાવીશનો અભાવ તથા અશરીરી, અસંગત્વ અને અરૂણરૂપ એમ ૩૧ ગુણો સિદ્ધોના જાણવા.
સિદ્ધ ભગવંતનો વિશેષ ગુણ :
જેમ અરિહંત ભગવંતનો વિશેષ ગુણ છે – માર્ગદેશકપણું, તેમ સિદ્ધ ભગવંતનો વિશેષ ગુણ (આવશ્યક નિર્યુક્તિ ૯૦૩માં) અવિનાશીપણું કહ્યો છે. (વૃત્તિકાર હરિભદ્રસૂરિ આવશ્યકમાં તથા વિશેષાવશ્યક ભાષ્યકાર જણાવે છે કે–) સિદ્ધોને નમસ્કાર યોગ્ય ગણવાનું કારણ તેનો અવિનાશીપણું ગુણ છે. શાશ્વતતા છે. સમ્યમ્ દર્શનાદિ માર્ગ વડે સિદ્ધો મોક્ષને પામેલા છે. તેથી તેઓ કૃત-અર્થ હોવાથી પૂજ્ય છે. વળી સખ્ય જ્ઞાન-દર્શનાદિ ગુણોની પૂજા માત્રથી સ્વર્ગ કે મોક્ષરૂપ વિશિષ્ટ ફળ
Page #76
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સિદ્ધના ગુણો
૭૫
મળે છે. માટે પણ તેઓ પૂજ્ય છે. સિદ્ધોના સદુભાવે મોક્ષમાં અવિનાશીબુદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી સિદ્ધોના અવિનાશીભાવથી તથા તેમના અનુપમ સુખરૂપ ફળને જાણવાથી સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે.
• સિદ્ધની ગતિ-સ્થિતિ આદિ :
પૂર્વ પ્રયોગ અને ગતિ પરિણામથી સિદ્ધની ઉર્ધ્વગતિ થાય છે. તે વાત સ્પષ્ટ કરવા માટે આવશ્યક નિર્યુક્તિ ગાથા ૫૭ તથા તેની વૃત્તિ અને વિશેષાવશ્યક ભાષ્યકાર) જણાવે છે કે – માટીના સંગરહિત થવાથી જેમ તુંબડુ, બંધનોચ્છેદ થવાથી એરંડફળ, તથાવિધ પરિણામથી જેમ ધૂમ અથવા અગ્નિ, પૂર્વ પ્રયોગથી ધનુષ્યથી છુટેલા તીરની જેમ જીવની પણ સ્વભાવથી જ ઉર્ધ્વગતિ થાય છે.
જેમ એક તુંબડુ હોય, તેને માટીના આઠ લેપ ચડાવી દીધા પછી તેના ભારથી તે પાણીના તળીયે બેસી જાય, પણ જેમ-જેમ લેપ ઉતરતા જાય તેમ તે તુંબડુ ઉર્ધ્વગતિ કરે અને સર્વથા લેપરહિત થતા અવશ્ય ઉર્ધ્વગતિ કરતું ઉપર આવી જાય છે. તે નિયમમાં કોઈ જ ફરક પડતો નથી. જેમ તે તુંબડુ પાણીની સપાટીથી ઉપર જતું નથી, તેમ કર્મલપ દૂર થવાથી જીવની નિયમથી ઉર્ધ્વગતિ થાય છે. અન્યથા ગતિ થતી નથી તેમ લોકની ઉપર પણ ગતિ થતી નથી.
આ જ રીતે એરંડફળ, ધુમ, અગ્નિ, તીર, કુંભારનું ચક્ર આદિ દૃષ્ટાંતો છે.
(આવશ્યક નિર્યુક્તિ-૫૮માં પ્રશ્ન કરે છે કે–) સિદ્ધાં ક્યાં પ્રતિહત (સ્તુલિત) થાય છે ? ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? (રહે છે?), ક્યાં શરીરનો ત્યાગ કરીને ક્યાં જઈને સિદ્ધિ પામે છે ? (તેનો ઉત્તર નિર્યુક્તિ-૫લ્માં છે)
સિદ્ધો અલોકમાં પ્રતિહત થાય છે (સ્મલના પામે છે), કેમકે આગળ ધર્માસ્તિકાયાદિના અભાવે ગતિ કે સ્થિતિ કશું શક્ય નથી. લોકના અગ્રભાગે પ્રતિષ્ઠિત થાય છે. અર્થાત્ પંચાસ્તિકાયાત્મક લોકના ઉર્ધ્વ ભાગે ત્યાંથી ફરી પાછા ન આવવું પડે તે રીતે સ્થિત થાય છે. અહીં મનુષ્યલોકમાં જ પોતાના શરીરનો ત્યાગ કરે છે અને ત્યાં જઈને – લોકાગ્ર ભાગે જઈને એક સમયમાં જ ત્યાં પહોંચીને સિદ્ધિ પામે છે. (જો કે અહીં શરીરનો ત્યાગ કરે ત્યારે જ સર્વ કર્મરહિત જીવ સિદ્ધ જ કહેવાય છે પણ નિશ્ચયનયથી એમ કહ્યું છે કે લોકાસિદ્ધ થાય છે.)
સિદ્ધ શિલાનું સ્વરૂપ અને સિદ્ધની અવગાહનાદિ :
કર્મમલથી મુક્ત થયેલા એવા સિદ્ધ ભગવંતે લોકાગે જ્યાં જાય છે અને એક યોજન ઊંચે જ્યાં સ્થિત થાય છે તે સિદ્ધશિલા કેવી છે ?
સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે જ્યાં ઈષત્ પ્રામ્ભારા નામક પૃથ્વી છે ત્યાં કે જ્યાંથી લોકાંત એક યોજન ઊંચે રહે છે તે સ્થાને આ સિદ્ધશિલા આવેલી છે. તે સિદ્ધશિલા ચંદ્ર કરતા નિર્મળ, સૂર્ય કરતા તેજસ્વી જળના કણિયા, રૂપુ, હીમ, ગાયનું દૂધ, શ્વેત સોનાનો વર્ણ અને મોતીના હાર જેવી ઉજ્જવળ, ચત્તા કરેલા છત્રના સંસ્થાન જેવી જિનેશ્વરે કહેલી છે.
તે સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી પહોળી અર્ધવર્તુળાકારે રહેલી છે. બહુ
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ મધ્ય દેશ ભાગે આઠ યોજન જાડી અને ત્યાંથી પાતળી થતા-થતા છેક છેડે અંગુલના અસંખ્ય ભાગ જેટલી પાતળી છે. જેને ઉપમાથી માખીની પાંખ જેવી પાતળી કહેલી છે. ત્યાં ઉપરવર્તી એક યોજનના જે ઉપરવર્તી એક કોશ છે તેના છઠા ભાગે સિદ્ધોની અવગાહના હોય છે. કેમકે એક કોશનો છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ અને ધનુનો ત્રીજો ભાગ થાય. સિદ્ધના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના પણ આટલી જ હોય છે. (કેમકે ૫૦૦ ધનુષની કાયા, તેનો ત્રીજો ભાગ નીકળી જાય તો બાકીનો ભાગ ૩૩૩૩૩ જ રહેશે.)
જીવ અહીં જે સ્થિતિએ શરીરમાં રહ્યો હોય અને કાળ કરે તેવી જ સ્થિતિમાં તેના જીવ પ્રદેશો સિદ્ધશિલાએ સ્થિત થાય જેમકે ઉભો હોય, બેઠો હોય, સુતો હોય તો તે જ સ્થિતિ સિદ્ધશિલાએ પામે. ફર્ક એટલો કે શરીરનો ત્રીજો ભાગ પોલાણવાળો હોય છે. તેથી તેટલો ભાગ જીવ પ્રદેશો પૂરી દે છે. માટે ત્રીજા ભાગ જેટલી તેની અવગાહના ઓછી થાય છે. પણ આકારમાં કોઈ ફર્ક પડતો નથી. ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષની અવગાહનાવાળા, જઘન્ય બે હાથ પ્રમાણ અવગાહનાવાળા કે સાત હાથ પ્રમાણ મધ્યમ અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય છે. તેની અવગાહનાનો ત્રીજો ભાગ હીન થાય તે રીતે પણ તે જ આકારથી સિદ્ધ રહે છે. તેથી ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ અને ધનુષનો ત્રીજો ભાગ તે ઉત્કૃષ્ટ, ચાર રસ્ત્રી અને એક રત્નીનો ત્રીજો ભાગ ન્યૂન તે મધ્યમ અવગાહના અને એક હાથ તથા આઠ અંગુલથી કંઈક અધિક જઘન્ય અવગાહના સિદ્ધોની જાણવી.
પ્રશ્ન :- ઋષભદેવ ભગવંતને દર્શનાર્થે આવેલા મરુદેવ માતા સિદ્ધિ ગતિમાં ગયા. તેમની અવગાહના તો ૫૦૦ ધનુષથી વધારે હોય, તો પછી ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની ઊંચાઈવાળા જ સિદ્ધ થાય તે વાત કઈ રીતે યોગ્ય માનવી ?
(વિશેષાવશ્યક ભાષ્ય તથા આવશ્યક વૃત્તિમાં જણાવે છે કે-)
મરૂદેવીમાતાની ઊંચાઈ નાભિકુલકરની ઊંચાઈ કરતા કંઈક ઓછી કહેલી છે. હવે નાભિકુલકર પર૫ ધનુષની ઊંચાઈવાળા હતા, તો તેથી ઓછી ઊંચાઈવાળા મરુદેવીમાતા ૫૦૦ ધનુષ ના હોઈ શકે છે – અથવા –
જે આકારે સિદ્ધ થાય તેવો આકાર બે તૃતીયાંશ ભાગે તે જીવના પ્રદેશોનો હોય. અહીં મરુદેવા માતા હાથીની અંબાડીએ બેઠા હતા, તેથી તેના શરીરનો સંકોચ થયેલા હોવાથી તેના સંકુચિત શરીરના બે-તૃતીયાંશ પ્રદેશો તો ૩૩૩.૩૩ ધનુષ કરતા ઓછી ઊંચાઈના જ થવાના છે માટે તેમાં વિરોધ ન સમજવો.
પ્રશ્ન :- સિદ્ધશિલા ૪૫ લાખ યોજનની કેમ ?
૪૫ લાખ યોજનની ગોઠવણી ઘણી જ તાર્કિક અને વૈજ્ઞાનિક છે. કેમકે અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યલોકમાંથી કોઈપણ મનુષ્ય સિદ્ધ થાય ત્યારે તે સમશ્રેણીએ જ ઉપર સિદ્ધશિલાએ પહોંચે છે.
હવે અઢીદ્વીપના મધ્યમાં જંબૂઢીપ છે. તે એક લાખ યોજન છે, બંને તરફ લવણસમુદ્ર બે-બે લાખ યોજન છે, પછી ધાતકીખંડ ચાર-ચાર લાખ યોજન છે. તેને
Page #78
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સિદ્ધની અવગાહના
૭૭ ફરતો કાલોદધિ સમુદ્ર આઠ-આઠ લાખ યોજન છે. તેનો ફરતો અર્ધપુષ્કરવરદીપ આઠ-આઠ લાખ યોજનનો છે. એટલે કે
૮ + ૮ + ૪ + ૨ + ૧ + ૨ + ૪ + ૮ + ૮ = કુલ ૪૫ લાખ યોજન થયા. માનવવસ્તિ આ ૪૫ લાખ યોજન બહાર હોય જ નહીં તેથી ૪૫ લાખ યોજનમાં કોઈ જીવ સિદ્ધ થાય તો સમશ્રેણીએ સીધો જ ઉપર સિદ્ધશિલાએ સ્થિત થાય.
• સિદ્ધોનું સુખ કેવું ? એક લઘુ દષ્ટાંત થકી સમજીએ –
એક મહાનું અટવી/અરણ્યમાં કોઈ પ્લેચ્છભીલ રહેતો હતો. તેણે જીવનભર તે અરણ્ય સિવાય કશું જોયેલ નહીં. તેની વસતિ પણ અટવીમાં જ હતી. કોઈ એક રાજા પોતાના અશ્વ પર બેસીને નીકળ્યો. માર્ગ ભૂલી જતાં તે અટવી,અરણ્યમાં પ્રવેશ્યો. ભુખ્યો તરસ્યો રાજા બેશુદ્ધ જેવો થઈ ગયેલો. તે ભીલને જોવામાં આવ્યો. ભીલે તેને પાણી છાંટી સ્વસ્થ કર્યો. ભોજનાદિ સત્કાર કર્યો. રાજા સંપૂર્ણ સ્વસ્થ થયો ત્યાં સુધી તેની આગતા-સ્વાગતા કરી, પછી રાજાએ પોતાની નગરીએ જવાની ઇચ્છા કરી ત્યારે તે ભીલે તેને નગરનો રસ્તો બતાવ્યો.
તે વખતે તે ભીલ ઉપર પ્રસન્ન થયેલ રાજાએ ભીલને કહ્યું ચાલ ! હું તને મારું નગર અને રાજમહેલ બતાવું રાજા સત્કારપૂર્વક પોતાના નગરમાં લઈ ગયો. તેને ઉપકારી સમજીને રાજાએ ઘણાં જ માનસન્માન આપ્યા. રાજમહેલના સુખોનો અનુભવ કરાવ્યો, નગરમાં ખૂબ જ ફેરવ્યો. રાજાની જેમ જ ભીલને રાજમહેલમાં રહેવા મળ્યું. ઘણો કાળ વીત્યા પછી તેને પોતાનું અરણ્ય યાદ આવવા લાગ્યું. ત્યારે રાજાએ તેને પ્રેમપૂર્વક વિદાય આપી. તે ભીલ પોતાના અરણ્યમાં પહોંચ્યો.
ત્યારે તે ભીલના સ્વજન આદિ તેને પૂછવા લાગ્યા કે નગર કેવું હતું ? ત્યાં કેવું સુખ મળ્યું? ત્યારે તે ભીલે બધું અનુભવ્યું હોવા છતાં પોતાના સ્વજનોને કહેવા સમર્થ ન થયો. કેમકે તેઓને સમજાવવા માટે તેની પાસે કોઈ ઉપમા ન હતી. તે સુખને વર્ણવવાના કોઈ શબ્દો ન હતા.
આ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ છે. તેને શબ્દો દ્વારા વર્ણવી શકાતું નથી. તેમ છતાં બાળજનની જાણકારી માટે પૂર્વઋષિના જ્ઞાન સાદૃશ્યથી સિદ્ધોનું સુખ કંઈક આવા શબ્દો દ્વારા (આવશ્યક નિર્યુક્તિકાર અને વૃત્તિકાર વર્ણવે છે).
તેવું સુખ મનુષ્યો-ચક્રવર્તી આદિને હોતું નથી. અનુત્તર વિમાનના દેવો પર્યન્ત કોઈ દેવને પણ તે સુખ પ્રાપ્ત થતું નથી, જે સુખ સિદ્ધોને હોય છે. કેમકે સિદ્ધોનું સુખ અવ્યાબાધ-આડખીલી રહિત અને ક્ષાયિક હોય છે.
અતીત, અનાગત, વર્તમાનકાળના બધાં જ દેવોને પ્રાપ્ત સર્વકાળના સર્વ સમયનું સુખ એકઠું કરવામાં આવે, તે સુખને અનંતગણું કરીએ અને અસત્કલ્પનાથી તે બધાં સુખનો સમૂહ એક પ્રદેશ સ્થાપન કરવામાં આવે, એ રીતે સકલ લોકાકાશના અનંત પ્રદેશ પૂરવામાં આવે તો પણ સિદ્ધોના પ્રકર્ષ સુખનો અનંતમો ભાગ પણ થતું નથી. તેની સામે સિદ્ધના સુખોનો સમૂહ જો સર્વકાળનો કલ્પના માત્રથી એકઠો કરવામાં આવે
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
તો તે સર્વલોક અને અલોકમાં પણ સમાવી શકાતું નથી.
જેમ કોઈ પુરુષ સર્વકામગુણિત ભોજન કરે, પોતાની તૃષા અને સુધાનું નિવારણ કરે તેની રસનાઇન્દ્રિય સહ સવિ ઇન્દ્રિયો પરિતૃપ્ત થઈ જાય અને અમૃત પીધું હોય તેવો ઓડકાર આવી જાય ત્યારે તેને જે સુખનો અનુભવ થાય, તેવું (તેનાથી અનંતગણુ) સુખ સિદ્ધો કાયમ અનુભવે છે.
- જેમ કોઈ પુરુષ સદા વીણા, મૃદંગ આદિના પ્રશસ્ય સ્વરનું ગીત-ગાન સાથે શ્રવણ કરતો હોય, પોતાના પ્રાસાદમાં રહીને પોતાની આશ્ચર્યકારી અને લીલાવંતી સ્ત્રીઓના રૂપોને અનિમેષ દૃષ્ટિએ નીહાળી રહ્યો હોય, અંબર, કપુર, અગરુ આદિની ધૂપ ગંધથી તેના વસ્ત્રો વાસિત હોય અને નાક પણ તરબતર થયું હોય, રસયુક્ત ભોજન અને અમૃત જેવા પાનથી પોતાને તૃપ્ત કરતો હોય, મૃદુ અને કોમળ સ્પર્શવાળા પલંગ પર બેસીને સર્વે કામભોગોને માણતો હોય, એ રીતે સર્વ ઇન્દ્રિયના સર્વ અર્થો તેને પ્રાપ્ત થયેલા હોય, કોઈ પણ પ્રકારે બાધારડિત સુખ ભોગવતો હોય તો પણ સિદ્ધો તેના કરતા અનંતગણુ સુખ અનુભવતા હોય છે.
• સિદ્ધની અન્ય વિશેષતા :
- જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી મુક્ત થયેલા અનંતા સિદ્ધો હોય છે. તે સર્વે સિદ્ધો લોકાંતે પરસ્પર અવગાહીને-સ્પર્શીને રહેલા હોય છે. નિયમથી એક સિદ્ધ સર્વ પ્રદેશો વડે અનંતા સિદ્ધોને સ્પર્શે છે અને જે એ પ્રમાણે દેશ-પ્રદેશોથી સ્પર્શાવેલા છે, તે પણ તેનાથી અસંખ્યાતગણા છે કેમકે સર્વ પ્રદેશો વડે અનંતા સિદ્ધો સ્પર્શાએલા છે ઇત્યાદિ.
જેમ એક ઓરડામાં તમે એક દીવો પ્રગટાવો, તો તે દીવાનો પ્રકાશ સમગ્ર ઓરડામાં ફેલાઈ જાય છે. બે દીવા મૂકશો તો પણ તેનો પ્રકાશ તેમાં સમાઈ જશે. કદાચ સો દીવા મૂકશો તો પણ તે ઓરડામાં એકમેકમાં પ્રકાશ સમાઈ જશે. એ રીતે જેમ દીવાની જ્યોતિ એકમેકમાં સમાઈ જાય, તેમ સિદ્ધો પણ પરસ્પર અવગાહીને રહે છે. ફર્ક એટલો કે તો પણ પ્રત્યેક સિદ્ધ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જીવદ્રવ્યરૂપે તો જળવાયેલું જ રહે છે.
– સિદ્ધના જીવો ઔદારિક, કાર્મણ આદિ પાંચ પ્રકારના શરીરથી રહિત હોય છે, મોક્ષ પૂર્વે શરીરના પોલાણનો ભાગ જીવપ્રદેશો પૂરી દે છે, તેથી જીવપ્રદેશ ઘન બને છે. સિદ્ધોનો કેવળદર્શન અને કેવળજ્ઞાનનો ઉપભોગ (અનુક્રમે) નિરંતર, સતત વર્તતો રહે છે. તેને સાકાર અનાકાર ઉપયોગ પણ કહે છે.
– સિદ્ધો જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગ, આધિ, વ્યાધિ પ્રમુખ સકલ દુઃખથી મૂક્ત થયેલા હોય છે.
– સિદ્ધોને સંસ્થાન, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ હોતા નથી. - સિદ્ધો તેજપુંજ સ્વરૂપે સિદ્ધશિલા ઉપર રહેલા હોય છે. – સિદ્ધપદની પ્રાપ્તિ કેવળ મનુષ્યગતિમાં જ થાય છે, બાકી ગતિમાં નહીં. • સિદ્ધોને નમસ્કાર શા માટે ?
Page #80
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સિદ્ધની વિશેષતા
નમો શબ્દ સાથે સંકડાયેલ બીજું પદ છે “સિદ્ધાણં” અર્થાત્ સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. પણ સિદ્ધોને નમસ્કાર શા માટે કરવો ?
નિગોદની અવ્યવહાર રાશિમાંથી છુટકારો અપાવનાર સિદ્ધ છે. માટે તેને નમસ્કાર કરવો જોઈએ. નિગોદના જીવોને અસંખ્યાતા કે અનંતાપુદ્ગલ પરાવર્તન કરવા પડે છે. અનંતકાળ સુધી જીવને માત્ર જન્મ-મરણનો ધંધો ચાલે. આવા જન્મમરણ કેટલાં? અને તેનું દુઃખ કેટલું ?
એક માનવશરીરમાં કોઈ દેવપ્રયોગથી સાડા ત્રણ કરોડ સોય ગરમ કરી બધી સોય સાથે ઘોંચી દે ત્યારે જે વેદના થાય તેના કરતા આઠગણી વેદના એક જન્મમાં થાય. મૃત્યુમાં તેના કરતા અનેકગણી વેદના થાય છે. નિગોદના જીવને તો આખો દિવસ જન્મ-મરણનો જ ધંધો છે. તો તે જીવોને કેટલું દુઃખ થાય ?
અસંખ્યાત સમયની એક આવલિકા, ૨૫૬ આવલિકાનો એક લુલ્લક ભવ, એ નિગોદનો જીવ જીવે, તો નિગોદના જીવનું આયુ કેટલું અલ્પ થયું ?
એક માનવ શ્વાસોચ્છવાસમાં ૪૪૪૬II થી વધુ આવલી થાય તેમાં નિગોદનો જીવ વધુમાં વધુ ૧૭ના અને ઓછામાં ઓછા ૧૭ ભવ કરે. અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) ૬પપ૩૬ ભવ નિગોદના થાય તો તેને જન્મ મરણની કેવી દારુણ વેદના ભોગવવી પડતી હશે ?
- તેમાંથી છુટકારો અપાવનારા સિદ્ધ ભગવંતો છે. એક જીવ સિદ્ધ થાય ત્યારે અવ્યવહારરાશિ નિગોદમાંથી એક જીવ બહાર નીકળે છે. માટે આવા ઉપકારીને નમસ્કાર કરવો જોઈએ. તેથી “નમો સિદ્ધાણં'.
– સિદ્ધોને નમસ્કાર આપણને સ્વરૂપદર્શન કરાવે છે. આપણું અને સિદ્ધોનું સ્વરૂપ એક જ છે. માત્ર કર્મના વાદળોએ આપણાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ, અનંતચારિત્રએ ઢાંકી દીધેલા છે. સિદ્ધોના નમસ્કાર દ્વારા આપણે પણ આવું કર્મમુક્ત સ્વરૂપ પ્રાપ્ત કરવાનું ધ્યેય નિશ્ચિત્ થાય છે. સિદ્ધોને દ્રવ્ય અને ભાવપૂર્વક કરાયેલ નમસ્કાર જ આપણને સિદ્ધશિલારૂપી ઘર માટે મમત્વ પ્રગટાવશે.
– સિદ્ધને કરાયેલો નમસ્કાર જીવને હજારો ભવોથી છુટકારો અપાવે છે. ભાવથી કરાયેલ એવો એક નમસ્કાર પણ જીવને બોધિપ્રાપ્ત કરાવવા સમર્થ છે.
- સિદ્ધને કરાયેલો નમસ્કાર જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધની આત્માને ભવષયનું નિમિત્ત બને છે. તેમજ હૃદયમાં રહેલા અપધ્યાનનું નિવારણ કરીને ધર્મધ્યાનનું આલંબન કરાવે છે.
– સિદ્ધ ભગવંતને નમસ્કાર કરવાનું કારણ એ છે કે
પૂગલની સત્તામાંથી જીવાત્માને સદાને માટે દૂર રાખનાર જો કોઈ સત્તા હોય તો તે સિદ્ધ છે, નિગોદના અનંત દુઃખમાંથી છોડાવનાર જો કોઈ હોય તો તે સિદ્ધ છે, જન્મ, જરા, મરણાદિમાંથી છુટી એક શાશ્વત સ્થળે કાયમી રજિસ્ટ્રેશન મેળવવાની કોઈ ઓફિસ હોય તો તે સિદ્ધ ભગવંતની ઓફિસ છે, કાળને પણ જો કોઈ ખાઈ જનાર હોય તો માત્ર સિદ્ધો જ છે. કેમકે સિદ્ધોનું સુખ શાશ્વત છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ
Page #81
--------------------------------------------------------------------------
________________
૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
બધાનું અંતિમ ધ્યેય સિદ્ધો જ છે. માટે તેમને નમસ્કાર કરવો જોઈએ
આ પ્રમાણે સિદ્ધને નમસ્કાર મહાર્થથી વર્ણવ્યો. મરણ સમીપ આવે ત્યારે આ નમસ્કાર વારંવાર કરવો જોઈએ. કેમકે (આવશ્યક નિર્યુક્તિ ૯૨૬માં કહ્યું છે કે–) સિદ્ધ ભગવંતને કરેલ નમસ્કાર સર્વ પાપનો નાશક છે અને સર્વે મંગલોમાં પહેલુપ્રધાન કે ઉત્કૃષ્ટ મંગલ છે.
• પંચ પરમેષ્ઠીમાં સિદ્ધને નમસ્કાર બીજે પદે કેમ ?
બીજો નમસ્કાર સિદ્ધ ભગવંતોને કરવાનું કારણ એ છે કે આત્મવિશુદ્ધિનો અંતિમ આદર્શ તેઓ છે. અરિહંત ભગવંતો પણ નિર્વાણ પછી એ જ અવસ્થાને પ્રાપ્ત થાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો દેવતત્ત્વ જ પરમ નમસ્કરણીય છે. દેવતત્ત્વમાં અરિહંત અને સિદ્ધ બંનેનો સમાવેશ થાય છે. અરિહંતોએ જે માર્ગ પ્રગટ કર્યો અને દેખાડ્યો તે માર્ગે ચાલીને સર્વ (ભવ્ય) જીવો કર્મમુક્ત થઈ શકે છે. તેથી તે માર્ગે ચાલીને સિદ્ધ થયેલાને બીજા ક્રમે નમસ્કાર કરાય છે.
આપણે જે અરિહંતપણાની સ્થાપના રૂપ મૂર્તિના દર્શન કરીએ છીએ તેની મુખ્ય વૃત્તિએ બે આકૃતિ જ જોવા મળે છે. પદ્માસનસ્થ અથવા તો કાયોત્સર્ગમુદ્રા. કેમકે જગમાં કોઈપણ અરિહંત આ બેમાંથી કોઈ એક મુદ્રાએ સિદ્ધત્વ પામે છે. એ રીતે મૂર્તિ સિદ્ધપણાંની સ્થાપના અને ધ્યેય આપણી સામે રજૂ કરે છે. કારણ કે અરિહંતપણામાં પણ ધ્યેય તો સિદ્ધદશાનું જ રાખવામાં આવે છે. તેથી જ અરિહંત પછી બીજે ક્રમે સિદ્ધને “નમો” કહ્યું
• સિદ્ધચક્રમાં સિદ્ધનું સ્થાન :
સિદ્ધ પદના રહસ્યને પામવા માટે ક્રમની સાથે તેનું સિદ્ધચક્ર યંત્રમાં સ્થાન પણ સમજવું જરૂરી છે. સૌ પ્રથમ તો કેન્દ્રમાં રહેલા રિહંત પદને યાદ કરીએ. કેમકે બાકીના બધાં પદોની ધરી રિહંત છે. તે અરિહંતે બતાવેલા છે. માર્ગે ચાલીને સિદ્ધપણું પામે છે. (એટલે નમો રિહંતસિદ્ધાણં સમજવું)
વળી સિદ્ધચક્રમાં સિદ્ધ પદ ટોચ ઉપર છે. કેમકે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ બધાંનું અંતિમ ધ્યેય શું? સિદ્ધપદની પ્રાપ્તિ. આ રીતે સિદ્ધનું સ્થાન લક્ષ્ય નિર્દેશ કરનાર દીવાદાંડી સમાન છે.
સિદ્ધચક્ર યંત્રમાં સિદ્ધની પૂર્વેનું પદ છે “તપ”. કેમ ? તત્ત્વાર્થ સૂત્રકારે કહ્યું છે કે તપના નિર્નર તપ વડે કર્મોની નિર્જરા થાય છે. જ્યારે સર્વ કર્મો નિર્જરી જાય અર્થાત્ ક્ષય પામે ત્યારે કર્મરહિત એવી જે અવસ્થા તે જ સિદ્ધ છે. આ રીતે પૂર્વપદ તપ એ સાધન છે અને સાધ્ય છે સિદ્ધત્વ જગનો કોઈ જીવ અંતે શુક્લધ્યાન અને ઉત્સર્ગ એ તપ વિના સિદ્ધ થયો નથી, થતો નથી અને થશે પણ નહીં
• સિદ્ધ સંબંધી કેટલાંક પ્રશ્નો :
-૧- સિદ્ધોને કર્મ કેમ ન લાગે? જ્યાં સિદ્ધો રહેલા છે ત્યાં પણ કર્મવર્ગણાનો મોટા જથ્થો તો રહેલો જ છે.
– જેમ લખોટી કે કાચનો ગોળો બાજરીમાં બાર વર્ષ ગદોળાય તો પણ
Page #82
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સિદ્ધચક્રમાં સિદ્ધનું સ્થાન
૮૧
બાજરીનો એક દાણો તેને ચોટે ખરો ? સિદ્ધ ભગવંતો લોકાંતે રહેલા છે. ત્યાં કર્મવર્ગણાના ઢગલા રહેલા છે, છતાં લખોટીને જેમ બાજરો ન ચોટે તેમ સિદ્ધના આત્માને કર્મો ચોંટતા નથી. કારણ કે તેણે કર્મના બીજને સર્વથા બાળી નાંખેલ છે, બીજ જ ન હોય તો છોડ ક્યાંથી થાય બીજું રાગ-દ્વેષરૂપી ચીકાશ સિદ્ધના આત્મામાં લેશમાત્ર હોતી નથી. તેથી કર્મોને ચોંટવાનું કારણ નથી.
-૨- સમયે સમયે એક સિદ્ધ થાય તેવું કહેવાય છે. જો જગતુના બધાં જીવો આ રીતે પોતાના કર્મોને બાળીને સિદ્ધ થશે, તો સંસારમાં રહેશે કોણ ?
– દરિયાકિનારે બેઠેલા કોઈ માણસ એક ટાંકણી દરિયામાં બોળે, ટોપકાં પરનું પાણી બહાર ખંખેરે. આ ક્રિયા સતત કરતો હોય, તેને જોઈને કોઈ એવું પૂછે કે અલ્યા આ શું કરે છે ? આમ તો દરિયો ખાલી થઈ જશે તો તે વાત કેવી લાગે? તે રીતે અનંતા કાળથી જીવો મોક્ષે જાય છે, ગયા છે અને જશે. તે બધાંને એકઠાં કરીએ અને પાણીમાં બાઝતી લીલ-ફૂગને એક સોયની અણી ઉપર લઈએ, પછી જ્ઞાનીને પૂછીએ. કે સિદ્ધના જીવો વધારે કે આ સોયની અણી પર રહેલા સંસારી જીવો વધુ? તો ત્યારે જ્ઞાની ભગવંત ખુલાસો આપશે કે સોયની અણી પર રહેલા જીવોના અનંતમાં ભાગ જેટલા જીવો મોક્ષે ગયા છે. અસંખ્યાતમાં ભાગ જેટલા પણ મોક્ષે ગયા નથી, પછી સંસારમાં રહેશે કોણ ? તે પ્રશ્ન જ ખોટો છે.
• અંતિમ પ્રાર્થના :
જેઓએ પ્રાચીન સમયથી બંધાયેલા કર્મને બાળી નાંખેલા છે. જેઓ મોક્ષરૂપી મહેલની ટોચ ઉપર રહેલા છે, તેમનું શાસન પ્રવર્તનરૂપ છે. જે સંપૂર્ણપણે કૃતકૃત્ય છે. તે સિદ્ધ ભગવંત મને મંગલને કરનારા થાઓ.
આવી જ પ્રાર્થના લોગસ્સ સૂત્ર અને સિદ્ધાણંબુદ્ધાણં સૂત્રને અંતે પણ કરેલી છે. સિદ્ધ સિદ્ધિ મમ ફિરંતુ - હે સિદ્ધો ! મને મોક્ષ આપો.
આ સિદ્ધો - કર્મક્ષયથી સિદ્ધ થયા છે. “બુદ્ધ' - સર્વજ્ઞ છે “પારગત” સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ફરી પાછા આવવાના નથી. “પરંપરાગત” આવી સ્થિતિ તેમણે ગુણસ્થાનકોની પરંપરા વડે પ્રાપ્ત કરી છે. લોકના અગ્ર ભાગે રહેલા છે. તે સર્વ સિદ્ધોને સદા મારા નમસ્કાર થાઓ.
–x —– ૦ આચાર્ય :
નવકાર મંત્રમાં ત્રીજા પદમાં “નમો” સાથે “આયરિયાણ” જોડાયેલ છે તેને સંસ્કૃતમાં ગાવાગ્ય: કહે છે. અહીં મા નો અર્થ છે “મર્યાદાપૂર્વક” વર અર્થાત્ જવું, વર્તવું. તેની ક્રિયા તે “આચાર" આવા આચારને જે પાળે (અને પળાવે) તે આચાર્ય કહેવાય.
વ્યવહારમાં માર: શિક્ષતિ તિ કવાર્ય એમ કહેવાય છે. પણ આ વ્યાખ્યાને જૈનદર્શન અપૂર્ણ વ્યાખ્યા ગણે છે. જૈનદર્શન તો “પાળે-પળાવે પંચાચાર' વ્યાખ્યા જણાવે છે. (આવશ્યક નિર્યુક્તિ ૯૯૪માં ભદ્રબાહુ સ્વામી જણાવે છે કે-) પાંચ [1| 6]
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
પ્રકારના આચારને સ્વયં આચરનારા, બીજાની પાસે તે આચારને પ્રકાશનારા અર્થાત્ કહેનારા તથા (સાધુ-સાધ્વી આદિ પાસે) તે પાંચ પ્રકારના આચારને દેખાડનારા હોવાથી તે આચાર્ય કહેવાય છે.
૮૨
આ રીતે આચારનું સ્વયં પાલન કરતા અને અન્ય પાસે કરાવતા તે બંને લક્ષણો આચાર્ય માટે પાયાના ગણ્યા છે. કેમકે આચારહીન પાસે આચારનું રક્ષણ કરવું કે આચારમાં આગળ વધવાનું ન પાલવે.
લઘુદૃષ્ટાંત નંદીષેણ મહાત્મા વેશ્યાને ઘેર જઈને રહ્યા છે અને તે પણ કેવા કઠોર અભિગ્રહ સાથે ? રોજેરોજ દશ-દશ વ્યક્તિને મારે પ્રતિબોધ કરીને ચારિત્રના માર્ગે વાળવાના. જ્યાં સુધી હું તેમ ન કરી શકું ત્યાં સુધી મારે ભોજન, પાણી, સંડાસ, પેશાબ અને વેશ્યા સાથેના ભોગ એ સર્વેનો ત્યાગ
વેશ્યાને ત્યાં આવનાર પુરુષો કોણ અને કેવા હોય ? આવા રાગી અને વ્યભિચારીને પ્રતિબોધ કરવાની શક્તિ કેટલી હોવી જોઈએ ? વળી નંદીષેણ મુનિ ભલે ભોગાવલી કર્મ વશ વૈશ્યાસક્ત બન્યા પણ તેનો ચારિત્ર રાગ કેવો પ્રબળ હશે ? વીતરાગના માર્ગ પરત્વે કેવી દૃઢ શ્રદ્ધા હશે તેમની ?
નંદીષણમુનિને વૈશ્યાને ત્યાં આવતા પુરુષોને આચાર જ્ઞાન આપીને પ્રતિબોધ કરવાનું શરૂ કર્યું. રોજ દશ-દશ પુરુષોને બોધ આપે છે. દશ પુરુષો રોજ દીક્ષા ગ્રહણ કરે છે. આવો બોધ નંદીષેણે એક-બે દિવસ કે મહિના-બે મહિના નહીં લાગ લગાટ બાર વર્ષ સુધી આપ્યો. બાર વર્ષ સુધી રોજેરોજ દશ-દશને આચાર સમજાવે, બોધ પમાડે અને તે બોધ પણ કેવો ? બધાં દીક્ષાનો માર્ગ જ સ્વીકારે. કેટલું સુંદર આચારશિક્ષણ તેઓ આપતા હશે ? ખુદ શાસ્ત્રકારોએ તેમને પ્રવચન પ્રભાવક તરીકે ઓળખાવ્યા છે.
છતાં નંદીષણને કોઈએ આચાર્ય ન કહ્યા કેમ ? શું તેણે સચોટ રીતે પંચવિધ આચાર સમજાવ્યો નહીં હોય ? શું વૈશ્યાની આસક્તિથી આવતા પુરુષો એમ ને એમ જ ભોગ છોડીને ત્યાગના માર્ગે જઈ દીક્ષાને ગ્રહણ કરતા હશે ? તો પછી આવાર: શિક્ષયતિ મુજબ તે આચાર્ય કેમ ન કહેવાયા ?
-
કારણ એક જ · સ્વયં આચારપાલનમાં મીંડુ. તે પોતે આચાર પાળતા ન હતા. જૈન શાસન તો પાળે-પળાવે પંચાચારની વાત કરે છે અને પાંચ પ્રકાર તે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તે પાંચેનું સ્વયં પાલન અને અન્ય પાસે પણ પાલન કરાવવું. (પંચાચારની વ્યાખ્યા હવે પછીના ‘“પંચિંદિયસૂત્ર''માં કરેલ છે.)
૦ આચાર્યની અન્ય વ્યાખ્યા :
(ભગવતીજી સૂત્ર-૧ અભયદેવસૂરિ કૃતુ વૃત્તિ મુજબ–)
- વિનયરૂપ મર્યાદાપૂર્વક જિનશાસનમાં પ્રરૂપેલા તત્ત્વોને જાણવાની બુદ્ધિવાળા વડે જેઓ સેવાય છે - આચારાય છે તે આચાર્ય.
સૂત્રાર્થને જાણનાર, લક્ષણયુક્ત, ગચ્છમાં મેઢિભૂત, એવા તે અર્થને
-
Page #84
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-આચાર્યનો અર્થ
જણાવનાર આચાર્ય કહેવાય છે.
આચાર એટલે જ્ઞાન, દર્શનાદિ પાંચ પ્રકારના આચાર, તેની મર્યાદામાં વિચરતા અર્થાત્ પોતે આચરે, કહે અને દર્શાવે તે આચાર્ય કહેવાય.
-
-
(આવશ્યક સૂત્ર નિયુક્તિ અને તેની વૃત્તિ તથા ચૂર્ણિ અનુસાર–)
– જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચાર, ઞ મર્યાદા વડે વાર કાળ નિયમ આદિ લક્ષણ વડે (વાસ્તે વિળÇ વદુમાણે આ ગાથાની વ્યાખ્યા નાĪમિ સંસમિમાં કરાયેલ છે) તે આચારને સ્વયં અનુષ્ઠાન રૂપે આચરતા, અર્થના વ્યાખ્યાન દ્વારા તેને જણાવતા, પ્રત્યુપ્રેક્ષણા આદિ ક્રિયા દ્વારા તે આચારને દર્શાવતા અને મુમુક્ષુઓ દ્વારા જે કારણે સેવાય છે, તેથી તે આચાર્ય કહેવાય છે.
જે સ્વયં સદનુષ્ઠાન આચરે છે અને આચરણ કરાવે છે અથવા મુમુક્ષુ વડે આચરાય છે અને મર્યાદા વડે પમાય છે, તે કારણથી આચાર્ય કહેવાય છે. આચાર્ય પદની ગ્રંથકારો દ્વારા અપાયેલી ઓળખ— “પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચો.''
– શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજીએ સંબોધ પ્રકરણમાં આચાર્યની ઓળખ આપતા તેમના છત્રીશ ગુણોનું જુદી જુદી ૪૭ રીતે વર્ણન કર્યું છે. જમાંના પ્રચલિત ૩૬ ગુણોનો પરિચય પંચિંદિય સૂત્રમાં અપાયેલ છે (જેનું સામાન્યથી વર્ણન અહીં આચાર્યના ગુણોમાં છે. વિસ્તારથી વ્યાખ્યા પંચિંદિય૦ સૂત્રમાં કરાયેલ છે.)
૮૩
આવશ્યક નિર્યુક્તિના શ્લોકને વિશેષાવશ્યક ભાષ્યકારે તથા અન્ય મહર્ષિએ છણાવટ કરી, તે પ્રમાણે આચાર્યને ઓળખવામાં ત્રણ બાબત કહી
(૧) પાંચ પ્રકારના આચારનું પોતે આચરણ કરતા હોય.
(૨) આ જ પાંચ આચારની તેઓ પ્રરૂપણા કરતા હોય. (૩) આચાર પાલનની વિધિ પણ બતાવતા હોય - તે આચાર્ય.
—
- પાંચ ઇન્દ્રિયોને સંવરનાર અર્થાત્ કાબુમાં રાખનાર, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, સંસારની વૃદ્ધિ કરનારા એવા ચાર કષાયોથી મુક્ત એ અઢાર ગુણો તથા પાંચ મહાવ્રતોથી યુક્ત, જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારને પાળવામાં સમર્થ, ઇર્યા આદિ પાંચ સમિતિથી અને મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિથી યુક્ત એ છત્રીશ ગુણધારી આચાર્ય જાણવા.
ઞ એટલે કંઈક કે અપરિપૂર્ણ વાર એટલે દૂત. બાવાર એટલે કંઈક જાસુસ જેવા, યોગ્ય અયોગ્ય વિભાગનું નિરૂપણ કરવામાં ચતુર જે શિષ્યો, તે શિષ્યોમાં યથાર્થ શાસ્ત્રાર્થનો ઉપદેશ કરવામાં નિપુણ તેને આચાર્ય કહેવાય છે.
-
શ્રીપાલ ચારિત્રમાં શ્રી રત્નશેખરસૂરિજી જણાવે છે કે
જે પાંચ આચારો વડે પવિત્ર છે, નિર્મલ સિદ્ધાંતની દેશના આપવામાં ઉદ્યમી
છે, પર ઉપકારમાં અદ્વિતિયપણે તત્પર છે, તે આચાર્ય.
• આચાર્યના છત્રીશ ગુણ :
જો કે પંચિંદિય૦ સૂત્રમાં આ છત્રીશ ગુણોનો પરીચય વિસ્તારથી આવવાનો
Page #85
--------------------------------------------------------------------------
________________
૮૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
જ છે. તો પણ પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોની ગણના કરતા જેમ અરિહંતના ૧૨ ગુણ અને સિદ્ધના ૮ ગુણ જોયા તેમ આચાર્યના ૩૬-ગુણોનો અતિ સંક્ષેપમાં પરીચય રજૂ કરેલ છે -
પાંચ ઇન્દ્રિયોનું સંવરણ કરે અર્થાત્ વિષયો તરફ જવા ન દેતા નિયમનમાં રાખે, બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓને ધારણ કરે, ચાર પ્રકારના ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરે, પ્રાણાતિપાતથી સર્વથા વિરમણ આદિ પાંચ મહાવ્રતોનું પાલન કરે, ઈર્ષ્યા, ભાષા આદિ પાંચ સમિતિનું અને મન આદિ ત્રણ ગુપ્તિનું પાલન કરે, જ્ઞાન-દર્શન આદિ પાંચ પ્રકારના આચારોનું પાલન કરવામાં સમર્થ હોય.
એ રીતે – ૫ + ૯ + ૪ + ૫ + ૫ + ૫ + ૩ = ૩૬ ગુણો થાય. આ છત્રીસ ગુણ વિસ્તારથી જાણવા પ્રવચન સારોદ્ધાર જોવું તેની જ ગાથા ૫૪૭, ૫૪૮માં બીજા ત્રણેક પ્રકારે ૩૬ ગુણો વર્ણવ્યા છે.
♦ આચાર્યના છત્રીશ ગુણો - બીજી રીતે પ્રવચન સારોદ્ધાર, શ્લોક ૫૪૦માં આચાર્યના ૩૬ ગુણો ગણાવતા કહે છે કે, આચાર, શ્રુત, શરીર, વચન, વાંચના, મતિ, પ્રયોગ અને સંગ્રહ, પરિજ્ઞા એ આઠને આચાર્યની સંપદા કહી છે. આ આઠેના ચાર-ચાર ભેદ છે. તેથી કુલ બત્રીશ ભેદ થયા. તેમાં વિનયના ચાર ભેદ, આચાર, શ્રુત, વિક્ષેપણ અને દોષ પરિઘાત ઉમેરતા ૩૬ ગુણો થાય આચાર્યનો વિશિષ્ટ ગુણ :
·
જે રીતે અરિહંતનો વિશિષ્ટ ગુણ “માર્ગદશકપણું' છે, સિદ્ધનો વિશિષ્ટ ગુણ “અવિનાશીપણું” છે. તે રીતે આચાર્યનો વિશિષ્ટ ગુણ ‘‘આચાર’' છે. તેઓ આચારના ભંડાર છે, સ્વયં ઉચ્ચ આચારોના પાલક છે અને અન્યોને ઊંચા આચાર પાલન માટે ઉપદેશથી પ્રેરે છે.
આચાર્યને નમસ્કાર શા માટે ?
-
- ભગવતીજી સૂત્ર-૧ની વૃત્તિમાં ખૂબ જ સંક્ષેપમાં જણાવે છે કે– આચાર્યો આચારના ઉપદેશને કારણે ઉપકારી હોવાથી નમસ્કરણીય છે.
---
-
• જેમ અરિહંતો ભવભ્રમણરૂપ રોગમાંથી છોડાવનાર છે તે નક્કી. આપણે મોક્ષે જવા પણ તૈયાર થઈ ગયા. પણ આત્મા તો હજી નિર્મળ બન્યો નથી. તો જ્યાં સુધી આ આત્મા સર્વથા મલરહિત ન બને ત્યાં સુધી તેની દેખભાળ કરશે કોણ ? - આચાર્ય કરશે — માટે તેને ‘“નમો'' કહ્યું. દેવે રસ્તો દેખાડ્યો. પણ ચાલવાનું કોણ શીખવે ? આચાર્ય. માટે તેમને નમસ્કાર કરવાનો.
-
--
-
· અરિહંત ભગવંતો પછી જિન શાસન ચલાવનારા અને તેમાં કહેલા પદાર્થોને સમજાવનારા તથા હૃદયમાં ઉતારનારા એવા જો કોઈ હોય તો તે આચાર્ય છે. માટે જ કહેવાયું છે કે—
‘અત્ચમિયે જિન સૂરજ કેવળ, ચંદ્રે જે જગદીવો;
ભુવન પદારથ પ્રકટન પટુ તે, આચારજ ચીરંજીવો રે...' આચાર્ય ભગવંતો સૂત્ર અર્થના જાણકાર હોય, જિનેશ્વરના માર્ગના ખપી,
Page #86
--------------------------------------------------------------------------
________________
૮૫
નવકાર મંત્ર-આચાર્યને નમસ્કાર કેમ ? લક્ષણયુક્ત અને ગણનાયક છે.
અહીં કદાચ પ્રશ્ન થાય કે – તેઓ સૂત્ર-અર્થને જાણે તેમાં આપણે નમસ્કાર કરવાની શી જરૂર ? – જુઓ, સૂત્ર અને અર્થનું ખૂબ જ મહત્ત્વ છે. જે દિવસે સૂત્ર અને અર્થનો વિચ્છેદ થશે તે દિવસે શાસનનો પણ વિચ્છેદ થવાનો છે. માટે આચાર્યનું મહત્ત્વ છે.
– વળી આચાર્યો જે કંઈ ઉપદેશ આપે છે, તેમાં કદાપી પોતાના ઘરનું કંઈ ન કહે. સુધર્માસ્વામી જેવા ગણધર (આચાર્ય) પણ પોતાના ઉપદેશમાં હવાલો તો ભગવાનો જ આપે. જેમકે – ઉત્તરાધ્યયન સૂત્રમાં એક સામાન્ય ઉપદેશાત્મક
શ્લોક છે કે – “જીવોને ચાર પરમ અંગ દુર્લભ છે – (૧) મનુષ્યત્વ, (૨) શ્રુતિ - જિનવચનશ્રવણ, (૩) શ્રદ્ધા - જિનવચનમાં શ્રદ્ધા થવી, (૪) સંયમપૂર્વક વિરમવું તે.
આવી સાદી વાત પણ ભગવંતના નામે કહે - જુઓ - ઉપદેશનો આરંભ કરતા પહેલા લખ્યું, “સૂર્ય ને સાસંળ માવા વમરવાર્થ (મેં સાંભળ્યું છે કે, તે આયુષ્યમાન્ ભગવંતે આ પ્રમાણે કહ્યું છે–), છેલ્લે પણ બોલે કે રિવેરિ (તે પ્રમાણે હું કહું છું) અર્થાત્ આચાર્ય પોતાની મેળે કોઈ વાત રજૂ ન કરે.
હવે કહો ! શાસનના આવા વફાદારને નમસ્કાર થાય કે નહીં?
જિનેશ્વર ભગવંતે તો મોક્ષમાર્ગની સડક બતાવી દીધી. પણ હવે પ્રયાણ કેમ કરશું ? સાથે વળાવીયો જોઈશે, સાધન મેળવી આપનાર જોઈશે, વાહન જોઈશે. આ બધું હોય તો જ માર્ગનો ઉપયોગ થઈ શકે. આ બધું કરે કોણ ? – આચાર્ય ભગવંતો - માટે તેને નમસ્કાર કરો.
લઘુ દષ્ટાંત :- ભગવંત મહાવીરે એક વખત ગૌતમ સ્વામીને ઉદ્દેશીને કહ્યું કે જે કોઈ મનુષ્ય સ્વલબ્ધિએ કરીને અષ્ટાપદ પર્વતે જાય (ત્યાંના ચૈત્યોની સ્પર્શના કરે) તે આ જ ભવે મોક્ષે જાય ભગવંત મહાવીરે તો મોક્ષે જવાનો માર્ગ દેખાડી દીધો. આ વાત કર્ણોપકર્ણ સમગ્ર જનસમુદાયમાં ફેલાઈ ગઈ. કૌડિન્ય આદિ તાપસો આ વાત સાંભળી અષ્ટાપદે ગયા. તેમાં કૌડિન્ય સહિત ૫૦૦ તાપસો કે જે એકાંતર ઉપવાસી હતા, તેઓ અષ્ટાપદ પર્વતની પ્રથમ મેખલા (પગથીયા) સુધી પહોંચ્યા, જે દત્ત આદિ બીજા ૫૦૦ તાપસ હતા તેઓ છઠને પારણે છઠ કરતા હતા તેઓ અષ્ટાપદ પર્વતની બીજી મેખલા સુધી પહોંચ્યા. શેવાલ આદિ પ૦૦ તાપસો અઠમને પારણે અઠમ કરતા હતા, તેઓ અષ્ટાપદની ત્રીજી મેખલા સુધી પહોંચ્યા. પણ ત્યાંથી કોઈ આગળ વધી ન શક્યા.
ભગવંતે મોક્ષ માર્ગ તો બતાવી દીધો. પણ આગળ કેમ વધવું ?
ગણધર - આચાર્ય એવા ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદ તીર્થેથી પાછા ફરતા હતા, ત્યારે તે સર્વે તાપસોને પ્રતિબોધ કર્યા. બધાંએ દીક્ષા ગ્રહણ કરી, દેવતાએ આપેલ મુનિવેશ ગ્રહણ કર્યો અને ભગવંત પાસે પહોંચતા સુધીમાં તો અનુક્રમે ૫૦૦૫૦૦-૫૦૦ એમ ૧૫૦૦ તાપસોને કેવળજ્ઞાન થઈ ગયું. મોક્ષે જવાનો પાસપોર્ટ મળી
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
ગયો. આ બધો ઉપકાર કોનો ? ગૌતમ સ્વામી એવા આચાર્યોનો. માટે આચાર્યને
નમસ્કાર કરવાનો કહ્યો છે.
એક આખી અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં અરિહંત દેવો માત્ર ૨૪-૨૪ જ હોય. વધારે કદી ન હોય. પરંતુ સર્વક્ષેત્ર અને સર્વકાળમાં કંઈ આ ચોવીશ અરિહંતો પહોંચી શકવાના જ નથી. તેથી જગતના ઉદ્ધાર માટે કે જીવોને માર્ગે ચઢાવવા પ્રતિનિધિ તો જોઈશે જ. આ પ્રતિનિધિ તે જ આચાર્ય.
-
કોઈપણ તીર્થંકર ૮૪ લાખ પૂર્વથી વધુ આયુષ્યવાળા ન જ હોય. જ્યારે આચાર્ય વર્ગ તો અસંખ્યાત લાખ પૂર્વ સુધી રહ્યો છે. પુંડરીકસ્વામી ગણધરે (ગણધરો આચાર્ય જ કહેવાય.) સૂત્ર રચના કરી તે પચાશ લાખ સાગરોપમ સુધી ચાલી. કોના પ્રભાવે ? – આચાર્યોના – એ જ રીતે ભગવંત મહાવીરનો શાસનકાળ કેટલો ? ફક્ત ૩૦ વર્ષ તેમનું શાસન કેટલું ચાલશે ? - ૨૧,૦૦૦ વર્ષ આટલા બધા વર્ષ આ શાસન કોના પ્રભાવે ચાલશે ? – આચાર્યોના પ્રભાવે
-
માટે આચાર્યોને નમસ્કાર કરવાનું કહ્યું.
- આચાર્ય પંચાચાર પાળે અને પળાવે, ધર્મદેશના કે સૂત્રની ગુંથલી થકી લોકો પર અનુગ્રહ કરે, પ્રમાદ અને વિકથાથી રહિત હોય, કષાયના ત્યાગી હોય, ધર્મોપદેશમાં સમર્થ હોય, સારણા, વારણા, ચોયણા, પડિચોયણા વડે નિરંતર ગચ્છની સંભાળ લેતા હોય છે. આ સર્વે કારણોથી પણ તેને નમસ્કાર કરાય છે.
(છેલ્લે - આવનિ૯૯૫ની વૃત્તિ મુજબ આચાર્યને નમસ્કારનું કારણ)
આ પ્રમાણે નિશ્ચયથી વર્ણવેલો આચાર્ય નમસ્કાર મહા અર્થવાળો છે. ભાવથી કરાતો આચાર્યને નમસ્કાર જીવને હજારો ભવોથી મૂકાવે છે. વળી તે બોધિબીજના લાભને માટે થાય છે. જ્ઞાનાદિ ધનથી યુક્ત આત્માને આ નમસ્કાર દુર્ધ્યાનથી દૂર કરી ધર્મધ્યાનમાં સ્થાપનારો બને છે. મૃત્યુ સમીપ આવે ત્યારે આ નમસ્કાર વારંવાર કરાય છે, છેલ્લે દ્વાદશાંગીને બદલે માત્ર તેનું જ સ્મરણ કરાય છે. આચાર્યના કરાતો આ નમસ્કાર સર્વ પાપનો નાશક છે અને સર્વે મંગલોમાં પહેલું કે ઉત્કૃષ્ટ મંગલ રૂપ છે.
• આચાર્યને નમસ્કાર ત્રીજે પદે કેમ ?
દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોમાં દેવતત્ત્વ સર્વ પ્રથમ હોવાથી પહેલા બે નમસ્કાર અરિહંત અને સિદ્ધ ભગવંતોને કરાયા. પછી ગુરુ તત્ત્વનો નમસ્કાર આવે. અરિહંત પરમાત્માએ મોક્ષપ્રાપ્તિ માટે જે આચારની પ્રરૂપણા કરી છે, તેનું યથાર્થપણે પાલન કરનાર અને કરાવનાર આચાર્ય છે માટે તેમનો નમસ્કાર ત્રીજે પદે કરાય છે. તીર્થંકરોની ગેરહાજરીમાં શાસનના સ્વામીપદે આચાર્યો છે. કેમકે આચાર્યોને તીર્થંકર-અરિહંતના પ્રતિનિધિ કહ્યા છે. પ્રથમ પ્રહરે તીર્થંકરો દેશના આપે, બીજા પ્રહરે ગણધરો દેશના આપે. ત્યાં દેશના તત્ત્વ તો તીર્થંકર અર્થાત્ અરિહંતનું અને ગણધર અર્થાત્ આચાર્યનું સમાન જ હોય છે. તો પણ અરિહંત પરમાત્માની હાજરીમાં આચાર્યની મહત્તા સ્થાપિત થાય, પ્રતિનિધિપણું સ્વીકૃત થાય છે. આચાર્યો પણ અરિહંતના
Page #88
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-આચાર્ય ત્રીજે પદે કેમ ?
શાસન પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાળા જ હોય. માટે અરિહંતના સીધા વારસદાર સ્વરૂપે આચાર્ય હોવાથી તેમને ત્રીજા પદે નમસ્કાર કરાય છે.
અરિહંત પરમાત્માની અમૂલ્ય દેશનાની નોંધ દ્વાદશાંગી રૂપે કરીને આપણને આપનાર પણ ગણધર (આચાર્યો) જ છે. અરિહંત પરમાત્માએ પોતાના જીવનરૂપી ફેક્ટરીમાં કેવળજ્ઞાન-કેવળદર્શન રૂપી જે માલ તૈયાર કર્યો તેના સૌ પ્રથમ ગ્રાહક પણ ગણધર (આચાર્ય) જ છે. માટે ગુરુતત્ત્વમાં સૌ પ્રથમ અને પંચ પરમેષ્ઠીમાં ત્રીજે પદે આચાર્યને નમસ્કાર કરાય છે. જો આચાર્યો (ગણધર)ને પ્રતિનિધિ રૂપે સ્વીકાર્યા ન હોય તો પર્ષદામાં તેમનું સ્થાન કયાં હોત? કેવલીની પહેલા કે પછી ? સર્વજ્ઞ કેવલી પહેલા બેસે કે છઘ0 ગણધરો પર્ષદામાં પહેલા બેસે ? છતાં પર્ષદામાં ગણધરો પ્રથમ બેસે છે. અરે ! એક ગણધર તો અરિહંતના ચરણ પાસે જ સમવસરણમાં બેઠા હોય છે. કેવલીઓ ગણધરની પાછળ બેસે છે. ત્યાં એક જ વાતને સમજવાની છે. આચાર્યોની પ્રતિનિધિરૂપે પ્રમાણિતતા. ત્યાં કેવલીની આશાતના નથી. પણ મૃતની ગ્રાહકતા છે. માટે આચાર્યને ત્રીજે પદે નમસ્કાર કરાય છે.
• સિદ્ધચક્ર યંત્રમાં આચાર્યનું સ્થાન :
સિદ્ધચક્ર યંત્રને ધ્યાનથી યાદ કરો - આચાર્ય મહારાજના સ્થાન વિશે બે હકીકતો નોંધપાત્ર જણાશે–
(૧) કેન્દ્રમાં “અરિહંત” છે. આપણી સન્મુખ જમણી તરફ આચાર્ય છે. અરિહંત સાથેના તેમના સંબંધનું જોડાણ દર્શાવે છે. આચાર્યો માન્ય, પૂજ્ય અને નમસ્કરણીય ખરા પણ અરિહંતરૂપી ધરી કે કેન્દ્રસ્થાન ભૂલીને નહીં, અરિહંતે પ્રકાશેલા અને પ્રરૂપેલા માર્ગે ચાલનારા તેવા આચાર્યની જ અહીં આચાર્યરૂપે સ્વીકૃતિ છે. માટે નમો રિહંતવારિયા સમજીને આચાર્યપદની મહત્તા દેખાડી છે.
(૨) સિદ્ધચક્ર યંત્રમાં આચાર્યપદની પૂર્વે મૂકાયું છે દર્શન પદ. આ એક સુંદર સંબંધ-જોડાણ છે. કેમકે દર્શન એટલે “શ્રદ્ધા” અરિહંતના માર્ગની પૂર્ણ શ્રદ્ધા હોવી તે આચાર્ય પદવી માટેની પૂર્વ શરત છે, તેવું આ યંત્ર આપણને તાર્કિક રીતે કહી દે છે. અરિહંત પરત્વે શુદ્ધ શ્રદ્ધા અને વફાદારીપૂર્વક જ વાણીની પ્રરૂપણા કરે તે આચાર્ય એવો દર્શન અને આચાર્ય પદનો સંબંધ છે તેવું આ યંત્ર ફલિત કરે છે.
૦ પ્રશ્નો :– આચાર્યો અરિહંતની જ વાણી પ્રતિનિધિ રૂપે રજૂ કરે તેનું પ્રમાણ ?
– પ્રમાણ છે. આગમ શાસ્ત્રોમાં અનેક સ્થાને કંઈ પણ પ્રરૂપણા પૂર્વે એક વાક્ય આવે છે – સૂવું છે તેમાં માવા વિશ્વયં આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યું છે તે મેં સાંભળેલ છે અને છેલ્લે કહે ત્તિભ - તે પ્રમાણે હું (તમને) કહું છું. સુધર્માસ્વામી જ્યારે આ રીતે કહે છે ત્યારે વિચારો. તે તો ગણધર છે, દ્વાદશાંગીના રચયિતા છે. શાસન તેમની પાટ પરંપરામાં ચાલવાનું છે. છતાં પણ નામ કોનું મૂક્યું? ભગવંતનું (ભગવંતે આ કહ્યું છે, તે હું તમને કહું છું), આ જ પ્રમાણપત્ર છે કે આચાર્યો અરિહંતના પ્રતિનિધિરૂપે જ વાણી રજૂ કરે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ – પંચાચાર તો સાધુ પણ પાળે અને આચાર્ય પણ પાળે. તો પછી તે બંનેમાં ફર્ક શો ?
– Oો ય વિહાર અહીં વિહાર શબ્દ સંયમના અર્થમાં લીધો છે. સંયમ બે પ્રકારનો છે – એક ગીતાર્થનો સંયમ, બીજો ગીતાર્થની નિશ્રાનો સંયમ. આ સિવાય ત્રીજો કોઈ સંયમ કહ્યો નથી. નિશ્રામાં રહીને પળાવેલો આચાર પાળે તે સાધુ કહેવાય. સ્વયં આચાર પાલન કરે તે આચાર્ય.
X
-X
—
0 ઉપાધ્યાય :
નમસ્કાર મંત્રના ચોથા પદમાં નમો સાથે જોડાયેલ શબ્દ “ઉવજ્ઝાયાણં' છે. આ શબ્દને સંસ્કૃતમાં ૩૫Tધ્યાખ્યા કહે છે અર્થાત્ “ઉપાધ્યાયોને" – થાય છે. ઉપાધ્યાયોને મારા નમસ્કાર થાઓ. પણ ઉપાધ્યાય એટલે શું ?
– જેની પાસે જઈને અધ્યયન કરી શકાય - ભણી શકાય તે ઉપાધ્યાય.
– અથવા - જેમની સમીપે વસવાથી પણ મૃતનો ગાય અર્થાત્ લાભ થાય તે ઉપાધ્યાય કહેવાય.
– જૈન શાસનમાં ઉપાધ્યાયનું સ્થાન શિક્ષક જેવું છે. ઉપાધ્યાય શબ્દની વ્યુત્પત્તિ જ એમ કરી છે કે – ૩૫-સપનું સાત્રિ થાયતે જેમની સમીપ જઈને ભણાય તે ઉપાધ્યાય, પણ સમીપ એટલે શું ? વંદન આદિ વિધિ વડે નજીક જઈને શિક્ષણ લેવું તે. વિનયમર્યાદાપૂર્વક જેમની પાસે જઈને ભણાય તે.
– સૂત્રક્રમ દષ્ટાંત :- મન હજી આઠ વર્ષનો બાળક છે. શય્યભવસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. શય્યભવસ્વામી પોતાના જ્ઞાનથી જાણે છે કે આ મનકમુનિનું આયુષ્ય માત્ર છ માસનું છે. આટલા અલ્પ આયુષ્યમાં આ બાળમુનિને આરાધક બનાવી દેવાનો છે. એક ઉપાધ્યાયે તો અભ્યાસ અને બાળક બંનેને ધ્યાનમાં લઈને અધ્યાપન કરાવવાનું હોય. શું કરવું ?
બાળકને પહેલો પાઠ આપ્યો. - ઘો મન મુઠુિં - “ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. મંગલની ઇચ્છા કોને ન હોય ? બાળકે તો આ ટૂંકું વાક્ય યાદ રાખી લીધું. ધર્મ મંગલરૂપ છે. એટલો અર્થ સમજી લીધો. પણ ધર્મ શું છે ? તે તો હજી મનકમુનિ જાણતા નથી.
પછી બીજો પાઠ શીખવ્યો હિંસા સંનનો તો અહિંસા, સંયમ અને તપ ધર્મ છે. અહિંસા - હિંસાથી અટકવું તે, સંયમ – ક્રોધાદિ કષાયો, ઇન્દ્રિયો અને મન, વચન, કાયા પરનો કાબુ, તપ એટલે તપસ્યા. બાળકને બીજો પાઠ શીખવાડી દીધો. તેને ધર્મ મંગલરૂપ છે અને અહિંસાદિ રૂપ ધર્મ છે તે બે વાત આવડી ગઈ
પણ આ તો બાળમુનિ છે. તે માત્ર આટલું શીખીને ધર્મમય તો બનશે નહીં. જેમ બાળકને બિસ્કીટ આદિ લાલચો અપાય તેમ અહીં પણ બાળકને ગમતું કંઈક તો સમજાવવું જ પડશે ને ? ત્રીજો પાઠ શીખવી દીધો - વાવિ તં નમંતિ. જેનું મન ધર્મમાં સદા રોકાયેલું રહે તેને દેવતાઓ પણ નમસ્કાર કરે.
Page #90
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-ઉપાધ્યાય
મનકમુનિને આવડી ગયા ત્રણે પાઠ. બાળક તો ધર્મમય બની ગયો. કારણ ધર્મ કરો તો દેવતા નમસ્કાર કરવાના છે ને ? ઊંડુ તત્વ નહીં, મોક્ષની વાતો નહીં. સામાન્ય વાતમાં જ ધર્મ ગળે ઉતારી દીધો. બાળક નાચવા લાગ્યો. વાડ-દેવતા પગમાં પડે, તો તો ધર્મ બહુ સારો.
આ છે ઉપાધ્યાયનું ઉપાધ્યાયપણું તેથી જ ભગવતીજી સૂત્ર-૧-ની વૃત્તિમાં અભયદેવસૂરિજી મહારાજા જણાવે છે કે
ઉપાધ્યાય શબ્દમાં ૩૫ + ધ + ૩ + 3ય રહેલ છે. જેમાં રૂ નામના ક્રિયાપદનો એક અર્થ છે - અધ્યયન અર્થાત્ ભણવું, બીજો અર્થ રૂપ તિ છે. ધિ + ૩ (નજીક જવાથી) વધારે બોધ થવો. ત્રીજો અર્થ છે જ઼ મરને તે અર્થથી જેમની પાસે જિનપ્રવચન સૂત્રરૂપે સ્મરણ કરાય છે તે ઉપાધ્યાય કહેવાય છે.
ભગવતીજીની વૃત્તિમાં જ આવશ્યક નિર્યુક્તિનો સાક્ષી પાઠ આપ્યો છે–
શ્રી જિનેશ્વર દેવોએ કહેલા બાર અંગોને - દ્વાદશાંગીને પંડિત પુરુષો “સ્વાધ્યાય” કહે છે. તેનો સૂત્રથી ઉપદેશ કરનારાને ઉપાધ્યાય કહેવાય છે.
– જેની નિકટતા વડે કે જેની નિકટતામાં મૃતનો લાભ થાય તેને ઉપાધ્યાય કહેવાય અથવા જેનું સામીપ્ય જ ઇષ્ટફળનો લાભ આપનારું થાય છે, તે હેતુથી તેમને ઉપાધ્યાય કહેવાય છે.
આવશ્યક નિર્યુક્તિ ૯૯૭થી ૯૯૯ની વૃત્તિ તેમજ વિશેષાવશ્યક ભાષ્ય મુજબ ઉપાધ્યાયનો અર્થ :
– અરિહંત પ્રણિત જે આચારાંગ આદિ બાર અંગો તેનો વાચના, પૃચ્છના આદિ ભેદે પાંચ પ્રકારનો સ્વાધ્યાય જેઓ કરે છે, તેને ગણધર આદિ જ્ઞાની ભગવંતોએ ઉપાધ્યાય કહેલ છે. કેમકે તેઓ સ્વયં સ્વાધ્યાય કરે છે તેમજ વાચનારૂપે અન્ય (સાધુ/ સાધ્વી)ને પણ અધ્યાપન કરાવે છે.
– ૩ અક્ષરનો અર્થ “ઉપયોગ કરવો” થાય છે. ા શબ્દનો અર્થ ધ્યાન થાય છે. તેથી હા એટલે ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર એવો અર્થ થશે. એવા બીજા પણ ઉપાધ્યાય શબ્દના પર્યાયો છે. જેમકે જેને પામીને અથવા જેના પાસેથી ભણાય અથવા જે પાસે આવેલા શિષ્યોને ભણાવે, જે હિતનો ઉપાય ચિંતવનાર હોય તે ઉપાધ્યાય કહેવાય છે.
- ૩ નો અર્થ ઉપયોગ કરવો, વ શબ્દથી પાપનું પરિવર્જન કરવું જ્ઞ થી ધ્યાન કરવું ૫ થી કર્મોને દૂર કરવા એવા અર્થ પણ થાય. તેથી “ઉપયોગપૂર્વક પાપનું પરિવર્જન કરતા (નિવારતા) ધ્યાનમાં આરૂઢ થઈને કર્મોનું નિવારણ કરે તેને ઉપાધ્યાય જાણવા.
આચારનો ઉપદેશ કરવાથી જેમ આચાર્ય કહેવાય, તેમ સૂત્રોનું અધ્યયન કરાવવાથી તે ઉપાધ્યાય કહેવાય અથવા અર્થને દેનારા તે આચાર્ય અને સૂત્રને દેનારા તે ઉપાધ્યાય કહેવાય
અન્ય ગ્રંથ આદિ સૂચક ઉપાધ્યાયના અર્થો – - જેમની પાસે આવી જિનવચન સંભારાય, યાદ કરાય તે ઉપાધ્યાય. જેમ નાનું
Page #91
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ બાળક છે, તે આ શું ? આ શું? એમ કરતા સો વખત ભૂલે, વળી યાદ કરાવો, તેમ કરતા શીખે છે. તે રીતે જીવો પણ વાચના લે, પ્રવચન સાંભળે, ફરી પાછા ભૂલી જાય. તો વારંવાર સૂત્રાદિની વાચના દ્વારા તેમને યાદ રખાવે છે માટે તેમને ઉપાધ્યાય કહ્યા છે.
– અહીં 35 + + ગાય શબ્દમાં ગાય શબ્દ ત્રણ વિભક્તિથી ઓળખાવેલ છે. ષષ્ઠી, પંચમી અને તૃતીય સમીપતાનો લાભ, સમીપતાથી લાભ, સમીપતા વડે લાભ પુસ્તક કે પ્રતનું સ્વઅધ્યયન કરો તો સૂત્ર તો આવડી પણ જાય, પણ ઉપાધ્યાયની સમીપતાના ઉક્ત ત્રણે લાભ માટે તો ઉપાધ્યાય જ જોઈએ. અરે! સતિ સપ્તમી કે આધાર અર્થમાં લઈએ તો ઉપાથી ગાય કહ્યું. જેના સમીપમાં રહેતા પણ શ્રુતજ્ઞાનનો લાભ થાય
– મધ એટલે રોગ. તેને દૂર કરે તે ઉપાધ્યાય. - જેનાથી આધિઓ અર્થાત્ મનની પીડા નાશ પામે છે તે ઉપાધ્યાય,
– ૩-ધિ માં ક ને કુત્સા અર્થમાં લેતા ધ એટલે કુબુદ્ધિ, કુબુદ્ધિનો જેની પાસે રહેવાથી નાશ થાય તેને ઉપાધ્યાય કહેવાય.
- પછી ઐ નામક ક્રિયાપદ (ધાતુ) લેતા દુર્ગાન અર્થ થાય. આ દુર્ગાનનો જેની સમીપે નાશ થાય તે ઉપાધ્યાય.
૦ ઉપાધ્યાયના ગુણો :
નમસ્કાર મંત્રમાં પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો કહ્યા છે. તેમાં ઉપાધ્યાય મહારાજાના ૨૫ ગુણો જણાવેલ છે. જેમના ગુણોને કારણે નમસ્કાર કરીએ છે તે ઉપાધ્યાયના આ ૨૫ ગુણો કયા છે ? બહુજ સંક્ષેપમાં આ ગુણોને જણાવતા એટલું જ કહ્યું કે, ૧૧ અંગસૂત્રો, ૧૨ ઉપાંગ સૂત્રો. બંને મળીને ૨૩ આગમ સૂત્રોનું જાણપણું, ચોવીશમું ચરણ સિત્તરી અને પચીસમું કરણ સિત્તરી આ પચીશ ગુણો જાણવા. (અલબત્ત આ ગણનાઓ આગમ કાળની નથી. ત્યાં તો દ્વાદશ અંગના સ્વાધ્યાયીને ઉપાધ્યાય કહ્યા છે. આ પચીશ ગુણની ગણના બારમું અંગ વિચ્છેદ થયા પછીની છે.)
આ પચીશ ગુણોને થોડા વિસ્તારથી જાણવા જરૂરી છે. -૦- ૧૧ અંગ સૂત્રો :(નંદી સૂત્ર-૧૩૭ની વૃત્તિમાં તથા ચૂર્ણિમાં સૂત્ર નો અર્થ કહે છે...)
આગમપુરુષ અથવા દ્વાદશ અંગાત્મક મૃતપુરુષના અંગોમાં અંગ ભાવે જે ગોઠવાયેલા છે, તેને પ્રવિદ અથવા સૂત્રો કહેવાય છે. તે આ પ્રમાણે છે – બે પગ, બે જંઘા, બે ઉરુ, બે ગાત્રાદ્ધ (પીઠ અને ઉદર) બે બાહુ, ગ્રીવા (ડોક) અને મસ્તક. આ બાર અંગોમાં આચાર આદિ બાર સૂત્રોની વ્યવસ્થા કરાઈ છે અથવા ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગુંથેલ છે, તે (બારે) અંગ સૂત્ર કહેવાય કેમકે ગણધરો જ મૂળભૂત એવા આચાર આદિ બાર સૂત્રોની રચના કરે છે. તેઓને એવી સર્વોત્કૃષ્ટ કૃતલબ્ધિ સંપન્નતા હોવાથી આવી રચના કરે છે તે સિવાય બીજું કોઈ અંગસૂત્રોની રચના કરી શકતું નથી. વળી આચારાંગ આદિ બારે સૂત્રો સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં (સર્વ અરિહંતોમાં પણ) અર્થને આશ્રિને સમાન જ હોય છે. તેથી પણ તેને અંગસૂત્ર કહેવાય છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૯૧
નવકાર મંત્ર-ઉપાધ્યાયના ગુણો
આ બાર અંગોમાં આગમપુરુષના મસ્તકના સ્થાને દૃષ્ટિવાદ નામક બારમું અંગસૂત્ર ગોઠવાયેલ છે. પણ વર્તમાનકાળે દૃષ્ટિવાદનો વિચ્છેદ થયેલો છે. બાકી અગીયાર અંગસૂત્રો પ્રાપ્ત થાય છે. જે અહીં ૨૫-ગુણની ગણનામાં લેવાયેલા છે.
૧. આયાર - જે આચારાંગ નામે પ્રસિદ્ધ છે. તે પહેલું અંગ સૂત્ર છે. ૨. સૂયગડ - જે સૂત્રકૃતાંગ નામે પ્રસિદ્ધ છે, તે બીજું અંગ સૂત્ર છે. 3. ઠાણ - જે સ્થાનાંગ નામે પ્રસિદ્ધ છે. તે ત્રીજું અંગ સૂત્ર છે. ૪. સમવાય – જે સમવાયાંગ નામે પ્રસિદ્ધ છે, તે ચોથું અંગ સૂત્ર છે.
૫. વિવાહપન્નત્તિ - જેને સંસ્કૃતમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહે છે. વ્યવહારમાં આ પાંચમું અંગ સૂત્ર ભગવતી સૂત્ર નામે પ્રસિદ્ધ છે.
૬. નાયાધમ્મકહા - જે જ્ઞાતાધર્મકથા નામે પ્રસિદ્ધ છઠું અંગ સૂત્ર છે. ૭. ઉવાસગદસા - જે ઉપાશકદશા નામે પ્રસિદ્ધ સાતમું અંગ સૂત્ર છે. ૮. અંતગડદસા - જે અંતકૃદશા નામે પ્રસિદ્ધ આઠમું અંગ સૂત્ર છે.
૯. અનુત્તરોવવાઇયદસા - જે અનુત્તરૌપપાતિકદશા નામે પ્રસિદ્ધ છે, તે નવમું અંગસૂત્ર છે.
૧૦. પહાવાગરણ - જે પ્રશ્નવ્યાકરણ નામે પ્રસિદ્ધ દશમું અંગ સૂત્ર છે. ૧૧. વિવાગસુય - જે વિપાકકૃત નામે પ્રસિદ્ધ અગીયારમું અંગસૂત્ર છે.
(આ અગીયારે અંગ સૂત્રોનો વિસ્તૃત પરીચય નંદીસૂત્રની વૃત્તિમાં, ચૂર્ણિમાં, સમવાયાંગ સૂત્ર વૃત્તિમાં, પાક્ષિક સૂત્રની વૃત્તિમાં અપાયેલ છે.)
-૦- ૧૨ ઉપાંગ સૂત્રો :
નંદીસૂત્રના વૃત્તિકારે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્યસૂત્ર એવા બે ભાગ પ્રથમ બતાવેલા છે. જે અંગસૂત્ર છે, તે સિવાયના સૂત્રો અંગ બાહ્ય સૂત્રો કહેવાય છે. તેની રચના ગણધરો સિવાયના વિશિષ્ટ કૃતધરો આદિ કરે છે. આ અંગબાહ્ય સૂત્રોનો અંગસૂત્રોની જેમ કોઈ નિયમ નથી હોતો, તેની સંખ્યા વિશે પણ કોઈ નિશ્ચય હોતો નથી. તેમજ પ્રત્યેક ક્ષેત્ર, પ્રત્યેક કાળ અને પ્રત્યેક તીર્થકરમાં આ જ સૂત્રો અને આ જ પ્રમાણે તેની રચના થાય જ એવો કોઈ નિયમ હોતા નથી. આવા અંગ બાહ્ય સૂત્રો પણ કાલિક, ઉત્કાલિક આદિ પેટા વિભાગોથી ઓળખાતા હતા.
પરંતુ પછીથી અંગ બાહ્ય સૂત્રોની ઓળખ બદલાઈ અને ઉપાંગ, પન્ના ઇત્યાદિ નામે તે સૂત્રો ઓળખાવા લાગ્યા. જેમાંથી ઉપાધ્યાયના પચીશ ગુણોને આશ્રીને આપણે અહીં “ઉપાંગ” શબ્દની ઓળખ જોવાની છે.
ઉવવાઈ સૂત્ર વૃત્તિમાં કહે છે કે, અંગનો સમીપ ભાવ હોવાથી તે સૂત્રો ઉપાંગસૂત્રો રૂપે ઓળખાય છે અથવા અંગમાંથી ઉદ્ભવે તે ઉપાંગ (જંબૂતીપ પ્રાપ્તિની વૃત્તિમાં પણ કહ્યું છે કે – અંગસૂત્રના કોઈ એક દેશ (ખંડ કે સૂત્રવિશેષ) થકી વિસ્તાર કરાયેલ તે ઉપાંગ. તેથી આચારાંગ આદિ બાર અંગ સૂત્રો છે, તે પ્રત્યેકનું એક-એક ઉપાંગ ગણતા બાર ઉપાંગો થયા. (જેમાં પાંચમાં અને છટ્ઠા અંગના ઉપાંગના ક્રમમાં મતભેદ છે. આ વાત વૃત્તિકારે પણ સ્વીકારેલ છે. તેથી જ અમારા સંપાદિત આગમોમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૯૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
છઠું ઉપાંગ ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સાતમું ઉપાંગ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ છે. જ્યારે આ વૃત્તિકારે છઠું જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને સાતમું ચંદ્રપ્રજ્ઞતિ ઉપાંગ હોવાનું કહ્યું છે. પણ હાલ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને ઉપાંગમાં માત્ર ચાર શ્લોક બાદ કરતા બધું જ વિષયવસ્તુ સંપૂર્ણ સમાન જોવા મળે છે.) બાર ઉપાંગો આ પ્રમાણે છે –
૧. ઉવવાઈ – જે પપાતિક નામે પ્રસિદ્ધ છે. તે પહેલું ઉપાંગ સૂત્ર છે. આ સૂત્ર આચારાંગના એક દેશનો વિસ્તાર છે, તેમ ઉવવાઈ-વૃત્તિમાં કહ્યું છે. - ૨. રાયપૂસેણિય – બીજું ઉપાંગ સૂત્ર છે, જે રાજપ્રશ્રીય નામે પ્રસિદ્ધ છે. આ ઉપાંગ સૂત્ર સૂત્રકૃત નામે બીજા અંગના એક દેશનો વિસ્તાર છે. તેમ રાજપ્રશ્રીય ઉપાંગ સૂત્રની વૃત્તિમાં કહેલ છે.
3. જીવાજીવાભિગમ – આ ત્રીજુ ઉપાંગ સૂત્ર છે. વ્યવહારમાં તે જીવાભિગમ નામે પણ પ્રસિદ્ધ છે. જે ઠાણાંગ સૂત્રમાંથી ઉદ્ભવ્યાનો વૃત્તિમાં ઉલ્લેખ છે.
૪. પન્નવણા – જે પ્રજ્ઞાપના સૂત્ર નામે પ્રસિદ્ધ છે. ચોથા સમવાય નામક અંગ સૂત્રમાંથી ઉદ્ભવેલ છે. તેવો પન્નવણાની વૃત્તિમાં ઉલ્લેખ છે.
- ૫ થી ૭. સૂરપન્નત્તિ, જંબૂદીવપન્નત્તિ, ચંદપન્નત્તિ – આ ત્રણે ઉપાંગ સૂત્ર સંસ્કૃત નામથી સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ નામે પ્રસિદ્ધ છે. જેને પ્રસ્તુત વૃત્તિકાર અનુક્રમે પાંચથી સાત અંગ સૂત્રોના ઉપાંગ સૂત્ર રૂપે જણાવે છે. પણ મલયગિરિજી કૃત્ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રની વૃત્તિમાં તે-તે ઉપાંગ કયા અંગસૂત્રોના (એકદેશનો) વિસ્તાર છે, તેવું કયાંય જણાવેલ નથી. (તેથી આ ક્રમ આગળ-પાછળ પણ હોઈ શકે).
૮ થી ૧૨. નિરયાવલિયા, કથ્થવડિસિયા, પુફિયા, પુફચૂલિયા, વય્યિદસા આ પાંચે ઉપાંગ સૂત્રોને સંસ્કૃતમાં નિરયાવલિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા અને વલિ કે વૃષ્ણિદશા કહે છે.
ઉપાધ્યાય ભગવંતના ૨૫-ગુણોમાં જે ૨૩-ગુણો ગણાવ્યા. તે આ ૧૧અંગસૂત્રો અને ૧૨-ઉપાંગ સૂત્રોનું ધારકપણું અથવા સ્વાધ્યાય ગણવો. (અહીં ૨૩ સૂત્રોના ધારકપણાના ઉપલક્ષણથી સર્વે આગમોનું ધારકપણે સમજી લેવું. તેથી જ પાવિજયજી મહારાજે ઉપાધ્યાયની ઓળખ આ રીતે આપી–)
“અંગ ઉપાંગ નંદી અનુયોગછ છેદને મૂલ ચારજી, દશ પન્ના એમ પણચાલીસ, પાઠક તેહના ધાર - ભવિયણ"
-૦- ચરણ સિત્તરી :- ઉપાધ્યાય મહારાજાના પચીશ ગુણોમાં આ ચોવીસમો ગુણ ગણાવાયેલ છે. અલબત તેમાં ચારિત્રને આશ્રીને ૭૦ વસ્તુઓનો સમાવેશ કરાયેલ છે. આ સિત્તેર વસ્તુ આ પ્રમાણે છે
૧. મહાવ્રતો-પાંચ, ૨. શ્રમણ ધર્મ-દશ, ૩. સંયમ-સત્તર પ્રકારે, ૪. વૈયાવચ્ચ-દશ, ૫. બ્રહ્મચર્યની ગુતિ-નવ, ૬. જ્ઞાનાદિ-ત્રણ, ૭. તપ-બાર, ૮. કષાયનિગ્રહ-ચાર, એ રીતે ૫ + ૧૦ + ૧૭ + ૧૦ + ૯ + ૩ + ૧૨ + ૪ = ૭૦ થાય.
Page #94
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-ઉપાધ્યાયના ગુણો
૧. પાંચ મહાવ્રત - સર્વથા હિંસાદિથી વિરમણ અર્થાત્ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરવું.
લઘુ દષ્ટાંત :- જેમ મેતારક મુનિ હતા. શ્રેણિક રાજાના જમાઈ છે. બાર વર્ષનું લગ્નજીવન ગાળીને દીક્ષા લીધી છે. માસક્ષમણને પારણે સોનીને ઘેર ગૌચરી માટે જાય છે. સોની શ્રેણિક રાજા માટે સોનાના જવલા ઘડી રહ્યો છે. જવલા પડતા મૂકી મેતાર્યમુનિ માટે મારે આહાર લેવા ઘરમાં ગયો. તેટલામાં ક્રૌંચ પસી આવીને જવલા ચણી ગયું. સોનીએ જ્યારે સોનાના જવલા ન જોયા ત્યારે મેતાર્યમુનિ પર વહેમાયો અને જવલા માટે પૂછતાછ શરૂ કરી.
મેતાર્યમુનિએ વિચાર્યું કે જો હું આ પક્ષીનું નામ આપીશ, તો સોની નક્કી પક્ષીને મારી નાંખશે. સર્વથા હિંસાથી વિરમેલ એવા મહાવ્રતધારી મુનિ મૌન રહ્યા. સોનીએ મેતાર્યમુનિને મરણાંત કષ્ટ આપ્યું. ત્યારે પણ તે ભયંકર દુઃસહ એવી વેદના મેતાર્યમુનિએ સહન કરી, પણ અહિંસા ભાવને ખંડિત ન થવા દીધો તો કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ રીતે પાંચ મહાવ્રતને ધારણ કરવા જોઈએ.
૨. દશવિધ શ્રમણધર્મ :- ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ (સરળતા), મુક્તિ (નિર્લોભતા), તપ, સંયમ (કર્માશ્રવને રોકવા), સત્ય, શૌચ (પવિત્રતા), આકિંચન્ય (મમત્વ ત્યાગ) અને બ્રહ્મચર્ય આ દશ પ્રકારનો શ્રમણધર્મ પાલન કરે.
૩. સત્તર પ્રકારનો સંયમ :- હિંસા આદિ પાંચ આશ્રવોથી અટકવું તે પાંચ પ્રકારે, સ્પર્શના વગેરે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો તે પાંચ પ્રકારે, ક્રોધાદિ ચાર કષાયો જય કરવો તો ચાર પ્રકારે, મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિરૂપી દંડોની વિરતિ તે ત્રણ પ્રકારે એમ ૫ + ૫ + ૪ + ૩ = ૧૭ પ્રકારે સંયમ જાણવો (બીજી રીતે પણ ૧૭ ભેદ છે તે અહીં લીધા નથી.)
૪. દશ પ્રકારે વૈયાવચ્ચ - ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. શૈક્ષ, ૫. ગ્લાન, ૬. સ્થવિર, ૭. સમનોજ્ઞ (સમાન સમાચારીવાળા), ૮. સંઘ (ચતુર્વિધ સંઘ), ૯. કુળ (અનેક ગચ્છોનો સમૂહ તે ચાંદ્ર આદિ કુળ) અને ૧૦-ગણ (ઘણાં કુળનો સમુદાય તે ગણ).
આ દશેની અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, વસતિ, પીઠફલક, સંથારો, આસન વગેરે આપવા તેમજ સેવા કે ચિકિત્સા કરવી તે વૈયાવચ્ચ,
૫. બ્રહ્મચર્યની નવ ગુતિ :- વસતિ, કથા, આસન, ઇન્દ્રિય, કુડ્યાંતર, પૂર્વ ક્રીડિત, પ્રણીતાહાર, અતિમાત્રાહાર, વિભૂષા એ નવ વાડોને સાચવવા રૂપ નવગુતિ જાણવી. (તેનું વિશેષ વર્ણન પંચિંદિય સૂત્રથી જાણવું)
૬. જ્ઞાનાદિ ત્રિક :- સભ્યશ્ જ્ઞાન, સમ્યગૂ દર્શન અને સમ્યક્ ચારિત્ર આ ત્રણે ગુણોનું રક્ષણ અને વૃદ્ધિ કરવી.
૭. બાર પ્રકારનો તપ :- અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સલીનતા - તથા - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ આ બારે પ્રકારનો તપ યથાશક્તિ આચરવો. (વિશેષ વર્ણન માટે નાણમિદંસણમિ. સૂત્ર
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
૨૮ જોવું)
૮. કષાય નિગ્રહ :- ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોનો નિગ્રહ કરવો. (વિશેષ વર્ણન પંચિંદિય. સૂત્ર-૨માં જોવું).
-૦- કરણ સિત્તરી :- ઉપાધ્યાય મહારાજાનો પચીશમો ગુણ છે આ ગુણમાં પણ સીત્તેર બાબતોનો સમાવેશ થાય છે. ૧. પિંડવિશુદ્ધિ-ચાર, ૨. સમિતિ-પાંચ, ૩. ભાવના-બાર, ૪. પ્રતિમા-બાર, ૫. ઇન્દ્રિયનિરોધ-પાંચ, ૬. પડિલેહણ-પચ્ચીશ, ૭. ગુપ્તિ-ત્રણ, ૮. અભિગ્રહો-ચાર. એ પ્રમાણે – ૪ + ૫ + ૧૨ + ૧૨ + ૫ + ૨૫ + ૩ + ૪ = ૭૦ થાય
૧. પિંડ વિશુદ્ધિ ચાર :- આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ એ ચારની શુદ્ધિ.
૨. પાંચ સમિતિ :- ઇર્ષા, ભાષા, એષણા, આદાનભંડમત્તનિક્ષેપણા અને પારિષ્ઠાપાનિકા એ પાંચ સમિતિનું પાલન કરવું. (પાંચ સમિતિની વધુ જાણકારી પંચિંદિય-સૂત્ર-૨માં આપેલી છે.)
૭. ત્રણ ગુતિ :- મનોગતિ, વચનગુતિ, કાયવુતિ એ ત્રણે ગુતિનું પાલન કરવું. (વિશેષ માહિતિ-જુઓ વંચિંદિય સૂત્ર-૨).
૩. બાર ભાવના :- અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જર, લોક, બોધિ દુર્લભ અને સ્વાખ્યાત ધર્મ એ બારની ચિંતવના.
૪. ભિક્ષની બાર પ્રતિમા :- એક માસિકી, હિ માસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી, પાંચ માસિકી, છ માસિકી, સાત માસિકી, પહેલી સાત અહોરાત્રની, બીજી સાત અહોરાત્રની, ત્રીજી સાત અહોરાત્રની એક ત્રણ અહોરાત્રની અને એક રાત્રિકી. એ બાર ભિક્ષુપ્રતિમાનું પાલન કરવું
૫. ઇન્દ્રિયનિરોધ પાંચ :- સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ ન કરવો. (વિશેષ માહિતી માટે પંચિંદિય સૂત્ર-૨ જુઓ)
૬. પચ્ચીશ પડિલેહણા :- સાધુએ સવારે અગિયાર વસ્તુની અને ત્રીજા પ્રહરને અંતે ચૌદ વસ્તુની એ રીતે પચ્ચીશ ઉપકરણોની પડિલેહણા કરવાની હોય છે. (વર્તમાન કાળે પરંપરા થોડી જુદી છે, માટે નોંધેલ નથી.)
૮. અભિગ્રહો :- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે ગૌચરી સંબંધી અભિગ્રહો જાણવા.
આ પ્રમાણે ઉપાધ્યાય મહારાજાના પચ્ચીશ ગુણો જાણવા. • ઉપાધ્યાયનો વિશિષ્ટ ગુણ :
જેમ અરિહંતનો વિશિષ્ટ ગુણ માર્ગદશકતા છે, સિદ્ધનો અવિનાશીપણું, આચાર્યનો આચાર ગુણ છે તેમ ઉપાધ્યાયનો વિશિષ્ટ ગુણ છે “વિનય”. તેઓ સ્વયં ઉત્તમ વિનયગુણોના ભંડાર છે અને સાધુઓને પણ એવા જ વિનયગુણથી યુક્ત બનાવે છે.
• ઉપાધ્યાયને નમસ્કાર શા માટે ? ઉપાધ્યાયનો અર્થ અને ગુણો જાણ્યા પછી, “નમો” શબ્દ પૂર્વકનો અર્થ વિચારો
Page #96
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-ઉપાધ્યાયના ગુણો
૯૫ તો “ઉપાધ્યાયને નમસ્કાર થાઓ” એવો અર્થ થાય છે. તો પ્રશ્ન એ થાય કે ઉપાધ્યાયને નમસ્કાર કરવાની જરૂર શી ?
– ઉપાધ્યાય ભગવંતો સુસંપ્રદાયથી આવેલા જિનવચનોનું અધ્યયન કરાવી ભવ્યજીવોને વિનયમાં પ્રર્વતાવે છે. એ ઉપકારીપણાને લીધે નમસ્કાર કરવો.
– ઉપાધ્યાયજી સર્વ પ્રકારે ઇષ્ટ ફળોનો સમુદાય કહેવાય છે. તેની નિકટતાની પ્રાપ્તિ પણ ઉપકારક છે. કેમકે અધ્યયન કર્યું. આવડ્યું પણ ચિત્ત ચગડોળે ચડી ગયું તો ? ચગડોળે ચડેલા ચિત્તને ઠેકાણે લાવવાનું કામ ઉપાધ્યાય કરે છે. તેથી તો ભગવતીજી વૃત્તિમાં તેમને મનની પીડાનો નાશ કરનાર કહ્યા છે. માટે જ તે નમસ્કારને યોગ્ય પણ છે.
– જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર હોવાથી પણ નમસ્કરણીય કહ્યા. કેમકે સખ્ય દર્શન હશે, પણ જ્ઞાન નહીં તો ચારિત્ર ક્યાંથી આવશે? સભ્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપાધ્યાયને નમસ્કાર કરવો જ પડે.
– એકાદ પદ પણ જો કોઈની પાસેથી શીખીએ તો તેને મહાન ઉપકારી ગણવાનું શાસ્ત્રકાર કહે છે. તો પછી સમગ્ર આગમ સૂત્રનો સ્વાધ્યાય કરનાર - વાંચના આપનાર કેટલા ઉપકારી ગણાય ? માટે તેમને નમસ્કાર કરવો.
– ઉપાધ્યાય માત્ર શિક્ષક જ નથી, તે સાથે વર્તન પણ શીખવે છે. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ગ્રહણ અને આસેવન બંને પ્રકારની શિક્ષા ઉપાધ્યાય મહારાજા આપે છે. જેમ માતા બાળકના શિક્ષણની અને ઉછેરની બંને કાળજી રાખે તેમ ઉપાધ્યાય પણ સાધુ-સાધ્વીની સર્વ પ્રકારે કાળજી રાખે છે માટે તેમની પૂર્વે “નમો” કહ્યું
- છેલ્લી વાત. ઉપાધ્યાય યશોવિજયજીની પંક્તિ યાદ કરો“મુરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પાહાણને પલ્લવ આણે; તે ઉવજ્ઝાય સકલ જન પૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે...
ઉપાધ્યાય મહારાજા જૈન શાસનમાં અધ્યાપકને સ્થાને છે. તેઓ પત્થર જેવા કે મુરખ શિષ્યને પણ શિલ્પીની જેમ મૂર્તિરૂપે ઘડે છે. મોહરૂપી સર્પથી નંખાઈને જેના પ્રાણ નષ્ટપ્રાય થયા છે, તેવા જીવોને પણ જ્ઞાનરૂપી ચેતના પૂરે છે. માટે તેમને નમસ્કાર કરવાનું કહ્યું
૦ લઘુદષ્ટાંત :- કોઈ રબારીએ (અશકટાતા) દીક્ષા લીધી. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રણ અધ્યયન પૂરા કર્યા પછી પૂર્વકૃત્ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થયો. ઘણાં જ પ્રયત્ન છતાં ચોથા અધ્યયનનો એક અક્ષર ન ચડે. ત્યારે ઉપાધ્યાય મહારાજે તે આત્માની યોગ્યાયોગ્યતા વિચારી, રાગ દ્વેષનો નિગ્રહ કરનારું એક પદ આપ્યું “ ૫ સુપ” મુનિએ વિનયપૂર્વક સ્વીકારી આયંબિલના તપ પૂર્વક મોટે મોટેથી ગોખવાનું શરૂ કર્યું. પણ માષતુષ-માષતુષ કર્યા કરે છે. પણ એક પદ ગોખી શકતા નથી. ઉપાધ્યાયના વચને બાર વર્ષ સુધી આયંબિલપૂર્વક ગોખવા છતા પદ ન આવડ્યું, પણ આવરક કર્મોનો ક્ષય થઈ જતાં કેવળજ્ઞાન થઈ ગયું.
આવું સુંદર પરિણામ આવશે, તે નક્કી કોણે કર્યું ? ઉપાધ્યાય-ગુરુએ મુરખ
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ શિષ્યને કેવલી બનાવી દીધા. માટે ઉપાધ્યાયને નમસ્કાર.
આ રીતે ઉપાધ્યાયને કરેલો નમસ્કાર (આવશ્યક નિર્યુક્તિ ૯૯૯ની વૃત્તિ મુજબ-) જીવને હજારો ભવોથી મૂકાવે છે. બોધિબીજના લાભ માટે થાય છે. ભવક્ષય કરતા જ્ઞાનાદિ ધનવાળા આત્માને અપધ્યાનથી અટકાવીને ધર્મધ્યાનમાં સ્થાપિત કરે છે. એ પ્રમાણે નિશ્ચયથી ઉપાધ્યાયને કરેલો નમસ્કાર મહા અર્થવાળો છે. મૃત્યુ સમીપ આવે ત્યારે વારંવાર કરવા યોગ્ય છે. આવો ઉપાધ્યાયના કરાયેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલમાં પ્રથમ કે ઉત્કૃષ્ટ મંગલરૂપ છે.
• ઉપાધ્યાય ચોથે કેમ ?
દેવ તત્ત્વમાં અરિહંત અને સિદ્ધને નમસ્કાર કર્યા પછી ગુર તત્ત્વમાં ત્રીજા ક્રમે અરિહંતને નમસ્કાર કર્યો કેમકે તેઓ અરિહંતના સીધા પ્રતિનિધિ રૂપ છે. ત્યારપછી ચોથો નમસ્કાર ઉપાધ્યાય મહારાજાને કરાય છે – કેમકે અરિહંતો પ્રણિત અને ગણધર ગુંથીત શ્રુતજ્ઞાનનું યથાર્થ અધ્યયન કરી અન્ય સાધુઓને તેમનું શિક્ષણ આપે છે, તેનો યોગ્ય વિનિમય કરે છે. વળી તેઓ આચાર્ય ન હોવા છતાં આચાર્યના સહાયક છે અને આચાર્ય પદની યોગ્યતા ધરાવે છે, માટે આચાર્ય પછીનો અર્થાત્ ચોથો ક્રમ મૂક્યો.
• સિદ્ધચક્રમાં ઉપાધ્યાયનું સ્થાન :
સિદ્ધચક્ર યંત્રને સ્મરણસ્થ કરો ઉપાધ્યાય પદની પૂર્વે યંત્રમાં કયું પદ છે ? - જ્ઞાનપદ - કેમકે જ્ઞાન એ અધ્યયન-અધ્યાપનનો પાયો છે. ઉપાધ્યાયપણાની પણ પૂર્વ શરત શું છે ? દ્વાદશ અંગનો સ્વાધ્યાય કરે, ધારણ કરે અને વાંચનાદિ થકી ભણાવે. માટે જ તેમની પૂર્વે જ્ઞાન પદની સ્થાપના કરાઈ છે. વળી જ્ઞાનપ્રાપ્તિની ઝંખના છે ? તો ઉપાધ્યાયને પૂજો.
જો કે અહીં તો યંત્રમાં ઉપાધ્યાયની પછીનું પદ પણ સાર્થક જ છે. કેમકે પછીનું પદ છે ચારિત્ર જ્ઞાન પ્રાપ્તિનું ફળ શું? વિરતિ, અર્થાત્ ચારિત્ર-આચરણ કે ક્રિયા. સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિથી સમ્યક્ ચારિત્ર સુધી પહોંચવા માટેનો પુલ તે ઉપાધ્યાય છે. કેમકે તે જ્ઞાન પણ શીખવે અને વર્તન પણ શીખવે છે.
વળી તે અરિહંતની ધરી ઉપર ચાલતા આરા સમાન છે માટે “નમો અરિહંત ઉવઝાયાણં. એમ સમજવું કેમકે કેન્દ્રમાં અરિહંત છે. તેમના પ્રરૂપેલા શ્રતનો જ ઉપાધ્યાય સ્વાધ્યાય કરે છે.
• અંતિમ પ્રાર્થના :શ્રી રત્નશેખરસૂરિજીએ શ્રીપાલચરિત્રમાં જણાવ્યું છે કે
જેઓ ગચ્છને સારણાદિ આપવા માટેના અધિકારી છે. સૂત્ર-અર્થના અધ્યયને ઉદ્યમવંત છે અને સ્વાધ્યાયમાં લીન જેનું મન છે. તેવા ઉપાધ્યાયનું સમ્યક્ પ્રકારે ધ્યાન ધરવું જોઈએ.
--—X —X— — - સાધુ :નવકાર મંત્રનું પાંચમું પદ છે - નમો લોએ સવ્વસાહૂણં – સંસ્કૃતમાં તેને માટે
Page #98
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સાધુ
૯૭
નમ:લોવ્ઝ સર્વસાધૂમ્ય: એવું રૂપાંતર છે. પૂર્વે અરિહંત, સિદ્ધ આદિ એક-એક શબ્દ જ હતો. અહીં લોક, સર્વ અને સાધુ એ ત્રણ શબ્દો છે. માટે ત્રણેનો અલગ-અલગ અર્થ જાણ્યા પછી સમુદિત અર્થ જોવો આવશ્યક છે. પહેલા સાધુ શબ્દનો અર્થ— નિરુક્તિથી તા એટલે સમપણું અને ધુ એટલે વિચારવું. જે સમપણાનો વિચાર કરે તે સાધુ. ‘સર્વ જીવો પ્રત્યે મૈત્રી''એ માર્ગ સાધુનો છે. તેથી તો નિર્યુક્તિકારે કહ્યું કે, બધાં જીવો પ્રત્યે સમતાને વિચારે તે સાધુ. ‘અહીં સમતાને ધારણ કરે તે સાધુ’ કહ્યું તે અર્થ ખરેખર ! મનનીય છે. કેમકે જેમ ક્ષત્રિય કુળમાં જન્મે તે ક્ષત્રિયપણાંના સંસ્કાર સાચવે છે, બ્રાહ્મણના કુળમાં જન્મેલા બ્રાહ્મણપણાંના સંસ્કાર સાચવે છે, તેમ આચાર્યની પરંપરામાં જન્મેલો તેમની રીતિ-નીતિ સાચવે તો જ સાધુ કહેવાય. ભગવતીજી સૂત્ર-૧માં વૃત્તિકાર મહર્ષિ સાધુ શબ્દનો અર્થ જણાવે છે કે– જે જ્ઞાનાદિ શક્તિ વડે મોક્ષની સાધના કરે છે તે સાધુ. જેઓ સર્વ પ્રાણીઓ પરત્વે સમતાનું ચિંતવન કરે છે તે સાધુ. – સંયમકારીઓને સહાય કરે છે અથવા ધારી રાખે છે તે સાધુ. -૦- આવશ્યક નિયુક્તિ તથા તેની વૃત્તિમાં સાધુનો અર્થ જણાવે છે કે– સમ્યગ્ દર્શનાદિ પ્રધાન વ્યાપાર (પ્રવૃત્તિ)થી જે નિર્વાણ સાધક યોગોને વિહિત અનુષ્ઠાન વડે સાધે છે, તે સાધુ કહેવાય છે.
સર્વે પ્રાણીઓ પરત્વે સમસૃષ્ટિ હોવાથી તે સાધુ કહેવાય છે. – વિષયસુખોથી નિવૃત્ત થયેલા, વિશુદ્ધ ચારિત્ર અને નિયમોથી યુક્ત, જ્ઞાનાદિ ગુણોની સાધના કરતા એવા સાધુ કહેવાય છે.
=
– સંયમની સાધના કરતા એવા અને તેમાં અસહાયીને સહાય કરતા હોવાથી તે સર્વે સાધુઓને હું નમસ્કાર કરું છે.
-૦- ગ્રંથ આધારિત અન્ય વ્યાખ્યાઓ/ઓળખ :
-
—
સામાન્યથી સાધુ એટલે સ્વ અને પરના હિતની અથવા મોક્ષના અનુષ્ઠાનની સાધના કરતા હોવાથી તે સાધુ કહેવાય છે. તેઓ નિર્વાણને સાધનારા છે, મન, વચન, કાયાના યોગને સાધે છે. સર્વ પ્રાણી પ્રત્યે સમભાવ કેળવે છે અથવા સર્વ પ્રાણી પર સમવૃત્તિ રાખે છે.
-
શ્રી પદ્મવિજયજી મહારાજ સાધુ પદની ઓળખ આપતા લખે છે— “વેદ ત્રણને હાસ્યાદિક ષટ્, મિથ્યાત્વ ચાર કષાયજી;
ચૌદ અત્યંતર નવવિધ બાહ્ય, ગ્રંથિ તજે મુનિરાય, ભવિયણ... સાધુ મહાત્મા સ્ત્રી, પુરુષ, નપુંસક ત્રણ વેદ; હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ હાસ્ય ષટ્ક; મિથ્યાત્વ; ક્રોધ, માન, માયા, લોભરૂપી ચાર કષાય એમ કુલ ચૌદ અત્યંતર અને ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ એ નવ પ્રકારે બાહ્ય પરિગ્રહને તજનારા છે, આ ચૌદ અને નવ એમ કુલ ૨૩ પ્રકારે પરિગ્રહના ત્યાગી એવા સાધુપદને સમજવામાં ફક્ત એક માન કષાયનો જ વિચાર કરીએ તો—
7
-
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
લઘુદષ્ટાંત :- બાહુબલિજી કે જે ભગવંત ઋષભદેવના પુત્ર છે. યુદ્ધભૂમિમાં બાર વર્ષ ભરત સાથે યુદ્ધ કર્યા પછી મનના ભાવો પલટાતા ત્યાંજ સ્વયં દીક્ષિત થયા છે. કાયોત્સર્ગમાં લીન બની ગયેલા છે. બળબળતો ઉનાળો, હાડ થીજાવી દે તેવો શિયાળો કે મુસળધાર વરસતા ચોમાસામાં પણ પોતાની કાયાથી ચલિત થયા નથી.
ત્યાં ઉપજતા બધા ઉપસર્ગો કે પરીષહોને મૌનપણે સહન કર્યા છે. રાજ્યાદિ બાહ્ય પરીગ્રહનો તો પહેલા જ ત્યાગ કરી ચૂક્યા છે. ભારત પરના ક્રોધને પણ ઓગાળી દીધો છે અને નિષ્કપટ ભાવે સાધનામાં લીન છે. તો શું ખુટ્યું તેના સાધુપણામાં?
કેવળ-માન કષાય. આ એક જ કષાયને મનમાં સંઘરીને ઉભા છે. હું ઋષભદેવ પાસે જઉ તો મારા નાના ભાઈઓને વંદન કરવું પડેને ? માટે કેવળજ્ઞાન થાય ત્યાં સુધી જવું જ નથી. પણ સાધના સફળ થતી નથી. જેવું અભિમાન ગયું, માનકષાય ચાલ્યો ગયો. વંદનના ભાવથી પગ ઉપાડ્યો કે તુરંત કેવળજ્ઞાન થઈ ગયું
કારણ ? સાચી સાધુતા પ્રગટી ગઈ તો સાધના સફળ થઈ.
- મોક્ષને સાધે તે સાધુ કેવળ મોક્ષ માટેની જ પ્રવૃત્તિ હોય તેની એક જ માગણી સાધુ કરે કે, હોડ માં તુરં પમવો ભયવં હે ભગવન્! આપના પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ. (શું?) ભવનિર્વેદ, મોક્ષ માર્ગનું અનુસરણ. (પછી ?) ઇષ્ટ ફળની સિદ્ધિ - અહીં ઇષ્ટ ફળ એટલે મોક્ષ જ. બીજું કશું જ નહીં.
- સાધુની આ લાંબી વ્યાખ્યા કે ઓળખમાં સમજણ ન પડે તો કલ્પસૂત્રકારનું કું વાક્ય યાદ રાખો - HIRIો મારિ પધ્વરૂણ ઘર છોડીને ઘર વગરના થયા અર્થાત્ ગૃહજીવનનો ત્યાગ કરીને ચારિત્રધર્મની સાધના કરે તે સાધુ.
- સાધુ એટલે જે સોળદોષ ઉદ્ગમના, સોળ દોષ ઉત્પાદનના અને દશ દોષ એષણાના એ બેતાલીશ દોષરહિત એવા વિશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે, સમસ્ત ઇન્દ્રિયોનું દમન કરે, સંસારમાં આસક્ત ન રહે, બાવીશ પ્રકારના પરીષહોને સહન કરે, કલ્પાનુસાર વિહાર કરતા રહે, ભવિજીવને મુક્તિસુખમાં સહાયતા કરે તે
-૦- સવ્ય - શબ્દનો અર્થ :
નવકારમંત્રમાં સફૂM શબ્દ પૂર્વે સંલ્થ શબ્દ પ્રયોજાયેલ છે. આ સવ્વ શબ્દ સાધુ સાથે જોડાયેલ હોય ત્યારે તેનો અર્થ અને સવ્વ શબ્દનો સામાન્ય અર્થ એમ બે પ્રકારે શાસ્ત્રકાર મહર્ષિએ વર્ણાવેલ છે–
વ્ય શબ્દ માટે ભગવતીજી સૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિ લખે છે–
સર્વ શબ્દ સામાયિકાદિ ચારિત્રના વિશેષણ રૂપ છે અર્થાત્ સામાયિક, છેદોપ સ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એ પાંચમાંથી કોઈપણ ચારિત્રથી યુક્ત હોય તે સર્વે સાધુને સાધુપદમાં ગણ્યા.
સર્વ – પ્રમત્ત આદિ કે પુલાકાદિ સર્વે સાધુનો અહીં સમાવેશ કર્યો. મતલબ કે પ્રમત સાધુ હોય, અપ્રમત્ત સાધુ હોય, ઉપશમ શ્રેણીએ ચડેલ હોય કે ક્ષપક શ્રેણિએ ચડેલ હોય અર્થાત્ છઠાથી તેરમા ગુણઠાણા સુધી ગમે તે અવસ્થામાં હોય તે સર્વે સાધુને નમસ્કરણીય જ ગણવા.
Page #100
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સાધુ
સર્વ શબ્દથી બકુશ, કુશીલ, ગુલાક, નિર્ગસ્થ કે સ્નાતક પાંચ પ્રકારના સાધુને ગ્રહણ કર્યા છે.
સર્વ શબ્દથી જિનકલ્પિક, પ્રતિમાકલ્પિક, યથાલંદકલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થવિરકલ્પિક, સ્થિતકલ્પિક, અસ્થિતકલ્પિક, સ્વિતાસ્થિતકલ્પિક કે કલ્પાતીત એ સર્વેને વૃત્તિકારે ગ્રહણ કર્યા છે.
સર્વ શબ્દથી સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, ભરત ક્ષેત્રના, ઐરાવત ક્ષેત્રના કે મહાવિદેહ ક્ષેત્રના, જંબૂતીપ, ધાતકીખંડ કે અર્ધપુષ્કરવરતીપના, સુષમદુષમાદિ આરાના એમ સર્વે સાધુ ગ્રહણ કરવાનું સૂચવે છે. પ્રત્યેક ક્ષેત્ર અને પ્રત્યેક કાળના સાધુને પણ નમસ્કાર.
- ગ્રન્થ આધારિત સમજ :- સવ્વ અર્થાત્ સર્વ/બધા સાધુને “નમો' એ અર્થમાં ગ્રહણ કરેલ છે. આ જ વાત નીવંત છે વિ સાહૂ સૂત્રમાં પણ જોવા મળે જ છે. આગળ વધીને સવ્ય શબ્દ માટે ગ્રંથકારોએ ત્યાં સુધી કહ્યું કે, આજના દીક્ષિત હોય કે પર્યાય થવીર હોય, બાલમુનિ હોય કે વયસ્થીર હોય, અજ્ઞાની હોય કે શ્રુત
Wવીર હોય, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, પૂર્વધર કે બહુશ્રુત હોય પ્રત્યેક સાધુને નમસ્કાર કરવાના ભાવથી આ સવ્વ- સર્વ શબ્દ ગ્રહણ કરવો.
(ખાસ કરીને જ્યારે વર્તમાનકાળે સવ્વ નું મમ કરી દીધું છે અર્થાત્ સર્વ સાધુને નમસ્કારને બદલે મારા સાધુને અર્થાત્ મેં માનેલા ગુરુને જ નમસ્કારની પ્રવૃત્તિ ચાલે છે ત્યારે આ “સર્વ” શબ્દ સમજવો ઘણો જરૂરી છે.)
-૦- સવ્વ શબ્દના અન્ય અર્થો - ભગવતીજી વૃત્તિ મુજબ :- સવ્વ શબ્દથી સર્વે ગુણવાનોને અવિશેષિતપણે પ્રતિપાદિત કરતા આ સબ્ધ શબ્દ અરિહંત આદિ બધાને લાગુ પડે છે. તેથી સવ્વ અરિહંતાણં, સવ્વ સિદ્ધાણં, સવ્વ આયરિયાણં, સવ્વ ઉવજ્ઝાયાણે એમ સમજી લેવું
અથવા - સર્વ જીવોના હિતને માટે પ્રવર્તતા એવા સાધુ
અથવા - સર્વ શબ્દથી સર્વજ્ઞ અરિહંતના જ સાધુ, બુદ્ધ, શાક્ય આદિના સાધુઓને અહીં ગ્રહણ કરવા નહીં
અથવા - સર્વે શુભ યોગોને સાધતા કે કરતા તેવા સાધુ.
અથવા - સર્વ (સાળંન) અરિહંતની આજ્ઞાની આરાધના કરતા કે પ્રતિષ્ઠિત અર્થમાં સાધના કરતા એવા સાધુ.
અથવા - સવ્વ શબ્દનો શ્રવ્ય અર્થ કરતા - અર્ડના વાક્ય (પ્રવચન)ને શ્રવણ કરતા એવા સાધુ અને સવ્ય અર્થ કરતા - અનુકૂળ એવા જે કાર્યો તેમાં નિપુણ એવા સાધુ, એમ વૃત્તિકાર કહે છે.
-૦- નો શબ્દનો અર્થ :- સાધુ પદની મુખ્યતાથી પહેલા સાધુ શબ્દના અર્થો જોયા. ત્યારપછી સબ્ધ શબ્દ સાધુ સાથે સંકડાયેલ વિશેષણ જેવો હોવાથી તેના અર્થો જોયા. છેલ્લે “લોએ” શબ્દ લીધો. કેમકે ભગવતીજી સૂત્રના સંપાદનોમાં તેમજ તેની હસ્તલિખિત ઘણી
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ પ્રતોમાં સ્ત્રી શબ્દ નથી. વળી વૃત્તિકાર અભયદેવસૂરિજી મહારાજ પણ લખે છે કે ક્યાંક નાણુ પાઠ પણ છે. માટે તે છેલ્લે લીધો.
– વૃત્તિકાર મહર્ષિ ના શબ્દનો અર્થ કરતા જણાવે છે કે - સવ્વ શબ્દ દેશ, સર્વતાનો પણ વાચક હોવાથી, અપરિશેષ સર્વતા બતાવવાને માટે ત્યાં લોકે શબ્દ લીધો છે. લોકે અર્થાત્ મનુષ્ય લોકમાં નહીં કે ગચ્છાદિમાં.
(ગ્રન્થોથી લોકનો અર્થ –) જે દેખાય છે – જે જણાય છે તે લોક, સંસાર, જગતુ, ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું આધારભૂત આકા, ક્ષેત્ર, પ્રાણિસમૂહ વગેરે અનેક અર્થમાં તે વપરાય છે. પરંતુ અહીં ‘લોક' શબ્દથી જે ક્ષેત્રમાં મનુષ્યો રહે છે. તેવો “મનુષ્યલોક' જ સમજવાનો છે.
ગાવંત વિ સહિ. સૂત્રમાં આ હકીકતને ક્ષેત્રોના નામથી સ્પષ્ટ કરી છે. તે મુજબ પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ એ પંદર કર્મભૂમિ સ્થિત સાધુ ગ્રહણ કર્યા છે. ઉપલક્ષણથી કોઈ લબ્ધિવંત સાધુ નંદીશ્વરદ્વીપ આદિ સ્થાને ગયા હોય તો તે પણ ગ્રહણ કરવા.
૦ સાધુના ગુણો :
નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો ગણાવાય છે. તે પ્રમાણે સાધુ મહારાજાના ૨૭ ગુણો છે. જો કે સંબોધપ્રકરણમાં ૨૭ પ્રકારે સાધુના ૨૭ ગુણો કહ્યા છે. તેમાં પરંપરાગત રીતે નીચે મુજબના ૨૭ ગુણો જાણવા
૧. પાંચ મહાવ્રત, ૨. રાત્રિ ભોજન વિરમણ, ૩. છ-કાયજીવની વિરાધનાનો ત્યાગ, ૪. પાંચ-ઇન્દ્રિયોનો નિગ્રહ, ૫. ત્રણ ગુપ્તિ અથવા સાવદ્ય મન, વચન, કાયાનો રોધ, ૬. લોભ ત્યાગ, ૭. ક્ષમાધારણ કરવી, ૮. ચિત્તની નિર્મળતા, ૯. શુદ્ધ પડિલેહણા, ૧૦. સંયમમાં રહેવું. ૧૧. પરીષહો સહેવા અને ૧૨. ઉપસર્ગો સહેવા ૫ + ૧ + ૬ + ૫ + ૩ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૨૭ ગુણ.
૦ મહાવ્રત પાંચ - સર્વથા હિંસાથી વિરમ, સર્વથા મૃષાથી વિરમણ, સર્વથા અદત્તાદાનથી વિરમણ, સર્વથા મૈથુનથી વિરમણ, સર્વથા પરિગ્રહથી વિરમણ (આ પાંચેનો વિસ્તાર સૂત્ર-૨ પંચિંદિયમાં જોવો)
૦ રાત્રિભોજન વિરમણ :- રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ હોવો તે.
૦ છકાયજીવ વિરાધનાનો ત્યાગ :- પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ ની વિરાધના ન કરવી.
૦ પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ - સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયોના વિષયના રાગ કે દ્વેષમાં ન પડે (વિશેષ-પંચિંદિયસૂત્રમાં જોવું)
૦ ત્રણ ગુતિપાલન :- મન, વચન અને કાયાને ગોપવવા અથવા મન, વચન, કાયાના સાવદ્ય વ્યાપારને રોકવો (વિશેષ-પંચિંદિય સૂત્રમાં જોવું)
૦ લોભ ત્યાગ:- ચારે કષાય ત્યાજ્ય જ છે. તેમાં અહીં લોભરૂપ કષાયના ત્યાગની વિશેષથી અલગ વાત કહી છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સાઘુના ગુણો
૧૦૧
૦ ક્ષમાધારણ કરવી
સાધુને માટે ક્ષમાશ્રમણ શબ્દ વપરાયેલ છે (જે સૂત્ર-૩ વંદન સૂત્રમાં જોવું.) ક્ષમા એ સાધુના દશવિધ ધર્મમાંનો પહેલો ધર્મ પણ છે. ક્રોધના નિગ્રહ માટે પણ જરૂરી છે અને ઉપશમભાવ ધારણ કરવા માટેની પ્રાથમિક જરૂરિયાત પણ છે.
૦ ચિત્તની નિર્મળતા :- કોઈપણ પ્રાયશ્ચિત્ત, તપ, આરાધના આદિ માટે માયા વગેરે શલ્યરહિત અને મલિનતારહિત ચિત્ત હોવું તે.
૦ શુદ્ધ પડિલેહણા :- સાધુ પોતાના વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, વસતિ, શય્યા આદિનું પ્રત્યુપ્રેક્ષણ કરે. તે ઉભયકાળ કરવાનું હોય, તેમાં શુદ્ધિ રાખે.
૦ સંયમમાં રહેવું :- સત્તર પ્રકારના સંયમની વાત ઉપાધ્યાયના ગુણોમાં ચરણ સિત્તરીમાં કરી જ છે. બીજો અર્થ અવિવેકનો ત્યાગ પણ થાય છે.
-
૦ પરીષહો સહેવા :- શાસ્ત્રકાર મહર્ષિ ભુખ, તરસ આદિ બાવીશ પ્રકારના પરીષહો જણાવે છે, તેને સહન કરવા
૦ ઉપસર્ગો સહેવા :- મનુષ્ય, દેવ કે તિર્યંચ દ્વારા જે ઉપસર્ગો ઉત્પન્ન થાય તેને સમભાવે સહન કરવા તેનું એક દૃષ્ટાંત જોઈએ
લઘુ દૃષ્ટાંત :- અયોધ્યામાં કીર્તિધર નામે રાજા હતો. સહદેવી રાણી હતા. તેમને સુકોશલ નામે પુત્ર હતો. કીર્તિધર રાજાએ દીક્ષા લીધી. સુકોશલકુમાર રાજા બન્યા. સુકોશલ કોઈ રીતે દીક્ષા ન લે, તે માટે સહદેવી માતા પ્રયત્નો કરતા હતા. કોઈ વખતે કીર્તિધરમુનિ તે જ રાજ્યમાં પધાર્યા. ત્યારે સુકોશલ રાજાને જાણ ન થાય તેમ સહદેવી માતાએ મુનિને નગર બહાર કઢાવી મૂક્યા. તે સમાચાર સુકોશલ રાજાને મળી ગયા. માતાની આવી વર્તણુંકથી વૈરાગ્ય પામી સુકોશલે દીક્ષા લીધી. સહદેવી રાણી પુત્રવિયોગના આર્તધ્યાનથી મૃત્યુ પામી વાઘણ થઈ. કોઈ વખતે તે વાઘણ મુનિના માર્ગમાં આવી. પૂર્વના દ્વેષને કારણે સુકોશલ મુનિને ઉપસર્ગ કર્યો. મુનિ કાયોત્સર્ગમાં લીન બન્યા. વાઘણ મુનિનું આખું શરીર ચાવીને ખાઈ ગઈ, તો પણ મુનિએ આ ઉપસર્ગ સમભાવે સહન કર્યાં. તો કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
સાધુએ આ રીતે સમભાવે ઉપસર્ગોને સહન કરવા જોઈએ.
• સાધુનો વિશિષ્ટ ગુણ :- આવશ્યક નિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં અરિહંતાદિ પાંચેના એક-એક વિશિષ્ટ ગુણને જણાવેલ છે. જેમકે અરિહંતનો વિશિષ્ટ ગુણ છે - મારગદેશકપણું. તે રીતે સાધુનો વિશિષ્ટ ગુણ છે “સહાયત્વ’ મોક્ષ માર્ગે પ્રયાણ કરી રહેલા જીવોને સહાયક થવું તે.
♦ સાધુને નમસ્કાર શા માટે ?
ભગવતીજી સૂત્ર-૧ની વૃત્તિમાં જણાવે છે સાધુઓ મોક્ષ માર્ગમાં સહાય કરતા હોવાથી તેમના ઉપકારીપણાને લીધે તેઓ નમસ્કરણીય છે. ‘અસહાય એવા મને સંયમમાં સહાયતા કરનારા હોવાથી હું સર્વે સાધુઓને નમસ્કાર કરું છું.
--
- વિષયસુખથી નિવૃત્ત થયેલા છે, વિશુદ્ધ ચારિત્ર અને નિયમો યુક્ત છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ સહાયતા કરવાના ગુણને કારણે હંમેશાં તેમાં ઉદ્યમવંત રહે છે. માટે નમવું.
– ભગવંતે દર્શાવેલા માર્ગે સાથે ચાલવામાં સહાય કરનાર હોવાથી સાધુને નમસ્કાર કરવો જોઈએ. ભલે કદાચ અભવીનો જીવ હોય અને તેણે દીક્ષા લીધી હોય તો પણ શાસ્ત્રકારો જણાવે છે કે અભવ્યના ઉપદેશથી પણ કંઈક આત્મા સમકિત, પામ્યા. અનંતા જીવો તરી ગયા. તો અભવીને પણ દીપક સમ્યકત્વ ગમ્યું. એટલે અભવ્યો પણ શાસનમાં જીવોને બુઝવનારા થયા છે. માટે સ્પષ્ટ કુગુરુપણું ન જણાય ત્યાં સુધી સુગુરુ માનીને સાધુને નમસ્કાર કરવો લાભદાયી જ છે.
– જૈન શાસનમાં મોક્ષમાર્ગ અરિહંત બતાવે. આદર્શો સિદ્ધો રજૂ કરે, રાજા સમાન એવા આચાર્ય શાસનમાં સાર સંભાળ લે, વિનય તથા વિદ્યા શીખવનારા ભલે ઉપાધ્યાય હોય પણ મોક્ષ માર્ગે સહાયક ન હોય તો ? મુસાફરીમાં સાથે કોણ આવશે? માટે તેમને નમસ્કાર કર્યા
- સાધુપદની આ એક ઓળખને સમજશો, તો પણ તેમને નમસ્કાર કરવાનું મન થઈ જશે. તે આ પ્રમાણે છે–
અઢાર સહસ શીલાંગના ધોરી, અચળ આચાર ચરિત્ર, મુનિ મહંત જયણાયુત વંદી, કીજે જન્મ પવિત્ર રે. - ભવિક..
આ આખી પંક્તિમાં માત્ર “અઢાર સહસ શીલાંગ” શબ્દ પકડો, તો પણ જેમને નમસ્કાર કરવા છે, તે સાધુપદની ગહનતા સમજાઈ જશે.
૦ ઇચ્છાકાર, મિચ્છાકાર આદિ દશવિધ સામાચારી - ૧૦ ૦ પૃથ્વીકાયાદિ ૫ + બેઇન્દ્રિયાદિ ૪ + અજીવ-૧ ૪ ૧૦ = ૧૦૦ ૦ ઇર્યા, ભાષાદિ સમિતિ-૫
= ૫૦૦ ૦ ક્રોધાદિ કષાય
× ૪ = ૨૦૦૦ ૦ જ્ઞાનાદિ ત્રિક
૪ 3 = ૬૦૦૦ ૦ ત્રણ ગુપ્તિ
x 3 = ૧૮,૦૦૦ આ જે ૧૮,૦૦૦નો અંક આવ્યો તે રૂપ શીલાંગરથના ધોરી કહ્યા છે. આટલા પ્રચંડ ગુણોના પાલનકર્તા છે. માટે તેમને નમસ્કાર કરવાનો છે.
– સાધુ ભગવંતો નિઃસ્વાર્થ સેવા કરે છે. મોક્ષમાર્ગે જતાં સહાય કરે છે. બાકી ગૃહસ્થોને સન્માર્ગે ચડાવતા કે ધર્મ માર્ગે જોડતાં સાધુને શું મળવાનું? કદાચ ગૃહસ્થને સમ્યજ્ઞાન કે શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય, અરે! મોલ પણ મળી જાય તો શું? સાધુને તેમાંથી કોઈ ભાગ મળવાનો છે? અરે ! ખુદ અરિહંત પરમાત્મા પણ અમુક સાધુથી સમકિત પામ્યા એવો ઉલ્લેખ મળે છે. પણ તે જીવના અરિહંત થઈ ગયા પછી, પે'લા સાધુનું શું થયું તે વાત ક્યાંય આવે છે ખરી ?
- સાધુ તો ધર્મકાર્યમાં નિઃસ્વાર્થ મદદ કર્યા છે. માટે નમસ્કાર કર્યો. દુનિયાદારીના કામમાં તો બધાં મદદ કરે છે. પણ સામાયિક, પૌષધ કે દીક્ષાની વાત કરો તો ? કેટલાં મદદે આવે છે ? મોક્ષ માર્ગે પ્રયાણ કરવામાં તો સાધુ જ મદદે આવ્યાને ? માટે “નમો' કહ્યું.
x
ન
Page #104
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સાધુનું શરણ શા માટે ?
૧૦૩ - સાધુનું શરણ લેવાનું કેમ કહ્યું ? | (ચઉમરણ પયત્રાના શ્લોક-૩૧ થી ૩લ્માં તે માટે કહ્યું છે...)
– છ જીવનિકાયના બંધુ, કુગતિ રૂપી સમુદ્રનો પાર પામનાર, મહા ભાગ્યવાળા અને જ્ઞાનાદિક વડે મોક્ષસુખના સાધનાર સાધુ અને શરણ હો.
– કેવલી, પરમાવધિ જ્ઞાનવાળા, વિપુલમતિમન:પર્યવજ્ઞાની, શ્રતધરો તેમજ જિનમતને વિશે રહેલા આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ મને શરણ હો
- ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી, એકાદશાદિ અંગને ધારણ કર્તા, જિનકલ્પી, યથાલંદી, પરિહારવિશુદ્ધિ ચારિત્રયુક્ત, શીરાશ્રવલબ્ધિધારી, મધ્વાશ્રવલબ્ધિધારી, સંભિન્નશ્રોતલબ્ધિધારી, કોઠબુદ્ધિવાળા, ચારણલબ્ધિધર, વૈક્રિયલબ્ધિધર, પદાનુસારીલબ્ધિધર - સર્વે સાધુઓ મને શરણ હો.
– વૈર-વિરોધ ત્યજનાર, હંમેશા અદ્રોહ વૃત્તિવાળા, અતિશય શાંતમુખની શોભાવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મોહને હણનારા સાધુઓ મને શરણ હો.
– સ્નેહરૂપ બંધન તોડનાર, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઇચ્છાવાળા, સપુરુષોના મનને આનંદ આપનારા અને આત્મામાં રમણ કરનારા મુનિઓ મને શરણ હો.
- વિષયો કષાયોને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગસુખના સ્વાદનો ત્યાગ કરનાર, હર્ષ-શોક અને પ્રમાદથી રહિત સાધુ મને શરણ હો.
– હિંસાદિક દોષ રહિત, કરૂણા ભાવવાળા, સ્વયંભૂરમણસમુદ્રસમ વિશાળ બુદ્ધિવાળા, જરા અને મરણરહિત મોક્ષમાર્ગમાં જનારા અને ઘણાં જ પુન્યશાળી સાધુ મને શરણ હો..
– કામની વિડંબનાથી મૂકાએલા, પાપમળથી રહિત, ચોરી આદિના ત્યાગી, પાપરૂપ રજના કારણ એવા મૈથુનથી રહિત, સાધુના ગુણરૂપ રત્નની કાંતિવાળા મુનિઓ મને શરણ થાઓ.
- સાધુનો ક્રમ પાંચમો કેમ ?
પંચ પરમેષ્ઠીમાં દેવ તત્ત્વ અને ગુરુ તત્ત્વ બંનેનો સમાવેશ છે. સૌ પ્રથમ બે પદમાં દેવ તત્ત્વને નમસ્કાર કર્યો. પછી ગુરુ તત્ત્વમાં છેલ્લો ક્રમ સાધુનો હોવાથી સ્વાભાવિક જ તેમને પાંચમે ક્રમે નમસ્કાર આવે છે. વળી તેઓ અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ચારિત્રધર્મ અંગીકાર કરી નિવાર્ણને માટે સદા પ્રયત્નશીલ રહે છે માટે પાંચમો નમસ્કાર સાધુને કર્યો
• સિદ્ધચક્ર યંત્રમાં સાધુનું સ્થાન :
સિદ્ધચક્ર યંત્રને બરાબર યાદ કરો. બે બાબતો સ્પષ્ટ થશે. – (૧) સાધુ પદની પૂર્વે જોશો તો ત્યાં ચારિત્ર પદ છે. ચારિત્ર સાધુપણાંની પૂર્વ શરત છે. જ્ઞાન હોય, દર્શન હોય પણ ચારિત્ર-આચરણા ન હોય, તો કોઈ કિંમત ખરી ? માટે ચારિત્રનું હોવું એ પ્રધાન ઓળખ સાધુની છે તેવું આ યંત્ર સૂચિત કરે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
(૨) યંત્રમાં કેન્દ્રસ્થ છે અરિહંત. તે ધરીના ફરતા આરારૂપ એવા એક છે સાધુ. એટલે અરિહંતની ધરી પર રહેલા અર્થાત્ અરિહંત પ્રરૂપિત માર્ગે ચાલતા એ જ સાધુ. તેથી જ “નમો અરિહંતસાહૂણં’” સમજવામાં આવે છે.
• પ્રશ્ન :
૧. શ્રાવકો પણ દેશવિરતિ ધર્મ વડે મોક્ષની સાધના કરે છે જો ‘‘મોક્ષને સાધે તે સાધુ” - વ્યાખ્યા સ્વીકારો તો શ્રાવકને પણ સાધુ કહેવાય ?
ના, બિલકુલ નહીં. ગમે તેવા ધર્મી શ્રાવકને સાધુ કહેવા તે અજ્ઞાન જ છે. કેમકે શ્રાવકો દૂધ અને દહીં બંનેમાં પગ રાખનારા છે. તેમને મોક્ષ સાધવો છે, પણ વિષય-કષાયનું મમત્ત્વ છોડવું નથી. પૂજા કરવી છે, પણ પુરી જિનાજ્ઞા પાળવી નથી. પ્રતિક્રમણ તો કરે છે પણ છ કાયની વિરાધના ટાળવી નથી. તેથી શ્રાવકને સાધુ (શ્રમણ) ન કહેવાય પણ શ્રમણોપાસક કહેવાય છે.
૧૦૪
વળી શ્રાવક નિરતિચાર વ્રત પાળે, શ્રાવકની ૧૧-પ્રતિમા પણ વહન કરે, તો પણ વધુમાં વધુ બારમે દેવલોક જાય. તેથી ઉપર કદી ન જાય. તેનાથી ઉલટું કદાચ જિનેશ્વરનું કથન ન માનતો અભવ્ય કે ઉલટું માનતો મિથ્યાસૃષ્ટિ પણ પાંચ મહાવ્રત ધારણ અને પાલન કરે તો નવ ચૈવેયક સુધી પણ જઈ શકે. પણ નિરતિચારી કે સમકિતી કે વ્રતધારી શ્રાવક બારમાં દેવલોકથી આગળ ન જ વધે.
૨. સાધુના વેશનું મહત્ત્વ (પ્રામાણ્ય) શા માટે ?
ભરત ચક્રવર્તીને મહેલમાં કેવળજ્ઞાન થયું. છતાં ઇન્દ્રે પહેલા તેમને સાધુવેશ આપ્યો પછી વંદન કર્યું. કેમકે કેવળજ્ઞાની જીવનું આયુષ્ય અંતર્મુહૂર્ત કરતા વધુ હોય તો તે ભાવચારિત્રીને પણ દ્રવ્યથી મુનિવેશ તો ગ્રહણ કરવાનો જ હોય કુર્માપુત્ર કેવળી છે, છતાં સીમંધર સ્વામી કહે છે કે ગૃહસ્થપણે રહેલા છે. કેમ ? તો કે મુનિવેશ ધારણ કર્યો ન હતો. ખુદ મહાવીરસ્વામીએ ઘેર રહી બે વર્ષ બધો જ આચાર પાળેલો. તો પણ તેમને મનઃપર્યવજ્ઞાન ક્યારે થયું ? વેશ આવ્યો ત્યારે ને ? આ છે મુનિવેશનું મહત્ત્વ કે પ્રામાણ્ય. ૬૯ કોડાકોડી સાગરોપમની મોહનીયકર્મની સ્થિતિના ક્ષય કે ઉપશમ સિવાય દ્રવ્યથી પણ ચારિત્ર વેશ લઈ શકાતો નથી. ૦ અંતિમ પ્રાર્થના :
શ્રીમાન્ રત્નશેખર સૂરિજી મહારાજા શ્રીપાલચરિત્રમાં જણાવે છે કે જેઓ બધી જ કર્મભૂમિમાં વિચરણ કરે છે, ગુણોના સમૂહથી યુક્ત છે, કષાયોનો અંત આણનારા છે, આર્ત્ત-રૌદ્ર રૂપ દુર્ધ્યાનને છોડતા અને ધર્મ-શુક્લ ધ્યાનને આદરતા તેમજ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધના વડે મોક્ષમાર્ગની સાધના કરે છે. તેવા સાધુ મહારાજનું ધ્યાન ધરવું જોઈએ.
-
×
ભગવતી સૂત્ર અને આવશ્યક સૂત્રમાં આઠ સંપદાવાળા અને નવપદ વાળા નવકાર મંત્રના પાંચ સંપદાયુક્ત પાંચ પદો જ લીધા છે. તે જોઈને કેટલાંકને એવો ભ્રમ થાય છે. આ નવકાર મંત્ર પાંચ પદોનો જ છે. પણ ખરેખર આ આગમ સૂત્રો
Page #106
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સાધુ
૧૦૫
નવકારમંત્ર નહીં પણ પંચ પરમેષ્ઠીનું માહાભ્ય જણાવે છે. નવકાર મંત્ર તો ૬૮ અક્ષરનો, નવ પદનો અને આઠ સંપદાનો જ છે. ‘શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની રત્નશેખરસૂરીશ્વરજી રચિત અર્થદીપિકા ટીકામાં નવકાર મંત્રના વિવેચનમાં સાક્ષી પાઠમાં જણાવે છે કે – “વUTSાટ્ટિનવયવ અર્થાત્ નવપદયુક્ત શ્રી નવકાર મંત્રના અડસઠ વર્ણ અને આઠ સંપદા છે. તેમાં પ્રથમના સાતપદ પ્રમાણ સાત સંપદા છે અને છેલ્લા બે પદ પ્રમાણની સત્તર વર્ણની એક સંપદા છે. એ પ્રમાણે કુલ આઠ સંપદા છે. નવકાર મંત્રના પાંચ પદોના પાત્રીસ વર્ણ અને તે પાંચ પદો ઉપરની ચાર પદોવાળી ચૂલિકાના તેત્રીશ વર્ણ મળીને સ્પષ્ટ એવા અડસઠ વર્ષે આ નવકાર મંત્ર સમાપ્ત થાય છે. આ જ વાત પ્રવચન સારોદ્વાર શ્લોક છ૯માં પણ લખી છે.
શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ (અનુવાદ)માં જણાવે છે કે – નવકાર મંત્ર કોઈ શ્લોકબદ્ધ કે છંદબદ્ધ નથી જ. છતાં કોઈ છેલ્લા ચાર પદ રૂપ ચૂલિકાને સિલોગો કે પ્રાચીન અનુરુપ રૂપે ઓળખાવે છે. સત્ય શું ? તે બહુશ્રુતો જાણે.
હવે નવકાર મંત્રના આ ચૂલિકારૂપ ચાર પદની વિવેચના કરીએ છીએ– • એસો પંચ નમુક્કારો :- આ પાંચ(ને કરવામાં આવેલો) નમસ્કાર...
-૦- એસો :- આ. આ એટલે ઉપર વર્ણવેલા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.
-૦- પંચ - પાંચ. આ સંખ્યાવાસી શબ્દ છે તે ઉક્ત અરિહંતાદિ પંચ પરમેષ્ઠીને સૂચવવા માટેનો અંક છે.
-૦- નમુક્કારો :- નમસ્કાર. “નમો શબ્દથી કહેવાયેલ વાતને દૃઢ કરે છે.
-૦- આખા પદનો સમુદિત અર્થ :- આ પાંચ નમસ્કાર અર્થાત્ આ પાંચને કરવામાં આવેલો નમસ્કાર. આ પદનો સંબંધ પછીના ત્રણે પદો સાથે જોડાયેલો છે. કેમકે ધ્વ પાવપ્પUIો - સર્વ પાપનો નાશ કરે છે, પણ નાશ થાય કઈ રીતે ? - આ પંચ પરમેષ્ઠીને કરાયેલા (ભાવ) નમસ્કારથી. એ જ રીતે છેલ્લા બે પદમાં કહ્યું કે, સર્વે મંગલોમાં આ પ્રથમ (ઉત્કૃષ્ટ) મંગલ છે. પણ પ્રથમ મંગલ શું છે ? - આ પાંચને કરાયેલ નમસ્કાર.
અહીં gg: પડ્યું - “એસો પંચ” એમ કરીને એકવચન વાપરેલ છે, તે એકવચન હેતપૂર્વકનું છે. તેનું રહસ્ય એ છે કે પાંચને સામુદાયિક નમસ્કાર જેમાં કરવામાં આવ્યો છે એવો “નમસ્કારરૂપી શ્રુતસ્કંધ” (સર્વ પાપનો નાશ કરનાર છે) એક પણ પદને ગૌણ કરો, પાંચમાંના એક પણ પરમેષ્ઠીની અવમાનના કે અવગણના કરો, તો આ નમસ્કાર કલ્યાણકારી થશે નહીં એ રીતે વચનભેદથી (એકવચનથી) ગર્ભિત સૂચન કરે છે.
પ્રશ્ન :- આવશ્યક નિર્યુક્તિ આદિમાં જણાવેલ છે કે – સિદ્ધ અને સાધુ એ માત્ર બે પદથી પણ દેવ અને ગુરુને નમસ્કાર થઈ જ જવાનો છે. તો પછી બે પદનો સંક્ષેપ નમસ્કાર કેમ ન કર્યો ?
-૦- ટીકાકાર મહર્ષિ તેનું સમાધાન આપે છે કે, જેમ માણસ માત્રને નમસ્કાર કરવાથી રાજા વગેરેના નમસ્કારનું ફળ મળતું નથી. તેમ સાધુ માત્રને નમસ્કાર કરવાથી
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અરિહંતાદિના નમસ્કારનું ફળ મળતું નથી. તેથી આ નમસ્કાર ભિન્ન ભિન્ન પદને ધારણ કરનાર પદનું નામ લઈને કરવો જોઈએ. પણ જુદા જુદા અરિહંતોનું નામ લઈને કરવાની જરૂર નથી કેમકે તેમ કરવું શક્ય નથી. અનંતા અરિહંતો થયા. કેટલાનું નામ લઈ શકાય ? માટે આ પાંચ (ગુણ આશ્રિત) પદો યોગ્ય જ છે.
જૈન શાસનમાં કોઈ છત્રછાયા હોય તો તે અરિહંતાદિ પંચ પરમેષ્ઠીની જ છે. માટે આ પાંચને નમસ્કાર (રૂપ કારણ) કહ્યું. સાધુ જીવનથી તેનો આરંભ થાય છે અને સિદ્ધ અવસ્થાને પામવાથી પૂર્ણાહૂતિ થાય છે.
• આ પદનું મહત્ત્વ અને પછીના પદ સાથેનો સંબંધ :
અરિહંતાદિ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી વીતરાગતા અને તેને પ્રાપ્ત કરાવનારા સાધનો પ્રત્યે સદ્ભાવ પ્રગટે છે. એ સદ્ભાવ વડે નિર્મળ બનેલી બુદ્ધિ સત્ અને અસના જ્ઞાનરૂપ વિવેકને ધારણ કરે છે. જેના પરિણામે સંવર અને નિર્જરારૂપ ચારિત્રધર્મમાં સ્થિર થવાય છે. આવું ઉત્તમ ચારિત્ર સર્વ પાપોનો સમૂલ નાશ કરનારું છે. તેથી આ પાંચ નમસ્કાર વડે - હવે પછીના પદો સાર્થક બને છે.
૦ સવ્વ પાવપ્પણાસણો :- સર્વ પાપનો વિનાશ કરનાર. સર્વે | બધાં | સઘળાં.
सव्व
पाव
પાપ / અશુભ કર્મો.
--
-
-
प्पणासण વિનાશ કરનાર, પ્રકૃષ્ટરૂપે નાશ કરનાર.
આ પદનો સંબંધ પૂર્વ પદ સાથે છે. (આ પાંચને કરેલ નમસ્કાર સઘળા પાપ અર્થાત્ અશુભકર્મનો વિનાશ કરનારો છે. શ્રી અભયદેવ સૂરિજી મહારાજ પણ કહે છે કે પંચ પરમેષ્ઠીને કરવામાં આવેલ નમસ્કાર સર્વ પાપનો નાશક છે, સર્વ વિઘ્નોનો નાશક છે.
આ નમસ્કારની ક્રિયા એકવાર કરો, ૧૦૮ વખત કરો કે સતત ચાલુ રહે તેમ રટણ કરો પણ લક્ષ્ય એક જ હોય - કર્મક્ષય, કર્મનો નાશ, જો સર્વે પાપના નાશનો મુળ મુદ્દો જ ન રહે તો અરિહંત, સિદ્ધ આદિને નમસ્કાર કરવાનું કશું ફળ રહે ખરું ? કહ્યું છે કે “હજારો પાપ કરી અને સેંકડો જીવોની હત્યા કરી આ (નવકાર) મંત્રને જપીને તિર્યંચર્ચા પણ સ્વર્ગે ગયા છે.' તો પછી મનુષ્ય માટે આ વિધાન સવ્વ પાવળળાસણો કેમ સાર્થક ન બને ? પદ્મરાજગણિ મહારાજા પણ કહે છે. “સંપૂર્ણ પણ સય સાગરના પાતક જાયે દૂર;
ઇહ ભવ સર્વ કુશળ મન વંછિત, પરભવ સુખ ભરપુર.'' શ્રી નવકાર જપો મન રંગે.
નમસ્કાર મંત્રનો એક અક્ષર પણ મન, વચન, કાયાથી ગણતાં સાત સાગરોપમની સ્થિતિના અશુભ કર્મોનો નાશ કરે છે. એક પદ ગણવાથી પચાસ સાગરોપમના અશુભ કર્મોનો નાશ થાય છે અને સમગ્ર નવકાર મહામંત્ર શુભ ભાવથી ગણવામાં આવે તો ૫૦૦ સાગરોપમની સ્થિતિના અશુભ કર્મોનો નાશ થાય છે. તેથી નમસ્કાર કરવાનું ફળ આ ચૂલિકા પદમાં સવ્વ પાવળળાતો કહીને સાથે જ જણાવી દીધું છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સવ્વપાવપ્પણાસણો
૧૦૭
લઘુદષ્ટાંત :- કોઈ એક ચોર હતો. મોટી-મોટી ચોરીઓ કરતો હતો. કોઈ વખતે પકડાઈ ગયો. રાજાએ તુરંત ફાંસીનો હુકમ આપી દીધો. ચોરને વધસ્તંભે લઈ જઈ રહ્યા છે. ચોરનું ગળુ સુકાયા કરે છે. પાણી-પાણીની બુમો પાડે છે. પણ રાજાના ભયથી તેને કોઈ પાણી આપતું નથી. પાણી વિના ચોરને ભયંકર વેદના થાય છે ત્યારે રસ્તામાં પસાર થતા જિનદાસ શ્રાવકના હૃદયમાં દયા ભાવના ઉત્પન્ન થઈ. તેને થયું કે અરે ! આ ચોરને પાણી માટે આટલું કષ્ટ ! ચોરને કહ્યું, ભાઈ ! હું પાણી લઈને આવું છું. તું ત્યાં સુધી “નમો અરિહંતાણં-નમો અરિહંતાણં કરજે.”
ચોરને પણ થયું કે આખા ગામમાં આ એક માણસે તો મારી સંભાળ લીધી. માટે તે જે કહેતો હશે, તે મારા ભલા માટે જ હશેને ? તેણે તો “નમો અરિહંતાણં” પદનો જાપ શરૂ કર્યો. ફાંસીએ ચડાવવાનો સમય થઈ ગયો. પાણી વિના વેદનાથી તરફડતો તે નવકાર મંત્રનું પદ ભૂલી ગયો. પણ તે પદનો ભાવ નાશ પામ્યો નહીં. તેથી આર્તધ્યાન વશ વચ્ચે વચ્ચે બોલ્યા કરે છે – મા તાપ છાંડું ન ગાઇ શેટ વનં રHIvi - હું આણું તાણ શું હતું તે ભૂલી ગયો છું, પણ શેઠે જે કહ્યું હતું તે પ્રમાણ છે. આ પ્રમાણે મૂળ શબ્દો ભૂલી ગયો, પણ મનમાં નમસ્કારનો ભાવ ધારણ કરીને મૃત્યુ પામ્યો તો નરકને યોગ્ય જીવ હોવા છતાં સીધો સ્વર્ગે ગયો.
એક ભાવ નમસ્કારે તેના કેટલાં અશુભ કર્મોને છેદી નાંખ્યા. -૦- પાવ - પાપ અથવા અશુભ કર્મો :
તત્ત્વાર્થ સૂત્ર કારે પાપને અશુભ આશ્રવ કહ્યો છે. સામાન્ય ભાષામાં કહીએ તો ખરાબ કર્મોને પાપ કહેવાય છે. કર્મો આઠ પ્રકારના છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠ કર્મો વિશે સંક્ષેપ પરિચય આગળ આપેલ જ છે. પણ તેમાંના ચાર કર્મો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. આ ચારે તો સંપૂર્ણતયા અશુભ કર્મો જ કહ્યા છે. જ્યારે વેદનીયમાં અશાતા વેદનીયને, આયુષ્યમાં અશુભ આયુ (કર્મગ્રંથમાં માત્ર નરકાયુ અને તત્ત્વાર્થ સૂત્રના મતે તિર્યંચાયુ પણ), નામકર્મમાં અશુભ નામકર્મ અને ગોત્રમાં નીચગોત્ર કર્મ - એ સર્વેને અશુભ કર્મરૂપે ઓળખાવેલ છે.
આ સર્વે અશુભ કર્મો અર્થાત્ પાપનો નાશ આ નમસ્કારથી થાય છે.
• જ્ઞાનાવરણ :- જેના વડે જ્ઞાન અર્થાત્ વિશેષ બોધ આવરાય તે જ્ઞાનાવરણ કર્મ. આ કર્મનો સ્વભાવ જીવના જ્ઞાનગુણને આવરવાનો છે. તે જ્ઞાનાવરણકર્મ આંખ ઉપરના પાટા સરખું છે. પાટો જાડો કે પાતળો હોય, તે મુજબ ઓછું કે વધુ દેખાય પણ સંપૂર્ણ દેખી ન શકાય તેમ આ કર્મથી જીવનો અનંતજ્ઞાન ગુણ આવરાય છે, આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની હોય છે.
• દર્શનાવરણ :- જેના વડે દર્શન અર્થાત્ સામાન્ય બોધ અવરાય તે દર્શનાવરણ કર્મ દર્શનાવરણ કર્મનો સ્વભાવ જીવના દર્શન ગુણને આવરે છે. જેમ દ્વારપાળ વડે રોકાયેલા મનુષ્યને રાજા જોઈ શકતો નથી. તેમ જીવરૂપ રાજા દર્શનાવરણ કર્મના ઉધ્યથી પદાર્થ અને વિષયને જોઈ શકતો નથી. આ કર્મ વડે જીવનો અનંતદર્શનેગુણ અવરાય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની હોય છે.
• મોહનીય :- જેના વડે આત્મા મોહ પામે તે મોહનીય આ કર્મનો સ્વભાવ જીવના સમ્યકત્વગુણ તથા અનંત ચારિત્ર ગુણને રોકવાનો છે. આ કર્મ મદિરા જેવું છે. જેમ મદિરા પીવાથી જીવ ઉન્મત્ત થાય છે. હિત-અહિતને જાણતો નથી. તેમ મોહનીય કર્મના ઉદયથી પણ જીવ ધર્મ-અધર્મ કંઈ પણ જાણી-આદરી કે પાળી શકતો નથી. આ કર્મ વડે જીવનો અનંત ચારિત્ર ગુણ રોકાય છે, આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોડાકોડી સાગરોપમની છે.
• અંતરાય :- જેના કારણે લેવા-દેવા-ભોગોપભોગ આદિમાં વિદન આવે તેને અંતરાય કર્મ કહે છે. આ કર્મ ભંડારી જેવું છે. જેમ રાજા દાન આપવાના સ્વભાવવાળો હોય પણ જો ભંડારી પ્રતિકૂળ હોય તો તે રાજાને કંઈક ને કંઈક આવુ અવળું સમજાવ્યા કરે છે તેથી રાજા પોતાની ઇચ્છાનુસાર દાન આપી શકતો નથી. તેમ જીવનો સ્વભાવ તો અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય લબ્ધિવાળો છે. પણ આ કર્મના ઉદયથી જીવના તે અનંત દાનાદિ સ્વભાવ પ્રગટ થઈ શકતા નથી. આ કર્મનો સ્વભાવ જીવના અનંતવીર્ય ગુણને ઢાંકવાનો છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે.
• વેદનીય :- જેના વડે સુખ કે દુઃખ અનુભવાય તે વેદનીય. આ કર્મ જીવને સુખ કે દુઃખ આપે છે. જેમ મધ વડે લેપાયેલી તલવારને ચાટતા મીઠાશ પણ અનુભવાય છે અને જીભને ધાર લાગે તો દુઃખ પણ થાય છે. તેમ આ કર્મથી જીવને શાતા તથા અશાતા બંને અનુભવાય છે. આ કર્મ જીવના અવ્યાબાધ અનંતસુખ ગુણને રોકે છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની હોય છે.
૦ આયુષ્યકર્મ :- જેના વડે ભવ ધારણ થાય તે આયુષ્યકર્મ આ કર્મનો સ્વભાવ જીવને અમુક ગતિમાં અમુક કાળ સુધી રોકી રાખવાનો છે. આ કર્મ બેડી સમાન છે. જેમ બેડીમાં પડેલો મનુષ્ય અદાલતે નક્કી કરેલ મુદત સુધી બંદીખાનામાંથી બહાર નીકળી શકતો નથી. તેમ તે ગતિ સંબંધી આયુષ્યકર્મના ઉદયથી જીવ તે ગતિમાંથી નીકળી શકતો નથી. આ કર્મ જીવનો અલયસ્થિતિ ગુણ રોકે છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ કહેલી છે.
• ગોત્રકર્મ :- જેના વડે ઉચ્ચપણું કે નીચપણું પમાય તે ગોત્રકર્મ આ કર્મ કુંભાર જેવું છે. જેમ કુંભાર કુંભ સ્થાપન માટેના ઉત્તમ ઘડા બનાવે તો તે ઘડા માંગલિક રૂપે પૂજાય છે અને મદિરા આદિના ઘડા બનાવે તો તે ઘડા નીંદનીય બને છે. તેમ જીવ ઉચ્ચ ગોત્રમાં જન્મે તો પૂજનીક બને અને નીચ ગોત્રમાં જન્મે તો નિંદનીય બને છે. આ કર્મનો સ્વભાવ જીવના અગુરુલઘુ ગુણને રોકવાનો છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોડાકોડી સાગરોપમની હોય છે.
નામકર્મ :- જેનાથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય તે નામકર્મ આ કર્મનો સ્વભાવ ચિત્રકાર જેવો છે. જેમ અનેક રંગોથી અંગ ઉપાંગ યુક્ત દેવ, મનુષ્ય આદિના અનેકરૂપ ચિત્રકાર ચિતરે છે. તેમ આ ચિતારા સરખું નામકર્મ પણ
Page #110
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-સવ્વપાવપ્પણાસણો
અનેક વર્ણવાળા અંગ ઉપાંગ યુક્ત એવા દેવ, મનુષ્ય આદિના અનેક રૂપો બનાવે છે. આ કર્મનો સ્વભાવ જીવના અરૂપી ગુણને રોકવાનો છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોડાકોડી સાગરોપમની હોય છે.
અહીં પ્રકૃતિબંધરૂપે કર્મોની મૂળ આઠ પ્રકૃતિ જણાવી. તે પ્રત્યેક કર્મોના પણ અનેક પેટા ભેદો છે. આપણે સવ્વ પાવળળાતો શબ્દને જ લક્ષમાં રાખી આ કર્મપ્રકૃતિને વિચારીએ તો અહીં લખેલી પહેલી ચાર કર્મ પ્રકૃતિ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચારે પ્રકૃત્તિ સંપૂર્ણ પાપપ્રકૃતિ છે. તદ્ ઉપરાંત વેદનીય કર્મમાં અશાતા વેદનીય, ગોત્રકર્મમાં નીચ ગોત્રકર્મ, આયુષ્ય કર્મમમાં નરકાયુષુ (અને તત્ત્વાર્થ સૂત્રના મતે તિર્યંચાયુપ્ પણ), તેમજ નામ કર્મમાં તિર્યંચ અને નરકગતિ, એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીની ચાર જાતિ, સંઘયણમાં ઋષભનારાચ, નારાય, અર્ધનારાય, કીલિકા અને સેવાર્ત સંઘયણ, સંસ્થાનમાં ન્યગ્રોધ, આદિ, કુબ્જ, વામન અને હુંડક નામકર્મ, અપ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આનુપૂર્વીમાં નારકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, નિર્માણનામકર્મ, તેમજ સ્થાવરદશક અર્થાત્ સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્તિ, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાય, અયશ એ દશ એમ બધી મળીને ૮૨ પાપ પ્રકૃત્તિ અર્થાત્ અશુભ કર્મો કહ્યા છે. (જેનું વિશેષ વિવરણ કર્મગ્રંથોમાં જોવું). આ સર્વે અશુભકર્મો કે પાપ પ્રકૃત્તિનો નાશ તેનું નામ સવ્વ પાવળળસનો સર્વે પાપનો નાશ (પંચ પરમેષ્ઠીનો નમસ્કાર કરવાથી) થાય છે.
-૦- એસો પંચ નમુક્કારો અને સવ્વ પાવપ્પણાસણો બંને પદ સાથેઅરિહંત નમસ્કારને યોગ્ય છે. તેમને કરાયેલ નમસ્કાર હજારો ભવોથી મુક્તિ અપાવે છે, ભાવથી કરાયેલ નમસ્કાર બોધિ પ્રાપ્ત કરાવે છે. તેમજ સર્વ પાપનો નાશ કરનાર છે.
-
૧૦૯
સિદ્ધના જીવો લોકના અગ્રભાગે રહે છે. તેઓને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતસુખ હોવાથી તેમને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે.
આચાર્યોં પાંચ પ્રકારના આચાર પાળે છે અને પળાવે છે. છત્રીશ ગુણના ધારક છે માટે તેમને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરાવનાર છે.
ઉપાધ્યાયો દ્વાદશાંગીના ધારક છે. તેનો નિત્ય સ્વાધ્યાય કરે છે. ભણાવે છે. માટે તેમને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરાવનાર છે.
- સાધુઓ નિર્વાણને સાધનારા છે. મન, વચન, કાયાના યોગનો તેઓ નિગ્રહ કરે છે. સર્વ પ્રાણી પ્રત્યે સમભાવ રાખે છે. માટે તેમને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે.
-
૦ મંગલાણં ચ સવ્વેસિં... પઢમં હવઈ મંગલં
આ બંને પદો અલગ છે. પણ તેની સંપદા એક જ હોવાથી તે સાથે જ બોલાય છે. તેનો અર્થ છે, સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. આ બંને પદોમાં વ્યાખ્યાયિત
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
કરવા માટે મહત્ત્વનો શબ્દ ‘‘મંગન’’ છે. તે સિવાય સવ્વસિં - નો સર્વ શબ્દ, પદ્યમં અને વરૂ શબ્દોના અર્થો જોવાના છે.
-૦- મંગલ :
જે સર્વ પ્રાણીઓના હિતને માટે પ્રવર્તે તે મંગલ. અથવા જેના દ્વારા દુર્ભાગ્ય દૂર ચાલ્યુ જાય તે મંગલ કહેવાય છે. વિશેષાવશ્યક ભાષ્યમાં મંગળ નામના દ્વારમાં ખૂબ જ વિસ્તારથી મંગલ શબ્દની ચર્ચા કરવામાં આવેલ છે. તેમાંથી અહીં મંગલ શબ્દના વિવિધ અર્થો રજૂ કરેલ છે.
-
- પ્રાપ્તિ અર્થમાં મંTM ધાતુ લેતા, જેના વડે હિત સધાય છે તે મંગલ. મંગ એટલે ધર્મ અને લા એટલે લાવવું. જે ધર્મને લાવે તે મંગલ મને જે સંસારથી/ભવથી દૂર કરે તે મંગળ
-
-
મંજન શબ્દ સિદ્ધ થાય છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે—
―
M
-
-
-
-
મંગળ શબ્દ મળ્યું, મન્, મ, મુ‚ મ ્ ઇત્યાદિને ગત્ત પ્રત્યય જોડવાથી
―
(મતે) જેના વડે શાસ્ત્ર શોભાયમાન થાય તે મંગળ.
(મન્યતે) જેના વડે વિઘ્નના અભાવનો નિશ્ચય થાય તે મંગળ. (માન્તિ) જેથી હર્ષ થાય તે મંગળ.
(મોવન્તે) જેથી નિશ્ચિતપણે શાસ્ત્રનો પાર પમાય તે મંગળ.
(મદ્યન્તે) જેથી પૂજાય/પૂજાને પમાય તે મંગલ.
(માં માનતિ) મને જે સંસારથી છોડાવે તે મંગલ.
(મા માત:) જેથી શાસ્ત્રમાં કોઈ વિધ્ન ન થાય તે મંગળ. (માનિયનાત) સમ્યગ્દર્શનાદિ મોક્ષ માર્ગ પમાડનાર હોવાથી મંગળ.
આ મંગલ દ્રવ્યથી અને ભાવથી અથવા લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય મંગલ એટલે બાહ્ય દૃષ્ટિએ મંગલરૂપ ગણાતા પદાર્થો જેમકે દહીં, દુર્વા, અક્ષત વગેરે. જ્યારે ભાવ મંગલ એટલે અંતર્દૃષ્ટિએ મંગલરૂપ ગણાતી વસ્તુઓ જેમકે – સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર
આ જ વસ્તુ લૌકિક અને લોકોત્તર દૃષ્ટિએ વિચારો તો લૌકિક મંગલમાં અષ્ટમંગલ ગણાવ્યા – (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદાવર્ત્ત, (૪) વર્ધમાનક – શરાવસંપુટ, (૫) ભદ્રાસન, (૬) કળશ, (૭) મત્સ્ય યુગલ અને (૮) દર્પણ જ્યારે લોકોત્તર મંગલ માટે વત્તરિ મંત્રં કહ્યું (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) સાધુ અને (૪) કેવલિ પ્રરૂપિત ધર્મ. આ ચારે વસ્તુનો સંક્ષેપ કરતા ધર્મને જ ઉત્કૃષ્ટ મંગલ કહ્યું – ધમ્મો માન મુäિ.
અહીં નવકાર મંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને પરમ મંગલરૂપ જણાવ્યા.
-
-
-૦- મંગલાણં ચ સવ્વેસિ :- અને સર્વ મંગલોમાં. અહીં સવ્વ શબ્દ વપરાયો તે એમ સૂચવે છે કે દ્રવ્યથી મંગલ હોય કે ભાવથી, લૌકિક હોય કે લોકોત્તર મંગલ. પણ સર્વે પ્રકારના મંગલોમાં જો કોઈ શ્રેષ્ઠ મંગલ હોય, પ્રથમ કે ઉત્કૃષ્ટ મંગલ હોય
Page #112
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-“મંગલ”
૧૧૧
તો તે અરિહંતાદિ પંચ પરમેષ્ઠી અથવા તો આ નવપદયુક્ત નવકાર મંત્ર જ છે. તેથી જ નવકારમંત્રના અંતે લખ્યું - પઢમં હવ૬ મંર્તિ - જેમાં પદમ શબ્દ પ્રથમ, શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ કે સર્વોત્તમ અર્થમાં છે અને વરૂ શબ્દ “છે" અર્થ દર્શાવતુ ક્રિયાપદ છે.
-૦- વ - અહીં શ્રેવડું પાઠને જ સ્વીકારેલ છે. ઢોડું એવા પાઠ માન્ય કરેલ નથી. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની રત્નશેખર સૂરિજી કૃત્ વૃત્તિમાં કહ્યું છે કે સમગ્ર નવકાર મંત્ર ૬૮ અક્ષરનો છે. જેમાં પ્રથમ પાંચ પદના ૩૫-વર્ણ છે અને છેલ્લા ચાર ચૂલિકા પદના ૩૩ અક્ષર છે. આ વાત માટે તેઓ ચૈત્યવંદન ભાષ્ય અને નિશીથ સૂત્રની પણ સાક્ષી આપે છે. જેમકે ચૈત્યવંદન ભાષ્યની ગાથા ૨૬માં ડ િશબ્દથી ૬૮ અક્ષરનું વિધાન છે જ. ‘હોટ્ટ એવો ભ્રમ ચૂલિકાને અનુષ્ટ્રપ છંદમય બતાવી ફેલાવે છે. પણ ચૂલિકા શ્લોકરૂપે છે જ નહીં. વરૂ શબ્દનું હોવું કરવાથી તે ૬૭ વર્ણ થાય છે. માટે દૈવ જ યોગ્ય છે. પ્રવચન સારોદ્ધારમાં શ્લોક-૭૯ની વૃત્તિમાં પણ છેલ્લા પદના નવ વર્ષો જ કહ્યા છે જે પઢમં વડું મંર્તિ કહેવાથી જ સિદ્ધ થાય છે. હો કહેવાથી નહીં. આ છેલ્લા બે પદને પદ્મવિજયજી મહારાજે પણ પંક્તિબદ્ધ કર્યા છે – “સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જય જયકાર"
શ્રી નવકાર જપો મન રંગે... લઘુ દષ્ટાંત :- સુગુપ્ત નામનો શ્રાવક અને શ્રીમતી નામે તેની પુત્રી હતી. શ્રીમતી સાથે લગ્ન કરવા કપટથી એક અન્યધર્મીએ જૈનધર્મી હોવાનો દેખાવ શરૂ કર્યો તેનાથી આકર્ષાઈને સુગુપ્ત શ્રાવકે શ્રીમતીનો તેની સાથે વિવાહ કર્યો. શ્રીમતી સાસરે આવી જૈનધર્મ પાળવા લાગી. તેથી તેણીની સાસુ અને નણંદ તેણીને ઘણો ત્રાસ આપવા લાગ્યા. તેણીનો પતિ પણ તેણી તરફ કેષવાળો થયો. તેઓએ શ્રીમતીને મારી નાંખવાની યોજના બનાવી કોઈ વખતે પતિએ ઘડામાં ઝેરી સર્પ પૂર્યો ઉપર ઢાંકણ મૂકીને સૂવાના ઓરડામાં તે ઘડો રાખ્યો. પછી શ્રીમતીને તે ઘડામાં ફૂલની માળા છે તેમ કહીને માળા લાવવા કહ્યું. શ્રીમતી નવકાર મંત્રના સ્મરણપૂર્વક જઈને ઘડામાં હાથ નાખ્યો. ત્યારે નવકારમંત્રના પ્રભાવે તે સર્પને બદલે ફૂલની માળા થઈ ગઈ. તેણીનો પતિ આશ્ચર્ય ચકિત થઈ ગયો. શ્રીમતીની શ્રદ્ધા જોઈ સર્વે જૈનધર્મી બની ગયા.
કથામાં રહસ્ય વિચારો. પોતાનું ઘર, ઘડો પોતાનો, પતિ પોતાનો, ઓરડો પોતાનો, તો નવકાર મંત્ર ગણવાની જરૂર ક્યાં આવી? પણ સમજવાની વાત એ છે કે શ્રીમતી નવકાર મંત્રને પરમ મંગલ સ્વરૂપ માનીને હંમેશાં સ્મરણ કરતી હોય | વારંવાર રટણ કરતી હોય, તો આ મંગલમય એવો પંચ પરમેષ્ઠી નવકાર પણ તેણીના જીવન માટે મંગલમય બન્યો.
વ્યાખ્યાનના પ્રારંભે, કોઈ શુભ કાર્યના આરંભે, નવકાર મંત્ર શા માટે ગણવામાં આવે છે ? કારણ કે આ પંચ પરમેષ્ઠી નમસ્કાર ભાવમંગલ છે. શાસ્ત્રકારે પણ કહ્યું છે કે – ઘરનાં મકૂવૅ વોત્તમત્વ શરખ્યત્વે માનાપંચ પરમેષ્ઠીમાં મંગલત્વ, લોકોત્તમત્વ, શરણ્યત્વ એ બધું જ હોવાથી જગતમાં શ્રેષ્ઠ મંગલરૂપ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૧ ર
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ આ રીતે નવકાર મંત્રના નવે પદોનું વિવેચનપૂર્ણ થયું. vi વિશેષ કથન :
પ્રતિક્રમણ સૂત્રમાં પ્રથમ સૂત્ર એવા આ નવકારમંત્ર સંબંધી સૂત્રનો વિષય, મૂળસૂત્ર સૂત્રનો અર્થ, શબ્દ જ્ઞાન અને વિવેચન પછીનું છઠું અંગ છે – “વિશેષ કથન”. આ વિશેષ કથનમાં સમગ્ર નવકારમંત્રનું (૧) મહત્ત્વ કે ફળ, (૨) નવકાર ગણવા સંબંધી શાસ્ત્રીય કે ગ્રંથાધારિત સૂચનો, (૩) તે સંબંધી વિશેષ સાહિત્ય, (૪) જાપ કેમ કરવો ઇત્યાદિ વિગતો છે.
– પડાવશ્યક બાલાવબોધ :- પર્વતોમાં જેમ મેરુ પર્વત, ગજેન્દ્રોમાં જેમ ભદ્રજાતિનો હાથી, સમુદ્રમાં જેમ સ્વયંભૂરમણસમુદ્ર, દેવોમાં જેમ વીતરાગદેવ, ગ્રગણમાં જેમ ચંદ્રમાં, સરોવરમાં જેમ માનસરોવર, આભરણોમાં જેમ મુગટ, તીર્થોમાં જેમ સિદ્ધક્ષેત્ર, વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ, ફૂલોમાં જેમ ચંપક, સ્ત્રીઓમાં જેમ રંભા, વાજિંત્રોમાં જેમ ભંભા, પર્વોમાં જેમ પયુર્ષણાપર્વ, વ્રતોમાં જેમ શીલવત, રસોમાં જેમ અમૃત છે તેમ મંત્રોમાં નવકારમંત્ર જાણવો.
– વૃદ્ધનમસ્કાર ફલ સ્તોત્ર :- નેસ... જેથી આ નમસ્કાર સંસારસમરાંગણમાં પડેલા આત્માઓને શરણરૂપ છે, અસંખ્ય દુઃખોના લયનું કારણ છે, તથા શિવપંથનો પરમ હેતુ છે. વળી તે કલ્યાણ-કલ્પતરુનું અવંધ્ય બીજ છે. સંસારરૂપી હિમગિરિનાં શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે, પાપરૂપી ભુજંગોને દૂર કરવા માટે ગરૂડ પક્ષી સમાન છે, દરિદ્રતાના કંદને મૂલથી ઉખેડી નાખવા માટે વરાહની દાઢો સમાન છે. સમ્યકત્વરત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે. સુગતિના આયુષ્ય-બંધરૂપી વૃક્ષનો પુષ્પોત્રમ છે અને વિશુદ્ધ એવા સદ્ધર્મની નિર્વિન સિદ્ધિનું-નિર્મલ પ્રાપ્તિનું ચિહ્ન છે.
– લઘુનમસ્કાર ફળ – હિયે.... જેઓની હૃદયરૂપી ગુફામાં નવકારરૂપી કેસરીસિંહ નિરંતર રહેલો છે, તેઓનો આઠ કર્મોની ગાંઠરૂપી હાથીઓનો સમૂહ સમસ્ત પ્રકારે નાશ પામેલો છે.
- જે શ્રીજિનશાસનનો સાર છે, ચતુર્દશપૂર્વોનો સમ્યગુ ઉદ્ધાર છે, તે નવકાર જેના મનને વિશે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત્ કંઈપણ કરવા સમર્થ નથી.
– પંચ પરમેષ્ઠિ ગીતા - શ્રી યશોવિજયજી :- રત્નની પેટીનું વજન થોડું પણ મૂલ્ય ઘણું હોય છે, તે રીતે પંચ પરમેષ્ઠિને નમવા રૂપ નમસ્કાર મંત્ર વજનમાં અક્ષરોના પ્રમાણથી ઘણો નાનો (માત્ર ૬૮ અક્ષર પ્રમાણ) છે. પણ તેનું મૂલ્ય અર્થાત્ ફળ ઘણું જ છે. તે ચૌદપૂર્વના સારરૂપ છે.
– મહાનિશીથ આગમસૂત્ર :- નમસ્કાર મંત્રને મહાગ્રુતસ્કંધ રૂપે જણાવે છે.
– ઉપદેશતરંગિણી :- ભોજન, શયન, જાગવું પ્રવે, ભયકષ્ટના સમયે અથવા સર્વ સમયે પંચનમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. મરણની ક્ષણે પાંચ પરમેષ્ઠીરૂપી પાંચ રત્નોને જે મુખને વિશે ધારણ કરે છે, તેની ભવાંતરને વિશે સદ્ગતિ થાય છે. પંચ પરમેષ્ઠીના પદો વડે રણસંગ્રામ, સાગર, હાથી, સર્પ, સિંહ, વ્યાધિ, અગ્નિ,
Page #114
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-વિશેષ કથન
૧૧૩
શત્રુ, બંધન, ચોર, ગ્રહ, ભ્રમ, રાક્ષસ અને શાકિનીથી થનારાં ભયો દૂર ભાગી જાય છે.
– યોગ શાસ્ત્ર પ્રકાશ આઠમો :- ત્રણ જગને પવિત્ર કરનાર અતિશય પવિત્ર શ્રી પંચપરમેષ્ઠિ નવકાર મંત્રનું યોગી પુરુષ ધ્યાન કરે, ત્રિશુદ્ધિ વડે શ્રી નમસ્કાર મંત્રનું ૧૦૮ વખત ધ્યાન કરનાર મુનિ ભોજન કરવા છતાં ઉપવાસના ફળને પામે છે. યોગી પુરુષો આ જ મંત્રનું સમ્યગૂ રીતે આરાધન કરીને પરમલક્ષ્મીને પામી ત્રણલોક વડે પૂજાય છે. હજારો પાપોને કરનારા તથા સેંકડો જંતુઓને હણનારા તિર્યંચો પણ આ મંત્રની સારી રીતે આરાધના કરી દિવ્યગતિને પામ્યા છે.
– શ્રાદ્ધદિનકૃત્ય :- ત્રણ લોકમાં નવકારથી સારભૂત અન્ય કોઈ મંત્ર નથી. તેથી તેને પ્રતિદિન પરમભક્તિથી ભણવો જોઈએ. વળી જે મનુષ્યો એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવની અને સંઘની પૂજા કરે, તે તીર્થંકર નામકર્મને બાંધે છે.
– શ્રી મહાનિશીથ સૂત્ર :- ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારને સંભારવામાં આવ્યો નથી.
– નમસ્કાર બૃહતફલ :- લાંબા કાળ સુધી તપને તપ્યાં, ચારિત્રને પાન્યાં તથા ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પણ નવકારને વિશે રતિ ન થઈ, તો તે સઘળું નિષ્ફળ ગયું જાણવું.
- શ્રાદ્ધવિધિ :- પુત્ર જન્મ વખતે નવકાર સંભળાવો તો તે ઋદ્ધિવંત થાય અને મરણ વખતે નવકાર સંભળાવો તો મરનારની સદ્ગતિ થાય
– આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ નવકાર ગણનાર ત્રીજે ભવે મોક્ષ પામે.
– પૌગલિક ઇચ્છાથી પણ નમો અરિહંતાણં પદનો ન કાર બોલનાર આત્મા ૬૯ કોડાકોડી સાગરોપમથી કંઈક વધારે (મોહનીયકર્મની) સ્થિતિ તોડેલ હોય કે તોડવા તૈયાર થયો હોય તો જ ન કાર બોલી શકે.
– પંચાશક-૧-ગાથા-૪રની વૃત્તિ :- (ઉઠે ત્યારે) શધ્યામાં રહીને શ્રી પંચપરમેષ્ઠી (નવકાર મંત્ર)નું ચિંતન મનમાં કરવું (કેમકે તેમ કરવાથી સૂત્રનો અવિનય ન થાય.).
– શ્રાદ્ધદિનકૃત્ય :- શ્રી નવકારમંત્ર આ લોક તથા પરલોકમાં સર્વત્ર સહાય કરનાર હોવાથી સાચા બંધુ સમાન, પ્રાપ્ત થયેલા ગુણોનું રક્ષણ કરનાર તથા અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ કરાવનાર હોવાથી જગતુના નાથરૂપ છે. માટે તેને શા-પલંગ વગેરેથી નીચે ઉતરી ભૂમિ ઉપર ઉભા ઉભા કે બેસીને ગણે, ભણે, પરાવર્તન કરે.
– યતિદિનચર્યા :- રાત્રિના છેલ્લે પ્રહરે બાલ, વૃદ્ધ સર્વે જાગે અને શ્રી પંચપરમેષ્ઠિ – નવકારમંત્ર સાત-આઠ વખત ભણે.
– એક લાખ નવકાર ગણી વિધિપૂર્વક પૂજા કરનારો તીર્થંકર નામ ગોત્રને બાંધે છે | એક લાખ નવકાર ગણવાથી સાંસારિક કલેશનો નાશ થાય છે. [1 | 8}
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – જે પ્રાણી નવકારમંત્રનો જાપ કરે છે. તે ગુણવંત પ્રાણી વિશ્વને વંદન કરવા યોગ્ય બને છે.
– શ્રાદ્ધ દિનકૃત્ય પ્રથમ વાર :- આ નમસ્કાર મંત્ર સર્વે મંત્રોમાં પરમપ્રધાન મંત્ર છે. કેમકે તે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના વિષને હરનાર છે. વળી સકલ ધ્યેયોમાં પરમ ધ્યેયરૂપ છે. વળી સર્વાર્થ સાધક હોવાથી તત્ત્વોમાં પરમ પવિત્ર એવા તત્ત્વરૂપ છે. તેમજ ચાર ગતિરૂપ સંસારમાં રહેલા ભવ્ય જીવો કે જે દુઃખથી અથવા રાગદ્વેષથી હણાયેલા છે. તેમને પરમ શરણભૂત છે. ભવસાગરમાં બુડતા એવા જીવોને આ નમસ્કાર રૂપ મહા પોત (વહાણ) સિવાય બીજું તથાભૂત શરણ નથી. ––– - જેમ ઘરમાં અગ્નિ લાગે ત્યારે કણ કપાસાદિ તજી દઈને મનુષ્ય મહામૂલ્યવાનું રત્ન જ લે છે, શત્રુનો ભય આવે ત્યારે એક અમોઘ શસ્ત્ર શક્તિને જ ગ્રહણ કરાય છે. તેમ મરણ સમયે શ્રુતકેવળી પણ સર્વ દ્વાદશાંગીને ત્યજી દઈને તેના સારભૂત કેવળ નવકારમંત્રનું જ વારંવાર સ્મરણ કરે છે.
– નમસ્કાર મંત્ર સ્તોત્ર - ત્રાજવાના એક પલ્લામાં નમસ્કાર મંત્રના અક્ષરો અને બીજા પલ્લામાં અનંતગુણ કરેલા એવા ત્રણ લોક, એમ બંનેને જો ત્રાજવામાં ધારણ કરવામાં આવે, તો પણ જેનો ભાર ઘણો વધારે થાય એવા પરમેષ્ઠિમંત્રને હું નમસ્કાર કરું છું.
– છેલ્લે :- નવકાર મંત્રના પ્રત્યેક પદ અને પ્રથમ પાંચ પદના પ્રત્યેક વર્ણ તથા સમગ્ર નવકારમંત્રના માહાભ્યને માટે શ્રી સિદ્ધસેનસૂરિ પ્રણીત – ““શ્રી નમસ્જરHIRભ્ય” અવશ્ય વાંચવાલાયક છે. આ સ્તોત્ર આઠ પ્રકાશમાં અને ૨૧૮ શ્લોકોમાં છે. તે ભાવાર્થ સહિત “નમાર સ્વાધ્યાય નામના પુસ્તકમાં છપાયેલું છે.
– વિશેષ સાહિત્ય:- આ પુસ્તકમાં નવકાર મંત્રના વિવેચનમાં પ્રચૂર સંદર્ભોનો ઉપયોગ કર્યો છે, તો પણ વિશેષ જાણકારી માટે, શ્રી ભદ્રબાહુસ્વામી રચિત નમસ્કાર નિર્યુક્તિ, આ નિર્યુક્તિ પરની શ્રી હરિભદ્રસૂરિ તથા શ્રી મલયગિરિ રચિત વૃત્તિ, આવશ્યક ચૂર્ણિ, વિશેષાવશ્યક ભાષ્ય, ભાષ્ય પરની મલધારી હેમચંદ્ર સૂરિની વૃત્તિ, ભગવતીજી સૂત્ર વૃત્તિ, પંચપરમેષ્ઠી મહાસ્તવ, વૃદ્ધ નમસ્કાર ફલ સ્તોત્ર, નમસ્કાર માહાભ્ય, ષડાવશ્યક સૂત્રાણિ ઇત્યાદિ શાસ્ત્રો કે ગ્રંથો જોઈ શકાય છે.
– નવકારમંત્ર ગણવા સંબંધી વિધિ :
૦ નવકારને જ મંગલભૂત માની, તેને હૃદયમાં અવધારી રાખે. પછી હૃદયમાં આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરે. તેની મધ્ય કર્ણિકામાં “નમો અરિહંતાણં', પૂર્વ પાંખડી પર “નમો સિદ્ધાણં', દક્ષિણ પાંખડી પર “નમો આયરિયાણં', પશ્ચિમ પાંખડી પર “નમો ઉવજ્ઝાયાણં', ઉત્ત પાંખડી પર “નમો લોએ સવ્વસાહૂણં' પદો
સ્થાપે. એ જ રીતે અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઇશાન એ ચારે વિદિશા/ખૂણામાં ચૂલિકાના ચાર પદ “એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ. પઢમં હવઈ મંગલ"ને અનુક્રમે સ્થાપે. તેને કમળબંધ સ્મરણ કહેવાય છે.
૦ શ્રાદ્ધ વિધિ, શ્રાદ્ધ દિનકૃત્ય, પંચાશક, યોગશાસ્ત્ર યતિદિનચર્યા આદિ ગ્રંથો
Page #116
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર-વિશેષ કથન
૧૧૫
મુજબ –
નિદ્રાત્યાગ પછી તે પુરુષ મનમાં નવકાર ગણતો શય્યા મૂકે, પછી પવિત્રભૂમિ ઉપર ઉભો રહી અથવા પદ્માસન આદિ કોઈ આસને બેસીને પૂર્વદિશા કે ઉત્તરદિશા કે
જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે અને ચિત્તની એકાગ્રતાપૂર્વક કમળબંધથી (જેની રીત ઉપર જણાવી છે) અથવા હસ્તજપથી નવકાર ગણે – ૧૦૮ વખત નવકાર મંત્રનું મૌનપૂર્વક ચિંતવન કરે. જો હસ્તજાપ કરે તો નંદાવર્ત, શંખાવર્ત, આવૃત્ત ઇત્યાદિ વિધિપૂર્વક નવકાર ગણે. (આ વિધિ શ્રાદ્ધવિધિગ્રન્થથી જાણી લેવી)
જો કમળબંધ કે હસ્તજપ કરવાનું ન ફાવે તો - સૂતર, રત્ન, મોતી આદિની માળા (નવકારવાળી) પોતાના હૃદયની સમશ્રેણિમાં રાખી પહેરેલા વસ્ત્ર કે પગને સ્પર્શ નહીં તે રીતે રાખીને નવકાર મંત્ર ગણો, ગણતી વખતે મેરૂનું ઉલ્લંઘન ન થાય, અંગુલિના અગ્રભાગથી મણકા ન ફેરવાય, ચિત્તની વ્યગ્રતા ન રહે તે લક્ષમાં રાખો.
નવકાર મંત્ર જાપ લોક સમુદાય કરતા એકાંતમાં કરવો સારો, એકાંતમાં બોલીને ન કરતા મૌન (મનમાં ઉચ્ચારણ પૂર્વક સારો. મૌન કરતા માનસ જાપ સારો.
v સૂત્રનોધ :નમસ્કાર મંત્રના સપ્તાંગી વિવરણનો આ છેલ્લો મુદ્દો છે. – આ મંત્ર અનાદિ અને શાશ્વત છે, ગણધરો રચિત છે.
– પ્રથમ પાંચ પદો ભગવતીજી અને કલ્પસૂત્રની આદિમાં આવે છે તથા આવશ્યક નિયુક્તિમાં તેની નિયુક્તિ રચાયેલી છે. છેલ્લા ચાર ચૂલિકા પદ સહિતનો પાઠ મહાનિશીથ નામક આગમસૂત્રમાં આવે છે.
– આ સૂત્રની ભાષા અર્ધમાગધી (આર્ષપ્રાકત) છે.
– આ સૂત્રમાં નવ પદ છે, આઠ સંપદા છે, ગુરૂ અક્ષરો સાત અને લઘુ અક્ષરો એકસઠ મળીને સર્વ વર્ણ અડસઠ છે.
– જોડાક્ષર, અનુસ્વાર, દીર્ધ અક્ષર આદિના ઉચ્ચારણનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે – અનુભવે જોયું છે કે – સિદ્ધાણંને બદલે સિધાણં, સવ્વને બદલે સવ, પાવપ્પણાસણોને બદલે પાવપણાસણો, ઉવઝાને બદલે વિઝા નમુક્કારોને બદલે નમુકારો એ પ્રમાણે જોડાક્ષર ભૂલીને કેટલાંક ઉચ્ચારણ કરે છે. કેટલાક પઢમંને બદલે પઢમ બોલે છે, નમો અરિને બદલે નમો રિ કે આયરિયાણંને બદલે આરિયાણં બોલે છે. આવા પ્રકારની ઉચ્ચારણ ભૂલો ન થાય તે રીતે શુદ્ધ સૂત્રપાઠ બોલવો. પદ અને સંપદાનો ખ્યાલ રાખીને બોલવું
------- ---
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
-સૂત્ર-૨) પંચિંદિય-સૂત્ર
ગુરુ સ્થાપના સૂત્ર
v સૂત્ર-વિષય :
આ સૂત્રમાં આચાર્ય મહારાજના છત્રીશ ગુણોનું વર્ણન છે. સ્થાપનાચાર્ય રૂપે સ્થાપના કરતી વખતે આ સૂત્ર બોલાય છે. ગુરુ/આચાર્ય મહારાજ ન હોય ત્યારે સ્થાપનાચાર્ય કે પુસ્તક કે નવકારવાળી ઇત્યાદિને ઊંચા સ્થાને સ્થાપીને તેની સામે ક્રિયા કરવા નવકારમંત્રપૂર્વક આ સૂત્રનું ઉચ્ચારણ કરાય છે.
| સૂત્ર-મૂળ :પંચિંદિય-સંવરણો, તહ નવવિહ-ગંભચેર ગુત્તિધરો; ચઉવિડ-કસાય-મુક્કો, ઈઅ અઠારસગુણહિં સંજુરો.-૧પંચ-મહવ્વય-જુતો, પંચવિહાયાર-પાલણ-સમન્થો; પંચ-સમિઓ તિ-ગુત્તો, છત્તીસગુણો ગુરુ મજુઝ. --
સૂત્ર-અર્થ :
પાંચ ઇન્દ્રિયોના વિષયોને કાબૂમાં રાખનાર તથા નવ વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ કરનાર, ચાર પ્રકારના કષાયોથી મુક્ત, એ રીતે અઢાર ગુણવાળા, (તથા) પાંચ મહાવ્રતોને ધારણ કરનાર, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત એ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે.
શજ્ઞાન :પંચિંદિય - પાંચ ઇન્દ્રિય
સંવરણો - કાબૂમાં રાખનાર તહ - તથા
નવવિડ - નવ પ્રકારની બભચેર - બ્રહ્મચર્ય, શીલવંત ગુનિઘરો - ગુપ્તિને ધારણ કરનાર ચઉવિડ - ચાર પ્રકારના
કસાય - ક્રોધ આદિ કષાય મુક્કો - મુક્ત
ઇઅ - એ રીતે, એ પ્રમાણે અઠારસ - અઢાર
ગુણેડુિં - ગુણો વડે સંજુરો - યુક્ત, સહિત
પંચ
- પાંચ મહબ્લય - મહાવ્રત
જુવો - યુક્ત, સહિત પંચવિડ - પાંચ પ્રકારના
આયારો - આચાર પાલણ - પાળવાને
સમત્વો - સમર્થ છત્તીસ - છત્રીશ
ગુણો - ગુણ (વાળા) ગુરુ - ગુરૂ, (આચાર્ય)
મજુઝ - મારા
Page #118
--------------------------------------------------------------------------
________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૧૭
વિવેચન :- આ સૂત્ર તેના આરંભના શબ્દ પંવિવિયવ ને કારણે પંચિંદિય સૂત્ર નામે લોક પ્રસિદ્ધ છે. તેને ગુરુસ્થાપના સૂત્ર કહેવામાં આવે છે. આ સૂત્રમાં પંચ, નવ, ચઉ, અઠારસ, છત્તીસ એ સંખ્યાવાસી શબ્દો અને ઇંદિય, સંવરણ, ખંભચેર, ગુત્તિ, કસાય, મડબ્લય, આચાર, ગુરુ આદિ શબ્દોની વિવેચના જોવાની છે.
• પંચિંદિય સંવરણો :
પંચિંદિય એટલે શું? પાંચ ઇન્દ્રિયોનો સમૂહ. ઇન્દ્રિયોની સંખ્યા પાંચ કહી છે. તેમાં આરંભે પં શબ્દ છે તે સંખ્યાનો નિર્દેશ તો કરે જ છે. પણ તત્ત્વાર્થભાષ્યકાર જણાવે છે કે – આ પં શબ્દ નિયમને માટે છે. પં શબ્દ દ્વારા છે, સાત આદિ ઇન્દ્રિયની સંખ્યાનો નિષેધ સમજવાનો છે. ઇન્દ્રિયો પાંચ જ છે તેવું સિદ્ધ કરવા માટે “પંચ” શબ્દ વપરાયેલ છે. અથવા જીવના ઉપયોગના નિમિત્તભૂત પાંચ જ ઇન્દ્રિયોને સૂત્રકાર ઉપદેશે છે. તેથી કોઈ એક પ્રાણીને વધુમાં વધુ પાંચ ઇન્દ્રિયો જ હોય. એ રીતે જૈનેતરોની પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એવી દશ ઇન્દ્રિયોની માન્યતાનો પણ છેદ ઉડી જાય છે. મનને છઠી ઇન્દ્રિય કહેનારનો મત પણ અહીં સ્વીકાર્ય બનતો નથી.
ઇન્દ્રિયનો અર્થ – “જેનાથી જ્ઞાનનો લાભ થઈ શકે તે”. સામાન્યથી ઇન્દ્રનો અર્થ જીવ કે આત્મા થાય છે. તેને ઓળખવાની નિશાની તે ઇન્દ્રિય કર્મની પરતંત્રતા હોવા છતાં અનંતજ્ઞાનાદિ શક્તિઓનો સ્વામી ઇન્દ્ર-આત્મા કહેવાય છે. આ ઇન્દ્રભૂત આત્માના અર્થ ગ્રહણ કરવામાં કારણભૂત “ઇન્દ્રિય" કહેવાય છે. વિશેષાવશ્યકભાષ્ય ર૯૯૩ આદિમાં કહ્યું છે કે
સર્વ ભોગ, સર્વ ઉપલબ્ધિ અને પરમ ઐશ્વર્યના વિસ્તારથી જીવ ઇંદ્ર કહેવાય છે. તેના લિંગાદિ લક્ષણથી અહીં શ્રોત્રાદિ ભેદવાળી પાંચ ઇન્દ્રિયો સમજવી. ઠાણાંગ સૂત્ર-૪૮૧ની વૃત્તિ તથા તત્વાર્થસૂત્ર વૃત્તિમાં પાંચ અભિપ્રાયથી ઇન્દ્રિયનો અર્થ જણાવેલ છે.
– ઇન્દ્રલિંગમ્ - ઇન્દ્રનું જ્ઞાપક કે બોધક ચિહ્ન તે ઇન્દ્રિય. – ઇન્દ્રદિષ્ટમ્ - ઇન્દ્ર દ્વારા પોતાના કાર્યમાં સૂચિત રીતે પ્રવર્તે તે ઇન્દ્રિય – ઇન્દ્રદ્રષ્ટમ્ - ઇન્દ્ર દ્વારા જોવાયેલ કે દર્શન ઉપલબ્ધિથી ગ્રહણ કરેલ છે. - ઇન્દ્રસૃષ્ટમ્ - ઇન્દ્ર દ્વારા ઉત્પન્ન થયેલ તે ઇન્દ્રિય
– ઇન્દ્રજીષ્ટમ્ - ઇન્દ્ર દ્વારા સેવિત-શબ્દાદિ વિષય ગ્રહણ કરે તે ઇન્દ્રિય. અહીં પાંચે વ્યાખ્યામાં ઇન્દ્રનો અર્થ જીવ કે આત્મા લેવો.
પંચિંદિય :- (પન્નવણા સૂત્ર-૪૨૧, ઠાણાંગ સૂત્ર ૪૮૧ વૃત્તિ, તત્ત્વાર્થ અધ્યાય-૨ સૂત્ર-૧૫,૨૦, લોકપ્રકાશ, શ્રાદ્ધગુણ, પ્રવચન સારોદ્વાર આદિ મુજબ)
હે ભગવંત ! ઇન્દ્રિયો કેટલી કહેલી છે ? હે ગૌતમ ઇન્દ્રિયો પાંચ કહી છે. તે આ પ્રમાણે – સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, આ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં કાબુ રાખવો તે ઇન્દ્રિય સંવરણ કહેવાય
લઘુદષ્ટાંત :- સ્થૂલભદ્ર કોશાગણિકામાં મોહિત થયા, બાર વર્ષ તેણીની
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
સાથે પસાર કર્યા. વૈરાગ્યનું નિમિત્ત મળતા આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી. એક વખત ગુરુ મહારાજની અનુમતિથી કોશાગણિકાને ઘેર ચોમાસુ કર્યું. ત્યાં સ્પર્શ માટે વિનંતી કરતી સ્વરૂપવાન્ એવી કોશા ગણિકા હતી. જે ષડ્રસ ભોજન કરાવતી હતી. તેની નૃત્યશાળા વિવિધ સુગંધોથી મઘમઘતી હતી. કોશાગણિકા વિવિધ અંગ ભંગીપૂર્વક નૃત્ય કરી રહી હતી. સુમધુર સંગીત રેલાઈ રહ્યું હતું. પાંચે ઇન્દ્રિયોના રાગને પોષક વાતાવરણ હતું. ત્યાં સ્થૂલભદ્ર સ્વામી એક-બે દિવસ નહીં પણ પૂરું ચાતુર્માસ રહ્યા. તેમ છતાં પોતાના વ્રતથી ચલિત ન થયા. પણ કોmગણિકોને પ્રતિબોધ કરી શ્રાવિકા બનાવી પાછા આવ્યા – આ છે. પંચિંદિય સંવરણનું દૃષ્ટાંત. કેમકે ઇન્દ્રિય શબ્દનો અર્થ જાણવાથી, તેની સંખ્યા કે નામો જાણવા માત્રથી વ્યાખ્યા અધુરી રહે છે. ઇન્દ્રિયોની સાથે તેના વિષયો જાણવા જરૂરી છે.
- (૧) સ્પર્શનેન્દ્રિય :- સ્પર્શન ઇન્દ્રિય એટલે ત્વચા કે ચામડી જે સ્પર્શ કરે, જેના દ્વારા સ્પર્શના પર્યાય જાણી શકે તેને સ્પર્શન કહેવાય છે. આ સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. તેના આઠ ભેદ છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, કઠોર, ભારે અને હલકો અર્થાત્ સ્પર્શનેન્દ્રિય વડે આ આઠ બાબતો જાણી શકાય છે.
- (૨) રસનેન્દ્રિય :- રસનેન્દ્રિયનો વિષય રસ છે. જે ચાખી શકાય તે રસ, રસનેન્દ્રિય એટલે જીભ જે રસના પર્યાયોને જાણે છે. આ રસના પાંચ ભેદો છે અથવા ચાખવાથી પાંચ બાબતો જાણી શકાય છે. મીઠો, ખાટો, ખારો, કડવો અને તીખો રસ. (જો કે પાક્ષિક સૂત્રમાં છઠો તુરો રસ ગણી રસના છ ભેદ કહ્યા છે.)
- (૩) ઘ્રાણેન્દ્રિય :- ધ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે. જે સુંઘી શકાય તે ગંધ. દ્માણ ઇન્દ્રિય એટલે નાક. તે ધ્રાણ ગુણને ગ્રહણ કરે છે. તેના બે ભેદ છે અથવા સુંઘવાથી બે વિષયો જાણી શકાય છે. સુગંધ અને દુર્ગધ.
- (૪) ચક્ષુરિન્દ્રિય :- ચક્ષુરિન્દ્રિય એટલે આંખ કે ચક્ષુ. ચક્ષુ ગુણ રૂપનો વિષય કરે છે. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય વર્ણ છે. જે જોઈ શકાય તે વર્ણ કે રૂપ આ રૂપના પાંચ ભેદ છે. શ્વેત, નીલો, પીળો, લાલ અને કાળો. જોવાથી આ પાંચવર્ણને જાણી શકાય છે.
- (૫) શ્રોત્રક્રિય :- શ્રોત્રેન્દ્રિય એટલે કાન. તે શ્રોત્ર ગુણનો વિષય છે શબ્દ. કેમકે જે સાંભળી શકાય તે શબ્દ. આ શબ્દ નામનો વિષય ત્રણ રીતે ગણે છે - સચિત્ત શબ્દ (જીવંત પ્રાણીનો શબ્દ), અચિત્ત શબ્દ (જડ પદાર્થનો શબ્દ), મિશ્ર શબ્દ (ઉક્ત બંને શબ્દોનું મિશ્રણ. જેમકે - વાદ્ય ધ્વનિ સહ લોકોનું ગીત ગાન). જો કે તત્વાર્થ સૂત્રમાં સુસ્વર અને દુ:સ્વર એવા બે ભેદો પાડેલા છે. તત્ત્વાર્થની સિદ્ધસેનીય ટીકામાં શબ્દના ગર્જિત આદિ અનેક ભેદો કહ્યા છે.
આ પાંચે ઇન્દ્રિયોના પણ દ્રવ્ય અને ભાવથી બે-બે ભેદો છે. (જેનું વિસ્તૃત વર્ણન પન્નવણ, વિશેષાવશ્યક ભાષ્ય, તત્ત્વાર્થ સૂત્રાદિમાં જોવા મળે છે. તેને સંક્ષેપમાં જોઈએ તો-) દ્રવ્ય ઇન્દ્રિયના પણ બબ્બે ભેદો છે. નિવૃત્તિ ઇન્દ્રિય અને ઉપકરણ ઇન્દ્રિય નિવૃત્તિ એટલે ઇન્દ્રિયનો બાહ્ય અને અત્યંતર આકાર. જેમકે કાનનો બાહ્ય
Page #120
--------------------------------------------------------------------------
________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૧૯
આકાર પાપડી જેવો છે. અંદરનો આકાર કદંબના પુષ્પનો આકાર અને માંસના ગોળારૂપ છે જ્યારે ઉપકરણ ઇન્દ્રિય એટલે તેમાં રહેલી વિષયગ્રહણશક્તિ. જેમકે કાનમાં શબ્દ વિષય ગ્રહણ કરવાની શક્તિ છે. એ જ રીતે ભાવ ઇન્દ્રિયના પણ બબ્બે ભેદ છે. લબ્ધિ અને ઉપયોગ
કાન વગેરે ઇન્દ્રિયોના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારા કર્મોનો જે ક્ષયોપશમ તે લબ્ધિ ઇન્દ્રિય જાણવી અને પોતપોતાના વિષયમાં લબ્ધિરૂપ ઇન્દ્રિયને અનુસાર આત્માને જે વ્યાપાર-પ્રણિધાન તેને ઉપયોગ ઇન્દ્રિય જાણવી. આ ઉપયોગ ઇન્દ્રિયનું સંવરણ કરવાની વાત અહીં પંવિવિયસંવરો - શબ્દમાં છે.
વંદિત્તસૂત્ર ગાથા-૪ની વૃત્તિમાં રત્નશેખર સૂરિજી જણાવે છે કે – એક સ્પર્શનેન્દ્રિયને વશ હાથી હાથણીના મોહમાં દોડી ખાઈમાં ધકેલાઈને પરવશ બને છે કે પ્રાણ ગુમાવે છે. એક રસનેન્દ્રિયને વશ મત્સ્ય મિષ્ટ વસ્તુને ખાવા દોડે છે, પરિણામે લોઢાના તીણ કાંટામાં ભરાઈને આયુષ્યનો અંત કરે છે. એક ધ્રાણેન્દ્રિયને વશ ભમરો સુગંધ માટે દોડે છે અને કમળમાં સપડાઈ પોતાનું જીવન કારમી રીતે ખોઈ બેસે છે. એક ચક્ષુરિન્દ્રિયને વશ બનેલો પતંગીયો દીપકને સોનાનો પંજ કલ્પીને સોનું લેવા તે દીવામાં ઝંપાપાત કરનાર પોતાનું આખું જીવન સળગાવી મૂકે છે અને એક શ્રોત્રેન્દ્રિયને વશ હરણ સંગીતમાં લીન બનીને શીકારીના બાણનો ભોગ બનીને પોતાના પ્રાણ ખોઈ બેસે છે. તો પાંચે ઇન્દ્રિયને વશવર્તી જીવના શા હાલ થાય ?
આ પ્રમાણે જાણી-સમજીને જેઓ પાંચે ઇન્દ્રિયોનું સંવરણ કરે છે અર્થાત્ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં રાગ કે દ્વેષ કરતા નથી, પણ સમભાવને ધારણ કરે છે. અથવા તો આ પાંચેના ઉપરોક્ત ૨૩-વિષયને વશ થતા નથી. આ જ વાત પ્રવચન સારોદ્વાર શ્લોક ૫૮લ્માં તથા ભત્તપરિજ્ઞા આગમમાં કહી છે.
આ રીતે ગુરુ (આચાય)ના ૩૬ ગુણોમાં પહેલા પાંચ ગુણ છે - તેઓ પાંચ ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અથવા પાંચ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થતા નથી અર્થાતુ પાંચે ઇન્દ્રિયોના અનુકુળ વિષયોમાં રાગ, રતિ કે સુખ માનતા નથી અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ, અરતિ કે દુઃખ માનતા નથી.
-૦- ત૮ - તથા. (પાંચ ઇન્દ્રિયના સંવરણ ઉપરાંત) -૦- નવવિહ-ગંભચેર-ગુત્તિ-ધરો :- નવ પ્રકારે બ્રહ્મચર્ય ગુપ્તિના ધારક.
– ગુરુના છત્રીશ ગુણમાં આ વાક્ય દ્વારા બીજા નવગુણોનું વર્ણન કરેલ છે. જેમાં “નવવિડ' શબ્દનો અર્થ છે - નવ પ્રકારની “બભચેર ગતિ" અર્થાત્ બ્રહ્મચર્યની ગુતિ. ગુતિ એટલે નિગ્રહ. જે નિગ્રહથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન શક્ય બને છે તે અને “ધરો" શબ્દનો અર્થ છે “ધારણ કરનાર.”
- બ્રહ્મચર્ય - શબ્દ બ્રહ્મન્ ઉપરથી બનેલો છે. સ્થાનાંગ સૂત્ર-૮૦૧ની વૃત્તિમાં જણાવે છે કે – બ્રહ્મ એટલે કુશલ અનુષ્ઠાન. તે અને તેનું આચરણ કે સેવન કરવું તેને બ્રહ્મચર્ય કહે છે અથવા બ્રહ્મચર્ય એટલે સંયમ. સુત્ર ૮૦૨માં બ્રહ્મચર્ય એટલે સ્ત્રીભોગથી રહિત થવું કે મૈથુનનો ત્યાગ કરવો તેને પણ બ્રહ્મચર્ય કહેલ છે. (પાક્ષિક
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સૂત્રની ગાથા ૩૮ની વૃત્તિ મુજબ-) દિવ્ય અને ઔદારિક કામભોગોનો. મન, વચન, કાયાથી કરવા-કરાવવા કે અનુમોદવારૂપ પ્રવૃત્તિનો ત્યાગ કરવો તેનું નામ બ્રહ્મચર્ય. અહીં દિવ્ય એટલે દેવસંબંધી અને ઔદારિક એટલે મનુષ્ય અને તિર્યંચ સંબંધી, કામભોગ એટલે મૈથુન સેવવાની ઇચ્છા. (યોગશાસ્ત્ર પ્રકાશ-૧-ગાથા-૨૩માં કહ્યું છે કે–)
દેવસંબંધી અને ઔદારિક (મનુષ્ય કે તિર્યંચ સંબંધી) કામોનો મન. વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાના ત્યાગરૂપ એવા અઢાર ભેદે બ્રહ્મચર્ય કહેલું છે.
આ અબ્રહ્મ કે મૈથુન સેવનની ઇચ્છા બે પ્રકારની હોય છે. ૧. સંપ્રાપ્ત, ૨. અસંપ્રાપ્ત. સંપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયેલ સ્ત્રી-પુરુષ આદિની અન્યોન્ય સંગ કરવાની ઇચ્છા અને તત્સંબંધી કામચેષ્ટા. અસંપ્રાપ્ત એટલે જ્યાં સંગ કરવાની ઇચ્છાવાળી વ્યક્તિની ગેરહાજરી હોય છે, ત્યાં તેનાં સ્મરણ, ચિંતન અને સંગ કરવાની તીવ્ર અભિલાષા કરવી, સ્ખલન થવું, કુચેષ્ટાઓ કરવી ઇત્યાદિ.
ગુપ્તિનો પ્રસિદ્ધ અર્થ ‘ગોપવવું તે” થાય છે. તત્સંબંધી વ્યાખ્યા આ જ સૂત્રમાં આગળ તિવ્રુત્તિ શબ્દમાં કરેલી છે. અહીં બ્રહ્મચર્ય શબ્દ સાથે સંકડાયેલ ગુપ્તિ શબ્દનો અર્થ મર્યાદિત પરિભાષામાં રજૂ કરતા એમ કહી શકાય કે વ્રતની રક્ષા કરવાને લગતી આજ્ઞા, નિયમ કે નિગ્રહોને ગુપ્તિ કહેવામાં આવે છે. આ બ્રહ્મચર્યગુપ્તિ અથવા બ્રહ્મચર્ય માટેની વાડોને નવ પ્રકારે જણાવાયેલી છે.
(સ્થાનાંગ સૂત્ર-૮૦૨, પાક્ષિક અતિચાર, શ્રમણસૂત્ર, પાક્ષિક સૂત્રની ગાથા૩૮ની વૃત્તિ, યોગશાસ્ત્ર પ્રકાશ-૧-ગાથા ૩૦ શ્રાદ્ધ દિનકૃત્ય દ્વાર-૨૮, ઇત્યાદિ ગ્રંથાનુસાર–)
૧. વસતિ :- સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં નિવાસ કરવો.
૨. કથા :- સ્ત્રીઓ સંબંધી વાતો કરવી નહીં. કેવળ સ્ત્રીઓ મધ્યે સાધુએ કે પુરુષો મધ્યે સાધ્વીએ ધર્મકથાદિ કરવા નહીં.
૩. નિષદ્યા :- સ્ત્રીની સાથે એક આસને, તેમજ તેણે વાપરેલા શય્યા-આસને પુરુષે એક મુહૂર્ત સુધી અને પુરુષ વાપરેલા શય્યા-આસને સ્રીએ ત્રણ પ્રહર સુધી બેસવું નહીં. કારણ કે તેમ કરવાથી વિકારનો સંભવ છે.
૪. ઇન્દ્રિય - ચિત્તમાં વિકાર કરનાર હોવાથી સ્ત્રીએ પુરુષના કે પુરુષ સ્ત્રીના નેત્ર, મુખ, સ્તન આદિ અંગોને જોવા પ્રયત્ન ન કરવો. કેમકે રૂપ જોવાથી ઇચ્છા વધે. છેવટે મોહનો ઉદય થાય છે.
૫. કુડ્યાંતર - જ્યાં ભીંત વગેરેના અંતરે પણ સ્ત્રીપુરુષના કામક્રીડાના શબ્દો સંભળાય તેવા સ્થાનોમાં રહેવું નહીં
૬. પૂર્વક્રીડિત - પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું. ૭. પ્રણીતાહાર :- અતિસ્નિગ્ધ, વિકારક, માદક, સ્વાદુ આહારનો ત્યાગ કરવો. સંભવતઃ રૂક્ષ અને નિરસ આહાર વાપરવો.
Page #122
--------------------------------------------------------------------------
________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૨૧
૮. અતિમાત્રાહાર :- પ્રમાણથી અધિક આહાર ન કરવો.
૯. વિભૂષા :- સ્નાન, વિલેપનાદિ ન કરવા. નખ, કેશ આદિનું સંમાર્જન ન કરવું. શોભા ન વધારવી.
(સ્થાનાંગ સૂત્ર ૮૦૨માં આ નવગુણિના ક્રમ અને શબ્દોમાં થોડો ફેર છે.)
ગુરુ/આચાર્ય ભગવંતના છત્રીશ ગુણોમાં પાંચ ઇન્દ્રિયના સ્મરણરૂપ પાંચ ગુણો પછી આ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ પાલનરૂપ નવ ગુણો જાણવા.
ચઉવિહ કસાય-મુક્કો :- ચાર પ્રકારના કષાયોથી મુક્ત :
-૦- ચઉવિડ - ચાર પ્રકારના આ માત્ર સંખ્યાવાચી શબ્દ છે, જે કષાયના મુખ્ય ચાર ભેદોનો નિર્દેશ કરે છે.
-૦- કસાય :- આ કષાય શબ્દ ૫ નામના ધાતુ (ક્રિયાપદ) પરથી બન્યો છે. તેના વિવિધ અર્થો ધાતુપારાયણમાં બતાવેલા છે. તેમાંનો એક અર્થ છે - જે અંતઃકરણને બગાડે, મનની વૃત્તિઓને મલિન કરે તે કષાય કષ' શબ્દનો એક અર્થ સંસાર પણ થાય છે અને “આય' શબ્દનો અર્થ છે લાભ. અર્થાત્ જેનાથી સંસારનો લાભ થાય, સંસાર વધે તેનું નામ કષાય, તત્ત્વાર્થ સૂત્રકારે અધ્યાય ૮ના સૂત્ર-૨માં પણ આ વાતની પુષ્ટી કરતા કહ્યું છે કે, કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય એવા પુગલોનું ગ્રહણ કરે છે.
(કષાય અને તેના ભેદોનું વર્ણન પન્નવણા સૂત્રમાં ચૌદમાં પદમાં, સ્થાનાંગ સૂત્ર-૪૮, ૨૬૩, ૩૩૩ તથા તેની વૃત્તિમાં તત્વાર્થ સૂત્રમાં છઠા અને આઠમાં અધ્યાયમાં, વંદિતુ સૂત્ર ગાથા-૪ની વૃત્તિમાં શ્રમણસૂત્રમાં, પાક્ષિક સૂત્રમાં, કર્મગ્રંથમાં, લોકપ્રકાશ ભાગ-૧નાં શ્લોક ૧૩૦માં, દશવૈકાલિક સૂત્ર-૩૯૦ અને તેની વૃત્તિમાં, દષ્ટાંત સહ સમજૂતી આવશ્યક નિર્યુક્તિ ૯૧૮ની ચૂર્ણિ અને વૃત્તિમાં, પડાવશ્યક સૂત્રાણિ અને બાલાવબોધ ઇત્યાદિમાં આવે છે.).
– જન્મ મરણરૂપ સંસારનું આવવું કે પ્રાપ્ત થવું અર્થાત્ જેનાથી સંસારની વૃદ્ધિ થાય છે તે કષાય. આ કષાયને કર્મોની પરિભાષામાં કષાયચારિત્ર મોહનીય કહે છે કેમકે તે મોહનીયકર્મના ચારિત્ર મોહનીય નામક કર્મની ઉત્તર પ્રવૃત્તિ છે.
– ઘણાં પ્રકારના સુખ અને દુઃખના ફળને યોગ્ય એવા કર્મક્ષેત્રનું જે કર્ષણ કરે છે – ખેડે છે અથવા જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે છે તેને કષાય કહેવાય છે.
– સ્થાનાંગ-૧ સૂત્ર-૪૮ વૃત્તિ-કષાયમોહનીયકર્મ પુદગલના ઉદયથી સંપ્રાપ્ત એવા જીવ પરિણામ તે કષાય. તે મુખ્યત્વે ચાર ભેદે છે – ક્રોધ, માન, માયા અને લોભ તે અનંતાનુબંધી આદિ અનેક પેટા ભેદથી કહેવાયેલ છે અને અધ્યવસાય સ્થાનને આશ્રિને તો અસંખ્યાત ભેદો ધરાવે છે.
– ઋતિ - જે શરીરધારીની હિંસા કરે છે અથવા - કર્મનો લાભ આપે છે, જેનાથી શરીરધારી જીવને કર્મો પ્રાપ્ત થાય છે તે કષાય.
- જ્યાં જીવો વિવિધ દુઃખોથી કસાય એટલે કે પીડાય, રીબાય, મરી જાય તેને કg અર્થાત્ સંસાર કહ્યો છે. તેનો લાભ-પ્રાપ્તિ થવી તે કષાય કહેવાય.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – ચારિત્રના ઘાતક પરિણામને કષાય કહે છે. – દશવૈકાલિક સૂત્ર ૩૯૦ મુજબ - ચાર કષાયોનું ફળ :
નહીં દબાયેલા ક્રોધ અને માન તથા વૃદ્ધિ પામેલા માયા અને લોભ એ ચાર ક્લિષ્ટ કષાયો પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરે છે.
-૦- ક્રોધ સંબંધી એક લઘુદષ્ટાંત :
એક ઉગ્રતપસ્વી ક્ષમક નામે સાધુ હતા. તપસ્યાના પારણે બાળમુનિની સાથે ગૌચરી વહોરવા ગયા. તેમના પગ નીચે આવીને એક નાની દેડકી મરી ગઈ. બાલસાધુએ ઇરિયાવહી પ્રતિક્રમતા તેઓને દેડકીની વિરાધના યાદ કરાવી. ફરી પ્રતિક્રમણ વેળા યાદ કરાવ્યું. ત્યારે ક્ષમક સાધુ ક્રોધિત થઈ બાલસાધુને મારવા દોડ્યા. ત્યારે થાંભલામાં અથડાઈને મૃત્યુ પામ્યા. ત્યાંથી જ્યોતિષ્ક દેવ થઈ ફરી કનકખલ આશ્રમમાં તાપસપુત્ર થયા. તેનું કૌશિક નામ રાખ્યું તે સ્વભાવથી અતિ ક્રોધી હતો. તેથી તે ચંડકૌશિક નામે ઓળખાવા લાગ્યા. તે કોઈ તાપસને ફળ આપતો નહીં ગોવાળોને પણ ત્યાં આવવા
તો નહીં. કોઈ વખતે રાજપુત્રે તેનો આશ્રમ નષ્ટપ્રાયઃ કરતા તે કુહાડી લઈને મારવા દોડ્યો. ખાડામાં પડ્યો. કુહાડી લાગતા મૃત્યુ પામ્યો. ક્રોધના તીવ્ર અધ્યવસાયથી
ત્યાં જ દૃષ્ટિવિષ સર્પ થયો. છેલ્લે ભગવંત મહાવીરથી પ્રતિબોધ પામ્યો. ક્ષમાભાવ ધારણ કર્યો.
• કષાયના ભેદો :
-૦- ક્રોધ :- ક્રોધનો એક સંજ્ઞારૂપે ઉલ્લેખ (ઠાણાંગ સૂત્ર-૯૬૪), મૃષાના દશ ભેદમાંના એક ભેદ રૂપે (ઠાણાંગ સૂત્ર-૯૪૧), કષાયના એક ભેદરૂપે (ઠાણાંગ સૂત્ર-૨૬૩ ઇત્યાદિ અનેક શાસ્ત્ર પાઠોમાં) પણ ક્રોધનો ઉલ્લેખ છે. અહીં ક્રોધનો ઉલ્લેખ કષાયરૂપે જ વિચારવાનો છે.
- ક્રોધ એટલે કેષ, ગુસ્સો, અક્ષમા કે વૈર લેવાની વૃત્તિ. તેને તત્ત્વાર્થ ભાષ્યમાં કોપ, રોષ, દ્વેષ, લંડન એવા પર્યાય શબ્દોથી ઓળખવામાં આવે છે.
– ક્રોધ મોહનીય કર્મોદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ જેના વડે જીવ કુદ્ધ થાય છે તે ક્રોધ. આ ક્રોધ અપ્રીતિકર છે. ક્રોધથી સ્નેહ-પ્રેમ જતો રહે છે.
– આ ક્રોધના ચાર ભેદ છે. (૧) અનંતાનુબંધી ક્રોધ, (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ, (૩) પ્રત્યાખ્યાની ક્રોધ, (૪) સંજવલન ક્રોધ. (જો કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંવલન એ માન/માયા/લોભ ત્રણેના ભેદો પણ છે.)
-૦- માન :- માનનો ઉલ્લેખ પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) સંજ્ઞારૂપે, મૃષાના એક ભેદરૂપે અને એક કષાયરૂપે પણ થાય છે.
- માન એટલે અભિમાન, અહંકાર મદ કે ગર્વ તેને તત્ત્વાર્થ ભાષ્યમાં માન, સ્તંભ, ગર્વ, ઉત્સક, અહંકાર, દર્પ, મદ, મય (મોટાઈ) એવા પર્યાયથી ઓળખવામાં આવે છે.
- માન મોહનીયના ઉદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ જેના વડે હું જાત્યાદિ
Page #124
--------------------------------------------------------------------------
________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૨૩ ગુણવાનું છું એવું તે માને છે. આવી માન્યતા તે માન, બીજાની ઇર્ષ્યા કરવી અને પોતાનો ઉત્કર્ષ બતાવવો તે માન છે.
- માનના પણ (ક્રોધની માફક) અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે.
-૦- માયા :- માયાનો ઉલ્લેખ પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) સંજ્ઞારૂપે મૃષાના એક ભેદરૂપે અને એક કષાયરૂપે પણ થાય છે.
– માયા એટલે લુચ્ચાઈ, કપટ, દગો કે અન્યને છેતરવાની વૃત્તિ. તત્ત્વાર્થ ભાષ્યમાં તેને માટે પ્રસિધિ, ઉપધિ, નિકૃતિ, આચરણ, વંચના, દંભ, કૂટ, અતિસંધાન, અનાર્જવ આદિ પર્યાય શબ્દો વપરાયેલ છે.
– માયા મોહનીય કર્મના ઉદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ તે માયા, વંચનાદિ અર્થમાં જે કરાય છે તે માયા છે.
- માયાના પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે.
-૦- લોભ :- લોભનો ઉલ્લેખ પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) સંજ્ઞારૂપે, મૃષાના એક ભેદરૂપે અને એક કષાયરૂપે પણ થાય છે.
– લોભ એટલે તૃષ્ણા, લાલસા, અસંતોષ કે વધુમાં વધુ લેવાની વૃત્તિ, તત્ત્વાર્થભાષ્યમાં તેને માટે પર્યાયરૂપે લાલચ, રાગ, ગૃદ્ધિ, ઇચ્છા, મૂછ, સ્નેહ, કાંક્ષા, અભિવૃંગ-આસક્તિ શબ્દો જણાવેલ છે.
– લોભ મોહનીયકર્મના ઉદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ તે લોભ તે અતિગૃદ્ધિ, આસક્તિપણું કે જેના વડે લોભાય તે રૂપે ઓળખાય છે.
– લોભના પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે.
-૦- અનંતાનુબંધી આદિ ચાર ભેદ :- ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાયોના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ચારચાર પેટા ભેદો કહ્યા છે. એ રીતે કષાયના ૧૬ ભેદ થાય છે. આ વાતનો ઉલ્લેખ ચારિત્ર મોહનીય કર્મના કષાય ચારિત્ર મોહનીયની ૧૬ ઉત્તર પ્રકૃતિરૂપે મળે જ છે. તે ચારે આ પ્રમાણે
-૦- અનંતાનુબંધી કષાય :- જેને લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે તે કર્મ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર પ્રકારે છે.
– અનંતાનુબંધી કષાયથી સમ્યગ દર્શનનો ઉપઘાત થાય છે. તેનો ઉદય હોય ત્યારે સમ્યગદર્શન ઉત્પન્ન થતું નથી.
– અનંતાનુબંધી કષાય (ઉત્કૃષ્ટથી) જાવજીવ સુધી રહે છે. તે નરકગતિને આપનારો છે. ત્રણે ભુવનમાં અનંતા જન્મોનો બંધ કરાવતા હોવાથી ક્રોધાદિ ચારેને અનંતાનુબંધી કહ્યા છે.
-૦- અપ્રત્યાખ્યાન કષાય :- જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કષાયો વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય છે. તેને અપ્રત્યાખ્યાની ક્રોધાદિ કહે છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
– અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત થતી નથી.
- અપ્રત્યાખ્યાન કષાય એક વર્ષ સુધી રહે છે. આ કષાય તિર્યંચ ગતિને આપનારો છે. તેના ઉદયે અલ્પ માત્ર પણ પ્રત્યાખ્યાન ન થતું હોવાથી અપ્રત્યાખ્યાની કહેવાય છે.
-૦- પ્રત્યાખ્યાન કષાય :- જે કર્મોના વિપાકથી દેશવિરતિ પ્રાપ્ત થાય પણ સર્વવિરતિ પ્રાપ્ત થતી નથી. તે પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ કહેવાય.
- પ્રત્યાખ્યાનાવરણકષાયનો ઉદય સર્વવિરતિ કે મહાવ્રત પ્રાપ્ત થવા ન દે.
– પ્રત્યાખ્યાનીય કષાય ચાર માસ સુધી રહે છે. આ કષાયમાં મરે તે મનુષ્ય થાય છે. સર્વસાવદ્યથી વિરામ પામવું તેનું નામ પ્રત્યાખ્યાન. તેને જે અટકાવે તેનું નામ પ્રત્યાખ્યાન કષાય છે.
-૦- સંજ્વલન કષાયઃ- જે કર્મોના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતિબંધ કરવા જેટલી સમર્થ તો નથી જ હોતી. પણ સર્વવિરતિમા માલિન્ય કે સ્કૂલન પહોંચાડવાની શક્તિ હોય છે. તેને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ કહે છે.
– સંજ્વલન ક્રોધાદિ કષાયના ઉદયથી યથાખ્યાત ચારિત્રનો લાભ ન થાય.
– સંજ્વલન કષાય પંદર દિવસ રહે છે. આ કષાયમાં મરે તે દેવગતિમાં જાય છે. કેટલાક કષાયો સર્વ પાપકાર્યોથી વિરક્ત સંવિગ્ર મુનિને પણ “સમ” અર્થાત્ કંઈક ઉત્તેજિત કરે છે. આવા ક્રોધાદિ કષાયને સંજ્વલન કહે છે. શબ્દાદિ વિષયોને કારણે જે વારંવાર સંજ્વલિત-ઉદીત થાય છે માટે તેને સંજ્વલન કષાય કહે છે.
૦ કષાયના સોળ ભેદોનો ઉપસંહાર :- પ્રથમ ક્રોધ, માન, માયા અને લોભ એ પ્રમાણે કષાયના ચાર ભેદો કહ્યા. આ ચારેના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર-ચાર ભેદો કહ્યા. આ રીતે ૪ ૪ ૪ = ૧૬ ભેદો થાય છે. (આ સોળ ભેદો તો આગમોમાં, તત્વાર્થમાં, કર્મગ્રંથાદિમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. પણ લોકપ્રકાશ સર્ગ-૩ના શ્લોક-૪રરમાં તો એમ પણ કહ્યું કે... વત:દર્વિથા રૂતિ. ઉક્ત સોળ પ્રકારના કષાયના પ્રત્યેકના ચાર-ચાર ભેદો ગણતાં ચોસઠ ભેદો થાય છે. આ વાતને લોકપ્રકાશના કર્તા સર્ગ-૩ના શ્લોક-૪૨૩ થી સ્પષ્ટ કરતા કહે છે કે – જેમ કોઈ શિષ્ટ માણસ પણ ક્રોધાદિ કારણે દુષ્ટતા ધારણ કરે છે તેમ સંજ્વલન કષાય પણ ક્યારેક અનંતાનુબંધીતા ધારણ કરે છે. આ પ્રમાણે બધા ભેદો જાણવા. તેથી કરીને જેના અનંતાનુબંધી ક્ષીણ થઈ ગયા છે. એવા કૃષ્ણ વાસુદેવ આદિની અનંતાનુબંધીભાવિની દુર્ગતિ ઘટી શકે અને બાહુબલિને બારમાસ પર્યન્ત માન રહ્યું તો પણ છેવટે કેવળજ્ઞાન થયું તે પણ સંજવલનની ઉચિતતાને કારણે સમજવું)
દશવૈકાલિક સૂત્ર (ગાથા) ૩૮૭ થી ૩૮૯ :- સાધક જો પોતાના આત્માનું હિત ઇચ્છતો હોય તો (અનંતાનુબંધી આદિ ચારે પ્રકારના) ક્રોધ, માન, માયા અને લોભ એવા ચારે દોષોને નિશ્ચયરૂપથી છોડી દે. (કેમકે) ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે. લોભ તો સર્વે સદ્ગણોનો વિધ્વંશ કરે છે. (તેથી) ઉપશમ વડે ક્રોધને જીતે, મૃદુતાથી માનને જીતે, સરળતાથી
Page #126
--------------------------------------------------------------------------
________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૨૫
માયાનો નાશ કરે અને સંતોષ વડે લોભને જીતે (એ રીતે સર્વે કષાયોથી મુક્ત બને.)
ક્રોધાદિ ચારે કષાયના સોળ ભેદોની દૃષ્ટાંતસહ સમજૂતી :-૦- ક્રોધ :- ચાર દૃષ્ટાંતથી ચાર ભેદ
(૧) ફાટી ગયેલા પર્વતની રૂખા (તીરાડ) સમાન એવો અનંતાનુબંધી ક્રોધ છે. જે મરણ પર્યન્ત રહે છે. કોઈ ઉપાયે દૂર થતો નથી.
(૨) ભીની જમીન પર સૂર્યના કિરણો આદિથી રેખા પડી જાય તો એવો અપ્રત્યાખ્યાની ક્રોધ વરસાદ વરસે ત્યારે ભૂંસાતી રેખાની જેમ દૂર થાય છે.
(૩) રેતીમાં ઉત્પન્ન થયેલ રેખા સમાન પ્રત્યાખ્યાની ક્રોધ પવનના વાયરા જેવા નિમિત્તથી દૂર થાય છે.
(૪) પાણીમાં પડેલ રેખા સમાન સંજ્વલન ક્રોધ તુરંત નાશ પામે છે. -૦- માન :- ચાર દૃષ્ટાંતથી ચાર ભેદ– (૧) પત્થરના સ્તંભ સમાન અનંતાનુબંધી માન, કોઈ રીતે ન નમે. (૨) અસ્થિ-હાડકાં સમાન અપ્રત્યાખ્યાની માન, મહાકષ્ટ નમે છે. (૩) કાષ્ઠ-લાકડાં સમાન પ્રત્યાખ્યાની માન, ઉપાય કરવાથી નમે. (૪) નેતરની લતા સમાન સંજ્વલન માન સહેલાઈથી નમે છે. -૦- માયા :- ચાર દૃષ્ટાંતથી ચાર ભેદ :(૧) ઘન-કઠિન વંશીમૂળ સમાન અનંતાનુબંધી માયા. કદી દૂર ન થાય. (૨) મેંઢા-ઘેટાના શીંગડા સમાન અપ્રત્યાખ્યાની માયા. અતિ કષ્ટ દૂર થાય (૩) બળદના મૂત્રની ધાર સમાન પ્રત્યાખ્યાની માયા. પવનાદિથી દૂર થાય. (૪) વાંસના છોલ સમાન સંજ્વલન માયા. સહેલાઈથી દૂર થાય -૦- લોભ :- ચાર દૃષ્ટાંતથી ચાર ભેદ :(૧) કીરમજી કે લાક્ષારંગ સમાન અનંતાનુબંધી લોભ. કદી દૂર ન થાય. (૨) ગાડાના પૈડાની મસી સમાન અપ્રત્યાખ્યાની લોભ અતિ કષ્ટ દૂર થાય. (3) દીવાની મેષ-કાજળ સમાન પ્રત્યાખ્યાની લોભ, થોડી મહેનતે જાય. (૪) હળદરના રંગ સમાન સંજ્વલન લોભ, તુરંત દૂર થાય છે.
(આ ચારે ભેદ વિસ્તારથી જાણવા અમારું તત્ત્વાર્થાધિગમ સૂત્ર-અભિનવ ટીકા પુસ્તક જોવું. ઠાણાંગ સૂત્ર-૩૦૮, ૩૩૩માં પણ આ ચાર ભેદોનો થોડો જુદી રીતે ઉલ્લેખ છે. કયા કષાયના ઉદયે કઈ ગતિ મળે છે, તે સંબંધી પૂર્વે કરાયેલ કથન પણ
વ્યવહાર નયથી જાણવું નિશ્ચયથી નહીં એક વાત નિશ્ચિત છે કે જેના સર્વ પ્રકારના કષાયો સર્વથા નાશ પામ્યા હોય તે મૃત્યુ બાદ મોક્ષમાં જ જાય.)
• કષાયના સોળ ભેદ-બીજી રીતે :- પન્નવણા સૂત્ર-૪૧૪ + વૃત્તિ, ઠાણાંગ સૂત્ર-૨૬૩.
(૧) સ્વપ્રતિષ્ઠિત ક્રોધ - કોઈ પોતાનો દોષ જાણી દુઃખ પામી પોતાની જાત ઉપર ક્રોધ કરે, તે સ્વપ્રતિષ્ઠિત ક્રોધ છે.
(૨) અન્ય પ્રતિષ્ઠિત ક્રોધ - કોઈ અન્ય આપણો તિરસ્કાર આદિ કરે તેથી
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
આપણને જે ક્રોધ ચડે તે અન્ય પ્રતિષ્ઠિત ક્રોધ છે.
(૩) ઉભય પ્રતિષ્ઠિત ક્રોધ :- એવા જ અપરાધના સંબંધમાં જો બીજા પ્રત્યે અને પોતા પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય તો તે ઉભયપ્રતિષ્ઠિત ક્રોધ છે.
(૪) અપ્રતિષ્ઠિત ક્રોધ :- અન્યના આક્રોશ વિના તેમજ પોતાનો પણ કંઈ દોષ ન હોવા છતાં અર્થાત્ નિમિત્ત વિના જ જો કોઈને ક્રોધ ચડે તો તેને અપ્રતિષ્ઠિત ક્રોધ કહે છે. જે ક્રોધમોહનીયના ઉદયથી કારણ વિના જ ઉત્પન્ન થાય છે.
આ જ પ્રમાણે માન, માયા અને લોભ કષાય માટે પણ સમજવું • કષાય ઉત્પત્તિ સ્થાનો :- (પન્નવણા સૂત્ર-૪૧૪, ઠાણાંગ સૂત્ર-૨૬૩)
ક્રોધાદિ કષાયની ઉત્પત્તિના ચાર સ્થાનો કહ્યા છે – ક્ષેત્ર, વાસ્તુ, શરીર અને ઉપધિ. જેમાં ક્ષેત્ર અર્થાત્ સ્વ-સ્વ ઉત્પત્તિ સ્થાન, વાસ્તુ એટલે ઘર, શરીર-દુ સંસ્થિત કે વિરૂપ અને ઉપધિ અર્થાત્ ઉપકરણ સમજવા. આ જ વાત એકેન્દ્રિયાદિને ભવાંતર અપેક્ષાએ જાણવી.
• કષાયના ચાર પ્રકારો-બીજી રીતે :- (પન્નવણા સૂત્ર-૪૧૬, ઠાણાંગ સૂત્ર-૨૬૩)
ક્રોધાદિ કષાય અન્ય ચાર રીતે પણ જણાવેલ છે –
(૧) આભોગ નિવર્તિત–આભોગ એટલે જ્ઞાન જેમકે – ક્રોધનો વિપાક જાણે. તેનાથી નિવર્સેલ (૨) અનાભોગ નિવર્તિત – જે આવા જ્ઞાનથી રહિત હોય અને ક્રોધાદિ કષાય કરે. (૩) ઉપશાંત :- ક્રોધાદિ કષાયોની અનુદય અવસ્થા હોવી અને (૪) અનુપશાંત - ઉપશાંત ન હોય તે.
• કષાયનું ફળ :- જીવે ક્રોધ, માન, માયા, લોભ (એ ચાર) વડે કે એ ચાર કારણોથી આઠે કર્મપ્રકૃતિઓનો ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને દેશ નિર્જરા કર્યા છે - કરે છે અને કરશે.
• કષાયના બે ભેદ :- (વંદિતુ સૂત્ર ગાથા-૪ની વૃત્તિ)
કષાયના બે ભેદ છે. (૧) અપ્રશસ્ત અને (૨) પ્રશસ્ત. ક્રોધ, માન, માયા અને લોભ ચારે કષાયો અપ્રશસ્ત કે પ્રશસ્ત બંને સ્વરૂપે જણાવેલા છે. ભગવંતની આજ્ઞા અનુસાર કે તેમણે પ્રરૂપેલા માર્ગના સંદર્ભમાં થતા ક્રોધાદિ કષાય તે પ્રશસ્ત કષાય કહે છે. જ્યારે ઇષ્ટ પદાર્થોમાં રાગ અને અનિષ્ટ પદાર્થોમાં વેષને કારણે થતી પ્રવૃત્તિ-જન્ય કષાયોને અપ્રશસ્ત કષાય કહે છે.
-૦- લઘુદષ્ટાંત :- ક્રોધ આદિ ચારે કષાયો પ્રશસ્ત કે અપ્રશસ્ત હોઈ શકે છે. તેમાં અહીં પ્રશસ્ત માયાનું દૃષ્ટાંત રજૂ કરેલ છે –
આર્ય રક્ષિત સૂરીજીના (સંસારી) પિતા સોમદેવે આચાર્ય મહારાજના કહેવાથી દીક્ષા તો લીધી, પણ બે વસ્ત્ર, કુંડિકા, જનોઈ, ઉપાનહનો ત્યાગ ન કર્યો. કોઈ વખતે આચાર્ય મહારાજે બાળકોને શીખવાડી રાખેલ. તે મુજબ બાળકો બોલ્યા કે ચાલો આ છત્રીધારી સિવાય બધાં મુનિને વંદન કરીએ ત્યારે સોમદેવમુનિએ પૂછયું કે મને કેમ વંદન કરતા નથી. બાળકોએ કહ્યું દીક્ષા લીધેલાંને છત્ર ક્યાંથી હોય ? તેથી
Page #128
--------------------------------------------------------------------------
________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૨૭
સોમદેવમુનિએ છત્ર છોડી દીધું. એમ કરતા ધોતી સિવાય બધાંનો ત્યાગ કર્યો. ત્યારપછી આચાર્યએ ધોતી મૂકાવવા માટે માયા કરી
કોઈ સાધુનું મૃતક (મડ૬) પરઠવવાનું હતું. આર્યરક્ષિત સૂરિએ કહ્યું કે, જે આ મૃતકનું વહન કરે તેને મહાનું ફળ પ્રાપ્ત થશે. પૂર્વે સંજ્ઞા કરાયેલા સાધુ બોલ્યા કે અમે મૃતકને વહન કરીશું ત્યારે સોમદેવમુનિએ કહ્યું કે, જો ઘણી નિર્જરા થતી હોય તો આ મૃતકનું હું વહન કરીશ. ત્યારે આચાર્યએ કહ્યું કે, તમને ઉપસર્ગ થશે. બાળકો નગ્ન કરી દેશે જો તે સહન કરવા તમે સમર્થ હો તો મૃતક વહન કરો. જ્યારે તેમણે મૃતક વહન કર્યું ત્યારે પહેલાથી શીખવ્યા મુજબ બાળકોએ ધોતી ખેંચી કાઢી, પછી આચાર્યએ ચોલપટ્ટો પહેરાવ્યો. એ રીતે પ્રશસ્ત માયા પૂર્વક તેમને માર્ગે લાવ્યા.
-૦- કષાય વિવેચનને અંતે :- કષાય પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત અંતે તો છોડવા લાયક જ છે. અપ્રશસ્ત કષાયોના નિવારણ માટે કદાચ આરંભે પ્રશસ્ત કષાયભાવ સ્વીકાર્ય બની શકે છે. જેમ વીતરાગભાવ પૂર્વે અપ્રશસ્ત રાગને છોડવા અરિહંતાદિ પરત્વેનો પ્રશસ્તરાગ ઉપયોગી છે તેમ પણ અંતે તો અપ્રશસ્ત અને પ્રશસ્ત બંને કષાયો છોડ્યા પછી જ કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે.
અહીં પણ શબ્દ મૂકેલ છે સાવ મુક્યો તેનો અર્થ કર્યો કષાયથી મુક્ત. ચારે પ્રકારના કષાયોથી મૂક્ત થયેલા એવા અમારા ગુરુ છે.
• ઇસ અઠારસ ગુણેહિં સંજુરો :
આ અઢાર ગુણો વડે યુક્ત. આ એટલે કયા ? જે ઉપર કહ્યા તે– પાંચ ઇન્દ્રિયોનું સંવરણ, નવ બ્રહ્મચર્યની ગતિ અને ચાર કષાયથી મુક્ત. આ પ્રમાણે ૫ + ૯ + ૪ = ૧૮, આ અઢાર ગુણોથી યુક્ત એવા. અહીં સૂત્રને અંતે આવતો હ મન્સ શબ્દ બધે જ જોડવાનો છે. તેથી પહેલી ગાથાને અંતે એમ કહી શકાય કે - મારા ગુરુ (આચાર્ય) આ અઢાર ગુણો વડે યુક્ત છે. પછી બીજી ગાથામાં બીજા અઢાર ગુણો જણાવે છે–
• પંચ મહલ્વય જુત્તો :- પાંચ મહાવ્રતોથી યુક્ત, પંચ મહાવ્રતધારી.
આ વાક્યમાં “પંચ” શબ્દ સંખ્યાવાચી છે. તે મહાવ્રતોની સંખ્યાનો નિર્દેશ કરે છે. અલબત આ પાંચની સંખ્યા વર્તમાનકાલીન આપણા શાસનને આશ્રિને કહેવાયેલ છે. કેમકે પ્રથમ અને છેલ્લા તીર્થંકરના શાસનમાં મહાવ્રતોની સંખ્યા પાંચની છે. પણ મધ્યના બાવીશ તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રમાં સ્થિત કોઈપણ તીર્થંકરના શાસનમાં ચતુર્યામ ધર્મ કહેલો છે. ત્યાં ચતુર્યામ એટલે ચાર મહાવ્રતો એવો અર્થ થાય છે. તે આ પ્રમાણે છે – (ઠાણાંગ સૂત્ર-૨૮૦) – (૧) સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું, (૨) સર્વથા મૃષાવાદથી વિરમવું, (૩) સર્વથા અદત્તાદાનથી વિરમવું અને (૪) સર્વથા બહિદ્વાદાનથી વિરમવું
આ સૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિજી “બહિદ્વાદાન”નો અર્થ બે પ્રકારે કરે છે - (૧) મૈથુન-પરિગ્રહ વિશેષ અર્થાત્ મૈથુન અને પરિગ્રહ એ બંને વ્રતો આ ચોથા વ્રતમાં સમજી લેવા કે જે પહેલા છેલ્લા તીર્થંકરના શાસનમાં અલગ-અલગ ચોથા અને
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
પાંચમાં મહાવ્રત સ્વરૂપે કહ્યા છે. (૨) નવીન એટલે ગ્રહણ કરવું અને હિદ્ધા એટલે ધર્મોપગરણ સિવાયનું ધર્મોપગરણ સિવાયનું જે ગ્રહણ કરવું તેનો સર્વથા ત્યાગ. તે-તે શાસનના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેઓને પરિગ્રહનો ત્યાગ કહે ત્યારે સ્ત્રી પણ પરીગ્રડ જ છે. માટે તે પણ ત્યાજ્ય જ છે તેમ સમજી શકે છે, માટે ચોથા વ્રતમાં તેનો સમાવેશ થઈ જ જાય છે.
અહીં પાંચ મહાવ્રત કહ્યું તેમાં માત્ર ફર્ક એટલો જ છે કે પ્રથમ અને છેલ્લા તીર્થકરના સાધુ-સાધ્વી પ્રાજ્ઞ-બુદ્ધિશાળી ન હોવાથી તેમને ચતુર્યામને બદલે ચોથું અને પાંચમું વ્રત બંને અલગ કરીને નિર્દેશેલ છે. માટે પાંચ એવું સંખ્યાવાચી વિશેષણ મૂક્યું છે. તેનો અર્થ “પાંચ-જ" એવો ન સમજવો. અન્યથા બાકીના તીર્થકરોના શાસનના સાધુને (ઉપાધ્યાય, આચાર્યન) “નમો” શબ્દથી (નવકારમંત્રમાં) વંદન થશે નહીં. પણ પ્રથમ અને છેલ્લા તીર્થંકરના શાસનમાં આ સંખ્યા પાંચ જ છે તેમ સમજવું.
આ આખા વાક્યમાં પં એટલે પાંચ અને યુત્ત એટલે યુક્ત કે ધારક શબ્દ સામાન્ય છે. જેની વિશેષ વ્યાખ્યા કરવાની છે તેવો શબ્દ છે મહÖય - મહાવ્રત. જેમાં મહા એટલે મહાનું અથવા વિશેષ મોટું. જે પાળવામાં કઠીન છે. ઘણાં પુરુષાર્થે સાધ્ય છે તે અને વ્રત એટલે સંયમને લગતી પ્રતિજ્ઞા અથવા (હિંસા-મૃષા આદિ) તેતે પાપોથી વિરમવું તે. જેની સંખ્યા પાંચની છે. આ મહાવ્રતને મૂળ ગુણ અને સર્વવિરતિ નામે પણ ઓળખવામાં આવે છે.
આ મહાવ્રતોમાં ચાવજીવન મન, વચન, કાયાથી કરવા-કરાવવા અને અનુમોદવા રૂપ પચ્ચક્ખાણ હોવાથી તે દેશવિરતીની અપેક્ષાએ મહાનું છે. વધુ ગુણવાળા છે માટે પણ મહાવ્રત કહેવાય છે. આ પાંચ મહાવ્રતોના નામો આ પ્રમાણે છે – (આચારાંગ સૂત્ર-પ૩થી, ઠાણાંગ સૂત્ર-૪૨૩, પાક્ષિક સૂત્ર મુજબ)
(૧) સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ, (૨) સર્વથા મૃષાવાદથી વિરમણ, (૩) સર્વથા અદત્તાદાનથી વિરમણ, (૪) સર્વથા મૈથુનથી વિરમણ, (૫) સર્વથા પરિગ્રહથી વિરમણ. સામાન્ય ભાષામાં કહીએ તો હિંસા, અસત્ય, ચોરી, મૈથુન પરિગ્રહનો સર્વ પ્રકારે ત્યાગ કરવો તે.
આ પાંચ મહાવ્રતને વિસ્તારથી જાણવા (આચારાંગ, ઠાણાંગ, સમવાયાંગ, પાકિસૂત્ર, તત્ત્વાર્થ સૂત્ર, શ્રાદ્ધદિન કૃત્ય, યોગશાસ્ત્ર આદિ શાસ્ત્રો ગ્રન્થો મુજબ) સંક્ષિપ્ત વિવેચન :
• પાંચ મહાવ્રતોનો અર્થ અને પ્રતિજ્ઞા :-૦- પ્રાણાતિપાત વિરમણ - પ્રાણાતિપાત એટલે હિંસા, તે ન કરવી. -૦-સર્વથા પ્રાણાતિપાત વિરમણ :- પહેલા મહાવ્રતમાં હિંસાથી અટકવું - સર્વથા હિંસાનો ત્યાગ કરવો.
– ત્રસ કે સ્થાવર તથા સૂક્ષ્મ અને બાદર એમ સર્વ પ્રકારના જીવોની હિંસા મન, વચન કે કાયાથી કરવી નહીં, કરાવવી નહીં કરનારની અનુમોદના કરવી નહીં એ રીતે સર્વ પ્રકારે હિંસાથી વિરમવું – અટકવું તે સર્વથા પ્રાણાતિપાત વિરમણ નામક
Page #130
--------------------------------------------------------------------------
________________
પંચિંદિયસૂત્ર-પાંચ મહાવ્રત
૧૨૯
પહેલું વ્રત જાણવું.
-૦- સર્વથા મૃષાવાદ વિરમણ :– બીજા મહાવ્રતમાં મૃષા-અસત્યથી અટકવું - સર્વથા મૃષાવાદનો ત્યાગ કરવો.
– ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી કોઈપણ પ્રકારે બોલાતા સર્વ અસત્યવચન (મૃષાવાદ) મન, વચન કે કાયાથી બોલું નહીં, બીજાને બોલવા પ્રેરણા ન કરું, મૃષાવાદ બોલનારની અનુમોદના કરું નહીં. એ રીતે સર્વથા અસત્યવચનથી અટકવું તે સર્વથા મૃષાવાદ વિરમણ નામે બીજું વ્રત જાણવું.
-૦- સર્વથા અદત્તાદાન વિરમણ :
– ત્રીજા મહાવ્રતમાં ચોરીથી અટકવું - સર્વથા અદત્તઆદાન (નહીં આપેલી વસ્તુને ગ્રહણ કરવા)નો ત્યાગ કરવો.
– થોડું કે ઘણું નાનું કે મોટું, સજીવ કે નિર્જીવ એવું કંઈ પણ અણદીધેલુંમાલિકે આપ્યા વગરનું મનથી, વચનથી કે કાયાથી લેવું નહીં, બીજા દ્વારા લેવડાવવું નહીં, તે રીતે લેનારની અનુમોદના કરવી નહીં. એ રીતે સર્વથા અણદીધેલી વસ્તુ ન લેવી તેને સર્વથા અદત્તાદાન વિરમણ નામે ત્રીજું વ્રત જાણવું
-૦- સર્વથા મૈથુન વિરમણ :
– ચોથા મહાવ્રતમાં મૈથુન-વિષયસેવનથી અટકવું - સર્વથા મૈથુન એટલે કે કામસંગનો ત્યાગ કરવો.
– દેવ-મનુષ્ય કે તિર્યંચ શરીર સંબંધે મનથી-વચનથી કે કાયાથી મૈથુન સેવું નહીં, સેવડાવવું નહીં કે મૈથુન સેવનારની અનુમોદના કરવી નહીં એ રીતે સર્વથા મૈથુનવિષયસેવનથી અટકવું તે સર્વથા મૈથુન વિરમણ નામે ચોથ વ્રત જાણવું
-૦- સર્વથા પરિગ્રહ વિરમણ :– પાંચમાં મહાવ્રતમાં પરિગ્રહથી અટકવું - સર્વથા પરિગ્રહનો ત્યાગ કરવો.
– થોડો કે ઘણો, નાનો કે મોટો અને સચિત્ત કે અચિત્ત એવા કોઈ પણ પ્રકારના (પદાર્થનો) પરિગ્રહ મનથી, વચનથી કે કાયાથી સ્વયં કરવો નહીં, બીજા પાસે કરાવવો નહીં કે પરિગ્રહ કરનારની અનુમોદના કરવી નહીં. એ રીતે સર્વથા પરિગ્રહ ન કરવો તે સર્વથા પરિગ્રહ વિરમણ નામે પાંચમું વ્રત જાણવું
-૦- હિંસા આદિ પાંચેનો અર્થ અને દ્રવ્યાદિ ભેદે વ્યાખ્યા :- (અહીં આ અર્થ અને વ્યાખ્યા સંક્ષેપથી રજૂ કર્યા છે. વિસ્તારથી જાણવા તત્વાર્થ અને પાક્ષિક સૂત્રની ટીકા જોવી)
૦ હિંસા :- (તત્ત્વાર્થસૂત્ર-૭/૫) પ્રમાદયોગથી પ્રાણનો નાશ કરવો તે હિંસા.
– સ્પર્શાદિ પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ દશ પ્રાણમાંના કોઈપણ પ્રાણનો વિયોગ તે પ્રાણાતિપાત.
દ્રવ્યથી પૃથ્વી, અપુ, તેઉ, વાયુ વનસ્પતિ અને ત્રસ એ છ કાય પૈકી કોઈપણ જીવની હિંસા તે દ્રવ્ય પ્રાણાતિપાત, ક્ષેત્રથી ચૌદ રાજલોક રૂપ સર્વલોકમાં હિંસા તે ક્ષેત્ર પ્રાણાતિપાત, કાળથી અતીત આદિ અથવા દિવસે કે રાત્રે હિંસા તે કાળ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧. પ્રાણાતિપાત અને ભાવથી, રાગ કે દ્વેષથી હિંસા તે ભાવપ્રાણાતિપાત જાણવો.
૦ મૃષા :- જેને અસત્ય કે અમૃત પણ કહે છે.
– (તત્ત્વાર્થ સૂત્ર-૭/૯) શાસ્ત્રવિહિત સત્યને અન્યથા સ્વરૂપે કહેવું અથવા પ્રમાદથી અયથાર્થ કહેવું તે અસત્ય કે મૃષાવાદ છે.
દ્રવ્યથી જીવ અજીવ આદિ સર્વ દ્રવ્યોમાં અને તેના તે તે ધર્મ અધર્મ આદિ ભાવો વગેરે સર્વ વિષયોમાં વિપરીત બોલવું તે દ્રવ્ય મૃષાવાદ, ક્ષેત્રથી લોકને વિશે કે અલોકને વિશે અસત્ય બોલવું તે ક્ષેત્ર મૃષાવાદ. કાળથી અતીત આદિ અથવા રાત્રે કે દિવસે કાળ સંબંધી અસત્ય તે કાળમૃષાવાદ, ભાવથી ભાયિકાદિ ભાવોને અંગે અથવા કષાય નોકષાયથી કે રાગ કે દ્વેષથી અસત્ય બોલવું તે ભાવ મૃષાવાદ.
મૃષાવાદને ચાર પ્રકારે પણ (ઠાણાંગ સૂત્ર-૪૨૩ આદિમાં) જણાવેલ છે. ૧. સભાવપ્રતિષેધ :- વસ્તુના સ્વરૂપનો અપૂલાપ કરવો. જેમકે-આત્મા નથી.
૨. અસદ્ભાવોભાવન - અસત્ પદાર્થોનું નિરૂપણ કરવું, જેમકે – આત્મા અંગુઠા જેવડો છે કે તે માત્ર હૃદયમાં રહે છે ઇત્યાદિ.
૩. અર્થાન્તરોક્તિ :- વસ્તુ જે સ્વરૂપે હોય તેનાથી ભિન્ન સ્વરૂપે કહેવી જેમકે - ગાયને ઘોડો કે ઘોડાને ગાય કહેવી. નકલી વસ્તુને અસલી કહેવી ઇત્યાદિ.
૪. ગણ્ડ/નિંદા :- સત્ય હોવા છતાં હિંસા, કઠોરતા આદિથી યુક્ત વચન કહેવું જેમકે - આંખ ન હોય તેવાના કારણો કહેવો. શત્રુને મારો એમ કહેવું ઇત્યાદિ.
૦ ચોરી :- જેને તેય કહે છે. તે અદત્ત-આદાન.
(તત્ત્વાર્થ સૂત્ર-૭/૧૦) પ્રમાદથી કે જાણી જોઈને બીજાની (માલિકીની) નહીં આપેલી વસ્તુને ગ્રહણ કરવી તે ચોરી કે અસ્તેય છે.
દ્રવ્યથી લેવા યોગ્ય કે પાસે રાખવા યોગ્ય સચિત્ત-અચિત્ત દ્રવ્ય, ક્ષેત્રથી ગામ, નગર, અરણ્ય અર્થાત્ સજન કે નિર્જન કોઈપણ સ્થળેથી, કાળથી અતીત આદિ કે દિવસ-રાત્રિમાં અને ભાવથી રાગદ્વેષ મોહને કારણે સ્વામી દ્વારા ન અપાયેલ વસ્તુને ગ્રહણ કરવી તે
આ અદત્ત વસ્તુને પણ વીતરાગ પરમાત્માએ ચાર ભેદે કહી છે– (૧) સ્વામી અદત્ત :- વસ્તુના માલિકની રજા સિવાય વસ્તુ લેવી તે. (૨) જીવ અદત્ત :- સચિત્ત વસ્તુ હોય તો તે જીવની રજા સિવાય લેવી. (૩) તીર્થકર અદત્ત :- તીર્થકરે જેની આજ્ઞા ન આપી હોય તે વસ્તુ ગ્રહણ
કરવી.
(૪) ગુરુ અદત્ત :- ગુરુ એ અનુજ્ઞા આપેલ ન હોય, તે વસ્તુ ગ્રહણ કરવી.
જેમકે – કોઈ ગૃહસ્થ પાણી ન વહોરાવે તો સાધુ ન લે. કેમકે સ્વામી અદત્ત છે. ગૃહસ્થ પાણી આપે પણ સચિત્ત હોય તો ન લે કેમકે જીવ અદત્ત છે. ગૃહસ્થ અચિત્ત પાણી આપે પણ સાધુ નિમિત્તે અચિત્ત કરાયેલ છે તો પણ ન લે કેમકે ત્યાં તીર્થકર અદત્ત લાગે. ગૃહસ્થ અચિત્ત એવું પાણી, તે પણ આધાકર્મ આદિ દોષથી રહિત હોય અને આપે, પણ ગુરુ ભગવંતે તે ઘરને શય્યાતર કર્યું હોવાથી ગુરુની
Page #132
--------------------------------------------------------------------------
________________
પંચિંદિયસૂત્ર-પંચ મહાવ્રત
આજ્ઞા ન હોય, તો તે પાણી ન ખપે કેમકે ત્યાં ગુરુ અદત્ત લાગે છે. (આવું અદત્ત ગ્રહણ ન કરવું.) ૦ લઘુ દૃષ્ટાંત :
તે કાળે, તે સમયે ગ્રીષ્મઋતુના સમયમાં જેઠ મહિનામાં અંબડ પરિવ્રાજકે પોતાના ૭૦૦ અંતેવાસી સાથે પ્રયાણ કર્યું. માર્ગમાં અટવી આવી. આ અટવી નિર્જન અને આવાગમનથી રહિત હતી. સાથે લીધેલ પાણી ખૂટી ગયું. તે પરિવ્રાજકો તરસથી વ્યાકુળ થઈ ગયા. પણ તેમને કોઈ પાણી આપનાર ન દેખાયું ત્યારે પરસ્પર આ પ્રમાણે વાત કરી - અહીં પાણી તો ઘણું છે, પણ આપણને કોઈ પાણી આપનાર નથી. આપણે અદત્ત-નહીં અપાયેલ વસ્તુનું ગ્રહણ કરવાનું કલ્પતું નથી. આપત્તિકાળમાં પણ આપણી પ્રતિજ્ઞા તોડવી ન જોઈએ. તેથી ગંગામહાનદીના કિનારે રેતીનો સંથારો કરી સંલેખના કરીએ. ત્યારપછી તેઓએ ત્યાં સંલેખના કરી, ભોજન-પાનનો ત્યાગ કર્યો. પાદપોપગમન અનશન કર્યું. સમાધિ મૃત્યુ પામી પાંચમાં બ્રહ્મલોક કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. પણ પાણીનું અદત્તાદાન પાપ સેવ્યું નહીં.
૦ મૈથુન :- (તત્ત્વાર્થ સૂત્ર-૭/૧૧−) સ્ત્રી-પુરુષનું મિથુન કર્મ કે જે
અબ્રહ્મ છે.
૧૩૧
દ્રવ્યથી રૂપોમાં અર્થાત્ નિર્જીવ પ્રતિમાઓ આદિમાં કે આભૂષણો અને શણગાર રહિત ચિત્રોમાં અને રૂપસહગતમાં એટલે સજીવ સ્ત્રી-પુરુષોના શરીરમાં અથવા આભૂષણ અલંકારાદિ શોભા સહિત ચિત્રાદિ રૂપોમાં તે દ્રવ્ય મૈથુન. ક્ષેત્રથી ઉર્ધ્વ-અધો કે તીર્છા ત્રણે લોકમાં તે ક્ષેત્ર મૈથુન, કાળથી અતીત આદિ કાળ કે રાત્રિ-દિવસમાં અને ભાવથી રાગ કે દ્વેષથી સ્ત્રી-પુરુષના યુગલની કે કામરાગજનિત પ્રવૃત્તિ તે મૈથુન.
૦ પરિગ્રહ :- (તત્ત્વાર્થ સૂત્ર-૭/૧૨) સચેતન કે અચેતન કોઈપણ પદાર્થ પરત્વેની મૂર્છા કે મમત્ત્વ બુદ્ધિ તેને પરિગ્રહ કહે છે.
દ્રવ્યથી સચિત્ત, અચિત્ત કે મિશ્ર સર્વ દ્રવ્યમાં, ક્ષેત્રથી સર્વલોકમાં, કાળથી અતીત આદિ કાળ કે રાત્રિ-દિવસમાં, ભાવથી અલ્પમૂલ્ય કે બહુમૂલ્યવાળા કોઈપણ પદાર્થમાં રાગથી કે દ્વેષથી મમત્ત્વ કરવું કે મૂર્છા, ગૃદ્ધિ અથવા આસક્તિ હોવી તે પરિગ્રહ.
-૦- વિરમણ :- ઉક્ત હિંસા, મૃષા, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે દોષોથી સર્વથા અટકવું તે. વિરમળ એટલે સમ્યગ્ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક નિવર્તવું કે અટકવું અથવા તો પ્રત્યાખ્યાનપૂર્વક તે પાપોનો ત્યાગ કરવો. (ઠાણાંગ સૂત્ર-૪૨૫માં કહ્યું છે કે–) પ્રાણાતિપાત-હિંસાથી પરિગ્રહ સુધીના પાંચના સેવનથી જીવ દુર્ગતિમાં જાય છે અને પ્રાણાતિપાત વિરમણથી પરિગ્રહ વિરમણ સુધીના પાંચ વિરમણોથી જીવ સગતિમાં જાય છે.
(આ રીતે પાંચ મહાવ્રતસંબંધી વિવેચન સંક્ષેપમાં કર્યું છે. તેને વિસ્તારથી જાણવા માટે અમારું તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ સૂત્ર-૧ થી ૫, ૮ થી ૧૨ અવશ્ય જોવા ત્યાં ઘણો જ વિસ્તાર કરાયેલો છે. પાંચ મહાવ્રતના અર્થ,
Page #133
--------------------------------------------------------------------------
________________
૧ ૩૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ પ્રતિજ્ઞા, મહત્ત્વ, ભૂલ થવાના કારણો ઇત્યાદિ સર્વે વિગતો માટે પાક્ષિકસૂત્રની વૃત્તિ જોવી. પાંચ મહાવ્રતના દઢીકરણ માટેની પચ્ચીશ ભાવના આચારાંગ સૂત્ર-૫૩૬ થી પ૪૦ ઇત્યાદિથી જોવી.)
આવા પાંચ મહાવ્રતના ધારક મારા ગુરુ છે. એ પ્રમાણે પૂર્વે ૧૮ અને આ પાંચ એમ ૨૩ ગુણ થયા. હવે બીજા પાંચ ગુણને કહે છે–
• પંચવિહાયાર-પાલણ-સમન્ધો :- પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ અથવા પાંચ પ્રકારના આચારને સારી રીતે પાળનાર.
- પંચવિધ - આ સંખ્યાવાચી શબ્દ છે. તે આચારના ભેદોની સંખ્યા જણાવે છે.
- આયાર – “આચાર' - “વાક્ય"નો આ મહત્ત્વનો શબ્દ છે જેની વ્યાખ્યા અહીં આગળ બતાવામાં આવેલી છે.
– પાલન સમત્વો - પાલન કરવામાં સમર્થ. શું પાલન કરવામાં ? તો પાંચ આચારનું પાલન કરવામાં સમર્થ શબ્દ કોનું વિશેષણ છે ? ગરનું અહીં ગાથાનો છેલ્લો શબ્દ જોડવાનો છે. ગુરુમન્સ અર્થાત્ આ પાંચ પ્રકારના આચારને પાળવામાં સમર્થ - એ મારા ગુરુ છે.
પંચ-આચાર :- આચાર શબ્દના અર્થ માટે જુઓ સૂત્ર-૧ નવકારમંત્રમાં “આચાર્ય પદ”. –આચારના પાંચ ભેદ પ્રસિદ્ધ છે. જેનો સામાન્ય અર્થ અહીં આપેલ છે.
– આચારના ભેદ અને જ્ઞાનાચાર આદિ પાંચે આચારના પ્રત્યેકના આઠ-આઠ પેટાભેદોનું વિસ્તૃત વર્ણન હવે પછીના સૂત્ર-૨૮ - “નાસંમિ દંસણમિ"માં આવવાનું છે. તે ત્યાંથી
જોવું
૦ પંચાચારનો સામાન્ય અર્થ :
- જ્ઞાનાચાર :- જે ક્રિયા કે નિયમોને અનુસરવાથી પરિણામે જ્ઞાનની વૃદ્ધિ થાય તેને જ્ઞાનાચાર કહે છે. જેવા કે કાળ, વિનય આદિ.
– પોતે જ્ઞાન ભણે - ભણાવે, ભણતો હોય તેને દેખીને રાગ ધરે.
– દર્શનાચાર :- નિઃશંકિત, નિષ્કાંક્ષિત આદિ જે ક્રિયા કે નિયમોને અનુસરવાથી શ્રદ્ધારૂપ દર્શનગુણની વૃદ્ધિ થાય તેને દર્શનાચાર કહે છે. (અહીં દશવૈકાલિક વૃત્તિમાં એક સ્પષ્ટતા કરી છે કે દર્શન શબ્દ સમ્યગ્દર્શનના અર્થમાં લેવો. ચક્ષુ-અચલ આદિ દર્શનના અર્થમાં નહીં આ જ વાત સ્થાનાંગ સૂત્ર-૮૪ની વૃત્તિમાં પણ છે.)
– પોતે સમકિત પાળે, પળાવે, સમકિતથી પડતાને સ્થિર કરે.
- ચારિત્રાચાર :- સમિતિ, ગુપ્તિ રૂપ ક્રિયા કે નિયમોને અનુસરવાથી ચારિત્રની જે વૃદ્ધિ થાય તેને ચારિત્રાચાર કહે છે.
– પોતે ચારિત્ર પાળે, પળાવે ચારિત્ર પાળનારની અનુમોદના કરે.
– તપાચાર :- બાહ્ય અત્યંતર ભેદથી કહેવાયેલ જે ક્રિયા અથવા નિયમોને અનુસરવાથી તપની વૃદ્ધિ થાય તેને તપાચાર કહે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
પંચિંદિયસૂત્ર-પંચાચાર
૧૩૩
– બાર ભેદથી પોતે તપ કરે, કરાવે, તપ કરનારની અનુમોદના કરે.
– વીર્યાચાર :- સંયમના પાલન માટે બાલ, વીર્ય અને પરાક્રમનો બને તેટલો વધારે ઉપયોગ કરવો તેને વીર્યાચાર કહે છે.
- ઉક્ત જ્ઞાનાદિ ચારે આચારમાં પોતાની શક્તિનો ઉપયોગ કરે. ધર્માનુષ્ઠાનમાં વિર્ય ન ગોપવે.
સંક્ષેપમાં કહીએ તો જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ અને વીર્યને લગતા સુવિડિત આચરણોને પંચાચાર કહે છે. (અહીં એક સ્પષ્ટતા કરી દઈએ કે - નારંમિ દંસણંમિ. સૂત્ર-૨૮, પાક્ષિક અતિચાર, ઠાણાંગ સૂત્ર-૮૪ની વૃત્તિ આદિ શાસ્ત્રોમાં જ્ઞાનાચાર પ્રથમ મૂકેલ છે. પણ દશવૈકાલિક નિર્યુક્તિ-૧૮રમાં દર્શનાચાર પ્રથમ મૂકેલ છે) પાંચે આચારની વિશેષ વ્યાખ્યા સૂત્ર-૨૮માં જોવી.
આવા પંચાચારના પાલનમાં સમર્થ એવા મારા ગુરુ. છત્રીશ ગુણોમાંના આ પાંચ ગુણો કહ્યા. એ રીતે અઠાવીશ ગુણોનું વર્ણન થયું
• પંચસમિઓ :- પાંચ સમિતિઓથી યુક્ત, પાંચ સમિતિઓનું પાલન કર્તા | (સમિતિ સંબંધી વ્યાખ્યા સ્થાનાંગ, સમવાયાંગ, જંબૂતીપ પ્રજ્ઞપ્તિ, આવશ્યક વૃત્તિ, શ્રમણ સૂત્ર-અવસૂરિ, પાક્ષિક સૂત્રવૃત્તિ, તત્ત્વાર્થ પ્રવચન સારોદ્ધાર, પડાવશ્યક સૂત્રાણિ, પંચાશક આદિમાં સમિતિની વિશદ વ્યાખ્યાઓ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો આખું ચોવીસમું અધ્યયન છે. અહીં તો માત્ર આ સંદર્ભોનો સંક્ષેપ રજૂ કર્યો છે.)
-૦- પાંચ શબ્દ સંખ્યાસૂચક છે, જે પાંચ સમિતિઓનું કથન કરે છે. -૦- સમિતિ :- સમિતિ એટલે શું?
સન્ એટલે સમ્યક્ અને તિ એટલે પ્રવૃત્તિ. સખ્ય પ્રવૃત્તિ તે સમિતિ અથવા એકાગ્ર પરિણામવાળી સુંદર ચેષ્ટા તે સમિતિ અથવા સમ્યક્ પ્રકારના ઉપયોગપૂર્વકની જે પ્રવૃત્તિ તે સમિતિ અથવા સંગત પ્રવૃત્તિ અથવા શોભન એકાગ્ર પરિણામ પૂર્વકની ચેષ્ટા કે ક્રિયા. જેના પાંચ ભેદોનો અહીં ઉલ્લેખ છે. (જો કે સ્થાનાંગ-સૂત્ર-૭૦૮, કલ્પસૂત્ર આદિમાં સમિતિના આઠ ભેદોનો પણ ઉલ્લેખ છે.)
-૦- પાંચ સમિતિ :- ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ, ઉત્સર્ગ. (૧) ઇર્ષા સમિતિ – ઇર્યા એટલે માર્ગ. સમિતિ એટલે ઉપયોગપૂર્વક.
સમ્યક્ ઉપયોગથી ગમન કરવું. સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણ અર્થાત્ સાડા ત્રણ હાથ ભૂમિનું નિરીક્ષણ કરવા પૂર્વક તેમજ જ્યાં લોકોનું ગમનાગમન થતું હોય, સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે ધીમી ગતિથી જવું. ચાલતી વખતે કોઈ જીવ-જંતુને ક્લેશ ન થાય તે માટે સાવધાની રાખવી કે જેથી જીવ વિરાધનાદિ થકી થતો આસ્રવ રોકાય અને તેટલે અંશે સંવર થાય તેને જ્ઞાનીએ ઇર્યા સમિતિ કહી છે.
(૨) ભાષા સમિતિ :
- ભાષા એટલે બોલવું. સમિતિ એટલે ઉપયોગપૂર્વક, સમ્યક્ ઉપયોગ પૂર્વક બોલવું તે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧ ૩૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – સમ્યક્ પ્રકારે નિરવદ્ય – નિર્દોષ ભાષા બોલવી. જે સત્ય સ્વપરને હિતકારી, પરિમિત, સંદેહ રહિત હોય. આવશ્યકતા હોય તો જ બોલાયેલું હોય. અર્થાત્ પ્રયોજનયુક્ત હોય, સંશયરહિત અને શ્રોતાને નિશ્ચય કરાવનારું હોય એટલે કે જેના શબ્દો અને અર્થ બરાબર સ્પષ્ટ સમજાય તેવું અને જીવ વિરાધના ન થાય તે રીતે બોલાયેલા વચનને ભાષા સમિતિ કહે છે. આ પ્રકારે સમ્યક્ ભાષા સમિતિથી જીવ વચનયોગજન્ય આસ્રવથી અટકે છે. તથા તેટલે અંશે સંવર થાય છે.
(૩) એષણા સમિતિ :
– સંયમજીવનની યાત્રામાં આવશ્યક એવા નિર્દોષ સાધનો મેળવવામાં સાવધાનતા પૂર્વક પ્રવર્તવું તે એષણા સમિતિ
– એષણા શબ્દમાં ત્રણ બાબતો મૂકી છે. ગવેસણા - શોધવું ગ્રહષણામેળવવું. ગ્રામૈષણા-વાપરવું.
– સંયમ નિર્વાહ માટે જરૂરી આહાર (અન્ન-પાણી), વસ્ત્ર, પાત્ર, ઔષધ, શય્યા, સંસ્મારક, મુહપત્તિ, રજોહરણાદિ જે કોઈ ધર્મોપકરણ છે તેને શાસ્ત્રોક્ત વિધિ મુજબ, બેંતાલીશ દોષરહિતપણે શોધવા, મેળવવા અર્થાત્ આગમોક્ત વિધિથી યાચના કરવી, વાપરવા. (જેમકે આહાર, ઉત્પાદન, ઉદ્ગમ અને એષણાના સર્વ દોષોથી રહિત છે કે નહીં ? તે શોધવું, પછી સ્વામી અદત્ત-જીવ અદત્ત-તીર્થંકર અદત્ત કે ગુરુ અદત્ત ન લાગે તે રીતે તેની યાચના કરી મેળવવું પછી માંડલીના અંગાર, ધુમ, સંયોજનાદિ પાંચે દોષ ન લાગે તે રીતે વાપરવો.) તેને એષણા સમિતિ કહે છે.
– આ એષણા સમિતિથી અદત્તાદાન આદિ અનેક દોષોથી થતાં આસ્રવનો નિરોધ થાય છે અને તેટલે અંશે સંવરની પ્રવૃત્તિ થાય છે.
(૪) આદાન-નિક્ષેપ સમિતિ :
– આદાન એટલે ગ્રહણ કરવું અને નિક્ષેપ એટલે મૂકવું. સમ્યક્ ઉપયોગ પૂર્વક વસ્તુ માત્રને બરાબર જોઈ-પ્રમાર્જીને લેવી કે મૂકવી તે.
– આવશ્યક કાર્યને માટે વસ્ત્ર, પાત્ર, આસન, સંથારો, પીઠફલક, દંડ આદિ જે કોઈ ધર્મ-ઉપકરણને લેવા કે મૂકવાનો પ્રસંગ આવે ત્યારે તેને ચક્ષુ વડે પ્રમાર્જીતપાસીને અને રજોહરણ વડે પ્રતિલેખિત-પડિલેહણ કરીને લેવા તેમજ ભૂમિ આદિ જે
સ્થાને મૂકે ત્યારે તે સ્થાનની પણ પ્રમાર્જના-પડિલેહણા કરીને મૂકવા. તેમજ આ ક્રિયા કરતી વખતે બીજી કોઈ પ્રવૃત્તિમાં ઉપયોગ ન રાખી કેવળ લેવા-મૂકવાની પ્રવૃત્તિમાં જ સમ્યક્ ઉપયોગવાળા રહેવું તે આદાન-નિક્ષેપ સમિતિ છે.
આ સમિતિ દ્વારા જીવવિરાધનાદિ ન થાય તે રીતે જયણાપાલનનું મહત્ત્વ હોવાથી તે આશ્રવ નિરોધ કરનારી કે સંવરની પ્રવૃત્તિ છે.
(૫) પારિષ્ઠાપનિકા સમિતિ :- તત્વાર્થસૂત્રકાર તેને ઉત્સર્ગ સમિતિ કહે છે.
- બીજા શબ્દોમાં તે “ઉચ્ચારપ્રશ્રવણખેલજલ્લસિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ કહી છે.
– ઉત્સર્ગ એટલે ત્યાગ. પારિષ્ઠાપનિકા એટલે પરઠવવું તે.
Page #136
--------------------------------------------------------------------------
________________
પંચિંદિયસૂત્ર-પાંચ સમિતિ
૧૩૫
– વિષ્ટા, મૂત્ર, લીંટ, કફ, શરીરનો મેલ, બિનઉપયોગી થયેલા અને વાપરવા માટે લાયક નહીં તેવા વસ્ત્ર, પાત્ર આદિ કે સકારણ આહાર વગેરે સ્થાવર કે ત્રણ જીવોથી જીવાકૂલ કે સચિત્ત ન હોય તેવી નિર્દોષ ભૂમિમાં ઉપયોગપૂર્વક અને નિરવદ્ય વિધિથી તેમજ શાસ્ત્રોક્ત રીતે ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને ત્યાગ કરવો કે પરઠવવું તેને પારિષ્ઠાપનિકા સમિતિ કહી છે.
- આવી પારિષ્ઠાપના સમિતિથી જીવ વિરાધનાદિ કર્મ-આશ્રવ થતો નથી.
(આ સિવાય મનસમિતિ, વચનસમિતિ અને કાય સમિતિ એ પ્રમાણે ત્રણ બીજી સમિતિનો ઉલ્લેખ પણ આવે છે. જેને મન, વચન, કાયાની સમ્યક્ ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ સમજવી)
ગુર (આચાર્ય)ના છત્રીશ ગુણોમાં પાંચ સમિતિથી યુક્ત એવા આ પાંચ ગુણોથી કુલ તેત્રીશ ગુણોની વ્યાખ્યા થઈ. છેલ્લે બાકી રહેલા ત્રણ ગુણ તે ત્રણ પ્રકારની ગુપ્તિનું હવે વર્ણન કરીએ છીએ
(પાંચે સમિતિના વિસ્તૃત વર્ણન માટે ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૪ની વૃત્તિ તથા તત્વાર્થ સૂત્ર. અધ્યાય-૯/સૂત્ર-પની સિદ્ધસેનીય ટીકા જોવી).
• તિગુત્તો :- ત્રણ ગુપ્તિથી યુક્ત, ત્રણ ગુપ્તિનું પાલન કરનાર,
– તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય-૯/સૂત્ર-૪ :- “મન, વચન, કાયા એ ત્રણ યોગોનો સમ્યગૂ નિગ્રહ એ ગુપ્તિ છે. અર્થાત્ માત્ર યોગનો નિગ્રહ એ ગુપ્તિ નથી પણ સમ્યક દર્શનપૂર્વક કે પ્રશસ્તપણે મન, વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ રોકવી તે ગુતિ છે.
લઘુ દૃષ્ટાંત :- ચિલાતીપુત્ર એ ધન્યશ્રેષ્ઠીને ત્યાં ધાડ પાડી. તેની પુત્રી સુષમાને લઈને ચિલાતીપુત્ર ભાગ્યો. અટવીમાં પોતાના સાથીથી છુટો પડીને એકલો થઈ ગયો. પાછળ ધન્યશ્રેષ્ઠી અને તેના પાંચ પુત્રો સુષમાને છોડાવવા આવી રહ્યા હતા. તેમને અત્યંત નજીક આવેલા જાણીને સુષમાનું મસ્તક ધડથી અલગ કરી દીધું. તેના એક હાથમાં લોહી નીતરતું ખગહતું. બીજા હાથમાં મરેલ સુષમાનું મસ્તક હતું. ચિલાતિપુત્ર દોડ્યે જતો હતો. સુષમાના મસ્તકમાંથી વહેતા લોહીથી ચિલાતિપુત્રનું શરીર લોહી તરબોળ થઈ ગયું.
માર્ગમાં કાયોત્સર્ગે રહેલા મુનિને જોયા. તુરંત ચિલાતિપુત્ર એ ધર્મોપદેશ આપવા કહ્યું. મુનિએ પાત્રની યોગ્યતા જાણી માત્ર ત્રણ શબ્દો કહ્યા, “ઉપશમ, વિવેક, સંવર'. પૂર્વભવે પાળેલ સાધુપણું ચિલાતીપુત્રની અંતરદૃષ્ટિ ખોલી ગયું. ખગ અને મસ્તક ફેંકી દીધા. કાયોત્સર્ગમાં જોયેલા મુનિની માફક તે પણ મૌનપૂર્વક સ્થિર ઉભો રહી ગયો. મનથી મૌન થઈ ગયા. વચનથી મુનિએ આપેલ ત્રિપદીને રટવા લાગ્યા. કાયાને સ્થિર કરી દીધી. લોહીની ગંધે અનેક કીડીઓ આવીને પગથી મસ્તક સુધી ચિલાતીપુત્રને કરડવા લાગી. તેના શરીરને ચાળણી જેવું કરી નાંખ્યું. અઢી દિવસ તીવ્ર વેદનાને સહન કરી, મરીને આઠમાં દેવલોકે ગયા.
એ રીતે સમ્યક્ યોગપૂર્વક મન, વચન, કાયાના યોગોના નિડરૂપ ગુપ્તિના પાલનથી ઘોર હિંસાના પરિણામ છોડીને દેવલોકને પામ્યા
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૬
વડે રક્ષા થાય, કોઈ વસ્તુનો નિગ્રહ થાય તેને ગુપ્તિ કહે છે.
મન, વચન, કાયાથી ઉત્પન્ન થતી અસત્ પ્રવૃત્તિ રોકવી તે ગુપ્તિ. - સંસારના કારણોથી આત્માનું ગોપન કે રક્ષણ કરવું તે ગુપ્તિ. આ ગુપ્તિના ત્રણ ભેદ પ્રસિદ્ધ છે ૧. મનોગુપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયગુપ્તિ.
૦ ત્રણે ગુપ્તિનું વિવેચન :
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
–
- વ્રુત્તિ શબ્દમાં ગુપ્ નો અર્થ છે રક્ષા કરવી, રોકવું કે નિગ્રહ કરવો. જે ક્રિયા
---
-
-
(સ્થાનાંગ સૂત્ર-૧૩૪, સમવાય સૂત્ર-૩, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-૪૪, ઉત્તરાધ્યયન સૂત્ર-૯૫૫ થી ૯૬૦, પ્રવચન સારોદ્ધાર શ્લોક-૫૯૫, તત્ત્વાર્થ સૂત્ર-અધ્યાય-૯/સૂત્ર-૪, શ્રમણસૂત્ર-પાક્ષિકસૂત્રવૃત્તિ, ષડાવશ્યક બાલાવબોધ આદિ અનેક શાસ્ત્રોમાં ગુપ્તિનું વિસ્તૃત વર્ણન છે તેનો સંક્ષેપ અહીં રજૂ કરેલ છે.)
૧. મનોગુપ્તિ :- મનનો પ્રશસ્ત નિગ્રહ.
મનને દુષ્ટ સંકલ્પો કે દુષ્ટ વિચારોમાં પ્રવર્તવા ન દેવું.
મનના સાવદ્યસંકલ્પ કે આર્તધ્યાન રૌદ્રધ્યાનરૂપ અશુભ વિચારોથી નિવૃત્તિ અને શુભ સંકલ્પો કે ધર્મધ્યાન શુક્લધ્યાન રૂપ શુભધ્યાનમાં મનની પ્રવૃત્તિ તે મનોગુપ્તિ અથવા કુશલ-અકુશલ બંને સંકલ્પ માત્રનો નિરોધ.
મનોગુપ્તિના ચાર પ્રકાર છે. સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષા. યતના સંપન્ન મુનિ સંરભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. – મનોગુપ્તિ ત્રણ પ્રકારે છે – (૧) અસત્ કલ્પના વિયોજની - આર્ત્તરૌદ્ર ધ્યાનના કારણભૂત દુષ્ટ કલ્પનાઓની પરંપરાથી મનની નિવૃત્તિ. (૨) સમતા ભાવિની પરલોકમાં સુખ આપનારી, શાસ્ત્રાનુસારી ધર્મધ્યાનમાં હેતુભૂત એવી માધ્યસ્થવૃત્તિમાં મનની સ્થિરતા. (૩) આત્મારામતા-શુભાશુભ સર્વ મનોવ્યાપારથી રહિત ચૌદમા ગુણસ્થાનકવર્તી આત્માની યોગનિરોધ અવસ્થાનો આત્માનંદ.
-
-
આ રીતે અકુશલ મનનો નિરોધ, કુશલ મનની પ્રવૃત્તિ અને સર્વથા મનનો નિરોધરૂપ મનોગુપ્તિ ત્રણ પ્રકારે શ્રી તીર્થંકર દેવોએ કહેલી છે.
૨. વચનગુપ્તિ :- વાણીનો પ્રશસ્ત નિગ્રહ.
· પ્રયોજન સિવાય કંઈ બોલવું નહીં તે.
-
યાચના કરવી, માંગવું કે પૂછવું અથવા પૂછેલાનું વ્યાખ્યાન કરવામાં અથવા નિરુક્તિ આદિ દ્વારા તેનું સ્પષ્ટીકરણ કરવામાં વચનનો જે પ્રયોગ થાય, તેનો સમ્યક્ રીતે નિરોધ કરવો તે વચનગુપ્તિ કે મૌન દ્વારા વચન વ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય, ઉપદેશ આદિમાં વચનપ્રવૃત્તિ એ વચનગુપ્તિ છે. વચનગુપ્તિના ચાર પ્રકાર છે -- સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષા, યતના સંપન્ન મુનિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન વચનનું નિવર્તન કરે. વચનગુપ્તિ બે પ્રકારે છે – (૧) મૌનાવલંબની :- મુખ, નેત્ર, ભ્રૂકુટિ, અંગુલી વગેરેની ચેષ્ટા કે ઉધરસ વગેરેના શબ્દો, પત્થરાદિ ફેંકવું, ઉભા થવું, હુંકારો
Page #138
--------------------------------------------------------------------------
________________
પંચિંદિયસૂત્ર-ત્રણ ગુપ્તિ
૧૩૭ કરવો વગેરેના ત્યાગપૂર્વક મૌન કરવું તે. (૨) વાનિયમનની - સર્વથા મૌન નહીં કરતા મુખે મુખવસ્ત્રિકાથી જયણાપાલન પૂર્વક લોક અને આગમને અનુસરતું બોલવું કે જેમાં સાવદ્ય વચનયોગની નિવૃત્તિ થાય તે વાનિયમનની અર્થાત્ વાણીની અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભ પ્રવૃત્તિનું કરવું તે.
૩. કાયમુર્તિ :- કાયાનો પ્રશસ્ત નિગ્રહ. – કાયાથી બને તેટલી ઓછી પ્રવૃત્તિ કરવી કે ન કરવી તે.
– સુવામાં, બેસવામાં, ગ્રહણ કરવામાં, મૂકવામાં, એક સ્થાનેથી બીજે સ્થાને જવામાં શરીરની જે પ્રવૃત્તિ થાય છે, તેનો સમ્યક્ પ્રકારે રોધ કરવો તે અથવા કાયોત્સર્ગ આદિ દ્વારા કાય વ્યાપારની નિવૃત્તિ કે શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબની પ્રવૃત્તિ તે કાયમુર્તિ છે.
– ઉભા થવું, બેસવું પડખું બદલવું, ઉલંઘનમાં, પ્રલંઘનમાં શબ્દાદિ વિષયોમાં, ઇન્દ્રિયના પ્રયોગમાં - સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્તકાયાનું નિવર્તન કરવું તે કાયગુપ્તિ.
– કાયગુપ્તિના બે ભેદ છે – (૧) ચેષ્ટા નિવૃત્તિરૂપ – દેવ, મનુષ્ય કે તિર્યંચોના કરેલા ઉપદ્રવો તથા સુધા આદિ પરીષહોના પ્રસંગે અને તેવા પ્રસંગ વિના પણ શરીર પ્રત્યે નિરપેક્ષ ભાવરૂપ કાયોત્સર્ગને ભજનારા એવા સાધુના શરીરની નિશ્ચલતા અથવા કાયયોગના નિરોધરૂપ શારીરિક ચેષ્ટાનો ત્યાગ તે. (૨) યથાસૂત્ર ચેષ્ટા :- સુવુંબેસવું, લેવું-મૂકવું, ચાલવું કે ઉભા રહેવું વગેરે કોઈપણ કાયિક પ્રવૃત્તિ કરતાં સ્વચ્છેદ ચેષ્ટાનો ત્યાગ કરી જયણાપૂર્વક વર્તવું તે - કાયગતિ છે. અર્થાત્ કાયાની અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભ પ્રવૃત્તિનો આદર તે કાયગુપ્તિ.
આ પ્રમાણે ત્રણ ગુપ્તિનું પાલન કરનારા મારા ગુરુ છે.
• છત્તીસ ગુણો :- ઉપરોક્ત ઇન્દ્રિય સંવરણ-૫, બ્રહ્મચર્યની ગુણિ-૯, કષાયથી મુક્ત-૪, મહાવ્રત-૫, આચાર-૫, સમિતિ-૫, ગુપ્તિ-3 એ બધાં મળીને છત્રીશ ગુણો થાય છે. તે સંખ્યા દર્શાવતા આ શબ્દો છે.
આ છત્રીશ ગુણો બે ગાથા દ્વારા સૂત્રકારે રજૂ કર્યા છે. જેમાં અઢાર ગુણો પ્રથમ ગાથામાં છે, બીજી ગાથામાં બીજા અઢાર ગુણો છે. તેનું રહસ્ય એવું છે કે પ્રથમ ગાથાના અઢાર ગુણોમાં હેય-ત્યાજ્ય ગુણોનું વર્ણન છે. જેમકે ઇન્દ્રિયવિષય છોડો, બ્રહ્મચર્યની નવ વાડો છોડો, કષાયો છોડો. જ્યારે બીજા અઢાર ગુણોમાં આદરણીય ગુણો લીધાં છે. જેમકે મહાવત, આચાર, સમિતિ, ગુપ્તિનો આદર કરો.
• ગુરુ મજુઝ :- મારા ગુરુ. પણ કોણ ? છત્રીશ ગુણોથી યુક્ત. -૦- ૬ - અર્થની દૃષ્ટિએ તો આ શબ્દ આચાર્યના અર્થમાં વપરાયો છે.
– રિતિ જ્ઞાનમ્ - જે અજ્ઞાનને દૂર કરે કે મૃJUMતિ જે ધર્મનો ઉપદેશ આપે તે ગુર. વ્યવહારમાં ગુરુ શબ્દના વિવિધ અર્થો છે તેનો પ્રતિષેધ કરવા ધર્મરત્નપ્રકરણમાં અપાયેલ ગુરુ શબ્દની વ્યાખ્યા રજૂ કરીએ છીએ
“ધર્મજ્ઞ, ધર્મકર્તા સદા ધર્મમાં પરાયણ અને જીવોને ધર્મશાસ્ત્રનો ઉપદેશ કરનારા
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ હોય તે ગુરુ કહેવાય છે.”
યોગશાસ્ત્રમાં બીજા પ્રકાશમાં ગુરુના લક્ષણને જણાવતા કહ્યું છે કે
“મહાવ્રતધારી, ધીર-ઉપસર્ગોને તથા પરીષહોને ધીરજથી સહન કરનાર, ભિક્ષા ઉપર જ જીવનારા, સામાયિક-સમભાવમાં રહેલા અને ધર્મનો ઉપદેશ કરનારાને ગુર મનાયેલા છે.”
ઉક્ત વ્યાખ્યાથી ગુરુ શબ્દ દ્વારા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેનો સમાવેશ થઈ જાય છે. નમસ્કાર મંત્રમાં પણ દેવ અને ગુરુ બે તત્ત્વોનો ઉલ્લેખ છે, તેમાં ગુરુ તત્ત્વમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેનો સમાવેશ કર્યો છે. પણ એ જ નવકારમંત્રની વ્યાખ્યા કરતી વેળાએ ઉપાધ્યાયના ૨૫ ગુણનો, સાધુના ૨૭ ગુણનો ઉલ્લેખ કરાયેલ જ છે. જ્યારે આચાર્યના ૩૬ ગુણનો ઉલ્લેખ છે. તેથી અહીં ગુરુ શબ્દ દ્વારા ગર્ભિત રીતે આચાર્ય એવો અર્થ અભિપ્રેત છે. વળી ઉક્ત ૩૬ ગુણો સંબોધપ્રકરણમાં શ્રી હરિભદ્રસૂરિજીએ આચાર્યની ઓળખ માટે જણાવેલા છે. તેથી અહીં ગુરુ શબ્દથી આચાર્ય (જૈનાચાર્ય) અર્થ સ્વીકાર્ય છે. (સામાન્યથી તો ઉપાધ્યાય, સાધુ, Wવીર, ગણિ એ બધાં ગુરુ જ કહેવાય છે.)
- - - - માર. અર્થની દૃષ્ટિએ તો આ સામાન્ય શબ્દ છે.
મારા ગુરુ કે જે ઉક્ત ૩૬ ગુણના ધારક છે. પણ રહસ્યાર્થથી મ શબ્દ વિચારીએ તો અહીં કોઈ વ્યક્તિને કે કોઈ સમુદાયને કે કોઈ ગચ્છને આશ્રીને “મારા ગુરુ' શબ્દ પ્રયોજાયેલ નથી, પણ ગુણને આશ્રીને મારા ગુરુ શબ્દ વપરાયેલ છે. આ વાત નમસ્કારમંત્રના પાંચ પરમેષ્ઠીમાં પણ ગુંથાયેલી જ છે. જૈન શાસન ગુણને આશ્રીને જ દેવ (ભગવંત) કે ગુરુ પદને સ્વીકારે છે, માને છે, નમે છે, પૂજે છે, વંદે છે. તેથી અહીં મારાપણાનો ભાવ પણ ગુણને કારણે જ જાણવો.
બીજું મારાપણાંનું મમત્વ જીવને અનાદિકાળથી વળગેલું છે. મારી માતા, મારા પિતા, મારું મકાન, મારી સંપત્તિ ઇત્યાદિમાં મારાપણું માન્યા કર્યું છે. પણ મારા દેવ, મારા ગુરુ, મારો ધર્મ એ સંસ્કારથી આત્માને વાસિત કરવાનો છે. તો જ “અરિહંતો મહદેવો, જાવજીવે સુસાડુણો ગુણો; જિણપન્નત્ત તત્ત, ઈએ સમ્મત્ત મએ ગહિયે” રૂપ સમ્યક્ત્વની સ્પર્શના પામી શકાય છે.
વિશેષ કથન :
કોઈપણ ધર્મ આરાધનાની ક્રિયા કે અનુષ્ઠાન ગુરુસન્મુખ, ગુરુની સાક્ષીએ, ગુરુ આજ્ઞા સહ અને ગુરુનો વિનય સાચવીને કરવાથી વિધિ અને બહુમાન બંનેની જાળવણી થાય છે. તેમજ ફળદાયી પણ બને છે. પણ જો ગુનો યોગ કોઈ કારણે પ્રાપ્ત થઈ ન શકે તો શું કરવું? આત્મહિતકારી એવા ધર્માનુષ્ઠાનને ગુરુની સ્થાપના કરી સ્થાપના ગુરુ (સ્થાપનાચાર્ય) સન્મુખ સર્વ ક્રિયા કરવી. સાક્ષાત્ ગુરુ છે તેમ માનીને આજ્ઞા માંગવી, ઉચિત વિનય જાળવવો. એ રીતે કરતા તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે, વિધિ સચવાય છે તેમજ ગુરુ પરત્વેની શ્રદ્ધા ટકી રહે છે.
૦ લઘુ દૃષ્ટાંત :- લૌકિક કથાનકોમાં આ વિષયે એકલવ્યનું દૃષ્ટાંત પ્રસિદ્ધ
Page #140
--------------------------------------------------------------------------
________________
પંચિંદિયસૂત્ર-વિશેષકથન
૧૩૯
છે. જ્યારે એકલવ્યને ગુરુ દ્રોણ પાસે પ્રત્યક્ષ ધનુર્વિદ્યા શીખવાની તક ન મળી ત્યારે શિષ્યભાવે ધનુર્વિદ્યા શીખવા માટે તેણે ગુરુ દ્રોણની મૂર્તિની સ્થાપના કરી, ગુરુ પ્રતિમાને સાક્ષાત્ ગુરુ માનીને એકલવ્ય નિત્ય પ્રણામ કરીને બાણ ચલાવતા શીખવાનું શરૂ કર્યું. ગુરુ દ્રોણ પ્રત્યેનું બહુમાન, વિનય આદિ હૃદયમાં ધારણ કરીને એકલવ્ય શ્રદ્ધાપૂર્વક વિદ્યાનો અભ્યાસ કરતા અર્જુનથી પણ મહાનું બાણાવણી બની ગયો. એક વખત કુતરો ભસતો હતો ત્યારે તેણે એવી રીતે બાણ છોડ્યા કે કુતરાને કોઈ જ બાણ ન વાગ્યું છતાંયે કુતરાનું મુખ બાણો વડે બંધ કરી દીધું.
આ છે સ્થાપના-ગુરુની મહત્તા. વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે
“જ્યારે સાક્ષાત્ ગુરુનો વિરહ હોય, ત્યારે ગુરુના ઉપદેશ-આજ્ઞાને સમીપમાં રાખેલી દેખાડવા માટે “સ્થાપના” કરવી. જેમ જિનેશ્વરના વિરહમાં તેમની પ્રતિમાનું સેવન અને આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના પણ સફળ થાય છે.
ગુર અન્યજનોને પ્રમાદથી નિવૃત્તિ પમાડે છે. પોતે નિષ્પાપ માર્ગમાં પ્રવર્તે છે. તથા હિતની ઇચ્છાવાળા મોક્ષાભિલાષી પ્રાણીને હિતકારી તત્ત્વોપદેશ કરે છે. તે ગુરુ કહેવાય છે.
ગુરુવંદન ભાષ્યની ગાથા-૨૮માં પણ જણાવેલ છે કે
“જ્યારે સાક્ષાત્ ગુરુ વિદ્યમાન ન હોય, તો ગુરુના ગુણોથી જે યુક્ત હોય તેને ગુરુ તરીકે સ્થાપી (ધર્માનુષ્ઠાન કરવું) અથવા તેના સ્થાને અન્ન આદિ કે જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણો સ્થાપવા.”
સામાયિક, પ્રતિક્રમણ આદિ છ આવશ્યકરૂપી ધર્માનુષ્ઠાન શ્રાવકો માટે મહત્ત્વનું ધર્માનુષ્ઠાન છે. જેમકે-સામાયિક કરવી છે. ગુરુનો યોગ નથી. તો ગુરુની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના માટેની વિધિ આ પ્રમાણે છે – વિધિને માટે નિર્ધારીત સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી, પોતાને ક્રિયા માટે બેસવાના સ્થાનથી સાડા ત્રણ હાથ દૂરના સ્થાને ઉચ્ચ આસને (બાજોઠ, પાટલી આદિ પર) સ્થાનાપનાજી કે ધાર્મિક પુસ્તક આદિમાંથી કંઈપણ પધરાવવું તેની સન્મુખ જમણા હાથની સ્થાપના મુદ્રા કરવી. સ્થાપના મુદ્રાએ પ્રથમ નવકારમંત્ર બોલી પછી પંચિંદિયસૂત્રનો પાઠ ઉચ્ચારવો. મનમાં ગુરુ સ્થાપનાના ભાવો ધારણ કરવા.
પંચિંદિય સૂત્રનો આ રીતે ગુરુ સ્થાપના માટે ઉપયોગ થાય છે, માટે જ તેને ગુરુ સ્થાપના સૂત્ર કહેવામાં આવે છે.
v સૂત્ર-પરીચય :
– આ સૂત્રનું આધાર સ્થાન શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી કૃત્ સંબોધપ્રકરણ જણાય છે. તેમાં ગુર સ્વરૂપ અધિકાર મધ્ય ગાથા-૯૧ અને ૯૨માં ઉક્ત પંવિવિયo સૂત્ર પાઠ મળે છે. આચાર્યના ૩૬ ગુણોની ગણના તેઓએ ૪૭ પ્રકારે કરાવેલી છે, તેમાંની આ બીજી ગણના છે.
– આ સૂત્રમાં કેટલાંક પાઠાંતરો પણ નોંધાયા છે. જેમકે પંચિંદિયને સ્થાને
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
પંચેદિય કહ્યું છે, ‘‘નવવિહ'' શબ્દ પૂર્વે તદ્દ નો પાઠ નથી, સાય પછી મુદ્દો ને બદલે ચત્તા (ત્યાગ કરનાર) છે, બટ્ટારસ પૂર્વે રૂઞ શબ્દ નથી. પછી શુઽહિં શબ્દને બદલે મુળું એવો વિભક્તિ રહિત શબ્દ છે. તો છીસમુળો ને સ્થાન છત્તીસમુĒિ પાઠ છે. મા ને બદલે હોર્ પાઠ પણ કોઈ નોંધે છે.
૧૪૦
આ સૂત્રની ભાષા પ્રાકૃત છે. ગાહા છંદમાં સૂત્ર રચના છે.
આ સૂત્રમાં પદ-આઠ, ગાથા-બે, ગુરુ વર્ણ-૧૦, લઘુ વર્ણ-૭૦ અને સર્વે મળીને ૮૦ વર્ષો છે. સૂત્રનો ઉપયોગ ગુરુ સ્થાપના માટે થાય છે.
-
આ સૂત્રના ઉચ્ચારણમાં મુખ્યત્વે જ્યાં જ્યાં જોડાક્ષરમાં ‘ત્ત’ છે ત્યાં ઉચ્ચારમાં ભૂલ થતી હોય છે. જેમકે – ગુત્તિ, સંજુત્તો, જુત્તો, તિગુત્તો. એ જ રીતે મુક્કો અટ્કારસ, સમો, મજ્ઞ, મહવ્વય શબ્દનો જોડાક્ષર છુટી જતો જોવા મળે છે. ત્યાં-ત્યાં સાચા ઉચ્ચારણ માટે લક્ષ્ય રાખવું જોઈએ.
-
-X-X.
Page #142
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ-સૂત્ર
૧૪૧
Hસૂત્ર-૩)
ખમાસમણ સૂત્ર - થોભવંદન સૂત્ર
સૂત્ર-વિષય :- આ સૂત્રથી દેવને અને ગુરુને વંદન થાય છે. આ વંદન બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગ નમાવીને થતું હોવાથી આ ખમાસમણ સૂત્રને (પંચાંગ) પ્રણિપાત સૂત્ર પણ કહે છે તેમજ થોભનંદન નામે પણ આ સૂત્રનો ઉલ્લેખ થાય છે. સૂત્ર-મૂળ :
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજૂજાએ નિમીડિઆએ,
મલ્યુએણ વંદામિ. - સૂત્ર-અર્થ :
હે ક્ષમાશ્રમણ ! હું સર્વ શક્તિ સહિત, સર્વ પાપ વ્યાપારોને ત્યાગ કરીને વંદન કરવાને ઇચ્છું છું. ...મસ્તક નમાવીને હું વંદન કરું છું.
શબ્દજ્ઞાન :ઇચ્છામિ - હું ઇચ્છું છું
ખમાસમણો - હે ક્ષમાવાળા શ્રમણ ! સમણ - સાધુ, તપસ્વી, સંયમી વંદિઉ - વંદન કરવાને જાવણિજૂજાએ - સર્વશક્તિ એ કરીને સહિત, યાપનીયા વડે, ઉપશમન વડે નિસીડિઆએ - પાપ વ્યાપાર તજીને મ–એણ - મસ્તક નમાવીને વંદામિ - વંદન કરું છું.
- વિવેચન :- આ સૂત્રને ખમાસમણ કે પ્રણિપાત કે થોભવંદન સૂત્ર કહ્યું છે. ક્રિયાને આશ્રીને આ વંદનસૂત્ર છે. કેમકે વંદન ત્રણ પ્રકારે કહ્યા છે – ૧. ફિટ્ટા વંદન - જેમાં બે હાથ જોડીને મસ્તક નમાવવા રૂપ ક્રિયાપૂર્વક “મર્થીએણ વંદામિ' બોલાય છે. ૨. થોભવંદન - જેમાં બે હાથ, બે ઢીંચણ અને મસ્તક એ પાંચ અંગો નમાવી “ઇચ્છામિ ખમાસમણો” પૂર્વક વંદન કરાય છે. તેને થોભ વંદન કહે છે. (જો કે વર્તમાનકાળે બે ખમાસમણ, ઇચ્છકાર સૂત્ર અને અભૂઠિઓ. પાઠ પૂર્વક વંદન કરાય તેને મધ્યમ કે થોભ વંદન કહે છે.) ૩. દ્વાદશાવર્ત કે બૃહત્ વંદન કહેવાય છે. અહીં આપણે થોભવંદન સૂત્રની વ્યાખ્યા વિચારવાની છે. છતાં એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે – સામાયિક આદિ છ આવશ્યકની વાતમાં આવતા વંદન આવશ્યકમાં આ વંદનસૂત્ર નહીં પણ વાંદણા રૂપ સૂત્ર-૨ની વાત આવે છે. તેથી આ વંદન સૂત્રના
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ પરિપૂર્ણ વિવેચન અને આવશ્યક સૂત્ર નામક આગમના પાઠો સહિત વંદન નામક આવશ્યકનું વિવેચન જાણવા સૂત્ર-૨૯- “વાંદણા સૂત્ર” ખાસ જોવું.
• ઇચ્છામિ - હું ઇચ્છું છું. અર્થાત્ કોઈના દબાણથી નહીં, શરમ કે સંકોચથી નહીં, પણ માત્ર મારી પોતાની અભિલાષાથી ઇચ્છું છું. એટલે કે હું (વંદન) સ્વઇચ્છા પૂર્વક કરું છું. 1 - (આવશ્યક સૂત્ર-૧૦ની વૃત્તિ) ક્રિયાપદ “ઇચ્છવું' અર્થમાં છે. જે અહીં પહેલા પુરુષ એકવચનાન્ત “ઇચ્છામિ રૂપે મૂકેલ છે – હું અભિલાષા કરું છું અથવા ઇચ્છું છું.
– હું ઇચ્છું છું પણ શું ઇચ્છું છું તેનો સંબંધ આગળ વં૩િ શબ્દથી જોડેલ છે. અર્થાત્ હું વંદન કરવાને ઇચ્છું છું. જેને વાંદણા સૂત્ર-૨૯ભાં ઇચ્છાનિવેદન સ્થાનરૂપે ઓળખાવેલ છે. વંદન કરવાની ઇચ્છા તો વ્યક્ત કરી, પણ કોને વંદન કરવાનું? – ક્ષમાશ્રમણ - સાધુને.
• ખમાસમણો :- આ શબ્દમાં “ક્ષમા” અને “શ્રમણ” બે શબ્દો છે.
(આવશ્યક સૂત્ર-૧૦ વૃત્તિ) ક્ષ ક્રિયાપદનો અર્થ “સહેવું” કર્યો છે. તેને મા પ્રત્યય લાગવાથી ક્ષમા શબ્દ બન્યો છે. જેનો અર્થ સહન કરવું એવો થાય છે. વળી દશવિધ યતિધર્મમાં પ્રથમ યતિધર્મ “ક્ષમા” કહ્યો છે.
– શ્રમ - શ્રમણ શબ્દના અનેક અર્થો વૃત્તિકારે કર્યા છે.
– શ્રાતિ-તિ - સંસારના વિષયમાં ખેદવાળો થઈ તપ કરે તે અર્થાત્ શ્રમણ એટલે તપસ્વી, કેમકે શ્રમ્ ધાતુનો અર્થ તપ, ખેદ થાય છે.
– શ્રમણનો બીજો અર્થ છે. વૈરાગી - સંસારના વિષયમાં ખિન્ન. – શ્રમણ એટલે શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવથી વર્તનાર.
– સમન્ ૩Mતિ - (દશવૈકાલિક) જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ સર્વ જીવોને પણ દુઃખ પ્રતિકૂળ છે તેમ માની પોતાને કે અન્યને ન હણે પણ તુલ્ય ગણે.
- (અનુયોગદ્વાર–) સર્વ જીવો પ્રત્યે સમત્વ ભાવ ધરે તે શ્રમણ. – (રાયuસેણિય–) શ્રમણ એટલે સાધુ. આગમોમાં શ્રમણ શબ્દના આવા અનેક અર્થો/વ્યાખ્યાઓ છે.
– ક્ષમાશ્રમ - ક્ષમા શબ્દનો અર્થ અને શ્રમણ શબ્દના અર્થો જોયા. હવે ક્ષમાશ્રમણ શબ્દનો સંયુક્ત અર્થ જોઈએ તો – જેનામાં ક્ષમાનો ગુણ મુખ્ય હોય તેને ક્ષમાશ્રમણ કહેવાય છે. ક્ષમાપૂર્વક તપ (આદિ) કરનાર તે ક્ષમાશ્રમણ.
- યતિધર્મના દશ ભેદમાંના પહેલા ભેદરૂપ ક્ષમા અર્થને સ્વીકારીએ તો – ક્ષમા પ્રધાન શ્રમણ અર્થ થશે. અર્થાત્ ક્ષમા આદિ દશવિધ ધર્મથી યુક્ત એવા શ્રમણ. ૧. ક્ષમા, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. શૌચ, ૫. સત્ય, ૬. સંયમ, ૭. તપ, ૮. ત્યાગ, ૯. આકિંચચ અને ૧૦. બ્રહ્મચર્ય તે સમાદિ દશ પ્રકારનો યતિધર્મ
– ક્ષમાના ઉક્ત બંને અર્થ સિવાય પરંપરાથી આ શબ્દનો ત્રીજો અર્થ થાય છે – વિષય જ્ઞાનવાળા કે પૂર્વધર કે સૂત્ર સિદ્ધાંતની વાંચના આપનાર કે ભાખ્યાદિ
Page #144
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ-સૂત્ર-વિવેચન
૧૪૩
સ્વરૂપે અર્થને ગુંથનારા. જેમકે સંઘદાસગણિ ક્ષમાશ્રમણ, જિનદાસગણિ ક્ષમાશ્રમણ, દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ ઇત્યાદિ. પાક્ષિક સૂત્રની વૃત્તિમાં ક્ષમાશ્રમણ સંબોધન અંગોની વાંચના આપનાર, કાલિક કે ઉત્કાલિક સૂત્રોની વાચના આપનાર આદિને ઉદ્દેશીને થયું છે.
પાક્ષિક સૂત્ર વૃત્તિકાર યશોદેવસૂરિએ ક્ષમાશ્રમણ શબ્દની વ્યાખ્યા કરતા લખ્યું છે કે – ક્ષમાશ્રમણોને એટલે સમાદિ ગુણવાળા મહાતપસ્વી સ્વગુરુને અથવા તીર્થકર, ગણધર આદિને એવો ભાવ સમજવો.
– ગુરુની જેમ તીર્થકરને વંદના કરતા પણ આ સૂત્ર બોલાય છે. તેથી તીર્થકર પરમાત્માનો સમાવેશ પણ ક્ષમાશ્રમણ શબ્દથી કર્યો છે.
• વંદિઉ - વંદન કરવાને, નમસ્કાર કરવાને – આ શબ્દનો સંબંધ રૂછામિ સાથે કહેવાઈ ગયો છે.
– વિશેષાવશ્યક ભાષ્યમાં એ રીતે જણાવે છે કે – ક્ષમા, માદવ, આર્જવ આદિ ગુણોથી યુક્ત શ્રમણના ગુણવાનપણાને કારણે – વંદન કરવાને ઇચ્છું છું. તેમ અહીં સમજવું. અર્થાત્ હે ક્ષમાશ્રમણ ! આપને વંદન કરવા ઇચ્છું છું.
– આ ભાવ વંદન કરનારનો હોય એટલે કે વંદન કરનાર શ્રાવક કે સાધુ પોતાની ઇચ્છાથી સામા વ્યક્તિનું ગુણીપણું સ્વીકારીને બોલે છે. પણ વંદન કરવાનું કઈ રીતે ? - વંદન કરવું તે "ઇચ્છાનિવેદન' થયું. પણ કરતી વખતે વંદન કરનારમાં કયા ગુણ કે લાયકાત હોય ?
તે માટે સૂત્રકાર મહર્ષિ બે શબ્દો મૂકે છે. જાવણિજ્જાએ, નિસડિઆએ તેમાં વિશેષાવશ્યક ભાષ્યકાર કહે છે કે - અહીં નિમીડિઆએ' શબ્દ છે તે વિશેષ્ય છે અને જાવણિજ્જાએ શબ્દ વિશેષણ છે.
આવશ્યકસૂત્ર-૧૦ની વૃત્તિમાં આ બંને શબ્દનો અર્થ આ રીતે કર્યો છે –
– જાવણિજ્જાએ - શક્તિ અનુસાર, સર્વ શક્તિએ કરીને સહિત, ઇન્દ્રિય ઉપશમનાદિ રૂપે
– નિતીડિઆએ - પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્ત થયેલી કાયા વડે. – અહીં આ બંને શબ્દોમાં જ વંદન ક્રિયા વિષયક રહસ્ય રહેલું છે.
• જાવણિજ્જાએ – થાપનીયા યાપનીય શું છે? સંક્ષેપ ઉત્તર છે ઇન્દ્રિયોના વિકાર અને ચાર પ્રકારના કષાયો યાપનીય છે. તેથી વંદન કરતી વખતે વંદન કરનારના ઇન્દ્રિયોના વિકાર અને કષાયોનું ઉપશમન થયેલું હોવું જોઈએ.
લઘુ દૃષ્ટાંત :- દશાર્ણનગરનો દાર્ણભદ્ર રાજા જ્યારે ભગવંત મહાવીર પધાર્યા ત્યારે રોમાંચિત થઈ ગયો. બોલ્યો કે વીર પરમાત્માને કોઈએ ન કર્યું હોય તેવું દ્ધિપૂર્વક વંદન હું કરવા જઈશ. પછી રાજા વંદનાર્થે નીકળ્યો ત્યારે મહાદ્ધિપૂર્વક ચાલ્યો. સોના-રૂપા અને હાથીદાંતની ૫૦૦ પાલખીઓમાં સ્ત્રીઓને બેસાડી. સાથે ૧૮ હજાર હાથી, ૨૪ લાખ ઘોડા, ૨૧ હજાર રથ, ૯૧ કરોડનું પાયદળ, ૧૦૦૦ સુખપાલ, ૧૬,૦૦૦ ધ્વજા ઇત્યાદિ મોટા આડંબરપૂર્વક પોતે હાથી ઉપર બેસીને
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ નીકળ્યો. પાંચ અભિગમો સાચવવા પૂર્વક વંદન કર્યું.
તે વખતે ઇન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનથી જોયું. તેને વિચાર આવ્યો કે રાજાએ વંદન તો ઘણાં ભક્તિભાવપૂર્વક કર્યું. પણ તેના મનમાં ઋદ્ધિનું જે અભિમાન છે તે ખોટું છે. જો આ અભિમાન નીકળી જાય તો દશાર્ણભદ્ર રાજાનું વંદન સફળ બને...(કથા અધુરી છે. શેષ કથા આગળ નોધી છે.)
આ રીતે માન કષાય યુક્ત વંદન સફળ ન બને માટે “જાવણિજ્જાએ' શબ્દ થકી કહ્યું કે ઇન્દ્રિયોના વિકાર અને કષાયના ઉપશમનપૂર્વક વંદન કરવું.
૦ ભગવતીજી સૂત્ર-શતક ૧૮, ઉદેશક-૧૦માં ભગવંત મહાવીર અને સોમિલ બ્રાહ્મણ વચ્ચે આ વિષયે એક સંવાદ છે. આવો જ સંવાદ નાયાધમ્મકહા શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૫માં થાવસ્ત્રાપુત્ર અને શુક્ર પરિવ્રાજક વચ્ચે પણ છે–
હે ભગવંત ! આપને “યાપનીય” શું છે ?
હે સોમિલ ! મને બે પ્રકારનું યાપનીય છે. તે આ પ્રમાણે - ઇન્દ્રિય યાપનીય અને નોઇન્દ્રિય યાપનીય.
હે ભગવંત ! તે ઇન્દ્રિય યાપનીય શું છે ?
હે સોમિલ ! શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય - એ પાંચ ઇન્દ્રિયો ઉપઘાત (હાનિ)રહિત મારે આધીન વર્તે છે. તે ઇન્દ્રિય યાપનીય છે.
હે ભગવન્! નોઇન્દ્રિય યાપનીય શું છે ?
હે સોમિલ ! મારા ક્રોધ, માન, માયા અને લોભ - આ ચારે કષાયો વ્યચ્છિન્ન થયેલા (નાશ પામેલા) હોવાથી ઉદયમાં આવતા નથી. તે નોઇન્દ્રિય યાપનીય છે.
આ રીતે ઇન્દ્રિય તથા મનની વિષય અને કષાય રહિત અવસ્થા અર્થાત્ (વંદન કાળે) વિષય અને કષાય ન હોવા તેને યાપનીય કહે છે.
• નિમીડિઆએ - નિષ્પાપ બનેલી એવી કાયા-શરીર વડે કરીને. | નિષેધ - પ્રાણાતિપાત, મૃષાવાદ ઇત્યાદિ પાપોનો કે કોઈપણ પ્રકારની પાપકારી પ્રવૃત્તિનો કે પ્રમાદનો નિષેધ કરવાનો હોય છે. આ પ્રકારનો નિષેધ જેના વડે થાય તેને નિષેધિકી' કહેવાય છે.
– હવે વિચારો કે વંદન કઈ રીતે કરવાનું છે ?
શરીરમાં ઇન્દ્રિયોનો વિકાર ન હોય, મનમાં કષાયોનો ઉપઘાત ન હોય તથા પ્રાણાતિપાત આદિ પાપ પ્રવૃત્તિનો જેમાં આરંભ ન હોય તેવા નિર્વિકારી અને નિષ્પાપ શરીર વડે સઘળી શક્તિએ કરીને વંદન કરવું જોઈએ.
-૦- ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિમીડિઆએ - આટલો સૂત્ર પાઠ બોલાયા પછી શું ? આટલો પાઠ તો વંદન કરનાર બોલે છે. જેમાં પોતાની શારીરિક-માનસિક સ્થિતિ અને વંદનની ઇચ્છા પ્રગટ થઈ. પણ ત્યાં જ વંદન થઈ જતું નથી. કેમકે ઇચ્છા જાહેર થવાથી કાર્યસિદ્ધિ થતી નથી. કાર્યની સિદ્ધિ માટે તો ઇચ્છા પ્રમાણેનું આચરણ પણ જરૂરી છે.
પરંતુ વંદન એ વિનયધર્મનું પ્રતિક છે. વિનયને છોડીને વંદન ન થાય. તેથી
Page #146
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ-સૂત્ર-વિવેચન
૧૪૫ આવશ્યક સૂત્ર-૧૦ની વૃત્તિ અને ચૂર્ણિમાં અહીં બે વિકલ્પો રજૂ કર્યા છે –
(૧) જો ગુરુ ભગવંત વ્યાપાદિયુક્ત અર્થાત્ કોઈ કાર્યમાં રોકાયેલા કે કંઈ બાધા-અડચણયુક્ત હોય તો માત્ર ‘તિવિહેણ' એમ કહે. ત્યારે સંક્ષેપ વંદન કરવું અર્થાત્ મલ્યુએણવંદામિ કહી પંચાંગ પ્રણામ કરવા.
(૨) જો ગુરુ ભગવંત આવા કોઈ વ્યાક્ષેપથી રહિત હોય - કોઈ કાર્યમાં તે રોકાયેલા ન હોય તો તે વંદન કરવાની અનુજ્ઞા આપવા માટે “છેદેણ” કહે તેનો અર્થ એવો છે કે - તારી ઇચ્છા હોય તો તે વંદન કરી શકે છે. (પણ આ બીજા વિકલ્પની વિચારણા સૂત્ર-૨ભાં કરવાની છે. અહીં લાગુ પડતી નથી.)
• મઘૂએણ વંદામિ :- મસ્તક વડે કે મસ્તક નમાવીને, હું વંદુ છું - વંદન કરું છું કે પ્રણામ કરું છું. જો કે આ શાબ્દિક અર્થ થયો. ક્રિયાની દૃષ્ટિએ તો અહીં મસ્તકની સાથે બે હાથ અને બે જાનું એમ કુલ પાંચ અંગો નમાવીને વંદન કરવામાં આવે છે. તેથી જ આ સૂત્રને પંચાંગ પ્રણિપાત સૂત્ર કહેલ છે.
i વિશેષ કથન :
આ સૂત્રમાં “વંદન'નો વિષય છે. વંદન કઈ રીતે કરવું ? તે વાત તો સૂત્રમાં પણ કહેવાઈ છે. છતાં વંદનનું મહત્ત્વ, વંદન કરતી વખતે જયણા પળાય તે માટેની આવશ્યક ક્રિયા, વંદન ક્યારે ન કરવું ? ઇત્યાદિ સંલગ્ન બાબતોની જાણકારી પણ જરૂરી છે.
• વંદનનો ભેદ:- વંદનના ત્રણ પ્રકારો છે – (૧) જઘન્ય - જેને ફિટ્ટાવંદન કહે છે. (૨) મધ્યમ વંદન - જેને થોભવંદન કહે છે. કેમકે તેમાં સૂત્રપાઠ મધ્યે થોભવાનું છે. (૩) ઉત્કૃષ્ટ વંદન-જેને દ્વાદશાવર્ત વંદન કહે છે.
• વંદન વખતે જયણા પાલન માટે કરાતી ક્રિયા :- જેને ૧૭-સંડાસક કહે છે જેનું વર્ણન સૂત્ર-૨૯ “વાંદણા સૂત્રમાં કરેલ છે. તે ખાસ જોવું કેમકે પ્રત્યેક વંદન વખતે આ ૧૭ સ્થાનોની પ્રમાર્જના ક્રિયા અત્યંત જરૂરી છે.
• વંદનનું મહત્ત્વ :– વંદનથી આઠે કર્મો પાતળા પળે છે.
- હે ભગવન્! વંદનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? – હે ગૌતમ ! વંદનથી જીવ ગાઢ બંધનવાળી આઠે કર્મ પ્રવૃત્તિઓને શિથિલ બંધવાળી કરે છે. દીર્ધકાળની સ્થિતિવાળા કર્મોને અલ્પકાળની સ્થિતિવાળા કરે છે અને તીવ્ર અનુભાવવાળા કર્મોને મંદ અનુભાવવાળા કરે છે.
– (ઉત્તરાધ્યયન સૂત્ર-૨૯) હે ગૌતમ ! વંદન કરવાથી જીવ નીચ ગોત્રકર્મને ખપાવનાર થાય છે, ઉચ્ચ ગોત્ર કર્મને બાંધનાર થાય છે. તેમજ વંદનથી જીવ સૌભાગ્ય અને લોકપ્રિયતા પામે છે.
– (ગુરુવંદન ભાષ્ય–) વંદનથી જીવને વિનયગુણ પ્રગટે છે. વિનયથી અહંકારનો નાશ થાય છે. વળી વંદન કરવાથી) ગુરુજનની પૂજા, તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું આરાધન, શ્રતધર્મનું આરાધન અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે – જેમ વંદનાર્થે [1|10|
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ ગયેલ દશાર્ણભદ્ર રાજાએ માનનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું તો તેનું વંદન તેને મોલ પમાડનાર થયું.
• વંદન ક્યારે ન કરવું ? (પ્રવચન સારોદ્ધાર ગાથા-૧૨૪)
(૧) ગુરુ મહારાજ વ્યગ્રચિતવાળા કે વ્યાખ્યાનાદિમાં પ્રવૃત્ત હોય, (૨) તમારી સન્મુખ ન હોય અર્થાત્ પરાગુખ હોય, (૩) નિદ્રા વગેરે પ્રમાદમાં હોય, (૪) આહાર કે નિહાર કાર્યમાં રોકાયેલા હોય કે (૫) આહાર-નિહાર કરવા માટેની તૈયારી કરી રહ્યા હોય, તો આવા સંજોગોમાં વંદન કરાય નહીં.
• વંદન કરતી વખતનો અવગ્રહ અને મુદ્રા :
ગુરુ મહારાજની ચારે તરફ ગુરુનો અવગ્રહ આત્મ-પ્રમાણ એટલે કે સાડા ત્રણ હાથ પ્રમાણ હોય છે. ગુરુ મહારાજની આજ્ઞા સિવાય તેની અંદર પ્રવેશ કરી શકાય નહીં. વંદન કરતી વખતે જ્યારે રૂચ્છક થી નિહિસાપુ પાઠ બોલે ત્યાં સુધી જિનમુદ્રા સાચવવી આ જિનમુદ્રા એટલે બે પગ વચ્ચે આગળની બાજુ ચાર આંગળનું અંતર હોય અને પાછળ પીંડીના ભાગે ચાર આંગળ કરતા કંઈક ઓછું અને ત્રણ આંગળથી વધારે અંતર હોય તે રીતે સ્થિર ઉભા રહેવું અને યોગમુદ્રા અર્થાત્ બે હાથની આંગળીઓ પરસ્પર પરોવીને, બે હાથને કમળના ડોડાના આકારે મુખ આગળ રાખે તથા બંને હાથની કોણી પેટના છેડાના ભાગે કંઈક પડખા તરફ લાવે એ રીતે વંદન સૂત્રનો નિસીરિઆએ સુધીનો પાઠ બોલે. ત્યારપછી ચૌદ સાંધાની પ્રાર્થના કરવા પૂર્વક પંચાંગી પ્રણિપાત-નમસ્કાર કરે.
વંદનના પર્યાયો - (આવશ્યક નિર્યુક્તિ-૧૧૦૩, પ્રવચન સારોદ્ધાર ગાથા ૧૨૭, ગુરુવંદન ભાષ્ય આદિમાં પાંચ નામોથી વંદન શબ્દ જણાવેલ છે) વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, વિનયકર્મ અને પૂજાકર્મ આ પાંચના પણ દ્રવ્ય અને ભાવથી બબ્બે ભેદો કહેલા છે. (અતિ સંક્ષેપમાં તે જણાવેલ છે)
(૧) વંદન કર્મ :- પ્રશસ્ત મન, વચન, કાયા વડે સ્તવના કરવી તે. (૨) ચિતિકર્મ :- રજોહરણાદિ ઉપધિ સહિત કુશળ કર્મનું સંચયન કરવું તે. (૩) કૃતિકર્મ :- મોક્ષાર્થે નમસ્કાર આદિ વિશિષ્ટ ક્રિયા કરવી તે (૪) વિનયકર્મ :- જેથી કર્મ વિનાશ પામે તેવી ગુરુ પ્રત્યેની અનુકૂળ પ્રવૃત્તિ. (૫) પૂજાકર્મ :- મન, વચન, કાયાનો પ્રશસ્ત વ્યાપાર.
વંદનકર્મમાં શીતલાચાર્યનું. ચિતિકર્મમાં ક્ષુલ્લકાચાર્યનું, કૃતિકર્મમાં કૃષ્ણ અને વીરક શાળવીનું, વિનયકર્મમાં શાંબ અને પાલકનું અને પૂજાકર્મમાં બે સેવકોનું દૃષ્ટાંત શાસ્ત્રકારે અને ગ્રંથકારે આપેલ છે.
(કથાનક સહિતના આ પાંચે પર્યાયોનું વિસ્તૃત વર્ણન ઉપરોક્ત શાસ્ત્ર-ગ્રન્થથી જાણવા. તે અમારા અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧માં પણ નોધેલ છે.)
v સૂત્ર-નોંધ :
– આ સૂત્રનો છામિ થી નિરિમાણ સુધીનો પાઠ આવશ્યક સૂત્રના અધ્યયન3-“વંદનક'માં આરંભે આવે છે અને શેષ મથUવંદ્યામ પાઠ આવશ્યકસૂત્ર અધ્યયન
Page #148
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ સૂત્ર-સૂત્રનોંધ
૧૪૭
૫ માં સૂત્ર-૫૯, ૬૦, ૬૨માં આવે છે.
– આ સૂત્ર ગદ્યપાઠ રૂપે છે. તેમાં ગુરુવર્ણ-૩, લઘુવર્ણ-૨૫ અને સર્વે વર્ષો ૨૮ છે. (‘તિવિહેણં' એવો ગુરુ દ્વારા મળતો આદેશ હાલ વ્યવહારમાં નથી)
- સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
– આ સૂત્રનો ઉપયોગ ચૈત્યવંદન પૂર્વે તેમજ ઇરિયાવહી, સામાયિક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ આદિ અનેક ક્રિયામાં આદેશ માગતા પહેલા થાય છે.
– સૂત્રના ઉચ્ચારણમાં વંદિઉંમાં “ઉ” પરનો અનુસ્વાર ઉડી જતો જોવા મળે છે. મહૂએણનું મત્થણ' બોલાતું જોવા મળે છે. તે ભૂલ ન થાય તે જોવું.
– ક્રિયાની દૃષ્ટિએ મસ્તક નમાવવું પંચાંગ પ્રણામ અને સંડાસા પ્રમાર્જન કરવાનું સ્મરણમાં રહે તે અતિ જરૂરી છે.
– સૂત્ર-૨૯ વંદણા સૂત્રનું વિવેચન પણ જરૂરથી જોતું.
–x
——X
—
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૮
= સૂત્ર-વિષય :- આ સૂત્ર વડે ગુરુ મહારાજને તેમના તપ, શરીર શાતા, સંયમ યાત્રા અને શાતા વિશે પૂછીને આહાર આદિ માટે નિમંત્રણા કરાય છે. તેથી તેનું નામ “સુગુરુ સુખશાતા પૃચ્છા'' રખાયેલ છે. તેનું સામાન્ય જનસમુદાયમાં પ્રચલિત નામ “ઇચ્છકાર સૂત્ર” છે. તેમાં આહાર આદિ માટે નિમંત્રણા કરાતી હોવાથી ‘ગુરુ નિમંત્રણા સૂત્ર' પણ કહેવાય છે.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સૂત્ર-૪
ઇચ્છકાર-સૂત્ર
સુગુરુ સુખસાતા પૃચ્છા
- સૂત્ર-મૂળ :
ઇચ્છકાર સુહ-રાઈ (સુહ-દેવસિ) ? સુખ-તપ ? શરીર નિરાબાઘ ? સુખ-સંજમ-યાત્રા નિર્વહો છો જી ? સ્વામી શાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજોજી.
-
= સૂત્ર-અર્થ :
– (શ્રાવક કે શિષ્ય ગુરુ મહારાજને સુખશાતાદિ પૂછવા માટે બોલે કે–) હે ગુરુજી ! આપની ઇચ્છા હોય તો હું પૂછું કે, (આપની) રાત્રિ સુખપૂર્વક પસાર થઈ ? અથવા (આપનો) દિવસ સુખપૂર્વક પસાર થયો ? (આપનો) તપ સુખપૂર્વક ચાલે છે ? (આપનું) શરીર તો પીડા રહિત છે ને ? (આપની) સંયમયાત્રાનો નિર્વાહ સુખ કરી થાય છે (આપને સર્વ પ્રકારે) સુખશાતા વર્તે છે ?
ભાત પાણીનો (આહાર-પાણીનો) લાભ દેજોજી.
-
– શબ્નાન :
ઇચ્છકાર
સ્વકીય ઇચ્છા, ઇચ્છા હોય તો. (‘ગુરુજી'' સંબોધન સમજી લેવું) સુહ - સુખ (“તે પૂર્વક પસાર થવું' - એ શબ્દો અધ્યાહાર સમજવા) રાઈ - રાત્રિ દેવસિ - દિવસ
નિરાબાઘ - પીડારહિતપણે
નિર્વહોછોજી - નિર્વાહ, પાલન ગુરુનું સંબોધન
સ્વામી
તપ
તપ
સંજમજાત્રા - ચારિત્રરૂપ યાત્રા શાતા - સુખ (શાતા) ભાત-પાણી - આહાર-પાણી
-
# વિવેચન :- આ સૂત્ર મિશ્ર ગુજરાતી ભાષામાં છે. તેથી તેના પરની કોઈ પૂર્વાચાર્યની વૃત્તિ કે ચૂર્ણિ આદિ વિવેચનનો સંભવ નથી. આ સૂત્રના શબ્દોને ભાવાર્થથી સમજવાની દૃષ્ટિએ જ વિચારવાના રહેશે. તેમજ આ પ્રકારની જ વાતો જે પછીપછીના ગ્રંથોમાં ગુંથાયેલી હોય તેને આધારે સૂત્રનો વિશેષ ભાવ પ્રગટ થઈ શકશે.
Page #150
--------------------------------------------------------------------------
________________
ઈચ્છકાર સૂત્ર-વિવેચન
૧૪૯
૦ ઇચ્છકાર :- સ્વકીય ઇચ્છા, આપની ઇચ્છા (હોય તો)
વંદન વિધિમાં વર્તમાનકાળે બે ખમાસમણ (પંચાગ પ્રણિપાત કર્યા) પછી ઉભા થઈ જિનમુદ્રા સાચવી, યોગમુદ્રાએ બંને હાથ જોડીને શિષ્ય કે શ્રાવક આ સૂત્ર બોલે છે ત્યારે પ્રથમ શબ્દ “ઇચ્છકાર” મૂક્યો. (જો કે પ્રબોધટીકામાં અહીં છઋાર એવો પાઠ પણ જણાવેલ છે. તેનો અર્થ “સ્વકીય ઇચ્છા કરવાવાળા” એ પ્રમાણે કરેલ છે.)
ભાવાર્થ વિચારીએ તો – આ સંબોધનવાચક શબ્દ છે. જેમાં ભગવંત અથવા ગુરુજી શબ્દ અધ્યાહાર સમજવાનો છે અને પૂછનાર વ્યક્તિ શિષ્ય કે શ્રાવક છે તે વાત સ્વીકારીને આ સૂત્રપાઠનો આરંભ થાય છે - હે ભગવન્! અથવા હે ગુરુવર્ય! આપની ઇચ્છા હોય તો પૂછું. અર્થાત્ આપ આપની ઇચ્છાએ કરીને મને જણાવો.
– આ પ્રમાણે કહ્યા પછી શિષ્ય નીચેના પ્રશ્નો પૂછે છે.
• સુતરાઈ/સહદેવસિ:- (આપની) રાત્રિ કે દિવસ સુખપૂર્વક (પસાર થયો?) જેમાં સુહ શબ્દનો અર્થ સુખ છે. રા કે ફેવસિ શબ્દ વિકલ્પ છે. મધ્યાહ્ન સુધીમાં જો સુખશાતાદિ પૂછે અર્થાત્ મધ્યમ વંદન કરે તો સુરરૂિ શબ્દ બોલે, મધ્યાહ્નથી સંધ્યા (મધ્યરાત્રિ) સુધીમાં સુખશાતા પૂછે તો સુદણિ શબ્દ બોલે. જોકે પસાર થઈ કે પસાર થયો એવા કોઈ શબ્દો અહીં લખ્યા નથી પણ તેને અધ્યાહાર સમજી લેવાના છે.
• સુખતપ :- આપને તપ સુખે કરીને થાય છે ? અહીં તપ શબ્દ નવો છે. તપનો અર્થ માત્ર આયંબિલ કે ઉપવાસ આદિ અનશન રૂપ સમજવાનો નથી. કેમકે તપ બાર પ્રકારે છે. જેમાં છ તપ બાહ્ય કહેવાય છે અને છ તપ અત્યંતર કહેવાય છે. (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) રસત્યાગ, (૪) વૃત્તિસંક્ષેપ, (૫) કાયકુલેશ અને (૬) સંલીનતા. આ છ બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ-ત્યાગ. આ છ અત્યંતર તપ છે. આ બારે પ્રકારના તપ સંબંધે પૂછે છે કે આપનો તપ સુખપૂર્વક થાય છે ?
• શરીર-નિરાબાધ ? શરીર પીડા-વ્યાધિ રહિત છે ? નિરવાદ અર્થાત્ જેમાંથી આબાધા અર્થાતુ વ્યાધિ, રોગ, પીડા આદિ ચાલી ગયા હોય તે. આપને શરીરમાં કોઈ રોગ-પીડા આદિ તો નથીને ?
• સુખ સંયમયાત્રા નિર્વહો છો જી ? આપની સંયમ રૂપી યાત્રાનો નિર્વાહ સુખપૂર્વક થઈ શકે છે ને ? આપ ચારિત્રપાલન સુખપૂર્વક કરી શકો છો ને ? અહીં સંયમ શબ્દથી ચારિત્ર ગ્રહણ કરેલ છે. સાધુ-સાધ્વીને તીર્થયાત્રાદિ સંબંધી પ્રશ્ન કરતા નથી કેમકે સાધુ-સાધ્વીને મુખ્યતાએ સંયમયાત્રા જ કરવાની છે. તીર્થયાત્રા, વિહારયાત્રા આદિ તો તેના ભાગરૂપે છે. સંયમને ગૌણ કરીને તીર્થયાત્રાદિ કરવાના નથી. “નિર્વડો છો જી”. અર્થાત્ નિર્વાહ કરો છો ? – પાલન કરી શકો છો ?
• સ્વામી શાતા છે જી? સ્વામી એટલે કે હે ગુરુ મહારાજ ! આપને શાતા છે ? અર્થાત્ સર્વ પ્રકારે સુખ-શાતા વર્તે છે ? કોઈ તકલીફ તો નથી ને ?
Page #151
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
આટલા પ્રશ્નો પૂછે ત્યારે ગુરુ ફક્ત એક જ વાક્ય કહે, “દેવ-ગુરુ પસાય'. દૈવ-ગુરુ કૃપાથી બધું બરાબર છે. ત્યારે શ્રાવક પોતાની નિર્મળ ભાવનાથી કહે ♦ ભાત-પાણીનો લાભ દેજોજી – મત્ત મૂળ શબ્દ છે. મત્ત એટલે ભોજન. આપ મારે ત્યાં આહાર-પાણી વહોરી ધર્મનો લાભ આપવા કૃપા કરશોજી.
-
૧૫૦
ત્યારે ગુરુએ આમંત્રણનો સ્વીકાર કે ઇન્કાર કશું જ ન કરે. માત્ર એટલું જ કહે કે, ‘વર્તમાન યોગ'' જ્યારે જેવો યોગ હશે તેમ કરીશું. શ્રાવક પણ આ વાતને સમજપૂર્વક સ્વીકારે કે સાઘુમહારાજનો આ કલ્પ-આચાર છે કે તેઓ કદી એ રીતે નિમંત્રણનો સ્વીકાર ન કરે, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર વ્યવહાર કરે. જેમ જીરણશેઠે ભગવંતને માસક્ષમણના પારણા માટે અનેક વખત વિનંતી કરી, બધી તૈયારી પણ કરી છતાં ભગવંત મહાવીરે પારણું તો પૂરણ શેઠને ત્યાં જ કરેલું. ત્યારે શ્રાવક એમ ન વિચારે કે મને કેમ લાભ ન આપ્યો ?
-
-
શ્રાવક પછી શું કરે ? વિધિ અને વ્યવહારમાં તો શ્રાવક પછી “અબ્યુટ્ઠિઓ’. ખામી વંદન પુરુ કરે છે, પણ ખરેખર ઉપરોક્ત પ્રશ્નો પૂછ્યા પછી તેનો ઉપાય કરવાની કે અનુસરવાની પણ તૈયારી હોવી જોઈએ. સુખશાતા નથી, શરીર પીડારહિત નથી, સંયમયાત્રામાં કંઈ અડચણ છે કે કેમ ? આ વાત જાણ્યા પછી ગુરુ મહારાજની આ તકલીફ હું કેમ દૂર કરું ? તે પણ શ્રાવકનું કર્તવ્ય છે. માત્ર પ્રશ્નો પૂછીને ચાલતા થવાનું નથી. જેમ ભગવંત મહાવીરના કાનમાં ખીલા ઠોકાયેલા હતા. એવા શલ્યની વૈદ્યને ખબર પડી, તો શ્રાવકે ભગવંતના શલ્યને નિવારવા કેટલો પુરુષાર્થ કરેલો ? ભગવંત શલ્યમુક્ત થઈ ગયા.
૦ લઘુદૃષ્ટાંત :- પુંડરીક અને કંડરીક બંને ભાઈઓ હતા. સ્થવીર ભગવંતોની ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામી કંડરીકે દીક્ષા લીધી. સામાયિકાદિ અગિયાર અંગના જ્ઞાતા થયા. પછી ઘણાં જ ઉપવાસ, છટ્ઠ આદિ તપશ્ચર્યા કરી, વિચરણ કરવા લાગ્યા. કોઈ દિવસે કંડરીકમુનિ અંતપ્રાંત આહારથી રોગાક્રાન્ત થઈ દાહજ્વર વડે પીડાવા લાગ્યા. કોઈ દિવસે સ્થવીર ભગવંતો સાથે વિહાર કરતા પુંડરીકિણી નગરી પધાર્યા, જ્યાં તેમના ભાઈ પુંડરીક રાજા હતા.
પુંડરીક રાજા ધર્મશ્રવણ કરવા આવ્યા. શ્રવણ કરીને જ્યાં કંડરીક અણગાર હતા ત્યાં પધાર્યા. કંડરીક મુનિને વંદન કર્યું. તેમનું શરીર સર્વ પ્રકારે બાધાયુક્ત અને રોગીષ્ટ જોયું. જોઈને સ્થવીર ભગવંતે પાસે આવીને પુંડરીક રાજાએ કહ્યું, હે ભગવન્ ! હું કંડરીક અણગારની યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, પાનથી પ્રાસુક અને એષણીય ચિકિત્સા કરાવવા ઇચ્છુ છું. તેથી હે ભદંત ! આપ મારી યાનશાળામાં પધારો. સ્થવીર ભગવંતોએ પુંડરીક રાજાની આ વાતને સ્વીકારી. તેઓ કંડરીક મુનિને લઈને યાનશાળામાં પધાર્યા. ત્યાં પ્રાસુક તથા એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક લઈને વિચરવા લાગ્યા. ત્યારે પુંડરીક રાજાએ કંડરીકમુનિને માટે ચિકિત્સકોને બોલાવ્યા. તેમને કંડરીક અણગારની પ્રાસુક એષણીય ઔષધ, ભેષજ, ભોજન-પાન વડે ચિકિત્સા કરો. પછી યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, આહાર, પાન આદિથી ચિકિત્સા વડે કંડરીકની વ્યાધિ
Page #152
--------------------------------------------------------------------------
________________
ઈચ્છકાર સૂત્ર-વિવેચન
૧૫૧
ઉપશાંત થઈ. મનોજ્ઞ એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો આહાર કરતા તેમના રોગાતંક શીઘતયા ઉપશાંત થતા તે હૃષ્ટ, પુષ્ટ, નિરોગી અને બળવાનું શરીરવાળા થયા.
શ્રાવકો આ રીતે સાધુના શરીરની, સંયમની, તપની, સુખશાતાની ચિંતા કરે. આ વાત શ્રાદ્ધવિધિ પ્રકરણમાં “ગુરુવંદનાદિ અધિકારમાં' રત્નશેખર સૂરિજીએ પણ જણાવતા કહ્યું છે કે, તથા પૃચ્છતિ તિન્યનિર્વાહ-યથા...
“પછી શ્રાવક મુનિરાજને સંયમનો નિર્વાહ પૂછે – તે આ પ્રમાણે – હે સ્વામી! આપની સંયમ યાત્રા સુખે વર્તે છે ? આપની રાત્રિ (કે દિવસ) સુખે વીતેલ છે ? આપનું શરીર નિરાબાધ છે ? કોઈ રોગ કે વ્યાધિની પીડા તો નથી ને ? વૈદ્યનું પ્રયોજન છે ? ઔષધ આદિનો ખપ છે ? કંઈ પથ્યાદિની આવશ્યકતા છે ? વગેરે પ્રકારના પ્રશ્નો પૂછે. એવા પ્રશ્નો કરવાથી કર્મની મહાનિર્જરા થાય છે."
પહેલા સાધુઓને વંદના કરી હોય, ત્યારે સામાન્યથી સુંદર રૂ, સુઇતપ, શરીરનિરીવાધ ઇત્યાદિ પ્રશ્નો પૂર્વકનું શાતા-વંદન કર્યું હોય છે. તો પણ વિશેષે કરી અહીં પ્રશ્ન કરવાનું કહ્યું તે પ્રશ્રનું સ્વરૂપ સારી રીતે જણાવવાને માટે છે. તથા પ્રશ્નમાં કહેલા ઉપાયો કરવાને માટે છે એમ જાણવું. તેથી જ સાધુમુનિરાજને પગે લાગીને – પંચાંગ પ્રણામ કરીને પ્રકટ નિમંત્રણ કરવું તે આ રીતે છે–
ઇચ્છકારિ ભગવન્! પસાય કરી, પ્રાસુક અને એષણીય અર્થાત્ નિર્દોષ અને ગ્રહણ કરવા યોગ્ય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ (આહાર) વડે, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદuોંછનક (જોહરણ), પ્રાતિહાર્ય (આવશ્યકતા પુરતી વસ્તુ લઈને ઉપયોગ બાદ પરત કરવા યોગ્ય), પીઠ, ફલક, શય્યા, સંથારો, ઔષધ, ભેષજ આદિમાં જે વસ્તુનો ખપ હોય તેનો સ્વીકાર કરી હે ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરો.
શ્રાદ્ધદિનકૃત્યમાં પણ કહ્યું છે કે – સાધુ મુનિરાજને વંદના કરીને નિમંત્રણા કરવી. પછી અવસરનો યોગ હોય તે પ્રમાણે રોગની ચિકિત્સા કરાવે. ઔષધ આદિ આપો. ઉચિત એવો પથ્ય આહાર વહોરાવે અથવા સાધુ મુનિરાજની અન્ય કંઈ આવશ્યકતા હોય તે પૂર્ણ કરે.
યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં ૮૭માં શ્લોકમાં બારમાં વ્રતના વિવેચન પ્રસંગે શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજે એક સાક્ષી પાઠ આપેલ છે – “તેઓ શ્રમણનિર્ચન્થોને પ્રાસુક અને એષણીય (અચિત્ત અને નિર્દોષ) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, પીઠ, ફલક, શય્યા, સંસ્મારક, ઔષધ અને ભેષજ આદિથી પ્રતિલાભિત કરવા પૂર્વક (દાન કરવા પૂર્વક) તે શ્રાવકો વિચરતા હતા.
આ પાઠ ભગવતીજી સૂત્ર-૧૩૦ આદિ, નાયાધમ્મકહા-૧૫૦, ૧૬૫; ઉપાસકદસા૧૩, આદિ અનેક સ્થાને ઉપરોક્ત પાઠ આગમોમાં જોવા મળે છે.
ઉક્ત સમગ્ર વિવેચનનો સાર :
(૧) શ્રાવક સાધુ-સાધ્વીજીને "ઇચ્છકાર' સૂત્ર થકી માત્ર સુખ શાતાદિ ન પૂછે, પણ પૂણ્યા પછી જો સાધુ-સાધ્વીજીને કંઈક અસુખ કે અશાતા હોય તો તેના
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ નિવારણના ઉપાયો પણ કરે.
(૨) “ભાત-પાણીનો લાભ દેજોજી"નો અર્થ સાધુ મુનિરાજને માત્ર આહાર અને પાણી માટે જ નિમંત્રણા કરવી તેમ નથી. તે સાથે શ્રાદ્ધવિધિ આદિમાં કહ્યા મુજબ બીજી તમામ આવશ્યક વસ્તુ (ઉપકરણ આદિ) માટે નિમંત્રણા કરે.
i વિશેષ કથન :
– થોભ કે મધ્યમ વંદનની વર્તમાનકાળે સ્વીકૃત પરંપરા મુજબ પહેલા બે પંચાંગ પ્રણામ (ખમાસમણ) દઈ પછી આ પાઠ બોલાય છે.
– સુખ સંયમ યાત્રાની પૃચ્છા કરતો શ્રાવક ગુરુમહારાજના મુખને જોઈને તેમની ગ્લાની કે વ્યાધિનું માપ કાઢી લે. કેમકે શ્રાવક હંમેશા લાભનો અર્થી હોય. ગુર મહારાજ તો ધર્મલાભ કે દેવ-ગુરુ પસાય જ બોલે પણ શ્રાવક તો એક જ વાત વિચારે કે ગુરુ મહારાજની સંયમયાત્રા સુખપૂર્વક કઈ રીતે વીતે? તે માટે આવશ્યકતા હોય તો ઉપયોગ પણ રાખે. કેમકે આ રીતે સાધુની સંયમ યાત્રાની ચિંતા તે શ્રાવકને મહાનિર્જરાનું કારણ છે. તેમજ ચારિત્રના ભાવોને આત્મસાત્ કરવા માટેનું ઉચ્ચતમ નિમિત્ત બને છે.
- સાધુ મુનિરાજને પક્ષે કહીએ તો – શ્રાવક દ્વારા આવી નિત્ય શાતા પૃચ્છા અને તે મુજબ ઉપાયો કરવાની વૃત્તિ તથા પ્રવૃત્તિથી સાધુ-સાધ્વીના સંયમમાં નિશ્ચલતા આવે છે. તેઓનું સંયમયાત્રામાં લક્ષ્ય બંધાયેલ રહે છે. તેમજ પરિણામોની સ્થિરતા ટકી રહે છે.
v સૂત્ર-નોંધ :
– આ સૂત્રના આદિમાં “ઇચ્છકાર સુતરાઈ (સુદેવસિ) પદ ગુજરાતી નથી પછી તો આખું સૂત્ર ગુજરાતીમાં છે.
- મુખ્યતાએ આ સૂત્ર મધ્યમવંદન કરતી વેળા તેમજ રાત્રિ પ્રતિક્રમણમાં રાઈ પડિક્કમણ” સ્થાપના પૂર્વે બોલાય છે.
– આ સૂત્રનું સ્પષ્ટ આધાર સ્થાન અમને મળેલ નથી, જે કંઈ સંબંધિત પાઠો મળ્યા તે વિવેચનમાં આપેલ છે.
- સૂત્રના ઉચ્ચારણમાં “ઇચ્છકાર” શબ્દમાં જોડાક્ષરનો ચું છે તે બોલતી વેળા ઉડી જતો જોવા મળે છે. ત્યાં શુદ્ધ ઉચ્ચારનું ધ્યાન રાખવું બીજું આ આખું સૂત્ર પ્રશ્ન સ્વરૂપે હોવાથી પ્રશ્ન પૂછતા હોઈએ તેમ છૂટું પાડીને બોલવું.
Page #154
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહી - સૂત્ર
૧૫૩
સૂત્ર-૫,
ઇરિયાવહી-સૂત્ર
ઐર્યાપથિકી-સૂત્ર
પ સૂત્ર-વિષય :- જતાં કે આવતાં (ચાલતા-ચાલતા) એકેન્દ્રિય આદિ પાંચ પ્રકારના જીવોને પગે લાગવો આદિ કોઈપણ પ્રકારે દુઃખ પહોંચાડાયું હોય તે સર્વે ભૂલ (પાપ)ની આ સૂત્ર વડે માફી માંગવામાં આવે છે.
– આ સૂત્ર લઘુપ્રતિક્રમણ સૂત્રરૂપ પણ ગણાય છે. | સૂત્ર-મૂળ :ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છે, ઇચ્છામિ પડિક્કમિઉં ૧! ઇરિયાવડિયાએ, વિરાણાએ મુરા ગમણાગમણે 13 પાણક્કમસે, બીટક્કમણ, હરિયÆમણે, ઓસા-ઉનિંગ-૫ણગદગ-મટ્ટી-મકડા-સંતાણા-સંકમe l૪| જે મે જીવા વિરાહિંયા પિ એબિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિદિયા, પંચિંદિયા II અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘફિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડં. l૭ી v સૂત્ર-અર્થ :
હે ભગવન્! (પૂજ્ય !) સ્વેચ્છાથી (ઇચ્છાએ કરીને) ઇર્યાપથિકી પ્રતિક્રમણ કરવાની (ચાલતાં પાપ-દોષ લાગ્યા હોય તેનાથી પાછો વળવાની) મને આજ્ઞા આપો.
(ગુરુ પ્રત્યુત્તરમાં કહે– ‘ડિશ્નમેદ - પ્રતિક્રમણ કરો. ત્યારે શિષ્ય કહે-) હું ઇચ્છું છું (અર્થાત્ આપની આજ્ઞા સ્વીકારું છું.) હવે હું (રસ્તે ચાલતા થયેલ જીવ વિરાધનાનું પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું.
માર્ગમાં ચાલતા (જતા-આવતા) પ્રાણી-ત્રસજીવ ચંપાતા, બીજ ચંપાતા, લીલી વનસ્પતિ ચંપાતા, ઝાકળ, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી તથા કરોળીયા જાળા (આમાંની કંઈપણ) ચંપાતા-કચડાતા જે કાંઈ વિરાધના થઈ હોય,
(જતાં આવતા) મારા વડે જે કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને / અથવા પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય;
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
(આ વિરાધના કઈ રીતે થઈ હોય ? તે જણાવાતા આગળ કહે છે)
મારા વડે (એ જીવો) ઠોકર મરાયા હોય, ધૂળ વડે ઢંકાયા હોય, ભૂમિ સાથે ઘસાયા હોય, એકબીજાને ભેગા કરાયા હોય (શરીરો અફળાવાયા હોય), થોડાં સ્પર્શાયા હોય, કષ્ટ ઉપજાવાયુ હોય, ખેદ પમાડયા હોય, ત્રાસ પમાડાયા હોય, એક સ્થાનેથી બીજે સ્થાને ફેરવાયા હોય કે જીવિતથી (પ્રાણથી) છુટા કરાયા હોય.
(ઉક્ત વિરાધના સંબંધી) મારું સઘળું દુષ્કૃત્ (પાપ) મિથ્યા થાઓ.
- શજ્ઞાન :ઇચ્છાકારેણ - ઇચ્છાએ કરી,સ્વઇચ્છાથી ભગવદ્ - હે ભગવંત ! હે પૂજ્યાં સંદિસહ - આજ્ઞા આપો
ઇરિયાવહિયં - ઇર્યાપથમાં,માર્ગે ચાલતા પડિક્કમામિ - હું પાછો વળું છું ઇચ્છે - હું ઇચ્છું છું, સ્વીકાર કરું છું ઇચ્છામિ - હું ઇચ્છું છું
પડિક્કમિઉ - પ્રતિક્રમણ કરવાને ઇરિયાવહિયાએ – માર્ગમાં ચાલતા વિરાણાએ - વિરાધના થવાથી ગમણાગમણે - જતાં-આવતાં પાણક્કમણે - પ્રાણી(ત્રસજીવ) ચંપાતા બીયઠ્ઠમણે - બીજ ચંપાતા
હરિયÆમણે - લીલી વનસ્પતિ ચંપાતા ઓસા - ઝાકળબિંદુ
ઉનિંગ - કીડીના દર, કીડિયારું પણગ - સેવાળ દગ - કાચું પાણી
મટ્ટી - માટી મકડા સંતાણા - કરોળિયાના જાળા સંકમણે - ચંપાતા, કચડાતા જે મે - જે કોઈ - મારા વડે જીવા - (એકેન્દ્રિયાદિ) જીવો વિરાડિયા - વિરાધ્યા હોય
એગિંદિયા - એક ઇન્દ્રિયવાળા બેઇંદિયા - બે ઇન્દ્રિયોવાળા તેઇંદિયા - ત્રણ ઇન્દ્રિયવાળા ચઉરિંદિયા - ચાર ઇન્દ્રિયવાળા પંચિંદિયા - પાંચ ઇન્દ્રિયવાળા અભિયા - ઠોકર મરાયા હોય વત્તિયા - ધૂળ વડે ઢંકાયા હોય લેસિયા - ભૂમિ સાથે ઘસાયા હોય સંઘાઇયા - ભેગા કરાયા હોય સંઘટિયા - સ્પર્શ કરાયા હોય પરિયાવિયા - કષ્ટ ઉપજાવાયું હોય કિલામિયા - ખેદ પમાડયો હોય ઉદવિયા - ત્રાસ પમાડાયો હોય ઠાણાઓઠાણ - એક સ્થાનથી બીજે સ્થાને સંકામિયા – મૂકાયા હોય
જીવિયાઓ - જીવિતથી (પ્રાણથી) વવરોવિયા - છુટા કરાયા હોય તસ્સ - તે (વિરાધનાનું).
મિચ્છા - મિથ્યા થાઓ મિ - મારું
દુક્કડ - કુકૃત, પાપ | વિવેચન :- આ એક લઘુપ્રતિક્રમણ સંબંધી સૂત્ર છે. નાનામાં નાની જીવ વિરાધનાને પણ દુષ્કૃત્ય સમજવું અને તે માટે દિલગીર થઈ, આવા પ્રકારના પાપકાર્યથી પાછા ફરવા માટે દઢ થવું તે આ સૂત્રનું હાર્દ છે.
• ઇચ્છાકારેણ :- સ્વ ઇચ્છાથી, સ્વકીય અભિલાષથી, સ્વાભિપ્રાયથી - ઇચ્છાકાર - ઇચ્છાનું કરણ તે ઇચ્છાકાર. જે કાર્ય પોતાની ઇચ્છા, અભિલાષા, મરજીથી થયું હોય તે “ઇચ્છાકાર' કહેવાય “ઇચ્છાકારેણ"એટલે નિજ ઇચ્છાથી, આત્મ
Page #156
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહી સૂત્ર - વિવેચન
૧૫૫
ઇચ્છાથી, સ્વાભિપ્રાયથી એવા અર્થમાં સમજવું. આ શબ્દનું રહસ્ય એ છે કે, શિષ્ય અથવા શ્રાવક જે ગુરુ ભગવંત પાસે આજ્ઞા માંગી રહેલ છે, તે પૂજ્યશ્રીની પોતાની ઇચ્છાથી આજ્ઞા આપે તેવું નિર્દિષ્ટ કરે છે. કોઈ બળજબરી, દબાણ, શેહ-શરમથી કે તે પૂજ્યશ્રીની આવી આજ્ઞા આપવાની કોઈ જવાબદારી છે તેમ સમજીને નહીં.
૦ સંદિસહ :- આજ્ઞા આપો, આદેશ આપો. જે ગુરુ ભગવંતને સંબોધન કરાયું હોય, તેમને નમ્રતાથી કે વિનંતી સ્વરે આજ્ઞા આપવા માટે કહે.
• ભગવત્ :- ભગવન્! એટલે કે હે ભગવન્! હે પૂજ્ય ! હે ગુરુદેવ! અહીં જે ભગવદ્ શબ્દ વપરાયેલ છે, તે શબ્દાર્થથી ભગવંત અર્થમાં ગ્રહણ કરાય છે, ક્રિયા કરવા માટેના રહસ્યાર્થરૂપે તે ગુરુ ભગવંત કે પૂજ્યવાચીતા અર્થ ધરાવે છે.
મા થી યુક્ત હોય તે ભગવાન્ કહેવાય. “મા' એટલે ઐશ્વર્યાદિ ગુણો. આ મ શબ્દથી વિવિધ અર્થોનું પ્રતિપાદન કરાયેલ છે. તે આ પ્રમાણે :- (૧) સમગ્ર ઐશ્વર્ય, (૨) સમગ્ર રૂપ, (૩) સમગ્ર ય, (૪) સમગ્ર શ્રી, (૫) સમગ્ર ધર્મ, (૬) સમગ્ર પ્રયત્ન પન્નવણા સૂત્ર-૨ની વૃત્તિ મુજબ
ઐશ્વર્યસ્ય સમગ્રસ્ટ, રૂપસ્ય યશસઃ શ્રિય
ધર્મસ્યાથ પ્રયત્નસ્ય, ષણાં ભગ ઇતીકના. ભગવાન્ શબ્દનો અર્થ સમગ્ર ઐશ્વર્યવાળા, રૂપવાળા, યશવાળા, શ્રીવાળા, ધર્મવાળા અને પ્રયત્નવાળા એવા છ એ ગુણોએ કરીને સહિત પૂજ્ય કે મહાપુરુષ થાય છે. આવા જ ગુણો મહાનતાના સૂચક છે, તેમજ આવી મહાનતાથી તેઓ લોકમાં પૂજ્ય બને છે માટે પૂજ્ય કહેવાય છે.
(“ભગ" શબ્દ સૂર્ય યોનિ ઇત્યાદિ દશ અર્થોમાં પણ જોવા મળેલ છે. પણ અહીં ઉક્ત છ ગુણોની વ્યાખ્યા પન્નવણા, જીવાજીવાભિગમ, નંદીસૂત્ર ઇત્યાદિ આગમોમાં હોવાથી છ ગુણવાળો અર્થ જ લીધેલ છે.)
૦ વિશેષ માહિતી માટે “નમુત્યુ” સૂત્ર-૧૩ જોવું.
• ઇરિયાવહિયં - ઐર્યાપથિકી ક્રિયાને જવા-આવવાની ક્રિયા સંબંધી. (આ શબ્દનો અર્થ વિસ્તારથી આ સૂત્રમાં જ આગળ આપેલ છે.)
• પરિક્રમામિ :- હું પ્રતિક્રમણ કરું, પાછો ફરું, અકું, નિવત્ (આ શબ્દનો અર્થ આ જ સૂત્રમાં આગળ આપેલ છે)
આટલે સુધી આ સૂત્રમાં આજ્ઞા પ્રાપ્તિ માટેની વિજ્ઞપ્તિ કરાયેલ છે. જેમાં મુખ્ય બે વાક્યનો સંબંધ જોડેલો છે. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!” અને “ઇરિયાવહિય પડિક્કમામિ.' ગમનાગમન સંબંધી વિરાધનાનું પ્રતિક્રમણ શિષ્ય કે શ્રાવકને કરવું છે. પણ આ ક્રિયા તેણે પોતાની ઇચ્છાથી કે મરજી મુજબ કરવાની નથી. આ પ્રતિક્રમણ ક્રિયા કરવા માટે તેણે ગુરુ ભગવંતની આજ્ઞા માંગવાની છે. ગુરુ ભગવંત આજ્ઞા આપે પછી આ ક્રિયા આરંભવાની છે.
જ્યારે શ્રાવક/શિષ્ય આ પ્રમાણે આજ્ઞા માંગે ત્યારે ગુરુ ભગવંત પોતાની ઇચ્છાનુસાર આજ્ઞા આપે ત્યારે એમ બોલે કે, “ડિમેદ” અર્થાત્ “પ્રતિક્રમણ કરો”
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ ત્યારપછી શ્રાવક કે શિષ્ય “ઇચ્છે” એમ કહી મૂળ સૂત્ર બોલે, પછી ઇરિયાપથ પ્રતિક્રમવામાં આવે છે. અલબત સૂત્રમાં ક્યાંય “ડર” શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. પણ ગુરુ ભગવંત આદેશ આપતા “ડિશ્નમેટું બોલે છે. માટે અહીં સૂત્રના વિવેચનમાં આ શબ્દનો ઉલ્લેખ કરેલ છે.
(નોધ:- આવશ્યક સૂત્રમાં પ્રતિક્રમણ નામક ચોથા અધ્યયનમાં આ સોળમું સૂત્ર છે. પણ ત્યાં આ પ્રકારે આજ્ઞા માંગતા શબ્દોનો ઉલ્લેખ નથી. ત્યાં સીધું જ “ઇચ્છામિ પડિકમિઉથી જ સૂત્ર શરૂ થાય છે. તેથી વશ્યસૂત્ર ની નિર્યુક્તિ, ચૂર્ણિ કે વૃત્તિમાં આ આજ્ઞાયાચનાની કોઈ વ્યાખ્યા મળતી નથી. યોગશાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ નથી. પરંતુ પ્રતિક્રમણ સૂત્રમાં તેનો ઉલ્લેખ હોવાથી ઉક્ત વિવેચન નોંધેલ છે)
• લઘુદષ્ટાંત :- ઇરિયાવહી સૂત્ર યાદ કરતા જ અતિમુક્ત મુનિનો પ્રસંગ નજરે તરવરે છે. એક ઇરિયાવડી પ્રતિક્રમણ પણ જીવને મોક્ષ આપવા કઈ રીતે સમર્થ બને તે વાતનું આ દૃષ્ટાંત છે.
પોલાસપુર નામે નગર હતું ત્યાં વિજય રાજા અને શ્રીદેવી રાણી હતા. તેમને અતિમુક્ત નામે પુત્ર હતો. છ વર્ષની ઉમરે આ રાજકુમારે ગૌતમસ્વામીને ગૌચરી માટે નીકળેલા જોયા. અતિમુક્તકુમાર તેમની સાથે ચાલ્યા ભિક્ષા, (ગૌચરી) અપાવવા સાથે નીકળ્યા. ભગવંતની વાણીથી તે બાળક વૈરાગ્ય પામ્યો. માતાપિતા પાસે દીક્ષા લેવા માટે અનુમતિ માંગી. નાના બાળકને તેના માતાપિતા સાથે સુંદર સંવાદ થયો. માતાપિતાને તેણે ચારિત્રની મહત્તા સમજાવી. પછી દીક્ષા લીધી.
કોઈ વખતે થંડીલ જતા અતિમુક્તમુનિએ રસ્તામાં વરસાદના પાણીથી ભરેલ ખાડા જોયા. નાના બાળકો ત્યાં ખાખરાના પાનના નાવડા બનાવી તરાવી રહ્યા હતા. અતિમુક્તમુનિએ પણ પોતાનું પાત્ર પાણીમાં તરવા મૂક્યું. સાથે રહેલા સ્થવરમુનિએ તે બાલમુનિને આમ ન કરવા સમજાવ્યું. મહાવીરસ્વામીને ફરીયાદ કરી કે આ બાળક જીવરક્ષા વિશે કશું જાણતા નથી ત્યારે ભગવંતે કહ્યું કે, આ બાળમુનિ તમારી પહેલા કેવળજ્ઞાન પામવાના છે. માટે તેમને સારી રીતે સાચવજો.ત્યારપછી અતિમુક્તમુનિ ભણતાં ભણતાં અગીયાર અંગના જ્ઞાતા થયા. પૂર્વે પાત્રને કાચા પાણીમાં તરાવેલ તે ક્રિયાનું સ્મરણ થયું તે વખતે ઇરિયાપથ પ્રતિક્રમતા “દગ-મટ્ટી આદિ શબ્દો બોલતા સચિત્ત પાણી આદિની થયેલ વિરાધના વિષયક ચિંતન કરતા તેના મનમાં ઘણી જ
ગ્લાની થઈ. તે વિરાધનાનું ભાવથી પ્રતિક્રમણ કર્યું તે વખતે વિશુદ્ધ અધ્યવસાયો અને શુક્લ ધ્યાનના બળે અતિમુક્તમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
માત્ર ઇરિયાવહીતેના કેવળજ્ઞાન માટે નિમિત્ત બની ગઈ.
(જો કે દરિયાપથ પ્રતિક્રમણમાં ઇરિયાવહી સૂત્ર સાથે તસ્સ ઉત્તરી, અન્નત્થ૦ અને લોગસ્સ સૂત્ર પણ સમગ્ર પ્રતિક્રમણ ક્રિયાનો ભાગ જ છે. પણ તે ત્રણે સૂત્રોની વિચારણા હવે પછીના સૂત્ર-૬, ૭, ૮ના વિવેચનમાં કરવાની છે.)
• મૂળ સૂત્ર વિવેચના :ઇરિયાવહી સૂત્રની હવે વિવેચના કરવાની છે. તેમાં મુખ્ય વિભાગો આ પ્રમાણે
Page #158
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહી સૂત્ર - વિવેચન
૧૫૭
છે – (૧) ઇચ્છા નિવેદન, (૨) વિરાધનામાં કરેલ સંક્રમણ, (૩) જેની વિરાધના કરી તે જીવોના ભેદ, (૪) વિરાધનાના દશ પ્રકાર, (૫) વિરાધના સંબંધી ભૂલની માફી માંગવી.
(ઇચ્છે – જ્યારે શ્રાવક કે શિષ્ય આજ્ઞા માંગે અને ગુરુ ભગવંત તેને પડિક્કમેડ' કહીને આજ્ઞા આપે ત્યારે શિષ્ય/શ્રાવક “ઇચ્છે” કહીને તે આજ્ઞાનો સ્વીકાર કરે છે. “હું આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું.” ક્રિયા કરનારે આજ્ઞા માંગતી વેળાએ પોતાની ઇચ્છા પ્રગટ કરેલી જ છે. પણ વિશેષ વિનય પ્રદર્શિત કરવાને માટે “ઇચ્છે” શબ્દ કહેલ છે. આ શબ્દ કહ્યા પછી તે ઇર્યાપથ પ્રતિક્રમણ ક્રિયામાં પ્રવેશ કરે છે. ‘ઇચ્છ' શબ્દ “ઇચ્છામિનું જ રૂપાંતર છે. યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં જણાવે છે કે, ઇચ્છ” શબ્દથી હું ઇચ્છું છું એ ભગવદ્ વચનને “એવો અર્થ જાણવો. અહીં વ્યાકરણના નિયમથી ઇચ્છામિના “રૂ” પ્રત્યયનો લોપ થઈને ઇચ્છે બનેલ છે.)
• ઇચ્છામિ પડિક્કમિઉ - હું પ્રતિક્રમવાને ઇચ્છું છું. હું ઇચ્છું છું – અભિલાષા કરું છું. પણ શેની ?
પ્રતિક્રમણ કરવાની પ્રતિક્રમવાની, નિવર્તવાની, અટકવાની. તેમાં પ્રતિ એટલે પાછું, મા એટલે જવું થાય છે. પ્રતિક્રમણ અર્થાત્ જ્યાંથી નીકળ્યા હોઈએ તે
સ્થાને પાછા જવાની ક્રિયા, પાપથી પાછા ફરવું અથવા લાગેલા પાપથી શુદ્ધ થવું તે. આવશ્યકવૃત્તિમાં આપેલા સાક્ષીપાઠમાં પ્રતિક્રમણ શબ્દનો અર્થ કરતા જણાવેલ છે
“પ્રમાદને વશ થઈને સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલો આત્મા ફરી તે જ મૂળસ્થાને જવાની ક્રિયા કરે તે પ્રતિક્રમણ કહેવાય
જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સ્વધર્મ એ આત્માનું સ્વસ્થાન છે અને તેમાંથી વિચલિત થવું અથવા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન વગેરે અઢાર પાપસ્થાનકોનું સેવન એ પરસ્થાન છે. પ્રમાદના વશથી (મિથ્યાત્વ, કષાય, અવિરતિ અને પ્રમાદથી) આત્મા આ પરસ્થાનમાં જાય છે, જે ક્ષણે આત્માને ભાન થાય કે હું માર્ગ ભૂલ્યો છું. મારે ઘેર જવાને બદલે હું પારકાને ઘેર ગયો છું. ત્યારે ફરી મૂળ સ્થાને જવાની જે પ્રવૃત્તિ અર્થાત્ દૂષિત થયેલા આત્માને શુદ્ધ કરીને પુનઃ તેના મૂળ સ્વરૂપમાં લાવવો તે પ્રતિક્રમણ કહેવાય છે.
પ્રતિક્રમણ શબ્દ આ સૂત્રમાં ભલે ફક્ત “ઇર્યાપથ વિરાધના” માટે વપરાયેલો હોય, પણ તે પ્રતિક્રમણ સંબંધી સૂત્રોમાં બીજા-બીજા હેતુથી પણ પ્રયોજાયેલો જોવા મળે છે. જેમકે – સૂત્ર-૯ વનિ મંતે માં સાવદ્યયોગ માટે પરિશ્રમ શબ્દથી જોવા મળે છે. એ જ રીતે સૂત્ર-૨૬ પ્રતિક્રમણ સ્થાપના સૂત્રમાં પશ્ચિમ શબ્દથી, સૂત્ર૨૯માં આશાતના શબ્દ માટે પંડિમાન શબ્દથી, સૂત્ર-૩૪માં અતિચાર આલોચના માટે, વંદિત્ત સૂત્ર-૩પમાં વ્રત-અતિચાર માટે અઢાર વખત પડમામિ શબ્દ પ્રયોગ, સૂત્ર-૫૦ મન્નડ જિણાણમાં છબ્રિડ આવસ્મયમ્મિ અંતર્ગત્ એમ અનેક સ્થાને જુદા જુદા સંદર્ભમાં પ્રયોજાયેલો જોવા મળે છે. વળી આ શબ્દ ચોથા આવશ્યક રૂપે અને ઉભયકાલ કરાતી ક્રિયાના સંદર્ભમાં પણ વપરાયો છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં ઇરિયાવડિ સૂત્રના અર્થમાં પણ આ વાતને જણાવતા લખ્યું છે કે, “ઈર્યાપથ એટલે ધ્યાન, મૌનવ્રત વગેરે સાધુનું આચરણ” તેમાં કંઈપણ ત્રુટિ કે વિરાધના થઈ હોય તો તેને ઈર્યાપથ વિરાધના કહે છે. તેથી માત્ર ગમનાગમન સંબંધી જ નહીં પણ આવી કોઈપણ આચાર-ત્રુટિ રૂપ વિરાધના માટે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી અહીં પ્રતિક્રમણ શબ્દનો અર્થ વિસ્તારથી જણાવેલ છે.
સ્થાનાંગ સૂત્ર વૃત્તિ – શુભયોગમાંથી અશુભયોગમાં ગયેલા આત્માનું પુનઃ શુભયોગમાં જવું તે પ્રતિક્રમણ છે.
આવશ્યક સૂત્ર વૃત્તિ – અપરાધ સ્થાનેથી ગુણ સ્થાનોમાં પાછું ફરવું તેને પ્રતિક્રમણ કહે છે.
વ્યવહાર સૂત્ર વૃત્તિ – દોષથી પાછા ફરીને તેમ ન કરવાના નિશ્ચય સાથે “મિથ્યાદુષ્કર્મ આપવું તે પ્રતિક્રમણ.
આ પ્રતિક્રમણની ક્રિયા એક પ્રકારનું આત્મ નિરીક્ષણ, જીવનનું પર્યાલોચન કે ભાવશુદ્ધિ માટેની ક્રિયા છે. તેમાં સર્વ પ્રથમ વ્યતીત સમય કે જીવનનું અવલોકન કે નિરીક્ષણ કરવામાં આવે છે. તેમાં થયેલી ભૂલોની વિચારણા કરાય છે. તે ભૂલો માટે દિલગીર થઈને હાર્દિક પશ્ચાત્તાપ કરાય છે. ફરી તે ભૂલો ન કરવાનો નિર્ણય કરીને ભાવોની શુદ્ધિ કરવામાં આવે છે.
આ જ વાત પ્રસ્તુત સૂત્ર “ઇર્યાપથ પ્રતિક્રમણ" માટે વિચારતા ગમનાગમનની ક્રિયા દરમિયાન થયેલ જીવ વિરાધના કે (યોગશાસ્ત્ર પ્રકાશ-૩ ઇરિયાવહી સૂત્રના અર્થ મુજબ) સાધુ આચરણ સંબંધી કોઈ ત્રુટિ કે વિરાધના માટે પશ્ચાત્તાપ કરી, તે સંબંધમાં ફરી વિશેષ યતના પૂર્વક વર્તવાનો નિર્ણય તે પ્રતિક્રમણ - એમ સમજવું
(પ્રતિક્રમણ શબ્દ સંબંધી વિશેષ વિચારણા “વંદિત્ત સૂત્ર”થી જોવી.)
આ પ્રતિક્રમણ વડિલમUT શબ્દ આ સૂત્રમાં ક્રિયાપદ તથા કૃદંત બે પ્રકારે જોવા મળેલ છે. પ્રથમ આજ્ઞા-યાચનામાં પડિમામિ શબ્દથી અને પછી સૂત્રના આરંભે પશ્ચિમિ શબ્દથી.
• ઇરિયાવહિયાએ વિરાણાએ :- ઐર્યાપથિકી ક્રિયા દરમિયાન થયેલી વિરાધનાથી, ઐર્યાપથિકી ક્રિયા સંબંધી લાગેલા અતિચારથી.
-૦- ઇરિયાવડિય - ઐર્યાપથિકી ક્રિયા, ગમનાગમન ક્રિયા.
અહીં ઈર્યા શબ્દનો અર્થ છે “જવું'. તેની મુખ્યતાવાળો જે માર્ગ તેને ઈર્યાપથ કહે છે. તે સંબંધી જે ક્રિયા તે ઇર્યાપથિકી ક્રિયા કહેવાય. એટલે કે (યોગશાસ્ત્ર પ્રકાશ-૩ મુજબ–) જવા આવવાની ક્રિયા તે ઇર્યાપથ સંબંધી ક્રિયા કહેવાય છે. (જોકે યોગશાસ્ત્રમાં આ અર્થનો વિસ્તાર કરતા જણાવે છે કે–) જો ઈર્યાપથ શબ્દનો અર્થ માત્ર જવું-આવવું એટલો જ સ્વીકારવામાં આવે તો નિદ્રામાંથી જાગ્યા પછી, લોચ કર્યા પછી કે અન્ય અનેક કારણે જે ઇરિયાવહી કરવાનું કહેલ છે તે વાત સાબિત થઈ શકશે નહીં.
Page #160
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહી સૂઝ-વિવેચન
૧૫૯
તેથી બીજા પ્રકારે પણ ઈર્યાપથની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, ઈર્યાપથ એટલે “સાધુનો આચાર''. એ આચરણને અંગે નદી પાર ઉતરવી, નિદ્રામાંથી ઉઠવું, પ્રતિલેખનાદિકમાં કાજો લેવો ઇત્યાદિ અનેક કારણોથી સાધુ આચારમાં જે ત્રુટિ આવે. તેના કારણે વિરાધના થાય છે. તે સર્વ સાધુ-આચારને પણ ઈર્યાપથ કહ્યો છે. -૦- વિરાહણાએ વિરાધનાથી. તે સંબંધી લાગેલા અતિચારથી.
-
વિરાધના શબ્દના વિવિધ અર્થો આગમોમાં જોવા મળે છે. તેમાં આવશ્યક સૂત્ર-વૃત્તિકારે ઇરિયાવહી સૂત્રમાં વિરાધના શબ્દનો અર્થ કર્યો છે—' જેના વડે પ્રાણીઓ દુઃખમાં મૂકાય, તે વિરાધના (ક્રિયા), ત્યાં વૃત્તિકાર આગળ જણાવે છે કે, આ વિરાધના થકી લાગેલા જે અતિચાર એમ વાક્ય અહીં વિરાધના શબ્દથી સમજી લેવું.
વિરાધના બે પ્રકારે જાણવી – (૧) આરાધનાના અભાવ રૂપ (૨) આરાધનામાં ક્ષતિ કે ત્રુટિ રૂપ. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગની ઉપાસના કરવી તે અથવા સંયમ માર્ગનું યથાસૂત્ર, યથાવિધિ પાલન કરવું તેને આરાધના કહે છે. આ પ્રકારે આરાધના જેટલે અંશે ન થાય તેને વિરાધના કહે છે અથવા તો વિકૃત થયેલી આરાધનાને અર્થાત્ ક્ષતિ કે ભૂલ કે ત્રુટિ જેમાં રહી હોય તે આરાધનાને પણ વિરાધના કહેવાય છે. આ વિરાધના શાસ્ત્રીય રીતે ચાર પ્રકારે વિચારાય છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર.
આરાધનાના ભંગ કે વિરાધના માટે કોઈ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે, તે અતિક્રમ કહેવાય. વિરાધના માટેની તૈયારી તે વ્યતિક્રમ કહેવાય. જેમાં કંઈક અંશે દોષનું સેવન થાય તે અતિચાર કહેવાય અને જેમાં સંપૂર્ણપણે ભંગ થાય અથવા આરાધના રહે જ નહીં તે અનાચાર કહેવાય.
૦ યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં જણાવે છે કે સાધુઓના આચારનું ઉલ્લંઘન એટલે કે પ્રાણીઓના પ્રાણનો વિયોગ કરવો, અસત્યભાષણ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ ઇત્યાદિમાં પ્રાણાતિપાતનું પાપ સર્વથી મોટું ગણાય છે. બાકીના પાપસ્થાનકો તો તેમાં આડકતરી રીતે સમાઈ જાય છે. તેથી આ સૂત્રમાં પ્રાણાતિપાત વિરાધના સંબંધી વિસ્તારથી જણાવેલો છે. આગળ કયા કારણોથી વિરાધના થાય તે જણાવે છે— ગમણાગમણે :- ગમન અને આગમનમાં, જવા અને આવવામાં.
પ્રયોજન હોય ત્યારે જવું અને તે પૂર્ણ થયે પાછા આવવું. આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે જવા આવવાની ક્રિયા દરમ્યાન થયેલ વિરાધનાના વિષયને સ્પષ્ટતયા સમજાવવા. આ શબ્દનો પ્રયોગ કરાયેલ છે. ગમન અને આગમન એ એક સમાન ભાવ છે. તેમાં થયેલ વિરાધનાજન્ય અતિચાર તે “ગમનાગમન'. તેમાં સ્વાધ્યાય આદિ નિમિત્તે (સ્વાધ્યાય, ગૌચરી, સ્પંડિલ, જિનદર્શન ઇત્યાદિ) વસતિ-સ્વસ્થાનથી બહાર જવું અને જે કાર્ય અર્થે બહાર ગયેલા હોઈએ તે કાર્ય કે હેતુ પૂર્ણ થાય ત્યારે વસતિમાં પાછા આવી જવું તે ગમનાગમન
અહીં ઇરિયાવહિ અને ગમનાગમન શબ્દો સમાનાર્થી લાગતા હોવા છતાં તે સૂત્રમાં મૂકાયા છે તે હેતુપૂર્વક છે. કેમકે પ્રથમ “ઇર્યાપથ વિરાધના' મૂક્યું તે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
ઇચ્છાનિવેદન રૂપ છે. જ્યારે પછી ગમનાગમન શબ્દ મૂક્યો તે વિરાધના કઈ રીતે થાય તે જણાવવા માટેનો આરંભિક શબ્દ છે. તેથી અહીં પ્રશ્ન થાય કે આ ગમનાગમનમાં વિરાધના કયા કારણોથી થાય છે ? કે જેથી મામલે આરંભિક શબ્દ મૂકી, ત્યાં અટકીને આગળ બોલે છે. (અર્થાત્ સમUTI TV શબ્દ પાસે સંપદા કેમ છે ?)
ગમનાગમનથી થતા અતિચાર કઈ રીતે થાય તે જણાવવા માટેપાણક્કમણે ઇત્યાદિ :
• પાણકમણે – પ્રાણીઓ પર આક્રમણ થયું હોય કે પ્રાણીઓ પગ વડે ચંપાયા હોય. અહીં બે શબ્દો છે, પ્રાણી અને આક્રમણ.
પ્રાણના દશ ભેદ કહ્યા છે. આ દશ કે તેમાંના કોઈ પ્રાણ જેમનામાં વિદ્યમાન હોય તેને પ્રાણી કહેવાય છે. આ દશ પ્રાણ કયા કયા ? પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાય એ ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ, જઘન્ય વિકાસવાળા પ્રાણીને ચાર પ્રાણ હોય છે. જેમકે એકેન્દ્રિયજીવ. તેને સ્પર્શનેન્દ્રિય, કાયબળ અને આયુષ્ય તથા શ્વાસોચ્છવાસ હોય. જ્યારે ઉત્કૃષ્ટ વિકસિત પંચેન્દ્રિય પ્રાણીને દશે બળ હોય.
અહીં સૂત્રમાં આ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ રીતે થયો છે. તેથી આવશ્યક વૃત્તિકાર અને યોગશાસ્ત્ર રચયિતા આદિ જણાવે છે કે – બેઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્તના સર્વે ત્રસ જીવોને પ્રાણી કહેવાય છે.
આ પ્રાણી પર થયેલ આક્રમણ. અર્થાત્ પગ વડે તેમને પીડા પહોંચવી કે પગ વડે ચંપાવા તે. (સંબંધી જે વિરાધના થાય તે.)
• બીયક્રમe :- બીજ પર આક્રમણ થવું, બીયાં ચંપાવા તે.
અહીં બીજ શબ્દનો સામાન્ય અર્થ બીયાં થાય છે. પણ યોગશાસ્ત્ર પ્રકાશ-૩ માં બીજનો અર્થ સર્વ સ્થાવર એકેન્દ્રિયો કરેલ છે.
• હરિયક્કમe :- લીલી વનસ્પતિને ચાંપતા. સર્વ પ્રકારની વનસ્પતિ તે હરિતકાય તેમાંનો કોઈ જીવ પગ વડે ચાંપતા કે દબાતા થયેલ વિરાધના.
• ઓસા, ઉસિંગ, પણગ, દગમટ્ટી, મકડાસંતાણા, સંકમણે – ૦ મોસા - ઓસ, ઝાકળ, પ્રભાતે પડેલા સૂક્ષ્મ જલકણ વિશેષ.
૦ ઉત્તિ - ભૂમિમાં ગોળ છિદ્ર પાડનાર ગર્દભ આકારના જીવો, ગધેયા અથવા કીડીઓનાં દર એવો બીજો અર્થ પણ જાણવો.
૦ પI - લીલફૂગ, ફૂગી, સેવાળ, પંચરંગી અંકુરિત અને અનંકુરિત સાધારણ વનસ્પતિ
૦ મિટ્ટી - કીચડ, ઢીલો કાદવ અથવા તે એટલે સચિત્ત પાણી અને નટ્ટી એટલે પૃથ્વીકાય કે (સચિત્ત) માટી
૦ મધas-સંતા - કરોળિયાના-જાળા.
૦ સંમો - સંક્રમણ કર્યું હોય, ઉપર ચાલતા દબાયા હોય એ રીતે ઓસ, ઉસિંગ, પણ, દગ, મહી, મક્કડા સંતાણાની વિરાધના થઈ હોય
સંક્રમણનો સામાન્ય અર્થ તો આવશ્યક વૃત્તિમાં આક્રમણ જ કર્યો છે. પણ
Page #162
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહી સૂત્ર-વિવેચન
૧૬૧
વિશેષથી વિચારતા સંગ્રામ ક્રિયાપદ સ્થાન, સ્થિતિ કે સ્વરૂપના પરિવર્તનને દર્શાવે છે. જેથી કોઈ જીવ પરથી પસાર થતા કે ઓળંગતા તેના સ્થાન, સ્થિતિ કે સ્વરૂપમાં પરિવર્તન આવે તેને સંક્રમણ કહે છે.
આ રીતે અહીં પ્રાણી શબ્દથી ત્રસ જીવો અને બીજ, હરિત, ઓસ આદિ શબ્દોથી વિવિધ સ્થાવર જીવોને જણાવ્યા. પણ આવા કેટલા ભેદોની નામથી કરવી? તેથી સૂત્રમાં આગળ કહી દીધું ને બે નવા વિહિયા.
ને જે નવા વિરદિયા – જે કોઈ જીવ ને મેં દુઃખ પમાડ્યું હોય. આ વાક્યનો અર્થ શબ્દોનો ક્રમ ફેરવીને થાય છે. નૈ નવા અને મે વિદિગ્યા. જે જીવા - જે સર્વે કોઈ પ્રાણીઓ “જીવ” શબ્દનો સામાન્ય અર્થ “જે જીવે છે તે જીવ અર્થાત્ શરીરથી ભિન્ન ચૈતન્યગુણવાળો આત્મા થાય છે. તે જીવનશક્તિ ધારણ કરે છે માટે તેને જીવ કહેવાય છે. જીવનવાળો, જીવતો કે જીવશે તે જીવ જેનું મુખ્ય લક્ષણ ઉપયોગ છે તે જીવ. ઉપચારથી જીવંત શરીરને પણ જીવ કહ્યો છે. કેમકે જીવનક્રિયા તેના વડે થાય.
અહીં ને નવા શબ્દમાં જીવનો અર્થ જીવિત શરીર લઈ શકાય.
વિરહિમા - મારાથી વિરાધાયા હોય, મારાથી દુઃખને પામ્યા હોય. વિરાધના શબ્દનો વિસ્તૃત અર્થ આ સૂત્રમાં પહેલાં અપાઈ ગયો છે.
આ જીવો કયા કયા ? તેના ઇન્દ્રિયને આશ્રિને ભેદ કહે છે – તેનો સામાન્ય પરીચય અહીં આપેલ છે. વિશેષ પન્નવણા જીવાજીવાભિગમ આદિ સૂત્રોથી જાણવું
• એબિંદિયા :- એકેન્દ્રિયો - એક ઇન્દ્રિયવાળા જીવો. જેમને એક માત્ર સ્પર્શન ઇન્દ્રિય છે તેવા જીવો. તેમાં પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચનો સમાવેશ થાય છે. આ જીવો સ્વયં હલનચલન કરી શકતા ન હોવાથી તેને સ્થાવર જીવો પણ કહેવાય છે.
– પૃથ્વીકાય જીવોના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત પૃથ્વીકાય તથા શ્લષ્ણ અને ખરબાદર પૃથ્વીકાય એવા ભેદો છે. આ પૃથ્વીકાય જીવોમાં વિવિધ પ્રકારની માટી, પૃથ્વી, શર્કરા, વાલુકા, ઉપલ, શિલા, મીઠું, ખાર, તાંબુ શીશુ સોનું, ચાંદી આદિ ધાતુઓ હડતાલ, હિંગુલ, મનશીલ આદિ, રત્ન, મણી આદિ જાણવા તેની સાત લાખ યોનિઓ કહી છે.
– અપૂકાય જીવમાં મુખ્યત્વે પાણીનો ઉલ્લેખ હોય છે. તેમાં પણ સૂક્ષ્મ અને બાદર એવા ભેદો છે. અષ્કાયના જીવોમાં ઝાકળ, હિમ, મહિક, ઓલક, હરત, શુદ્ધ જળ, વિવિધ પ્રકારના જળ જેવા કે સારોદક, ખટ્ટોદક, અમ્યોદક આદિનો સમાવેશ થાય છે. તેની સાત લાખ યોનિઓ કહી છે.
– તેઉકાય કે જેને તેજસુકાય કે અગ્નિકાય પણ કહે છે. તેના પણ સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદો છે. આ જીવોમાં અંગાર, વાલા, મુર્ખર, અર્ચિ, અલાત, શુદ્ધ અગ્નિ, વિદ્યુતું, મણિનિઃસૃત આદિ ભેદો કહ્યા છે. તેની સાત લાખ યોનિઓ કહી છે.
- વાઉકાય કે વાયુકાય-જીવોના પણ સૂક્ષ્મ અને બાદર બે ભેદો છે. જેમાં શુદ્ધ વાયુ, પવન, વંટોળ, વિવિધ દિશાનો વાયુ, ઘનવાત, તનુવાત ઇત્યાદિ અનેક ભેદો
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
કહેવાયા છે. તેની સાત લાખ યોનિઓ કહી છે.
– વનસ્પતિકાય :- જેના પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય તથા પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાય એવા ભેદો છે. પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ અને સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિઓ છે.
પ્રત્યેક વનસ્પતિકાયમાં વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વગ, વલય, હરિત, ઔષધિ, જલરૂહ અને કુહણ એ બાર ભેદ છે. આ વૃક્ષ, ગુચ્છ આદિના પણ બીજા અનેક પેટા ભેદો છે.
આ જ પ્રકારે અનંતકાય જીવોના પણ અનેક ભેદો જાણવા.
• બેઇંદિયા-બેઇન્દ્રિયવાળા જીવો :- જે જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય જેને જીવેન્દ્રિય પણ કહે છે, તે બેઇન્દ્રિયો હોય છે. તેવા જીવોને બેઇન્દ્રિય જીવો કહેવાય છે. આ જીવોના પરીચય માટે જીવવિચાર સૂત્ર ગાથા-૧૫માં જણાવેલ નામો આ પ્રમાણે છે – શંખ, કોડા, ગંડોલ, જળો, ચંદનક (સ્થાપનાચાર્યમાં વપરાતા એક જાતના જીવ), અળસિયાં, લાળિયા, કાષ્ઠ-કીડા, કૃમિ, પાણીના પોરા તથા બીજા પણ વાળા વગેરે બેઇંદ્રિયજીવો હોય છે. બેઇન્દ્રિયજીવો વિશે વિશેષ માહિતી પન્નવણા, જીવાજીવાભિગમ આદિ સૂત્રોથી જાણવી.
૦ તેઇંદિયા-ત્રણ ઇન્દ્રિયવાળા જીવો :- ત્રણ ઇન્દ્રિયવાળા જીવો. સ્પર્શનેન્દ્રિય રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને તેઇદ્રિયજીવો કહે છે. તેમના નામો જીવવિચાર પ્રકરણ ગાથા ૧૬ અને ૧૭માં આ પ્રમાણે આપેલ છે – કાનખજૂરો, માંકડ, જૂ, કીડી, ઉધઈ, મકોડ, ઇયળ, ધિમેલ, (વાળના મૂળમાં થતા) સાવા, ગીંગોડા, ગધૈયા, ચોરકીડા, છાણના કીડા, ધાન્યના કીડા, કુંથુઆ, ગોપાલિક, ઇયળ, ગોકળગાય, ઇંદ્રગોપ વગેરે તેઇંદ્રિયજીવો છે. તેઇંદ્રિય જીવોની વિશેષ માહિતી જીવાજીવાભિગમ, પન્નવણા આદિ સૂત્રોથી જાણવી
૦ ચઉરિદિયા :- ચાર ઇંદ્રિયવાળા જીવો - તેને સ્પર્શના, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર ઇંદ્રિયો હોય છે. તેમના નામો જીવવિચાર પ્રકરણની ગાથા-૧૮માં આ પ્રમાણે આપેલ છે – વીંછી, બગાઈ, ભ્રમરા, ભમરી, તીડ, મચ્છર, ડાંસ, મસક, કંસારી, ખડમાકડી વગેરે ચાર ઇંદ્રિયવાળા જીવો છે. આ જીવોની વિશેષ માહિતી જીવાજીવાભિગમ, પન્નવણા આદિ સૂત્રોથી જાણવી.
• પંચિંદિયા :- પાંચ ઇન્દ્રિયવાળા જીવો - જેમને સ્પર્શના, રસના, ઘાણ, ચલુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો છે, તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે. આ જીવોના મુખ્ય ચાર વિભાગ છે – નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારકના જીવોમાં સાતે પ્રકારની નારકીમાં ઉત્પન્ન થતા નારક જીવોનો સમાવેશ થાય છે. તિર્યંચોમાં પક્ષી, પશુ, જળચર, ખેચર, ભૂચર આદિ પ્રાણીઓનો સમાવેશ થાય છે. - આ બધા તિર્યંચોના પણ અનેક પેટા ભેદો છે. (જો કે એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય પર્વતના બધા જીવો તિર્યંચયોનિક જીવો જ કહેવાય છે, પણ અહીં માત્ર પંચેન્દ્રિય તિર્યંચોને જ લેવાના છે.) દેવોમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો કહ્યા છે. આ
Page #164
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહી સૂત્ર-વિવેચન
૧૬૩
ચારેના પણ બીજા પેટા ભેદો છે. જેમકે જ્યોતિષ્કમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાનો સમાવેશ થાય છે. મનુષ્યોમાં કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્તીપજ આદિ ભેદો બતાવેલા છે.
(પંચેન્દ્રિયજીવો વિશે વિશેષ માહિતી જીવાજીવાભિગમ, પત્રવણા, ઇત્યાદિ સૂત્રોથી જાણવી ઘણાં જ વિસ્તારથી ત્યાં આ ચારેની માહિતી છે.)
૦ સૂત્રમાં હવે આ પાંચે પ્રકારના જીવોને કઈ રીતે દુઃખ પહોંચાડાયુ હોય કે પીડ્યા હોય તેના દશ પ્રકારો જણાવે છે
૦ અભિયા – સામે આવેલાને પગથી ઠોકરે મરાયા હોય. ૦ વત્તિયા એકઠા કર્યા કે ઉપર ધૂળ નાંખી ઢાંકી દીધા હોય.
૦ લેસિયા – જમીન સાથે ઘસાયા, પીસાયા કે જમીનમાં ભેળવાયા હોય. ૦ સંઘાઈઆ પરસ્પર શરીરો દ્વારા અફળાવાયા કે સંકડાવાયા હોય. થોડો સ્પર્શ કરાયો હોય.
પરિતાપ અથવા દુ:ખ ઉપજાવાયું હોય.
૦ કિલામિયા ૦ ઉવિયા
ખેદ પમાડાયો હોય, મૃતઃપ્રાય કરી દીધા હોય. અત્યંત ત્રાસ પમાડાયા હોય, બિવડાવાયા હોય.
૦ ઠાણાઓ ઠાણું સંકામિયા – એક સ્થાનેથી બીજે સ્થાને ફેરવાયા હોય, પોતાના સ્થાનેથી વિખૂટા કર્યા અને બીજે સ્થાને મૂકાયા હોય.
• જીવિયાઓ વવરોવિયા – જીવનથી છુટા કરાયા કે મારી નંખાયા હોય. અભિયા આદિ દશ પ્રકારે જે કોઈ વિરાધના થઈ હોય અર્થાત્ આ દશમાંથી કોઈ પણ પ્રકારે જીવોને દુઃખી કરાયા કે પીડા અપાઈ હોય અને તેના કારણે જીવ પાપથી લેપાયો હોય અથવા તો આમાંથી કોઈ પ્રકારે જે અતિચાર લાગ્યો હોય તેનું શું કરવું ? તે સૂત્રમાં જણાવે છે
૦ સંઘટ્ટિઆ ૦ પરિયાવિયા
-
(આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે અહીં સુધીનું નિવેદન તે ક્રિયાકાળ કહેવાય છે હવે પછીની વિધિને નિષ્ઠાકાળ કહ્યો છે.)
♦ તસ્સ મિચ્છા મિ દુક્કડં – તે સર્વેનું “મિચ્છા મિ દુક્કડમ્' અહીં ‘‘તસ્સ'' શબ્દનો સંબંધ ઉપરોક્ત અતિચારો કે વિરાધના સાથે જોડાયેલ છે. ઇર્યાપથ પ્રતિક્રમણ કરનાર “મિચ્છા મિ દુક્કડં'' આપે છે. પણ શેનું ? અભિયા આદિ દશ વિરાધના થઈ તેનું.
‘‘મિચ્છા મિ દુક્કડં” શબ્દનો સામાન્ય શબ્દાર્થ છે મારું દુષ્કૃત મિથ્યા થાઓ અર્થાત્ મારું તે પાપાચરણ નિષ્ફળ કે નિરર્થક થાઓ. (યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં આ વાક્યનો ભાવાર્થ જણાવતા કહ્યું કે–) કરેલી ભૂલ માટે દિલગીર થવાનો અને હવે પછી તેવી ભૂલો નહીં કરું તેમ જણાવવાનો છે. વ્યવહારમાં પણ ‘“મિચ્છા મિ વુલ્લડ'' બોલવાથી આપણે “મારી ભૂલ થઈ, મને માફ કરો'' એવો ભાવ પ્રગટ કરીએ છીએ. ‘“મિચ્છામિવૃદ્ધનું’” આ વાક્યનો પ્રયોગ માત્ર ઇરિયાવહી સૂત્રમાં જ થયો છે તેમ નથી. આ વાક્યનો પ્રયોગ સૂત્ર-૧૦માં સામાયિક પારતી વખતે પણ થાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સૂત્ર-૨૬ પ્રતિક્રમણ સ્થાપના સૂત્રમાં પણ અંતે આ વાક્યપ્રયોગ થયો છે. સૂત્ર-ર૭ ઇચ્છામિ ઠામિ. સૂત્રમાં પણ અંતે આ વાક્યપ્રયોગ છે. સૂત્ર-૩૦ દૈવસિક આલોચનામાં, સૂત્ર-૩૧ સાત લાખ અને સૂત્ર-૩૨ અઢાર પાપ સ્થાનક સૂત્રમાં, સૂત્ર-૩૩ સવ્વસ્સવિ. સૂત્રમાં, સૂત્ર-૩૪ “ઇચ્છામિ પડિક્કમિઉં' સૂત્રમાં, સૂત્ર-૩૬ અભૂઠિઓ. સૂત્રમાં ઇત્યાદિ સ્થાને "મિચ્છામિક્કડં” વાક્ય પ્રયોગ થયેલો છે.
૦ આવશ્યક નિર્યુક્તિ ૧૫૦૫, ૧૫૦૬માં ભદ્રબાહુસ્વામી મિચ્છા મિ દુક્કડં'ના પ્રત્યેક વર્ણને આશ્રિને તેનો અર્થ જણાવે છે–
– નિ – એટલે માર્દવપણું, કાયાથી અને ભાવથી નમ્ર બનીને – ૭ – એટલે અસંયમાદિ દોષોનું છાદન કરવું, ફરી ન કરવાની ઇચ્છા – નિ – એટલે મર્યાદ, ચારિત્રના ભાવોમાં સ્થિર હોવું તે. – ડું – એટલે દુગંછા - પાપવાળા પોતાના આત્માની નિંદા કરવી. - – એટલે પોતે કરેલા પાપની કબુલાત કરવી તે. – ૩ – એટલે ડયન-પાપને ઉપશમ વડે બાળી નાખું છું.
મિચ્છામિ દુક્ટર્ડ સમગ્ર વાક્યનો અર્થ આ પ્રમાણે કરી શકાય કે- હું વિનમ્ર-મૃદુ થઈને, અસંયમાદિ દોષોનું છાદન કરતો, ચારિત્રની મર્યાદામાં રહેલો, દુષ્કૃત્ કર્તા એવા મારા આત્માને નિંદુ છું - તે પાપ મેં કર્યું છે, એવો એકરાર કરું છું અને તે દુષ્ટ્રપાપને ઉપશમ વડે બાળી નાખું છું. (કષાયના ઉપશમન વડે તેનું ઉમૂલન કરું છું.)
મનમાં આવા પ્રકારનો ભાવ લાવીને ઇર્યાપથ પ્રતિક્રમણ કે પ્રતિક્રમણ સ્થાપના કે અતિચાર આલોચના કે પ્રતિક્રમણ આવશ્યક આદિ કરવાના છે. આ મિચ્છામિદુક્કડું એ પ્રતિક્રમણના બીજરૂપ મંત્ર છે. પુનઃ પુનઃ મનનીય છે. કોઈપણ જીવના અપરાધને ખમાવવાનો ભાવ છે. જ્યાં સુધી હૃદયમાં અસત્ કાર્યો અંગે દિલગીરી કે પશ્ચાત્તાપ થાય નહીં, ત્યાં સુધી તેમાંથી છુટવું કે નિવૃત્ત થવું એ શક્ય નથી. આ દિલગીરી કે અપરાધભાવને માટેનો મંત્ર મિચ્છામઢવું છે.
• લઘુદષ્ટાંત :- ચેટક રાજાની પુત્રી અને શતાનીક રાજાની રાણી એવી મૃગાવતીએ શતાનીકના અકાળ મૃત્યુ બાદ ચંદનબાળા આર્યા પાસે દીક્ષા અંગીકાર કરી. કોઈ વખતે ભગવંત મહાવીરની દેશના સાંભળવા ગયેલા આર્યા મૃગાવતીને સમવસરણમાં સૂર્ય, ચંદ્ર પોતાના મૂળ વિમાને ભગવંતના દર્શનાર્થે આવેલા હતા. તેથી સંધ્યાકાળનો ખ્યાલ ન રહ્યો. ઉપાશ્રયે પાછા ફરતા મૃગાવતી આર્યાને મોડું થઈ ગયું ચંદનબાળા આર્યાએ તેણીને ઠપકો આપતા કહ્યું કે, “તમારા જેવા કુલીન અને શીલવાનું સાધ્વીને આ રીતે મોડું આવવું તે યોગ્ય નથી." અપરાધભાવ અનુભવતા એવા આર્યા મૃગાવતી પોતાની ભૂલને માટે વારંવાર “મિચ્છામિ દુક્કડં” આપે છે તે વખતે “મિચ્છામિ દુક્કડં”ના વિશુદ્ધ ભાવને વરેલા આર્યા મૃગાવતીને કર્મોના આવરણ ખસી ગયા. ત્યાંજ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
આ રીતે વિશદ્ધ મિચ્છામિદક્કર્ડનો ભાવ તેણીને કેવળજ્ઞાન આપી ગયો. i વિશેષ કથન :- ઇરિયાવહી સૂત્રના પ્રત્યેક પદોનું વિસ્તૃત વિવેચન
Page #166
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહી સૂત્ર-વિશેષ કથન
૧૬૫
જોયા પછી આ સૂત્રનું મહત્ત્વ, ઇરિયાવહી પ્રતિક્રમણના ભેદો, આ સૂત્ર ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે ઇત્યાદિ કથન પણ આવશ્યક છે.
ઇર્યાપથ પ્રતિક્રમણના આ સૂત્રમાં આલોચના અને પ્રતિક્રમણરૂપ બે પ્રકારની પ્રાયશ્ચિત્ત ક્રિયા રહેલી છે. સૂત્રમાં “રૂછાનિ ઋમિ એ પદોથી આરંભીને નીવિયાનો વવરાવિયા સુધીનો સૂત્ર પાઠ દોષની આલોચના સ્વરૂપ છે. “મિચ્છામિડુંøરું શબ્દ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તરૂપ છે. સાધકની સામાન્ય ક્રિયા પણ કોઈ જીવને પીડાકારીદુઃખકારી ન બની જાય તે માટેની જાગૃતિ એ ઇર્યાપથ પ્રતિક્રમણનો સાર છે.
આ સૂત્રને આપણે ઇરિયાવહી કે ઐર્યાપથિકી સૂત્રરૂપે જાણીએ છીએ. તેને શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યકસૂત્રની વૃત્તિમાં “ગમનાતિચાર-પ્રતિક્રમણ” એવું નામ આપેલું છે. દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં તેઓ તેનું વિવેચન “ઇર્યાપથ પ્રતિક્રમણ' નામથી કરે છે. કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવૃત્તિમાં આ જ નામનો ઉપયોગ કરે છે. તેમજ આ સૂત્રને આલોચના-પ્રતિક્રમણ નામક પ્રાયશ્ચિત્તરૂપે ઓળખાવેલ છે.
સામાન્યથી એમ કહેવાય છે કે ઇરિયાવહી સૂત્રનો ઇર્યાપથ પ્રતિક્રમણરૂપે જે ઉપયોગ છે. તેમાં તસ્સઉત્તરી, અન્નત્થ અને લોગસ્સ ત્રણે સૂત્રનો ઉપયોગ સાથે જ થાય છે. અર્થાત્ આ ચારે સૂત્રોનું ઝુમખું ઇર્યાપથને પ્રતિક્રમવા માટે જરૂરી છે. સ્વતંત્રપણે આ સૂત્રનો ઉપયોગ થતો નથી. પણ આ વાત અધુરી છે. ઇરિયાવહી સૂત્રનો એકલાસૂત્રરૂપે પણ પાઠ પ્રતિક્રમણ ક્રિયામાં થાય જ છે. સાધુ-સાધ્વી પ્રતિક્રમણ કરતી વખતે જ્યારે પગામસિજ્જા, સૂત્ર બોલે છે ત્યારે તેની પૂર્વે ઇરિયાવહી સૂત્ર એકલું જ બોલે છે. તેની સાથે તસ્સઉત્તરી, અન્નત્થ, લોગસ્સ બોલાતા નથી.
આ સૂત્રનો ઉપયોગ સમગ્ર ઇરિયાવહી ક્રિયા કરતી વેળાએ તો પ્રસિદ્ધ છે જ. સામાયિક લેતા કે પારતા પ્રતિક્રમણ કરતા પૂર્વે તેમજ ચૈત્યવંદન, દેવવંદન, બૃહદ્ગુરુવંદન પૂર્વે ગમનાગમન પ્રવૃત્તિ બાદ, કાજો લેતા કે પરઠવતા, સ્વાધ્યાય/સઝાય કરતા પહેલા, ચરવળો કે મુહપત્તિ આદિ ઉપકરણ પડી જાય ત્યારે ઇત્યાદિ અનેક કારણોએ ઇરિયાવહી. (ક્રિયા) કરવાનું વિધાન છે.
. શ્રી મહાનિશીથ નામક આગમમાં કહ્યું છે કે– “ઇર્યાપથ પ્રતિક્રમણ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કંઈ પણ કરવું કલ્પતું નથી.”
શ્રી દશવૈકાલિક નામક બેંતાલીશમાં આગમની વૃત્તિમાં કહ્યું છે કે- “ઇર્યાપથ પ્રતિક્રમણ કર્યા વિના સામાયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઈ પણ કરવું કલ્પ નહીં કેમકે તે અશુદ્ધ થવાનો સંભવ છે.
આવા જ ઉલ્લેખ ભગવતી સૂત્ર, વ્યવહાર ભાષ્ય આદિમાં પણ છે.
૦ શાસ્ત્રકાર મહર્ષિ ઇરિયાવહી પ્રતિક્રમણના ૧૮ લાખ ૨૪ હજાર ૧૨૦ (૧૮, ૨૪, ૧૨૦) ભાંગા (ભેદ) જણાવે છે તે આ પ્રમાણે
- જીવના ભેદ કેટલા ? પ૬૩ (જીવવિચાર પ્રકરણ મુજબ જાણવા)
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ – વિરાધનાના ભેદ કેટલા ? અભિયા, વત્તિયા આદિ-૧૦ – વિરાધના રાગથી પણ થાય, કેષથી પણ થાય તે ભેદ-૨ - કાળ કેટલા ? ભૂત, વર્તમાન, ભાવિ એ-૩ - યોગ કેટલા ? મન, વચન, કાયાનો યોગ-૩ - કરણ કેટલા ? કરવું, કરાવવું અનુમોદવું-૩ – સાક્ષી કેટલી ? અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા-૬ – જીવ-પ૬૩ ૪ વિરાધના-૧૦ = પ૬૩૦ x રાગદ્વેષ-૨ = ૧૧૨૬૦ – * યોગ-૩ = ૩૩૭૮૦ ૪ કાળ-૩ = ૧,૦૧,૩૪૦ ૪ કરણ-૩ = ૩,૦૪,૦૨૦ ૪ સાક્ષી-૬ = ૧૮,૨૪,૧૨૦.
૦ ઇર્યાપથિકી ક્રિયા – શરીર દ્વારા ગમન-આગમન કે કાયાની ચેષ્ટાથી આ ક્રિયા થાય છે. ક્રિયાને કારણે કર્મબંધ થાય છે. આ ક્રિયા પહેલાથી તેરમા ગુણઠાણા સુધી હોય છે. તેથી કર્મનો બંધ છદ્મસ્થ અને વીતરાગ બંનેને કરાવે છે. કેવલીને પણ વેદનીય કર્મનો બંધ કરાવે છે. | સૂત્ર-નોંધ :
– આ સૂત્રમાં પદ-૨૬ છે. સંપદા-૭ છે, ગુરુ વર્ણ-૧૪ છે, લઘુવર્ણ-૧૩૬ છે અને સર્વવર્ણ-૧૫૦ છે.
– સંપદા એટલે અટક સ્થાન. ચૈત્યવંદન ભાષ્ય તથા પ્રવચનસારોદ્ધાર આદિમાં જણાવ્યા પ્રમાણે સૂત્રમાં સાત અંકો દ્વારા આ સંપદાને નિર્દેશ કરેલો છે. જો કે કોઈ ઇચ્છામિ પડિક્કમિઉ અને ઇરિયાવડિયાએ વિરાણાએની સંપદા એક ગણે છે, કોઈ જુદી ગણે છે. એ જ રીતે પાણક્કમસેથી સંકમાણેની સંપદા એક ગણે છે. કોઈ પાણÉમણે થી હરિયકમાણે અને ઓસાઉનિંગથી સંકમાણે એમ બે સંપદા ગણે છે.
– આ સૂત્ર આવશ્યક સૂત્રના પ્રતિક્રમણ અધ્યયનમાં ૧૨મું સૂત્ર છે. – આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. – આ સૂત્ર પ્રતિક્રમણ સ્વરૂપે “પગામસિક્કા "સૂત્ર પૂર્વ સાધુ બોલે છે. – આ સૂત્ર પ્રતિક્રમણ ક્રિયારૂપે બોલાય તો પછી તસ્સઉત્તરી બોલાય છે.
- સૂત્રના ઉચ્ચારણમાં ઇચ્છાકારેણ શબ્દમાં અડધા “ચ', જોડાક્ષરમાં અડધો 'ક' જોડાક્ષરનો વગેરેમાં ઉચ્ચારણ ભૂલ જોવા મળે છે. તે દૂર કરવી. ‘એનિંદિયા'નું એકિંદિયા અને “અભિધ્યાનું અભિયા ન બોલાય તે જોવું.
—
————
—
Page #168
--------------------------------------------------------------------------
________________
તસ્યઉત્તરી સૂત્ર
૧૬૭
સૂત્ર-૬ . તસ્સ ઉત્તરી સૂત્ર
ઉત્તરીકરણ-સૂત્ર
સૂત્ર-વિષય :- ઇરિયાવહી સૂત્ર દ્વારા પાપ નાશ થાય છે, પણ તે પાપની વિશેષ શુદ્ધિ કરવા માટે તસ્સ ઉત્તરી સૂત્ર બોલાય છે. આ સૂત્રને ઉત્તરીકરણ સૂત્ર પણ કહે છે. આ સૂત્ર દ્વારા કાયોત્સર્ગની સ્થાપના કરવી તે હેતુ પણ રહેલો છે અથવા તેને કાયોત્સર્ગ સંકલ્પ સૂત્ર પણ કહી શકાય છે.
સૂત્ર-મૂળ :તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત કરણેણં,
વિસોહીકરણેણં, વિસલ્લી કરણેણં, પાવાણે કમ્માણ નિશ્થાયણઠાએ
ઠામિ કાઉસ્સગ્ગ. સૂત્ર-અર્થ :
તેની – (ઇરિયાવહી કર્યા છતાં કંઈક અશુદ્ધ રહેલ આત્માની) ફરીથી શુદ્ધિ કરવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે, (આત્માની) વિશેષ શુદ્ધિ કરવા માટે, ત્રણ શલ્યથી રહિત થવા માટે તેમજ પાપ કર્મોના સર્વથા નાશ કરવા માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું.
1 શબ્દ-જ્ઞાન :તસ્સ - તેની, તે વિરાધનાની
ઉત્તરી - ફરીથી શુદ્ધિ, પુનઃ સંસ્કરણ કરણેણં - કરવા માટે, કરવા વડે પાયચ્છિત - પ્રાયશ્ચિત્ત વિસોહી - વિશેષે શુદ્ધિ, વિશોધિ વિસધી - શલ્યરહિતા, વિશલ્ય પાવાણે કમ્માણ - પાપ કર્મોના નિશ્થાયણઠાએ - નાશ કરવાને માટે ઠામિ - હું રહું છું, સ્થિર થાઉં છું કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગમાં
| વિવેચન :
આ સૂત્રનો સંબંધ સામાન્યથી “ઇરિયાવહી' સૂત્ર સાથે જોડવામાં આવે છે. યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિના ત્રીજા પ્રકાશમાં “તસ્સ-ઉત્તરી" સૂત્રનો અર્થ કરતા પણ આ સંબંધ જોડેલો છે. વળી ચૈત્યવંદન ભાષ્યની ગાથા-૩૨માં ઇરિયાવહી સૂત્રની સંપદામાં આઠમી સંપદા માટે તસ શબ્દ દ્વારા ત ઉત્તરી ની એક સંપદા ગણાવી છે. તેને પછીની ગાથા-૩૩માં ચૈત્યવંદન ભાષ્યકાર પ્રતિક્રમણ સંપદાથી ઓળખાવે છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
પણ તસ્સ-ઉત્તરીનો સંબંધ માત્ર ઇરિયાવહી. સાથે જોડાયેલ નથી, તેવુ પ્રતિક્રમણની વિધિ જોતા પણ જણાય છે કેમકે તેમાં ઇચ્છામિ ઠામિ' સૂત્ર-૨૮ પછી પણ “તસ્સ ઉત્તરી” સૂત્ર બોલવાના બે પ્રસંગો વિધિમાં આવે છે. તેમજ આવશ્યક વૃત્તિમાં અને ષડાવશ્યક બાલાવબોધમાં પણ આ સૂત્રની વ્યાખ્યા જોતાં ત્યાં ઇરિયાવહી.” સૂત્રનો સંબંધ સ્પષ્ટતયા જોડેલો જોવા મળતો નથી.
• તસ્સ – તેના અથવા તેનું આ અનુસંધાન પદ છે. કેમકે– આ સૂત્ર મુખ્ય ચાર ભાગોમાં વિભાજીત થયેલ છે– – (૧) તસ્સ - એ અનુસંધાન પદ છે. જેનો સંબંધ પૂર્વસૂત્ર સાથે છે.
- (૨) કરણ (કે હેતુ) – સૂત્રનો બીજો ભાગ ચાર પદોનો છે. જેને ચૈત્યવંદન ભાષ્યમાં ગાથા-૫૪માં ૨૩ તÍ૦ શબ્દોથી ચાર હેતુ કહ્યા છે અને સૂત્રના શબ્દોમાં આ શબ્દ વપરાયો છે તે ઉત્તરી, પાયચ્છિ, વિસોડી અને વિસલ્લી છે.
– (૩) પ્રયોજન - સૂત્રનો ત્રીજો ભાગ પ્રયોજન દર્શાવે છે – પાવાણું કમ્માણં નિશ્થાયણઠાએ - પાપ કર્મનું નિર્ધાતન કરવા.
– (૪) પ્રવૃત્તિ - ચોથા ભાગમાં “ઠામિ કાઉસ્સગ્ગ” રૂપ પ્રવૃત્તિ નિર્દેશ છે.
-૦- તસ - આ શબ્દ બે રીતે વિચારવો જરૂરી છે. (૧) પ્રચલિત - ઇરિયાવહીના અનુસંધાને, (૨) આવશ્યક સૂત્ર-વૃત્તિ આધારે.
ઇરિયાવડિમાં આલોચના અને પ્રતિક્રમણરૂપ બે પ્રાયશ્ચિત્ત કર્યા. તરસ - તેનું ઉત્તર અર્થાત્ ઉર્ધ્વ-ઉપર-ઉપરાંત કરણ એટલે કાઉસ્સગ્ન કરવો તે પાપક્ષપણનો હેતુ છે. અતિચાર ટાળવાનો હેતુ છે. અર્થાત્ જેનું ઇરિયાવહિ સૂત્રથી આલોચન અને પ્રતિક્રમણ કર્યું તેની ફરી શુદ્ધિ કરવાના કારણભૂત કાઉસ્સગ્ગ, તેમાં સ્થિર થવાનું છે. એટલે તરૂ શબ્દનો પ્રચલિત અર્થ છે – “તે ઐર્યાપથિકી વિરાધનાના.”
આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં જણાવે છે કે – તી રૂતિ અનન્તરે પ્રસ્તુતી થામર્થયોરાસતર્થ૦ ઇત્યાદિ. તેનું અર્થાત્ અનંતર રજૂ કરાયેલ શ્રમણ્ય યોગમાં કંઈક પ્રમાદથી જે ખંડણા કે વિરાધના થઈ હોય તેના ઉત્તરીકરણના હેતુભૂતતાથી કાયોત્સર્ગમાં સ્થિર થાઉ છું તેમ સંબંધ જોડવો. આ વાતમાં બે અનુસંધાનો તો સ્પષ્ટ જોવા મળે છે. (૧) ઇર્યાપથ પ્રતિક્રમણનું – જેમાં ઇરિયાવહિ સૂત્ર બાદ આ સૂત્ર બોલાય છે તે અને (૨) પ્રતિક્રમણ કરતી વેળાએ વંદન આવશ્યક પૂર્વે તથા આયરિય ઉવઝાએ સૂત્ર બાદ. આ બંને વખતે કરેમિભંતે સૂત્ર બોલ્યા પછી ઇચ્છામિ ઠામિ, સૂત્ર પછી તસ્સ ઉત્તરી સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરાય છે ત્યાં.
ઇરિયાવહિ પછી બોલાતા તસ્સ ઉત્તરીમાં ઇર્યાપથ આલોચના અને પ્રતિક્રમણની પુનઃ શુદ્ધિ માટે કાઉસ્સગ્નના હેતુ છે. જ્યારે ઇચ્છામિ ઠામિ પછીના કાઉસ્સગ્નમાં દિવસ કે રાત્રિ આદિ સંબંધી અતિચારની આલોચના પછી તેની પુનઃ શુદ્ધિનો હેતુ છે. અર્થાત્ ઇરિયાવડિમાં ઈર્યાપથ સંબંધે ગમનાગમન થકી થયેલી વિરાધનાની શુદ્ધિની મુખ્યતા છે. જ્યારે ઇચ્છામિ ઠામિપછી નાણ, દર્શન, ચારિત્રાદિ અતિચારની શુદ્ધિની મુખ્યતા છે. (આવો જ ભાવાર્થ પડાવશ્યક બાલાવબોધમાં પણ જોવા મળે છે.)
Page #170
--------------------------------------------------------------------------
________________
તસ્યઉત્તરી સૂત્ર-વિવેચન
૧૬૯
આ રીતે તસ એ અનુસંધાન પદને બે રીતે વિચારવું યોગ્ય છે.
• ઉત્તરીકરણ :- ચાર કરણોમાંની આ પહેલું કરણ છે. કરણ એટલે ક્રિયાને સાધ્ય કરનારું સાધન. ઉત્તરીકરણ એટલે પુનઃ સંસ્કરણ અથવા વિશેષ કરીને શુદ્ધિ કરવી તે.
– અનુત્તરક્રિયાને ઉત્તર કરનારું કરણ, તે “ઉત્તરીકરણ”. જેમાં ઉત્તર શબ્દનો અર્થ સારું કે સુંદર, અનુ કે પશ્ચાત્ અથવા ઉર્ધ્વ કે ઉપરાંત એવો થાય છે. એ રીતે ઉત્તરીકરણ શબ્દ જે ક્રિયા અસુંદર કે અપૂર્ણ હતી અથવા તો પૂર્વે થઈ ન હતી પણ હવે પછી થનારી છે અથવા પૂર્વે થઈ તેના ઉપરાંત કે તેનાથી વધુ સારી થવાની છે. તેને સિદ્ધ કરનારા સાધનનો અર્થ દર્શાવે છે.
– આવશ્યક સૂત્ર પરની નિર્યુક્તિ-૧૫૦૭માં ઉત્તરીકરણ શબ્દની વિવૃત્તિ કરતા જણાવે છે કે – ઉત્તરગુણો સાથેના મૂલગુણોની ખંડના અને વિરાધનાનું ઉત્તરકરણ કરાય છે. જેમ ગાડાનાં પૈડાંની ધરી અને આરા વગેરે અંગો તૂટી જતાં તેનું તથા ઘર વગેરેનું સમારકામ કરાય છે તેમ અહીં ખંડના-વિરાધનાનું ઉત્તરીકરણ કરાય છે.
– આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં ઉત્તરકરણનો અર્થ પુનઃસંસ્કરણ કર્યો છે. ત્યાં લખે છે કે “તેનું આલોચના આદિ વડે પુનઃસંસ્કરણ કરાય છે. ઉત્તર એવું તે કરણ તે ઉત્તરકરણ, અનુત્તરને ઉત્તર કરવું તે ઉત્તરીકરણ.
– યોગશાસ્ત્ર પ્રકાશ-૩ આલોચના અને પ્રતિક્રમણ પછી કાઉસ્સગ્ન રૂપ કરાતું કાર્ય તે ઉત્તરકરણ.
– ઉત્તરીકરણ એટલે ઉત્તર ક્રિયા. ઉપાયરૂપ ક્રિયા. જે પહેલા કરાય તેને પૂર્વકરણ કહે છે અને પછી કરાય તે ઉત્તરકરણ કહેવાય છે. અહીં પૂર્વ અને ઉત્તર શબ્દનો અર્થ સાપેક્ષ છે. જે એકબીજાનું આગળ-પાછળપણું દર્શાવે છે. પાપ કે વિરાધના આદિ પૂર્વકરણ છે. તેના નિવારણ માટે જે ઉચિત ક્રિયા કે વિધિ કરાય તે ઉત્તરીકરણ છે.
૦ આ ઉત્તરીકરણ થાય કઈ રીતે ? પ્રાયશ્ચિત્ત કરવા વડે.
પાયચ્છિત્તકરણ – પ્રાયશ્ચિત્ત કરવાથી. પ્રાયશ્ચિત્ત એ જ કરણ.
– આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિ :- સામાયિક આદિથી પ્રતિક્રમણ પર્યન્ત જે વિશુદ્ધ કર્તવ્ય તે મૂલકરણ છે. અર્થાત્ પ્રતિક્રમણની ક્રિયામાં જે પહેલા ચાર આવશ્યક છે – (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિ સ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ એ ચારની ક્રિયા તે મૂલ કરણ છે. તેમજ ઇર્યાપથ પ્રતિક્રમણની દૃષ્ટિએ આલોચના અને પ્રતિક્રમણ તે મૂલકરણ છે. અહીં પુનઃ ઉત્તરકરણ તે પ્રાયશ્ચિત્તકરણ છે.
– પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ આવશ્યક નિર્યુક્તિ-૧૫૦૮માં જણાવે છે – પાપ એટલે કર્મ તે પાપનું છેદન જે કારણથી થાય તેને પ્રાકૃતશૈલીથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે. સંસ્કૃતમાં પણ પાપનું છેદન તે પાપચ્છિદ કહેવાય છે. પ્રાયઃ ચિત્ત અર્થાત્ જીવનું શોધન અર્થાત્ મલિન કર્મોનું વિમલીકરણ થાય છે. તેથી તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
– પ્રાયઃ અર્થાત્ બહુલતાથી ચિત્તનું પોતાનું સ્વરૂપ જેમાં પ્રાપ્ત થાય તે પ્રાયશ્ચિત્ત.
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
પ્રાયના ગ્રહણથી સંવર આદિથી પણ તથાવિધ ચિત્ત સદ્ભાવ પ્રાપ્ત થાય છે માટે તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
૧૭૦
– યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં આ લાંબી વ્યાખ્યાને થોડાં જ શબ્દોમાં રજૂ કરતા કહ્યું કે, પ્રાય: ચિત્તને કે જીવને શુદ્ધ કરે તે અથવા પાપને છેદે તે પ્રાયશ્ચિત્ત. તેનું કરવું - તે પ્રાયશ્ચિત્તકરણ
– આ રીતે પ્રાયશ્ચિત્ત એ ચિત્ત કે આત્માના મલિન ભાવોને સંશોધન કરનારી ક્રિયા છે. અથવા પાપને દૂર કરનારી ક્રિયા છે.
પ્રાયઃ શબ્દનો અર્થ જો ‘તપ' કરીએ અને ‘ચિત્ત' શબ્દનો અર્થ જો નિશ્ચિત્ત
---
કરીએ તો જેમાં તપ નિશ્ચયપૂર્વક કરવાનું છે એવી ક્રિયા તે પ્રાયશ્ચિત્ત.
પ્રાયશ્ચિત્ત તે જ કહેવાય કે જે આત્માની શુદ્ધિ કરનારું હોય. જેના દ્વારા
થતી પ્રવૃત્તિ કાયા, વાણી અને મનની દુષ્ટતાને ઘટાડનારી હોય. માત્ર પુણ્યના કાર્યો કરવાથી પ્રાયશ્ચિત્ત થઈ શકે નહીં. તે આલોચના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, તપ ઇત્યાદિથી જ શક્ય બને.
―
૦ પ્રાયશ્ચિત્તના દશ ભેદ :
ઠાણાંગ, ભગવતીજી, આવશ્યક, વ્યવહાર, બૃહત્કલ્પ આદિ આગમોમાં, તત્વાર્થ સૂત્ર, નવતતત્વ પ્રકરણ વૃત્તિ, પ્રવચન સારોદ્ધાર આદિ ગ્રંથોમાં પ્રાયશ્ચિત્તના દશ ભેદો કહ્યા છે. જેનું વિસ્તૃત વર્ણન અમારા તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા અને અભિનવ ઉપદેશ પ્રાસાદમાં પણ કરેલ છે, તેનો સંક્ષિપ્ત ભાવ આ પ્રમાણે છે—
૧. આલોચના ગુરુ સમક્ષ વચન દ્વારા જે અપરાધ સ્થાન પ્રગટ કરવા તે આલોચના. જે અપરાધોની શુદ્ધિ આલોચના અર્થાત્ ગુરુને કહેવા માત્રથી થાય છે, તે આલોચના પ્રાયશ્ચિત્ત.
-
૨. પ્રતિક્રમણ :- દોષથી પાછા ફરવું તે દોષ ફરી ન સેવવાના ભાવપૂર્વક મિચ્છામિદુક્કડં આપવું તે પ્રતિક્રમણ પ્રતિક્રમણ યોગ્ય જે પ્રાયશ્ચિત્ત તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત.
૩. મિશ્ર/તદુભય :- જે અપરાધનું સેવન થયા પછી પ્રાયશ્ચિત્તમાં ગુરુ સમક્ષ આલોચના કરે અને ગુરુ કહે કે “પ્રતિક્રમણ કર” પછી “મિચ્છામિ દુક્કડં" આપે ત્યારે શુદ્ધિ થાય, તે આલોચના અને પ્રતિક્રમણ એમ ઉભયરૂપ હોવાથી મિશ્ર કે તદ્દભય પ્રાયશ્ચિત્ત કહેવાય.
૪. વિવેક :- વિવેક એટલે ત્યાગ. જે અપરાધમાં વિવેક (ત્યાગ) કરવાથી જ શુદ્ધિ થાય તે વિવેક પ્રાયશ્ચિત્ત જેમકે દોષિત આહાર, વસ્ત્ર, પાત્ર આદિ. તેનો ત્યાગ કર્યા વિના શુદ્ધિ થઈ શકે નહીં.
૫. વ્યુત્સર્ગ :- વ્યુત્સર્ગનો અર્થ ત્યાગ થાય પણ અહીં તે ફક્ત કાયાના સંબંધમાં જ ગ્રહણ કરાયેલ હોવાથી કાયોત્સર્ગ પણ કહેવાય છે. કાયા દ્વારા થતી ક્રિયાનો નિરોધ તે કાયોત્સર્ગ. જે અપરાધ સ્થાનની કાયોત્સર્ગ થકી જ શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત જેમકે દુઃસ્વપ્નજનિત અપરાધસ્થાન.
Page #172
--------------------------------------------------------------------------
________________
તસ્સઉત્તરી સૂત્ર-વિવેચન
૧૭૧ ૬. તપ :- જે અપરાધના સેવનથી ઉપવાસ, આયંબિલ આદિ છમાસિક પર્યન્તનો તપ પ્રાયશ્ચિત્તરૂપે અપાય તે તપ પ્રાયશ્ચિત્ત.
૭. છેદ :- જે અપરાધસ્થાનના સેવનથી, પૂર્વનો સંયમ પર્યાય દૂષિત થયો હોય, તે પર્યાયનો છેદ કરી, પછીના પર્યાયની રક્ષા માટે જે પ્રાયશ્ચિત્ત અપાય તે છેદ પ્રાયશ્ચિત્ત.
૮. મૂલ :- જે અપરાધના સેવનથી સમસ્ત સંયમ પર્યાયનો છેદ કરી ફરી મહાવતારોપણ થાય, તે મૂલ પ્રાયશ્ચિત્ત.
૯. અનવસ્થાપ્ય :- જે અપરાધના સેવવાથી છેદોપસ્થાપના ન થાય પણ કેટલાક વખત સુધી, પ્રતિ વિશિષ્ટ તપની આચરણા ન કરે ત્યાં સુધી તેને વ્રત અને વેષમાં રોકી રાખવામાં આવે છે અથવા યથોક્ત તપ જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી વ્રતોમાં કે લિંગમાં સ્થાપન ન કરાય તે અનવસ્થાપ્ય
૧૦. પારાંચિત્ત :- ગચ્છથી બહાર રહેવાને યોગ્ય કે ભિન્ન લિંગ/વેશ ધારણ કરવાને યોગ્ય તે પારાંચિત્ત પ્રાયશ્ચિત્ત.
જો કે છેલ્લા બે પ્રાયશ્ચિત્તો વર્તમાન કાળે વિચ્છેદ પામેલા છે.
ઉક્ત દશ ભેદે પ્રાયશ્ચિત્તમાં (વ્યત્સગ) કાયોત્સર્ગ પણ એક ભેદ છે અને અહીં તસ્સ ઉત્તરીસૂત્રમાં પણ પાપના સમૂલ નાશ માટે કાયોત્સર્ગની જ પ્રતિજ્ઞા (છાસ પદોથી) દર્શાવી છે એટલે આ સૂત્ર થકી કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત સમજવાનું છે.
૦ લઘુ દૃષ્ટાંત :- જોગીદાસ ખુમાણ નામે બહારવટીયો થઈ ગયો. કોઈ વખતે કોઈ કુંવારી કન્યા ઘરબાર છોડી તેની પાછળ ભટકવા લાગી, જોગીદાસને તેણી માર્ગમાં મળી ગઈ ત્યારે લાજશરમ મૂકી જોગીદાસનો ઘોડો પકડીને ઉભી રહી ગઈ. આ પ્રસંગનું જોગીદાસને ઘણું જ દુઃખ રહ્યું સૂરજનો જાપ કરતા કરતા જોગીદાસને વિચાર આવ્યો કે “મારું આવું રૂ૫ છે ?" કે કોઈ કન્યા પોતાના ઘર-બાર, લાજશરમ છોડીને મારી પાછળ ભટકે ! તેણે સૂરજની સાક્ષીએ નિયમ લીધો કે કોઈ પરનારી સામે અમસ્તી પણ નજર ન માંડવી, એક સમી સાંજે જોગીદાસનો આ નિયમ અચાનક જ તુટી ગયો. તે દિવસે સાંજે પનીહારીઓ રૂપાળા-ત્રાંબાના બેડા પાણીથી ભરીને પાછી ફરતી હતી. ઢળતા સૂરજથી તે નારીઓના ચહેરા ચમકી રહ્યા હતા. આ રૂડો દેખાવ જોઈ જોગીદાસને ઘરની બેન દીકરીઓ યાદ આવી ગયા. તે સ્મરણમાંને સ્મરણમાં જોગીદાસ આ પનીહારીને જોઈ રહ્યા. રાત્રે યાદ આવ્યું કે મારો નિયમ ભાંગી ગયો - મેં પરનારી માથે અજાણતાં જ મીટ માંડી દીધી. પછી તેણે મરચું લીધું, આંખમાં ભરી દઈને પાટા બાંધી સુઈ ગયા, સવારે તો આંખો ફૂલીને દડાં જેવી થઈ ગઈ.
આનું નામ કાયાના મમત્વ ત્યાગ થકી ચિત્તનું વિશોધન. જે આત્માની શુદ્ધિ કરે તે જ પ્રાયશ્ચિત્ત. (અલબત અહીં એક વાત લક્ષમાં રાખવી કે જૈન આચાર મુજબ પ્રાયશ્ચિત્ત જાતે કરાતું નથી પણ ગુરુ મહારાજ આદિ પૂજ્યશ્રીના મુખે ગ્રહણ કરીને
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
કરવાનું હોય છે.)
૦ આ પ્રાયશ્ચિત્ત પણ વિશુદ્ધિ દ્વાર થકી થાય છે, તેથી ઉત્તરી અને પ્રાયશ્ચિત્ત પછી ત્રીજું કરણ મૂક્યુ વિસોદિવર.
૧૭૨
• વિસોહિ(કરણ) :- અહીં વિÌહિ શબ્દમાં હ્રસ્વ અને દીર્ઘ બંને ‘દિ’ જોવા મળે છે. પણ તેના સંસ્કૃત રૂપાંતરમાં તો વિશોધિ શબ્દ જ છે. વિશોધિ કરણ વડે, વિશોધિ કરવા વડે, વિશુદ્ધિ કરવા વડે.
વિશિષ્ટ રીતે શોધન કરનારી ક્રિયા તે ‘વિશોધિ’. તે રૂપ જે કરણ તે વિશોધિકરણ. જે દોષ વિનાશક કે આત્માને નિર્મળ બનાવનાર ક્રિયા છે. યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં સામાન્યથી લખ્યું કે, અતિચારો દૂર કરવા વડે થયેલી આત્માની નિર્મળતાને વિશોધિ કહે છે.
-
આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં કહ્યું કે, વિ-શોધન એટલે વિશુદ્ધિ, અપરાધથી મલિન બનેલા આત્માની પ્રક્ષાલનની-શુદ્ધિકરણની ક્રિયા. આ ક્રિયાને વિશુદ્ધિના હેતુ માટે જ કરવી તે વિસોહિકરણ.
આવશ્યક નિર્યુક્તિ-૧૫૦૯માં જણાવ્યા મુજબ શુદ્ધિ બે પ્રકારે છે— (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. (૧) વસ્ત્ર આદિની જે શુદ્ધિ તે દ્રવ્યશુદ્ધિ કહેવાય, (૨) પ્રાયશ્ચિત્તાદિથી થતી આત્માની શુદ્ધિ તે ભાવશુદ્ધિ કહેવાય.
આ જ વાતનો સાક્ષીપાઠ આપતા શ્લોકમાં પણ કહ્યું કે—
-
—-
ક્ષાર વગેરે દ્રવ્યના સંયોગથી વસ્ત્ર વિગેરેની જે વિશુદ્ધિ થાય છે, તેને દ્રવ્ય વિશુદ્ધિ કહે છે. જીવની નિંદા-ગર્દાદિ વડે જે વિશુદ્ધિ થાય છે, તેને ભાવ વિશુદ્ધિ કહે છે.
GA
-
- વિમોદિ શબ્દ પ્રતિક્રમણના પર્યાયરૂપે પણ જોવા મળે છે. આવશ્યક નિર્યુક્તિ૧૨૩૩ની આવશ્યક ચૂર્ણિમાં અપાયેલી વ્યાખ્યામાં લખ્યું છે કે
– પ્રતિક્રમણ, પ્રતિચરણ, પ્રતિહરણ, વારણ, નિવૃત્તિ, નિંદા, ગર્હા અને વિશોધિ આ સર્વે પ્રતિક્રમણના જ પર્યાયો છે. સોનાનું શોધન જેમ તેજાબ અને તાપ વડે થાય છે, તેમ આત્માનું શોધન પ્રતિક્રમણ દ્વારા થાય છે. તેથી પ્રતિક્રમણને વિશોધિ કહેવામાં આવે છે. ટુંકમાં વિશોધિકરણ એ આત્માને પાપરહિત કરવાની એક જાતની ક્રિયા છે. વિશુદ્ધિ એટલે આત્માની નિર્મળતા, આત્માના અધ્યવસાયોની નિર્મળતા અને તે દ્વારા ચિત્તની શુદ્ધિ. ગમે તેટલી તીર્થયાત્રા કે પવિત્ર નદીના સ્નાન કરવા છતાં, જો મનોશુદ્ધિ ન થાય · મનમાં રહેલાં હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ દોષો દૂર ન થાય તો શુદ્ધિ થઈ ગણાતી નથી. જેમ તાપ તપવા માત્રથી શુદ્ધિ થતી હોય તો પૃથ્વી, પાણી, વૃક્ષો બધાં મોક્ષે જવા જોઈએ તેથી દેહદમન સાથે ચિત્ત શોધન જરૂરી છે.
-
તેથી કાયોત્સર્ગ આદિ દ્વારા પુનઃ પુનઃ ચિત્તનું શોધન કરવું જોઈએ. તે શોધન પ્રક્રિયાને વિસહિરણ કહેવામાં આવે છે.
૦ આ વિશુદ્ધિ ક્યારે થાય ? શલ્યરહિત થઈને કરવામાં આવે તો. તે માટે
Page #174
--------------------------------------------------------------------------
________________
તસ્યઉત્તરી સૂત્ર-વિવેચન
૧૭૩ સૂત્રમાં ચોથું કરણ મૂકયું વિસર્જીછર.
• વિશલ્લી (કરણ) - શલ્યરહિત થવું, નિઃશલ્ય થવું. – શલ્ય સહિતને શલ્યરહિત થવાની ક્રિયા તે વિશલ્યીકરણ,
-- યોગશાસ્ત્ર પ્રકાશ-૩ મુજબ – “માયા, નિયાણ અને મિથ્યાત્વ નામના ત્રણ શલ્યોથી યુક્ત આત્માને શલ્ય રહિત બનાવવો તે વિસલ્લીકરણ.
– આવશ્યકસૂત્ર-3ની વૃત્તિ મુજબ જેમાંથી માયા આદિ શલ્યો ચાલ્યા ગયા છે તેને વિશલ્ય કહેવાય. આવા વિશલ્યનું કરવું તે વિશલ્યકરણ.
– આવશ્યક નિર્યુક્તિ-૧૫૦૯ મુજબ - એક એક શલ્યની શુદ્ધિ - તે દ્રવ્ય અને ભાવ બે ભેદથી કહી છે – દ્રવ્યશલ્ય તે કાંટો, કાંકરો ઇત્યાદિ અને ભાવશલ્ય તે માયા, નિયાણ અને મિથ્યાત્વ.
- શત્ન એટલે કંપાવવું, ધ્રુજાવવું કે ખટકવું. જે વસ્તુ શરીરમાં પેસતાં શરીરને કંપાવે કે ધ્રુજાવે કે ખટકે છે એટલે કે કોઈ પ્રકારની પીડા ઉત્પન્ન કરે છે તેને શલ્ય કહે છે. કાંટો, તીર, ખીલા-ખીલી, ભાલો, ઝેર, વણ વગેરે ખટકે છે માટે તે શલ્ય કહેવાય છે પણ આ બધાં દ્રવ્ય શલ્ય છે. ભાવથી તો પાપને શલ્યરૂપ કહ્યું છે કેમકે તે પેસી ગયા પછી આત્મામાં પીડા ઉત્પન્ન કરે છે. મહાનિશીથ સૂત્રનું અધ્યયન-૧ “શલ્ય ઉદ્ધરણ'માં જે પાપની નિંદા કે આલોચના કરાયેલ નથી તેને શલ્ય કહ્યું છે. આ શલ્ય આઠે પ્રકારના કર્મોનો બંધ કરાવે છે અને લક્ષ્મણાસાધ્વીની માફક ચીરકાળ સંસારમાં ભ્રમણ કરાવે છે. વળી શલ્યયુક્ત એવા તપ, ક્રિયા, અનુષ્ઠાન ઇત્યાદિ સર્વે નિષ્ફળ જાય છે. આવા શલ્યથી રહિત થવાની ક્રિયાને વિસલ્લીકરણ (જેનું અતિ વિસ્તૃત વર્ણન મહાનિશીથ સૂત્રમાં થયેલ છે.)
શલ્ય નિવારણ એટલે પાપ-દોષ નિવારણ. જે પાપો ભારે હોવાથી હૃદયમાં શલ્યની માફક ખટકતાં હોય, તેને માટે આ શબ્દ વપરાય છે. શ્રી જિનેશ્વર દેવોએ તેને મુખ્ય ત્રણ રૂપે વર્ણવેલ છે – ૧. ધર્મમાં માયાચારને છોડી દો, ૨. ધર્મના ફળની આસક્તિને છોડી દો, ૩. ઊંધી સમજણને છોડી દો. આ ત્રણ દુર્ગુણો જ ખરા શલ્ય છે. આ ત્રણેને શાસ્ત્રીય પરિભાષામાં રજૂ કરીએ તો
(૧) માયાશલ્ય - જો વ્રત-નિયમમાં, આલોચનામાં, પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં કંઈપણ દંભ કે માયાચારને સ્થાન હોય તો તે માયાશલ્ય છે.
(૨) નિયાણશલ્ય – જો વ્રત, નિયમ, તપ, આરાધના, અનુષ્ઠાન, ક્રિયા આદિના પાલન દ્વારા કેવળ મોક્ષપ્રાપ્તિની ઇચ્છા ન હોય અર્થાત્ કોઈ સાંસારિક કે પૌદૂગલિક ઇચ્છા હોય તો તેને નિયાણશલ્ય સમજવું
(૩) મિથ્યાત્વશલ્ય – જો વ્રત, નિયમ, તપ, અનુષ્ઠાન આદિની સર્વ શ્રેષ્ઠતા વિશે નિઃશંક (શ્રદ્ધાવાન) ન હોય તો તે મિથ્યાત્વશલ્ય છે.
આ ત્રણે શલ્યો મોક્ષમાર્ગમાં અંતરાયભૂત છે, ભવારણ્યમાં ભટકાવ્યા કરે છે. માટે દ્રવ્યથી અને ભાવથી આ શલ્યોનું નિવારણ કરવું જેમ લક્ષ્મણા સાધ્વીજીએ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લીધું. પણ તે પોતાના બદલે કોઈના નામે લીધું તો તે
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
માયાશલ્ય વડે પ્રાયશ્ચિત્ત કરવા છતાં દીર્ધકાળનો સંસાર વધ્યો. વસુદેવ પૂર્વભવમાં નંદીષણમુનિ રૂપે અપ્રતિમ વૈયાવચ્ચ કરેલી પણ તપના પ્રભાવે સ્ત્રીવલ્લભ થવાનું નિયાણું કર્યું તો તે નિયાણ શલ્ય થયું, જેના કારણે સદ્ગતિ અટકી ગઈ. એ જ રીતે મિથ્યાત્વશલ્યના કારણે જમાલી અગિયાર અંગનો જ્ઞાતા હોવા છતાં નિહ્નવ કહેવાયો.
નિ:ન્યિો વ્રતી પાઠ મુજબ શલ્યથી યુક્ત જીવ વ્રતધારી થઈ શકતો નથી. માટે સૂક્ષ્મ ચિંતન વડે શલ્યને શોધી, માયાશલ્ય - નિયાણ શલ્ય - મિથ્યાત્વ શલ્યને દૂર કરવા વડે કાયોત્સર્ગ કરવો જોઈએ. શલ્ય ઉદ્ધરણ અર્થાત્ નિઃશલ્ય થયા વિના કોઈ જીવ મોક્ષ ગયો નથી - જતો નથી અને જવાનો પણ નથી.
૦ ઉત્તરીકરણથી વિસલ્લીકરણની ક્રિયાને વ્યવહારુ દૃષ્ટાંતથી સમજવા માટે પ્રબોધટીકામાં આયુર્વેદના ઉત્તર પરિકર્મનું દૃષ્ટાંત આપે છે.
– જેમ કોઈ માણસના શરીરમાં “શલ્ય” પેસેલ હોય. માનો કે કાંટો કે કાચની કરચ કે લોખંડની કણ જેવું કંઈ પેસી ગયું હોય ત્યારે–
-૧- પ્રથમ એવી દવાઓ લગાડવામાં આવે છે કે જેથી તે ભાગ વધારે સુઝી ન જાય અને તેની અંદર રહેલું શલ્ય જલ્દી ઉપર આવી જાય.
-૨- પછી વિરેચન, લંઘન વગેરે વડે તેના કોઠાની વિશુદ્ધિ કરવામાં આવે છે, જેથી અંદરનું લોહી દૂષિત ન થાય
-૩- શલ્ય ઉપર આવી જતાં તેને ધીમે રહીને ખેંચી કાઢવામાં આવે છે. જેથી બધી જ પીડા મટી જાય.
– આ જ રીતે જ્યારે આત્મામાં શલ્ય પેઠેલું હોય ત્યારે
-૧- પ્રથમ તેને નિંદા, ગ, આલોચના રૂપી પ્રાયશ્ચિત્ત કરણથી ઉપર લાવવામાં આવે છે.
-૨- પછી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના વડે આત્માની વિશુદ્ધિ કરવામાં આવે છે, જેથી તે શલ્ય બીજી વિકૃત્તિ પેદા કરી શકે નહીં
-૩- નિંદિત, ગર્પિત કે આલોચિત થયેલાં તમામ પાપોને કાયોત્સર્ગ અને ધ્યાનના તાપ વડે આત્મામાંથી એવી રીતે છૂટાં પાડી દેવામાં આવે છે કે જેથી તેમનો બધો જ ઉપદ્રવ દૂર થાય છે.
૦ આ રીતે ઉત્તરીકરણ આદિ ચારે હેતુએ કરીને પછી શું કરવાનું છે ? ત્યાં સૂત્રમાં આગળ જણાવે છે કે - પાપકર્મોનું નિર્ધાતન-નાશ કરવો.
• પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ – પાપકર્મોનો નાશ કરવા માટે,
પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધિ અને વિઃશલ્ય એ ત્રણે કરણ કર્યા પછી નિર્મળ થયેલો આત્મા પાપકર્મોના નાશ માટે પુરુષાર્થ કરે. પણ પાપકર્મ એટલે શું ?
સામાન્યતયા પાપકર્મ એટલે અશુભ કર્મો એવો અર્થ થાય છે. રાગ અને દ્વેષની વૃત્તિઓ રૂપી ચિકાશને લીધે કે કષાયોને લીધે પુદગલોની જે વર્ગણાઓ આત્માને વળગે છે અથવા તેમાં તાદાસ્યભાવ પામે છે તેને કર્મ કહેવામાં આવે છે. આ કર્મો બે પ્રકારના હોય છે. શુભ કર્મો અને અશુભ કર્મો. તેમાંના શુભ કર્મોને પુણ્યકર્મ કહે
Page #176
--------------------------------------------------------------------------
________________
તસ્યઉત્તરી સૂત્ર-વિવેચન
૧૭૫ છે, જ્યારે અશુભ કર્મોને પાપકર્મો કહે છે. પણ આ તો માત્ર વ્યવહારનયની દૃષ્ટિએ વાત છે. નિશ્ચયનયથી તો સર્વે કર્મો પાપકર્મો જ કહેવાય છે. કેમકે કર્મ માત્ર આત્માની શક્તિનો રોધ કરે છે. મોક્ષને અટકાવે છે. શુભ કે અશુભ-આશ્રવ માત્ર સર્વથા છોડવા લાયક જ છે.
- યોગશાસ્ત્ર ત્રીજા પ્રકાશમાં પણ પાપકર્મની વ્યાખ્યા કરતા કહ્યું કે– “સંસારના કારણરૂપ જ્ઞાનાવરણીયાદિ કર્મોરૂપી પાપોનો નાશ કરવા માટે". અર્થાત્ અહીં સર્વે કર્મોનો જ નાશ કરવાનું જણાવે છે. માત્ર અશુભ કર્મોનો નહીં
– આવશ્યક સૂત્ર-૩ની વૃત્તિમાં પણ આ પ્રકારની જ વ્યાખ્યા છે– “પાપોનો અર્થાત સંસારનો બંધ કરાવનાર કે સંસારના નિમિત્તભૂત કર્મોનો અર્થાત્ જ્ઞાનાવરણીય આદિ કર્મોના નિર્ધાતન કે વ્યાપત્તિ કે વિનાશ કે નિર્મૂલન કરવાને માટે' એવો અર્થ સમજવો.
– આવશ્યક નિર્યુક્તિ-૧૫૦૯ની વૃત્તિમાં સ્પષ્ટીકરણ કરતા કહે છે કે, સર્વે જ્ઞાનાવરણીય આદિ (આઠ) કર્મ પાપ (કર્મ) જ કહેવાય છે. કેમકે જે કારણથી તે કર્મો વડે જીવ તિર્યંચ નારક, દેવ, મનુષ્યભવ લક્ષણરૂપ સંસારમાં ભટકે છે તથા અલ્પ એવા પણ ભવોપચાડી કર્મ બળેલ દોરડાની માફક બાકી હોય અર્થાત્ સર્વથા બળીને રાખ થઈ ગયા ન હોય તો કેવળી પણ મુક્તિને પામતા નથી. તેથી દારુણ સંસારના ભ્રમણમાં નિમિત્તરૂપ હોવાથી સર્વે કર્મો પાપ કર્મો જ કહેવાય છે.
– નિધાયટ્ટ - નિર્ધાતન કરવા માટે, નાશ કરવા માટે, નિર્બેજ કરવા માટે, નિર્મલ કરવા માટે, ઘાત કરવાની ક્રિયા, તે “ઘાતન' જ્યારે નિરતિશયપણે અર્થાત્ ઉત્કૃષ્ટપણે થતી હોય ત્યારે તેને નિર્ધાતન કહે છે. કોઈપણ વસ્તુનો જ્યારે આત્યંતિક નાશ થાય છે, ત્યારે તેને નિર્ધાતન થયું ગણાય છે. પાપના સંબંધમાં ‘નિર્ધાતન ક્રિયા ત્યારે થઈ ગણાય કે જ્યારે તે નિર્બેજ થાય. પુનઃ પાપ થવાનું કોઈ કારણ બાકી ન રહે તેવી સ્થિતિ ઉત્પન્ન થાય
૦ પાપના સમૂહના નાશ માટે કરવાનું શું ? આલોચના, પ્રતિક્રમણાદિ કર્યા પછી ઉત્તરીકરણ આદિ ચાર કરણ, પછી પાપકર્મોનું નિર્ધાતન કરવા માટે કાર્યોત્સર્ગમાં સ્થિર થવાનું છે–
• ઠામિ કાઉસ્સગ્ગ – કાઉસ્સગ્નમાં કે કાયોત્સર્ગને વિશે સ્થિર થાઉ છું.
- યોગશાસ્ત્ર પ્રકાશ ત્રિીજામાં જણાવે છે કે – ઠામિ એટલે કરું છું અને કાઉસ્સગ્ન એટલે કાયાના વ્યાપારનો ત્યાગ. શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરું છું.
– આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિ મુજબ - કાયોત્સર્ગમાં રહું છું. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ, કાયાનો પરિત્યાગ એવો અર્થ છે. ધાતુ (ક્રિયાપદ)ના અનેક અર્થો થાય છે. અહીં ટમ (તિનિ) નો અર્થ “હું કરું છું" એ પ્રમાણે થાય છે. અર્થાત્ “હું કાયાના વ્યાપારનો પરિત્યાગ કરું છું' તેમ જાણવું
-૦- કાય શબ્દનો શાસ્ત્રીય અર્થ - જેમાં અસ્થિ વગેરે પદાર્થોનો સંગ્રહ થયો છે તે અથવા જે અન્નાદિથી વૃદ્ધિ પામે છે તે કાય.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
-૦- ફેન્સ એટલે ત્યાગ, વ્યુત્સર્જના, વિવેક કે વર્જન . -૦- છાયો - કાયાનો ઉત્સર્ગ, કાયા સંબંધી પ્રવૃત્તિઓનો ત્યાગ. કાયાને અંગે કરવો જોઈતો યોગ્ય વિવેક
– વ્યાપારવાળી (પ્રવૃત્ત) કાયાનો ત્યાગ કરવો.
– આલોચના અને પ્રતિક્રમણ પછી કાયોત્સર્ગ એ જ ઉત્તરીકરણરૂપ ક્રિયા છે. જે પાપકર્મોના નિર્ધાતન માટેનું સાધન છે.
– શાંત્યાચાર્ય કહે છે કે, “શરીરની ક્રિયાઓ અને શરીરના મમત્વનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ છે.
૦ લઘુ દૃષ્ટાંત :- ચંપાપુરી નગરીમાં જિનદાસ નામે શ્રેષ્ઠી રહેતો હતો. કોઈ વખતે તે કાયોત્સર્ગ કરવા માટે ગામ બહાર જઈને ખંડેરમાં ઉભો છે. ત્યાં જિનદાસ શ્રેષ્ઠીની પોતાની જ પત્ની કર્મયોગે કુછંદે ચડી. પોતાના પ્રિયપાત્ર કોઈ પુરુષ સાથે
વ્યભિચાર કરવા તેણી પણ ઘર બહાર નીકળી. નિર્લજ્જ કામચેષ્ટા કરવા માટે પલંગ લઈને જ આવી. કાયોત્સર્ગ લીન શ્રાવકના એક પગ ઉપર પલંગનો પાયો મૂકાઈ ગયો. અંધકારમાં પત્નીને કંઈ દેખાયું નહીં. એક તરફ પત્નીની વ્યભિચારલીલા ચાલુ હતી, બીજી તરફ ઉપાસકના પગ ઉપર સતત ભારના દબાણથી શારીરિક વેદના પણ અસહ્ય હતી જ. તો પણ કાયોત્સર્ગલીન તે શ્રાવક કિંચિત્ પણ વિચલિત થયા વિના ધર્મધ્યાનમાં લીન રહ્યા. સવાર સુધી આવી વિડંબના સહન કરી, અંતે મૃત્યુ પામી સ્વર્ગે ગયા.
આ રીતે કાયોત્સર્ગ એટલે કાયાની સ્થિરતા. વાણીનું મૌન અને મનથી શુભ ધ્યાનપૂર્વક રહેવું તે કાયાનો ત્યાગ કહેવાય. પણ કાયાનો ત્યાગ એટલે આત્મહત્યા અર્થ સમજવાનો નથી. પાપમાંથી છૂટી જવા માટે કાયાનો સર્વથા ઉત્સર્ગ કરવો તે અજ્ઞાન છે. ખરેખર તો કાયા પ્રત્યેની મમતાનો ત્યાગ કરવો એ જ સાચો કાયોત્સર્ગ છે.
. વિશેષ-કથન :-૦- કાયોત્સર્ગ શું છે ?
અત્રે કાયોત્સર્ગની વિચારણા ઉત્તરીકરણ ક્રિયા રૂપે અને પાપકર્મોના નિર્ધાતન હેતુથી દર્શાવાએલ છે. પણ કાયોત્સર્ગ એક આસન વિશેષ છે, તપ વિશેષ છે, ચૈત્યાદિ નિમિત્ત વિશેષ પ્રાયશ્ચિત્ત વિશેષ, આચાર વિશુદ્ધિ હેતુ પણ છે.
કાઉસ્સગ્ગ શબ્દનો પ્રયોગ તસ્સ ઉત્તરી સાથે સંબંધિત એવા અન્નત્થ૦ સૂત્રમાં પણ થયો છે. સૂત્ર-૧૯ “અરિહંત ચેઈઆણં"માં પણ કાઉસ્સગ્ગ શબ્દ પ્રયોગ બે વખત થયો છે. સૂત્ર-૨૨ પુકૂખરવરદીમાં સૂત્ર-૨૪ વૈયાવચ્ચગરાણમાં, સૂત્ર-ર૭ ઇચ્છામિ ઠામિમાં, સૂત્ર-૪૦, ૪૧, ૪૩ અને ૪૪માં તે-તે દેવતા સંબંધી આદેશ માંગતી વખતે અને મન્નહજિયાણં સૂત્રમાં છવ્વીડ આવસ્મયમેિ પદો અંતર્ગતુ પાંચમાં આવશ્યકરૂપે ઉલ્લેખ છે.
કાયોત્સર્ગ શું છે? તો પ્રથમ ઉત્તર તો એ જ હોય કે તે છ આવશ્યકમાંનું પાંચમું આવશ્યક છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
તસ્યઉત્તરી સૂત્ર-વિશેષ કથન
૧૭૭
બાહ્ય તપની દૃષ્ટિએ કાયોત્સર્ગ એ એક આસનરૂપ છે. જે કાયકલેશતપનો એક ભાગ છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં તે સંબંધે એવો ઉલ્લેખ છે કે, “પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદોહિકાસન અને હાર્યા એ બધાં આસનો છે. જેમાં વાયરસ આસનનું સ્વરૂપ જણાવતા ત્યાં નોંધ્યું છે કે – બંને ભુજાઓને નીચે લટકતી રાખીને ઉભેલા અથવા બેઠેલા માણસનું કાયાની અપેક્ષા વિનાની સ્થિતિમાં જે રહેવું તે “કાયોત્સર્ગ કહેવાય છે. આ સ્વરૂપની વિવેચના કરતા સ્વોપજ્ઞવૃત્તિમાં આગળ જણાવ્યું કે, ઉર્ધ્વસ્થિત (ઉભા ઉભા) કરાતો કાઉસ્સગ્ગ જિનકલ્પી કે છvસ્થ તીર્થકરોને હોય છે. જ્યારે સ્થીરકલ્પીને તો ઉભેલ-બેઠેલ કે સુતેલ ત્રણે સ્થિતિવાળો કાઉસ્સગ્ન હોઈ શકે છે. માત્ર બંને કાઉસ્સગ્નનું લક્ષણ સમાન છે – સ્થાન, ધ્યાન અને મૌન. તે સિવાયની સર્વે ક્રિયાઓનો ત્યાગ હોય છે.
અત્યંતર તપ રૂપે વિચારીએ તો કાયોત્સર્ગ એક તપરૂપ છે. કેમકે આગળ સૂત્ર-૨૮ નાણંમિ દંસણંમિ. સૂત્રમાં અત્યંતર તપના છ ભેદને દર્શાવતી ગાથામાં રસમ શબ્દથી તેનો ઉલ્લેખ મળે છે. આજ વાતની સાક્ષી ભગવતીજી આદિ આગમ સૂત્રોમાં પણ છે. અત્યંતર તપના છ ભેદોમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગનો ઉલ્લેખ છે. જેમાં ઉત્સર્ગનો વિસ્તૃત અર્થને બદલે પ્રચલીત અર્થ લઈએ તો તે કાયોત્સર્ગનો સૂચક છે.
આવશ્યક નિર્યુક્તિ-૧૪૬૩માં કાયોત્સર્ગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, કાયોત્સર્ગમાં સુખદુઃખની તિતિક્ષા વડે દેહ અને મતિના જાદ્યની શુદ્ધિ થાય છે, અનુપ્રેક્ષા અર્થાત્ તત્ત્વચિંતન થાય છે. ચિત્તની એકાગ્રતા વડે શુભ ધ્યાન થાય છે.”
જ્યારે કાયોત્સર્ગ કોઈ ખાસ દોષની શુદ્ધિ અર્થે કરવામાં આવે છે ત્યારે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત રૂપ છે. પૂર્વે પ્રાયશ્ચિત્ત શબ્દની વ્યાખ્યામાં જોઈ ગયા કે પ્રાયશ્ચિત્તના દશ ભેદમાં કાયોત્સર્ગ એ પાંચમું પ્રાયશ્ચિત્ત છે.
કાયોત્સર્ગ આરાધના રૂપ છે. જેમકે પ્રતિક્રમણમાં મૃતદેવતા, ક્ષેત્રદેવતા, ભવનદેવતા આદિની આરાધનાર્થે, અરિહંત ચૈત્ય અર્થે તેમજ વિશિષ્ટ આરાધનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનેક આરાધનાર્થે કાયોત્સર્ગ કરાય છે.
કાયોત્સર્ગ દોષશુદ્ધિ માટેના સાધન અને ક્રિયારૂપ છે – પ્રસ્તુત ઇર્યાપથ પ્રતિક્રમણમાં, છઠા આવશ્યકમાં જ્ઞાન, દર્શન, ચારિત્રના અતિચારોની વિશેષ શુદ્ધિ માટે, દેવસિક આદિ અતિચાર શુદ્ધિ અર્થે ઇત્યાદિ સ્થાનોમાં કાયોત્સર્ગ સાધન અને ક્રિયારૂપે પ્રવર્તે છે.
આ રીતે કાયોત્સર્ગનું વિશિષ્ટ સ્થાન ભિન્ન ભિન્ન નિમિત્તોમાં જોવા મળે છે. -૦- કાયોત્સર્ગનું હાર્દ અને મહત્ત્વ :
– કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઉભા રહેલાના અંગોપાંગ જેમ-જેમ ભાંગે તેમ-તેમ વિધિપૂર્વક કાઉસ્સગ્ગ કરનારા સુવિહિત આત્માઓ આઠ પ્રકારના કર્મ સમૂહને છેદે છે.
– કાયોત્સર્ગ આત્માને ઉજ્વલ બનાવનારી એક ક્રિયા છે. મહાન દોષરૂપ ભાવઘણની ચિકિત્સા છે, જેમ કરવત જતા-આવતા લાકડાને છેદી નાખે છે. તેમ [1|12|
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ કાયોત્સર્ગ દ્વારા કર્મો કપાઈ જાય છે.
– પ્રતિક્રમણ વડે શુદ્ધ નહીં થયેલા ચારિત્રના અતિચારોની વણચિકિત્સારૂપ કાયોત્સર્ગ વડે યથાક્રમે શુદ્ધિ થાય છે. તેમ ચઉશરણ પન્નામાં જણાવે છે.
– ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૯, સૂત્ર-૧૧૨૫માં જણાવે છે કે
હે ભંતે ! કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે ? કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. એ રીતે પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોની શુદ્ધિ થતાં તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂર જેવો હળવો બનીને પ્રશસ્ત અધ્યવસાયોમાં સુખપૂર્વક વિચરે છે.
– શરીરને કોઈ વાંસડાથી છેદે કે તેના પર ચંદનનું વિલેપન કરે. અથવા જીવન ટકે કે તેનો જલદી અંત આવે છતાં જે દેહ ભાવનાથી ખરડાય નહીં અને મનને બરાબર સમભાવમાં રાખે તેને કાયોત્સર્ગ થાય છે. તેમ આવશ્યક નિર્યુક્તિ-૧૪૫૮માં જણાવેલ છે.
-૦- કાયોત્સર્ગનો સમય :
કાયોત્સર્ગનો સમય નક્કી કરવા માટે પહેલાં તેના પ્રકારો જાણવા જોઈએ. કેમકે તેના પ્રકારને આધારે કાયોત્સર્ગનો સમય નક્કી થાય છે.
(૧) ચેષ્ટારૂપ કાયોત્સર્ગ :- જેના શ્વાસોચ્છવાસનું પ્રમાણ નિયત હોય તે ચેષ્ટારૂપ કાયોત્સર્ગ કહેવાય છે. જેમકે ગમનાગમનમાં, પ્રતિક્રમણમાં, કોઈ વિશિષ્ટ આરાધનારૂપે થતા કાયોત્સર્ગમાં. તેમાં પ્રમાણ નિયત હોય.
(૨) અભિભવરૂપ – વિશેષ શુદ્ધિ કે ઉપસર્ગો સહન કરવા માટે ખંડેરમાં, શ્મશાનભૂમિમાં, અરણ્યાદિમાં કે કોઈપણ સ્થળે એકાંતમાં થતો કાયોત્સર્ગ તે અભિભવરૂપ કાયોત્સર્ગ કહેવાય. જે કાયોત્સર્ગનું કાલમાન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બારમાસ પર્યન્તનું હોય છે.
-૦- ચેષ્ટારૂપ કાયોત્સર્ગ કાલમાન :
આવશ્યક નિર્યુક્તિ ગાથા-૧૫૩૯માં કાલમાન જણાવતા પાય-સમાસાના એવું પદ મૂક્યું. એક પાદનો એક શ્વાસોચ્છવાસ ગણવો તેમ આ પદમાં જણાવ્યું. આ પાદ એટલે શ્લોકનો ચોથો ભાગ. એ રીતે શ્વાસોચ્છવાસના પ્રમાણને આપણે એક પાદ અનુસાર ગણીને ત્યાં લોગસ્સ સૂત્રની મુખ્યતા સ્વીકારી કાયોત્સર્ગની ગણના લોગસ્સ સૂત્રથી કરવાની પરીપાટીને સ્વીકારેલી છે.
- જેમકે એક ઇરિયાવહી નિમિત્તે ચૈત્યવંદનભાષ્ય ગાથા-૫૮માં પ્રમાણ કહ્યું – રૂરિડરપમા પાસુસાસ અર્થાત્ ૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાળ કહ્યો. લોગસ્સ સૂત્ર પ્રમાણે આ કાળ વિચારીએ તો-પ્રત્યેક ગાથામાં ચાર પાદ આવે. તેથી છ ગાથા આખી ગણતા ચોવીશ પાદ થાય અને સાતમી ગાથાનો ફક્ત પ્રથમ પાદ ગણતા વે; નિમ્પયરી સુધી ગણતા પચીશ પાદ અર્થાત્ પચીશ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ થશે. તેથી આપણે ઇરિયાવહીનો કાયોત્સર્ગ ચંદસૂનિમ્મલયરા સુધી એક લોગસ્સ પ્રમાણનો કરીએ છીએ.
Page #180
--------------------------------------------------------------------------
________________
તસ્સઉત્તરી સૂત્ર-વિશેષ કથન
૧૭૯ એ જ રીતે ચૈત્યવંદન ભાષ્ય ગાથા-૫૮માં અમેશબ્દ પણ વાપરેલ છે. ત્યાં આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું કથન છે. જ્યાં આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું વિધાન હોય ત્યાં આઠ સંપદાયુક્ત એક નવકારનો કાયોત્સર્ગ થાય છે. જેમકે લઘુ અને મધ્યમ ચૈત્યવંદનમાં હાલ જે કાયોત્સર્ગ છે તે એક નવકારનો થાય છે. એ જ રીતે ગટ્ટ સેસેલું શબ્દની વ્યાખ્યા બૃહત્ ચૈત્યવંદન – દેવવંદનના કાયોત્સર્ગ સંદર્ભમાં કરાયેલ છે. ત્યાં થોયના જોડામાં જે એક નવકારનો કાયોત્સર્ગ થાય છે. તે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણનો કાયોત્સર્ગ છે.
-૦- પ્રતિક્રમણ ક્રિયામાં કાયોત્સર્ગનું પ્રમાણ :
પ્રતિક્રમણના સંદર્ભમાં ૫૦, ૨૫, ૨૫, ૧૦૦, ૧૦૮, ૩૦૦, ૫૦૦, ૧૦૦૮ અને ૮ શ્વાસોચ્છવાસ પ્રમાણના અલગ-અલગ કાયોત્સર્ગની વાત આવે છે. જેમકે – (૧) દેવસિક પ્રતિક્રમણમાં ચારિત્ર શુદ્ધિ અર્થે ૫૦ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાયોત્સર્ગ કરવાનો છે, ત્યાં બે લોગસ્સનો કાયોત્સર્ગ ચંદેસુ નિમ્મલયરા પર્યન્ત કરીએ છીએ
(૨) જ્યાં ૨૫-૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું વિધાન છે તેવા ઇરિયાવહીમાં, તેમજ જ્ઞાનાચાર અને દર્શનાચાર શુદ્ધિ માટે એક-એક લોગસ્સનો કાયોત્સર્ગ કરીએ છીએ
(૩) જ્યાં ૧૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું વિધાન છે ત્યાં દેવસિય પ્રાયશ્ચિત્ત નિમિત્તે તથા કુસુમિણ દસ્યુણિ નિમિત્તે આપણે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરીએ છીએ.
(૪) જ્યાં ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું વિધાન છે, ત્યાં જો કુ:સ્વપ્ન દુઃસ્વપ્ન આવેલ હોય તો સાગરવરગંભીરા પર્યન્ત ચાર લોગસ્સનો કાયોત્સર્ગ આપણે કરીએ છીએ. અહીં સાગરવરગંભીરા સુધી લોગસ્સ ગણવાનું કારણ એ છે કે જો ચંદેસુ નિમૅલયરા સુધી ગણીએ તો એક લોગસ્સના ૨૫-શ્વાસોચ્છવાસ ગણતા કુલ ૧૦૦ શ્વાસોચ્છવાસ થશે. જો ૧૦૮નું પ્રમાણ જાળવવું હોય તો ૨૭-શ્વાસોચ્છવાસ પ્રમાણ કરવું પડે. તે માટે લોગસ્સના ર૭ પદ લેવા પડે. આ ૨૭ પદ સાગરવરગંભીરાએ પુરા થાય છે, તેથી અહીં સાગરવરગંભીરા પર્યન્ત ગણી ચાર લોગસ્સ કાયોત્સર્ગ કરીએ તો ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ થઈ શકે
(૫) ૩૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ – પાક્ષિક પ્રતિક્રમણમાં પકિનના પ્રાયશ્ચિત્ત રૂપે આટલો કાયોત્સર્ગ કરવાનો આવે તે માટે ૨૫ શ્વાસોચ્છવાસનો એક એવા (ચંદેસ નિમ્મલયારા) પર્યન્તના ૧૨ લોગસ્સનો કાયોત્સર્ગ કરાય છે.
(૬) ૫૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ – ચઉમાસી પ્રતિક્રમણમાં ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તરૂપે આટલો કાયોત્સર્ગ કરવાનો આવે તે માટે ૨૫ શ્વાસોચ્છવાસનો એક એવા (ચંદેસુ નિખલયરા) પર્યન્તના ૨૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરાય.
(૭) ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ – સંવત્સરી પ્રતિક્રમણમાં સાંવત્સરિક પ્રાયશ્ચિત્ત રૂપે ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો આવે. તેથી આપણે ૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણનો એક એવા ૪૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરી અને ઉપર
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ માટે એક નવકાર ગણીએ છીએ. જેથી ૨૫ × ૪૦ = ૧૦૦૦ + ૮ = ૧૦૦૮ થાય છે.
૧૮૦
(૮) આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ જે એક એક નવકારનો કાયોત્સર્ગ કરાય છે તે. (જો કે તે અંગે મૂળ પ્રતિક્રમણ વિધિમાં કોઈ ખુલાસો નથી.) -૦- આરાધના વિષયક કાયોત્સર્ગ પ્રમાણ :
આરાધકો અનેકવિધ આરાધના કરતા હોય છે. જેમકે નવપદ, કલ્યાણક, વીશ સ્થાનક, કર્મક્ષય ઇત્યાદિ. આ આરાધનાઓમાં તો શ્વાસોચ્છવાસ પ્રમાણની વાત દેખાતી નથી, ત્યાં સીધી જ લોગસ્સ પ્રમાણની વાત જ વ્યવહારમાં જોવા મળે છે. જેમકે જ્ઞાન નિમિત્તે પાંચ કે એકાવન લોગસ્સ કરે, સિદ્ધાચલતીર્થ નિમિત્તે નવ કે એકવીસ લોગસ્સનો કાયોત્સર્ગ કરે. આ વાતનું પ્રમાણ શ્રાવક અતિચારમાં પણ જોવા મળે છે. તેમાં એક વાક્ય બોલાય છે કે, “કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ-વીશનો કાઉસ્સગ્ગ ન કીધો.' એ રીતે અહીં સીધુ લોગસ્સ સૂત્રને જ પ્રમાણ ગણેલ છે.
-૦- અભિભવ રૂપ કાયોત્સર્ગ કાલમાન :
જે હેતુ કે નિમિત્તને આશ્રીને કાયોત્સર્ગ કરાયેલ હોય તેની સિદ્ધિ કે પૂર્વી ન થાય ત્યાં સુધી આ કાયોત્સર્ગ ચાલે. તેથી તેનું કાળપ્રમાણ નિયત હોતું નથી. માત્ર ઉત્કૃષ્ટ અવધિ બાર માસની કહી છે કે જે બારમાસ પર્યન્તના કાયોત્સર્ગ માટે બાહુબલિનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે.
૦ લઘુ દૃષ્ટાંત :- પરમ ધર્મનિષ્ઠ એવો ચંદ્રાવતંસક નામે રાજા હતો. તે ચૌદશની રાત્રિએ પોતાના મહેલમાં કાયોત્સર્ગ કરતો ઉભો છે. મનમાં તેણે અભિગ્રહ ધારણ કરેલો છે કે– જ્યાં સુધી મહેલનો આ દીવો બળતો રહે ત્યાં સુધી મારે કાયોત્સર્ગ પારવો નહીં. સામાન્યથી તો તેલ પુરું થાય એટલે દીવો બુઝાઈ જાય અને કાયોત્સર્ગનું કાલમાન પુરું થાય. પણ રાજાની દાસીએ રાજાને ઉભેલા જોઈને વિચાર્યું કે રાજા કંઈક ધર્મકાર્યથી ઉભેલા છે, તો મારે અંધકાર થવા ન દેવો. તેથી તેણી વારંવાર આવીને દીવામાં તેલ પુરી જાય છે, જેથી દીવો બુઝાય નહીં. આ રીતે રાતભર દીવો ચાલુ રહ્યો અને રાજાએ કાયોત્સર્ગમાં રહીને ધર્મધ્યાન કર્યું. કેમકે કાલમાનનો આધાર સમય, શ્વાસોચ્છવાસ કે લોગસ્સ આધારિત ન હતો પણ નિમિત્ત આધારિત હતો. તે નિમિત્ત ચાલુ રહે ત્યાં સુધી કાયોત્સર્ગ પણ ચાલુ રહે. વળી આ નિયમની વાત તો સૂત્રોક્ત પ્રમાણમાં પણ આવે છે जाव नियमं પન્નુવાસામિ. સૂર્યોદય પર્યંત ચંદ્રાવતંસક રાજા કાયોત્સર્ગમાં નિશ્ચલ રહ્યા. સૂર્યોદયે જ્યારે દીવો બુઝાયો ત્યારે રાજાના બંને પગે લોહી ભરાઈ ગયું હોવાથી પર્વતના શિખરની જેમ તુટીને રાજા જમીન પર પડ્યો. પણ કાયોત્સર્ગ પ્રતિમા ખંડિત ન કરી. -૦- કાયોત્સર્ગના આઠ નિમિત્ત ચૈત્યવંદનને આશ્રીને :
ચૈત્યવંદન ભાષ્ય-૫૩માં પાવરવવાન્થ. ગાથાથી કાયોત્સર્ગ કરવા માટેના આઠ નિમિત્તોનું વિધાન જોવા મળે છે. તે પ્રમાણે—
(૧) ઇરિયાવહી નિમિત્તે પાપ ખપાવવાને માટે
Page #182
--------------------------------------------------------------------------
________________
તસ્સઉત્તરી સૂત્ર-વિશેષ કથન
૧૮૧ | (૨ થી ૭) વંવિત્તિયા આદિ, (૨) વંદન નિમિત્તે, (૩) પૂજન નિમિત્તે, (૪) સત્કાર નિમિત્તે, (૫) સન્માન નિમિત્તે, (૬) બોધિલાભ નિમિત્તે અને (૭) નિરુપસર્ગ નિમિત્તે.
(૮) પ્રવચન દેવતાના સ્મરણ અર્થે કાયોત્સર્ગ કરાય છે.
(આ નિમિત્તમાં ઇરિયાવહી. સાથે સંબંધિત કાયોત્સર્ગની વિવેચના આ સૂત્રમાં કરી છે. બાકીના નિમિત્તોનું વિવેચન સૂત્ર-૧૯ અરિહંત ચેઈયાણમાં કરાયેલ છે.)
• કાયોત્સર્ગના દોષો :
કાયોત્સર્ગ કઈ રીતે કરવો ? અને તે કરતી વખતે કયા દોષોનું નિવારણ કરવું આવશ્યક છે ? - (આવશ્યક નિર્યુક્તિ-૧૫૪૫ થી ૧૫૪૭માં તેનું વર્ણન છે. તેની વૃત્તિ, પ્રવચન સારોદ્ધાર, ચૈત્યવંદનભાષ્ય વૃત્તિ આદિમાં તેનું વિવેચન છે.
– કઈ રીતે કરવો ? – “બંને પગ સીધા ઉભા રાખી, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કંઈક ઓછું અંતર બે પગ મધ્યે રાખી, સીધા લટકતાં રાખેલા જમણા હાથમાં મુહપત્તિ અને ડાબા હાથમાં રજોહરણ (ચરવળો) ગ્રહણ કરવા પછી દેહ (મમત્વ)નો સંપૂર્ણ ત્યાગ કરીને કાયોત્સર્ગ કરવો.
– કયા દોષોનો ત્યાગ કરવો ? નીચેના ૧૯ દોષોનો ત્યાગ કરવો. (૧) ઘોટક દોષ – ઘોડાની પેઠે એક પગ ઊંચો કે વાંકો રાખવો તે. (૨) લતા દોષ – વાયુથી ચાલતી વેલની માફક શરીરને હલાવવું તે (૩) ખંભાદિ દોષ – થાંભલા આદિનો ટેકો દઈને ઉભું રહેવું તે. (૪) માળ દોષ – ઉપર મેડી અથવા માળને મસ્તક ટેકવીને ઉભું રહેવું તે.
(૫) ઉધિ દોષ – ગાડાની ઊંઘની માફક પગના અંગુઠા તથા પાનીને ભેગા કરીને ઉભા રહેવું તે.
(૬) નિગડ દોષ – નિગડ-બેડીમાં નાંખેલા પગ માફક પગ પહોળા રાખવા. (૭) શબરી દોષ – નગ્ન ભીલડી માફક ગુહ્ય સ્થાનકે હાથ રાખવો તે.
(૮) ખલિણ દોષ – ઘોડાના ચોકડાની માફક કે લગામની માફક રજોહરણ કે ચરવળો આગળ રાખવો તે.
(૯) વધુ દોષ – નવપરિણીત વહૂની માફક માથું નીચું રાખવું તે.
(૧૦) લંબોત્તર દોષ – નાભિથી ઉપર અને ઢીંચણથી નીચે જાનુ સુધી વસ્ત્ર રાખવું તે.
(૧૧) સ્તન દોષ – ડાંસ-મચ્છરના ભયથી, અજ્ઞાનથી કે લજ્જાથી હૃદયને આચ્છાદિત કરી સ્ત્રીની માફક ઢાંકી રાખવું તે.
(૧૨) સંયતિ દોષ – ઠંડી વગેરેના ભયથી સાધ્વીની માફક બંને સ્કંધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખવું તે
(૧૩) ભૂ-અંગુલિ દોષ – સંખ્યાદિ ગણવા માટે આંગળી કે પાંપણના ચાળા કરવા કે ચલાવવી તે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ (૧૪) વાયસ દોષ – કાગળાની માફક ડોળા ફેરવવા તે
(૧૫) કપિત્થ દોષ – પહેરેલાં વસ્ત્રો જૂ તથા પરસેવાથી મલિન થશે. તેમ જાણીને ગોપવી રાખવા તે. જાંઘને સંકોચી રાખવી તે.
(૧૬) શીરડકંપ દોષ – યક્ષ આવિષ્ટની માફક માથું ધુણાવવું તે. (૧૭) મૂક દોષ – મુંગાની માફક હું-હું કરવું તે (૧૮) મદિરા દોષ – મદિરા પીધેલાની માફક બડબડાટ કરવો તે. (૧૯) પ્રેક્ષ્ય દોષ – વાંદરાની પેઠે આસપાસ જોયા કરવું તે. ઉપરોક્ત દોષોમાં લંબોત્તર, સ્તન, સંયતિ ત્રણ દોષ સાધ્વીને ન હોય. ૦ વિશેષ કથનમાં અંતે કંઈક :
કાયોત્સર્ગ એ સમગ્ર સૂત્રના બીજ સ્વરૂપ હોવાથી તેમજ બીજા-બીજા સૂત્રોમાં પણ આ શબ્દ પ્રયોજાયેલ હોવાથી તેની સવિસ્તર ચર્ચા કરી. પણ આ કાયોત્સર્ગ કરવાને શેના માટે કહ્યો છે ?
– પાવાણું કમ્માણ નિગ્ધાયણઠાએ - સર્વ કર્મનો નાશ કરવા માટે.
– જૈન દર્શનમાં પાપ અને પુણ્યના ત્રાજવા નોખાં છે. કોઈ એક પલ્લામાં વધેલા ભાર બીજા પલ્લા વડે સરખો થતો નથી. પાપ વધે કે પુન્ય વધે, બંને અવશ્ય ભોગવવા જ પડે. તે સર્વે કર્મોને ખપાવવા પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધિ, વિશલ્યતારૂપ કરણો જણાવ્યા છે.
– ઉત્તરીકરણ કરવા વડે પ્રાયશ્ચિત્ત કરી, વિશુદ્ધ થઈ અને શલ્ય રહિત બન્યા પછી પાપનાશની પ્રક્રિયા કરી શકાય છે. તે માટે કાયાનો ઉત્સર્ગ આવશ્યક છે. . સૂત્ર-નોંધ :
– આ સૂત્રનું આધાર સ્થાન આવશ્યક સૂત્રના અધ્યયન-પાંચમાંનું સૂત્ર-૩૯ છે. ત્યાં આ સૂત્ર આ જ સ્વરૂપે નોંધાયેલ છે.
– “કાયોત્સર્ગ” આ અધ્યયનનું નામ છે અને કાયોત્સર્ગ વિશે અતિ વિપુલ માહિતી તેમાં પ્રાપ્ત થાય છે.
- - આ સૂત્રમાં પદ-૩ છે, સંપદા-૧ છે, ગુરુવર્ણ-૧૦ છે, લઘુવર્ણ-૩૯ છે, સર્વવર્ણ-૪૯ છે.
– “વિસોહિ કરણેણં' શબ્દ સિવાય બધાં પદમાં જોડાક્ષર છે. જેના ઉચ્ચારણમાં ભૂલો થતી જોવા મળે છે. જેમકે તસ ને બદલે તસ, કાઉસ્સગ્નને બદલે કાઉસગ વગેરે. આવી ભૂલો ન થાય તે જોવું.
Page #184
--------------------------------------------------------------------------
________________
અન્નત્થ-સૂત્ર
૧૮૩
સૂત્ર-૭)
અનW - સત્ર (કાયોત્સર્ગ-આગાર સૂત્ર)
- સૂત્ર-વિષય :- કાયોત્સર્ગ ક્યારે ક્યારે ભંગ ન થાય, તે દર્શાવતા ૧૬ આગારો (છૂટો) આ સૂત્રનો મુખ્ય વિષય છે. વિશેષથી કહીએ તો - આ સૂત્રમાં કાયોત્સર્ગના આગારો, કાયોત્સર્ગની કાલ મર્યાદા, કાયોત્સર્ગ કઈ રીતે કરવો તેનું સ્વરૂપ, કાયોત્સર્ગ સંકલ્પ કે પ્રતિજ્ઞા દર્શાવાયેલ છે.
| સૂત્ર-મૂલ :અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણ, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસર્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ સુહમેડિં અંગ-સંચાલેહિં, સુહુમેડિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિ-સંચાલેહિં -
(૨) એવભાઈએહિં આગારેડિં અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગોજાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ - તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ - | સૂત્ર-અર્થ :
શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસુ આવવાથી, ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, ભ્રમરી અર્થાત્ ચક્કર આવવાથી, પિત્તને લીધે મૂચ્છ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ઝૂરણ થવાથી, શરીરમાં કફ વગેરેનું સૂક્ષ્મ સંચરણ થવાથી, સૂક્ષ્મ રીતે દૃષ્ટિ ફરકી જવાથી, આ વગેરે (અન્ય) આગારોને છોડીને અખંડિત અને વિરાધના રહિત મારો કાઉસ્સગ્ગ હોજો.
જ્યાં સુધી અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને તમારો કાયોત્સર્ગ) ન પારું ત્યાં સુધી કાયાને એક સ્થાન વડે, (વાણીના) મૌનપણે (અને) (મનના) શુભ ધ્યાન વડે મારા આત્માને વોસિરાવું છું અર્થાત્ આ શરીરનો સર્વથા ત્યાગ કરું છું.
| શબ્દજ્ઞાન :અન્નત્થ - સિવાય કે, અન્યત્ર કારણે ઊસસિએણે - ઊંચો શ્વાસ લેવાથી નીસસિએણે - શ્વાસ નીચો મૂકવાથી ખાસિએણે - ઉધરસ આવવાથી છીએણે - છીંક આવવાથી જંભાઈએણે - બગાસું આવવાથી ઉડુએણે' - ઓડકાર આવવાથી વાયનિસગૂણે - વા છૂટ થવાથી
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ભમલીએ - ચક્કર આવવાથી પિત્તમૈચ્છાએ - પિત્ત વડે મૂછ આવવાથી સુહુમેહિં - સૂક્ષ્મ રીતે, કિંચિત્ અંગસંચાલેહિં - અંગ સંચાલનથી ખેલસંચાલેહિં - કફના સંચરણથી દિઠિસંચાલેહિં - દૃષ્ટિ ફરકી જવાથી એવભાઈએડુિં - આ-વગેરે છોડીને આગારેહિં - આગાર, અપવાદોને અભખ્ખો - અગ્નિ, અખંડિત અવિરાહિઓ - વિરાધના રહિત હજ્જ મે કાઉસ્સગ્ગો - મારો કાયોત્સર્ગ હોજો કે થાઓ જાવ અરિહંતાણં ભગવંતાણં - જ્યાં સુધી અરિહંત ભગવંતોને નમુક્કારેણ ન પારેમિ - નમસ્કાર કરીને પારું નહીં, પૂર્ણ ન કરું તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં - ત્યાં સુધી સ્થાન, મૌન, ધ્યાન વડે અપ્પાણ વોસિરામિ - મારા આત્માને વોસિરાવું છું, કાયાને ત્યજુ છું.
- વિવેચન :- આ સૂત્રનો પ્રારંભ અન્નત્ય શબ્દથી થતો હોવાથી તે વ્યવહારમાં “અન્નત્થ સૂત્ર” નામે પ્રસિદ્ધ છે. પ્રતિક્રમણ, સામાયિક, ચૈત્યવંદનાદિ કોઈપણ વિધિનો કાઉસ્સગ્ગ અન્નત્થ સૂત્ર બોલ્યા સિવાય થતો ન હોવાથી અન્નત્થને કાયોત્સર્ગ સૂત્ર પણ કહે છે. તેમજ કાયોત્સર્ગ ભંગ ક્યારે ન થાય તે અંગેના આગારો (૧૨ + ૪)નું વર્ણન મુખ્યતાએ કરેલ હોવાથી આ સૂત્રને “આગાર સૂત્ર” કે “કાયોત્સર્ગ-આગાર” સૂત્ર પણ કહે છે.
આ સૂત્રમાં મુખ્ય ચાર વિભાગો છે – (૧) કાયોત્સર્ગ પ્રતિજ્ઞા કે સંકલ્પ-જે સૌથી છેલ્લે કહ્યું- વાય...પાનં વોલિમ હું મારી કાયાનો ત્યાગ કરું છું કે વોસિરાવું છું - પણ કઈ રીતે ? " (૨) કાયોત્સર્ગ સ્વરૂપ – ટામાં મોni જ્ઞાનું સ્થાન, મૌન, ધ્યાન વડે સ્થીર થઈને – આવી સ્થિરતા કેટલો સમય સુધીની ?–
(૩) કાયોત્સર્ગ સમય – નાવ રિહંતાઈ માવંતા નમુક્કારેvi ન રેનિ તાવિ. જ્યાં સુધી નમો અરિહંતાણં બોલી (અરિહંત ભગવંતને નમસ્કાર કરીને) ન પારું ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં રહેવું.
કાયોત્સર્ગ અર્થાત્ કાયાના વ્યાપારનો ત્યાગ શું સર્વથા થઈ જાય ? ના. ન રોકી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓની અપવાદ રૂપે છૂટ રાખીને
(૪) કાયોત્સર્ગ આગાર – આ અપવાદ રૂપ છુટોમાં બાર આગાર કહ્યાઝર્સીસUU, નિસર્ષ થી 8 મે છોડ અને રિ શબ્દથી બીજા ચાર આગારો પણ સમજી લેવા.
હવે પદાનુસાર વિવેચન જોઈએ
૦ અન્નત્થ – અન્યત્ર, સિવાય કે હવે આપેલા અપવાદ પૂર્વક. અહીં સૂત્રમાં જણાવેલ બાર પ્રવૃત્તિઓ સિવાય, નીચેના આગારો છોડીને.
– અન્યત્ર એ નૈપાતિક પદ છે. જ્યારે કોઈ વસ્તુનો અપવાદ કરવો હોય કે મુખ્ય વસ્તુથી જુદી પાડવી હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે.
કાયોત્સર્ગ દરમિયાન કાયાનો કેટલોક વ્યાપાર ચાલું રહેવાનો જ – જેમકે
Page #186
--------------------------------------------------------------------------
________________
અન્નત્થ સૂત્ર-વિવેચન
૧૮૫
શ્વાસ લેવો કે મૂકવો, વાછૂટ થવી વગેરે. કાયવ્યાપાર બે પ્રકારના હોય છે. - (૧) ઇચ્છાને આધીન (૨) નૈસર્ગિક રીતે થતો. જે કાયવ્યાપાર ઇચ્છાપૂર્વક થતા હોય તેને તો કાયોત્સર્ગમાં કરવાના નથી. પણ જે કાયવ્યાપાર કુદરતી રીતે થતા હોય તેને રોકવા મુશ્કેલ હોય છે. આવા કુદરતી કાય વ્યાપાર અર્થાત્ શરીરની પ્રવૃત્તિ માટે આ બન્નત્થ શબ્દથી એવી સ્પષ્ટતા કરાઈ છે કે, આવા કાય વ્યાપાર થઈ જાય તો તેને કાયોત્સર્ગમાં બાધક સમજવા નહીં. તે આ પ્રમાણે છે–
૧. ઊસસિએણે :- ઊંચો શ્વાસ લેવાથી, જોરથી શ્વાસ લેવાથી તેને માટે આવશ્યક સૂત્ર-3ની વૃત્તિમાં પણ કહ્યું છે કે – ઉર્ધ્વ કે પ્રબળ શ્વાસ લેવો તે “ઊસસિએણ” કહેવાય.
– ઊસસિએણે એટલે ઉચ્છવાસ મુખ કે નાસિકા વડે અંદર લેવાતો શ્વાસ. જેને ગ્રહણ કરીને ફેફસામાં ધકેલવામાં આવે છે. ટૂંકમાં શ્વાસ લેવો તે
૨. નીતસિએણે :- શ્વાસ નીચો મૂકવાથી, શ્વાસ બહાર કાઢવો કે છોડવો તે નિઃશ્વાસ કહેવાય જે શ્વાસ નાસિકા કે મુખ વડે શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે તે નિઃશ્વાસ કહેવાય છે.
આ ઉચ્છવાસ અને નિઃશ્વાસ બંને ક્રિયાઓ શ્વાસોચ્છવાસ નામથી ઓળખાય છે. શ્વાસોચ્છવાસને સર્વથા રોકવો અશક્ય છે. તેને રોકવાથી પ્રાણવિઘાતનો પ્રસંગ આવે છે. અભિગ્રહ કરનાર પણ શ્વાસોચ્છવાસને સર્વથા રોકી શકતો નથી. આવશ્યક નિર્યુક્તિ-૧૫૧૦માં જણાવે છે કે, અભિભવ કાયોત્સર્ગ કરનાર પણ શ્વાસ રોકી ન શકે તો પછી ચેષ્ટા કાયોત્સર્ગ કરનારને તો શ્વાસોચ્છવાસ રોકવાની વાત જ ક્યાંથી હોય ? ચેષ્ટા કાયોત્સર્ગ કરનાર શ્વાસનો નિરોધ ન કરે. કેમકે તેમ કરવાથી તત્કાળ મરણ થવાનો સંભવ છે. તેથી તે જયણાપૂર્વક સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ કરે.
દશ પ્રકારના જે પ્રાણ છે. જેનું વર્ણન સૂત્ર-૫ “ઇરિયાવહીમાં પાણક્કમણેમાં આવી ગયેલ છે. તેમાં શ્વાસોચ્છવાસને એક પ્રાણ ગણેલ છે. તેનો વિયોગ કરવો તેને સૂયગડાંગની વૃત્તિમાં હિંસા કહી છે. આ શ્વાસોચ્છવાસ ક્રિયા એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધાં જીવોમાં હોય છે. તેનો સર્વથા નિરોધ થઈ શકતો નથી.
૩. ખાસિએણે :- ખાંસી આવવાથી, ઉધરસ આવવાથી. ઉધરસ આવવાની ક્રિયા આપણી ઇચ્છા કે પ્રયત્નો પર નિર્ભર નથી. ઉપલક રીતે ખાંસી ખાવી હોય તો આપણે ખાઈ શકીએ છીએ, પણ તે અંદરથી ઉત્પન્ન થતી હોય તો તેને રોકી શકવી અશક્ય છે.
૪. છીએણે :- છીંક આવવાથી, છીંકના અવાજને રોકી શકાય છે. નાકને મસળીને તેનો વાયુ બહાર કાઢી શકાય છે. પણ સર્વથા તે વાયુને નાસિકા વાટે વહેતો અટકાવી શકાતો નથી.
પ. ભાઈએણે :- બગાસું ખાવાથી આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં કહ્યું છે કે– મોટું પહોળું કરતાં જે પ્રબળ પવન નીકળવો તેને “બગાસુ ખાવું” કહે છે.
આવશ્યક નિર્યુક્તિ-૧૫૧૧ અને તેની વૃત્તિમાં આ ત્રણે આગારની વિવેચના
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
કરતા કહ્યું છે કે – કાયોત્સર્ગમાં ખાંસી, છીંક અને બગાસુ વગેરે જયણાપૂર્વક કરવા. જયણાપૂર્વક એટલે – આ ત્રણે ક્રિયામાં નીકળતો વાયુ બાહ્યવાયુને માટે શસ્ત્રરૂપ ન બની જાય અર્થાત્ બહાર રહેલા વાયુના જીવો આ ત્રણે ક્રિયાના વાયુથી હણાય નહીં તે રીતે આ ત્રણે ક્રિયા કરવી જોઈએ. કેમકે બહારના વાયુ કરતા ઉધરસ, છીંક અને બગાસાનો વાયુ અતિ ઉષ્ણ હોય છે.
જયણાપૂર્વક આ ત્રણે ક્રિયા કરવાનું કારણ જણાવતાં નિર્યુક્તિકાર કહે છે કે, આ ક્રિયાઓનો નિરોધ ન કરે કેમકે તેમ કરવાથી અસમાધિ થાય છે અને સર્વથા રોધ કરવાથી મૃત્યુનો પણ સંભવ રહે છે. વળી જયણાપાલન માટેનો બીજો હેતુ જણાવતા કહ્યું કે ઉધરસ અને છીંક ખાતી વખતે ઉષ્ણપવન સાથે ક્યારેક શ્લેષ્મ (કફ કે બળખો) પણ બહાર આવે છે. ત્યારે તેનાથી “મસક' આદિ જીવો હણાય કે મરાય નહીં તેમજ બગાસુ ખાય ત્યારે પહોળા થયેલા મુખમાં “મસક' આદિ જીવ પ્રવેશીને મૃત્યુ ન પામે તે માટે આ ત્રણે ક્રિયા વખતે મુખ કે નાકની આડો હાથ રાખીને જયા પાલન કરે.
૬. ઉsણ :- ઓડકાર ખાવાથી, ઉદ્ગાલ આવવાથી. આ ક્રિયા પણ ઉદાન વાયુને લીધે જ થાય છે. તેના વેગને રોકતા અસમાધિ થાય છે. મુખ આડો હાથ રાખી ઓડકાર ખાવો. શક્યતઃ અવાજ ન થાય તે લક્ષ્ય રાખવું.
૭. વાયનિસગેણં :- વા છૂટ થવાથી, અપાન વાયુનો સંચાર થવાથી. અપાન એટલે મળદ્વાર. ત્યાંથી પવનનું નીકળવું તે.
– શરીરમાં વાયુ થવાથી આ ક્રિયા થાય છે. તેના વેગને દરેક વખતે રોકી શકાતો નથી. કદાચ રોકવામાં આવે તો અસમાધિ થાય છે. તેથી તેને રોકવો ઉચિત પણ નથી. તેનાથી પેટમાં દુઃખાવો થવાનો કે ચૂંક ઉપડવાનો સંભવ છે. તેથી જયણાપૂર્વક ધીમે ધીમે આ વાયુને નીકળવા દેવો અને નીકળતી વખતે જરા પણ અવાજ ન થાય તે લક્ષમાં રાખવું.
૮. ભમલીએ :- ભ્રમરી આવવાથી, ચક્કર આવવાથી, વાઈ આવવાથી, આકસ્મિક રીતે શરીરમાં ફેર કે ચકરી આવવાથી થાય છે. મગજ ભમતું હોવાથી ભ્રમરી કહેવાય છે. તેનો ઉદ્દભવ અપથ્ય આહાર-વિહાર, અપ્રિય વાસ, માનસિક આઘાત, લોહીના પરિભ્રમણ કે દબાવના ફેરફાર આદિ કારણે થાય છે. તેને ઇચ્છા કે પ્રયત્નમાત્રથી રોકી શકાય નહીં
૯. પિત્ત-મુચ્છાએ :- પિત્ત પ્રકોપથી આવેલી મૂછ વડે, પિત્ત ચડવાને કારણે થયેલી બેભાન અવસ્થાને લીધે. આવશ્યક સૂત્ર-3ની વૃત્તિમાં કહે છે કે, પિત્તના પ્રાબલ્યથી થોડી કે સહેજ મૂચ્છ આવે છે.
આયુર્વેદ ત્રણ બાબતને મહત્ત્વ આપે છે. વાત, પિત્ત અને કફ. આ ત્રણ તત્ત્વોના યોગ્ય પ્રમાણથી શરીર સંચાલન યોગ્ય રહે છે. જો તેમાં કોઈ પણ તત્ત્વ વધી કે ઘટી જાય ત્યારે રોગોત્પત્તિ સંભવે છે. તેમાં પિત્ત પ્રકોપ વધી જતાં માથાનો દુઃખાવો, ચક્કર, ઉલટી અને ક્યારેક મૂચ્છ પણ આવે છે. આ સ્થિતિ અચાનક
Page #188
--------------------------------------------------------------------------
________________
અન્નત્થ સૂત્ર-વિવેચન
ઉત્પન્ન થાય છે.
આવશ્યક નિયુક્તિ-૧૫૧૨માં જણાવે છે કે ચક્કર કે મૂર્છા આવે તો કાયોત્સર્ગમાં અપવાદ એટલા માટે બતાવ્યો કે કદાચ આ બે કારણે અચાનક પડી જાય તો આત્મવિરાધના થાય, તેના કરતા બેસી જવું યોગ્ય ગણાય.
૧૦. સુહુર્મહિં અંગ-સંચાલેહિં :- સૂક્ષ્મ રીતે અંગનું સંચાલન થવાથી, અંગ સ્ફૂરણ થાય, શરીરમાં રોમરાજી આદિ સૂક્ષ્મ રીતે ચલિત થાય કે રોમ-રોમ ઉભા થઈ જાય ઇત્યાદિને સૂક્ષ્મ અંગ સંચલન કહેવાય છે.
=
- આંખના પોપચાં, ગાલ, હાથ-પગના સ્નાયુઓનું ફરકવું, રોમરાજીનું વિકસ્વર થવું ઇત્યાદિ ક્રિયાઓ આપણી ઇચ્છા કે પ્રયત્નને આધીન ન હોવાથી શરીરમાં ગમે ત્યારે આવું સ્ફૂરણ થઈ શકે છે.
--
૧૧. સુહુમેહિં ખેલ-સંચાલહિં :- સૂક્ષ્મ રીતે કફ કે શ્લેષ્મનો સંચાર થવો. આ ક્રિયા શરીરમાં ચાલતી હોય છે. વાયુ, કફને જુદા જુદા સ્થાને લઈ જાય છે. કોઈ વખત તેનો વેગ વધારે હોય તો આપણને ખ્યાલ આવે છે કે અંદર કફનું હલનચલન થઈ રહ્યું છે. આ સૂક્ષ્મ કાયવ્યાપાર છે. જે આપણા નિયમનમાં હોતો નથી. આવશ્યક નિયુક્તિ-૧૫૧૩માં જણાવે છે કે વીર્યના યોગથી કારણ હોય ત્યારે શરીરમાં સૂક્ષ્મ-બાદર સંચાર અવશ્ય થાય જ છે. અહીં “વીર્ય’ વીર્યાન્તરાયના ક્ષયોપશમજન્ય આત્મપરિણામને કહેલ છે અને ‘યોગ'' મન, વચન, કાયાની પ્રવૃત્તિને કહેલ છે. આ વીર્ય-યોગને કારણે શરીરની બહારના ભાગે જે રોમાંચ કે કંપન થાય છે તેને સૂક્ષ્મ અંગ સંચલન અને શરીરની અંતર્ગત્ જે શ્લેષ્મ અને વાયુનું વિચરણ થાય છે તેને સૂક્ષ્મ ખેલ સંચલન કહ્યું છે.
૧૨. સુહુમેહિં દિષ્ઠિ-સંચાલૈહિં :- સૂક્ષ્મ રીતે દૃષ્ટિ ફરકી જવાથી. – સૂક્ષ્મ રીતે આંખની પાંપણ વગેરે ફરકવી, આંખના પોપચા ઉઘાડબંધ થાય, આંખનું મટકું મરાય જાય તેને સૂક્ષ્મ દૃષ્ટિ સંચલન કહે છે.
કાયોત્સર્ગ કરતી વેળા સૃષ્ટિને કોઈપણ ચેતન કે અચેતન વસ્તુ પર સ્થિર કરવામાં આવે છે. પણ તે વખતે દૃષ્ટિ ચલિત થવાનો પુરો સંભવ છે. કેમકે મનની માફક દૃષ્ટિ પણ સ્થિર કરવી દુષ્કર છે.
આવશ્યક નિયુક્તિ-૧૫૧૪ અને ૧૫૧૫માં જણાવે છે કે – અવલોકનમાં ચંચળ સ્વભાવવાળા ચક્ષુને સ્થિર કરવાં તે મનને સ્થિર કરવાની જેમ દુષ્કર છે અર્થાત્ સ્થિર કરવાનું શક્ય નથી. સ્વભાવથી કે કુદરતી રીતે તે સ્વયં ચલિત રહે છે જો કે મહાસત્ત્વશાળી જીવો આ સૂક્ષ્મદૃષ્ટિસંચલનની બાબતમાં અપવાદરૂપ છે. કેમકે તેઓ એક રાત્રિ પર્યન્ત અનિમેષ નયને રહી શકે છે. પણ સામાન્ય આત્માઓ માટે તે સહેલું નથી.
-
૧૮૭
-૦- આ બાર આગારો વડે મારો કાયોત્સર્ગ ભંગ ન થાઓ. તેમ કહ્યું પણ આ બાર આગાર પછી સૂત્રમાં “વમાěિ ગારેહિં'' શબ્દો મૂક્યા છે. આ બાર આગાર આદિ આગારો વડે (મારો કાયોત્સર્ગ ભંગ ન થાઓ.)
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ ૦ લઘુ દૃષ્ટાંત :- સુવ્રત નામે એક શેઠ હતા. મૌન એકાદશી પર્વની આરાધના કરવા માટે સહકુટુંબ પૌષધ લઈને રહેલા છે. તે રાત્રિએ નગરમાં ચોમેર ભયંકર આગ લાગી. અગ્નિની જ્વાળાઓ એક પછી એક ઘરને સળગાવતી આગળ વધી રહી છે. અગ્રિ પોતાના વકરાળ પંજાને ફેલાવતો સુવતશેઠના ઘર સુધી તો પહોંચી ગયો, તો પણ સુવ્રત શેઠ અને તેનું સમગ્ર કુટુંબ ધર્મ ધ્યાનમાં સ્થિર રહ્યું. ત્યારે શેઠની હવેલીની આસપાસ બધું જ બળી ગયું, ભસ્મીભૂત થઈ ગયું પણ સમુદ્ર મધ્યે રહેલા દ્વીપની માફક સુવ્રત શેઠના મકાનને કંઈ જ ન થયું.
પણ અહીં પ્રશ્ન એ છે કે કાયોત્સર્ગમાં સ્થિત વ્યક્તિને અગ્રિ ફેલાતો આવીને સ્પર્શે તો કરવાનું શું ? આ વાતનો ઉત્તર જ “વિમરૂ' “ઇત્યાદિ” શબ્દથી ઉલ્લેખ પામેલ સૂત્રમાં છે.
આવશ્યક નિર્યુક્તિ-૧૫૧માં, યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં તેમજ ચૈત્યવંદન ભાષ્ય ગાથા-પપમાં આ બાબત સ્પષ્ટતા કરી જ છે. જે હવે પછી રજૂ કરેલ છે–
• એવભાઈએહિં આગારેહિં :- ઇત્યાદિ આગાર. ઇત્યાદિ એટલા ક્યા ?
ઇત્યાદિ શબ્દથી ચાર પ્રકારના આગારો ગ્રહણ કરવાનું સૂચવેલ છે. (૧) અગ્રિ ફેલાતો આવીને સ્પર્શે - જ્યારે વીજળી અથવા અગ્રિની જ્યોત આવીને સ્પર્શ કરે અને જો ઓઢવા માટે વસ્ત્રને લઈને ગ્રહણ કરે તો તેને કાયોત્સર્ગનો ભંગ થયો ગણાતો નથી.
આવશ્યક નિર્યુક્તિ-૧૫૧ની વૃત્તિ તથા યોગશાસ્ત્ર વૃત્તિમાં જણાવેલ છે–
કદાચિત્ કોઈ એવો પ્રશ્ન કરે કે, જો “નમો અરિહંતાણં” કહી કાયોત્સર્ગ પારી અને પછી કામળી (વસ્ત્ર) ગ્રહણ કરે તો પછી કાઉસ્સગ્નનો ભંગ કઈ રીતે થાય ? પાર્યા પછી તો કાઉસ્સગ્ગ ભંગ થતો નથી.
સમાધાન - અહીં કાઉસ્સગ્નનું પ્રમાણ માત્ર “નમો અરિહંતાણ” કહે ત્યાં સુધીનું જ નથી, કે જેથી તે બોલવાથી કાઉસ્સગ્ન પૂર્ણ ગણાય. જો ચેષ્ટા કાઉસ્સગ્ગ હોય તો શ્વાસોચ્છવાસ પ્રમાણે જેટલા લોગસ્સ વગેરે કાઉસ્સગ્નમાં ચિંતવવાના (ગણવાના) હોય તે પૂર્ણ કર્યા પછી “નમો અરિહંતાણ” કહે ત્યારે કાઉસ્સગ્ન અખંડ પૂર્ણ થયો કહેવાય. માટે કાઉસ્સગ્ગ પૂર્ણ થયા છતાં “નમો અરિહંતાણં' ન કહે અથવા ‘નમો અરિહંતાણં' કહે પણ ગણવાનું અપૂર્ણ રહે તો પણ કાઉસ્સગ્નનો ભંગ થયો ગણાય. તેથી અહીં અગ્નિ સ્પર્શ કે વિજળીના સંઘટ્ટામાં વસ્ત્ર લે તેને આગાર (અપવાદ) કહ્યો છે.
(૨) પંચેન્દ્રિયની આડ :- સ્થાપનાચાર્ય અને કાઉસ્સગ્ન કરનારની વચ્ચેથી બિલાડી, ઉંદર વગેરે પંચેન્દ્રિયો આડા ઉતરતા હોય ત્યારે તે “છિંદનનું એટલે કે આગનું નિવારણ કરવા કાઉસ્સગ્નમાં ખસીને અન્ય સ્થાને જાય તો કાઉસ્સગ્નનો ભંગ થતો નથી.
(૩) બોધિક-લોભાદિ :- બોધિક એટલે ચોર તથા લોભાદિમાં આદિ શબ્દથી રાજા વગેરે અને ક્ષોભ એટલે સંભ્રમ. ચોર કે રાજા આદિના સંભ્રમ, ભય, ઉપદ્રવ
Page #190
--------------------------------------------------------------------------
________________
અન્નત્થ સૂત્ર-વિવેચન
આદિ ઉત્પન્ન થાય ત્યારે પોતાના સ્થાનેથી ખસીને અન્ય સ્થાને જવું ઇત્યાદિ કારણથી અપૂર્ણ કાઉસ્સગ્ગ હોવા છતાં કાઉસ્સગ્ગનો ભંગ થયો ગણાતો નથી.
૧૮૯
(૪) ડક્ક/ડંશ :- પોતાને કે બીજા સાધુ વગેરેને સર્પે દંશ દીધો હોય કે સર્પ કરડે ત્યારે કાઉસ્સગ્ગ પૂર્ણ થયા પહેલા ખસી જાય કે સહસા ‘નમો અરિહંતાણં'નું ઉચ્ચારણ કરી દે તો કાઉસ્સગ્ગનો ભંગ થતો નથી.
વનારૂ - શબ્દથી આ ચાર આગારોને સૂચવેલ છે. તેથી ઊસસિએણં આદિ બાર આગાર અને આ ચાર અન્ય આગાર મળીને કુલ સોળ આગાર અર્થાત્ અપવાદ કાયોત્સર્ગમાં કહ્યા છે.
૦ RTIર :- આગાર એટલે ‘આકાર'. આ શબ્દ અહીં પ્રકારના અર્થમાં વપરાયેલ છે. જે કાયોત્સર્ગના અપવાદરૂપે સમજવાનો છે.
આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિ, ચૂર્ણિ, આવશ્યક નિયુક્તિ-૧૫૧૬ની વૃત્તિ, યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં આગાર શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું કે, મર્યાદિત રીતે કરાય, મર્યાદિતરૂપે ગ્રહણ થાય તે આકાર. સર્વથા તે કાયોત્સર્ગના અપવાદ રૂપ પ્રકારો તરીકે ઓળખાય છે. તે અપવાદો વિદ્યમાન હોય તો પણ કાઉસ્સગ્ગનો ભંગ થયો ગણાતો નથી.
• અભગ્ગો અવિરાહિઓ :- અભગ્ન-ભાંગેલો નહીં તેવો અને અવિરાધિત ન વિરાધેલો, અખંડિત-ખંડિત નહીં થયેલો તેવો.
ઉપરોક્ત સોળ આગારમાંનો કોઈપણ આગાર-અપવાદ સેવાય તો મારો કાઉસ્સગ્ગ ભંગ ન થાઓ. અહીં ભંગ શબ્દનો અર્થ આવશ્યક વૃત્તિમાં સર્વથા નાશિત એવો કર્યો છે.
અવિરાધિત અર્થાત્ વિરાધના ન પામેલ, ખંડિત ન થયેલ તેને આવશ્યક વૃત્તિકાર દેશથી-અમુક અંશે ભગ્ન એમ કહે છે.
જે વસ્તુ તદ્દન તુટી-ફુટી જાય તેને ભાંગેલી કહેવાય અને જે વસ્તુ અમુક જ અંશે તુટે કે ફૂટે તેને ખંડિત કહેવાય, જેમકે કોઈ ઘડો હોય, તે ફૂટીને કકડે-કકડા થઈ ગયો હોય તો તે ભાંગી ગયો કહેવાય અને તેનો એક કાંઠો કે અન્ય થોડો ભાગ તુટેલ હોય તો તેને ખંડિત થયો કહેવાય. એ જ વાત ‘અભગ્ગો-અવિરાહિઓ'' માટે જાણવી. ♦ હજ્જ મે કાઉસ્સગ્ગો :- મારો કાયોત્સર્ગ હોજો અથવા થજો. આ આખા વાક્યનો સંબંધ અન્નત્ય થી વિહિત્રો સુધીના શબ્દો સાથે જોડાયેલો છે. અત્યાર સુધીમાં જે સોળ આગારો વર્ણવ્યા છે તે આગારો અપવાદોનું સેવન થવા છતાં મારો કાયોત્સર્ગ અભગ્ન કે અવિરાધિત હોજો - તેવો ભાવ સમજવાનો છે.
• જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ :- જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરીને અર્થાત્ ‘નમો અરિહંતાણં’ બોલીને ન પારું - ન પૂર્ણ કરું – (ત્યાં સુધી આ કાયોત્સર્ગ ચાલુ રહે)
અહીં મુખ્ય વિષય છે - કાયોત્સર્ગનો સમય ‘હાયોત્સર્ગ સમય વિશેની ચર્ચા સૂત્ર-૬ ‘તસ્સ ઉત્તરી'ના ‘વિશેષકથન'માં વિસ્તારથી થઈ જ ગઈ છે. પણ અહીં આ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
સમગ્ર વાક્યમાં બે વાત સ્પષ્ટ થાય છે. (૧) કાયોત્સર્ગ સમય, (૨) કાયોત્સર્ગ કઈ રીતે પારવો તે.
સમય મર્યાદા વિશે પૂર્વે કહેવાઈ ગયું. પારવા માટે પહેલા “નમો અરિહંતાણં” પદનું ઉચ્ચારણ કરવું. પછી કાઉસ્સગ્ગ પારવો જોઈએ.
- એક સ્પષ્ટીકરણ :- શક્તિ હોય ત્યાં સુધી ગુરુ ભગવંત સાથે જ પ્રતિક્રમણાદિ ક્રિયા કરવી જોઈએ. તેથી જો ગુરુ ભગવંત કાયોત્સર્ગમાં સ્થિત હોય અને શિષ્યને નિયત કાઉસ્સગ્ન પુરો થઈ ગયો હોય તો જ્યાં સુધી ગુરુ કાયોત્સર્ગ ન પારે ત્યાં સુધી સૂત્રાર્થની ચિંતવના કરે ગુર કાયોત્સર્ગ પારે પછી જ શિષ્ય “નમો અરિહંતાણ” બોલી કાઉસ્સગ્ન પારે.
રિહંત, માવંત, નમુઠ્ઠર આ શબ્દોની વ્યાખ્યા સૂત્ર-૧ “નવકાર મંત્ર” તથા સૂત્ર-૫ "ઇરિયાવહીમાં થયેલી છે.
૦ હવે કાયોત્સર્ગના સ્વરૂપ અને પ્રતિજ્ઞાને દર્શાવે છે :
જ્યાં સુધી કાયોત્સર્ગમાં હોય અર્થાત્ નીવ... “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ન પારેલ ન હોય તાવ.. ત્યાં સુધી કાઉસ્સગ્ગ કઈ રીતે કરે ? “ઠાણેણં - મોણેણં - ઝાણેણં".
૦ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં – ત્યાં સુધી શરીરને – સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે. ૩ખા સિનિ.
તાવ - ત્યાં સુધી. જ્યાં સુધી - કાયોત્સર્ગ ન પારું ત્યાં સુધી. ઉપપ્પાઇi &યં - મારી કાયાને
ટાળvi - ઉભા રહેવું વગેરે. કાયાને હલાવ્યા ચલાવ્યા વિના કાઉસ્સગ્ગ મુદ્રાએ સ્થિરપણે રહીને–
મોળvi - મૌન કરવા પૂર્વક, વાણી વ્યાપાર સર્વથા બંધ કરીને. સાઇi - ધ્યાન વડે, મનમાં શુભ ચિંતવના કરવા પૂર્વક. વલિન - વોસિરાવું છું, ત્યાગ કરું છું, ત્યજી દઉ છું.
-૦- સમગ્ર વાક્યને કંઈક આ રીતે ગોઠવી શકાય કે જ્યાં સુધી હું કાયોત્સર્ગ ન પારું ત્યાં સુધી–
- સ્થિર ઉભા રહીને, મૌન ધારણ કરીને, શુભ ધ્યાનમાં રહીને. – મારી કાયાનો હું ત્યાગ કરું છું. -૦- ઠાણેણં :- શરીરને સ્થિર કરે. કાયગુપ્તિનું પાલન કરવાનું છે.
શાંતપણે સ્થિર ઉભાં રહેતા કે બેસતા શારીરિક ચંચળતા પર ઘણના ઘા પડે છે. મન અને વાણીને ચંચળ બનાવવા માટે શરીરમાંથી મળતો વિજળીનો પુરવઠો બંધ પડે છે. વિજળી પુરવઠો ખોરવાતા મનરૂપી મશીન બંધ પડે છે. તેથી કાયોત્સર્ગ કરતી વખતે મુખ્યતાએ સ્થિરતાથી ઉભો રહે. ઉભા રહેવાની વિધિ સાચવવાનું અશક્ય હોય - સામર્થ્ય ન હોય તે બેસીને કાયોત્સર્ગ કરે. પણ કાયાનું સહેજ પણ હલન-ચલન (ઇચ્છાપૂર્વક) ન કરે. ધ્યાનાવસ્થા સિદ્ધ કરવા માટે પ્રથમ કાયાને સ્થિર કરવાની છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૯૧
અન્નત્થ સૂત્ર-વિવેચન તેથી જ તેનો અહીં પ્રથમ નિર્દેશ કરેલો છે.
જ્યારે ગૌતમ સ્વામીએ ભગવંતને પૂછયું કે, હે ભગવન્! શરીરની સ્થિરતા કરવાથી જીવને શો લાભ થાય ? ભગવંતે ઉત્તર આપ્યો કે, “જીવને સંવર પ્રાપ્ત થાય' અર્થાત્ શરીર સ્થિર થતાં કર્મોને આવવાના દ્વાર “તેટલે અંશે” બંધ થાય.
કાયોત્સર્ગમાં કઈ રીતે ઉભા રહેવું ? અને કાયોત્સર્ગ દરમિયાન તેના ૧૯ દોષો કઈ રીતે ટાળવા ? – તે સંબંધી વિવેચન સૂત્ર-૬ “તસ્સ ઉત્તરીમાં ‘વિશેષ કથન' વિભાગમાં કરાયેલ છે.
૦ લઘુ દષ્ટાંત :- અર્જુનમાળી રોજેરોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ કુલ સાતની હત્યા કરતો હતો. આવી હત્યા તેણે લાગલગાટ છ-માસ સુધી કરેલી તેમ છતાં જ્યારે સંયમ અંગીકાર કરી અર્જુનમાલી અણગાર તે જ રાજગૃહી નગરી પાસે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા ત્યારે ત્યાંના પ્રજાજનોએ તેમને ઉપસર્ગો કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. આવા ભયંકર ઉપસર્ગો થતા હતા ત્યારે પણ અર્જુનમાલી નથી પગ હલાવતા કે નથી શરીર ધ્રુજાવતા, નથી નજર ફેરવતા કે નથી મસ્તક ધુણાવતા, અચલ અને અડોલ બની કાઉસ્સગ્ન ધ્યાને સ્થિર ઉભા છે.
કેટલું સુંદર પરિણામ આવ્યું આ કાઉસ્સગ્ગનું? અર્જુનમાલી અણગારના સર્વે છાઘસ્થિક (ધાતી) કર્મો નાશ પામ્યા અને તેઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું “આ છે ‘ટા' પદનો આદર્શ.'
-૦- મોણેણં :- કાયોત્સર્ગ સ્વરૂપનું બીજું ચરણ છે મૌન મૌન વિશે આપણી સમજ અધુરી છે. એક માણસ મુંગો છે, જન્મથી જ બોલતો નથી. તો શું તમે તેને મૌનનો સાધક ગણશો? ઊંઘમાં આપણે બોલતા નથી તો શું મૌનની સાધના કહેવાય?
વાળુ નિરોધ તૈક્ષર મૌનમ્ - મૌન એટલે વાણી વ્યાપારનો સર્વથા નિરોધ. “વાગુતિ.” કાયોત્સર્ગ દરમિયાન કોઈપણ પ્રકારનો વાણીનો વ્યવહાર કરવાનો નથી. વાણીના પ્રયોગ સાથે મનને ગાઢ સંબંધ છે. મનની સ્થિરતા વિના ધ્યાન થઈ શકતું નથી. માટે કાયાની સ્થિરતા પછી મોળાં દ્વારા વાણીની સ્થિરતા એટલે કે મૌન અત્યંત આવશ્યક છે. મૌનમાં પ્રગટપણે તો વાણીનું પ્રકાશન બંધ કરવાનું જ છે, સાથે સાથે વિચારોનું વિસર્જન પણ કરવાનું છે. (અપ્રશસ્ત બાબતમાં) મન નિર્વિચાર બને ત્યારે મૌન પરિપૂર્ણ થશે.
કાયોત્સર્ગ દરમિયાન વાણીનો વ્યવહાર કોઈપણ પ્રકારે કરવાનો નથી. તેથી કાયાની માફક વાણીને પણ સ્થિર કરવી.
-૦- ઝાણેણં - કાયોત્સર્ગ સ્વરૂપનું ત્રીજું ચરણ છે ધ્યાન મનના સ્થિરિકરણ માટે મનને શુભ વિચારોથી ભાવિત કરવું. અનુપ્રેક્ષા-ભાવનાનું ચિંતન કરવું આત્માના અધ્યવસાયોની સ્થિરતા આવે તે જ ધ્યાન કહેવાય
ધ્યાન શબ્દથી શુભ ચિંતવના કરવી – એવો અર્થ વૃત્તિકારે પણ કર્યો.
(ધ્યાન શબ્દનો અર્થ સ્વરૂપ, ચાર મુખ્ય ભેદ તથા તેના અન્ય પેટા ભેદો ઇત્યાદિ અનેક વિગતો આવશ્ય% સૂત્ર-૨૧ ની વૃત્તિમાં અપાયેલ ધ્યાનશતક નામે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
પ્રસિદ્ધ ૧૦૫ શ્લોકોમાં અતિ વિસ્તારથી આપેલી છે જે વિસ્તૃત ચર્ચા અત્રે કરેલ નથી. સામાન્ય અર્થનું કથન માત્ર કર્યું છે.)
અહીં જ્ઞાશબ્દથી – ‘મનને ધ્યાન વડે સ્થિર કરીને' એવો અર્થ કર્યો છે. સામાન્યથી ધ્યાનનો અર્થ ‘વસ્તુનું ચિંતન કરવું છે. વિશેષ અર્થમાં ‘ચિત્તની એકાગ્રતા થવી તે ધ્યાન કહેવાય છે. તેથી હું કાયોત્સર્ગ દરમિયાન મારા ચિત્તને જ્યાં ત્યાં ભટકવા દઈશ નહીં. જે-તે વિચારો કરીશ નહીં પણ તેને એકાગ્ર બનાવી ધ્યાનમાં જોડીશ. એ પ્રમાણે અહીં સમજવું.
યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “જેમ આંખો વગરનાને દર્પણ નકામું છે, તેમ મનની શુદ્ધિ વગરના તપસ્વીને ધ્યાન નકામું છે. તે માટે સિદ્ધિની ઇચ્છાવાળાએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. તે સિવાય તપ, અધ્યયન, વ્રત, પ્રાયશ્ચિત્ત જેવા બીજા દેહદમન કરનારા અન્ય ઉપાયોથી શું થશે ?
ધ્યાન વિશે તો શાસ્ત્રકાર અને ગ્રંથકાર મહર્ષિઓએ ઘણું-ઘણું કહ્યું છે પણ પ્રસ્તુત સૂત્ર પૂરતું જ વિચારીએ તો “પ્રશસ્ત અધ્યવસાય પૂર્વકના શુભ ચિંતનમાં મનને જોડી રાખવું. તે રીતે કાયોત્સર્ગ કરવો” એટલું સમજવું પણ પર્યાપ્ત છે.
-૦- સંક્ષેપમાં કહીએ તો :- કાયોત્સર્ગ પૂર્ણ ન થાય ત્યાં સુધી મનથી શુભ ધ્યાન, વચનથી મૌન અને કાયાથી સ્થિરતા રાખવી, તે સિવાયની સર્વે કુપ્રવૃત્તિઓનો ત્યાગ કરવો.
સ્થાન, મૌન, ધ્યાન ત્રણેના સંયુક્ત આયાસથી જ અપ્પાણે વોસિરામિ કરી કાઉસ્સગ્ગની સાધના કરવાની છે.
• અપ્પાણે વોસિરામિ :- ‘અપ્રાણ' શબ્દનો અર્થ “મારી' એવો થાય છે. આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં પણ કહ્યું છે કે, ૩પ્પા શબ્દનો પ્રાકૃતશૈલીથી “આત્મીય એવો અર્થ જાણવો. પપ્પા શબ્દનો સંબંધ છાર્ય સાથે હોવાથી પાપ વોસિરામિ એ પ્રમાણે વાક્ય રચનાથી-કાયાના મમત્વનો સંપૂર્ણપણે ત્યાગ કરું છું અથવા આ દેહ મારો નથી તેવી ભાવનાપૂર્વક વર્તવું.
કqui શબ્દનો અર્થ શાસ્ત્રકારોએ “મારી” એવો જ કર્યો છે. તો પણ વ્યવહારમાં તે “આત્મા' અર્થમાં પ્રસિદ્ધ થયેલ છે. પંચ પ્રતિક્રમણ સૂત્રોના અર્થના પુસ્તકોમાં “મારા આત્માને વોસિરાવું છું' તેમ જણાવે છે. આ અર્થને ક્ષણભર માટે સ્વીકારી લઈએ તો ત્યાં બહિરાત્માનું વિસર્જન એવો અર્થ સમજવો. (આત્માના બાહ્યભાવોનો હું ત્યાગ કરું છું.)
જો કે અવશ્યક સૂત્ર-૩૬ ની વૃત્તિની એક વાત પણ નોંધવી ઘણી જ જરૂરી છે – “મળે ન પટન્થનમાનીપ' યોગશાસ્ત્ર ત્રીજા પ્રકાશમાં તેનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, કેટલાંક પાર પાઠ બોલતા નથી.
૦ વસિમ - હું ત્યાગ કરું છું, સર્વથા ત્યજી દઉં છું.
મારી કાયાનું સર્જન કરું છું એવો નિર્ણય કરવો તેને વ્યુત્સર્જન' કહે છે. તેને છર્દન, વિવેક, ત્યજન, ઉન્મોચના આદિ અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
અન્નત્થ સૂત્ર-વિવેચન
૧૯૩
કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સ્વરૂપ એવા “મારી કાયાનો હું ત્યાગ કરું છું' એ વાક્યને સમજવા માટે તેના ત્રણે શબ્દોને છુટા પાડીએ તો કાયાનો અર્થ દેહ, શરીર, કલેવર ઇત્યાદિ સ્પષ્ટ છે.
“મારી' શબ્દ હું પરથી બને છે. હું શબ્દનું છઠી વિભક્તિથી જે રૂપ થયું તે મારી. અહીં હું શબ્દ વ્યવહારમાં ભલે શરીર અર્થમાં વપરાતો હોય, પણ હું એટલે આત્મા’ અર્થ જ થાય. આત્મા એ નિજસ્વરૂપ છે, જ્યારે કાયા એ પર સ્વરૂપ છે. કાયા તો ભવોભવ બદલાતી રહે છે. પણ તેમાં રહેલો હું અર્થાત્ આત્મા એક જ રહે છે, જ્યારે આ કાયા સર્વથા છુટી જશે ત્યારે પણ આત્મા તો સિદ્ધ સ્વરૂપે રહેવાનો જ છે. તેથી જ “મારી’ શબ્દથી “આત્માની' એવો અર્થ પણ કરાયેલ જોવા મળે છે.
આત્માની હાજરી એ જીવન છે અને ગેરહાજરી એ મૃત્યુ છે. તેથી કાયોત્સર્ગની ક્રિયા દરમિયાન આત્મા શરીરમાંથી ગેરહાજર થતો નથી. પણ મમત્વભાવ કે માલિકીપણાની ભાવનાને છોડે છે - ત્યાગ કરે છે. તથા શરીરના લાલનપાલનમાં ઉદાસીન બને છે. આસક્તિને બદલે અનાસક્તિ ભાવને ધારણ કરે છે. તેને જ વોસિરાવવું કે ત્યાગ કહે છે.
તેથી હાયં વોસિરામિ નો અર્થ હું - આત્મા મારી પરસ્વરૂપ કાયાનું માલિકીપણું છોડી દઉં છું. તેના લાલનપાલનમાં ઉદાસીન વૃત્તિ ધારણ કરું છું, અનાસક્ત બનું છું. તેથી જ્યાં સુધી મારી કાયોત્સર્ગમાં રહેવાની પ્રતિજ્ઞા ચાલુ છે, ત્યાં સુધી આ પરસ્વરૂપ કાયાને કોઈપણ ઉપસર્ગ કે પરીષહ થાય, તો પણ કાયાને મારી માનીને તેનો સામનો કે પ્રતિકાર કરીશ નહીં.
. વિશેષ કથન :- જો કે સૂત્રના વિવેચનમાં જ એટલો વિસ્તાર કરાયેલ છે કે આ સૂત્ર સંબંધે કંઈપણ વિશેષ કથન કરવાપણું રહ્યું નથી તેમ કહી શકાય. તો પણ કંઈક નોંધપાત્ર બાબતો જોઈ લઈએ.
- સામાન્ય રીતે જ્યારે “ઇરિયાવહી” - ઈર્યાપથ પ્રતિક્રમણના સંદર્ભમાં વિચારીએ ત્યારે અન્નત્થ સૂત્રનો ઉલ્લેખ તસ્સ ઉત્તરી સૂત્રની સાથે જ થાય છે. વિશ્યક નામના આગમમાં તો કાયોત્સર્ગ નામના પાંચમાં અધ્યયનમાં સન્નત્થ સૂત્ર ને તરસત્તરી સૂત્રની સાથે જ જોડી દેવાયેલ છે. યોગશામાં પણ બને સૂત્રનો સંબંધ સ્થાપીને તરસે ઉત્તર પછી તુરંત જ સ્ત્રી સૂત્ર મૂકેલ છે. ચૈત્યવંદનભાષ્ય આદિમાં પણ તેમ છે.
– પ્રતિક્રમણ સૂત્રની વિધિ જોઈશું તો તેમાં આ સૂત્ર વંદણવત્તિયા. ઇત્યાદિ પાઠ પછી પણ જોવા મળે છે, વેયાવચ્ચગરાણ. સૂત્રપાઠ સાથે પણ જોડાયેલ જોવા મળે છે. સુઅદેવયા, પિત્તદેવયા, ભવણદેવયા આદિ સાથે પણ જોડાયેલ જોવા મળે છે. વળી દેવસિઅ પ્રાયશ્ચિત્ત, દુકુખકૂખઓ કમ્મકૂખઓ, કુસુમિણ કુસુમિણ ઉઠ્ઠાવણી, ઇત્યાદિ પછી પણ અન્નત્થ સૂત્ર સીધું જ જોવા મળે છે. દેવવંદન-ચૈત્યવંદનની ક્રિયામાં તો સર્વત્ર ત્રત્ય સૂત્રનો પાઠ તસ ઉત્તરી. સૂત્રપાઠ સિવાય જ જોવા મળે છે.
આ બંને કારણોમાં એક વાત સામાન્ય છે કે કાયોત્સર્ગની ક્રિયા પૂર્વે બન્નત્થ સૂત્ર અવશ્ય બોલાય છે. ફર્ક હોય તો એટલો જ કે અન્નત્થસૂત્ર આલોચના, પ્રાયશ્ચિત્તની (1|13
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
સાથે જોડાયેલ કાયોત્સર્ગ રૂપે પણ હોય અને આરાધનાદિ ક્રિયાના ભાગ સ્વરૂપે પણ હોય. જે નિમિત્તે કાયોત્સર્ગ હોય તે નિમિત્ત પહેલાં જણાવી દેવાય છે અને પછી અન્નત્થ સૂત્ર બોલી કાયોત્સર્ગ કરાય છે.
આ સૂત્રને સંક્ષેપમાં પુનઃ યાદ કરીએ તો – આવું કંઈક વિચારી શકાય – –આલોચના કે આરાધનાદિ હેતુ માટે કાયોત્સર્ગ કરવો છે. – કાયોત્સર્ગ માટે પોતાની કાયા કે બહિરાત્માનો ત્યાગ કરવો.
- આવો ત્યાગ સ્થાન, મૌન, ધ્યાન દ્વારા થાય અર્થાત્ કાયા, વચન અને મનથી સ્થિર થઈને જ થાય.
– કાયોત્સર્ગનું નિયત પ્રમાણ પૂર્ણ થાય ત્યારે “નમો અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ પૂર્ણ કરાય.
– તેમ છતાં જુદા જુદા બાર કારણો જેવા કે શ્વાસોચ્છવાસ, ખાંસી, છીંક આદિ કારણે કે ચાર વિશિષ્ટ કારણે કાયાને અસ્થિર થવાનું બને તો કાયોત્સર્ગનો ભંગ કે ખંડન ન થાય.
. સૂત્ર-નોંધ :– આ સૂત્રનું આધાર સ્થાન અવશ્ય નામક આગમનું સૂત્ર-૩૯ છે. – આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
– આ સૂત્રમાં પદ-૨૮, સંપદા-૫, ગુરુ વર્ણ-૧૩, લઘુવર્ણ-૧૨૭ અને સર્વ વર્ણ-૧૪૦ છે. સંપદા માટે સૂત્રમાં આપેલ ક્રમાંકને અનુસરવું
- ઉચ્ચારણમાં અન્નત્થને બદલે અનW/ અનાથ, જંભાઈએણને બદલે જભાએણ', ઉડુએણંને બદલે ઉડૂએણે ઇત્યાદિ જોડાક્ષરો છૂટી જતાં જોવા મળે છે અને “સંચાલેહિંમાં અનુસ્વાર છૂટી જાય છે. આવી ભૂલો ન થાય તે ખાસ જોવું.
–x
—X
——
Page #196
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર
૧૯૫
સૂત્ર-૮લોગસ્સ-સૂત્ર
ચતુર્વિશતિ-સ્તવ
સૂત્ર-વિષય :-- એક જ વાક્યમાં રજૂ કરીએ તો - આ સૂત્રમાં ચોવીશ જિનેશ્વરોની નામોચ્ચારણપૂર્વક સ્તુતિ કરવામાં આવેલ છે.
વિશેષ સ્પષ્ટતા કરીએ તો - ચોવીશ આદિ જિનવરોની નામોચ્ચારણ પૂર્વક સ્તવના કરીને આરોગ્ય, બોધિ, સમાધિ અને સિદ્ધિની પ્રાપ્તિ માટેની આ સૂત્ર થકી પ્રાર્થના કરાયેલ છે. છેલ્લી ગાથા દ્વારા સિદ્ધ ભગવંતની સ્તુતિ કરીને મોક્ષસુખ માટેની માંગણી કરેલી છે.
n સૂત્ર-મૂળ :લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિન્શયરે જિસે;
અરિહંતે કિન્નઇન્સ્ટ્ર, ચકવીસ પિ કેવલિ. ઉસભમજિતં ચ વદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમ્મપહં સુપાસ, નિણં ચ ચંદપ્પણં વંદે સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ-સિક્કેસ-વાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ (૩) કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ
(૪) એવં મએ અભિથુઆ, વિદ્ય-રય-મલા પછીણ-જર-મરણા; ચકવીસ પિ જિણવરા, તિન્થયરા મે પસીયંતુ (૫) કિત્તિય-વંદિઅ-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુષ્ણ-બોરિલાભ, સમાવિરમુત્તમ દિત ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચે અહિયં પયાસયરા સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ n સૂત્ર-અર્થ :
લોકને વિશે ઉદ્યોત કરનાર, ધર્મરૂપી તીર્થના સ્થાપનારા, રાગદ્વેષ રૂપ શત્રુને જીતનારા અને કેવલી એવા ચોવીશ તથા અન્ય તીર્થકરોની પણ હું સ્તુતિ કરીશ. (કીર્તન કરી.)
ઋષભદેવ અને અજિતનાથને હું વંદન કરું છું. સંભવનાથને, અભિનંદન સ્વામીને, સુમતિનાથને, પ્રપ્રભુને, સુપાર્શ્વનાથને અને ચંદ્રપ્રભ જિનને હું વંદન કરું છું. (૨)
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સુવિધિનાથ જે પુષ્પદંત પણ કહેવાય છે, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ અને શાંતિનાથ જિનને હું વંદન કરું છું. કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન (મહાવીર) જિનને હું વંદન કરું છું. (૪)
(૩)
આ પ્રમાણે (વચનથી) મારા વડે સ્તવાયેલા, કર્મરૂપી રજ અને મેલ રહિત, જેમના જરા-વૃદ્ધાવસ્થા અને મરણ નાશ પામેલા છે તેવા ચોવીશે તથા અન્ય જિનવરો મારા પર પ્રસન્ન થાઓ. (૫) જેઓ લોકો વડે કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાયેલા છે, આ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે (તેઓ) મને આરોગ્ય, બોધિ તથા ઉત્તમ અને શ્રેષ્ઠ એવી સમાધિ આપો.
(૬)
ચંદ્રો કરતાં અત્યંત નિર્મળ, સૂર્યો કરતાં અધિક પ્રકાશ આપનારા સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા હે સિદ્ધો ! મને સિદ્ધિ-મોક્ષને આપો. – શબ્દજ્ઞાન :
(૭)
લોગસ્સ - લોકને વિશે, લોકના ધમ્મતિત્શયરે - ધર્મતીર્થંકરોને અરિહંતો - અરિહંતને, અર્હુતને ચઉવીસંપિ - ચોવીશ અને બીજા પણ ઉસર્ભ - ઋષભ-પહેલા જિનને ચ વધે - અને વંદુ છું
-
અભિનંદનં - અભિનંદન જિનને પઉમપ્પė - પદ્મપ્રભ-છટ્ઠા જિનને જિર્ણ - જિનને, જિનેશ્વરને સુવિષ્ટિ - સુવિધિ-નવમાં જિનને સીઅલ - શીતલ-દશમાં જિનને વાસુપૂજ્યું - વાસુપૂજ્ય જિનને અનંત - અનંત-ચૌદમાં જિનને સંતિ - શાંતિ-સોળમાં જિનને કુંશું - કુંથુ - સત્તરમાં જિનને મહિં - મલ્લિ-૧૯માં જિનને નમિજિણું - મિ-વીશમાં જિનને પાસં-તહ - પાર્શ્વજિનને - તથા એવં મએ - એ પ્રકારે મારા વડે વિઠ્ઠય-રય-મલા - કર્મોરૂપી રજ અને પહીણ - વિશેષ કરી ક્ષય પામેલા મરણા મરણ, મૃત્યુ
૧૯૬
-
ઉજ્જોઅગરે ઉદ્યોત કરનારા જિણે - જિનોને, રાગ-દ્વેષ જીતનારને કિત્તઇસ્સું - કીર્તન/સ્તુતિ કરીશ કેવલી - કેવળજ્ઞાની, કેવળી અજિઅં - અજિત-બીજા જિનને સંભવં - સંભવ-ત્રીજા જિનને સુમઈ - સુમતિ-પાંચમા જિનને સુપાસં - સુપાર્શ્વ-સાતમા જિનને ચંદુપ્પË - ચંદ્રપ્રભ - આઠમા જિનને પુષ્કૃદંત - સુવિધિનાથનું બીજું નામ સિજ્જીસ - શ્રેયાંસ-અગિયારમાં જિન વિમલં - વિમલ-તેરમાં જિનને ધમાં - ધર્મ-પંદરમાં જિનને વંદામિ - વંદુ છું, વંદન કરું છું અરું - અર-અઢારમાં જિનને મુણિસુવ્વયં - મુનિસુવ્રત જિનને રિહ્નનેમિ - અરિષ્ટનેમિ જિનને વક્રમાણે - વર્ધમાન-વીર જિનને અભિશુઆ - નામપૂર્વક-સ્તવાએલા મલને દૂર કરનારા (એવા)
જર -
વૃદ્ધાવસ્થા, વય-હાનિ જિણવરા સામાન્ય કેવળીમાં ઉત્તમ
Page #198
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-શબ્દજ્ઞાન
બોહિલામં બોધિ લાભને
તિત્શયરા - તીર્થંકરો, તીર્થંકરો કિત્તિય-વંદિઅ-મહિયા સ્તવાયેલા, જે-એ - જે આ, જેઓ આ આરુગ્ગ - આરોગ્ય, રોગનો અભાવ સમાહિ-વરું-ઉત્તમં કિંતુ - સર્વોત્કૃષ્ટ - પ્રધાન કે ભાવ સમાધિને આપો ચંદેલુ નિમ્મલયરા - ચંદ્રથી નિર્મળ આઈસ્ચેસુ - આદિત્યોથી, સૂર્યોથી અહિયં - અધિક, વધારે સાગરવર-ગંભીરા - શ્રેષ્ઠ (સ્વયંભૂરમણ) સિદ્ધા-સિદ્ધિ - સિદ્ધો સિદ્ધિને
પયાસયરા
– વિવેચન :
-
-
મે પસીમંતુ - મારા પર પ્રસન્ન થાઓ વંદાયેલા, પૂજાયેલા
ઉત્તમા સિદ્ધા - ઉત્તમ સિદ્ધ થયેલા
-
-
પ્રકાશ કરનારા
૧૯૭
સમુદ્ર કરતા વધુ ગંભીર મમ દિસંતુ - મને આપો.
આવશ્યક સૂત્રના બીજા અધ્યયનરૂપ આ સૂત્રનું વિવેચન અનેક ગ્રંથોને આધારે કરાયું છે - જેમકે - આવશ્યક સૂત્ર, આવશ્યક નિયુક્તિ, આવશ્યક ભાષ્ય, આવશ્યક, ચૂર્ણિ, આવશ્યક વૃત્તિ, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિ, ષડાવશ્યક બાલાવબોધ, પ્રતિક્રમણસૂત્ર પ્રબોધટીકાપરિશિષ્ટ, લલિતવિસ્તરા ટીકા, સકલાર્હત્ સ્તોત્ર (ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર), અભિધાન ચિંતામણી નામમાલા, ચૈત્યવંદન મહાભાષ્ય, પ્રવચન સારોદ્વાર, લોગસ્સ સૂત્ર સ્વાધ્યાય, દેવવંદન ભાષ્ય, આચાર દિનકર, ઉત્તરાધ્યયનસૂત્ર, ચઉસરણ પયત્રા, ઠાણાંગસૂત્ર, ધર્મસંગ્રહ, પાક્ષિકસૂત્ર વૃત્તિ, તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને ટીકા મહાનિસીથ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, વંદિત્તુ સૂત્ર ટીકા, નંદીસૂત્ર, રાયપ્પસેણિય સૂત્ર, લોગસ્સે મહાસૂત્ર (જૈનધર્મનો ભક્તિવાદ) લોકપ્રકાશ વગેરે... વગેરે...વગેરે)
-૦- અહીં શબ્દશઃ વિવેચન કરેલ છે. અનેક વિશેષ વિગતો માટે વિશેષ કથન વિભાગ ખાસ જોવો.
♦ લોગસ્સ - લોકના. પણ લોક એટલે શું ?
લોક શબ્દ અનેક અર્થમાં વપરાય છે. તે વાત નવકાર સૂત્ર-૧માં સવ્વ તો શબ્દના વિવેચનમાં પણ કહી છે. જેમ ત્યાં લોકનો અર્થ મનુષ્યલોક કરેલો તેમ અહીં દ્રવ્યલોકને લોક શબ્દથી ગ્રહણ કરવો.
૦ લોક શબ્દના આઠ નિક્ષેપ કહ્યા (૧) નામલોક, (૨) સ્થાપના લોક, (૩) દ્રવ્યલોક, (૪) ક્ષેત્રલોક, (૫) કાળલોક, (૬) ભવલોક, (૭) ભાવલોક, (૮) પર્યાયલોક. આ આઠમાં નામલોક અને સ્થાપના લોકનો અર્થ સરળ છે. જેમકે કોઈનું લોક એવું નામ હોય તે નામલોક અને કોઈ પદાર્થની સ્થાપના લોકરૂપે કરાય તે સ્થાપનાલોક કહેવાય છે.
(૩) દ્રવ્યલોક :- દ્રવ્યથી લોક પંચાસ્તિકાયાત્મક છે. રૂપી-અરૂપી, સપ્રદેશીઅપ્રદેશી, નિત્ય-અનિત્ય, જીવ-અજીવરૂપ છ દ્રવ્યને દ્રવ્યલોક કહ્યો છે. જેનો વિસ્તાર આ જ વિવેચનમાં આગળ કરેલ છે.
(૪) ક્ષેત્રલોક :- ક્ષેત્રથી લોક અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ છે. ઉર્ધ્વ, અધો, તીર્છા એમ વિશિષ્ટ સંસ્થાનો - સ્થાનોવાળા આકાશના પ્રદેશો તેને ક્ષેત્રલોક કહે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
છે. જે ચૌદ રાજલોક પ્રમાણ છે. જેનો વિસ્તાર આ જ વિવેચનમાં આગળ કરેલો છે.
(૫) કાળલોક :- કાળથી આ લોક ભૂતકાળમાં હતો, ભવિષ્યકાળમાં રહેશે અને વર્તમાનમાં છે તેને કાળલોક કહે છે. સમય, આવલિકા, મુહર્ત દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ ઉત્સર્પિણી, અવસર્પિણી રૂ૫ કાળચક્ર તે કાળલોક કહેવાય
(૬) ભવલોક :- ભવને આશ્રિને જીવે ચાર ગતિમાં ફરે છે તે ભવલોક. નૈરયિક, દેવ, મનુષ્ય અને તિર્યંચ યોનિમાં રહેલા પ્રાણીઓ તે-તે ભવમાં વર્તતા જે અનુભાવોને અનુભવે છે તેને ભવલોક જાણવા. " (૭) ભાવલોક :- ઓયિક, ઉપશમિક, સાયિક, લાયોપથમિક, પારિણામિક, સંનિપાતિક એ છ પ્રકારે ભાવલોક જાણવો.
– તીવ્રરાગ અને દ્વેષ તે જે પ્રાણીને ઉદીર્ણ થયા હોય, તે પ્રાણીને તે જ ભાવો વડે અવલોકન કરીને જાણવો તેને ભાવલોક કહ્યો છે.
(૮) પર્યાયલોક :- દ્રવ્યના ગુણ, ક્ષેત્રના પર્યાય, ભવજન્ય અનુભવ ભાવજન્ય પરિણામ તેને સંક્ષેપથથી પર્યાયલોક રૂપે જાણવા.
આ રીતે આઠ પ્રકારે લોક કહ્યો. જેમાંના ચાર ભેદ-દ્રવ્ય લોક, ક્ષેત્ર લોક, કાળ લોક અને ભાવ લોક એ ચાર ઉપર મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજ રચિત લોકપ્રકાશમાં અતિ-અતિ વિસ્તારથી વર્ણન મળે છે. પણ આપણે અહીં ‘લોક' શબ્દથી કયો લોક લેવો ? તે મુખ્ય પ્રશ્ન છે.
– આગમોના સાક્ષીપાઠમાં તો પંચાસ્તિકાયાત્મક દ્રવ્ય લોકનું ગ્રહણ જ જોવા મળે છે. માત્ર એક ગ્રંથ ક્ષેત્રલોકનો પણ ઉલ્લેખ કરે છે. તેથી અહીં સર્વ પ્રથમ દ્રવ્યલોક અને ક્ષેત્રલોકનું સંક્ષિપ્ત વર્ણન જોઈશું.
- સામાન્યથી દ્રવ્યલોકને જ લોક ગણેલ છે – ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા એ છ દ્રવ્યના સમૂહને શ્રેષ્ઠ દર્શનવાળા જિનેશ્વરે લોક કહ્યો છે. ' (૧) ધર્મ - સ્વભાવથી ગતિશીલ પગલો અને જીવોને ગતિમાં નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય પાણીમાં તરી રહેલી માછલીનું ઉદાહરણ વિચારવાથી તે વાત સ્પષ્ટ સમજાય છે. માછલીમાં તરવાની શક્તિ છે અને પાણી તેને સહાયક બને છે. તે જ રીતે પુદગલો અને જીવો ગતિ કરવામાં સમર્થ છે તેઓને ધર્મરૂપી દ્રવ્ય ગતિમાં નિમિત્ત બને છે.
(૨) અધર્મ - સ્વભાવથી પુદગલો અને જીવોને સ્થિર રહેવામાં-સ્થિતિ કરવામાં નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય, સ્થિર રહેવાની ઇચ્છાવાળા મનુષ્યને જે રીતે સ્થિર રહેવામાં શય્યા, આસન આદિ સહાયભૂત થાય છે. તે રીતે આ દ્રવ્ય પુદગલો તથા જીવોને સ્થિર રહેવામાં નિમિત્ત ભૂત થાય છે.
(૩) આકાશ :- અવકાશ અથવા પોલાણ તે આકાશL તેનું લક્ષણ અવગાહપ્રદાન મનાયું છે. બીજા દ્રવ્યોને પોતામાં સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. દૂધમાં સાકર ભળી જાય તે રીતે આકાશ દ્રવ્ય.અન્ય દ્રવ્યોને પોતાનામાં સમાવી લે છે. આકાશ દ્રવ્ય
Page #200
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૧૯૯
સ્વરૂપથી એક અને અખંડ છે, છતાં વ્યવહારથી તેના બે ભેદો છે (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ. જેટલા ભાગમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય છે અને તેને લીધે જ્યાં સુધી પુદ્દગલો અને જીવો ગતિ અને સ્થિતિ કરી શકે છે, તેટલા ભાગને લોકસંબંધી આકાશ અર્થાત્ લોકાકાશ કહે છે અને જેટલા ભાગમાં માત્ર આકાશ સિવાય બીજું એક પણ દ્રવ્ય નથી તેને અલોકાકાશ કહે છે. આકાશ અનંત છે.
(૪) પુદ્ગલ :- પૂરણ અને ગલન સ્વભાવયુક્ત, અણુ અને સ્કંધરૂપ, તેમજ વર્ણાદિગુણવાળું દ્રવ્ય પૂરણ એટલે ભેગા થવું કે એકબીજા સાથે જોડાવું અને ગલન એટલે છૂટા પડવું. વર્ણાદિમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દનો સમાવેશ થાય છે. (૫) જીવ ઃ- શરીથી ભિન્ન, ચૈતન્ય ગુણવાળો આત્મદ આ દ્રવ્યનો શબ્દપરીચય સૂત્ર-૫ ‘ઇરિયાવહીમાં જીત શબ્દના વિવેચનમાં આપેલ છે.
(૬) કાળ :- સમય આ દ્રવ્યને લીધે વસ્તુની વર્તનાનો ખ્યાલ આવે છે. જેમકે - આ વસ્તુ છે અથવા હતી અથવા હશે. તે જ રીતે પહેલા-પછી, આગળપાછળ ઇત્યાદિ બાબતોનો ખ્યાલ આવે છે.
આ છ દ્રવ્યોની સંખ્યામાં કે કદમાં વૃદ્ધિ કે હાનિ થતી નથી. તે જેવા છે તેવા જ દ્રવ્યરૂપે સદાકાળ રહે છે. માત્ર તેના પર્યાયોમાં ફેરફાર થાય છે. આ છ એ દ્રવ્યો લોકાકાશમાં સાથે રહેલા છે. તેથી તેટલા ભાગને લોક કહેવાય છે. આ “દ્રવ્યોક” પ્રસ્તુત સૂત્રના ‘લોક’ શબ્દનો અર્થ છે.
પ્રશ્ન :- આવશ્યક વૃત્તિમાં તથા અન્યત્ર સર્વ સ્થળે ‘લોક' શબ્દથી પંચાસ્તિકાયાત્મક લોક ગ્રહણ કરવો તેમ કહ્યું છે તેનું શું ?
આ કથન સત્ય છે. અમે ષદ્ભવ્યાત્મક લોકની વ્યાખ્યા કરી તે પણ ઉત્તરાધ્યયન સૂત્રને આધારે જ કરી છે અને પંચાસ્તિકાયાત્મક લોકની વ્યાખ્યા પણ આગમ આધારિત જ છે. માત્ર તેનું સમાધાન એ રીતે આપી શકાય કે—
(૧) કાળદ્રવ્યનો અલગ ઉલ્લેખ ‘કાળલોકમાં આવે જ છે.
(૨) બાકીના ધર્મ-અધર્મ આદિ પાંચેને અસ્તિકાય પણ કહેવાય છે. - તેથી આ ‘પાંચ અસ્તિકાયના સમૂહપ લોક' વ્યાખ્યા પણ યોગ્ય છે.
(૩) હવે પછી કહેવાનાર ‘ઉદ્યોતકર' વિશેષણ પાંચે અસ્તિકાયોના સંદર્ભમાં વિશેષ યોગ્ય જણાય છે.
બાકી વિવક્ષા ભેદથી આગમોમાં વ્યાખ્યા જોવા મળતી હોય ત્યારે તે બંનેમાં કોઈ એક સાચું અને બીજું ખોટું તેવી વિચારણા કરવી તે શાસ્ત્રનો અપલાપ્ કરવા બરાબર છે. માટે વિવસા ભેદે વ્યાખ્યા ભેદ સમજવો.
૦ ચૌદ રાજલોક :- કેટલાંક ગ્રન્થકારો લોક શબ્દની વ્યાખ્યા કરતા લોક એટલે ચૌદ રાજલોક સમજવો તેવું સૂચવે છે. આ વ્યાખ્યાનુસાર દ્રવ્યલોકની માફક ક્ષેત્રલોકનો પણ લોક શબ્દથી વિચાર કરાય છે.
લોકનો સામાન્ય પરીચય ત્રણ વિભાગથી અને વિશેષ પરીચય ચૌદ વિભાગથી થાય છે. તેમાં ત્રણ વિભાગ તે ઉર્ધ્વલોક, તિર્યક્ લોક અને અર્ધાલોક અને તેના ચૌદ
Page #201
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
વિભાગથી તે ચૌદ રાજલોક પ્રમાણ છે.
ચૌદ રાજલોકનો આકાર કેડે બંને હાથ રાખીને, બે પગ પહોળા કરી વ્હાર ઉભેલા પુરુષ જેવો છે. તેમાં પગથી કેડ સુધીનો ભાગ ‘અધોલોક' કહેવાય છે. નાભિપ્રદેશ તે ‘તિર્યગલોક' કહેવાય છે અને ઉપરનો ભાગને ઉર્ધ્વલોક કહેવાય છે. તે સમગ્ર લોકની ઊંચાઈના ચૌદ સરખા ભાગ કલ્પવા તેને ચૌદ રાજ કે ચૌદ રજૂ કહેવાય છે. તેવો ચૌદ રાજ પ્રમાણ જે લોકને ચૌદ રાજલોક કહેવાય છે
એક રાજનું પ્રમાણ ઘણું જ મોટું હોવાથી તેને યોજનોની સંખ્યા વડે દર્શાવવું અશક્ય છે. તેથી તેને ઉપમા વડે દર્શાવાય છે. જેમ કે પલકારા માત્રમાં લાખ યોજના જનારો દેવ છ માસમાં જેટલું અંતર વટાવે તે રજૂ અથવા એક રાજપ્રમાણ કહેવાય. અથવા ૩,૮૧,૨૭,૯૭૦ મણનો એક ભાર એવા ૧૦૦૦ ભારવાળા તપેલા ગોળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતો કરતો છ માસમાં જેટલું અંતર કાપે તેને રજ્જ' કહેવાય છે. જો કે આ તો ઉપમા માત્ર છે એક રજુ તો અસંખ્યાતા યોજનોનો થાય છે.
જૈન શાસ્ત્રાનુસાર વર્ણનાનુસાર સાત રાજથી કંઈક વધારે ભાગમાં અધોલોક આવેલો છે અને સાત રાજથી કંઈક ઓછા ભાગમાં ઉર્ધ્વલોક આવેલો છે. વચ્ચેનો ૧૮૦૦ યોજનનો ભાગ જે છે તે સાતમાં રાજલોકને અંતે અને આઠમાંના આરંભે છે તેને તિછ કે તિર્ય– લોક કહે છે. તેથી ચૌદ રાજલોકને ત્રિલોક પણ કહે છે.
આ ચૌદ રાજલોકમાં સૌથી નીચે માઘવતી પ્રતરમાં સાતમી નરક છે તેની ઉપર મઘા નામક પ્રતરમાં છઠી નરક છે, તેની ઉપર રિઝા નામક પ્રતરમાં પાંચમી નરક છે, તેની ઉપર અંજના નામક પ્રતરમાં ચોથી નરક છે. તેની ઉપર શૈલા નામક પ્રતરમાં ત્રીજી નરક છે. તેની ઉપર વંશા નામક પ્રતરમાં બીજી નરક છે તેની ઉપર ધર્મા નામના પ્રતરમાં પહેલી નરક છે. આ ધર્મા પ્રતરના જ ઉપરના ભાગમાં વ્યંતર અને ભવનપતિ દેવોના સ્થાનો આવેલા છે. એ રીતે સાત રાજલોક પૂરા થાય છે.
આ રીતે સાત રાજ પુરા થાય ત્યાં ઉપર તીછલોક આવેલો છે. આ મનુષ્યલોક પણ આ તીર્થાલોકની મધ્યમાં જ આવેલો છે. તેની ઉપર ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષ ચક્ર આવેલ છે. એ જ ઉર્ધ્વલોકમાં ક્રમશઃ ઉપર-ઉપર દેવલોકોના સ્થાનો છે, તે રીતે બાર દેવલોકો છે. બાર દેવલોક પુરા થયા પછી ઉપર તે પુરુષના ગળાના ભાગે નવ રૈવેયક આવેલા છે. આ નવે રૈવેયકોની ઉપર પાંચ અનુત્તર વિમાનો આવેલા છે અને ચૌદ રાજલોકમાં સૌથી ઉપર સિદ્ધશિલા છે.
આ રીતે સ્ત્રીસ શબ્દના 'લોક' શબ્દનો અર્થ ષડ્રવ્યાત્મક, પંચ અસ્તિકાયાત્મક અને ચૌદ રાજલોકનો પ્રદર્શક છે.
સંક્ષેપ લોક શબ્દનો અર્થ કરીએ તો - લોક એટલે :
- નવચતૈSiાં તો - જે દેખાય તે લોક (પણ આપણી દૃષ્ટિ તો મર્યાદિત જુએ છે. તેથી વૃત્તિકારે લોકનો અર્થ સ્પષ્ટ કરતા કહ્યું કે
- પ્રમાણ વડે જે દેખાય, જે સિદ્ધ થાય તેને લોક કહેવાય છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૦૧
– આ લોક પદ્વવ્યાત્મક કે પંચાસ્તિકાયાત્મક ચૌદરાજ પ્રમાણ છે.
-- એકાર્થિક એવા ચાર શબ્દોથી લોકના આઠ ભેદ કહ્યા છે – આલોક, પ્રલોક, લોક, સંતોક અર્થમાં પૂર્વોક્ત નામ, સ્થાપના, દ્રવ્ય આદિ આઠ ભેદ છે.
- જેનું લોકન (ત્નીયતે રૂતિ), અવલોકન, સંલોકન, પ્રલોકન આદિ પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાનથી થાય છે તેને લોક કહેવાય છે. નિરાવરણ પ્રત્યક્ષ જ્ઞાનથી પાંચે અસ્તિકાય સ્વરૂપ નિખિલ વિશ્વ જોઈ શકાય છે માટે લોક શબ્દથી પંચાસ્તિકાયાત્મક લોક લેવો.
- જ્ઞાનરૂપ પ્રમાણ વડે જેનું અવલોકન થાય તે લોક.
ઉજ્જો અગરે :- ઉદ્યોત કરનારાને, પ્રકાશ કરનારાને.
બીજી વિભક્તિ બહુવચનમાં આવેલા આ પદમાં મૂલ શબ્દ પર છે. તેનો અર્થ છે - ઉદ્યોતકર. ઉદ્યો એટલે તેજ, પ્રભા, પ્રકાશ આદિ. અહીં ડર્ ઉપસર્ગપૂર્વક ઘુત્ ક્રિયાપદ છે. દુત નો વિશેષ અર્થ દર્શાવવું કે સ્પષ્ટ કરવું એવો પણ થાય છે. તેથી કોઈપણ વસ્તુનું સ્વરૂપ પ્રકાશવું તેને પણ ઉદ્યોતુ કહેવાય છે. તેથી ઉદ્યોતકર એટલે પ્રકાશ કરનાર, પ્રગટ કરનાર, યથાર્થ રીતે સમજાવનાર એવા અર્થો થાય છે.
ઉદૂદ્યોત-પ્રકાશ બે પ્રકારનો છે – (૧) પુદ્ગલ પરિણામી અને (૨) આત્મ પરિણામી, જે પુદ્ગલ પરિણામી પ્રકાશ છે તે પુદ્ગલના પર્યાયો કે રૂપાંતર વડે ઉત્પન્ન થાય છે. જેમકે સૂર્યનો તડકો, ચંદ્રનો ઉજાસ, અગ્નિ, ઉદ્યોત, વીજળીની રોશની, રત્નમણિની પ્રભા ઇત્યાદિ. શબ્દ, અંધકાર, પ્રકાશ, કાંતિ, છાયા, આતપ, વર્ણાદિ એ બધાં પુગલના લક્ષણો છે. પણ પુદ્ગલ પ્રકાશ જ છે અને તે જડ અંધકારનો જ નાશ કરે છે.
જ્યારે આત્મપરિણામી પ્રકાશ આત્માના ગુણ પ્રગટ થવાથી ઉત્પન્ન થાય છે. જે સામાન્ય રીતે 'જ્ઞાન' સંજ્ઞાથી ઓળખાવાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ અથવા ભય વડે જ્ઞાનનો પ્રકાશ થાય છે. જ્યારે છાઘસ્થિક કર્મો પૂર્ણતયા નાશ પામે ત્યારે આત્માના દર્શન અને જ્ઞાનરૂપી ગુણો પૂર્ણતયા પ્રગટ થાય છે. આવા ગુણ અરિહંતોને પ્રગટ થવાથી તેઓ સર્વ વસ્તુના સર્વ ભાવોને યથાર્થ રીતે સમજાવી શકે છે. તેને ઉદ્યોત કર્યો તેમ કહેવાય છે. જે ઉદ્યોતકર અરિહંતો છે.
– આ જ વાત વૃત્તિકાર જુદા શબ્દોમાં કહે છે. જેના વડે પ્રકાશ કરાય તે ઉદ્યોત. આ ઉદ્યોત બે પ્રકારે છે – (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. દ્રવ્યોદ્યોત – તે પુગલ પરિણામી છે. જે મૂર્ત એવા ઘટ-પટ આદિને દેખાડે છે. જ્યારે જ્ઞાન એ ભાવઉદ્યોત્ છે. “જેના વડે યથાવસ્થિત રીતે વસ્તુ જણાય તે જ્ઞાન છે. તે જ્ઞાન એ જ ભાવોદ્યોત છે. તેને માટે કહ્યું છે કે, “કેવળજ્ઞાનથી ઉત્પન્ન થનારો ઉદ્યોત તે ભાવઉદ્યોત છે. જિનેશ્વરો દ્રવ્યોદ્યોતથી લોકનો ઉદ્યોત કરનારા નથી હોતા, પરંતુ તીર્થકર નામકર્મના ઉદયથી અતુલ્ય પરોપકાર કરવા દ્વારા ભાવઉદ્યોત કરનારા હોય છે.
– ઉદ્યોતકર પણ બે પ્રકારના હોય છે. સ્વઉદ્યોતકર, પરઉદ્યોતકર. તીર્થકર પરમાત્મા બંને પ્રકારે ઉદ્યોતકર છે. સ્વ આત્માને ઉદ્યોતિત કરવા દ્વારા તેઓ સ્વઉદ્યોતકર છે અને લોકમાં પ્રકાશ ફેલાવનાર વચનરૂપી દીપકની અપેક્ષાએ બાકીના ભવ્ય જીવ
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
અપેક્ષાએ પરઉદ્યોતકર છે.
– દ્રવ્યોદ્યોતનો ઉદ્યોત પુદ્ગલ સ્વરૂપ હોવાથી તેમજ તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી પરિમિત ક્ષેત્રમાં પ્રકાશ કરે છે, જ્યારે ભાવોદ્યોત લોક અને અલોકને પ્રકાશિત કરે છે, માટે ભાવોદ્યોતનું સ્થાન મહત્ત્વનું છે.
– કેવલજ્ઞાનના પ્રકાશરૂપી દીપકથી તીર્થકર ભગવંતો સર્વલોકમાં પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે માટે તે ઉદ્યોતકર છે.
– કેવળજ્ઞાનના પ્રકાશથી અથવા તે પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી જિનેશ્વર ભગવંતો ઉદ્યોત કરવાના સ્વભાવવાળા છે.
– તીર્થંકર ભગવંતો પરમજ્ઞાનનો ઉપદેશ, સંશયોનું છેદન અને સર્વ પદાર્થોનું પ્રકટ કરવાપણું કરનાર હોવાથી ‘ઉદ્યોતકર' છે.
૦ લોગસ્સ ઉજ્જઅગરે - લોકના પ્રકાશ કરનારા લોક અને ઉદ્યોતકર બંને શબ્દોનો સંયુક્ત અર્થ આ પ્રમાણે થઈ શકે
– પંચાસ્તિકાયરૂપી લોકનો કેવળજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ ભાવોદ્યોત વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા – એ અર્થમાં સિદ્ધ થાય છે.
– પદ્વવ્યાત્મક ચૌદરાજ પ્રમાણ લોકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનારા છે.
- ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલાં છ દ્રવ્યો કે પંચ અસ્તિકાયોના અતીત, અનાગત, વર્તમાનકાલીન સર્વે ગુણો અને સર્વે પર્યાયોને પ્રત્યક્ષ જોઈને તથા જાણીને સમજાવનારા-પ્રકાશનારા અર્થમાં સિદ્ધ થાય છે.
• ધમ્મતિન્શયરે :- ધર્મ તીર્થકરોને, ધર્મરૂપી તીર્થન કરનારાઓને
– અરિહંત-પરમાત્માના વિશેષણોમાં પહેલું વિશેષ મૂક્યું–‘લોગસ્સ ઉજ્જો અગરે પછી બીજું વિશેષણ મૂક્યું “ધમ્મતિÖયરે. અહીં ધમ્મ, તિર્થી અને તિર્થીયર એ ત્રણ શબ્દોની વિચારણા કરવાની છે.
– થર્મો :- ધર્મ. આ શબ્દના શાસ્ત્રકારે અનેક અર્થો પ્રયોજ્યા, પ્રરૂપ્યા છે.
– દુર્ગતિમાં પડતા જીવોને જેના વડે ધારી (રોકી) રાખવામાં આવે છે, રોકીને એમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે છે, તેથી તે ધર્મ કહેવાય છે. ધર્મ બે પ્રકારનો છે (૧) દ્રવ્યધર્મ અને (૨) ભાવધર્મ તેમાંથી અહીં ધર્મ શબ્દથી ભાવધર્મ લેવાનો છે. આ ભાવધર્મ શ્રત અને ચારિત્ર રૂપ છે.
– ઘH નો સામાન્ય અર્થ – નીતિ, સદાચાર, શ્રદ્ધા, શાસ્ત્રોક્ત વિધિનિષેધ, આચાર, પુષ્ય, દાન, એક પ્રકારનો પુરુષાર્થ, ગુ, લક્ષણ, સ્વભાવ ઇત્યાદિ અર્થમાં પ્રસિદ્ધ છે.
જૈનદર્શન ઘર્મ શબ્દથી ધર્મ, ધર્મદ્રવ્ય, ધર્માસ્તિકાય, કુશલાનુષ્ઠાન, સંસારોદ્ધાર, આત્મવિકાસ, ચારિત્ર્યપાલન, સમ્યગ્દર્શનરૂપી આત્મપરિણામ, પુણ્ય, સુકૃત, મહાવ્રત, અણુવ્રત, દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવનાર, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ગુણ સમૂહ, અહિંસા, સંયમ, તપ, દાન, શીલ, તપ, ભાવ ઇત્યાદિ અર્થોમાં ધર્મ શબ્દ પ્રયોજાયેલ જોવા મળે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૦૩ – ધર્મ શબ્દ પૃ- ધારણ કરવું, એ ક્રિયાપદ પરથી બનેલો છે. તેનો અર્થ દુર્ગતિ અર્થાત્ નરક કે તિર્યંચગતિ. તે તરફ જઈ રહેલા જીવોને ધારણ કરીને અર્થાત્, અટકાવી રાખીને, તેમનો ઉદ્ધાર કરીને શુભ સ્થાનમાં એટલે કે મનુષ્યગતિ અને દેવગતિમાં સ્થાપી અને મોક્ષગતિના અધિકારી બનાવે છે. કેમકે દુર્ગતિના કારણરૂપ ક્રોધાદિ કષાયો અને હિંસાદિ દુષ્કૃત્યો છે. તેના બદલે તેના પ્રતિરોધી ક્ષમા આદિ તથા અહિંસા આદિ ધર્મોના સેવનથી દુર્ગતિના કારણો બંધ થશે અને સદ્ગતિનું શુભ સ્થાન પ્રાપ્ત થશે.
– ધર્મ શબ્દથી - શ્રત અને ચારિત્રરૂપ ધર્મ આગાર અને અણગારધર્મ, અહિંસા, સંયમ, તપરૂપ ધર્મ, દાન, શીલ, તપ, ભાવરૂપ ધર્મ, ક્ષમા, માર્દવ, આર્જવ આદિ રૂપ દશવિધ ધર્મ, જિનાજ્ઞા રૂપ કે ચારિત્ર લક્ષણ ધર્મ, જિનપ્રણીત ભાવ શ્રદ્ધાનું આદિ લક્ષણરૂપ ધર્મ ઇત્યાદિ અર્થો જાણવા.
૦ તિર્થી :- તીર્થ, જેના વડે તારાય તે તીર્થ.
– તીર્થના નામતીર્થ સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ અને ભાવતીર્થ એ ચાર ભેદ છે. તે એક-એક તીર્થના પણ અનેકવિધ ભેદો જાણવા.
- સામાન્ય અર્થમાં તો પવિત્ર સ્થાન, પવિત્ર ક્ષેત્ર કે ભૂમિને આપણે તીર્થરૂપે જાણીએ છીએ જેમકે સિદ્ધક્ષેત્ર સમેત શિખર, ગીરનાર આદિ અને તીર્થ શબ્દનો સાહિત્યમાં અર્થ - નદીનો ઘાટ કે સમુદ્રમાં ઉતરાણ માટેની જગ્યા એવો થાય છે. જળાશયોમાં તરવાની ક્રિયાને પણ તરવું કહેવાય અને સંસારરૂપી સમુદ્રમાંથી તરી જવું તેને પણ તરવું કહે છે. પણ પહેલી ક્રિયા જે સ્થાનમાં, જેનાથી અથવા જેના વડે થાય છે, તેને દ્રવ્યતીર્થ કહે છે જ્યારે બીજી ક્રિયા જેના આશ્રયથી, જેના વડે કે જે સાધનોથી થાય છે તેને ભાવતીર્થ કહેવાય છે.
-૦- દ્રવ્યતીર્થ :- વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે - દ્રવ્યતીર્થથી માગધ, વરદામ આદિનું ગ્રહણ કરાય છે. કેમકે તેનાથી બાહ્ય દાહનો ઉપશમ થાય છે. તૃષાપિપાસાનું છેદન થાય છે. તે જળસમૂડમાંથી બહાર કાઢે છે શરીરના બાહ્ય મલને તે ધોઈ નાંખે છે. (પણ આ ત્રણે ક્રિયા ફરી પણ કરવી પડે છે.)
– ઇત્તર દર્શન તથા નદી આદિ તરવા માટેનાં સ્થાનો એ બધાં દ્રવ્યતીર્થ છે. કેમકે ત્યાં લોકો ડૂબી પણ શકે છે. તેમજ એક વખત તર્યા પછી ફરી પણ કરવાનું બાકી રહે છે.
-૦- ભાવતીર્થ - ક્રોધ આદિના નિઝામાં સમર્થ એવા પ્રવચનને જ ગ્રહણ કરે છે. ઠેષરૂપી પવન વડે ઉત્પન્ન દાહનું તે ઉપશમન કરે છે. લોભના નિગ્રહ વડે તૃષ્ણારૂપી તૃષાનું છેદન કરે છે. ઘણાં ભવોની સંચિત એવી આઠ પ્રકારની કર્મરજનું તપ અને સંયમ વડે શોધન કરે છે અર્થાત્ નિવારણ કરે છે. વળી મોક્ષના સાધનરૂપ હોવાથી પ્રવચન જ ભાવથી તીર્થરૂપ છે.
– પ્રવચન (સંઘ) આદિ ભાવતીર્થ છે કારણ કે તેનો આશ્રય કરનારા ભવ્યો ભવસાગરને નિયમો તરી જાય છે. પછી ભવસાગર તરવો પડતો નથી.
-૦- તીર્થ શબ્દ તુ ક્રિયાપદથી બનેલો છે. તૃ એટલે તરવું તરવાનું ભવસાગરથી
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
છે. એક વખત ભવસાગર તરી ગયા એટલે સર્વ કોઈ દુઃખ-ભવભ્રમણ અને વિટંબણા માત્રનો અંત આવે છે.
૦ યર એટલે કર. તીર્થ સાથે જોડાયેલો આ શબ્દ છે. ર - કરનાર, કરવાનો જેમનો સ્વભાવ છે એવા.
ર શબ્દના નિર્યુક્તિકારે છ ભેદ કહ્યા છે - નામકર, સ્થાપનાકર, દ્રવ્યકર, ક્ષેત્રકર, કાલકર અને ભાવકર. તેમાં ફક્ત ભાવકરનું જ અહીં ગ્રહણ કરવાનું છે. ભાવ-કરમાં પ્રશસ્ત ભાવકરના નવ ભેદ નિર્યુક્તિકારે બતાવ્યા છે, જેમાંનો એક ભેદ તે તીર્થકર છે.
૦ થર્મતીર્થકર :- અહીં જે ધર્મ શબ્દનો અર્થ કહ્યો એવા ધર્મરૂપી તીર્થને કરવાના સ્વભાવવાળા હોય છે. અરિહંત પરમાત્મા જે વિધિ અને નિષેધમય ધર્મ ફરમાવે છે, જિનાજ્ઞાનો પાલક જે સંઘ સ્થાપે છે, તેથી તેઓ પોતે ધર્મ અને સંઘના કરવાવાળા બને છે. ધર્મ અને સંઘ બંને તીર્થરૂપ છે, તેથી અરિહંત પરમાત્માને ધર્મતીર્થકર કહેવાય છે.
– ધર્મ એ જ તીર્થ અથવા ધર્મપ્રધાન એવું તીર્થ તે ધર્મતીર્થ. તેને કરવાનો સ્વભાવ જેમનો છે તે ધર્મતીર્થકર. જે દેવો, મનુષ્યો, અસુરો સહિતની પર્ષદામાં સર્વ જીવોની પોતપોતાની ભાષામાં પરિણમતી વાણી દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન કરનારા છે માટે થમ્પતિસ્થર કહ્યા.
– અનેક જીવો (મનુષ્યો) જેના આલંબનથી ભવસમુદ્રનો પાર પામે તે તીર્થ છે. આવું તીર્થ તે શ્રત અને ચારિત્રરૂપી ધર્મ. આવા ધર્મનું પ્રવર્તન અરિહંતો કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં તુરંત જ પ્રથમ સમવસરણમાં કરે છે. તેથી તેઓને ધર્મ-તીર્થકર કહ્યા છે.
૦ યોગશાસ્ત્રમાં અહીં એક નોંધ મૂકી છે – આ ધર્મતીર્થકર વિશેષણથી અરિહંત પરમાત્માનો પૂજાતિશય અને વચનાતિશય જણાવેલા છે. હવે અપાયાગમઅતિશય માટે ‘નિર' વિશેષણ જણાવે છે.
૦ લઘુ દૃષ્ટાંત :- ભગવંત ઋષભને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ઘાતી કર્મોનો ક્ષય થવાથી અનંત દર્શન, અનંત જ્ઞાન આદિ ઉત્પન્ન થયા. ત્યારે દેવો અને દાનવેન્દ્રોએ તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. પછી દેવોએ પ્રથમ સમવસરણની રચના કરી. ભગવંત દેવતારચિત સમવસરણમાં બિરાજ્યા. ચોત્રીશ અતિશયોથી શોભતા એવા તેઓ સુરેન્દ્રોથી પૂજાતા અને સુર-નર આદિ સમુદાયથી પરિવરેલા હતા. ચારે બાજુ દેવદુંદુભિનાદ થતો હતો. ત્યાં ભગવંત ઋષભે પ્રથમ દેશના આપી. ત્યારે ભરત ચક્રવર્તીના પુત્ર ઋષભસેને દીક્ષા લીધી, બ્રાહ્મીએ દીક્ષા લીધી તેઓ મુખ્ય સાધુ (ગણધર) અને મુખ્ય સાધ્વી બન્યા. ભરત અને સુંદરી પ્રથમ શ્રાવક-શ્રાવિકા બન્યા. એ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપ ધર્મતીર્થનું પ્રવર્તન થયું
આ રીતે ભગવંત ઋષભદેવ પ્રથમ ધર્મતીર્થકર કહેવાયા. • જિણે :- જિનોને. રાગ-દ્વેષના જિતનારાઓને.
Page #206
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
અરિહંત પરમાત્માના બે વિશેષણો - લોગસ્સ ઉજ્જોઅગરે અને ધમ્મતિત્શયરે પછી ત્રીજું વિશેષણ સૂત્રમાં મૂક્યું છે નિñ. આ પદ બીજી વિભક્તિ બહુવચનમાં વપરાયેલ છે. તેમાં મૂલ શબ્દ નિન છે. જે ખ઼િ ક્રિયાપદ પરથી બનેલો છે. નિ એટલે જિતવું. તેથી બિન નો સામાન્ય અર્થ ‘જિતનાર' થાય છે.
નિન - એટલે જેણે ક્રોધ, માન, માયા અને લોભ જીત્યા છે તે.
– નિન - એટલે રાગ, દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો, પરીષહો, ઉપસર્ગો અને આઠ પ્રકારના કર્મોને જિતનારા.
---
૨૦૫
- બિન - રાગ આદિને જીતનાર તે જિન કહેવાય છે.
બિન - જેમણે રાગ, દ્વેષ અને મોહને જીત્યા છે તેઓ જિન કહેવાય છે. – નિન - રાગ, દ્વેષ મોહ આદિ અંતરંગ શત્રુઓને જિતનાર.
જો કે ઉક્ત વ્યાખ્યાઓ અરિહંતરૂપ જિન માટે જ વપરાયેલ છે અને લોગસ્સ સૂત્રમાં પણ અરિહંતના વિશેષણ રૂપે જ છે. પણ આગમસૂત્રમાં અવધિજ્ઞાની, કેવલજ્ઞાનવાળા, જિનકલ્પી, ચૌદપૂર્વી આદિને પણ જિન કહ્યા છે. આવા જ કોઈ કારણથી અરિહંત એવા જિનને જિનવર, જિનેશ્વર, જિનેન્દ્ર આદિ શબ્દોથી ઓળખાવાયા છે. લોગસ્સ સૂત્રમાં પણ ગાથા પાંચમાં નિળવરા શબ્દ મૂક્યો જ છે.
આ નિન શબ્દનો પ્રયોગ લોગસ્સ સૂત્રમાં પાંચ વખત અને પહેલી પાંચે ગાથામાં એક-એક વખત થયેલો છે.
―
• અરિહંત :- અર્હતોને,
આ શબ્દની અતિ વિસ્તૃત વ્યાખ્યા માટે જુઓ સૂત્ર-૧ ‘નવકારમંત્ર’ અહીં ફક્ત તેના સામાન્ય નિર્દેશ માટે મહાનિશીથ સૂત્રનો એક પાઠ આપેલ છે.
‘મનુષ્ય, દેવતા અને દાનવોવાળા આ સમગ્ર જગતમાં આઠ મહાપ્રાતિહાર્ય વગેરેના પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસશ, અચિંત્ય માહાત્મ્યવાળી, કેવલાધિષ્ઠિત, પ્રવર ઉત્તમતાને જેઓ યોગ્ય છે તે અનંત છે. સમગ્ર કર્મોનો ક્ષય થવાથી, સંસારના અંકુરા બળી જવાથી ફરીવાર અહીં આવતા નથી, જન્મ લેતા નથી, ઉત્પન્ન થતા નથી, તે કારણે તેઓ સ ંત કહેવાય છે. વળી તેમણે દુર્જય સમગ્ર આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને મથી નાખ્યા છે, હણી નાખ્યા છે, દળી નાખ્યા છે, પીલી નાખ્યા છે, નસાડી મૂક્યા છે અથવા પરાજિત કર્યા છે, તેથી તે અરિહંત કહેવાય છે. આ રીતે તેઓ અનેક પ્રકારે કહેવાય છે, નિરૂપણ કરાય છે, ઉપદેશાય છે, સ્થાપન કરાય છે, દર્શાવાય છે.
વિશેષ વ્યાખ્યા ‘નવકારમંત્ર'માં ખાસ જોવી.
♦ કિત્તઇસ્સું :- કીર્તન કરીશ, નામોચ્ચારણપૂર્વક સ્તવીશ.
ŕિ ક્રિયાપદનું ભવિષ્યકાળનું એકવચનનું રૂપ છે. સામાન્યથી આ પદનો અર્થ ‘“હું કીર્તન કરીશ’' એવો થાય છે. આ ક્રિયાપદ પ્રશંસા અર્થ પણ દર્શાવે છે. તેથી અહીં પ્રશંસા, ગુણાનુવાદ કે સ્તવના અર્થ પણ થઈ શકે.
વૃત્તિકારે તો સ્પષ્ટ કહ્યું છે કે - (તેમના-તેમના) પોતાના નામ-(ઉચ્ચારણ
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
પૂર્વક) હું સ્તવના કરીશ.
- ફિક્સ એ પ્રતિજ્ઞા કે સંકલ્પ વાક્ય છે. હું સ્તવના કરીશ પણ કોની ? એ પ્રશ્નનો સંબંધ “અરિહંતોની સાથે જોડાયેલા છે. અહીં જે કીર્તન કરવાનું છે તે નામથી અને ગુણોથી કીર્તન કરવાનું છે. નિર્યુક્તિકાર કહે છે કે – આ કીર્તન કરવાનું કારણ એ છે કે – દેવતા, મનુષ્યો અને અસુરો સહિત સમગ્ર લોક માટે કીર્તનીય એવા તે અરિહંતોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપરૂપ વિનય દર્શાવ્યો છે. તેમના આ ગુણોને લક્ષમાં રાખીને તેમનું કીર્તન કરવામાં આવેલ છે.
અહીં અરિહંત પરમાત્માના ચાર વિશેષણો આરંભે મૂક્યા છે – (૧) લોગસ્સ ઉજ્જો અગરે, (૨) ધમ્મતિ€યરે, (૩) જિર્ણ, (૪) કેવલી જેમાં અરિહંતના ગુણોનું કીર્તન પણ થાય જ છે. વળી પુર્વ મU મથુકા પછી પણ અરિહંતના ગુણોની કીર્તન દર્શાવતા પદો છે.
નામ કીર્તનનો વિષય - ૩૪મનિમ્ર થી શરૂ થયો અને આ અવસર્પિણી કાળના આ ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરોના નામોના ઉચ્ચારણપૂર્વક તેમનું સ્મરણ કરાયું તે નામ કીર્તન છે. આ રીતે જે શિરણં શબ્દથી પ્રતિજ્ઞા રજૂ કરી, તે સૂત્રમાં બંને અર્થમાં સાર્થક છે.
• ચઉવીસ :- ચોવીશને, ઋષભ આદિ મહાવીર પર્યન્ત અરિહંતોને
અહીં “ચોવીસને’ એમ સંખ્યા વાંચતા એવો પ્રશ્ન થઈ શકે કે કયા ચોવીસનું ગ્રહણ કરવાનું? ચોવીસ અરિહંતોનું. પણ એવી તો અનંતી ચોવીસીઓ થઈ. ભાવિમાં પણ અનંત ચોવિસી થવાની છે. વળી ભરત અને ઐરાવતની ચોવીસી પણ જુદી છે. જંબૂદ્વીપ-ધાતકી ખંડ આદિની પણ ચોવીસી જુદી છે. તો અહીં કોને ગ્રહણ કરવા ?
આ પ્રશ્નના સમાધાન માટે નિર્યુક્તિકારે જણાવ્યું કે, ચોવીસ સંખ્યા હવે પછી કહેવાનારા ઋષભ આદિ અરિહંતો માટેની સમજવી. એટલે કે જંબૂલીપના આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં થયેલા ઋષભથી લઈને વર્ધમાન પર્યંતના અરિહંતો માટે અહીં વડવી શબ્દ વપરાયો છે.
આજ વાતના સમર્થન માટે ચૈત્યવંદન મહાભાષ્યમાં પણ કહ્યું છે કે, વડવાં સંખ્યા ભારત વર્ષમાં થયેલા અરિહંતો માટે છે.
વળી અનંતી ચોવીસીના પ્રત્યેક અરિહંતોના નામો આપણે જાણતા પણ નથી અને જેટલા જાણમાં છે તે સર્વેના નામોચ્ચારણ નિત્ય કરીને તેમની સ્તવના કરવી પણ શક્ય નથી, માટે આસન્ન ઉપકારી અરિહંતો લીધા.
• પિ :- પિ - પણ, અને વળી (અર્થાત્ બીજા પણ અરિહંતોની). સૂત્રમાં વપરાયેલો પિ શબ્દ જે ‘પિ' અવ્યય છે. તેના અનેક અર્થો છે. તેમાંથી અહીં સમુચ્ચય અર્થ સમજવાનો છે. આ પિ શબ્દથી શો અર્થ કરવો, તે સમજવા માટે આવશ્યઋનિર્યુક્ટ્રિ માં સ્પષ્ટીકરણ આપ્યું કે પિ શબ્દથી ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા અરિહંતોનું પણ ગ્રહણ કરી લેવું.
આ જ શબ્દ માટે અન્ય સાક્ષીપાઠો દ્વારા એવું સ્પષ્ટ કથન થઈ શકે છે કે,
Page #208
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૦૭
પ શબ્દથી અન્ય સર્વે અરિહંતોનું પણ ગ્રહણ કરવું. આ વાતથી એવું તારણ આપી શકાય કે, પિ શબ્દથી ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીસીના ચોવીસ અરિહંતો સિવાયના આ જ ભરતક્ષેત્રના પૂર્વે થયેલા સર્વે અરિહંતો પાંચે ઐરાવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં થયેલા તથા આ ભરત સિવાયનાં ચારે ભરત ક્ષેત્રમાં થયેલા સર્વે અરિહંતોનું પણ હું કીર્તન કરીશ - સ્તવના કરીશ તે વાતને સમજી લેવી.
ટૂંકમાં પિ શબ્દથી ચોવીસ સિવાયના સર્વે અરિહંતો ગ્રહણ થાય છે.
અહીં વરવવં શબ્દથી ચોવીસ અરિહંતોની નામપૂર્વક સ્તવના જણાવે છે, તે રીતે ઉપ શબ્દથી બાકીના અરિહંતોની ભાવસ્તવના જણાવે છે. કેમકે બાકીના અરિહંતોને માત્ર સ્મરણમાં લાવીને તેમની સ્તુતિ કરી છે.
• કેવલી :- કેવળજ્ઞાની, જેનામાં કેવલીપણું વિદ્યમાન છે તે–
‘અરિહંત'ના વિશેષણ રૂપે પૂર્વે લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે અને જિણે ત્રણ શબ્દો નોંધાયા, પછીનું આ ચોથું વિશેષણ છે – વત્ની. આ પદ બીજી વિભક્તિ બહુવચનમાં આવેલું છે.
સામાન્યથી એમ કહેવાય કે જેમને કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થયું હોય, તેમને કેવલી કહેવામાં આવે છે. તેમના બે પ્રકારો છે એક સામાન્ય કેવલી અને બીજા અરિહંત કેવલી. અહીં પ્રયોજાયેલ વત્ની શબ્દ અરિહંત કેવલીના અર્થમાં જ ગ્રહણ કરવાનો છે.
વર્ત શબ્દ કેવળ પામનાર, પૂર્ણતા પામનાર આદિ અર્થ સૂચવે છે. જેનામાં કેવલ હોય તે કેવલી. તેનામાં કેવલ શબ્દથી જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેની પૂર્ણતા સમજવાની છે. નિર્યુક્તિકાર પણ કહે છે કે, સંપૂર્ણ એવા પંચાસ્તિકાયાત્મક લોકને જાણે છે તથા જુએ છે. તેમજ જે કેવલચારિત્રી તથા કેવલજ્ઞાની છે તે કારણથી કેવલી કહેવાય છેઅહીં જાણવું શબ્દથી વિશેષરૂપે જાણવું તે કેવળજ્ઞાન અને જોવું શબ્દથી સામાન્યરૂપે જાણવું તે કેવલદર્શન એમ સમજવાનું છે.
અન્યત્ર વત્ની શબ્દ ફક્ત “જેમને કેવળજ્ઞાન છે તે" એવા અર્થમાં પણ વપરાયેલો જોવા મળે છે. તો વળી લોગસ્સ સૂત્રની વ્યાખ્યા કરતા ગ્રંથોએ વેવની શબ્દથી અહીં ભાવઅરિહંતોને ગ્રહણ કરવાનું પણ કહ્યું છે.
૦ “કેવલી અરિહંતનું વિશેષણ છે તો તેને અલગ કેમ મૂક્યું ? – કેવલી પદને જુદું મૂકવા માટે પૂર્વાચાર્યોએ રજૂ કરેલ વિવફા આ પ્રમાણે છે.
- શ્રીમાનું હરિભદ્રસૂરિજી – ‘કેવલી' એ વિશેષણ એટલા માટે છે કે જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા આત્માઓ જ લોક ઉદ્યોતકર, ધર્મતીર્થકર અને જિન એવા અરિહંત હોય છે, બીજા નહીં. એવો નિયમ કરવા દ્વારા સ્વરૂપ સમજાવવા માટેનો જ આ પ્રયોગ છે.
- આચાર્ય શાંતિસૂરિજી – છદ્મસ્થ અવસ્થામાં રહેલા જિનોનો સમાવેશ અહીં ન થાય તે માટે કેવલી' પદ મૂકવામાં આવ્યું છે. વળી નામ આદિ ભેદથી ભિન્ન પણ જિનવરો અરિહંત તરીકે સંભવી શકે છે, તેથી (નામ, સ્થાપના અને દ્રવ્ય નહીં પણ)
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
ભાવ અરિહંતોના સ્વીકાર માટે અહીં કેવલી પદ મૂકેલ છે.
– હેમચંદ્રાચાર્યજી, દેવેન્દ્રસૂરિજી આદિ - અહીં કેવલી' પદથી માત્ર ભાવ અરિહંતોને જ ગ્રહણ કરવા અર્થાત્ જ્યારે તેઓ અરિહંત થઈને જ વિચરતા હોય તે અરિહંતોને ગ્રહણ કરવા, પણ રાજ્યવસ્થા કે મુનિ અવસ્થામાં વિચરતા અરિહંતો ન લેવા. કારણ કે તે અવસ્થામાં તે ભાવ અરિહંત નથી પણ દ્રવ્ય અરિહંત છે. જ્યારે અહી આ સૂત્ર માત્ર ભાવઅરિહંતોની જ સ્તુતિ છે.
(આ વ્યાખ્યાનુસાર તો પ શબ્દથી ગ્રહણ કરતા અન્ય તીર્થકરોમાં પણ ઐરાવતની વર્તમાન ચોવીસી અને મહાવિદેહના વિહરમાન જિનો જ ગ્રહણ થશે.)
૦ પ્રથમ ગાથાને અંતે શ્રી હરિભદ્રસૂરિએ રજૂ કરેલ તાર્કિક વિચારણા:
(ભૂમિકા :- અરિહંત દેવો નિયમથી જિન હોય છે. કેમકે તેઓ રાગ અને ષના વિજેતા હોય છે. રાગ-દ્વેષનો સંપૂર્ણ વિજય થતા મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સર્વ પ્રકૃત્તિઓનો સર્વથા ક્ષય થાય છે. તેમ થતાં તે કેવલી બને છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ તેઓ લોકના સંપૂર્ણ સ્વરૂપનો પ્રકાશ કરે છે તેથી લોક-ઉદ્યોતકર બને છે. ત્યારે તે ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરે છે અને એ રીતે ધર્મતિર્થ પ્રવર્તન થાય છે.)
– નીજ ધોતા એમ કહેવાથી ધમતિર્થકર પદ આવી જ જાય છે. તો પછી તેને અલગ શા માટે મૂક્યું ? – લોકનો ઉદ્યોત તો અવધિજ્ઞાની, વિર્ભાગજ્ઞાની પણ કરે. કેમકે તેઓ સમસ્તલોકના પ્રકાશક નથી, તો પણ લોકના અમુક ભાગને તો પ્રત્યક્ષ જુએ જ છે. તેથી તે પણ લોકઉદ્યોતકર કહી શકાય. એ જ રીતે સૂર્ય-ચંદ્ર પણ લોકપ્રકાશક છે. પણ આ બધાંનું ગ્રહણ ન કરવા “ધર્મતિર્થકર' પદ મૂક્યું, જેથી આ બધાંનો વ્યાખ્યામાંથી આપોઆપ લોપ થઈ જાય.
– તો પછી થતિસ્થયને એકલું જ મૂકવું હતું ને ? “લોગસ્સ ઉજ્જો અગરે પદની શું આવશ્યકતા હતી ? – જો કોઈ મોટી નદી, સરોવર આદિ જળાશયોમાં સહેલાઈથી અને નિર્ભીકપણે ઉતરવા માટે આરો બનાવે છે, તો તે પણ તીર્થ કહેવાય છે. એ તીર્થને કોઈ પુણ્યપ્રાપ્તિ માટે ધર્મબુદ્ધિએ બનાવેલ હોય તો તે પણ ધર્મતીર્થકર કહેવાશે. તે શું તેમનું કીર્તન કરવાનું ? – ન જ કરાયને ? માટે અહીં લોગસ્સ ઉજ્જો અગરે પદ પણ જરૂરી છે.
– તો પછી નિને પદની શું જરૂર છે ? કેમકે લોકના ઉદ્યોતકર અને ધર્મતીર્થકર તો જિન હોવાના જ. – અન્ય મતાવલંબીઓ પણ તેમના માનેલા ઈશ્વરને લોકઉદ્યોતકર તથા ધર્મતીર્થકર માટે જ છે. તેમનું ગ્રહણ ન થઈ જાય માટે અહીં જિન શબ્દ મૂક્યો છે. તેઓની માન્યતા મુજબના ઈશ્વર જ્યારે તીર્થનો નાશ કે સંહાર થતો હોય ત્યારે ફરી સંસારમાં જન્મ ધારણ કરી પાછા આવે છે. હવે જન્મ લેવા માટે કર્મનું હોવું જરૂરી છે. જેમને રાગાદિ જન્ય સર્વ કર્મોનું બીજ સર્વથા બળી ગયેલ હોય તેઓ ફરી જન્મ ધારણ જ કઈ રીતે કરી શકે ? જેઓ રાગાદિના સંપૂર્ણ વિજેતા છે તે જ જિન
Page #210
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
છે. જિન કદી રાગાદિ કારણે ફરી જન્મ ન લે. તે નિÈ પદથી અન્ય મતાવલંબીની માન્યતાના ઈશ્વરનો વ્યવચ્છેદ કરવા માટે આ પદ જરૂરી છે.
-
- જો એમ જ હોય તો નિળે પદ જ પુરતું છે, પછી લોગસ્સ ઉજ્જોઅગરે અને ધમ્મતિત્શયરે વિશેષણની કોઈ જરૂર નથી. કેમકે જિન તો નિયમા લોકઉદ્યોતકર અને ધર્મતિર્થંકર છે જ. ના, એવો નિયમ નથી. કેમકે આગમ સૂત્રોમાં વિશિષ્ટ શ્રુતધર, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, છદ્મસ્થ વીતરાગને પણ જિન કહેલા છે. જ્યારે અહીં સૂત્રમાં તો તેરમે ગુણઠાણે વર્તતા સર્વજ્ઞ અરિહંત જિન ભગવાનનું જ કીર્તન કરવાનું છે. તે માટે પૂર્વોક્ત વિશેષણો જરૂરી જ છે.
તો પછી અરિહંત પદ મૂકવાની શું જરૂર છે ? અહીં અરિહંત પદ તો વિશેષ્ય-વાચક છે. વિશેષણો કહ્યા પછી એવા વિશેષણવાળા કોણ છે ? તે માટે વિશેષ્ય પદની જરૂર ઉભી રહે છે. તેથી અરિહંત પદ આવશ્યક છે.
તો પછી અરિહંતે એક જ પદ પર્યાપ્ત છે. પૂર્વોક્ત પદની શી જરૂર છે - ના, આ વાત પણ અયોગ્ય છે. અરિહંત અનેક પ્રકારે કહ્યા છે. જેમકે - નામ અરિહંત, સ્થાપના અરિહંત, દ્રવ્ય અરિહંત-ગૃહસ્થપણે કે છદ્મસ્થ સાધુપણે રહેલા અને ભાવ અરિહંત–અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજિત સર્વજ્ઞ વીતરાગ. અહીં નામાદિ ત્રણે પ્રકારના અરિહંતને ન ગ્રહણ કરવા અને કેવળ ભાવ અરિહંતને જ સ્વીકારવા માટે પૂર્વોક્ત ત્રણે વિશેષણો જરૂરી છે.
—
--
—
1
-
તો પછી વેવરી પદની શી જરૂર છે ? કેમકે લોકઉદ્યોતકર, ધર્મતીર્થંકર, જિન એવા અરિહંત અવશ્ય કેવલી હોવાના જ. પછી ‘કેવલી’ એવું વિશેષણ મૂકવાનો શો અર્થ છે ? અહીં ખરેખર તો ‘ન્યાય' સમજવો પડે. ભાવ અરિહંતો કેવળજ્ઞાની હોય જ, કેવળજ્ઞાન વિના કોઈ ભાવ અરિહંત ન બને. અહીં કેવલી શબ્દ મૂક્યો તે અરિહંતનું સ્વરૂપ વિશેષ સૂચવવા માટે છે. અર્થાત્ અહીં સ્વરૂપ પ્રજ્ઞાપન અર્થે વિશેષણ પ્રયોગ થયો છે. માટે કશું જ ખોટું નથી.
છે ?
તો પછી માત્ર વતી કહેવું તે પર્યાપ્ત છે. અન્ય વિશેષણોની જરૂર જ ક્યાં ફક્ત કેવલી કહેવાથી શ્રુતકેવલી અને સામાન્ય કેવલી પણ ગ્રહણ થઈ જશે. આ સૂત્રમાં તો અરિહંત એવા કેવલી જ ગ્રહણ કરવાના છે. માટે અન્ય કેવલી ગ્રહણ ન થઈ જાય તે માટે પૂર્વોક્ત વિશેષણો જરૂરી છે.
ઉક્ત લોકઉદ્યોતકર, ધર્મતીર્થંકર, જિન, કેવલી એવા અરિહંતોમાં જે ચોવીશ અરિહંતોની નામોચ્ચારણ પૂર્વક સ્તવના કરવાની પ્રતિજ્ઞા કરી છે, તે ચોવીશ અરિહંતો કોણ ? એ વાત હવે પછીની ત્રણ ગાથામાં રજૂ કરી છે.
—
- લોગસ્સ સૂત્ર-ગાથા-૨, ૩, ૪માં અરિહંત પરમાત્માના નામો સિવાય હૈં, નિળ, વંટે/વામિ અને તર્ફે એ ચાર પદો (શબ્દો) આવે છે. પ્રથમ આ ચાર શબ્દોનો વિશેષાર્થ જોઈએ, પછી ચોવીશે તીર્થંકરના નામોનો વિશેષાર્થ સળંગ રીતે રજૂ કરેલ છે.
-૦- વ્ ગાથા ૨, ૩, ૪માં 7 શબ્દનો પ્રયોગ અગિયાર વખત થયો છે.
1 14
૨૦૯
Page #211
--------------------------------------------------------------------------
________________
૨ ૧૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ જેમકે સમનિ3 વ વગેરે. સામાન્યથી આ વે નો અર્થ ‘અને થાય છે જેમકે ઋષભ અને અજિત. પણ એક સ્થાને વે નો અર્થ ‘અથવા' થાય છે. વિરં પુર્વત માં રહેલો ૨ “અથવા અર્થમાં છે સુવિધિ અથવા પુષ્પદંત, કેમકે આ બંને નામો નવમાં તીર્થકરના છે. તેથી ત્યાં “અને અર્થ ન થાય. જો અહીં વે નો “અને અર્થ લઈએ તો તીર્થકર સંખ્યા ૨૫ થઈ જાય. પણ આ અગિયાર વખત ' ગોઠવવા પાછળનો કોઈ ગૂઢ આશય સૂત્રમાં જો હોય તો તેનું રહસ્ય શું છે તે એકપણ સંદર્ભ ગ્રંથમાં અમને જોવા મળેલ નથી.
-૦- વિM - જિનને આ શબ્દપ્રયોગ કુલ પાંચ વખત થયો છે. જેમાં પહેલી ગાથામાં આવેલ નિન શબ્દથી તેનો અર્થ કહેવાઈ ગયો છે. બીજી, ત્રીજી, ચોથી ગાથામાં પણ એક-એક વખત વિન શબ્દ આવે છે અને છઠી ગાથામાં નિન શબ્દ નિવર રૂપે મૂકાયેલ છે. ચોવીસ તીર્થકરોના નામોમાં પ્રત્યેક સાત-સાત જિનના અંતરે બિન શબ્દ છે. જેમકે સાતમાં - સુપાલં નિui પછી ચૌદમાં સત નિri 9 - પછી એકવીસમાં નમિતિ વ આ ગોઠવણમાં પણ કંઈક રહસ્ય કે હેતુ હોવો જોઈએ તેવું અનુમાન છે.
-૦- વત્ ક્રિયાપદ જે વેઢે અથવા વંમિ શબ્દથી રજૂ થયેલ છે. અર્થ તો સામાન્ય છે - હું વંદુ છું કે વંદન કરું છું. ગાથા ૨, ૩, ૪માં ત્રણ વખત વેવે અને બે વખત વંમ એમ પાંચ વખત વત્ ક્રિયાપદ વપરાયેલ છે. તે માટે ચૈત્યવંદના મહાભાષ્યમાં કહ્યું છે કે, વંદનાર્થક ક્રિયાપદનો વારંવાર પ્રયોગ આદર દર્શાવવા માટે છે, તેથી તેમાં પુનરૂક્તિ દોષ ન માનવો.
-૦- તદ- તથા. અંતિમ તીર્થંકરના નામ પૂર્વે પ્રયોજાયેલ છે. • ચોવીસ તીર્થંકરના નામોનો અર્થ :– અહીં પ્રથમ એક-એક તીર્થકરનો ક્રમ અને તેનું નામ જણાવેલ છે.
- નામની સાથે પ્રથમ તે નામનો સામાન્ય અર્થ જણાવેલ છે. આ સામાન્ય અર્થ એવો છે, જે (ચોવીસ) પ્રત્યેક તીર્થકરમાં ઘટાવી શકાય છે. એટલે કે તે અર્થ કોઈપણ અરિહંત પરમાત્માને લાગુ પડી શકે છે.
– સામાન્ય અર્થ પછી વિશેષ અર્થ જણાવેલ છે. આ વિશેષ અર્થ તે-તે ઋષભ આદિ અરિહંતમાં જ લાગુ પડે છે. કેમકે વિશિષ્ટ કારણથી આ અર્થ રજૂ થયો હોવાથી અન્ય તીર્થકરોમાં ઘટાવાયેલ નથી.
– જે વિશેષ અર્થ રજૂ થયો છે તેનું આધાર સ્થાન વિશ્વ નિજિ ૧૦૮૦ થી ૧૦૯૧ અને તેની વૃત્તિમાં છે, જેનો ઉલ્લેખ પડાવશ્યક બાલાવબોધ પણ છે.
– પ્રત્યેક નામના સામાન્ય અને વિશેષ એમ બંને અર્થોનો સંદર્ભ યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ, લલિતવિસ્તરા ટીકા, અભિધાન ચિંતામણી નામમાલા, ચૈત્યવંદન મહાભાષ્ય ઇત્યાદિ ઘણાં ગ્રંથોમાં છે.
- ક્રમ નામ, સામાન્ય અર્થ અને વિશેષાર્થ પછી અહીં એક વધારાની વાત સામેલ કરી છે – ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં અપાયેલ મંગલાચરણરૂપ સકલાર્વત્
Page #212
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૧૧
સ્તોત્રની ગાથાઓ. ચોવીસ તીર્થંકર ભગવંતોની હેમચંદ્રાચાર્યજી મહારાજે સુંદર સ્તુતિ કરી છે. વળી પ્રતિક્રમણ સૂત્રમાંનું એક સૂત્ર છે. પખિ, ચોમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં ચૈત્યવંદનરૂપે બોલાય છે તેમજ આ ચોવીસે જિનની સ્તુતિ સામાન્ય અને વિશેષ એવા બંને અર્થો ધરાવે છે તેથી તેની આ વિશેષતા અહીં સામેલ કરી છે.
આ રીતે ચોવીસ તીર્થકરોના નામનું વિવેચન કરતા – તેમનું નામ, ક્રમ, સામાન્ય અર્થ, વિશેષાર્થ, સકલાત્ અંતર્ગત્ સ્તુતિ એ પાંચ વસ્તુનો સમાવેશ કરેલ છે.
(૧) ઋષભ :- ભરત ક્ષેત્રની આ ચોવીસીના પહેલા તીર્થકર.
સામાન્ય અર્થ :- જે પરમ પદ પ્રત્યે ગમન કરે તે ઋષભ, ઋષભ શબ્દ વિકલ્પ “વૃષભ” પણ કહેવાય છે. વૃષભ' એટલે દુઃખથી દાઝેલી દનિયા ઉપર દેશનારૂપી જળનું વર્ષણ કે સિંચન કરનાર.
- વૃષભ એટલે શ્રેષ્ઠ બળદ કે જે દુઃખે કરીને વહન કરી શકાય તેવા, ભારને વહન કરવા માટે સમર્થ હોય, તે જ રીતે દુઃખેથી વહી શકાય તેવી ધર્મધુરાને વહન કરવા માટે પરમાત્મા સમર્થ હોય છે તેથી તેમને ઋષભ કહેવાય છે અથવા વૃષ એટલે ધર્મ, તેનાથી (આત્માને) અત્યંત ભાવિત કરે છે તેથી પણ તેઓ વૃષભ કહેવાય છે.
ઉક્ત વ્યાખ્યાઓ સર્વ કોઈ અરિહંતોને લાગુ પડે છે.
વિશેષ અર્થ :- ભગવંત ઋષભનો જન્મ થયો ત્યારે તેમના બંને સાથળોમાં તપાવેલા સોનાની જેવા દેદીપ્યમાન, ધવલ અને એકબીજાની સન્મુખ રહેલા વૃષભનું ચિન્હ હતું. તેથી તેઓ રસમ - ઋષભ કહેવાયા.
– વળી સામાન્યથી તીર્થકરની માતા ગર્ભમાં તીર્થકર આવે ત્યારે પહેલે સ્વપ્ન હાથીને જુએ છે, પણ મરુદેવા માતાએ ભગવંત તેણીના ગર્ભમાં આવ્યા ત્યારે પહેલા સ્વપ્નમાં બળદને જોયેલો તેથી તેનું ઋષભ એવું નામ કરાયું. સાવચક્રવૃત્તિ માં કહ્યું છે કે – ઋષભ અને વૃષભ એકાર્થક શબ્દ છે.
– સકલાર્હત્ ગાથા-3 વાચ્યાર્થ અને રસ્યાર્થ.
(સકલાઉત્ સ્તોત્રમાં ખરેખર તો અરિહંતોના નામોનો અર્થ નથી પણ સ્તુતિ છે. આ સ્તુતિ પ્રત્યેક તીર્થકરને આશ્રીને અલગ-અલગ બનાવેલ છે. તેનો વાચ્યાર્થ અહીં વિશેષ અર્થરૂપે રજૂ કર્યો છે, જે તે-તે તીર્થકરને માટે થયેલ સ્તુતિ મુજબ છે. પણ આ પ્રત્યેક સ્તુતિનો રહસ્યાર્થ સર્વે અરિહંતોને માટે સ્વીકાર્ય બને તેવો છે. તેથી અર્થઘટન સામાન્ય અર્થ રૂપે કરેલ છે.)
– ચોવીસે તીર્થકરોમાં આ વાત સમજી લેવી કે “વાચ્યાર્થ” એ વિશેષ અર્થ છે અને રહસ્યાર્થ એ સામાન્ય અર્થ છે.
૦ વાચ્યાર્થ – પહેલા પૃથ્વીના નાથ (રાજા), પહેલા નિષ્પરિગ્રહી (સાધુ) અને પહેલા તીર્થકર એવા ઋષભ સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ.
૦ રહસ્યાર્થ – પોતપોતાના શાસનની અપેક્ષાએ અરિહંતો પ્રથમ રાજા, પ્રથમ
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ સાધુ અને પ્રથમ તીર્થંકર હોય છે. તેથી એવા પરમપદ-મોક્ષ પ્રત્યે ગમન કરનારા સર્વે અરિહંતની અમે સ્તુતિ કરીએ છીએ.
(૨) અજિત :- ભરત ક્ષેત્રની આ ચોવીસીના બીજા તીર્થકર. ૦ સામાન્ય અર્થ :- પરીષહો અને ઉપસર્ગોથી ન જિતાયેલા તે અજિત.
- ઇન્દ્રિયો, વિષય, કષાય આદિ ભયાનક એવા અંતરંગ શત્રુઓ વડે જેઓ હેજ પણ જીતાયા નથી. તેથી ‘અજિત' કહેવાય છે. સર્વે અરિહંતોનું આ જ સ્વરૂપ છે.
૦ વિશેષ અર્થ - ભગવંત અજિતના પિતા જિતશત્ર અને માતા વિજયા પાસાથી જૂગટુ રમતા હતા. પહેલા હંમેશાં જિતશત્રુ રાજા જ જીતતા હતા પણ ભગવંત ગર્ભમાં આવ્યા પછી રાજા જીતતા ન હતા, પણ રાણી જીતતા હતા. અર્થાત્ પછી રાજા વડે રાણી કદાપી ન જીતાયા માટે તેમનું “અજીત’ નામ પડયું
– સકલાર્વત્ સ્તોત્ર-ગાથા-૪.
૦ વાચ્યાર્થ - જગના પ્રાણીઓરૂપી કમલોના સમૂહને વિકસાવવામાં સૂર્ય સમાન અને જેમના કેવળજ્ઞાનરૂપી દર્પણમાં આખું જગતું પ્રતિબિંબિત થયું છે એવા અરિહંત અજિતનાથની હું સ્તુતિ કરું છું.
૦ રહસ્યાર્થ - વિશ્વના પ્રાણીઓરૂપી કમલવનને ખીલવવા માટે સૂર્ય સમાન કહીને કેવળજ્ઞાન પછી ઉપદેશતાપણાનો ગુણ તેમજ કેવલજ્ઞાનરૂપી અરીસામાં આખા જગતનું પ્રતિબિંબ પડે છે કહીને તેમની દર્શન જ્ઞાન વિષયક પૂર્ણતાને સૂચવીને પરીષહ અને ઉપસર્ગોથી ન જીતાતા એવા સર્વે અ-જિત અરિહંતોની સ્તુતી કરી છે.
(૩) સંભવ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ત્રીજા તીર્થકર – ૦ સામાન્ય અર્થ :- જેમનામાં ચોત્રીસ અતિશયરૂપ ગુણો વિશેષે સંભવે છે તે
- શં એટલે સુખ ભગવંતને જોતાં જ સર્વ જીવોને સુખ પ્રાપ્ત થાય છે તેથી શિવ. પણ પ્રાકૃતમાં શ નો તે થાય છે, તેથી સંભવ સર્વ કોઈ અરિહંત આ સ્વરૂપના જ હોય છે.
૦ વિશેષ અર્થ :- જે ભગવંત ગર્ભમાં આવ્યા બાદ દેશમાં અધિકાધિક સર્ચ - ધાન્યની નિષ્પત્તિ થઈ - અધિક ધાન્યનો સંભવ થયો માટે સંભવ
શ્રાવતી નગરીમાં ક્યારેક કાળના દોષથી... વારંવાર દુષ્કાળ પડ્યો ત્યારે સમસ્ત નગરજન-લોક અત્યંત દુઃખી થઈ ગયા હતા. તે વખતે જિતારી રાજાની (પત્ની) સેનારાણીની કુક્ષીમાં આ ભગવંતનું અવતરણ થયું. ઇન્દ્ર સ્વયમેવ આવીને
ત્યારે એના માતાની પૂજા કરી. સમસ્ત જગતને વિશે એક માત્ર સૂર્ય સમાન તેજસ્વી પુત્રના લાભની વધામણી આપી. તે જ દિવસે અચાનક ચારે બાજુથી સાર્થો આવ્યા. આ સાર્થો ધાન્યોથી પૂર્ણ હતા. તેથી ત્યાં સુકાળ થયો અને સુખની પ્રાપ્તિ થઈ. જેથી કરીને તેમના જન્મ સમયે સમગ્ર ધાન્યો એકઠા થયા તેથી તેમના માતા-પિતાએ તેમનું સંભવ એવું નામ રાખ્યું.
– સકલાત્ સ્તોત્ર - ગાથા-૫ – ૦ વાચ્યાર્થ :- ધર્મોપદેશ આપતા જેમની વાણી વિશ્વના ભવ્યજનોરૂપી બાગને
Page #214
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૧૩
સિંચવા માટે નીક સમાન છે, તે શ્રી સંભવનાથ ભગવંતની વાણી જયવંતી વર્તે છે. ૦ રહસ્યાર્થ :- જેમનાથી સુખની પ્રાપ્તિ થાય તેવા અરિહંતની વાણીની પ્રશંસા કરતા જણાવ્યું કે, ભવ્યજીવોને જો બગીચાની ઉપમા આપીએ તો અરિહંતોની આ વાણીને પાણીની નીક સમાન ગણવી જોઈએ. કેમકે જેમ પાણીની નીક વડે જેમ બગીચામાં સર્વ વનસ્પતિને પુષ્ટ કરે છે, તેમ સર્વે અરિહંતની વાણી ભવ્યજનોમાં સદાચાર આદિ સંસ્કારોને પુષ્ટ કરે છે.
(૪) અભિનંદન :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ચોથા તીર્થંકર– ૦ સામાન્ય અર્થ :- દેવેન્દ્રો આદિથી અભિનંદન કરાયા તેથી અભિનંદન. અભિનંદે છે અર્થાત્ પોતાના રૂપ વગેરે ગુણો વડે સમગ્ર ત્રિભુવનને જેઓ આનંદ આપે છે, તેથી સર્વે અરિહંત અભિનંદન કહેવાય.
૦ વિશેષ અર્થ :- જે ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારથી અત્યંત ભક્તિથી યુક્ત સૌધર્મેન્દ્રએ આવી-આવીને માતાનું વારંવાર અભિનંદન કર્યું. તેથી તેમનું નામ અભિનંદન રખાયું.
સકલાર્હત્ સ્તોત્ર-ગાથા-૬ -
૦ વાચ્યાર્થ :- અનેકાંતમતરૂપી સમુદ્રને ઉન્નસિત કરવા માટે ચંદ્ર સ્વરૂપ એવા ભગવાન્ અભિનંદન અમને પરમ આનંદ આપો.
-
www.
૦ રહસ્યાર્થ :- અરિહંતોની દેશનામાં અનેકાંત શૈલી હોય છે. તથા સર્વ પ્રાણીઓ ને અનંદ-આનંદ આપવાની તેમની અપૂર્વ શક્તિ હોય છે. અરિહંતોની વાણી સદા સાપેક્ષ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈને યોજાયેલી હોય છે. વળી અરિહંતોની બલવતી પુન્ય પ્રકૃતિને કારણે તેમના દર્શન, વંદન, શ્રવણ કે માત્ર નામસ્મરણ પણ પરમ આનંદ આપે છે. આ વાત સર્વ કોઈ અરિહંતમાં સમાનપણે સત્ય છે. તેથી “અમને પરમ આનંદ આપો'' પ્રાર્થના બધા પાસે થઈ શકે છે.
(૫) સુમતિ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના પાંચમાં તીર્થંકર.
૦ સામાન્ય અર્થ :- જેમની મતિ શોભન-સુંદર છે તે સુમતિ
પાપના આચારોના નિમિત્તમાંથી મોક્ષ સન્મુખ શુભ તિ જેમની થઈ છે તે સુમતિ. આ રીતે સર્વે અરિહંતો સુ-મતિ જ છે.
૦ વિશેષ અર્થ :- આ ભગવંત ગર્ભમાં આવ્યા બાદ જેમના માતા સર્વ અર્થોના નિશ્ચય કરવામાં મતિ સંપન્ન થયા અને બે શોક્યો વચ્ચેના ઝઘડાનું સમાધાન કર્યું. તેથી ભગવંતનું નામ સુમતિ રાખવામાં આવ્યું.
કોઈ વણિક પરદેશ ગયેલો, લાંબા કાળ સુધી પાછો આવ્યો નહીં. મૃત્યુ પામ્યો પછી તેની બંને પત્નીઓ એટલે કે શોક્યો વચ્ચે વ્યવહાર બંધ થયો. બંને શોક્ય વચ્ચે એક જ પુત્ર હતો. તેથી બંનેનો તે બાળકને ગ્રહણ કરવાનો આગ્રહ હતો. તે બંને વચ્ચે પુત્ર માટે ઝઘડો થયો. આ ઝઘડાનો ન્યાય કરાવવા તેણી બંને મેઘરાજા પાસે આવી. રાજા ચિંતાતુર થયો કે આ બંનેમાંથી બાળકની સગી મા કોણ ? અને સાવકી મા કોણ ? તે નિર્ણય કઈ રીતે કરવો ? ત્યારે સુમંગલા રાણીએ રાજાને
—
-
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ ઝઘડાની વાત કરી, તે વખતે ગર્ભમાં આવેલા ભગવંતના પ્રભાવથી સુમંગલા રાણીને એવી નિશ્ચયકારી સુંદર મતિ ઉત્પન્ન થઈ કે જેના પ્રભાવે તેણીએ એવો ન્યાય આપ્યા કે તમે ધન અને પુત્ર બંનેના બબ્બે ભાગ કરીને બંને શોક્યોને કહે કે વહેંચી લે. તે ન્યાય સાંભળીને પુત્રની જે સાચી માતા ન હતી તેણીએ આ ન્યાયને કબુલ કરી લીધો. પણ પુત્રની જે સાચી માતા હતી તેણીએ કહ્યું કે, હે દેવી ! આવી આજ્ઞા ન કરો. તમે બધું જ ધન મારી શોક્યને આપી દો, પણ મને મારો પુત્ર સોંપી દો, જેથી હું તેને જીવતો તો જોઈ શકું. ત્યારે રાજાએ તે સ્ત્રીને સગી માતા જાણી પુત્ર અને ધન બંને તેને સોંપી દીધા અને શોક્ય સ્ત્રીને જૂઠી છે તેમ જાણીને દેશનિકાલ કરી. આવી સુંદર બુદ્ધિ ગર્ભના પ્રભાવે ઉત્પન્ન થઈ હોવાથી રાજાએ આ ભગવંતનું નામ “સુમતિ' રાખ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૭ :
૦ વાચ્યાર્થ :- જેમના ચરણના નખોની પંક્તિઓ દેવોના મુગટરૂપી સરાણના અગ્રભાગથી ચકચકિત થઈ છે, તે ભગવાન્ સુમતિસ્વામી તમને મનો-વાંછિત આપો.
૦ રહસ્યાર્થ :- અરિહંતો દેવાધિદેવ હોય છે. અનેકાનેક દેવો તેમના ચરણમાં નમે છે તે વાત આ સ્તુતિમાં જણાવી છે. એવા દેવાધિદેવ સર્વે અરિહંતો કે જેમની મતિ શોભન-સુંદર છે, તેમની ભક્તિ કરવાથી સર્વે પ્રાણીઓના મનમાં વાંછિત-ઇચ્છિત પરિપૂર્ણ થાય છે.
(૬) પદ્મપ્રભ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના છઠા તીર્થકર.
૦ સામાન્ય અર્થ :- નિષ્પકતા ગુણને આશ્રીને પદ્મ (કમલ)ના જેવી જેમની પ્રભા છે તે પદ્મપ્રભા
– જો કે કમળ ઘણાં પ્રકારનું હોય છે. છતાં પણ અહીં લાલ કમળનો જ અધિકાર છે, તેના જેવી કાંતિ જેમની છે (અંતરંગ શત્રુના મથન માટે કોપયુક્ત થયેલા હોવાથી લાલવર્ણ સદેશ પ્રભાવાળા) તે પદ્મપ્રભ
– નિષ્પકતાનો ગુણ અને અંતરંગ શત્રુના મથન માટે કોપયુક્ત થવાથી રક્તવર્ણીય કાંતિયુક્ત દેહ આ બંને વિશેષણ સર્વે કોઈ અરિહંતને પણ લાગુ પડે જ છે, તેથી સર્વે અરિહંત “પદ્ય-પ્રભ” કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા બાદ માતાને કમલની શય્યામાં સુવાનો દોહદ (ઇચ્છા) થઈ, જે દેવતાએ પૂર્ણ કરી, વળી ભગવંતનો વર્ણ પણ પદ્મ સદશ હતો માટે તેમનું નામ પદ્મપ્રભ રખાયું.
- જો કે વાસુપૂજ્ય સ્વામીનો વર્ણ પણ લાલ (રક્ત) જ છે, છતાં સુશીમા માતાને પદ્મ-કમળની શય્યામાં સૂવાનો જે દોહદ થયો તેથી પદ્મપ્રભ નામ થયું.
- સકલાત્ સ્તોત્ર ગાથા-૭ :
૦ વાચ્યાર્થ :- અંતરના શત્રુઓને હણવા માટે ક્રોધના આવેશથી જાણે લાલ થઈ હોય તેવી શ્રી પપ્રભસ્વામીની કાયાની કાંતિ તમારી આત્મલક્ષ્મીને પુષ્ટ કરો.
૦ રહસ્યાર્થ :- અરિહંત પરમાત્માની સ્તુતિ કરતાં તેમની રક્તવર્ણ કાંતિની
Page #216
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨ ૧૫ ઉન્મેલા કરીને જણાવ્યું કે તેઓ અંતરંગ શત્રુનું મથન કરવામાં એટલા બધાં કોપાયમાન થઈ ગયા કે અરિહંત પરમાત્માઓનું શરીર તે કોપ વડે રક્તવર્ણય થઈ ગયું. સર્વે કોઈ અરિહંતો પોતાના આંતરશત્રુને જીતવા માટે પ્રબળ પુરુષાર્થ કરનારા હોય છે. તેથી સર્વે “પદ્મ-પ્રભહોય છે.
(૭) સુપાર્શ્વ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના સાતમાં તીર્થકર – ૦ સામાન્ય અર્થ :- જેમના પડખાં શોભન-સુંદર છે તે “સુપાર્થ'.
– પાર્થ એટલે શરીરનો એક અવયય જેને પડખાં કહે છે. તે જેમના સુંદર છે તે. આ અર્થમાં સર્વે કોઈ અરિહંત “સુ-પાર્થ જ હોય છે.
૦ વિશેષ અર્થ :- જે અરિહંત ગર્ભમાં આવ્યા, ત્યારે તે ગર્ભના પ્રભાવથી માતાનો પાર્થભાગ સુંદર-શોભન બન્યો માટે તેમનું નામ સુપાર્શ્વ રાખ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૯ :
૦ વાચ્યાર્થ - ચતુર્વિધ સંઘ-રૂપી આકાશમંડળમાં સૂર્ય સમાન અને મોટા ઇન્દ્રોથી પૂજાયેલા ચરણવાળા શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રને નમસ્કાર હો.
૦ રહસ્યાર્થ:- અરિહંત પરમાત્માને નમસ્કાર કરતાં જણાવ્યું કે, મોટા ઇન્દ્રોએ પણ જેમના ચરણની પૂજા કરેલી છે અને શ્રમ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વર્ણ સંઘરૂપી ગગન મંડલમાં તેઓ દેદીપ્યમાન સૂર્ય જેવા છે. કેમકે સૂર્યની માફક તેઓ પણ જ્ઞાનપ્રકાશ આપનારા હોય છે. આ ગુણ સર્વે કોઈ અરિહંતમાં અંતર્લિન હોય છે, માટે તેમને નમસ્કાર કર્યા છે.
(૮) ચંદ્રપ્રભ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના આઠમાં તીર્થકર :૦ સામાન્ય અર્થ :- ચંદ્રના જેવી સૌમ્ય પ્રભા-કાંતિ જેમની હોય છે તે.
– જેમના દેહની પ્રભા, કાંતિ, જ્યોખ્ખા ચંદ્ર સદશ છે તેથી તેઓ “ચંદ્રપ્રભ કહેવાય છે, સર્વે કોઈ અરિહંત ચંદ્ર જેવા સૌમ્યુલેશ્ય હોવાથી તેઓ બધાં “ચંદ્ર-પ્રભ” જ કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- જ્યારે ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાને ચંદ્રનું પાન કરવાનો દોહદ (ઇચ્છા) થઈ. વળી ભગવંત ચંદ્ર સમાન વર્ણવાળા હતા તેથી તેમનું નામ ચંદ્રપ્રભ રાખવામાં આવ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૦ :
૦ વાચ્યાર્થ :- ચંદ્રના કિરણોના સમૂહ જેવી શ્વેત અને જાણે મૂર્ત થયેલા શુક્લધ્યાનથી બનાવી હોય તેવી શુક્લ ચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ (આકૃતિ) તમને લક્ષ્મીને માટે (આત્મલક્ષ્મીની વૃદ્ધિ કરનારી) થાઓ.
૦ રહસ્યાર્થ :- અરિહંત પરમાત્માની સ્તુતિ દ્વારા અહીં જણાવ્યું છે કે, અરિહંતોની આકૃતિ-મૂર્તિ પણ જાણે શુક્લધ્યાન સાકાર થયું હોય તેવી સત્ત્વ-ભરપૂર હોય છે. તેનું દર્શન માત્ર પણ (આર્દ્રકુમાર કે શય્યભવ સૂરિજીની માફક) આત્મલક્ષ્મીની વૃદ્ધિ કરનારું થાય છે. એવી કોઈપણ અરિહંત-મૂર્તિ અથવા કાયા પ્રાણીમાત્રને વિશિષ્ટ ફળદાયી બને છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ (૯) સુવિધિ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના નવમાં તીર્થકર –
– આ તીર્થકરના બે નામો અહીં નોંધાયા છે – સુવિધિ અને પુષ્પદંત. ચોવીસમાંથી આ એક જ પરમાત્માના બે નામોનો ઉલ્લેખ શા માટે સૂત્રમાં થયો છે ? તે સંબંધમાં આવશ્યક નિર્યુક્તિ કે વૃત્તિમાં કોઈ જ ખુલાસો જોવા મળતો નથી. માત્ર તે નામનું કારણ ગ્રંથોમાં જોવા મળે છે. જેમાં કોઈ સુવિધિને વિશેષણ માને છે તો કોઈ પુષ્પતને વિશેષણ માને છે. તો કોઈ આ બંને એક જ તીર્થકરના બે અલગ-અલગ નામો છે તેવું જણાવે છે.
૦ સામાન્ય અર્થ :- જેમની વિધિ એટલે કે સર્વ કાર્યોમાં કૌશલ્ય સુંદર છે તેથી તેને સુવિધિ કહે છે.
– વિધિ અર્થાત્ શાસ્ત્રમાં બતાવેલી ક્રિયા, જેમની સુંદર છે તે “સુવિધિ’. આ અર્થ સર્વે અરિહંતોને લાગુ પડે છે તેથી સર્વે અરિહંત ‘સ-વિધિ' કહી શકાય,
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે ભગવંતના માતા સર્વ વિધિમાં કુશળ બન્યા માટે ભગવંતનું સુવિધિ નામ રખાયું.
– મચકુંદના પુષ્પો જેવી શ્વેતદંત પંક્તિ હોવાથી તે પુષ્પદંત પણ કહેવાયા. આ અર્થ સામાન્ય અને વિશેષ એવા બંને અર્થો ધરાવે છે.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૧ :
૦ વાચ્યાર્થ :- જેઓ કેવળજ્ઞાનની સંપત્તિ વડે સમગ્ર જગને હાથમાં રહેલાં આમળાના ફળની માફક જોઈ રહેલા છે તથા જે અચિંત્ય એવા માહાભ્ય (પ્રભાવ)ના નિધિ સમાન છે તેવા સુવિધિનાથ ભગવંત તમને બોધિની પ્રાપ્તિ કરાવનારા થાઓ.
૦ રહસ્યાર્થ :- સર્વે કોઈ અરિહંતો કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વે દ્રવ્યોના સર્વ પર્યાયાને કે ભાવોને જુએ છે અને જાણે છે. તેથી જેમ હાથમાં રહેલ આમળાને આખો આખો જોઈ શકાય છે, તેમ તેઓ વિશ્વની તમામ વસ્તુઓને જોઈ શકે છે. વળી તેઓ કલ્પનાતીત માહાસ્યથી ભરપુર હોય છે. આવા સર્વે કોઈ અરિહંતની ઉપાસના બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે.
(૧૦) શીતલ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના દશમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- સમગ્ર પ્રાણીઓના સંતાપનું હરણ કરનારા તથા શીતળતાજન્ય આહૂલાદને ઉત્પન્ન કરનારા હોવાથી શીતલ કહેવાય છે.
- જેમના વચન શીતલ છે, જેમની લેણ્યા શીતલ છે તે કારણથી તેઓ શીતલનાથ કહેવાય છે. જો કે આ બંને વ્યાખ્યાનુસાર સર્વે કોઈ અરિહંત પરમાત્મા શીતલ' જ કહેવાશે.
૦ વિશિષ્ટ અર્થ :- ભગવંતના પિતા દૃઢરથ રાજાને પૂર્વે શરીરમાં પિત્તદાહ ઉત્પન્ન થયો હતો. તેઓએ અનેક વૈદ્યોની બોલાવીને ઉપચાર કરાવ્યા. કેટલાંયે ઔષધોનું સેવન કર્યું પણ તેમનો પિત્તદાહ કિંચિત્ પણ શાંત થતો ન હતો. પણ જ્યારે ભગવંત નંદારાણીના ગર્ભમાં આવ્યા, ત્યારપછી જ્યારે ભગવંતના માતા નંદારાણીએ ભગવંતના પિતા દૃઢરથ રાજાને સ્પર્શ કર્યો ત્યારે ભગવંતના પ્રભાવથી તે પિત્તદાહ તુરંત જ શાંત
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૭
લોગસ્સ સૂત્ર-વિવેચન થઈ ગયો તેથી ભગવંતનું ‘શીતલ” એવું નામ રાખ્યું.
- સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૨ :
૦ વાચ્યાર્થ :- પ્રાણીઓના પરમાનંદરૂપ કંદને પ્રગટાવવા માટે નવીન મેઘ સ્વરૂપ તથા સ્યાદ્વાદરૂપી અમૃતને વરસાવનાર શીતલનાથ પ્રભુ તમારું રક્ષણ કરો.
૦ રહસ્યાર્થ :- આ સ્તુતિ દ્વારા જણાવે છે કે, અરિહંતો પરમાનંદરૂપી કંદને પ્રગટાવવામાં નૂતન-મેઘ સમાન હોય છે. કેમકે જ્યાં જ્યાં અરિહંતો વિચરે છે ત્યાં
ત્યાં દુષ્કાળ, રોગ, મારી, ભય આદિ શાંત થઈ જાય છે જેનાથી લોકો પ્રસન્નતા અનુભવે છે. વળી અરિહંતોની વાણી સ્યાદ્વાદથી યુક્ત અને પાત્રીશ ગુણોથી યુક્ત હોવાથી અમૃત ઝરતી હોય તેવી લાગે છે. જેના વડે સર્વે કોઈ અરિહંતો પ્રાણીઓને દુર્ગતિથી રક્ષણ કરનારા થાય છે.
(૧૧) શ્રેયાંસ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના અગીયારમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- સમસ્ત ભવનનું શ્રેયસ્ અર્થાત્ કલ્યાણને કરનારા તે શ્રેયાંસ. આ તથા હવેનો અર્થ સર્વે અરિહંતને માટે પણ સ્વીકાર્ય જ છે.
- શ્રેય : અર્થાત્ પ્રશંસનીય અંશો - દેહના અવયવો જેમના છે તે શ્રેયાંસ.
૦ વિશેષ અર્થ :- ભગવંતના કુળમાં પરંપરાગત એવી એક શય્યા હતી. આ શય્યા દેવતાથી અધિષ્ઠિત હતી. તેની હંમેશા પૂજા થતી હતી. જે તેના પર ચઢે તેને દેવતા ઉપસર્ગ કરતો હતો. આ રીતે કુલ દેવતાના પ્રભાવથી તે શય્યા અપરિભોગ્યા - કોઈ ભોગવી શકે નહીં તેવી હતી. કુલદેવતા પોતાના સ્વજન સિવાય ત્યાં કોઈ સુવે તે સહન કરતા નહીં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી વિષ્ણુમાતાને તે શય્યા પર સૂવાનો દોદ (ઇચ્છા) થયો. માતા જેવા તે શય્યા પર ચયા કે ગર્ભના પ્રભાવે તે દેવતા ચીસ પાડીને ત્યાંથી નાસી ગયા, આ રીતે તે અરિહંત પરમાત્માના નિમિત્તે દેવની પરીક્ષા કરવામાં આવી.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૩ :
૦ વાચ્યાર્થ:- જેમનું દર્શન ભવરોગથી પીડાતા પ્રાણીઓને વૈદ્યના દર્શન જેવું છે તથા જેઓ નિઃશ્રેયસ અર્થાત્ મુક્તિરૂપી લક્ષ્મીના પતિ છે, તેવા શ્રી શ્રેયાંસ પ્રભુ તમને શ્રેય (મુક્તિ)ને માટે થાઓ.
૦ રહસ્યાર્થ :- અરિહંત ભગવંતોની સ્તુતિ કરતા અહીં બે વાત મૂકી છે. (૧) પ્રત્યેક અરિહંતો ભવરૂપી રોગનો નાશ કરનારા હોય છે. તેથી તેઓ ભવ-વૈદ્ય કહેવાય છે. જેમ વૈદ્યનું દર્શન માત્ર રોગીને આનંદ આપી જાય છે તેમ ભગવંતનું દર્શન માત્ર પણ મુમુક્ષુને પ્રસન્નતા આપે છે. (૨) અરિહંત મુક્તિરૂપી લક્ષ્મીના સ્વામી છે તેથી તમને પણ મુક્તિ માટે નિમિત્તરૂપ છે.
(૧૨) વાસુપૂજ્ય :- ભરતક્ષેત્રની આ ચોવીસીના બારમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- વસુ અર્થાત્ દેવોને પૂજ્ય તે વાસુપૂજ્ય. સર્વે કોઈ અરિહંત ઇન્દ્રાદિકને પૂજ્ય હોવાથી તે સર્વે “વાસુપૂજ્ય' કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે વાસવે
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અર્થાત્ ઇન્દ્રે વારંવાર ભગવંતની માતાની વસ્ત્રો અને આભુષણોથી પૂજા કરી માટે વાસુપૂજ્ય કહેવાયા અથવા વસુ એટલે રત્નો. ભવગંત ગર્ભમાં આવ્યા બાદ વૈશ્રમણે વારંવાર રત્નો વડે રાજકુલને પૂછ્યું - પૂર્ણ કર્યું માટે તેમનું નામ વાસુપૂજ્ય રખાયું. વસુપૂજ્ય રાજાના પુત્ર હોવાથી વાસુપૂજ્ય કહેવાયા. સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૪ :
-
—
-
૦ વાચ્યાર્થ :- વિશ્વ પર મહાન્ ઉપકાર કરનારા, તીર્થંકર નામકર્મને બાંધનારા તથા સુર, અસુર, મનુષ્યો વડે પૂજ્ય એવા શ્રી વાસુપૂજ્યસ્વામી તમને પવિત્ર કરો. ૦ રહસ્યાર્થ :- કોઈપણ અરિહંતે પૂર્વે તીર્થંકર નામકર્મ બાંધેલ હોય છે. પ્રકૃષ્ટ પુન્ય પ્રકૃતિરૂપ આ કર્મના ઉદયે પ્રત્યેક અરિહંતો વડે જગત્ પર મહાન્ ઉપકાર થાય છે. આ કર્મના કારણે જ તેઓ સુર, અસુર અને મનુષ્યો વડે પૂજાય છે. આવા દેવપૂજિત અરિહંતોના નામ, આકૃતિ, દ્રવ્ય, ભાવ વડે તેઓ ત્રણે જગને પવિત્ર
કરે છે.
(૧૩) વિમલ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના તેરમાં તીર્થંકર :૦ સામાન્ય અર્થ જેમના મલ ચાલ્યા ગયા છે તે વિમલ.
જેમના જ્ઞાન આદિ નિર્મલ થયા છે તે વિમલ
– શરીરની અશુચિ અને કર્મરૂપ મેલ એમ બંને પ્રકારનો મલ જેમનો નાશ પામી ગયો છે. તેથી તેઓ વિમલ કહેવાય છે. આ સર્વે અર્થોમાં પ્રત્યેક અરિહંત ‘વિ-મલ’ જ કહેવાય છે.
-
૦ વિશેષ અર્થ :- ભગવંત માતાના ગર્ભમાં આવ્યા પછી ભગવંતની માતાનું શરીર અને બુદ્ધિ અત્યંત નિર્મલ થયા માટે તેમનું નામ વિમલ રાખ્યું.
ભગવંત સુમતિનાથ નામ માટે રજૂ થયેલ વિશેષ કારણ જેવું જ કારણ અહીં પણ જાણવું. ફક્ત તે પ્રસંગમાં અહીં થોડો ફર્ક છે - બે સ્ત્રીઓને પુત્ર માટે વિવાદ થયો. કૃતવર્મા રાજા તેનો ન્યાય કરી શકતા ન હતા. ત્યારે શ્યામા માતાએ ગર્ભના પ્રભાવે ઉત્પન્ન થયેલ વિમલ બુદ્ધિ વડે કહ્યું કે, આ રાજમહેલના આંગણમાં આ હમણાં જ ઉગેલું વૃક્ષ છે અને મારા ગર્ભમાં મહાબુદ્ધિથી યુક્ત પુત્ર છે. મારો પુત્ર જ્યારે યૌવનને પામશે ત્યારે આ શ્રેષ્ઠ વૃક્ષની છાયામાં આ તમારા વિવાદનો નીવેડો લાવશે, એમાં જરાપણ શંકા રાખવા જેવી નથી. તેથી તેટલા કાળ સુધી તમે શાંત રહો. તે વાત જે પુત્રની માતા ન હતી તે શૌક્ય સ્ત્રીએ સ્વીકારી લીધી, પણ જે સાચી માતા હતી તે સ્ત્રી પોતાના પુત્ર માટે એક મુહૂર્તનો પણ વિલંબ સહન કરી શકતી ન હતી. ત્યારે તેણીએ કહ્યું કે, આ પ્રમાણે અમે બંને વિક્ષુબ્ધ અને વિરુદ્ધ ચિત્તવાળા છીએ. તેથી સાથે રહેવાથી ઘર તૂટી જશે. માટે તેને જે ભાગ જોઈતો હોય તે આપી દો. પણ હે દેવી ! મને મારો પુત્ર સોંપી દો. ત્યારે શ્યામાદેવીએ સાચી માતાને પુત્ર સોંપી દીધો અને ન્યાય કર્યો. આ બુદ્ધિ ગર્ભના પ્રભાવે પ્રાપ્ત થઈ હોવાથી ભગવંતનું નામ વિમલ રાખવામાં આવ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૫ :
Page #220
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૧૯ ૦ વાચ્યાર્થ :- ત્રિભુવનમાં રહેલા પ્રાણીઓનાં ચિત્તરૂપી જલને સ્વચ્છ બનાવવા માટે કતકપુલના ચૂર્ણ જેવી શ્રી વિમલનાથ પ્રભુની વાણી જયવંતી વર્તે છે.
૦ રહસ્યાર્થ :- અહીં અરિહંત પરમાત્માની વાણીના સામર્થ્યને રજૂ કરાયેલ છે. જેમ કતકવૃક્ષના ફળોનું ચૂર્ણ ગમે તેવા ગંદા પાણીને નિર્મળ બનાવી દે છે, તેમ અરિહંતોની વાણી ગમે તેવી મલિન ચિત્તવૃત્તિઓને નિર્મળ બનાવી દે છે. વળી વાણીના પાત્રીશ અતિશયોને કારણે સર્વે કોઈ અરિહંતની વાણી જગતમાં જયવંતી વર્તે છે.
(૧૪) અનંત :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ચૌદમાં તીર્થકર :૦ સામાન્ય અર્થ :- અનંત કર્મોના અંશોને જિતે તે અનંત. – અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જેમનામાં છે તે અનંત.
- જેમના જ્ઞાન, બળ, વીર્ય અનંત છે, શાશ્વત કાળ રહેનારું સુખ પણ અનંત છે તેથી તે જિનેશ્વર અનંત કહેવાય છે.
- ઉક્ત ત્રણે અર્થને વિચારતા સર્વ કોઈ તીર્થકરોમાં આ બધાં અર્થો મોજુદ હોય છે, તેથી સર્વે અરિહંતો “અનંત’ જ કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા બાદ ભગવંતના માતાએ વિચિત્ર રત્નોથી યુક્ત, જેનો અંત જ ન દેખાતો હોય તેવી અતિવિશાળ માળા સ્વપ્નમાં જોઈ, તેથી તેમનું અનંત નામ રખાયું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૬ :
૦ વાચ્યાર્થ :- કરુણારૂપી જલ વડે સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અનંતનાથ પ્રભુ તમને અનંત સુખ-સંપત્તિ આપો.
૦ રહસ્યાર્થ :- આ સ્તુતિમાં અરિહંતોની કરુણાનું અ-માપપણું જણાવ્યું છે. સ્વયંભૂરમણ જેવા અફાટ સમુદ્ર કરતા પણ જેનું કરુણારૂપી જલ વધુ વિસ્તારવાળું છે તેવા અરિહંત એવી ગુણ સ્તવના કરીને અનંત સુખસંપત્તિ આપનારા થાઓ તેવી પ્રાર્થના કરાઈ છે.
(૧૫) ઘર્મ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના પંદરમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- દુર્ગતિમાં પડતા પ્રાણીઓના સમૂહને ધારણ કરવાથી તેઓ “ધર્મ' કહેવાયા.
– ધર્મના ફળભૂત અતિશયિત રૂપાદિ ગુણોનો સમૂહ તેમને વરેલો છે. તેઓ ધર્મને બતાવનારા છે, સાક્ષાત્ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ જેવા છે. તેથી તેઓ ધર્મદિન કહેવાયા.
– આ બંને અર્થો સર્વ કોઈ અરિહંતમાં ઘટે છે. માટે સર્વે અરિહંતોને ધર્મજિન કહી શકાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા બાદ તેમની માતાને ધર્મમાં અધિક ઉત્સાહ જાગવા લાગ્યો, તેણી વિશેષ પ્રકારે દાન, દયા આદિ ધર્મવાળા બન્યા. તેથી ખુશ થયેલા તેમના પિતાએ ભગવંતનું “ધર્મ' એવું નામ રાખ્યું
- સકલાર્પતગ ગાથા-૧૭ :
Page #221
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
૦ વાચ્યાર્થ :- પ્રાણીઓને ઇચ્છિત વસ્તુ મેળવવામાં કલ્પવૃક્ષ સમાન અને ધર્મની દાન, શીલ, તપ, ભાવ એ ચાર ભેદ દેશના આપનારા એવા શ્રી ધર્મનાથ પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ.
૨૨૦
૦ રહસ્યાર્થ :- અરિહંતોને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. જેમ કલ્પવૃક્ષ ઇચ્છિત વસ્તુને દેવામાં સમર્થ છે તેમ કોઈપણ અરિહંતની ભક્તિ, ઉપાસના આદિ મનોવાંછિત પૂર્ણ કરનારા બને છે. પછી અરિહંતોની દેશનાનું સ્વરૂપ કહે છે અરિહંતો ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણા કરીને જીવોને મોક્ષમાર્ગે ચડાવે છે. તેવા સર્વે અરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ.
(૧૬) શાંતિ :- ભરતની આ ચોવીસીના સોળમાં તીર્થંકર :
૦ સામાન્ય અર્થ :- શાંતિનો યોગ કરનારા, શાંતિને કરનારા અથવા તો શાંતિ સ્વરૂપ તેઓ શાંતિ જિન કહેવાય છે.
- પ્રશમભાવને શાંતિ કહેવાય છે. ભગવંત અને શાંતિ એકરૂપ થઈ ગયા છે. તેથી તેમનું નામ શાંતિ છે. આ શાંતિનો ભાવાર્થ રાગદ્વેષથી રહિત થાય છે.
૦ વિશેષ અર્થ :- હસ્તિનાપુર નગરમાં કોઈ ક્ષુદ્ર દેવતાના કોપના દોષથી મહામારીનો ઉપદ્રવ ફાટી નીકળેલો. પ્રભુ જ્યારે અચિરા માતાના ગર્ભમાં આવ્યા ત્યારે જેમ સૂર્યના ઉગવાથી અંધકાર નાશ પામે તેમ ભગવંતના પ્રભાવથી આ મહામારીનો ઉપદ્રવ તુરંત જ શાંત થઈ ગયો. નગરમાં શાંતિ થઈ, તેથી ખુશ થયેલા વિશ્વસેન રાજાએ ત્રણ લોકને વિશે મુગટ સમાન એવા આ ભગવંતનું ‘શાંતિ’ એ પ્રમાણે નામ કર્યું સકલાર્હત્ સ્તોત્ર-ગાથા-૧૮ :
૦ વાચ્યાર્થ :- અમૃતતુલ્ય ધર્મદેશના વડે દિશાઓનાં મુખ ઉજ્વલ કરનાર તથા હરણ લંછનને ધારણ કરનાર શ્રી શાંતિજિન તમોને અજ્ઞાન નિવારણાર્થે થાઓ. ૦ રહસ્યાર્થ :- અરિહંતોની ધર્મદેશનાનું માહાત્મ્ય જણાવતા કહ્યું કે તે અમૃત સમાન મધુર હોય છે. પ્રત્યેક દિશાઓ આ અમૃતમય વાણીરૂપી જ્યોત્સના વડે પ્રકાશીત થાય છે. તથા જે રીતે મૃગલાંછન યુક્ત એવો ચંદ્ર રાત્રિના અંધકારને શાંત કરે છે (નિવારે છે) તે રીતે અરિહંત રૂપી ચંદ્ર પણ અજ્ઞાનરૂપી અંધકારને શાંત કરે છે. તેથી આવા અરિહંત તમારા પણ અજ્ઞાનની શાંતિ કરનારા (નિવારનારા) થાઓ. (૧૭) કુંથુ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના સત્તરમાં તીર્થંકર.
૦ સામાન્ય અર્થ :- ‘કુ' એટલે પૃથ્વી. ત્યાં રહેનાર (વિચરનાર) તે કુંથુ. આ અર્થમાં સર્વે અરિહંતો ‘કુંથુ' જ કહેવાય કેમકે તેઓ વિચરણશીલ છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા, ત્યારપછી તેમના માતાએ સ્વપ્નમાં મનોહર ઊંચા મહાપ્રદેશમાં રહેલા રત્નમય સ્તૂપ જોયેલો હતો. તેના આધારે ભગવંતનું ‘કુંથુ' એવું નામ રાખ્યું.
સકલાર્હત્ સ્તોત્ર-ગાથા-૧૯ :
૦ વાચ્યાર્થ :- અતિશયોની ઋદ્ધિથી યુક્ત અને સુર, અસુર તથા મનુષ્યોના સ્વામીઓના એક માત્ર સ્વામી એવા કુંથુનાથ ભગવાન્ તમને લક્ષ્મીને માટે થાઓ.
-
—
Page #222
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૦ રહસ્યાર્થ :- અરિહંતોના અતિશયો રૂપી ઋદ્ધિનો ઉલ્લેખ કરીને આગળ જણાવ્યું કે, સુર, અસુર, મનુષ્યોના સ્વામી એવા સુરેન્દ્ર-અસુરેન્દ્ર તથા નરેન્દ્રોના પણ જો કોઈ એકમાત્ર નાથ હોય તો તે અરિહંત પરમાત્મા છે. આવા પૃથ્વી પર વિચરીને રહેલા ભગવંતો મોક્ષરૂપી લક્ષ્મી આપો.
(૧૮) અર :- ભરતક્ષેત્રની આ ચોવીસીના અઢારમાં તીર્થંકર—
૦ સામાન્ય અર્થ :- સર્વોત્તમ મહાસત્ત્વશાળી કુળમાં જે ઉત્પન્ન થાય અને તેની અભિવૃદ્ધિને માટે થાય તેને વૃદ્ધ પુરુષોએ ‘અર' નામ આપ્યું છે.
न राति इति अर જે જીવોને નથી આપતા શાપ કે નથી આપતા વરદાન,
―
-
તેવા જિનેશ્વરો રાગદ્વેષથી રહિત હોવાથી ‘અર' કહેવાય છે.
આ બંને અર્થો સર્વે અરિહંતોને લાગુ પડે છે, કેમકે સર્વે અરિહંત વૃદ્ધિને કરનારા અને રાગદ્વેષ રહિત હોય છે. તેથી તેઓ સર્વે ‘અર' કહેવાય.
-
૨૨૧
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારપછી તેમના માતાએ સ્વપ્નમાં સર્વ રત્નમય અતિ સુંદર અને મહાપ્રમાણવાળો ચક્રનો આરો જોયો તેથી તેમના માતાપિતાએ ભગવંતનું ‘અર' એવું નામ રાખેલું.
સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૦ :
૦ વાચ્યાર્થ :- (કાળચક્રના) ચોથા આરારૂપી ગગનમંડલમાં સૂર્યરૂપ એવા શ્રી અરનાથ ભગવંત તમને ચતુર્થ પુરુષાર્થરૂપ એવી મોક્ષલક્ષ્મીને આપો.
૦ રહસ્યાર્થ :- અહીં ‘ચતુર્થ આરો’ શબ્દથી ઉત્સર્પિણી અવસર્પિણી આદિ કાલચક્રનો નિર્દેશ કર્યો છે. ભરત-ઐરવત ક્ષેત્રને આશ્રીને કહીએ તો સામાન્યતયા સર્વે અરિહંતો ચોથા આરામાં થાય છે. વળી પુરુષાર્થના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર ભેદોમાં ચોથો પુરુષાર્થ મોક્ષ છે. તે પ્રાપ્ત કરવામાં અરિહંતોનો અનુગ્રહ અપેક્ષિત છે - તે પ્રાર્થના કરેલી છે.
-
(૧૯) મલ્લિ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ઓગણીસમાં તીર્થંકર સામાન્ય અર્થ :- પરીષહો આદિ મલ્લોને જીતવાથી ‘મલ્લિ’.
– મોહ વગેરે મલ્લોને મથી નાંખનાર શુક્લધ્યાન નામનો મક્ષ જેમના પરિગ્રહમાં વિદ્યમાન છે તેથી તે જિનેશ્વર ‘મલ્લિ’ કહેવાય છે.
―
સર્વે કોઈ અરિહંતો રાગ-દ્વેષરૂપી મલ્લનું મથન કરે છે તેમજ સર્વેને શુક્લધ્યાનરૂપી મલ વિદ્યમાન હોય છે. તેથી આ બંને અર્થોમાં સર્વે અરિહંતો ‘મલ્લિ’ કહેવાય છે.
સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૧ :
૦ વાચ્યાર્થ :- સુરો, અસુરો અને મનુષ્યોના અધિપતિરૂપ, મયૂરો માટે નવા મેઘ સમાન તથા કર્મરૂપી વૃક્ષને મૂળથી ઉખેડવા માટે ઐરાવણ હાથી સમાન એવા મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ.
૦ રહસ્યાર્થ :- જેની સ્તુતિ કરીએ છીએ તે અરિહંતોના ત્રણ વિશેષણો અહીં નોંધ્યા છે – (૧) તેઓ સુર-અસુર અને મનુષ્યોના નાથ-સ્વામી છે. (૨) મયૂરો
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ માટે નવા મેઘસમાન અર્થાત્ જેમ નવીન મેઘ જોઈને મયૂરો નાચી ઉઠે છે તેમ અરિહંતો સ્વર્ગ-પાતાળ અને પૃથ્વી પર રહેનારા સર્વ કોઈ માટે પ્રમોદના કારણરૂપ છે. (૩) અરિહંતોને હસ્તિ-મલ્લની ઉપમા આપેલી છે. જેમ હસ્તિ-મલ્લ મોટા-મોટા વૃક્ષોને ઉખેડી નાખે છે, તેમ અરિહંતો પણ કર્મરૂપી મહાવૃક્ષને ઉખેડી નાંખવામાં હાથી સમાન છે.
(૨૦) મુનિસુવ્રત :- ભરતક્ષેત્રની આ ચોવીસીના વશમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- જગતની ત્રણે કાળની અવસ્થાને જાણે (અવસ્થાનું મનન કરે) તે મુનિ, સુંદર વ્રતોને ધારણ કરે તે સુવત. મુનિ હોવા સાથે સુવ્રતી હોય તે મુનિસુવ્રત કહેવાય છે. સામાન્યથી દરેક અરિહંત સર્વ ભાવોને જાણતા હોવાથી તેમજ સમ્યક્ વ્રતી હોવાથી મુનિસુવ્રત કહેવાય.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા પછી ભગવંતની માતા અત્યંત સુવ્રત (સમ્યક્તયા વ્રત સંપન્ન) બન્યા તેથી ભગવંતનું મુનિસુવ્રત એવું નામ રાખ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૨ :
૦ વાચ્યાર્થ :- સંસારના પ્રાણીઓની મહામોહરૂપી નિદ્રા ઉડાડવા માટે પ્રાત:કાલ જેવા મુનિસુવ્રત નાથના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ.
૦ રહસ્યાર્થ :- આ સ્તુતિમાં અરિહંતોની ધર્મ દેશનાની પ્રશંસા કરતા કહ્યું છે કે જેમ પ્રાતઃકાલ થવાથી નિદ્રા ઉડી જાય છે, તેમ અરિહંતોની ધર્મદેશના એવી હોય છે કે, પ્રબલ મોહનીય કર્મનો ઉદય – ગાઢ મિથ્યાત્વ, અતિ ક્રોધ, અતિ માન, અતિ માયા, અતિ લોભ ઇત્યાદિના સંસ્કારોનો નાશ કરી દે છે. તેને બદલે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકયને ભરી દે છે.
(૨૧) નમિ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના એકવીસમાં તીર્થકર :૦ સામાન્ય અર્થ :- પરીષહ ઉપસર્ગાદિને નમાવવાથી “નમિ' કહ્યા.
– ઉત્તમ ગુણોના સમુહથી પૂજ્ય હોવાના કારણે ત્રિભુવનપતિ પરમાત્માના ચરણોમાં દેવો અને અસુરો નમ્યા તેથી ભગવાન “નમિ' કહેવાયા.
– ઉક્ત બંને અર્થો સર્વે અરિહંતોમાં સામાન્ય છે તેથી અરિહંતો “નમિ' કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- દુર્દાન્ત એવા સીમાડાઓના રાજાઓએ મિથિલા નગરીને ઘેરો ઘાલ્યો હતો. વિજય રાજા ચારે તરફથી ઘેરાઈ ગયા હતા. પણ જ્યારે ભગવંત માતા વપ્રારાણીની કુક્ષિમાં આવ્યા ત્યારે ગર્ભના પુન્યપ્રભાવથી પ્રેરાઈને માતાને અટ્ટાલિકા પર ચઢવાની ઇચ્છા થઈ, તેણી અટ્ટાલિકાએ ચડ્યા ત્યારે સર્વે શત્રુ રાજાઓએ તેણીને જોયા. તેમને જોતાંની સાથે જ ગર્ભના પ્રભાવથી સર્વે રાજા નમી પડ્યા. તેથી ભગવંતનું નામ “નમિ' રખાયું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૩ :
૦ વાચ્યાર્થ :- નમસ્કાર કરનારાઓના મસ્તક પર ફરકી રહેલા તેમજ જલપ્રવાહોની જેમ નિર્મળતાના કારણભૂત એવા નમિનાથપ્રભુના પગનાં નખના કિરણો તમારું રક્ષણ કરો.
Page #224
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૨૩
૦ રહસ્યાર્થ :- અરિહંત પરમાત્માના પગના નખની દિવ્યતાનું દર્શન કરાવતી આ સ્તુતિમાં ‘નખના કિરણો'ના ઉલ્લેખ દ્વારા પરમાત્માના અદ્ભુત દિવ્ય તેજની ઝાંખી કરાવી છે. પરમાત્માને નમન કરનારના મસ્તકો આ અલૌકિક કિરણોથી ઝળહળી ઉઠે છે અને તેમના મનમાં રહેલી મલિનતાનો તેના વડે નાશ થતા નિર્મળ બને છે એમ કહી સર્વે અરિહંતોની ગુણસ્તુતિ કરી છે.
(૨૨) અરિષ્ટનેમિ (નૈમિ) ભરતક્ષેત્રની આ ચોવીસીના બાવીશમાં તીર્થંક— ૦ સામાન્ય અર્થ :- ધર્મરૂપી ચક્રમાં નેમિ-ચક્રના ઘેરાવા જેવા હોવાથી તેઓ ‘નેમિ' કહેવાયા. સર્વ કોઈ અરિહંત ધર્મચક્રની નેમિરૂપ હોવાથી સર્વે ‘નેમિ' કહેવાય. અરિષ્ટ એટલે અશુભ કહેવાય છે અને નેમિ એટલે ચક્રની ધારા. અશુભને વિશે ચક્ર સમાન હોવાથી તેઓ અરિષ્ટનેમિ કહેવાયા.
૦ વિશેષ અર્થ :- ભગવંત જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે શિવાદેવી માતાએ રિષ્ઠરત્નમય અતિશય મહાનુ ચક્રનો નેમિ ઉડતો સ્વપ્નમાં જોયો માટે રિષ્ટનેમિ કહેવાય. પણ રિષ્ટ શબ્દ અમંગળ સૂચક છે. તેથી તેના પરિહાર માટે અકાર લગાડી ભગવંતનું અરિષ્ટનેમિ એવું નામ રખાયું.
સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૪ :
૦ વાચ્યાર્થ :- યુવંશરૂપી સમુદ્રમાં ચંદ્રસમાન તથા કર્મરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન અરિષ્ટનેમિ ભગવાન તમારા અરિષ્ટ-અમંગળનો નાશ કરનારા થાઓ. ૦ રહસ્યાર્થ :- આ ગાથામાં યદુવંશ અર્થાત્ એક પ્રકારનું ઉત્તમ કૂળ સમજવું. આવા ઉત્તમ કૂળમાં કોઈપણ અરિહંતનો જન્મ થાય છે. પ્રત્યેક અરિહંતોની બે વિશેષતાનો અહીં ઉલ્લેખ છે – અરિહંતોની કર્મ-વિધ્વંસક શક્તિ અને અરિષ્ટનો સંહાર કરવાની અદ્ભુત લબ્ધિ. અરિહંતો ગમે તેવા નિબિડ કર્મનો તે જ ભવમાં ક્ષય કરે છે. સાધકોને ગમે તેવા નિબિડ કર્મોનો નાશ કરવામાં સહાયભૂત થાય છે.
(૨૩) પાર્શ્વ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના તેવીસમાં તીર્થંકર૦ સામાન્ય અર્થ :- સર્વ ભાવોને જુએ તેથી પાર્શ્વ.
– જેઓ લોક અને અલોકને જુએ છે. ભૂતકાળ અને ભવિષ્યના પર્યાયોને જેઓ જુએ છે તેથી તેમને પાર્શ્વ કહેવાય છે. આ વ્યાખ્યાનુસાર સર્વ કોઈ અરિહંત ‘પાર્શ્વ’ કહેવાય કેમકે તે સર્વે આ ગુણના ધારક છે.
*
૦ વિશેષ અર્થ :- ભગવંત માતાના ગર્ભમાં આવ્યા બાદ, સાત ફણાવાળો નાગ ભગવંતની માતાએ સ્વપ્નમાં જોયો હતો અને શય્યામાં રહેલ માતાએ સામેથી આવતા સર્પને અંધકારમાં પણ ગર્ભના પ્રભાવથી જોયો, શય્યાની બહાર રહેલા રાજાનો હાથ ખેંચી લીધો અને કહ્યું કે, “આ સાપ જાય છે.'' રાજાએ પૂછ્યું કે, તેં કેવી રીતે જાણ્યું ? માતાએ કહ્યું કે, ‘“હું જોઈ શકું છું.’’ દીવો લાવીને જોયું તો સાપને જોયો. રાજાને થયું કે, ગર્ભનો આ અતિશય પ્રભાવ છે કે જેથી આટલા ગાઢ અંધકારમાં પણ પાર્શ્વ (પડખે કે નીકટથી) જતા સર્પને જોયો. તેથી ભગવંતનું નામ ‘પાર્શ્વ’ રાખ્યું. – સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૫ :
-
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ૦ વાચ્યાર્થ :- પોત-પોતાને ઉચિત એવું કૃત્ય કરનાર કમઠ અને ધરણેન્દ્ર પર સમાનભાવ ધારણ કરનારા પાર્શ્વનાથ અરિહંત તમને આત્મલક્ષ્મીને માટે થાઓ.
૦ રહસ્યાર્થ :- આ સ્તુતિનો રહસ્યાર્થ જાણતા પહેલા મૂળ કથા જોઈએ.
કમઠ નામે એક બાળતપસ્વી હતો, જેને પૂર્વભવોથી પાર્શ્વનાથ સામે વૈરાનુબંધ વર્તતો હતો. પાર્શ્વનાથના ભવમાં કમઠ તાપસ જ્યારે પંચાગ્રી તપ તપતો હતો ત્યારે તેને પાર્શ્વકુમાર સાથે ધર્મ અને અહિંસા સંબંધી વિવાદ થયો ત્યારે પાર્થકુમારે પંચાગ્નિમાં બળતા કાષ્ઠમાંથી એક કાષ્ઠ ખેંચી કાઢી પોતાના માણસો પાસે ફડાવતાં તેમાંથી એક દાઝી ગયેલો નાગ નીકળ્યો. તે નાગને પાર્શ્વકુમારના કહેવાથી એક નોકરે નમસ્કારમંત્ર સંભળાવ્યો. તે નાગ નમસ્કારમંત્ર સાંભળતા મૃત્યુ પામ્યો અને ભવનપતિ દેવોની નાગકુમાર નિકાયમાં ધરણ નામે નાગકુમારોનો ઇન્દ્ર થયો. કમઠ પણ ત્યાંથી પરાભવ પામીને મૃત્યુ પામ્યો. બાળતપના પ્રભાવે તે મેઘકુમાર જાતિના ભવનપતિદેવોમાં મેઘમાળી દેવ થયો.
જ્યારે પાર્થકુમારે દીક્ષા લીધી પાર્શ્વનાથ બન્યા. કોઈ વખતે તેઓ કાયોત્સર્ગ ધ્યાને ઉભેલા હતા. મેઘમાળી દેવે પોતાના પૂર્વભવનું વેર વાળવા પાર્થપ્રભુ પર ઉપસર્ગ કર્યો. તેણે ખૂબ જ વરસાદ વરસાવ્યો. વધતું-વધતું પાણી પાર્શ્વનાથના નાક સુધી પહોંચી ગયું તે વખતે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું ધરણેન્દ્ર તુરંત આવીને લાંબા નાળચાવાળું એક કમળ વિકુડ્યું. તેના પર પ્રભુને ધારણ કર્યા તથા તેમનો પૃષ્ઠભાગ અને બંને પડખાં ઢાંકીને મસ્તક ઉપર સાત ફણા વડે છત્ર ધર્યું પાર્શ્વ પ્રભુને ઉપસર્ગોથી મુક્ત કર્યા
અહીં અરિહંત પરમાત્માના સમભાવનું સુંદર ચિત્ર દોર્યું છે. એક તરફ કમઠરૂપે ભયંકર ઉપદ્રવ કરનાર અર્થાત્ દ્વેષનું નિમિત્ત પુરું પાડનાર જીવ છે બીજી તરફ ઉપદ્રવોમાંથી રાહત આપી ભક્તિ ભાવને પ્રગટ કરતા ધરણેન્દ્ર છે. જે રાગનું નિમિત્ત પુરું પાડનાર જીવ છે. રાગી કે દ્વેષી સૌ કોઈ પોત-પોતાની ભૂમિકા અનુસાર કાર્યપ્રવૃત્તિ કરી રહ્યા છે. પણ અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિમાં પણ સમભાવને ધારણ કરનારા અરિહંતોનું એક પ્રતિક આ સ્તુતિ દ્વારા રજૂ કરાયેલ છે.
(૨૪) વર્ધમાન :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ચોવીસમાં તીર્થંકર૦ સામાન્ય અર્થ :- જન્મથી આરંભીને જ્ઞાનાદિથી વૃદ્ધિ પામે તેથી વર્ધમાન.
– જેઓ જન્મથી જ માંડીને રૂપથી, બળથી, જ્ઞાનથી અને ચારિત્રથી વધતા જ રહ્યા. તેથી તેમનું નામ વર્ધમાન પડ્યું. આ અર્થમાં સર્વે અરિહંતો જ્ઞાનાદિથી વૃદ્ધિ પામતા હોવાથી સર્વ કોઈ અરિહંત “વર્ધમાન' જ કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા પછી સમગ્ર જ્ઞાતકુળ હાથી, ઘોડા, ખજાનો, કોઠાર, ગામ, નગર, સેવક અને રત્નોથી વૃદ્ધિ પામતું ગયું તેથી ખુશ થયેલા પિતા દ્વારા ભગવંતનું ‘વર્ધમાન' એવું નામ કરાયું (જે મહાવીર નામે પ્રસિદ્ધ થયા).
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૬ :૦ વાચ્યાર્થ:- પરમાનંદરૂપી સરોવરમાં રાજહંસ સમાન તથા અલૌકિક લક્ષ્મીથી
Page #226
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨ ૨૫
યુક્ત એવા ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ.
૦ રહસ્યાર્થ :- આ સ્તુતિમાં અરિહંતની બે વિશેષતા પર પ્રકાશ પાડેલ છે. (૧) પરમાનંદપણું અને (૨) અભુત લક્ષ્મી. કોઈ પણ અરિહંતે મોડનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરેલો હોય છે, તેનાથી આત્માનો મૂળ ગુણ પ્રાપ્ત થાય છે. આવો ઘાતી કર્મ રહિત આત્મારૂપી હંસ પરમાનંદરૂપી સરોવરમાં ક્રીડા કરે છે. તેથી અરિહંતો માટે મરીનન્દ-સો-રાન-મરીન કહ્યા છે. (૨) અરિહંતોની અદ્ભુત લક્ષ્મી એટલે અનંત, જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય રૂપી લક્ષ્મી. અરિહંતોના આવા અદ્ભુત ગુણોને કારણે તેમને નમસ્કાર થાઓ.
૦ અંતે :- લોગસ્સ સૂત્રની ગાથા-૨, ૩, ૪માં રજૂ કરાયેલ ભરતક્ષેત્રની આ ચોવીસીના ચોવીસ તીર્થકરોના નામોનો અર્થ અને સ્તુતિ બંને જોયા. નોંધપાત્ર વાત એ હતી કે, પ્રત્યેક તીર્થંકરનું નામ બે અર્થો ધરાવે છે. એક તો તેઓનું આ નામ કેમ પડ્યું બીજું તે પ્રત્યેકના નામોનો એવો અર્થ કે જે અર્થ સર્વ સામાન્ય બધાં તીર્થકરોને લાગુ પડતો હોય.
– કેટલાંક પુસ્તકોમાં આ તીર્થકરના માતા, પિતા, નગરી આદિનો પરીચય અપાયેલ છે. અમે તેનો અત્રે ઉલ્લેખ કરેલ નથીઘણાં જ ગ્રંથો, પુસ્તકો તેમજ આવશ્યક નિર્યુક્તિ અને સમવાયાંગ સૂત્રમાં આ ઉલ્લેખો છે. છતાં વિશેષ રસવાળાઓએ અમારું “આગમ કથાનુયોગ ભાગ-૧” જોવું. તેમાં ચોવીસે અરિહંતોના એસી-એસી બોલ રજૂ કર્યા છે.
હવે પછીની ત્રણ ગાથામાં પ્રણિધાન-પ્રાર્થના વિષયક અધિકાર આવે છે. પ્રથમ ગાથામાં પ્રતિજ્ઞા-સંકલ્પ રજૂ કર્યો. બીજીથી ચોથી ગાથામાં નામોચ્ચારણપૂર્વક અરિહંતોને ભાવવંદના કરી. હવેની ત્રણ ગાથામાં અરિહંતોના ગુણોના કિર્તન સહ ઉત્તમોત્તમ વસ્તુની પ્રાપ્તિ માટેની પ્રણિધાન-પ્રાર્થના કરવામાં આવી છે. જેમકે પ્રભુકૃપા, આરોગ્ય, બોધિલાભ, સમાધિ આદિ.
• એવું મએ અભિથુઆ :- એ પ્રકારે મારા વડે સવાયા.
૦ - એ પ્રકારે. અનંતરોક્ત કે પૂર્વોક્ત પ્રકારે કે પ્રકાર વડે. અનંતરઉદિત વિધિ વડે. કહેલી વિધિ વડે ઇત્યાદિ અર્થો વં શબ્દના જોવા મળેલ છે. જેમાં મુખ્યતા બે શબ્દોની છે, કેટલાંક વં શબ્દનો અર્થ “કહેલી વિધિ મુજબ' કરે છે અને કેટલાંક ‘કહેલા પ્રકારો મુજબ' કરે છે.
– અવં એક પ્રકારનો અવ્યય છે. જે કોઈપણ કથન, ક્રિયા કે વિધિના ઉપસંહાર આદિમાં આવે છે, જેનો સંબંધ પૂર્વોક્ત કથન કે વિધિ સાથે છે.
૦ મU - મેં મારા વડે. (સ્તુતિ કરનાર પોતાના માટે કહે છે.) ૦ ઉમથુઆ - સ્તવાયેલા, કીર્તન કરાયેલા.
- અભિસ્તુતા એટલે અભિમુખપણા વડે સન્મુખ લાવીને સ્તવાયેલા, તેઓના પોત-પોતાના નામપૂર્વક કીર્તન કરાયેલા
– અભિમુખ ભાવથી અથવા અપ્રમત્ત બનીને આવાયેલા તે અભિમુહા [1115
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ – આદરપૂર્વક ખવાયેલા કે નામ આદિથી કીર્તન કરાયેલા.
૦ આ ગાથાનો સંબંધ પૂર્વગાથા તથા ઉત્તરાર્ધ સાથે સમજવાનો છે. કેમકે “એ પ્રમાણે' શબ્દથી આરંભાતી આ ગાથા પૂર્વોક્ત ચોવીશે તીર્થકરનો ઉલ્લેખ કરે છે. એ ચોવીશે તીર્થકરોને મેં નામ લઈને સ્તવના કરી. હવે ગાથાના ઉત્તરાર્ધમાં જેમની સ્તવના કરી તે સર્વે અરિહંતો કેવા છે? તેની ગુણસ્તુતિ કરવામાં આવી છે–
૦ વિયરયમની - દૂર કર્યા છે. રજ અને મલ જેણે..
શાસ્ત્ર અને ગ્રંથોમાં રન શબ્દનો અર્થ “બંધાતુ કર્મ' એવો કર્યો છે અને “મ' શબ્દનો અર્થ “પૂર્વે બંધાયેલ કર્મ” એવો કર્યો છે. અથવા તો બંધાયેલ કર્મને “રજ' અને નિકાચિત કરેલા કર્મને “મલ' કહેલ છે.
કોઈએ ઇર્યાપથિક કર્મને “રજ' અને સાંપરાયિક કર્મને “મલ' કહ્યા.
૦ આ રીતે વિવિધ વ્યાખ્યાનું તારણ કાઢતા એવું કહી શકાય કે, જેમણે વિશિષ્ટ પરાક્રમ વડે સર્વ પ્રકારના કર્મોને દૂર કરી દીધાં છે તે
૦ વિય - પ્રકંપિત, ખંખેરાયેલ, દૂર કરાયેલ.
૦ સંપૂર્ણ પદનો સામાન્ય અર્થ કર્યો – “કર્મરૂપી કચરાથી મુક્ત”. કેમકે રજ અને મલ શબ્દ વ્યાખ્યાભદથી ભલે ભિન્ન હોય, પણ અંતે તો કર્મ જ છે. તે કર્મો પૂર્વના બાંધેલા હોય કે વર્તમાનમાં બંધાતા હોય અંતે ધ્યેય તો સર્વ કર્મોની નિર્જરા કરવી તે જ રહેવાનું. કર્મગ્રંથના મતે પછી પૃષ્ટ, બદ્ધ, નિધત્ત કે નિકાચિત ગમે તે કર્મ હોય તે સ્પષ્ટ-અડકીને રહ્યું હોય, બદ્ધ-જોડાયેલ કર્મ હોય, નિધત્ત-ગાઢ રીતે જોડાયેલ હોય કે નિકાચિત અર્થાત્ તાદાભ્ય પામેલું હોય, પણ મુમુક્ષુ દૃષ્ટિએ તો એક કચરો જ છે કે જે સાફ કરવાનો જ છે. તેથી અહીં ગુણસ્તુતિ રૂપે શબ્દ વાપર્યો “વિયરયમલા' – સામાન્ય કે વિશેષ પ્રકારે બંધાયેલા કર્મો જેણે દૂર કર્યા છે તે નિર્મળ શુદ્ધાત્મા એવા જિનવર-તીર્થકર.
પહણજરમરણા :- જરા અને મરણથી મુક્ત થયેલા.
જેમની સ્તવના કરી તે સર્વે અરિહંતની ગુણસ્તુતિ રૂપે પ્રણિધાન કરતા બીજું વિશેષણ મૂક્યું પહણજરમરણા.
૦ પીન - પ્રકૃષ્ટતયા હીન થયેલા, વિશેષ પ્રકારે ક્ષીણ થયેલા. ૦ નરી - વૃદ્ધત્વ, શરીરની હાની કે ક્ષીણતા, વયની હાનિ આદિ. ૦ મરણ - મૃત્યુ અવસાન આદિ.
– જેઓને હવે વૃદ્ધાવસ્થા આવવાની નથી કે મરણનો અનુભવ કરવાનો નથી તેઓ. (તેવા જિનવર-તીર્થકર).
– જરા અને મરણ તેમને જ હોય છે કે જે શરીરને ધારણ કરે છે કે અવતાર લે છે - જન્મે છે. આવો પુનર્જન્મ કે અવતાર કર્મો ભોગવવાના બાકી રહ્યા હોય, તો જ લેવો પડે છે. પણ તીર્થકરોને કોઈ કર્મ ભોગવવાનું બાકી હોતું નથી. તેથી તેઓ પુનર્જન્મ લેતા નથી, તેથી તેઓ જરા-મરણથી મુક્ત થયેલાં ગણાય છે.
– આવશ્યક વૃત્તિકાર અન્ય ગ્રંથકારો વગેરે પૂર્વોક્ત બંને વિશેષણનો કાર્ય
Page #228
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૨૭
કારણ સંબંધ દર્શાવતા કહે છે કે તીર્થકર ભગવંતો ‘વિધૂતરજોમલ' છે માટે જ પ્રક્ષીણ જર-મરણા' છે. ઉંમરનો હાસ અને મરણ અર્થાત્ પ્રાણોનો નાશ એ બંને આપત્તિ કર્મબદ્ધ અવસ્થાની છે, પણ જ્યારે કર્મો જ નથી રહ્યા તો જરામરણ દશા કઈ રીતે આવશે ? આત્મા નિર્મળ અને સર્વથા શુદ્ધ થયો તેથી અજરામર બન્યો.
– આ બંને વિશેષણોથી ભગવંત નિર્મળ અને અક્ષય કહેવાય છે. • ચઉવીસ પિ જિણવરા – ચોવીશ અને અન્ય જિનવરો. - ચઉવીસ પિ – આ શબ્દોનો અર્થ પ્રથમ ગાથામાં આવી ગયો. – જિનવરા - જિનોમાં શ્રેષ્ઠ એવા. નિન શબ્દ પણ કહેવાઈ ગયો છે.
– વિશેષ એ કે – પહેલી ગાથામાં વડવાસ પિ શબ્દ દ્વિતીયા બહુવચનમાં હતો જે અહીં પ્રથમા બહુવચનમાં છે. આ શબ્દથી ચોવીસે જિનવર તેમજ અન્ય પણ સર્વે જિનવરો કૃપા કરનારા થાઓ તે પ્રકારે પ્રાર્થના કરાઈ હોવાથી તેઓને કર્તારૂપે પ્રથમ વિભક્તિ સહ પ્રયોજાયેલ છે.
- નિનવરા શબ્દથી વૃત્તિકાર મહર્ષિ – “શ્રતાદિ જિનોથી પ્રધાન એટલે સામાન્ય કેવલિ અર્થાત્ કેવલજ્ઞાનીઓ એવો અર્થ કરે છે. કોઈક પ્રધાન શબ્દને સ્થાને પ્રકૃષ્ટ શબ્દ વાપરે છે. એ રીતે શાસ્ત્રકારો અને ગ્રંથકારો પોતાના વિવેચનમાં વિનવરી શબ્દથી કેવલજ્ઞાનીઓ અર્થ જ કરે છે. પરંતુ પછી તુરંત જ મૂકાયેલ તિસ્થયરી શબ્દ સાથે જોડી દેવામાં આવે તો કેવલજ્ઞાની તિર્થંકર એવો અર્થ થઈ શકે છે. જે પ્રમાણે પહેલી ગાથામાં પણ બિન આદિ શબ્દથી અર્થ કરેલ છે.
• તિત્થયરા મે પસીયંતુ :- તીર્થકરો મારા પર કૃપાવંત થાઓ. ૦ તિસ્થર :- તીર્થકર. આ શબ્દ પહેલી ગાથામાં કહેવાઈ ગયો છે.
– વિશેષ એ કે પહેલી ગાથામાં આ પદ દ્વિતીયા બહુવચનમાં હતું, અહીં આ પદ પ્રથમાં બહુવચનમાં છે. વળી તિસ્થયરી વિશેષ્ય પદ છે અને નવરા વિશેષણ પદ છે.
૦ મે - મારા ઉપર, મારા પરત્વે. ૦ પરીયંત - પ્રસાદવાળા થાઓ, કૃપા કરનારા થાઓ.
- પ્રસાદ એટલે મહેરબાની, પ્રસન્નતા, કૃપા, આશિષ, ઇત્યાદિ જેઓ પ્રસાદ કરવામાં તત્પર હોય તે પ્રસવાર કહેવાય. તેવા ગુણોથી યુક્ત તે પ્રભાવપરા અર્થાત્ પ્રસન્ન થાઓ. કૃપા કરો, આશિષ આપો.
– આવશ્યકવૃત્તિ તેમજ ગ્રંથકારો આ વાકયનો અર્થ “પ્રસાદ કરવામાં તત્પર થાઓ.” એ પ્રમાણે જ કરે છે. માત્ર ચૈત્યવંદન મહાભાષ્યમાં” સદા તોષવાળા થાઓ” એ પ્રમાણે કરે છે.
- અહીં એક પ્રશ્ન કરાય છે કે, જેમના રાગદ્વેષ આદિ સર્વ દોષો ક્ષીણ થઈ ગયા છે તે શ્રી વીતરાગ ભગવંતો પ્રસાદ (કૃપા) કેવી રીતે કરે ?
આ પ્રશ્નનો ઉત્તર વૃત્તિકાર અને ગ્રંથકારો કંઈક આ રીતે આપે છે– – ભગવંતો કલેશોનો ક્ષય થવાથી જ પૂજ્ય છે. જેઓ સ્તુતિ કરવાથી પ્રસન્ન
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ થાય તેઓ નિંદા થાય ત્યારે અવશ્ય રોષ પણ કરે. આ રીતે સર્વત્ર જેનું ચિત્ત સમાન નથી તે સર્વનું હિત કરનાર કેવી રીતે બને ? તીર્થકર ભગવંતો રાગ અને દ્વેષનો ક્ષય થવાથી ત્રણે લોકને જાણનારા છે, પોતાના આત્મામાં અને પારકામાં તુલ્ય ચિત્તવાળા છે અને તેથી સજ્જનો દ્વારા સદા પૂજા કરવા યોગ્ય છે. જે રીતે ઠંડીથી પીડાતા પ્રાણીઓ પર “અગ્નિ રાગ કે દ્વેષ કંઈ કરતો નથી, તેમ તેમને બોલાવતો પણ નથી. તો પણ જે તેનો આશ્રય અંગીકાર કરે છે તે પોતાના ઇષ્ટને મેળવે છે. તેવી રીતે ત્રણ ભુવનના ભાવોને પ્રકાશિત કરનારા તીર્થકર ભગવંતોનો જે લોકો ભક્તિથી સારી રીતે આશ્રય સ્વીકારે છે, તેઓ સંસારરૂપી ઠંડીને દૂર કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે.
– જો કે અરિહંતો રાગાદિ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી. તો પણ અચિંત્ય ચિંતામણી સમાન એવા તેમને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિ અને ભક્તિપૂર્વક કરેલી
સ્તુતિના પ્રભાવે સ્તુતિકારને જે અભિલષિત ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત તો અરિહંતો જ છે.
૦ પીયત શબ્દ માટે લલિત વિસ્તરા ગ્રંથમાં તાર્કિક રજુઆત છે–
પ્રશ્ન :- આ પદ પ્રાર્થના છે કે નહીં? જો પ્રાર્થના હોય તો તે ઠીક નથી, કેમકે તેમાં આશંસા સ્વરૂપ છે. હવે જો આ પ્રાર્થના નથી તો તેનો ઉપન્યાસ નિષ્પયોજન છે કે સપ્રયોજન ? જો નિષ્ઠયોજન છે તેમ કહેવામાં આવે તો વંદનસૂત્ર-લોગસ્સ સૂત્ર અચારુ, ઠરે, કારણ કે તેમાં નિરર્થક પદનો ઉપચાસ થયેલો ગણાય અને જો સપ્રયોજન કહેવામાં આવે તો અયથાર્થ હોવાથી પ્રયોજનની સિદ્ધિ કેમ થાય ?
સમાધાન :- આ પ્રાર્થના નથી. કેમકે અહીં પ્રાર્થનાનું લક્ષણ ઘટતું નથી. પ્રસાદની પ્રાર્થના તો – (૧) વીતરાગ ભગવંતના અપ્રસાદની સૂચક છે. કેમકે લોકમાં તેવી પ્રસિદ્ધિ છે, એવું દેખાય છે કે, અપ્રસન્ન હોય તેને પ્રસન્ન કરવા પ્રાર્થના કરવામાં આવે, જો અપ્રસન્ન જ ન હોય તો પ્રસન્નતા માટે પ્રાર્થના કરવાની શી જરૂર ? (૨) ભાવિમાં અપ્રસન્ન ન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે, તેમ કહો તો પણ પૂર્વોક્ત કારણથી જ બાધ આવે. આમ બંને રીતે તેમાં અવીતરાગતા જ સાબીત થાય છે.
વળી તેમ કરવાથી સ્તુતિના લક્ષણનું ઉલ્લંઘન થાય છે. કેમકે વગર વિચાર્ય બોલવાથી ભગવંતમાં અવીતરાગતા દોષનું આક્રમણ અર્થાપત્તિ ન્યાયથી સુલભ બને. (અર્થાપત્તિ ન્યાય - પેલો જાડીયો દિવસે ખાતો નથી અર્થાત્ રાત્રે ખાય છે. તેમ ભગવંત પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે. તેનો અર્થ ક્યારેક અપ્રસન્ન પણ થાય છે.) સજ્જનોની એવા પ્રકારની વચન પદ્ધતિ હોતી નથી કે જેથી મૂળ તત્ત્વમાં જ બાધ આપે. કેમકે જિન માર્ગ વચનની કુશળતા યુક્ત પુરુષોથી જ સમજાય તેવો છે.
– તો પછી પયંતુ વચનનો ઉપન્યાસ નિપ્રયોજન કે પ્રયોજન ?
– સમાધાન - આ ઉપન્યાસ યુક્તિયુક્ત જ છે. આ વચન ભગવંતની સ્તુતિરૂપ હોવાથી કહ્યું છે કે, આ ભગવંતોના રાગાદિ કલેશો ક્ષીણ થઈ ગયેલા છે તેથી તેઓ પ્રસન્ન થતા નથી પણ તેમની કરેલી સ્તુતિ નકામી જતી નથી. કેમકે તેઓની સ્તુતિ કરવાથી ભાવોની વિશુદ્ધિ થાય છે પરિણામે કર્મોનો નાશ થાય છે. (જેમ ચિંતામણી
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૨૯
લોગસ્સ સૂત્ર-વિવેચન રત્ન જડ છે તો પણ વિધિપૂર્વક આરાધવાથી ફળ આપે જ છે તેમ).
૦ ચૈત્યવંદન મહાભાષ્ય – જે સ્તુતિ કરવાથી તુષ્ટ-પ્રસન્ન થાય તે નિંદા કરવાથી અવશ્ય રષ્ટ પણ થાય. તો તેઓ વીતરાગ શબ્દને કેવી રીતે ધારણ કરી શકે? તો પછી તેમની સ્તુતિ પણ કેમ કરાય ? જો વીતરાગ પ્રસન્ન થતા નથી તો પીવંતુ બોલવાનો હેતુ શો ? તેનું સમાધાન કરતા ત્યાં કહ્યું કે, સાચી વાત છે. રાગદ્વેષ વિનાનાને ભગવંતો તુષ્ટ થતા નથી, તો પણ ભક્તિપૂર્વકના આ વચન વડે કર્મોનો ક્ષયોપશમ થવાથી ભવ્ય આત્માઓનું સમ્યક્ કલ્યાણ થાય છે.
૦ યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહના મતે – જો કે ભગવંત તો વીતરાગ હોવાથી સ્તુતિ કરવામાં આવે તો રાગ ધારણ કરતા નથી અને નિંદા કરવામાં આવે તો કેષવાળા બનતા નથી તો પણ જેમ ચિંતામણિ, મંત્ર આદિના આરાધક તેનું ફળ મેળવે છે તેમ જે સ્તુતિ કરે છે તે પણ સ્તુતિનું ફળ અને નિંદા કરનાર નિંદાનું ફળ મેળવે જ છે.
૦ વીતરાગ સ્તોત્ર :- તે વીતરાગતાને કારણે સ્તુતિથી સંતુષ્ટ કે નિંદાથી ઠેષ પામતા નથી, તો પણ “અપ્રસન્ન હોય તેનાથી ફળ કેમ પ્રાપ્ત થાય ?" એ પ્રશ્ન અસંગત છે. કેમકે અચેતન એવા પણ ચિંતામણિ વગેરે ફળ નથી આપતા? ફરી પૂછે છે કે જો તે ભગવંતો પ્રસન્ન નથી થતા તો શા માટે “પ્રસન્ન થાઓ' એવો વ્યર્થ પ્રલાપ કરવો ? તેનું સમાધાન આપતા કહે છે કે, વસ્તુતઃ તેમ નથી. ભક્તિના અતિરેકથી એમ બોલાય તો કોઈ જ દોષ નથી. (આનંદધનજી સ્તવનમાં કહે છે કે, “ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે ? આ ભક્તિ અતિરેક વચન જ છે ને ?)
૦ લઘુ દષ્ટાંત :- રાજગૃહી નગરીનો રાજા શ્રેણિક સમ્યકત્વ પ્રાપ્તિ થયા પછી ભગવંત મહાવીરનો અનન્ય ભક્ત બની ગયો. તેના રોમ રોમમાં પરમાત્મા મહાવીર વસી ગયા. તે અરિહંત પરમાત્માની ત્રિકાળ પૂજા કરે છે. ભગવંતના સાધુસાધ્વી પરત્વે પણ તેટલો જ આદરવાનું છે. જ્યારે કોઈ દેવે માયા કરી કુષ્ઠીનું રૂપ વિફર્થ અને ભગવંતને “મરો” એમ કહ્યું ત્યારે રોષાયમાન થઈ શ્રેણિકે તેને પકડવા પોતાના સૈનિકો દોડાવ્યા. આટલું બધું ભગવંત પરનું બહુમાન હતું. એટલું જ નહીં રાજા શ્રેણિક રોજ સોનાના ૧૦૮ જવ ઘડાવતો અને પરમાત્મામાં જે દિશામાં વિચરતા હોય તે દિશામાં રોજ સવારે સાત ડગલા ચાલી ભગવંત મહાવીરને ભાવ વંદના કરીને આ સોનાના જવથી વધાવતો હતો. પરીણામ કેટલું સુંદર આવ્યું? ભગવંત મહાવીરની ભક્તિ અને બહુમાન વડે તેણે પણ તીર્થકર નામકર્મ બાંધ્યું. એટલું જ નહીં ભગવંતની જેટલું જ ૭૨ વર્ષનું આયુષ્ય બાંધ્યું. આ બધું કોની કૃપાથી ? ભગવંત મહાવીરની અનન્ય ભક્તિના પ્રભાવથી.
૦ પરીયંત નો સાર :- અરિહંત દેવો રાગ અને દ્વેષથી મુક્ત થયેલા હોવાથી કોઈપણ કારણે કોઈના ઉપર કોપ કરતા નથી કે ગમે તેવી સ્તુતિ કે વિનંતી કરવામાં આવે તો તેના પર પ્રસાદ કરતા નથી, પણ તેઓ અક્ષય ગુણના ભંડાર હોવાથી તેમની સ્તુતિ કે ભક્તિ કરનારમાં તે તે પ્રકારના ગુણોનો આવિર્ભાવ સ્વાભાવિક રીતે જ થાય છે તે જ તેમની પ્રસન્નતા છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ • કિત્તિય-વંદિય-મહિયા :- સ્તવાયેલા, વંદાયેલા, પૂજાયેલા.
૦ િિત્ત :- કીર્તન કરાયેલા, તવાયેલા, પોતાના નામોથી કહેવાયેલા, નામોથી ઉચ્ચારણ કરાયેલા, નામપૂર્વક સ્તરાયેલ.
૦ વંઢિય કે વંદ્રિક :- વંદન કરાયેલા, મન, વચન, કાયાના યોગ વડે સારી રીતે સ્તુતિ કરાયેલા, મસ્તક નમાવવા વડે વંદાયેલા, વાણી અને મન વડે ખવાયેલા, કાયા, વાણી, મન વડે સ્તવાયેલા, નમસ્કાર કરાયેલા
૦ મહિલા કે મહિયા :- પૂજાયેલા, પુષ્પ આદિથી પૂજાયેલા, મારા વડે.
– અહીં મહિમા અને મહિયા શબ્દનો પાયાનો તફાવત છે. આવશ્યક સૂત્ર-૮ની વૃત્તિમાં મહત્ત્વની નોંધ છે – મહિ શબ્દનું સંસ્કૃત રૂપાંતર કર્યા છે, તેનો અર્થ “મારા વડે' થાય છે. તેનું પાઠાંતર ક્રિયા છે. મંદિયા નું સંસ્કૃત રૂપાંતર મહિતા: છે. તેનો અર્થ છે પુષ્પ આદિથી પૂજાયેલા. આ રીતે બંને પાઠોને માન્ય કરી, બંનેના ભિન્ન-ભિન્ન અને સ્વીકારે છે. પણ જુદા જુદા ગ્રંથો - જેવા કે, યોગશાસ્ત્ર, ચૈત્યવંદન મહાભાષ્ય, ધર્મસંગ્રહ, લલિત વિસ્તરા આદિમાં ક્યાંક મહિમા અને ક્યાંક મહિયા પાઠ માન્ય કરેલ છે. અર્થની દૃષ્ટિએ પણ ભિન્ન-ભિન્ન બંને અર્થો સ્વીકારાયેલા છે.
મહિમા શબ્દના મહિયા, મા, મા એવા પાઠાંતરો જોવા મળે છે. પ્રચલિત અને પ્રસિદ્ધ પાઠ મહિયાં જોવા મળે છે. જ્યારે આવશ્યક સૂત્ર નામના આગમમાં મહિમાં શબ્દ માન્ય થયેલ છે. તેનો અર્થ પણ મા-મારા વડે જ માન્ય થયો છે.
જ્યારે મહિયા અર્થાત્ મહિતા – “પુષ્પાદિ વડે પૂજાયેલા”નો ઉલ્લેખ પાઠાંતર સ્વરૂપે થયેલો છે. પણ આવશ્યક સૂત્રના વૃત્તિકાર એવા હરિભદ્રસૂરિજી મહારાજ પોતે લલિત વિસ્તરા ટીકામાં તો મહિયા - “પુષ્પાદિથી પૂજાયેલા' અર્થને જ દેખાડે છે. સત્ય શું તે બહુશ્રુતો જાણે. અમે તો બંને પરંપરાનો નિર્દેશ કરી દીધેલ છે.
૦ પરંપરા-૧ મુજબ - “મારા વડે સ્તવાયેલા અને વંદાયેલા” અર્થ થશે. ૦ પરંપરા-૨ મુજબ – “સ્તવાયેલા, વંદાયેલા, પૂજાયેલા” અર્થ થશે. • જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા :- જે આ લોકમાં ઉત્તમ સિદ્ધ થયેલા.
ને ! - જે આ - ‘કિત્તિય, વંદિય, મડિયા પદ મૂક્યા પછી પ્રશ્ન એ છે કે આ શબ્દો કોના માટે કહેવાયા છે ? ને ! જે આ હવે પછી કહેવાનાર વિશેષણોથી વિશિષ્ટ છે તે. કે “જે આ પ્રત્યક્ષ છે તે.'
૦ નોર્સ :- લોકના, લોકને વિશે.
– આ શબ્દનું પહેલી ગાથામાં વિવેચન થઈ ગયેલ છે. છતાં ફર્ક એ છે કે, આવશ્યક સૂત્ર-૮ની વૃત્તિમાં અહીં લોકનો અર્થ ‘પ્રાણીલોક' કર્યો છે. જ્યારે ચૈત્યવંદન મહાભાષ્યમાં “સુર-અસુર આરૂિપ લોક એવો અર્થ કર્યો છે. બીજા અનેક ગ્રંથોમાં લોકનો અર્થ “પ્રાણીવર્ગ' કર્યો છે.
૦ ઉત્તમ - ઉત્તમ, પ્રકૃષ્ટ, શ્રેષ્ઠ, પ્રધાન. – આ પદ પ્રથમાં બહુવચનમાં છે, તે સિદ્ધ પદનું વિશેષણ છે. – આવશ્યક નિર્યુક્તિ ૧૦૯૩માં ઉત્તમ શબ્દનો અર્થ કરતા કહ્યું કે, મિથ્યાત્વ
Page #232
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૩૧ મોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય એ ત્રણ પ્રકારના તમમ્ (અંધકાર)થી ઉન્મુક્ત થયેલા હોવાથી તે ઉત્તમ કહેવાય છે.
- શ્રી હરિભદ્રસૂરિજી - ઉત્તમ નો એક અર્થ પ્રધાન એ પ્રમાણે કરે છે કેમકે - મિથ્યાત્વ આદિ કર્મકાળને તેઓએ પ્રબળ પુરુષાર્થથી દૂર કરી દીધો છે. જ્યારે બીજા જીવો હજી એ કલંકથી કલંકિત છે. તેથી કર્મકાળ રૂપ કલંકનો અભાવ હોવાથી તેઓ પ્રધાન-ઉત્તમ છે તેમ કહ્યું છે.
ઉત્તમ શબ્દનો બીજો અર્થ ‘તમ થી ઉપર ચાલ્યા ગયા છે' એ પ્રમાણે કરેલ છે. કેમકે સંસ્કૃતમાં -તમસ પરથી ઉત્તમ શબ્દ સિદ્ધ થયેલ છે. ઉર્ એટલે ઉપર અને તેમનું એટલે અંધકાર. પ્રભુ અજ્ઞાનરૂપી અંધકાર સ્વરૂપ નીચેની ધરતી છોડીને શુદ્ધ જ્ઞાન પ્રકાશના ગગનમાં વિહરે છે.
– ઉત્તHT - જેમનું તમન્ ઉચ્છન્ન થયું છે - નાશ પામ્યું છે માટે ઉત્તમ. – ઉત્તમ એટલે પ્રકૃષ્ટ. એવો અર્થ પણ થાય છે. ૦ સિદ્ધ - સિદ્ધ થયેલા. કૃતકૃત્ય થયેલા.
– સિદ્ધા એટલે કૃતકૃત્ય થયેલા અથવા જેમણે શિવ, મોક્ષ કે કલ્યાણને પ્રાપ્ત કરેલ છે તે અથવા જેમના પ્રયોજનો સંપૂર્ણ થયા છે તે.
– ‘સિદ્ધ' શબ્દનો અર્થ સૂત્ર-૧ ‘નમસ્કાર મંત્રમાં જોવો. • આરુગ્ગ-બોહ-લાભ :- આરોગ્ય તથા બોધિ લાભને.
૦ મા - રોગ ન હોય તેવી સ્થિતિ કે અરોગપણું તે આરોગ્ય તેને નીરોગીપણું પણ કહે છે. વૃત્તિકાર આરોગ્ય શબ્દનો અર્થ સિદ્ધપણું કરે છે. આરોગ્ય શબ્દથી શારીરિક-માનસિક બંને સ્વાથ્યનો નિર્દેશ થાય છે.
૦ વોહિનામ :- બોધિનો લાભ પણ બોધિ એટલે શું? બોધ થવો તે બોધિ. પરમાર્થનો બોધ થવો તે રૂપ બોધ અહીં સમજવાનો છે. સામાન્યથી વ્યવહારમાં બોધિનો અર્થ સમ્યકત્વ કરે છે, પણ સ્થાનાંગ સૂત્ર ત્રીજા સ્થાનમાં બોધિ ત્રણ પ્રકારે કહી છે – જ્ઞાન બોધિ, દર્શન બોધિ અને ચારિત્ર બોધિ. તેનો લાભ થવો તે.
– બોધિ શબ્દનો અર્થ પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ કર્યો છે. તેના લાભને બોધિલાભ કહેવાય છે અથવા બોધિલાભ એટલે ભવાંતરમાં જિનધર્મરૂપ સંપત્તિની પ્રાપ્તિ અથવા અત્ પ્રણિત ધર્મની પ્રાપ્તિ
૦ લાવોહિત્નામું :- આ સામાસિક પદ દ્વિતીયા એકવચનમાં છે. આરોગ્ય અને બોધિલાભ તે આરોગ્ય-બોધિલાભ, આરોગ્યનો અર્થ સિદ્ધપણું સ્વીકારતા આ સિદ્ધપણા માટે બોધિલાભ અર્થાત્ અર્હત્ પ્રણિત ધર્મની પ્રાપ્તિ આવશ્યક છે. જો આરોગ્ય શબ્દ “રોગના અભાવ' રૂપે સ્વીકારીએ તો અહીં દ્રવ્ય આરોગ્ય કરતાં ભાવ આરોગ્ય અર્થની સ્વીકૃતિ વધુ યોગ્ય છે. કેમકે આરોગ્ય શબ્દનો સંબંધ બોધિલાભ સાથે છે. જો દ્રવ્ય આરોગ્ય એટલે કે શારીરિક સ્વાચ્ય ગ્રાહ્ય હોત તો આરોગ્ય માટે (બોધિ) જિનપ્રણિત ધર્મની પ્રાપ્તિ એમ ન કહેવાયું હોત. પણ આરોગ્ય શબ્દ અલગ જ રખાયો હોત. પણ સૂત્રમાં અલગ-અલગ શબ્દો ન રાખતા સમાસ કરી એક પદ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ બનાવાયેલ છે. જેમાં બોધિલાભની પ્રાપ્તિ અપેક્ષિત હોય તે ભાવ આરોગ્ય માટે જ સંભવે છે, દ્રવ્ય આરોગ્ય માટે નહીં.
– આ આરોગ્ય-બોધિલાભ નિદાનરહિત હોય તો મોક્ષ માટે જ થાય છે.
૦ લલિતવિસ્તરા ટીકામાં જણાવે છે કે, આરોગ્ય એટલે રોગરહિતપણું અર્થાત્ ભવરોગનો નાશ, કર્મરોગનો નાશ, સિદ્ધ, બુદ્ધ, મુક્તપણે રાગદ્વેષાદિ કુપથ્યના સેવનથી લાગેલા કર્મયોગે જીવને જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, પરાધીનતા વગેરેની વેદનાઓ ભોગવવી પડે છે. આ વેદના આપનાર કર્મ તથા કર્મસંયોગરૂપી સંસાર તે મહારોગ કહેવાય તેનો નાશ એટલે મોક્ષ, એ જ સાચું આરોગ્ય આ આરોગ્ય માટે બોધિલાભની માંગણી અહીં કરવામાં આવી છે. “હે સિદ્ધો ! મને તે આપો.”
• સમાવિનં-ઉત્તમ-રિંતુ :- સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ આપો. ૦ સમાહિ-વર :- ઉત્તમ એવી સમાધિ, પ્રધાન સમાધિ, ભાવસમાધિ.
– સમાધિ એટલે શું? સમાધાન એટલે સમાધિ અર્થાત્ શાંતિ, તૃપ્તિ કે સંતોષ આદિ. આવી સમાધિ બે પ્રકારે પ્રાપ્ત થાય. દ્રવ્યથી અને ભાવથી. જેના વડે સ્વાથ્ય સારું થાય તે દ્રવ્ય સમાધિ અધ્યવસાય વિશુદ્ધિ થવી તે ભાવસમાધિ. ભાવ સમાધિ શ્રેષ્ઠ હોવાથી તેને “વર સમાધિ' કહે છે.
– આવશ્યક વૃત્તિકાર પણ જણાવે છે કે, “દ્રવ્ય સમાધિ' તે છે કે જેના ઉપયોગથી સ્વસ્થપણું થાય અથવા જે વસ્તુઓનો પરસ્પર વિરોધ ન હોય. જ્યારે ‘ભાવસમાધિ' તો જ્ઞાન આદિના સમાધાનને અર્થાત્ જ્ઞાનાદિ ગુણોની આત્મામાં સારી રીતે સત્તા હોવી તેને જ કહેવાય છે કારણ કે તેની સત્તા હોય તો જ પરમ સ્વાથ્યનો યોગ થાય છે.
– અહીં સૂત્રમાં સમાધિ સાથે “વર' શબ્દ જોડેલ છે. કેમકે અહીં દ્રવ્ય સમાધિનો વ્યવચ્છેદ કરવો છે. “વર' એટલે પ્રધાન, પ્રધાન સમાધિનો અર્થ ‘ભાવસમાધિ કરેલ છે.
– આ “સમાધવર' શબ્દનો સંબંધ પૂર્વોક્ત ‘બાવિહિનામ પદ સાથે છે. કેમકે ભાવ આરોગ્ય માટે બોધિ લાભ જરૂરી છે. તે બોધિલાભ નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે. તેથી કરીને તેને માટે ભાવસમાધિની આવશ્યકતા છે. તેથી અહીં ‘ભાવસમાધિ' (આપ) એવો અર્થ કરવામાં આવેલ છે.
– ચૈત્યવંદન મહાભાષ્યમાં “મનની નિવૃત્તિ” તે સમાધિ એવો અર્થ કર્યો છે. તેના દ્વારા શ્રેષ્ઠ એવો બોધિલાભ થાય છે. એ રીતે અહીં શ્રેષ્ઠ ભાવસમાધિ અર્થ કરવાને બદલે “સમાધિ વડે શ્રેષ્ઠ એવો બોધિલાભ' એ પ્રમાણે અર્થ કરીને સમરિવર નો સંબંધ વોહિનામ સાથે જોડે છે.
૦ ઉત્તમ - ઉત્તમ, સર્વોત્કૃષ્ટ, ભાવસમાધિ પણ તરતમતા ભેદથી અનેક પ્રકારની હોવાને કારણે ઉત્તમ એવું વિશેષણ વાપરેલ છે. તેના દ્વારા અહીં ‘સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ' જ ગ્રહણ કરવાનું સૂચન છે. જ્યારે ચૈત્યવંદન-મહાભાષ્ય એમ કહે છે કે, વોહિલ્લામ નું સર્વ પ્રધાનપણું સૂચવવા માટે અહીં ઉત્તમ પદ મૂકેલ છે.
૦ હિંદુ - આપો. આ ક્રિયાપદ ઉક્ત ગાથાને આશ્રીને મૂકાયું છે - જેમના
Page #234
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨ ૩૩
સ્તુતિ, વંદન, પૂજા કરાયા છે તેવા ઉક્ત ઉત્તમ સિદ્ધો મને આપો. શું આપો ? આરોગ્ય-બોધિલાભ અને સર્વોત્કૃષ્ટ ભાવ સમાધિ.
• લઘુ દૃષ્ટાંત :- નાગદત્ત રાજકુમારે દીક્ષા લીધી. પૂર્વભવનો સર્પનો જીવ છે. તિર્યંચ યોનિમાંથી આવેલો છે. તેથી ઘણી જ ભૂખ લાગતી હતી. પોરસ પચ્ચકખાણ પણ કરી શકતો નથી. સવારમાં ભિક્ષા લેવા નીકળે એક ઘડો ભાત લાવે. વાપરે પછી જ તેની ભુખ શાંત થાય. પણ ગુરુ મહારાજે કહેલું કે જો તું સમભાવને ધારણ કરીશ તો તપ કર્યા જેટલું ફળ પામીશ. કોઈ વખતે માસક્ષમણના તપસ્વી મુનિ બેઠા છે, શાસનદેવતાએ કુરગડુ મુનિની પાસે આવીને વંદન કરતા કહ્યું કે, ભાવ તપસ્વીને મારી વંદના, તે વખતે માસક્ષમણના તપસ્વી મુનિએ ક્રોધથી બળખો ફેંક્યો, બળનો ભાતમાં ચોંટી ગયો. તે વખતે સમભાવના સાધક મુનિએ ભાવ સમાધિ ધારણ કરી, પણ લેશમાત્ર દ્વેષ ન કર્યો. પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા.
આવી ઉત્કૃષ્ટ ભાવસમાધિ તેને બોધિલાભ આપી ગઈ. કુરગડુ મુનિને કેવળજ્ઞાન થયું અને ભવ આરોગ્યરૂપ ભાવ આરોગ્ય પામીને કુરગડુ કેવલી મોક્ષે પધાર્યા – આવી ભાવસમાધિ, બોધિલાભ અને આરોગ્યની પ્રાપ્તિ હે સિદ્ધો મને પણ થાય તેવું કરો.
શંકા :- અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણે તીર્થકર ભગવંત પાસે યાચના કે પ્રાર્થના કરીએ છીએ કે, અમને ઉપરોક્ત વસ્તુઓ આપો. તો શું તેમનામાં તે આપવાનું સામર્થ્ય છે ? આ પ્રશ્નનું સમાધાન શાસ્ત્રકાર તથા ગ્રંથકાર મહર્ષિ જુદી જુદી રીતે આપે છે.
(૧) ના, તેમનામાં તે વસ્તુ આપવાનું સામર્થ્ય નથી. પણ આ તો માત્ર ભક્તિથી જ કહેવામાં આવ્યું છે. આ “અસત્યામૃષા' નામની ભાષાનો એક પ્રકાર છે. વાસ્તવિક રીતે જોતાં તો તીર્થકરો પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ જ ઉપર્યુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. તેઓ તો “ક્ષીણ રાગદ્વેષા' છે. તેઓ કશું આપી શકતા નથી - આપતા પણ નથી, તેઓ તો જ્ઞાન-દર્શન અને ચારિત્રની સંપ્રાપ્તિનો ઉપદેશ આપે છે. પરંતુ તીર્થકર સંબંધી હેતુભૂત એવી અંતઃકરણ પ્રણિધાન લક્ષણા ભક્તિ વડે જ પૂર્વસંચિત અનેક ભવના કર્મો ક્ષય પામે છે અને જિનવરની ભક્તિથી જ આરોગ્ય, બોધિલાભ, સમાધિની પ્રાપ્તિ થાય છે. ભક્તિથી કર્મક્ષીણ થતાં સર્વ કલ્યાણ પણ થાય છે.
(૨) જો કે વીતરાગ ભગવંતો રાગાદિ રહિત હોવાથી આરોગ્ય આદિ આપતા નથી, તો પણ આવા પ્રકારના વાક્ય પ્રયોગથી પ્રવચનની આરાધના થવાથી સન્માર્ગમાં રહેલા મહાસત્ત્વશાળી આત્માને તેમની સત્તાના કારણે જ તે-તે વસ્તુની પ્રાપ્તિ થાય છે.
(૩) આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૦૯૮માં “સમાધિ' શબ્દનો અર્થ સમાધિમરણ' કર્યો છે જે નોંધનીય છે.
(૪) ધર્મસંગ્રહણીવૃત્તિ – “આરોગ્ય, બોધિલાભ એ વાક્યો નિષ્ફળ નથી. આરોગ્ય આદિ વસ્તુ તત્ત્વથી ભગવંત દ્વારા જ અપાય છે. કેમકે તેઓ જ તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયના હેતુ છે.
૦ આરોગ્ય આદિ પદને શું નિદાન કહેવાય ?
Page #235
--------------------------------------------------------------------------
________________
૨ ૩૪
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
– આવશ્યક નિર્યુક્તિ અને તેની વૃત્તિમાં આ પ્રશ્નની ચર્ચા થયેલી છે. અહીં વિમવિ અર્થાત્ વિષય વિભાગથી વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી. તે આ રીતે - જો આ નિદાન હોય, તો તે કરાય નહીં. કેમકે સૂત્રમાં તેનો પ્રતિષેધ કરાયો છે. જો નિદાન ન હોય તો રિંતુ પદ જ વ્યર્થ છે.
તેનું સમાધાન આપતા કહ્યું છે કે, આ માંગણી તે નિદાન નથી. કારણ કે તે કર્મબંધમાં હેતુ નથી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના હેતુ છે. જ્યારે મુક્તિની પ્રાર્થનામાં આ એકનો પણ સંભવ નથી. વળી આરોગ્યાદિ આપો તેવું ઉચ્ચારણ પણ વ્યર્થ નથી કારણ કે તેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે.
બીજું આ યાચનાઓ નિદાન ન હોય તો પણ દુષ્ટ જ છે. કેમકે તીર્થકરો કંઈ આપનારા છે તેમ માનો તો તેઓ રાગ આદિ યુક્ત ગણાશે. જો તેઓ કંઈ આપી શકતા નથી તેમ માનો તો આ પ્રાર્થના મૃષાવાદ છે.
– તેનું સમાધાન આપતા કહ્યું કે, આમાં કોઈ મૃષાવાદ નથી કેમકે આ અસત્યામૃષા ભાષા છે. અસત્યામૃષાભાષાના - આમંત્રણી, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમા, અનભિગૃહીતા, અભિગ્રવિષયક, સંશયકરણી, વ્યાકૃતા તથા અવ્યાકૃતા એવા ભેદો છે. તે પૈકી અહીં “યાચની' અસત્યામૃષા ભાષાનો અધિકાર છે. કેમકે આરોગ્ય, બોધિલાભ અને ભાવસમાધિને આપો તે પદ યાચનાના અર્થમાં છે.
– આ જ વાત “હિંદુ' પદને આશ્રીને લલિત વિસ્તરામાં કરાઈ છે, ત્યાં ઉપરોક્ત કથન તો કર્યું જ છે, વધારામાં એવું કહ્યું છે કે, અહીં નિયાણાના લક્ષણો ઘટતા નથી કેમકે નિયાણું ઠેષ વશ, અત્યંત રાગવશ કે મોહ-અજ્ઞાનના કારણે થાય છે. ધર્મને માટે હીનકુલ વગેરેની પ્રાર્થના કરવી કે દ્ધિ વૈભવની અભિલાષા કરવી તે મોડ-અજ્ઞાન છે. તીર્થંકરપણાની ઇચ્છામાં પણ દોષ છે કેમકે તીર્થંકરપણું મળે તેવી ઇચ્છા કરવાનો નિષેધ છે. આ બધું શુભ પરિણામને બાધા કરનાર છે. નિદાનની ઇચ્છા જ ધર્મમાં વિદનભૂત છે કેમકે તેમાં ઋદ્ધિ આદિની પ્રધાનતાની અને ધર્મમાં ગૌણપણાની બુદ્ધિ આવે છે. પૌગલિક આશંસાત્મક નિદાન તત્ત્વદર્શનના અભાવવાળું છે અને મહાઅપાયનું કારણ છે. '
તો ‘તિ પદ સાર્થક છે કે નિરર્થક ? અહીં માત્ર એટલો જ ઉત્તર મહત્ત્વનો છે કે, ભક્તિપૂર્વક બોલાયેલી આ “અસત્યામૃષા' ભાષા છે તેનું ફળ પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય છે. તીર્થકરોનું પ્રણિધાન કરવાથી જ તેના પ્રણિધાન ગુણથી ફળની પ્રાપ્તિ થાય છે.
આ રીતે અહીં વપરાયેલ ‘હિંતુ પદ ભક્તિના યોગે તેમજ આરોગ્ય આદિ આપવામાં તેમની સ્તવના નિમિત્ત હોવાથી તે સ્વયં આપનારા જ ગણાય છે, એ અપેક્ષાએ “આપો" અર્થમાં સિદ્ધ થાય છે. (આ સમગ્ર વાત અત્યંત વિસ્તારથી અને સુંદરતમ રીતે લલિતવિસ્તરા ટીકામાં અપાઈ છે. તે ખાસ જોવી)
• ચંદેસુ નિમ્મલયરા :- ચંદ્રોથી વધુ નિર્મળ – વંસુ - ચંદ્રોથી, ચંદ્ર કરતા પણ, નિર્મનંતરા - વધુ સ્વચ્છ. જેમાંથી મન
Page #236
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૩૫ નીકળી ગયો છે તે નિર્મળ, જેમાંથી સારા પ્રમાણમાં મળ નીકળી ગયો હોય ત્યારે તે નિર્મલતર કહેવાય છે.
– ચંદ્રો, સૂર્યો અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને ક્ષેત્રમાં રહેલ વસ્તુને પ્રકાશિત કરે છે ત્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તો લોક અને અલોકને પ્રકાશિત કરે છે.
- સકલ કર્મરૂપી મળ ચાલ્યો ગયો હોવાથી તેઓને ચંદ્ર કરતા પણ વધારે નિર્મળ કહેલા છે.
– ક્યાંક વહેલું ને બદલે ‘હિં એવો પાઠ ભેદ પણ મળે છે. ક્યાંક અર્થ કરતી વખતે વચ્ચોપિ નિર્મનંતરા માં પિ શબ્દનો વધારાનો પ્રયોગ પણ કરેલ છે.
૦ આઈચ્છેસુ અહિયં પયાસયરા :- સૂર્યોથી અધિક પ્રકાશ કરનાર,
૦ આઈચ્ચનું સંસ્કૃત સાહિત્ય છે. તેનો અર્થ સૂર્ય થાય છે. તેનું બહુવચન કરેલું હોવાથી સૂર્યો લખ્યું પ્રાકૃત વ્યાકરણ મુજબ પંચમીને સ્થાને સપ્તમી થયેલ છે. તેથી અર્થ પંચમી વિભક્તિ મુજબ - “સૂર્યોથી” કર્યો.
૦ પયાસયરા એટલે પ્રભારી અથવા પ્રછાશ અર્થાત્ પ્રકાશ કરનારા કે અજવાળું કરનારા.
- (અરિહંતો) કેવળજ્ઞાનના ઉદ્યોતથી વિશ્વને પ્રકાશિત કરતા હોવાથી તેમને સૂર્યોથી અધિક પ્રભાસ કરનારા કે પ્રકાશ કરનારા એવું વિશેષણ મૂક્યું.
– તેઓ લોક અને અલોકનો ઉદ્યોત કરનાર કેવળજ્ઞાનરૂપી પ્રકાશના ધારક છે, તેથી તેઓને સૂર્યો કરતા પણ અધિક પ્રકાશ કરનારા કહ્યા છે.
• સાગર-વર-ગંભીરા :- શ્રેષ્ઠ સાગર કરતાં પણ વધારે ગંભીર.
આવશ્યક વૃત્તિકાર કહે છે કે, તેઓ સાગરવર કરતાં પણ ગંભીરતર છે. અહીં વૃત્તિમાં ગંભીરને બદલે ગંભીરતર (અધિક ગંભીર) શબ્દપ્રયોગ કર્યો છે. “સાર વર' શબ્દનો અર્થ સ્વયંભૂરમણ સમુદ્ર એવો કર્યો છે. પરીષહો અને ઉપસર્ગો આદિથી લોભ ન પામતા હોવાથી તેઓને સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ વધારે ગંભીર કહ્યા છે.
– કોઈ ગ્રંથકાર – “સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર” અર્થ કરે છે.
– અહીં સાગરવર શબ્દનો અક્ષરશઃ અર્થ તો “શ્રેષ્ઠ સાગર' થાય પણ શ્રેષ્ઠ એટલે સૌથી મોટો, વિશાળ, અગાધ આદિ અર્થમાં સર્વ કોઈ વૃત્તિ કે ગ્રંથકર્તાએ “સ્વયંભૂરમણસમુદ્ર' અર્થ માન્ય કર્યો છે કેમકે તીર્થાલોકનો આ સૌથી મોટો સમુદ્ર છે. અસંખ્યાત યોજનના પ્રમાણવાળો છે. તે જલ વડે પણ અગાધ છે. તેથી તે મહાગંભીર છે. તેના કરતા પણ વધુ ગંભીર એવું દર્શાવવા માટે તેની ઉપમા અપાયેલી છે.
• સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ :- હે સિદ્ધો ! મને સિદ્ધિ આપો. સિદ્ધ - સૂત્ર-૧ નવકારમંત્રમાં તેની વિસ્તૃત ચર્ચા થયેલી છે.
– કર્મો ચાલ્યા જવાથી કૃતકૃત્ય થયેલા, જેમનાં સર્વે પ્રયોજનો પૂર્ણ થયા છે, જેમના સમગ્ર કર્મો ક્ષીણ થયા છે ઇત્યાદિ અર્થો આવશ્યકવૃત્તિ તથા અન્ય ગ્રંથોમાં જોવા મળેલ છે. એકમાત્ર આચાર દિનકરમાં તેનો અર્થ મોક્ષમાં રહેલા જિનેશ્વર ભગવંતો' એ પ્રમાણે કરેલ છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨ ૩૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સિદ્ધિ - મોક્ષ, પરમપદની પ્રાપ્તિ, સિદ્ધિ. મમ વિસંત - મને આપો. (એ પ્રમાણે સૂત્રને અંતે કહે છે.)
– વે નિમર્તાિ સમગ્ર ગાથામાં ચંદ્રો અને સૂર્યો એવું બહુવચન મૂકવાનું કારણ એ છે કે, માત્ર જંબૂઢીપમાં બે સૂર્યો-બે ચંદ્રો છે. જ્યારે સમગ્ર વિશ્વમાં અસંખ્યાત ચંદ્રો અને અસંખ્યાત સૂર્યો છે.
– સર્વ સાધારણતયા વૃત્તિકાર કે ગ્રંથકાર મહર્ષિ અહીં સિદ્ધ શબ્દથી “સિદ્ધ ભગવંતો' એવો જ અર્થ કરે છે. ક્વચિત્ જ કોઈએ તેનો અર્થ જિનેશ્વર ભગવંતો એમ કર્યો છે. તેથી આ ગાથાને સિદ્ધ સ્તુતિ પણ કહે છે અને સિદ્ધિ પદની યાચના સિદ્ધો પાસે કરાઈ છે તેવું કથન પણ થયેલ છે.
વિશેષ કથન :- નામસ્તવ કે ચતુર્વિશતિસ્તવ રૂપ આ સૂત્ર કે જે છ આવશ્યકમાંનું બીજું આવશ્યક છે, તેના વિશેષ કથનરૂપે અનેક વિગતોનો વિચાર થઈ શકે તેમ છે. જેમકે–
(૧) લોગસ્સ સૂત્રના વિવિધ નામો :
પ્રાકૃતમાં – ચઉવીસન્થય, ચકવીસથય દંડ, ચકવીસ©વ, ચકવીસજિણસ્થય, ઉજ્જોએ, ઉજ્જો અગર, નામથય, નામજિણસ્થય આદિ.
સંસ્કૃતમાં - ચતુર્વિશતિસ્તવ, ચતુર્વિશતિ જિનસ્તવ, નામસ્તવ,
(૨) લોગસ્સ સૂત્ર ઉપયોગ :- સૌ પ્રથમ તો ઇર્યાપથ પ્રતિક્રમણનો સંબંધ અહીં ચાલી રહ્યો છે તેમાં લોગસ્સ સૂત્રનું પ્રયોજન છે જ. તદુપરાંત પ્રતિક્રમણમાં બીજા આવશ્યક રૂપે, દેવવંદન ક્રિયામાં સર્વ ચૈત્યોની વંદના પૂર્વે કાયોત્સર્ગમાં, કાયોત્સર્ગ અંતે કોઈ કોઈ સ્થાને, વિશિષ્ટ આરાધના નિમિત્તે કરાતા કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ એમ અનેક સ્થાને જોવા મળે છે.
(૩) લોગસ્સ સૂત્રનું સ્થાન :
૧. ચૈત્યવંદન ભાષ્યમાં દેવવંદનના “નમોજૂર્ણ આદિ બાર અધિકારો કહ્યા છે. તેમાં “લોગસ્સ' સૂત્ર તે ચોથો અધિકાર છે તેમ જણાવીને તેમાં નામ જિનને વંદના છે તેમ કહ્યું છે.
૨. શક્રસ્તવ, ચૈત્ય સ્તવ આદિ પાંચ દંડક સૂત્રોમાં તે નામસ્તવ નામે ત્રીજો દંડક કહેવાયેલ છે.
૩. પડાવશ્યકમાં તે બીજું આવશ્યક છે.
૪. વિવિધ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગની ગણના પ્રતિક્રમણ આદિ ક્રિયામાં હાલ લોગસ્સ સૂત્ર વડે જ કરાય છે.
(૪) લોગસ્સ - ચતુર્વિશતિ જિનરૂવરૂપે મહત્ત્વ :- ઉત્તરાધ્યયન સૂત્ર - “હે ભગવન્! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ કયા લાભને પ્રાપ્ત કરે છે ? હે ગૌતમ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ લાભને પ્રાપ્ત કરે છે. બોધિ લાભથી તે જીવ કલ્પ વિમાનોમાં ઉત્પન્ન થવા પૂર્વક મોક્ષમાં જાય છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
૨ ૩૭
લોગસ્સ સૂત્ર-વિશેષ કથન
(૫) લોગસ્સમાંની પ્રાર્થના અન્ય સૂત્રોમાં પણ :
જેમકે -- આરોગ્ય, બોધિલાભ, સમાધિ આદિની પ્રાર્થના લોગસ્સ સૂત્રમાં જોઈ તેવી જ પ્રાર્થના અન્યત્ર પણ જોવા મળે છે. જેમકે, “જયવીયરાય સૂત્રમાં સમાદિકર વે વોહિનામો ૩. એ જ રીતે વંદિત્ત સૂત્રમાં વિંતુ સમદિં ર વોટિ , અજિત શાંતિ સ્તવમાં મમ સંતિસમાવિર સિહ ઇત્યાદિ પ્રાર્થના-યાચના જોવા મળે જ છે.
(૬) લોગસ્સ સૂત્ર-છંદ વગેરે :
– સાત ગાથામાં પહેલી ગાથા ‘સિલોગ” છંદમાં છે. બાકીની છ ગાથા નહિ છંદમાં છે (પ્રબોધ ટીકામાં પ્રથમ ગાથા માટે “અનુરુપ” શબ્દ વાપરેલ છે.) લોગસ્સ કલ્પમાં પ્રત્યેક ગાથા સાથે આગળ-પાછળ મંત્રાક્ષર જોડી પ્રત્યેક ગાથાના મંત્રો આપેલા છે. જે વિવિધ કાર્યો માટે અલગ-અલગ રીતે ઉપયોગી થાય છે, તેમ ત્યાં વિધિ સહિત જણાવેલ છે.
(૭) લોગસ્સ સૂત્ર સાહિત્ય :
૪૫ આગમોમાં ચાર આગમો મૂલ સૂત્રો રૂપે પ્રસિદ્ધ છે. જેમાંનું એક સૂત્ર છે કાવય - આવશ્યક (મૂલ સૂત્ર). આ સૂત્રમાં બીજું અધ્યયન-તે લોગસ્સ સૂત્ર. આ સૂત્ર પર ભદ્રબાહુ સ્વામીજી રચિત નિર્યુક્તિ છે. પૂર્વાચાર્યની ભાષ્ય ગાથાઓ પણ મળે છે. જિનદાસગણિ મહત્તર રચિત ચૂર્ણિ છે, શ્રી હરિભદ્રસૂરિજી તથા શ્રી મલયગિરિસૂરિ રચિત વૃત્તિઓ પણ મળે છે.
ઉક્ત શાસ્ત્રો સિવાય ગ્રંથોમાં હેમચંદ્રાચાર્યજી રચિત યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, શાંતિસૂરિ રચિત ચૈત્યવંદન મહાભાષ્ય, દેવેન્દ્રસૂરિ રચિત વૃંદારવૃત્તિ, હરિભદ્રસૂરિજી રચિત લલિતવિસ્તરા, ટીકા, માનવિજયજી રચિત ધર્મસંગ્રહ, વર્તમાનસૂરિજી રચિત આચાર દિનકર આદિ ગ્રંથોમાં લોગસ્સ સૂત્રનો અર્થ અને વિવરણો મળે છે.
તદુપરાંત મહાનિશીથ-છેદ સૂત્ર, ઉત્તરઝયણ-મૂલ સૂત્ર, ઉસરણ પયજ્ઞાસૂત્ર, નંદી-ચૂલિકા સૂત્ર, અનુયોગ દ્વાર-ચૂલિકા સૂત્ર આદિ આગમોમાં તેમજ ચૈત્યવંદન ભાષ્ય ગ્રંથમાં પણ ઉલ્લેખો મળે છે.
(૮) લોગસ્સ સૂત્ર ઉપસંહાર :
આ સૂત્રથી પ્રથમ ગાથામાં ચોવીસ તથા અન્ય જિનવરની સ્તવના-કીર્તન કરવાની પ્રતિજ્ઞા કરી છે. તેમજ અરિહંત પદ ચાર વિશેષણપૂર્વક મૂકેલ છે. પછી બીજી, ત્રીજી, ચોથી ગાથામાં પહેલી ગાથાની પ્રતિજ્ઞાનુસાર ઝાષભાદિ તીર્થંકરની નામોચ્ચારણપૂર્વક સ્તવના કરવામાં આવી છે. પાંચમી ગાથામાં પ્રતિજ્ઞા પૂર્ણ થયાની વાત જણાવી તીર્થંકરનું સ્વરૂપ દર્શાવવાપૂર્વક “કૃપા કરવામાં માટે પ્રાર્થના કરવામાં આવી છે. છઠી ગાથામાં વિવિધ યાચના છે. સાતમી ગાથી સિદ્ધ સ્તુતિ સ્વરૂપે મૂકી અને મોક્ષ માટેની માંગણી કરી છે.
v સૂત્ર-નોંધ :– આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. - આ સૂત્રનું આધાર સ્થાન આવશ્યકસૂત્ર-અધ્યયન-૨ છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨ ૩૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – આ સૂત્રમાં ૨૮ પદ, ૨૮ સંપદા, ર૭ ગુરુવર્ણ, ૨૨૯ લઘુવર્ણ અને કુલ ૨પ૬ વર્ણોનો સમાવેશ થયેલો છે.
- ઉચ્ચારણ દૃષ્ટિએ આ સૂત્ર ખૂબ જ ધ્યાન આપવા લાયક છે. કેમકે જોડાક્ષરો અને અનુસ્વારોનું પ્રમાણ ઘણું જ છે, તેમાં બોલનાર ભૂલો કરતા પણ બહુ જ જોવામાં આવે છે. જેમકે, ‘લોગસ્સ' શબ્દ કેટલાંક સ્સનો સ બોલે છે. તો કોઈ વધુ શુદ્ધિના ભ્રમમાં ‘ગ્ગ' પણ બોલે છે. જોડીયા ‘ત્ત' ની ભૂલ તો સર્વ સૂત્રોમાં સમાન જોવા મળે જ છે. અનુસ્વારની દૃષ્ટિએ જ્યાં જ્યાં તીર્થકર ભગવંતના નામમાં તે એકલા અનુસ્વાર રૂપે છે ત્યાં ત્યાં અનુસ્વાર બહુ જ ઓછો બોલાતો જોવા મળેલ છે. જેમકે – સુમઇ, સંતિ, નેમિં ઇત્યાદિ – આ બધા સ્થાને શક્યતઃ ધ્યાન આપવું.
– આ સૂત્ર ભક્તિસભર, અત્યંત મનનીય, દર્શનવિશુદ્ધિના એક અમોઘ સાધનરૂપ અને મંત્રાક્ષરોથી ભરપુર છે.
—X
—
—
—
Page #240
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે-સૂત્ર
૨ ૩૯
-સૂત્ર-૯) કરેમિ ભંતે-સૂત્ર
સામાયિક સૂત્ર
- સૂત્ર-વિષય :- આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની મહાપ્રતિજ્ઞા છે. સાવદ્ય યોગનું મન, વચન, કાયા પૂર્વકનું ન કરવા - ન કરાવવાનું પચ્ચક્ખાણ છે. તેમજ તે સંબંધી પ્રતિક્રમણ, નિંદા, ગર્દાપૂર્વક આત્માના વોસિરાવવા સંબંધી કથન છે.
v સૂત્ર-મૂળ :
કરેમિ ભંતે ! સામાઇયે, સાવજૂ૪ જોગ પચ્ચકખામિ. જાવ નિયમ પવાસામિ, વિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણે, ન કરેમિ, ન કારવેમિ.
તસ્ય ભંતે ! પરિક્રમામિ, નિંદામિ, ગરિફામિ અધ્ધાણં વોસિરામિ. v સૂત્ર-અર્થ :
હે ભગવન્! (- હે પૂજ્ય !) હું સામાયિક (-સમભાવની સાધના) કરું છું. (તે માટે) હું સાવદ્યયોગ - પાપયુક્ત પ્રવૃત્તિઓનો ત્યાગ કરું છું. જ્યાં સુધી હું આ નિયમને એવું છું ત્યાં સુધી બે પ્રકારના કરણ અને ત્રણ પ્રકારના યોગ વડે (એટલે કે) મન વડે, વચન વડે અને કાયા વડે કરું નહીં કરાવું નહીં (આ છ ભેદે પાપ પ્રવૃત્તિનો ત્યાગ)
હે ભગવન્! (ભૂતકાળમાં થયેલી મારી) તે પાપ પ્રવૃત્તિથી હું નિવૃત્ત થાઉં છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, ગુરુની પાસે તેની ગર્તા-વિશેષ નિંદા કરું છું, પાપ સ્વરૂપ મારા બહિરાત્માને વોસિરાવું છું.
| શબ્દજ્ઞાન :કરેમિ - કરું છું, સ્વીકાર કરું છું ભંતે ! - હે ભગવન્!, હે પૂજ્ય ! સામાઇયં - સામાયિકને
સાવજે - સાવદ્ય, પાપયુક્ત જોગં - વ્યાપારને, પ્રવૃત્તિને
પચ્ચકખામિ - હું ત્યાગ કરું છું જાવ - યાવતું, જ્યાં સુધી
નિયમ - નિયમને લીધેલ પ્રતિજ્ઞાને પજુવાસામિ - પર્યપાસના કરું છું દુવિહં – બે પ્રકારે (કરણ, કરાવણ) તિવિહેણ - ત્રણ પ્રકારે (મન વગેરે). મણેણં - મન વડે વાયાએ - વચન વડે
કાએણે - કાયા વડે ન કરેમિ - ન કરું, કરું નહીં
ન કારવેમિ - ન કરાવું કરાવું નહીં તસ્સ - તેને, તે પાપયોગને
પડિક્કમામિ - નિવૃત્ત થાઉં છું નિંદામિ - આત્મસાક્ષીએ નિંદુ છું ગરિફામિ - ગુરુ સાક્ષીએ ગડું છું
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૪૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અપ્રાણ - આત્માને
વોસિરામિ - વોસિરાવું છું વિવેચન :- સામાયિકની પ્રતિજ્ઞારૂપ એવા આ સૂત્રમાં મુખ્યતા સામાયિકની છે. તેને ‘સામાયિક દંડક' પણ કહે છે. તેની સાથે સાવદ્યયોગના પ્રત્યાખ્યાનની વાત સંકળાયેલી છે. પણ મુખ્યતાએ ‘સામાયિક' હોવાથી, તેમજ આવશ્યક સૂત્રનું પહેલું અધ્યયન આ “સામાયિક' જ હોવાથી વિશદ ચર્ચા સામાયિકના અનુસંધાને જ કરાઈ છે.
અહીં સમગ્ર વિવેચન સૂત્રના શબ્દો અનુસાર છે. પણ સામાયિક સંબંધી અનેક વાતોનો સમાવેશ અહીં જરૂરી હોવાથી તેને વિશેષ કથનમાં મૂકેલ છે.
૦ કરેમિ :- હું કરું છું, હું ગ્રહણ કરું છું, હું સ્વીકાર કરું છું. અહીં રુપિ શબ્દનો વાચ્યાર્થ “હું કરું છું' ભલે થાય પણ વૃત્તિકાર આદિએ તેનો અર્થ “હું સ્વીકાર કરું છું એ પ્રમાણે કરેલ છે.
T (- આવશ્યક નિર્યુક્તિ ૧૦૧૬માં “સૂત્ર સ્પર્શ નિયુક્તિ રૂપે દશ દ્વારોનો વિસ્તાર કર્યો છે. જેમાં રુર પહેલું દ્વાર છે તેના પર નિયુક્તિ ૧૦૧૭ થી ૧૦૨૯ અને ભાષ્ય-૧૫ર થી ૧૮૩ તેમજ તેના પર વિશેષાવશ્યક ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ આદિમાં અતિ વિસ્તૃત વિવેચન કરાયેલ છે.)
આ “કરેમિ' પદ ‘સામાયિક સ્વીકાર'નું પ્રતિજ્ઞા સ્વરૂપ કે સ્વીકૃતિ પદ હોવાથી સ્વીકાર કરું છું એમ કહ્યું. જે વિનયપૂર્વક અને નમ્રતાથી ઉચ્ચારવાનું છે. કેમકે તે ગુરુ ભગવંત સન્મુખ વિધાન સ્વરૂપે રજૂ કરાતું પદ છે. ગુરુ ભગવંતની અનુજ્ઞાપૂર્વક સામાયિક ગ્રહણ કરવા પ્રયોજાયેલ છે.
• ભંતે :- હે ભગવન્! હે ભદંત, હે ભયાંત, હે પૂજ્ય આદિ.
– આ શબ્દ પ્રસ્તુત સૂત્રમાં બે વખત પ્રયોજાયેલ છે. એક - કરેમિ’ શબ્દ પછી અને બીજો ‘તરૂ' શબ્દ પછી, આ પદ ગુરુને આમંત્રણ રૂપે છે. કેમકે સર્વ ધર્માનુષ્ઠાનોમાં ગુરુ આજ્ઞા આવશ્યક છે. અથવા આ પદ આત્મ આમંત્રણ સ્વરૂપ પણ કહેલ છે.
| (અંતે શબ્દનો અર્થ વિસ્તારથી જણાવવા માટે આવશ્યક નિર્યુક્તિ ૧૦૧૬માં મા અને સંત એવા બે હાર મૂકેલા છે. જેની વ્યાખ્યા આવનિ ૧૦૨૯ તથા ભાષ્ય ૧૮૪, ૧૮૫ તેમજ આ બંને પરની ચૂર્ણિ, વૃત્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં તેનું વિસ્તૃત વિવેચન કરાયેલ છે.)
- મંતે શબ્દથી સામાન્ય રીતે હે ભગવન્! એવો અર્થ ભલે થતો હોય પણ આ પદના, ભજંત, ભ્રાંત, ભ્રાજંત, ભ્રાંત, ભગવંત, ભવાંત, ભયાત અને ભદંત એટલા પર્યાય અર્થો વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવાયા છે.
૦- ભયંત કે ભયાત :- ભયનો અંત કરનાર હોવાથી ભયાત કહેવાય છે. ભાવ ભય સાત પ્રકારે છે :- (૧) ઇહલોક ભય, (૨) પરલોક ભય, (૩) દ્રવ્યગ્રહણ ભય જેને ચોર ભય પણ કહે છે, (૪) આકસ્મિક ભય, (૫) અપયશજન્ય ગ્લાધા ભય (૬) આજીવિકા ભય અને (૭) મરણ ભય. આ સાતે પ્રકારના ભયનો અંત કરનાર થાય છે. આવો ભયનો અંત અરિહંત અને ગુરુ બંને કરનારા થાય છે માટે તે ભયાંત કહેવાય છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૪૧
૦- ભજેત :- મન ક્રિયાપદ સેવાના અર્થમાં છે. તેનો અર્થ છે – મોક્ષ પામેલાઓને અથવા મોક્ષ માર્ગને જે સેવે છે તેથી ભર્જત કહેવાય છે અથવા મોક્ષ માર્ગના અર્થીઓએ જે સેવવા યોગ્ય છે તે (ગુરુ) ભજંત કહેવાય છે.
૦- બ્રાંત :- “પ્રમ્ ધાતુ અનવસ્થાન અર્થમાં છે તેનો પ્રતિ શબ્દ બને છે. ભ્રાંત એટલે મિથ્યાત્વ આદિ બંધ હેતુથી રહિત છે તે.
૦- ભાજંત :- બ્રાન્ ધાતુ દીપ્તિ અર્થમાં છે. જે જ્ઞાન અને તપગુણ વડે પ્રકાશે છે તે (આચાર્ય) બ્રાન્ત કહેવાય છે.
- ભાંત :- માં ધાતુ - બ્રાન્ ધાતુ પ્રમાણે જ જાણવું.
૦- ભગવંત :- ઐશ્વર્યાદિ છ પ્રકારનો ભાગ જેને છે તે ભગવાન્ (કે ગુરુ) કહેવાય છે. જેની વ્યાખ્યા સૂત્ર-૫ 'ઇરિયાવહી'માં જોવી.
૦- ભવાંત :- જે નારક આદિ ચાર ગતિ ભ્રમણરૂપ ભવનો અંત કરનાર છે, તેથી તેને ભવાંત કહે છે.
૦- ભદંત :- મદ્ ધાતુ કલ્યાણ અને સુખના અર્થમાં છે. તેના પરથી મહંત શબ્દ બન્યો છે. તેનો અર્થ કલ્યાણવાનું કે સુખવાનું થાય છે. કલ્યાણમાં કલ્ય શબ્દ આરોગ્યની પ્રાપ્તિ સૂચવે છે.
– ઉક્ત અર્થોમાં “ભંતે' શબ્દનો અર્થ કર્યો છે. પ્રાકૃતના વિવિધ નિયમો મુજબ તેના દ, ગ, જ, વ આદિનો લોપ થઈને “મંત' શબ્દ બને છે.
– અહીં ભય, ભજુ, ભવ ઇત્યાદિ શબ્દોને અંત લાગીને ભયાંત, ભજંત, ભવાંત, ભદંત આદિ શબ્દો બન્યા છે.
– આ બધાં ઉપરાંત હે પૂજ્ય ! એવો અર્થ પણ થાય છે. તેની વિશેષ વિગતો માટે સૂત્ર-૫ “ઇરિયાવહી' સૂત્ર જોવું
- મંતે શબ્દ પૂજ્યભાવનો બોધક છે. આ પદ પૂર્વે જણાવ્યું તેમ ગુરુને માટેનું આમંત્રણવાચી પદ છે અથવા આત્મ આમંત્રણ છે.
૦- ગુરુ આમંત્રણ કઈ રીતે ? ગુરૂકુળવાસમાં વસતા જેમ ગુણ ગ્રહણ કરવાને ગુણાર્થી શિષ્ય નિત્ય ગુરૂકુળવાસી થાય છે, તે જ્ઞાનનો ભાગી થાય છે, દર્શન અને ચારિત્રમાં અતિશય સ્થિર થાય છે. તેઓએ આવશ્યક ક્રિયા ગુરુ સમીપે, ગુરુને પૂછીને કરવાના હોય છે તેથી મંતે શબ્દ દ્વારા ગુરુ આમંત્રણ એવો અર્થ સિદ્ધ થાય છે.
૦- આત્મ આમંત્રણ કઈ રીતે ?
ભગવતીજી સૂત્ર શતક ૧. ઉદ્દેશ-૯ કાલસ્ટવેષી અણગારે વીરપ્રભુના સ્થવીરોને પૂછયું - આપનું સામાયિક શું છે ? આપના સામાયિકનો અર્થ શો છે ? ત્યારે Wવીરોએ કહ્યું, આત્મા અમારું સામાયિક છે અને આત્મા એ જ સામાયિકનો અર્થ છે.
– આવશ્યક નિર્યુક્તિ ૭૯૦માં પણ “આત્મા જ સામાયિક છે.' તેમ કહ્યું.
બાકીની ક્રિયાનો ત્યાગ કરીને, એક સામાયિક ક્રિયાના નિયામકભૂત તે પદ સામાયિકના ઉપયોગથી આત્માને આમંત્રણરૂપ છે તેથી જેમ બાહ્ય ક્રિયાના નિષેધથી આવ્યંતર ક્રિયાનો ઉપયોગ કહેલો છે તેમ પડિલેહણાદિ સર્વ ક્રિયાઓની અનાબાધતા [1 [16]
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
વડે આરબ્ધ ક્રિયામાં ઉપયોગ કરવાનું આત્માના આમંત્રણ વડે કહેલું છે – વિશેષાવશ્યક ભાષ્ય-૩૪૭૦, ૩૪૭૧ જોવું.
૨૪૨
અથવા મંતે પદ જિન-આદિ સાક્ષીઓના આમંત્રણને કહેનાર છે. જેમકે હે જિન-આદિ ભદંતો ! હું તમારી સાક્ષીએ સામાયિક કરું છું. તેમની સાક્ષીએ સામાયિક કરનારને વ્રતમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
૦ આત્મ અને ગુરુ આમંત્રણનો સંકલિત અર્થ :
-
ભંતે શબ્દ જ્યારે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થનાર પ્રયોજે ત્યારે તત્ત્વથી તેમના અભિપ્રાય ‘આત્મા એ જ સામાયિક છે' એવું કહેવાતું હોવાથી તેઓ માટે મંતે શબ્દ આત્મ આમંત્રણરૂપ છે. પણ સર્વ સાધારણતયા શ્રાવક આદિને માટે મંતે શબ્દ ગુરુ આમંત્રણરૂપ છે કેમકે આમંત્રણ પ્રત્યક્ષ ગુરુ હોય તેને કરાય અથવા પરોક્ષ હોય ત્યારે બુદ્ધિથી તેમને પ્રત્યક્ષ કલ્પના કરીને કરાય. કેમકે સર્વ ધર્મ ગુરુ નિશ્રાએ કરવાનો છે. જો ગુરુ ન હોય તો જેમ જિનપ્રતિમાને જિનેશ્વરના અભાવે જિનરૂપ માનીને પૂજા, સ્તુતિ કરાય છે. તેમ ગુરુના અભાવે ગુરુસ્થાપના કરીને કરેલો સર્વધર્મ ફળીભૂત થાય છે.
-
♦ સામાઈયં :- સામાયિકને. આ ઘણો જ વિસ્તૃત અર્થ અને સ્વરૂપ ધરાવતો શબ્દ છે. તેનો સંબંધ રેમિ સાથે છે. ધર્મસંગ્રહમાં તો અર્થનો આરંભ જ ભંતે ! શબ્દથી કરી ‘સામાઢ્યું મિ' એ પ્રમાણે અન્વય કરીને - “હું સામાયિકનો સ્વીકાર કરું છું' એમ કહ્યું.
સામાયિક શબ્દ આ સૂત્રનું મુખ્ય તત્ત્વ છે તેથી તેની વિવિધ વ્યાખ્યા અત્રે શાસ્ત્ર આધારે તથા ગ્રંથ આધારે વિસ્તારથી રજૂ કરીએ છીએ–
સામાયિ શબ્દ સમાય કે સામાય પદને સ્વાર્થમાં રૂશ્ પ્રત્યય લાગવાથી સિદ્ધ થાય છે. સમ + ગય કે સામ + આય સિદ્ધ થાય છે.
૦ સમાય એટલે સમનો લાભ કે સમની પ્રાપ્તિ. પણ સમ એટલે શું ? ૧. સન એટલે સમસ્થિતિ, વિષમતાનો અભાવ, સ્વરૂપલીનતા કે સ્વરૂપ મગ્રતા. અનાદિ કાળથી આત્માની સ્થિતિ વિષમ છે તે ઘટાડીને સમ કરવી તે.
૨. સમ એટલે સમભાવ, મિત્રતા, બંધુત્વ, અન્ય સર્વ જીવોને આત્મ સર્દેશ માની તેમની સાથે સમાન રીતે વર્તવું તે.
૦ લઘુ દૃષ્ટાંત :- સામાયિક એટલે સમભાવની સાધના. આ અર્થ સર્વત્ર સ્વીકૃત છે. પણ સમભાવની સાધના કરી ક્યારે કહેવાય ?
ભગવંત મહાવીરને કૌશિક ગોત્રવાળા સર્વે પણ સ્પર્શના કરી અને જેનું બીજું નામ કૌશિક છે તેવા ઇન્દ્રે પણ સ્પર્શના કરી પણ બંને પરત્વે રાગદ્વેષથી રહિત સમભાવવાળા વીર પ્રભુ મનથી પણ ચલિત ન થયા.
ભગવંત મહાવીર જ્યારે છદ્મસ્થાવસ્થામાં વિચરતા હતા ત્યારે કોઈ વખતે કનકખલ આશ્રમ પાસેથી થઈને શ્વેતાંબી નગરી જવા માટે નીકળ્યા. ત્યાં રહેલો દૃષ્ટિવિષ સર્પ મહાભયંકર હતો. ત્યાં મનુષ્ય તો શું પણ પક્ષીયે ફરી શકતા ન હતા.
Page #244
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
કરુણાબુદ્ધિ મહાવીર જ્યારે ત્યાંથી પસાર થયા ત્યારે તેમને બાળીને ભસ્મ કરી દેવાની બુદ્ધિથી ભયંકર ફૂંફાડા મારતો સર્પ પ્રભુને જોવા લાગ્યો. પણ તેની સળગતી જ્વાળા પ્રભુને કંઈ અસર કરી ન શકી. ત્યારે ક્રોધે ભરાયેલા સર્વે પ્રભુના ચરણ કમળ ઉપર ડંખ માર્યો. ત્યારે પ્રભુના પગમાંથી દૂધની ધારા સમાન ઉજ્જ્વળ લોહી વહેવા લાગ્યું. તો પણ ભગવંતે તેના પ્રત્યે દ્વેષ ન કરતા તેને ઉપદેશ આપીને બોધ પમાડ્યો. એ જ રીતે ઇન્દ્ર કે જે બત્રીશ લાખ વિમાનોનો સ્વામી અને અનેક દેવદેવીઓનો અધિપતિ છે. તેણે પહેલા સ્વર્ગમાંથી આવીને અનેક વાર ભગવંત મહાવીરના ચરણકમળની ભક્તિ બુદ્ધિથી સ્પર્શના કરી, તે વખતે પણ ભગવંતે ઇન્દ્ર પરત્વે કોઈ રાગને ધારણ ન કર્યો. બંને અવસરે ભગવંત સમભાવમાં રહ્યા. તે સમ કહેવાય. જે હવે પછીના સમ શબ્દના ત્રીજા અર્થમાં જણાવેલ છે.
૩. સમ - એટલે રાગદ્વેષરહિત અવસ્થા, મધ્યસ્થતા, વીતરાગતા, આસક્તિના કારણે પદાર્થોમાં કરેલી મનોજ્ઞ-અમનોજ્ઞ, ઇષ્ટ-અનિષ્ટ, પ્રિય કે અપ્રિયની કલ્પનાને દૂર કરવી તે.
४. सम
એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સમન્વય, શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ચારિત્રની સુધારણા કરવી.
ઉક્ત પ્રકારનાં સમ નો જે લાભ તે ‘સામાયિક' અથવા આવા પ્રકારના સમ નો લાભ જેનાથી, જેના વડે કે જેમાં મળે તે સામાયિક.
૦ સામાય એટલે સામનો લાભ, સામની પ્રાપ્તિ સામ એટલે શાંતિ, નમ્રતા. સામ એટલે અહિંસા કે અન્યને દુઃખ ન ઉપજાવવાના આત્મપરિણામ. સામ એટલે મૈત્રી કે મિત્ર ભાવના.
-
૨૪૩
આવા પ્રકારના સામ નો જે લાભ તે ‘સામાયિક’.
-૦- સામાયિક શબ્દનો અર્થ સરળ શબ્દોમાં :
૧. સામાયિક એટલે સર્તન.
૨. સામાયિક એટલે શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન જીવવા પ્રયાસ.
૩. સામાયિક એટલે વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા.
૪. સામાયિક એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રી કે બંધુત્વ માટે પ્રયાસ. ૫. સામાયિક એટલે સમભાવની સાધના અથવા તો રાગદ્વેષ જિતવા માટેનો પરમ પુરુષાર્થ
૬. સામાયિક એટલે સમ્યગ્ દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની સ્પર્શના કે તે-તે પ્રાપ્તિનો પ્રયાસ.
૭. સામાયિક એટલે પ્રશમની અર્થાત્ શાંતિની આરાધના.
૮. સામાયિક એટલે અહિંસાની ઉપાસના અથવા અન્ય કોઈપણ જીવને દુઃખ નહીં ઉપજાવવાનો નિશ્ચય
ઉક્ત આઠ અર્થોમાં ‘સમભાવની સાધના’ અંતર્નિહિત છે.
-૦- વિવિધ નયોના મતે સામાયિકની વ્યાખ્યા :
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૪૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
૧. નૈગમનય :- સામાયિક એટલે મોક્ષ. કેમકે તે મોક્ષના કારણરૂપ છે. ૨. સંગ્રહનય :- જીવ કે આત્માનો મૂળ ગુણ તેને જ સામાયિક કહેવાય. 3. વ્યવહારનય :- સમતા અને યતનાએ પ્રવર્તવું તે સામાયિક.
૪. શબ્દનય - અષ્ટપ્રવચન માતાનું પાલન, સાવદ્ય યોગથી નિવર્તન અને કષાયનો ત્યાગ તે સામાયિક કહેવાય.
૫. સમભિરૂઢનય - અપ્રમત્તતા કેળવાયાથી ઉત્પન્ન થતા જે સ્વાભાવિક ગુણો તે જ સામાયિક કહેવાય.
૬. એવંભૂતનય - મન, વચન, કાયાના યોગે સાવદ્યયોગથી નિવર્તવું તેને સામાયિક કહેવાય.
૭. જુનય :- ઉપયોગરહિત બાહ્ય યત્ન તે સ્થળ સામાયિક અને ઉપયોગ સહિત બાહ્ય યત્ન તે સૂક્ષ્મ સામાયિક.
આ રીતે સાતે નયો સામાયિકને અલગ અલગ રીતે ઓળખાવે છે. તેમાં માત્ર વ્યવહારનયને લક્ષમાં લઈએ તો પણ ‘સમભાવની સાધના કરતા કરતા પ્રત્યેકનય કથન મુજબનું સામાયિક પ્રાપ્ત કરી શકાશે.
-૦- યોગશાસ્ત્ર ગ્રંથાનુસાર સામાયિકનો અર્થ અને સ્વરૂપ :
“આર્ત અને રૌદ્ર બંને પ્રકારના અશુભ ધ્યાનને દૂર કરી, મન, વચન, કાયાના સર્વ પાપ વ્યાપાર છોડી, બે ઘડી સમભાવ રાખવો તે સામાયિક.”
આ રીતે હેમચંદ્રાચાર્યજી જણાવે છે કે – એક મુહુર્ત એટલે બે ઘડી કાળ સુધી સમભાવ અર્થાત્ રાગ કે દ્વેષ ન કરવારૂપ માધ્યસ્થ ભાવે રહેવું તે સામાયિક. અહીં સમ' અર્થાત્ રાગદ્વેષને મુક્તને આય' એટલે જ્ઞાનાદિકનો લાભ થાય, પ્રશમસુખ અનુભવાય તે સમાય. તે સામાયિક માટે મન, વચન, કાયાની ચેષ્ટાનો પરિહાર કરવો જરૂરી છે. આર્ત અને રોદ્ર ધ્યાનનો ત્યાગ કરીને તથા વાચિક અને કાયિક પાપ-કર્મનો ત્યાગ કરનારને જ સામાયિક હોય છે.
સામયિં નિ - હું આત્માને સમભાવમાં સ્થિર કરું છું. -૦- ધર્મસંગ્રહમાં આવા જ ભાવ પૂર્વક સામાયિકનો અર્થ કર્યો છે –
“પાપ વ્યાપારથી મુક્ત અને દુર્ગાનથી રહિત એવા આત્માનો મુહૂર્ત પ્રમાણ સમતાભાવ તે સામાયિક વ્રત છે.”
મહોપાધ્યાય માનવિજયજી ગણિવર સામાયિકના સ્વરૂપને જણાવતા કહે છે કે – સાવદ્ય અર્થાત્ વચનથી અસત્યાદિ ભાષણ અને કાયાથી અશુભ હિંસાદિ પ્રવૃત્તિ, એ બંનેથી આત્મા રહિત હોય. ઉપરાંત દુર્ગાનરૂપ મનની દુષ્ટ પ્રવૃત્તિથી પણ રહિત હોય, તેવા આત્માનો એક મુહૂર્ત સુધી સમતાભાવ અર્થાત્ રાગદ્વેષના નિમિત્તો ઉપસ્થિત થવા છતાં રાગ-દ્વેષ ન કરવારૂપ વ્યાપાર તે સામાયિક વ્રત જાણવું.
-૦- ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૮માં ભાવવિજયજીએ કરેલ અર્થ
સમ એટલે રાગ-દ્વેષ રહિત. તે અહીં ચાલુ પ્રકરણથી ‘ચિત્તનો પરિણામ જાણવો. તેના તરફ આય એટલે ‘ગમન થવું તે સામાયિક.
Page #246
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૪૫ -૦- આવશ્યક નિર્યુક્તિ, તેની વૃત્તિ, વિશેષાવશ્યક ભાષ્યાનુસાર –
- નિર્યુક્તિ-૭૯૭ – “જેનો આત્મા મૂળગુણરૂપ સંયમમાં, ઉત્તર ગુણરૂપ નિયમમાં અને અનશન આદિ તપમાં સ્થિત હોય તેને સામાયિક હોય છે.
- નિર્યુક્તિ-૭૯૮ – “જે ત્રસ અને સ્થાવર એવા સર્વે જીવો પરત્વે સમાન ભાવે વર્તતો હોય - જીવ માત્રને આત્મવત્ ગણતો હોય તેને સામાયિક હોય છે.
– નિર્યુક્તિ-૧૦૩૦ – સામ, સમ, સમ્યક્ અને સામાયિક આ ચારે શબ્દો એકાર્થક શબ્દો છે અર્થાત્ એકમેકના પર્યાયરૂપ છે.
- નિર્યુક્તિ-૧૦૩૩ – સમતા, સમ્યકત્વ, પ્રશસ્ત, શાંતિ, સુવિડિત, સુખ, અનિંદા, અદુગંછા, અગર્તા, અનવદ્ય. આ બધા સામાયિકના પર્યાયો છે તેમજ તે બધાં (એક અપેક્ષાએ) એકાર્થક શબ્દો છે.
-૦- ભગવતીજી સૂત્રના પહેલા શતકના નવમાં ઉદ્દેસામાં સામાયિક સંબંધી પ્રશ્નોત્તર સામાયિકના અર્થની એક નવી જ ભાત પાડે છે–
શ્રી પાર્શ્વ ભગવંતના શાસનના કાલસ્યવેષી અણગારે ભગવંત મહાવીરના Wવીરોને પૂછ્યું – હે આર્ય ! ભગવંતો આપનું સામાયિક શું? આપના સામાયિકનો અર્થ શો ? ત્યારે તે સ્થવીર ભગવંતોએ કાલસ્યવેષી અણગારને ઉત્તર આપ્યો કે – હે આર્ય! આત્મા એ અમારું સામાયિક છે અને આત્મા એ જ સામાયિકનો અર્થ છે. તાત્પર્ય એ કે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થયું તે જ સામાયિક.
આ જ વાત આવશ્યક નિર્યુક્તિ-૭૯૦માં થોડી જુદી રીતે છે. તે કથનનું વિશેષાવશ્યક ભાષ્યકારે પણ ભાષ્ય ૨૬૩૩ થી ૨૬૩૬માં વિવેચન કરેલ છે. તે આ રીતે – સામાયિક જીવ છે કે અજીવ છે ? તેમાં સામાયિક દ્રવ્ય છે કે ગુણ છે ? અથવા જીવાજીવાત્મક ઉભય સ્વરૂપ સામાયિક છે ? કે તેથી કોઈ અર્થાન્તર છે ? તેનો ઉત્તર જણાવતા કહ્યું કે, આત્મા અર્થાત્ જીવ જ સામાયિક છે. તેમાં પ્રત્યાખ્યાન કરનાર આત્માને સામાયિક કહ્યો. કેમકે તે પ્રત્યાખ્યાન જીવપરિણતિરૂપ હોવાથી વિષયની અપેક્ષાએ સર્વ દ્રવ્યોના સંબંધમાં તે ઉત્પન્ન થાય છે. જીવ જ શ્રદ્ધા કરે છે, જાણે છે અને પ્રત્યાખ્યાન કરે છે. અજીવ આમાંનું કશું કરતો નથી, તેથી જીવ જ સામાયિક છે. “સામાયિકના ભાવની પરિણતિરૂપ જીવ જ સામાયિક છે", તેમ કહ્યું છે.
• સામાયિકના ભેદો :- (આવ.નિ. ૭૯૬ + વિશે.ભાષ્ય + વૃત્તિ)
સામાયિક ત્રણ પ્રકારે છે – (૧) સમ્યક્ત્વ સામાયિક, (૨) શ્રુતસામાયિક, (૩) ચારિત્ર સામાયિક. તેમાં ચારિત્ર સામાયિકના બે ભેદો છે. (૧) દેશવિરતિ સામાયિક અને (૨) સર્વ વિરતિ સામાયિક જેને માટે શાસ્ત્રીય બીજો શબ્દ વાપરેલ છે – ગૃહિક ચારિત્ર સામાયિક અને અનગારિક ચારિત્ર સામાયિક.
કોઈ ગ્રંથકાર સામાયિકના ચાર ભેદ જણાવે છે. તેઓ ચારિત્ર સામાયિકના બે ભેદ પાડવાને બદલે સીધા ચાર ભેદ કરતા (૧) સમ્યક્ત્વ, (૨) શ્રત, (૩) દેશવિરતિગૃહિક, (૪) સર્વવિરતિ-અનગારિક સામાયિક.
૧. સમ્યક્ત્વ સામાયિક :- જીવાદિ તત્ત્વો પ્રત્યેની નિર્મલ શ્રદ્ધા જે શમ,
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એવા પાંચ લક્ષણોથી ઓળખાય છે.
સખ્યત્વે બે પ્રકારે છે – તત્ત્વની શ્રદ્ધા તે સમ્યકત્વ - જે નિસર્ગથી અને અધિગમથી અથવા સમ્યકત્વ ત્રણ પ્રકારે છે - કારક, રોચક અને દીપક અથવા સમ્યક્ત્વ ત્રણ પ્રકારે છે - ઔપશમિક, માયોપથમિક અને સાયિક તેના ઔપશામક, સાસ્વાદન, લાયોપથમિક, વેદક અને સાયિક એમ પાંચ ભેદ છે.
૨. શ્રત સામાયિક :- તે દ્વાદશાંગીરૂપ છે. શ્રુત-સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ એમ ત્રણે પ્રકારે છે. અથવા અક્ષર શ્રત, અક્ષર શ્રત આદિ ઘણાં ભેદે છે અથવા શ્રુતજ્ઞાનમાં કહેલા ભેદો અનુસાર શ્રત સામાયિક જાણવી.
૩. દેશવિરતિ-ગૃહિક સામાયિક :- જેને અણુવ્રતમય ધર્મ કહે છે, તેમાં બાર વ્રતોનું આરાધન કરાય છે. તે વિવિધ ત્રિવિધાદિ ભેદોથી અનેક ભેદે હોય છે. પૃથકુ પૃથકુ એ સમ્યકત્વાદિ પર્યાયથી અનંત ભેટવાળા છે.
૪. સર્વવિરતિ-અનગારિક સામાયિક:- તે મહાવ્રતમય ધર્મ છે. જેમાં સર્વસાવદ્યના વર્જન સહિત પાંચ મહાવ્રતોની આરાધના છે – જે ક્ષાયિક, લાયોપથમિક, ઔપશમિક એમ ત્રણ પ્રકારે છે અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર એમ પાંચ પ્રકારે સર્વવિરતિ સામાયિક છે.
(આ ચારે સામાયિક કોને હોય ? ક્ષેત્ર, દિશા, કાળ, ગતિ ઇત્યાદિ અનેકવિધ ભેટે ચારે સામાયિકની વિસ્તૃત ચર્ચા આવશ્યક નિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં કરવામાં આવેલી છે. જેની અહીં નોંધ કરેલી નથી.)
• સામાયિકના આઠ ભેદો :- ગ્રંથકારો તેને સામાયિકના આઠ ભેદો તરીકે ઓળખાવે છે. આવશ્યક નિર્યુક્તિ-૮૬૪માં આ જ આઠ ભેદને સર્વવિરતિ સામાયિકના આઠ પર્યાયો તરીકે ઓળખાવેલ છે. તે આ પ્રમાણે છે–
(૧) સામાયિક (૨) સમયિક (૩) સમવાદ (૪) સમાસ (૫) સંક્ષેપ (૬) અનવદ્ય (૭) પરિજ્ઞા (૮) પ્રત્યાખ્યાન,
(૧) સામાયિક :- રાગ-દ્વેષના અંતરાલ મધ્યે જે સમ અર્થાત્ મધ્યસ્થ કહેવાય છે. મય નો અર્થ ‘ગમન' થાય છે. સમ અને લય માંથી સમય બન્યું તેને પ્રત્યય લાગવાથી સામયિ શબ્દ બન્યો. સામાયિક એટલે એકાંતે ઉપશાંતિગમન એવો અર્થ થાય છે. સામાન્ય અર્થમાં માધ્યસ્થ ભાવ અથવા રાગદ્વેષના અભાવની સ્થિતિ કહે છે.
સામાયિકના અર્થને સ્પષ્ટ કરવા દમદંત અણગારનું દૃષ્ટાંત છે.
હર્ષપુર નગરમાં દમદંત નામે એક પરાક્રમી રાજા હતો. તે જ્યારે જરાસંધને યુદ્ધમાં સહાય કરવા ગયો ત્યારે પાંડવ અને કૌરવોએ ઘેરો ઘાલીને હસ્તિનાપુર જીતી લીધું. પરંતુ દમદંત રાજાએ લડાઈ કરી પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું.
T કોઈ વખત દમદત રાજા પોતાના મહેલની અગાસીમાં બેઠો હતો. તે આકાશમાં જોતો હતો. વાદળાઓ ઘેરાય છે અને વિખરાય છે. મનમાં ચિંતનધારા પ્રગટી, આવા રમણીય વાદળ વિખેરાતા શી વાર લાગશે ? એ રીતે અનિત્ય ભાવના ભાવતા વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારને અસાર જાણી પુત્રને રાજ્ય સોંપી સંસાર ત્યાગ કર્યો
Page #248
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
ક્યારેક એકલા વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર નગરે પહોંચ્યા. કાયોત્સર્ગ ધ્યાનમાં ત્યાં ઉભા હતા. તેટલામાં પાંડવો પસાર થયા. દમદંત અણગારને જોઈને તેમની પ્રશંસા કરી. ત્રણ પ્રદક્ષિણા આપી, મુનિને વંદના કરી, સ્તુતિ કરી ચાલતા થયા. થોડા વખત પછી ત્યાંથી કૌરવો પસાર થયા. તેઓએ દમદંત અણગારને જોતા પૂર્વે તેમના હાથે સજ્જડ હાર મળેલી તે યાદ આવ્યું. તરત જ ઇંટો, પત્થરો લઈ ફેંકવા માંડ્યા. ઇંટપત્થરોનો વરસાદ વરસાવી દીધો. દમદંત અણગાર તેના વડે ઢંકાઈ ગયા. ફરી યુધિષ્ઠિર પસાર થયા. તેણે મુનિને ન જોયા. ખબર પડી કે દુર્યોધને પત્થરો મારી તેમને ઢાંકી દીધા છે. તે બધાંએ મળી પત્થરો ખસેડ્યા. મુનિનું તેલ વડે અન્ચંગન કર્યું.
આ રીતે પાંડવોએ સ્તુતિ અને સેવા કરી, જ્યારે દુર્યોધન આદિએ નિંદા અને ઉપસર્ગ કર્યો. પણ દમદંત મુનિ બંને પરત્વે સમભાવમાં રહ્યા. આ પ્રમાણે સામાયિક કરવું જોઈએ. કેમકે વંદનાદિ પ્રાપ્ત થયે જેઓ અભિમાન કરતા નથી તથા નિંદા-હીલણા થતાં જેઓ ક્રોધિત થતાં નથી પણ બંને સ્થિતિમાં ઉપશાંત ચિત્તે ધીર પુરુષો રહે છે. (૨) સમયિક :- સામાયિકનો બીજો પર્યાય ‘સમયિક' કહ્યો છે.
-
સમ શબ્દ સમ્યક્ અર્થમાં ઉપસર્ગરૂપે મૂકાયેલ છે. ગય . ગમન કરવું. સમ્યક્દયાપૂર્વક જીવો સાથે વર્તવું તે સમય તેને ઇન્ પ્રત્યય લાગી ‘સમયિક' શબ્દ બન્યો છે. સામાન્ય અર્થમાં-સમયિક એટલે જગતના સર્વ જીવો પ્રત્યે સમષ્ટિ કેળવવી. સર્વે જીવોને આત્મવત્ ગણવા.
સમયિકના અર્થને સ્પષ્ટ કરવા મેતાર્ય (મેતારજ) મુનિનું દૃષ્ટાંત છે.
રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજા માટે એક સોની રોજ સોનાના ૧૦૮ જવ ઘડે. તે વખતે મેતાર્ય નામના મુનિ કે જે શ્રેણિક મહારાજાના જમાઈ હતા તે મુનિરાજ એકાકી વિચરી રહ્યા હતા. તેમને માસક્ષમણ-તપનું પારણું હતું. પારણે સોનીના ઘેર પધાર્યા. સોની પણ અત્યંત પ્રમુદિત બની લાડવા વહોરાવે છે.
મેતારજ મુનિની તપશ્ચર્યાની અનુમોદના કરતો સોની ઘરમાં ગયો. બહાર શ્રેણિક મહારાજાની આજ્ઞાથી ઘડેલા અને જિનભક્તિ અર્થે જ ધરવા તૈયાર થયેલા એવા સોનાના ૧૦૮ જવ પડેલા છે. એક ક્રૌંચ પક્ષી આવ્યું. બધાં જવ ગળી ગયું. મેતારજ મુનિએ જોયું કે પક્ષી જવ ચણી ઊંચે બેસી ગયું છે.
જ્યારે સોની બહાર આવ્યો ત્યારે ત્યાં સોનાના જવ જોયા નહીં. ત્યારે સાધુને પૂછ્યું કે આ જવ ક્યાં ગયા ? મેતાર્યમુનિએ વિચાર્યું કે જો હું સત્ય બોલીશ તો સોની આ પક્ષીને મારી નાંખશે. ‘આત્મવત્ સર્વ ભૂતેસુ’ એમ સમજી મૌન ધારણ કર્યું. તેમના મનમાં દયાના અંકુરો ફૂટી ગયા. સોની વારંવાર પૂછે છે પણ મુનિ કંઈ જણાવતા નથી કે જવ ક્યાં ગયા. તેઓ મૌન ધારણ કરી કાયોત્સર્ગ લીન રહ્યા.
છે
૨૪૭
સોનીએ વિચાર્યું કે જવલાનો ચોરનાર નક્કી આ સાધુ પોતે જ છે. ક્રોધવશ બનીને લીલા ચામડાની વાધર મુનિના મસ્તકે કસીને બાંધી દીધી. આને બરોબર શિક્ષા થશે, એટલે આપમેળે બોલશે તેમ વિચારી સોની ઉભો છે, પણ મેતાર્યમુનિએ તો શરીરની મમતાનો ત્યાગ કરી દીધો. સોનીનો કોઈ વાંક ગુનો માનતા નથી. ફક્ત
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
પોતાના આત્માની નિંદા કરે છે. મેતાર્યમુનિની ચામડી તડતડ તુટવા લાગી, હાડકાં ફાટવા લાગ્યા છતાં આ અસહ્ય વેદના સમભાવે સહન કરે છે.
મેતાર્યમુનિ બરોબર સમજતા હતા કે જો સોનીને ક્રૌંચ પક્ષીનું નામ આપીશ તો તે પક્ષીને મારી નાંખશે અને પક્ષી પણ દુર્ગાનમાં મૃત્યુ પામીને નીચ ગતિમાં જશે. પોતાના કષ્ટો સમભાવથી સહન કરે છે. તેમ કરતા શુક્લ ધ્યાનની ધારાએ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
આ પ્રમાણે સ્વ અને પાર માટે સમય - કરુણાભાવ ધારણ કરવો જોઈએ. (૩) સમવાદ :- સામાયિક શબ્દનો એક પર્યાય “સમવાદ' કહ્યો છે.
– સમવાદ એટલે સમ્યક્ બોલવું તે. રાગ આદિ રહિતપણે સમ્યક્ રીતે અથવા સમ્યક્ પ્રધાનપણે જો બોલવું તેને સમ્યગુવાદ કહેલો છે.
– રાગદ્વેષને છોડીને યથાવસ્થિત નિરવદ્ય વચન કહેવું તે સમવાદ. – આ સમવાદ માટે નિર્યુક્તિકારે કાલકસૂરિનું દૃષ્ટાંત આપેલું છે.
તુમણિ નામે નગરી હતી. ત્યાં કુંભ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને એક દત્ત નામે પુરોહિત મિત્ર હતો. મૈત્રી સંબંધે રાજાએ તેને મંત્રી બનાવ્યો. દત્તે મંત્રી બન્યા પછી હિંસક યજ્ઞો કરવા શરૂ કર્યા. એ રીતે તે ઘણો વિખ્યાત થયો. કોઈ વખતે કુંભ રાજાને કેદ કરી જાતે રાજા બની ગયો.
તે વખતે કાલકાચાર્ય નામના આચાર્ય ભગવંત કે જે દત્તના મામા હતા, તેઓ એ નગરીમાં પધાર્યા દત્તના માતા જૈનધર્મી હતા. તેથી તેણે પુત્રને કહ્યું કે, તું મામી મહારાજને વંદન કરી આવી ત્યારે દત્તે ત્યાં જઈને આચાર્ય મહારાજશ્રીને પૂછ્યું કે મને આ યજ્ઞનું શું ફળ મળશે? આચાર્ય મહારાજે નિર્ભયપણે કહી દીધું કે તમે જે યજ્ઞ કરી રહ્યા છો, તેથી નિચે નરકગતિની પ્રાપ્તિ થાય દત્તે પૂછયું કે, તમારી આ વાતની કોઈ સાબીતી ? આચાર્યશ્રીએ કહ્યું કે, હા, આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઉડેલી વિષ્ટા તારા મુખમાં પડશે, તેના અનુમાનથી તારી નરકગતિ નક્કી થઈ જાણજે.
અહીં કાલકસૂરિએ જેવું હોય તેવું નિરવદ્ય વચન કહી દીધું તેનું નામ જ સમવાદ. કથા હજી આગળ ચાલે છે તેના સંક્ષેપ રજૂ કરીએ તો- દત્તે આચાર્ય મહારાજને નજરકેદ કર્યા. આખું નગર ગંદકી રહિત કરાવી દીધું. પોતે પણ અંતઃપુરમાં ચાલ્યો ગયો. છ દિવસ ગયા. સાતમે દિવસે તેને થયું કે આજે તો આઠમો દિવસ છે. આચાર્ય મહારાજને હણવા ચાલ્યો. રસ્તામાં માળી કુદરતી હાજતે ગયેલો ત્યાં તેણે વિષ્ટા પર ફૂલ મૂકી દીધેલા, ઘોડાનો પગ પડ્યો, વિષ્ટા ઉડી, દત્તના મુખમાં ગઈ. મૃત્યુ પામીને નરકે ગયો.
(૪) સમાસ :- સામાયિક શબ્દનો એક પર્યાય ‘સમાસ' કહ્યો છે.
- સમ શબ્દ પ્રશંસા અર્થમાં છે. સસ ક્રિયાપદ ક્ષેપ-ફેંકવું અર્થમાં છે સારી રીતે જે કર્મનો લેપ કરવો તે સમાસ અથવા સમ્યક્તયા જીવથી કર્મને દૂર ફેંકવા તે સમાસ અથવા થોડા જ શબ્દોમાં તત્ત્વ જાણવું તે સમાસ
– આ ‘સમાસ' માટે ચિલાતપુત્રનું દૃષ્ટાંત આવ.નિ.માં આપેલ છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૪૯ – ચિલાતિપુત્રને માત્ર ઉપશમ, વિવેક અને સંવર ત્રણ જ પદ મુનિ મહારાજે કહ્યા છતાં તેના અર્થ વિસ્તારથી સદ્ગતિ સાધી ગયા.
રાજગૃહ નગરમાં ધન્ય નામે સાર્થવાહ હતો. તેને પાંચ પુત્રો થયા પછી એક પુત્રી જન્મી, જેનું “સુષમા' એવું નામ રાખ્યું. તેમને ત્યાં ચિલાત દાસીનો પુત્ર એવો ચિલાતપુત્ર નામે બાળક કામ કરતો હતો. તેને સુસુમા (સુષમા) બાલિકાને સાચવનાર તરીકે રાખેલો. પરંતુ તેની અનિષ્ટ પ્રવૃત્તિ જોઈ કાઢી મૂક્યો. ત્યાંથી નીકળી ચિલાતપુત્ર સીંહગુફા નામે ચોરપલ્લીમાં ગયો. કાળક્રમે તે ત્યાં ચોર સેનાપતિ થયો.
કોઈ વખતે બધાં ચોરોને બોલાવીને તેણે કહ્યું કે, આપણે રાજગૃહ નગરે ધાડ પાળવા જવાનું છે. ત્યાં ધન સાર્થવાહને ત્યાંથી જેટલું ધન મળે તે તમારું અને તેમની સુષમા નામની પુત્રી હું ગ્રહણ કરીશ, પછી ત્યાં ધાડ પાડી, સુષમાને ઉપાડી ગયો. ત્યારે ધન સાર્થવાહ પોતાના પુત્રો સહિત તેની પાછળ પડ્યો. જ્યારે ચિલાતપુત્રને લાગ્યું કે હવે હું સુષમાને વધુ સમય ઊંચકી નહીં શકુ અને બચવાનો પણ કોઈ ઉપાય નથી, ત્યારે સુષમાનું મસ્તક ધડથી અલગ કરી દીધું. એક હાથમાં ખડ્ઝ છે, બીજા હાથમાં સુષમાનું લોહી નીતરતુ મસ્તક છે અને ભાગ્યો જાય છે.
જેટલામાં તે એક ચારણ લબ્ધિધારી મુનિને જુએ છે તેટલામાં તેમની પાસે જઈને કહે છે – મને સંક્ષેપમાં ધર્મ કહો. જો નહીં કહો તો તમારું મસ્તક પણ ધડથી અલગ કરી દઈશ. મુનિરાજે યોગ્ય જીવ જાણીને માત્ર ત્રણ પદો કહ્યા, ‘ઉપશમ વિવેક, સંવર.” ચિલાતપુત્ર આ ત્રણ પદને ગ્રહણ કરી એકાંતમાં ગયો. તે પદોની વિચારણા શરૂ કરી. તેની જ્ઞાનદશા જાગૃત થઈ. “ઉપશમ એટલે કષાયની ઉપશાંતિ' ઉપશમ પદ સમજાઈ ગયું અને તેણે ક્રોધના પ્રતિક જેવું ખગ ફેંકી દીધું. વિવેક એટલે હેય. ઉપાદેયનું જ્ઞાન સુષમા પરત્વે રાગ હતો, તે બરાબર, પણ હવે તો માત્ર તેનું મસ્તક મારા હાથમાં છે. વિવેક ઉત્પન્ન થયો, મસ્તક ફેંકી દીધું.
ત્યારપછી “સંવર' પદની વિચારણા કરવા લાગ્યો. સંવર એટલે આવતા કર્મોને રોકવા. ઇન્દ્રિયોનો સંવર, મનનો સંવર. એ પ્રમાણે ધ્યાન કરતા કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. લોહીની ગંધથી કીડીઓ આવવા લાગી. ચિલાતપુત્રને કરડવા લાગી. તેનું શરીર ચાળણી જેવું કરી દીધું. પગથી દાખલ થઈને મસ્તક સુધી જવા લાગી. છતાં સંવર પદની વિચારણામાં ચડેલા ચિલાત (મુનિ) પોતાના ધ્યાનથી સહેજ પણ ચલિત ન થયા. એ રીતે અઢી દિવસ સુધી ચિલાતપુત્રે ઉપસર્ગને સહન કર્યો. પછી મૃત્યુ પામી સ્વર્ગ સંચર્યા ઉત્તમાર્થની સાધના કરી, તેને સમાસ સામાયિક કહે છે.
(૫) સંક્ષેપ :- સામાયિક શબ્દનો એક પર્યાય “સંક્ષેપ' નામક છે.
સંક્ષેપ – સંક્ષેપ કરવો તે સંક્ષેપ, સામાયિક થોડા અક્ષરવાળું પણ મહા અર્થવાળું હોવાથી તે “સંક્ષેપ' પણ કહેવાય છે. કેમકે તેમાં ચૌદ પૂર્વ કૃતના અર્થનો સંગ્રહરૂપ છે.
– સંક્ષેપ (સામાયિક)ના સંદર્ભમાં આત્રેય આદિનું દષ્ટાંત છે.
– વસંતપુર નગરનો જિતશત્રુ રાજા હતો, તેણે પંડિતોને બોલાવીને કહ્યું કે, મને શાસ્ત્રોનું જ્ઞાન કરાવો. પંડિતો તો ખચ્ચરના ખચ્ચર ઉપર શાસ્ત્રો લાદીને આવ્યા.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
રાજા કહે આટલું બધું જ્ઞાન હું જ્યારે પ્રાપ્ત કરીશ. થોડું ઓછું કરીને લાવો પંડિતો મહેનત કરી થોડું સંક્ષેપમાં જ્ઞાન એકત્રિત કરીને ઘોડા પર લદાય, તેટલા જ શાસ્ત્રો લાવ્યા. રાજા ફરી બોલ્યો કે રાજના કાર્યમાં હું આટલા શાસ્ત્રો જ્યારે ભણવાનો ?
ત્યારે પંડિતો માત્ર એક હાથી ઉપર લાવી શકાય તેટલાં જ શાસ્ત્રોમાં જ્ઞાન ભેગું કરીને લાવ્યા. ત્યાં સુધીમાં તો રાજા વૃદ્ધ થઈ ગયો. રાજા બોલ્યો કે હવે તો મને માત્ર થોડા શબ્દોમાં જ્ઞાન બતાવી દો, કેમકે હવે મરણ નજીક આવ્યું છે.
ત્યારે પંડિતોએ ભેગા મળીને વિચાર વિમર્શ કર્યો પછી માત્ર એક-એક શ્લોકમાં ચાર ઋષિઓએ પોતાના શાસ્ત્રોનો નિચોડ આપ્યો. તે પણ રાજાએ ન સાંભળ્યો ત્યારે ચારે ઋષિઓએ નિયમ, તપ, દર્શન સહિતનો શ્લોક બનાવ્યો તેનો અર્થ છે –
(૧) વૈદ્યક શાસ્ત્રનો સાર શું? ભોજન પચે પછી જ ખાવું - આત્રેય (૨) ધર્મશાસ્ત્રનો સાર શું ? સર્વ જીવો પર દયા રાખો - કપિલ (૩) નીતિશાસ્ત્રનો સાર શું ? કોઈના પર વિશ્વાસ ન રાખો - બૃહસ્પતિ (૪) કામશાસ્ત્રનો સાર શું? સ્ત્રી પ્રત્યે માર્દવતા રાખો - પંચાલ આ પ્રમાણે સામાયિક પણ ચૌદ પૂર્વનો સંક્ષેપ કહેવાય છે. (૬) અનવદ્ય :- સામાયિકનો એક પર્યાય ‘અનવદ્ય' છે. – અવદ્ય એટલે પાપ. જેમાં અવદ્યનો અભાવ છે તે અનવદ્ય કહેવાય. - અન એટલે પાપ, જેનાથી સર્વથા વર્ય, તે અનવદ્ય સામાયિક છે. – અનવદ્ય સામાયિકમાં ધર્મરુચિ અણગારનું દૃષ્ટાંત આપેલ છે.
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો, તેને ધારિણી નામે રાણી હતી. તેઓનો ધર્મરુચિ નામે પુત્ર હતો. તે રાજા વૃદ્ધ થયો ત્યારે દીક્ષા ગ્રહણ કરવા માટે ધર્મરુચિને રાજ્ય આપવા ઇચ્છતો હતો. ધર્મચિએ માતાને પૂછયું કે મારા પિતા શા માટે રાજ્યનો ત્યાગ કરે છે ? માતાએ કહ્યું કે, સંસારવૃદ્ધિનું કારણ હોવાથી તેઓ રાજ્યનો
ત્યાગ કરે છે. ત્યારે ધર્મરુચિએ કહ્યું કે, તો પછી મારે પણ આવા સંસારનું કોઈ પ્રયોજન નથી, ત્યાર પછી જિતશત્રુની સાથે ધર્મરુચિ પણ તાપસ થઈ ગયા.
કોઈ વખતે અમાસ આવી. ત્યારે ઉદ્દઘોષણા થઈ કે આશ્રમમાં કાલે અમાવાસ્યા થવાની છે. તો પુણ્યફળનો સંગ્રહ કરવો. કાલે સચિત્ત વનસ્પતિ આદિનું છેદન-ભેદન ન કરવું. ત્યારે ધર્મરુચિને વિચાર આવ્યો કે સર્વકાલ માટે આ છેદન-ભેદન ન હોય તો કેટલું સુંદર ? પછી કોઈ વખતે અમાવાસ્યા આવી. જૈન સાધુઓ તે તાપસ આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમને જોઈને ધર્મરુચિ તેમની પાસે આવીને બોલ્યા કે, હે પૂજ્ય! શું તમારે આજે અનાવૃષ્ટિ (પાપકર્મનો ત્યાગ) નથી કે તમે આ અટવીમાંથી જઈ રહ્યા છો ? ત્યારે સાધુએ તેને કહ્યું કે, અમારે તો જાવજીવ “અનાકુટ્ટિ છે.
ત્યારે ધર્મરુચિ સંભ્રમમાં પડ્યા. વિચારે ચડ્યા, “જાવજજીવ પાપનો ત્યાગ.” વિચારતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પ્રત્યેકબુદ્ધ થઈ ગયા. સ્વયં જૈન દીક્ષા ગ્રહણ કરી વિચારવા લાગ્યા. (જુઓ આવ.નિ. ૮૭ની વૃત્તિ).
આ રીતે અનાકુટ્ટિ' શબ્દ સાંભળીને આકુટ્ટિ એટલે છેદન અર્થાત્ હિંસા. આકુટ્ટિ
Page #252
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૫૧
નહીં તે અનાફાટ્ટ. તે સર્વકાળ માટેની સાંભળીને “અણભીત'. અણ એટલે પાપ, તેનાથી ભય પામેલ તે અણજીત. તે પાપનું વર્જન કરીને અર્થાત્ સાવદ્યયોગનો ત્યાગ કરીને અનવદ્ય યોગને સ્વીકારીને તે ધર્મરુચિ અણગાર થયા. તે અવદ્ય સામાયિક.
(૭) પરિજ્ઞા :- સામાયિક શબ્દનો એક પર્યાય પરિજ્ઞા' છે.
– પરિજ્ઞા - પરિ એટલે ચારે તરફથી અને જ્ઞા એટલે જાણવું પાપનો પરિત્યાગ કરવાને માટે સર્વ હેયોપાદેય વસ્તુનું સમસ્ત પ્રકારે જ્ઞાન તેને પરિજ્ઞા કહેવાય છે.
– જીવ અજીવનું જ્ઞાન થયા પછી તે સાવદ્યયોગ ક્રિયા કોને કહેવાય તે જાણે છે અને સાવદ્યયોગ ક્રિયાને વર્જીને પ્રત્યાખ્યાન દ્વારા નિરવદ્ય યોગને આચરી શકે છે. આ જ્ઞાન અને આચરણ તે પરિજ્ઞા સામાયિક કહેવાય.
– પરિજ્ઞા એટલે તત્ત્વનું જાણપણું તે જ્ઞાન થતા વિષયો પ્રત્યે અણગમો થવો. તેમ થતાં ઇન્દ્રિય નિગ્રહ થાય. ઇન્દ્રિય નિગ્રહથી મનોનિગ્રહ થાય, મનોનિગ્રહથી ધ્યાન અને સ્થિરતા પ્રાપ્ત થતાં મોક્ષ થાય.
ઇલાપુત્રને સામાન્ય નટડીમાં મોહ જાગ્યો. લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે નટે કહ્યું કે, તમે નકળામાં પ્રવીણ થઈ જાઓ તો નટડી મળે. ઇલાપુત્ર થોડા સમયમાં કુશળ નટ બની ગયો. બેનાતટ નગરના રાજાને પોતાની કલા દેખાડવા વિનંતી કરી, રાજા ખુશ થઈને મોટું ઇનામ આપી દે તો તે દ્રવ્યથી હું નટડી સાથે લગ્ન કરું.
ઇલાપુત્ર એક પછી એક નકલાનું અદ્ભુત પ્રદર્શન કરે છે. પણ રાજાને નટડીને જોઈને તેણીનો મોહ જાગ્યો. તેને થયું કે વાંસ પર નાચતો આ નટ ક્યારે પડે અને નટડી મને જડે. ત્રણ ત્રણ વખત તે નટ વાંસ પર ચડ્યો, છતાં રાજા દાન આપતો નથી. ચોથી વખત પણ ઇલાપુત્ર વાંસ પર ચડ્યો, નોધારો થઈને નૃત્ય કરી રહ્યો છે. ત્યાં દૂર હવેલીમાં નજર પડી એક સ્વરૂપવાન સ્ત્રી મુનિને સુંદર લાડવા વહોરાવી રહી છે. સ્ત્રી આજીજી કરે છે પણ મુનિવર નથી તે સ્ત્રી સામું જોતા કે નથી લાડવા ગ્રહણ કરતા
ત્યારે ઇલાપુત્રને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. આ મુનિને લ્યો લ્યો કરે છે તો લેતા નથી કે સ્ત્રીના રૂપને જોતા નથી. હું આવી એક નટડીના મોહમાં નાતજાત, ઘર-બહાર ભૂલીને ભટકું છું અને લાવ-લાવ કરું છું, તો પણ રાજા કંઈ આપતો નથી. પરિજ્ઞાન થઈ ગયું વિષયનો મોહ અને ઇન્દ્રિયનો રાગ છુટવા-તુટવા લાગ્યા. વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ, સંવરભાવ ધારણ કર્યો કેવળજ્ઞાન પામી ગયા.
(૮) પ્રત્યાખ્યાન :- સામાયિક શબ્દનો એક પર્યાય પ્રત્યાખ્યાન છે.
– પરિહરણીય અર્થાત્ ત્યાજ્ય વસ્તુનો નિષેધ કે ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન કહ્યું છે. પ્રતિ એટલે સમીપે અને આખ્યાન એટલે કથન. ગુરુ સમીપે ત્યાજ્ય વસ્તુથી નિવૃત્ત થવાનું કથન કરવું તે પ્રત્યાખ્યાન, તે વિષયમાં આવશ્યક નિર્યુક્તિ ૮૭૮ની વૃત્તિમાં તેતલિપુત્રનું દૃષ્ટાંત અપાયેલ છે.
તેતલપુર નામે નગર હતું, તે નગરમાં કનકરથ નામે રાજા હતો અને તેટલીપુત્ર નામે અમાત્ય હતો. તેનો પોટ્ટિલા નામક કન્યા સાથે લગ્ન થયેલા. કેટલાંક કાળે તેટલીપુત્રને પોતાની પત્ની પોટ્ટિલા પર અભાવ થયો. ત્યાર પછી સાધ્વીજીના ઉપદેશથી
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૫૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
પોટ્ટિલાને દીક્ષા લેવા ઇચ્છા થઈ. ત્યારે તેતલીપુત્ર મંત્રીએ કહ્યું કે, જો તું મૃત્યુ પામી દેવલોકમાં જાય તો તારે મને પ્રતિબોધ કરવા આવવું, તે વાત કબુલ હોય તો તને દીક્ષાની અનુમતિ આપે. તે વાત પોટ્ટિલાએ કબૂલ કરતા તેણીને દીક્ષા આપી. સુંદર રીતે સંયમ પાળી પોટ્ટિલા સાધ્વી મૃત્યુ પામી સ્વર્ગમાં દેવ થયા.
ત્યારપછી તે પોઠ્ઠિલદેવ તેટલીપુત્ર મંત્રીને પ્રતિબોધ કરવા આવ્યો. મહાકષ્ટ કરીને તેતલીપુત્રને બોધ આપ્યો. વ્રતધારી શ્રાવક બનાવ્યો. કાળક્રમે તેટલીપુત્રએ દીક્ષા ગ્રહણ કરી, દૃઢ રીતે લીધેલા પ્રત્યાખ્યાનનું પાલન કર્યું કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
માત્ર એક વખત પ્રત્યાખ્યાન પરત્વે પ્રીતિ જાગી, તો તે પ્રત્યાખ્યાન સામાયિક તેટલીપુત્રને મોક્ષ અપાવનાર બન્યું.
આ પ્રમાણે સામાયિક શબ્દ આઠ પર્યાયો સહિત જણાવ્યો. જે પૂર્વે કહ્યા મુજબ સર્વવિરતિ સામાયિકના આઠ પર્યાયો જાણવા.
• કરેમિ ભંતે ! સામાઇયં – ત્રણ શબ્દનો અલગ-અલગ અર્થ વિસ્તારપૂર્વક જોયા પછી કેવળ અનુસંધાન માટે ફરી સમગ્ર પદ વિચારીએ તો
“હે પૂજ્ય ગુરુવર્ય ! હું સામાયિક-‘સમભાવની સાધના કરું છું.
આત્માને સમભાવમાં સ્થિર કઈ રીતે કરવો ? તે વાતને જણાવવા માટે સૂત્રમાં રહેલા હવે પછીના પદોનું વિવેચન કહેવાય છે–
• સાવજૂ૪ જોગ પચ્ચક્ખામિ :- સાવદ્ય યોગનું પચ્ચક્ખાણ કરું છું. ૦ સવā - સાવદ્ય, પાપ-સહિત, પાપવાળા.
– આ પદ ‘ના’ શબ્દનું વિશેષણ છે. સાવદ્ય એટલે અવદ્યથી સહિત, પાપયુક્ત. જે ગર્પિત એટલે નિંદ્ય હોય તે અવદ્ય કહેવાય. આવા અવદ્ય અર્થાત્ પાપથી યુક્ત હોય તેને સાવદ્ય કહેવાય.
– અહીં જે વર્જવા યોગ્ય એટલે કે તજવા યોગ્ય છે અર્થાત્ વર્યું છે તેને પાપ કહેવાય છે. તે વર્ય સહિત છે તેને સવર્ય કે સાવદ્ય કહ્યું.
– સાવદ્ય શબ્દ પાપવાળી અશુભ પ્રવૃત્તિ કે અશુભ આસ્રવને જણાવે છે.
– અહીં સાધુની પ્રતિજ્ઞામાં સર્વે સાવä શબ્દ વપરાય છે, કેમકે સાધુએ સાવદ્યયોગનું સેવન સર્વથા વર્જવાનું છે. જ્યારે ગૃહસ્થને તેનું સર્વથા વર્જન ન હોવાથી માત્ર રસાવä શબ્દનો પ્રયોગ થયો છે.
૦ યોr - મન, વચન, કાયાનો વ્યાપાર કે પ્રવૃત્તિ.
– યોગ શબ્દ “યુનું' ધાતુ પરથી બનેલો છે. તે જોડવાના, ભેગા કરવાના કે મેળવવાના અર્થમાં વપરાય છે. આત્માનું ચલન આદિ ક્રિયા સાથે સમ્યક્ પ્રકારે જોડાવું તે યોગ. સકર્મક આત્માનો વ્યાપાર અથવા જીવ સાથે જોડાય કે સંબંધ કરાય તે યોગ કેમકે આત્મા કર્મ સાથે જોડાય છે, તેથી તે યોગ કહેવાય છે. તે યોગ કાયિકાદિ વ્યાપારરૂપ અર્થાત્ મન, વચન અને કાય એ ત્રણ પ્રકારે માનેલો છે.
– ‘યોગ’ એટલે મન આદિની પ્રવૃત્તિ. તેનો ખરો અર્થ વીર્યનું ફુરણ, વીર્યનું સ્પંદન કે વીર્યનો વ્યાપાર છે. આ વ્યાખ્યા મુજબ આત્મામાં સત્તારૂપે રહેલો
Page #254
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૫૩
અનંતવીર્યરૂપી ગુણ એ યોગ નથી, પણ જ્યારે તે વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે તે યોગ' કહેવાય છે. આ પ્રયોજન મન, વચન અને કાયા એ ત્રણ વડે જ થાય છે, એટલે ઉપચારથી તે ત્રણેને અથવા ત્રણેની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. આ વાત તત્ત્વાર્થાધિગમ સૂત્રકારે પણ અધ્યયન-૬ના સૂત્ર-૧માં જાયવાડુમન: કર્મ યોm: “કાયા, વચન, મનની ક્રિયા તે યોગ છે" એમ કહીને રજૂ કરી જ છે.
યોગના દ્રવ્યથી અને ભાવથી એમ બે વિભાગ કરાય છે. તેમાં દ્રવ્ય યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ અને ભાવ યોગ તે વીર્યની વિશેષ પ્રકારે ફુરણા છે. ભાવયોગના પણ પ્રશસ્ત ભાવયોગ અને અપ્રશસ્ત ભાવયોગ એવા બે ભેદ છે. જો સખ્યત્વ આદિ ઇષ્ટ ગુણોની પ્રાપ્તિ અર્થે થયેલ વીર્ય સ્કૂરણ થાય તો તે પ્રશસ્ત ભાવયોગ કહેવાય જો તે મિથ્યાત્વ આદિ અનિષ્ટ ભાવોની પ્રાપ્તિ માટે થાય તો તે વીર્ય ફૂરણને અપ્રશસ્ત ભાવયોગ કહેવાય છે. આ પ્રશસ્ત યોગને સાવદ્ય યોગ કહે છે.
- ઉક્ત વાતને સામાન્ય ભાષામાં સમજવા માટે તત્ત્વાર્થાધિગમના અધ્યયન૬ના આરંભિક ચાર સૂત્રો વિચારવા યોગ્ય છે. ત્યાં યોગનો સીધો-સાદો અર્થ કરતા લખ્યું કે કાયા, વાણી અને મનની પ્રવૃત્તિ તે યોગ. આ યોગ એ જ આસ્રવ (કર્મોને આવવાનું કાર) છે. તેમાં કર્મનો જે આસ્રવ પુણ્યના બંધ માટે થાય તેને શુભ આસ્રવ કહ્યો અને કર્મનો જે આસ્રવ પાપના બંધ માટે થાય તે અશુભ આસ્રવ કહ્યો. કરેમિ ભંતે. સૂત્રમાં સવિä નો - શબ્દથી આ અશુભ પ્રવૃત્તિ જ સમજવાની છે કેમકે સાવદ્ય શબ્દ પાપામ્રવનું સૂચન કરે છે. તથા યોગનો સામાન્ય અર્થ પ્રવૃત્તિ કરેલો છે.
૦ વિશ્વામિ - પ્રત્યાખ્યાન કરું છું, છોડી દઉં છું, ત્યાગ કરું છું.
– પ્રતિ અને મા ઉપસર્ગપૂર્વક વ્યા ક્રિયાપદ એ “નિષેધ કરવો’, ‘પ્રતિષેધ કરવો’ અર્થમાં પહેલો પુરુષ એકવચનમાં પ્રત્યાધ્યામિ બનેલું છે.
– અહીં પ્રતિ શબ્દ પ્રતિષેધ અર્થમાં, મા (ડુ) અભિમુખતા કે સન્મુખતા અર્થમાં અને રડ્યા કહેવું - કથન કરવું અર્થમાં પ્રયોજાયેલ છે. તેથી ગુરુ સન્મુખ (સાવદ્યકાર્યના) નિષેધપૂર્વકની જાહેરાત કરું છું તેવો અર્થ સમજવો.
– સામાન્ય અર્થમાં (સાવદ્યયોગ) છોડવાની પ્રતિજ્ઞા કરું છું અર્થ થશે.
- પ્રતિ + H + ક્ષ એ રીતે વ્યાખ્યા કરતા તેનો અર્થ કર્યો – પ્રતિષેધ પ્રવૃત્તિનું આદરપૂર્વક કથન કરવું તે પ્રત્યાવશે. નિવૃત્ત થવું અર્થમાં છે.
(આ પ્રત્યાખ્યાનના પણ દ્રવ્ય, અત્સિા , પ્રતિષેધ, ભાવ ઇત્યાદિ ભેદ છે. ભાવ પ્રત્યાખ્યાનના પણ શ્રત અને નોકૃત - ભાવ પ્રત્યાખ્યાન એવા બે ભેદો છે. તે સર્વેનું વિવરણ આવ.નિ. ૧૦૪૦, ૧૦૪૧માં થયેલ છે.).
• નવ નિવાં ઝુવાનિ - જ્યાં સુધી હું લીધેલ પ્રતિજ્ઞાને સેવું.
૦ - “કરેમિ ભંતે સામાઇયં કહ્યું તે સામાયિક માટે “સાવજુજે જોગ પચ્ચક્ખામિ" કહ્યું. પણ આ સામાયિક કરવાનું ક્યાં સુધી ? - તેનો ઉત્તર આ વાક્યમાં છે “જાવ નિયમ પજુવાસામિ" જ્યાં સુધી હું આ નિયમને - પ્રતિજ્ઞાને સેવું - પર્યાપાસના કરું – આરાધુ. (ત્યાં સુધી).
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ૦ નાવ - સુધી, જ્યાં સુધી. આ શબ્દ પરિણામ કે મર્યાદાને સૂચવે છે. તેનો સંબંધ નિયમ (વગેરે) શબ્દો સાથે છે. આવશ્યક વૃત્તિકાર આ શબ્દનો “અવધારણા અર્થ કરે છે. વિશેષાવશ્યક ભાષ્યમાં તેની સ્પષ્ટતા કરતા ભાષ્ય ૩૫૧૬ થી ૩પર૧ની. રચના થઈ છે. તે મુજબ નાવ શબ્દના પરિમાણ, મર્યાદા અને અવધારણ એવા ત્રણ અર્થો કરાયા છે. તે પ્રમાણે
– પરિમાણ :- જ્યાં સુધી નિયમનું પરિમાણ છે ત્યાં સુધી. – મર્યાદા :- જ્યાં સુધી નિયમની મર્યાદા છે તે મર્યાદા પર્યન્ત. - અવધારણ :- જ્યાં સુધી નિયમ વર્તતો હોય ત્યાં સુધી, પછી નહીં.
ત્રણે શબ્દો સમાનાર્થી કે પર્યાયવાચી લાગતા હોવા છતાં તે ત્રણેમાં વિપક્ષા ભેદ છે. પણ આટલો કાળ સાવદ્યયોગના સેવનનો ત્યાગ અને સામાયિકની આરાધના કરવાની છે તે નાવ શબ્દથી સૂચવે છે.
૦ નિયમ - નિયમને, લીધેલી પ્રતિજ્ઞાને
નિયમ' એટલે પ્રતિજ્ઞા, વ્રત, નિશ્ચય આદિ. આ સૂત્રના આરંભે સામાયિક કરવી, સાવદ્ય યોગનો ત્યાગ કરવો એ બંને પ્રતિજ્ઞારૂપે મૂકાયેલ વાક્યો છે. આ પ્રતિજ્ઞાનું પાલન ક્યાં સુધી કરવાનું, તે દર્શાવવા માટે નવા નિયમ શબ્દ મૂકેલ છે.
નાવ શબ્દ પછી નિયમ શબ્દનો વાસ્તવિક અર્થ સમજતા પહેલા કેટલીક સ્પષ્ટતા કરવી આવશ્યક છે - જેની વિશેષ ચર્ચા પછીથી કરી છે.
(૧) નાવ પછી નિયમ શબ્દ પ્રસ્તુત સૂત્રમાં જોવા મળે છે. (૨) નાવ પછી સાદૂ શબ્દ વપરાતો હોવાનું કથન યોગશાસ્ત્રાદિમાં છે. (૩) નાવ પછી પોસદ શબ્દનો પાઠ પૌષધ કરે ત્યારે બોલાય છે. (૪) નાવવા, સૂત્ર પાઠ સર્વ વિરતિ સામાયિકમાં બોલાય છે.
આ ચારે કથનનું વિવરણ કરતા પહેલાં નાનયમ પ્રથમ કથન વિશે વિચારીએ, કેમકે તે મિતે ના પ્રસ્તુત પાઠમાં આવે છે.
નવ નિયH શબ્દ કહ્યો, પણ આ નિયમ - પ્રતિજ્ઞા ક્યાં સુધીની ?
સમગ્ર “કરેમિભંતે' સૂત્રમાં ક્યાંય સમય કે કાળ મર્યાદા જણાવી નથી. પણ ધર્મસંગ્રહ, યોગશાસ્ત્ર, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પાWદેવની વૃત્તિ આદિમાં આ વિશે ખુલાસો મળે છે – ધર્મસંગ્રહમાં સમાવો મુહૂર્ત તત્ કહ્યું, યોગશાસ્ત્રમાં મુહૂર્ત સમતા થા તાં કહ્યું. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં વિરુક્ત મુહૂર્તઃ શબ્દો મૂક્યા. એ રીતે ગ્રંથાધારે એક મુહૂર્ત અર્થાત્ બે ઘડી એટલે કે ૪૮ મિનિટનો કાળ જણાવેલ છે.
નવ નિયમ શબ્દ થકી સમભાવની સાધના અને અશુભ પ્રવૃત્તિના ત્યાગ માટે ૪૮ મિનિટની કાળ મર્યાદા જાણવી.
યોગશાસ્ત્ર વિવરણમાં પણ જણાવે છે કે પરંપરાથી નવ પછી જે નિયમ શબ્દ મૂકાયો છે, વૃદ્ધ પરંપરાથી આ કાળ મુહૂર્ત પ્રમાણ અર્થાત્ ૪૮ મિનિટનો સમજાય છે. ઓછામાં ઓછા આટલા કાળ સુધી સાવદ્ય પ્રવૃત્તિનો હું ત્યાગ કરું છું. આ જ વાત શ્રી પાર્શ્વદેવે શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં થોડા જુદા શબ્દોમાં જણાવતા
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૫૫
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન કહ્યું કે, વ્રતનો અવસ્થાન કાળ જઘન્યથી મુહુર્ત પ્રમાણ જાણવો.
શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર - શ્રી રત્નશેખરસૂરિ તૂ ટીકામાં વિશેષ રૂપે સ્પષ્ટ કરતા કહ્યું છે કે, સામાયિક દંડકમાં (મિ ભંતે) માં નાવનિયમં પાઠથી બે ઘડીનો નિયમ નક્કી થતો નથી. પણ સામાન્ય પ્રકારે નિયમ છે. છતાં પણ વિવલાથી અને પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણ હોવાથી જઘન્યથી પણ સામાયિક બે ઘડી પ્રમાણ કહ્યું અને તે પ્રમાણે પ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે, નાવનિયમ... સમાહS વિક્ર જાવ નિયમ એ પ્રમાણે વચન છે તે જો કે સામાન્ય વચન હોવા છતાં યે જઘન્યથી અંતર્મુહુર્ત (બે ઘડી) સુધી નિયમમાં રહેવું અને સમાધિ હોય તો તેથી આગળ પણ સામાયિકમાં રહેવું
- ૪૮ મિનિટ વિશે એક તર્ક :- "ચિત્ત શુદ્ધિ” ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધારણ કરવાથી થાય છે, શુભ ધ્યાન કોઈ એક વિષય પરત્વે બે ઘડીથી વધુ ટકી શકે નહીં. માટે સામાયિકનો સમય ૪૮ મિનિટનો કહ્યો. ૪૮ મિનિટથી એક ક્ષણ વધારે થાય એટલે ધ્યાનની ધારા પલટાઈ જવાની. તેમાં કોઈ ફેરફાર નથી. સિવાય કે ઉત્કૃષ્ટ ભાવોલ્લાસથી બે ઘડીના પુરુષાર્થમાં કેવળજ્ઞાન પામે.
૦ હવે નાવ પછીના બીજા શબ્દોની વિચારણા કરીએ
નાવ સાહૂ (ઝુવાસ) જ્યાં સુધી સાધુની (પર્યાપાસના કરું) ત્યાં સુધી. યોગશાસ્ત્ર તથા ધર્મસંગ્રહમાં આ શબ્દનો પ્રયોગ થયો છે.
– અહીં સાધુની પર્યપાસના કરું ત્યાં સુધી, એમ કહેવાથી સામાયિકમાં સાધુની આજ્ઞા-પાલનરૂપ ઉપાસના કરવી એ એક મુખ્યતા કહેલી છે. બીજી કાળની મર્યાદા બતાવેલી છે. આ કાળમર્યાદા માટે હાલ નવ નિયમં બોલાય છે. નવ શબ્દને આશ્રીને અહીં ત્રણ અર્થ કહ્યા છે. (૧) પરિમાણ, (૨) મર્યાદા અને (૩) અવધારણા-નિશ્ચય
(૧) પરિમાણ અર્થ – પર્યપાસના કરું ત્યાં સુધી પાપપ્રવૃત્તિનો ત્યાગ
(૨) મર્યાદા અર્થ – સાધુની પર્યાપાસના શરૂ કરું તે પહેલા અર્થાત્ સામાયિક શરૂ કરું તે પહેલાંથી પાપ વ્યાપારનો ત્યાગ કરું છું.
(૩) અવધારણા અર્થ – સાધુની પર્યાપાસના કરું ત્યાં સુધીને માટે જ હું પાપવ્યાપારનો ત્યજુ છું, તે પછી નહીં એમ સમજવું.
૦ અહીં સામાયિક કરનાર શ્રાવક બે પ્રકારના કહ્યા છે – (૧) ઋદ્ધિવાળો - મહર્તિક કે ધનાઢ્ય (૨) દ્ધિ વગરનો કે સ્વલ્પ ધનવાળો.
જે દ્વિરહિત છે તે ચાર સ્થાનમાં સામાયિક કરે. (૧) જિનમંદિરમાં મંદિર બહાર સભામંડપમાં (આ વિધિ હાલ પ્રચલિત છે), (૨) સાધુ સમીપમાં, (જ્યાં સાધુ ઉતર્યા હોય તે વસતિમાં, (૩) પૌષધશાળામાં (ધર્મક્રિયા કરવાના સ્થાનમાં), (૪) પોતાના ઘેર અથવા જ્યાં વિસામો લેતો હોય કે વ્યાપાર વગરનો હોય ત્યાં.
જો સાધુ સમીપે જઈને સામાયિક કરે તો – તેમ કરનારને કોઈ વૈરી, શત્રુ આદિનો ભય, કોઈ સાથે વિવાદ-તકરાર, કે દેવાનો ભય વગેરે ન હોવું જોઈએ. કેમકે તેવી સ્થિતિવાળા શ્રાવકને સાધુ પાસે જતાં માર્ગમાં તે લેણદાર વગેરેથી ઉપદ્રવ, ફ્લેશ વગેરે થવાનો સંભવ રહે છે. તેથી જેને ઉપરોક્ત ઉપદ્રવાદિ થવાનાં કારણો ન
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
હોય તે પોતાના ઘેર પણ સામાયિક ગ્રહણ કરીને છર્યાસમિતિપૂર્વક માર્ગ શોધતો સાધુ પાસે જાય, રસ્તે ચાલતા અસત્યાદિ પાપવચન બોલે નહીં, માર્ગમાં કોઈ પ્રસંગે કાષ્ઠ કે માટી-પત્થર આદિની જરૂર પડે તો તેના માલિકને પૂછીને, ચક્ષુથી જોઈ - પ્રમાર્જન કરીને ગ્રહણ કરે, કફ-શ્લેષ્મ વગેરે શક્ય હોય ત્યાં સુધી માર્ગમાં જતાં ફેંકે નહીં, કદાચ તે ફેંકવું પડે તો શુદ્ધ-નિર્જીવ ભૂમિ જોઈને, તે ભૂમિ માલિકીવાળી હોય તો રજા લઈને અને કોઈ માલિક ન હોય તો ત્યાં ‘અનુનાગઢ નમ્મુ ાહો' કહીને જયણાપૂર્વક પરઠવે. એ રીતે ઈર્યા આદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આત્રિણ ગુપ્તિનું પાલન કરતો જ્યાં સાધુ હોય ત્યાં જઈને, તેઓને નમસ્કાર, વંદનાદિ કરીને સામાયિક ઉચ્ચરે.
ખાવ પોસદ (પજીવામિ) - કરેમિભંતે સૂત્રમાં આવો પણ એક પાઠ બોલાય છે. વર્તમાન કાળે ‘“પોસહ પચ્ચક્ખાણ'' સૂત્ર નામક સૂત્રમાં અહીં નાવ દિવસ કે ખાવગોરાં એવો પાઠ બોલાય છે. વર્તમાન પરંપરા એવી છે કે જો કોઈ માત્ર દિવસનો પૌષધ કરે તો મિ ભંતે માં નાવ વિસ શબ્દ બોલાય છે. જો કોઈ સમગ્ર દિવસ-રાત્રિનો પૌષધ ગ્રહણ કરે તો ત્યાં નિમતે દંડક ઉચ્ચરાવતા નાવઞોત્ત પાઠ બોલાય છે.
૨૫૬
અહીં ‘વિસ’ શબ્દ બોલાય ત્યારે દિવસના અંત પર્યંત સાવદ્ય યોગની નિવૃત્તિરૂપ પચ્ચક્ખાણની કાળમર્યાદા જણાવે છે. જો ‘હોરર્ત્ત’ શબ્દ બોલાય તો સમગ્ર દિવસરાત્રિ પર્યંત સાવદ્યયોગની નિવૃત્તિરૂપ પચ્ચક્ખાણની કાળમર્યાદા હોય છે, તેમ સમજવું. जावजीवाए જેઓ સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરે છે, તેઓ ‘જાવજીવાએ' શબ્દ બોલે છે. એટલે તેનું સામાયિક જીવનપર્યન્તનું બની જાય છે. જે ચારિત્ર ગ્રહણ કરતી વખતે એક વખત ઉચ્ચરવામાં આવે છે. તે પાંચ પ્રકારના ચારિત્ર (સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત)માંનો પહેલો ભેદ ‘સામાયિક ચારિત્ર' છે.
O
પન્નુવાસામિ - સેવું, સેવા કરું, પર્યાપાસના કરું.
પર્યુપાત્ શબ્દનો અર્થ ઉપાસના કરવી, સેવા કરવી એવો થાય છે. આ ક્રિયાપદનું પહેલા પુરુષ એકવચનનું રૂપ છે. તે ર્િ + ૩૫ + ઞસ્ નું બનેલું છે. જેમાં પર + ૩૫ અર્થાત્ વર્યુપ (પધ્રુવ) શબ્દ વિશેષતા કે વધારો બતાવવાના અર્થમાં છે અને સ્ ધાતુ બેસવાના અર્થમાં છે. તેથી વધુ વખત પાસે બેસી રહેવું, સેવા કરવી, ઉપાસના કરવી આદિ અર્થમાં આ શબ્દ વપરાયેલ છે.
-
(આ શબ્દ બાવનીવાણુ પ્રતિજ્ઞામાં વપરાતો નથી.) જાવ નિયમં પજુવાસામિ જ્યાં સુધી હું નિયમને ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાની પર્યુપાસના કરું ત્યાં સુધી હું સાવદ્ય યોગ - પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું પચ્ચક્ખાણ કરું છું (તથા સમભાવની સાધના કરું છું)
પણ હવે તે પાપ વ્યાપારનો ત્યાગ કઈ રીતે કરે ? તેના આકાર કે મર્યાદા
--
-
બતાવે છે
• દુવિહં તિવિહેણું :- બે પ્રકારે અને ત્રણ પ્રકારે (અહીં સર્વવિરતિ રૂપ સામાયિકમાં રેમિ ભંતે ઉચ્ચરનાર તિવિહં તિવિદેમાં
--
—
Page #258
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૫૭
અર્થાત્ “ત્રિવિધ-ત્રિવિધે’ શબ્દો બોલે છે.)
૦ વિટું - બે પ્રકારે. આ શબ્દનો સંબંધ પૂર્વેના “સાવજ્જં જોગ' સાથે અને પછીના “ન કરેમિ ન કારવેમિ' સાથે જોડવાનો છે.
– પચ્ચક્ખામિ શબ્દથી પહેલો પુરુષ એકવચન કર્તા દર્શાવ્યો અને વહેં શબ્દથી બે યોગને દ્વિતીયા વિભક્તિ-કર્મ રૂપે દેખાડેલ છે.
- અર્થસંકલના એ રીતે થાય છે કે સાવદ્યયોગનું સેવન હું કરું નહીં અને કરાવું નહીં અર્થાત્ સાવદ્યયોગ સ્વયં સેવીશ નહીં અને બીજા પાસે સેવરાવીશ નહીં.
- સાધુ-સર્વવિરતિધર અને ગૃહસ્થ-દેશવિરતિધર એ બંનેના સામાયિક મળે અહીં મહત્ત્વનો તફાવત છે. ગૃહસ્થ મિતે દ્વારા કરેલ પ્રતિજ્ઞામાં “દુવિરું બોલે છે કેમકે તેને કરું નહીં, કરાવું નહીં બે યોગ જ હોય છે. જ્યારે સાધુ અહીં તિવિહં શબ્દ બદલે છે કેમકે તેને કરું નહીં, કરાવું નહીં કરનારની અનુમોદના કરું નહીં એમ ત્રણ યોગ હોય છે. ગૃહસ્થને અનુમોદન રૂપ પાપ વ્યાપારનો ત્યાગ અશક્ય છે. તે પોતે પાપપ્રવૃત્તિ ન કરે, પણ તેના પુત્ર આદિ સ્વજન, નોકર આદિ પરિજન તો પાપકર્મ કરે જ છે, તેની અનુમોદનાનો ત્યાગ ગૃહસ્થને થતો નથી. તેથી વિટું કહ્યું
૦ તિવિM - ત્રણ પ્રકારે. આ પદનો સંબંધ ત્રણ સ્થાને જોડાય છે (૧) સાવજૂ૪ જોગ સાથે, (૨) ઠાણેણં વાયાએ કાએણે સાથે (૩) દુવિહં સાથે તે આ રીતે - પાપ્રવૃત્તિ હું મનથી, વચનથી, કાયાથી કરું નહીં અને કરાવું નહીં.
- મન, વચન અને કાયા એ ત્રણ કરણ (સાધન) છે. આ ત્રણ કે તેમાંના કોઈ એક કે બે કરણ દ્વારા જીવ પાપપ્રવૃત્તિ કરતો હોય છે. એ ત્રણ કરણ હોવાથી તિવિડ એ પદ તૃતીયા વિભક્તિ એકવચનમાં મૂકાયેલ છે.
૦ પચ્ચક્ખાણની કોટિ (ભેદ) –
– વિહં - બે યોગ અને તિવિહેણ ત્રણ કરણ છે. બે કે ત્રણ વડે ગુણવાથી છ કોટિ પચ્ચક્ખાણ થયું
– અહીં પણ ગૃહસ્થ અને સાધના પચ્ચક્ખાણની કોટિ (ભેદ) સંખ્યા જુદી છે. કેમકે સાધુને તિવિદ તિવિહેni' એ પ્રમાણે પચ્ચખાણ હોવાથી સાધુનું પચ્ચક્ખાણ, ત્રણને ત્રણ વડે ગુણતા નવોટિ પચ્ચક્ખાણ થશે.
૦ સૂત્રમાં ક્રમ ભેદનું કારણ શું?
પ્રશ્ન :- સૂત્રમાં સુવિર્દ શબ્દથી પાપના બે પ્રકારો કહીને તિવિ શબ્દથી ત્રણ કરણોનો નિર્દેશ કર્યો છે. હવે પછીના શબ્દો સૂત્રમાં “મણેણં વાયાએ કાએણે મૂક્યા છે અને પછી “ન કરેમિ ન કારવેમિ' મૂક્યું છે. ખરેખર વ્યાખ્યા કરવા માટે ન્યાય એમ કહે છે કે, વિર્દ શબ્દ પછી તેની વ્યાખ્યાના પદો જ આવે અને તિવિહેળ શબ્દ પછી તેની વ્યાખ્યાના જ પદો આવે એટલે કે સુવિહં પછી “ન કરેમિ ન કારવેમિ' આવે અને તિવિહેvi પછી મણે વાયાએ કાણ' આવે તેને બદલે સૂત્રમાં ક્રમ નિર્દેશ કેમ બદલ્યો છે ?
સમાધાન :- સાધનોની પ્રધાનતા બતાવવા માટે અને પાપ વ્યાપારની ગૌણતા 1 [17]
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
જણાવવા માટે ક્રમ ઉલટાવ્યો છે. કેમકે મન, વચન કે કાયારૂપ સાધનો હોય તો પાપપ્રવૃત્તિ થવાની છે અને જો સાધનો ન હોય તો પાપપ્રવૃત્તિ થઈ શકવાની નથી. અહીં પણ મન, વચન, કાયા દ્વારા ન વોરણ ન કરમ સમજવાનું છે. પાપ પ્રવૃત્તિનો આધાર આ ત્રણ સાધનો છે. આ સાધનોના યોગે જ પાપ પ્રવૃત્તિ થવાની છે માટે ક્રમ ઉલટાવ્યો છે.
૦ કરણથી પાપવ્યાપારનું લઘુદૃષ્ટાંત :
અભિચીકુમાર ઉદાયન રાજા અને પ્રભાવની દેવીનો પુત્ર હતો. જ્યારે ઉદાયન રાજાએ દીક્ષા લીધી, ત્યારે તેણે વિચારેલ કે જો હું મારા પુત્ર અભિચીને રાજ્ય સોંપીશ, તો તે રાજ્યમાં મૂર્ષિત થઈને ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરશે, તેથી રાજ્ય તેણે તેના ભાણેજ કેશીકુમારને સોંપ્યું અભિચીકુમારને મનમાં થયું કે હું રાજપુત્ર હતો, માતાપિતાને ઇષ્ટ હતો છતાં પણ રાજ્ય મને સોંપવાને બદલે મારા પિતાએ તેમના ભાણેજને સોંપ્યું અભિચી આવા પ્રકારના મહાનું અપ્રીતિરૂપ મનોમાનસિક દુઃખથી અભિભૂત થયો. તે રાજ્યમાંથી નીકળી બીજે ચાલ્યો ગયો.
ત્યારપછી અભિચી શ્રમણોપાસક થયો. જીવ-અજીવ આદિ તત્ત્વો જ્ઞાતા બની ગયો. પણ ઉદાયન રાજા પ્રતિ તેના મનમાં વૈરનો અનુબંધ ચાલુ જ રહ્યો. તેણે ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસકપર્યાય પાળ્યો. છેલ્લે અર્ધમાસિક સંલેખના પણ કરી, ત્રીશ. ભક્તનું છેદન કરીને અનશન પણ કર્યું. પણ મન વડે જે અશુભ પ્રવૃત્તિરૂપ ઉદાયન રાજા પ્રત્યેનો દ્વેષ હતો તેની આલોચના ન કરી, તો અસુરકુમારપણે દેવ થયો.
આ રીતે મનરૂપ કરણ વડે અશુભ પ્રવૃત્તિનો ત્યાગ --- તે શ્રાવક સાવદ્યયોગથી નિવૃત્ત ન થઈ શક્યો, શ્રાવકે સામાયિક દરમિયાન આવા મન, વચન, કાયાના કરણ વડે પાપ પ્રવૃત્તિ કરવી કે કરાવવી જોઈએ નહીં
૦ મણેણં વાયાએ કાએણે :- મન વડે, વચન વડે, કાયા વડે.
આ ત્રણે પદનો સંબંધ પૂર્વે જણાવ્યા મુજબ તિવિ શબ્દ સાથે છે. કેમકે – સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કર્યું. પણ સાવદ્ય યોગનું સેવન થાય કઈ રીતે ? તો કહ્યું ત્રણ કરણ વડે. કયા ત્રણ કરણ વડે થાય ? મન, વચન, કાયા વડે. એમ કહીને તિવિM પદનો અર્થ વિસ્તાર કર્યો
૦ મો - મન વડે. આ કરણ છે મને. તેનું તૃતીયા એકવચન થયું મUM. મન એટલે શું? આત્માથી ભિન્ન, દેહવ્યાપી અને પુદ્ગલનિર્મિત જે વસ્તુ વડે આત્મા મનન અથવા વિચાર કરી શકે છે તેને મન કહેવાય છે.
– મનન કરવું તે મન અથવા જેના વડે મનન થાય તે મન. આ મનના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ છે. દ્રવ્યમન એટલે તદ્યોગ્ય પુદ્ગલમય મન અને ભાવન તે મન્તા એટલે જીવ છે.
- મન એ આત્માથી ભિન્ન છે. તે માટે ભગવતીજી સૂત્રના ૧૩માં શતકના ઉદ્દેશક-૭માં પણ કહ્યું છે કે, હે ગૌતમ ! આત્મા એ મન નથી, મન અન્ય છે વળી મન એ દેહવ્યાપી છે, વિશેષાવશ્યક ભાષ્યકાર પણ તેની સાક્ષી આપતા કહે છે કે મન એ દેહવ્યાપી હોવાથી દેહની બહાર નથી.
Page #260
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૫૯
આ મન એ પુદ્ગલસ્કંધોની રચના છે. પુદ્દગલોનો જે સમૂહ અથવા રાશિ કે જેને વર્ગણા કહી છે. તેવા પુદ્ગલોમાંની અમુક વર્ગણાઓ વડે જ શરીર બને છે, અમુક વર્ગણા વડે જ વાણી બને છે અને અમુક વર્ગણાઓ વડે જ મન બને છે. તેમાં મનોવર્ગણાના પુદ્દગલોનો સમૂહ એકઠો કરવાથી ‘દ્રવ્ય મન' બને છે.
• આ મનને વ્યવહારમાં ચિત્ત, અંતઃકરણ કે સંકલ્પ-વિકલ્પ કરનારી ઇન્દ્રિય પણ કહેવામાં આવે છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર તથા આગમોમાં મનને ‘નોઇંદ્રિય' કહે છે. ૦ વાયાળુ - વચનથી, વાણી વડે, ભાષા થકી.
-
વચન તે વાણી, અથવા જે વડે બોલાય તે વાણી. વાર્ ક્રિયાપદનું તૃતીયા એકવચન વાઘા થાય છે. જેને પાકૃતમાં વાયાળુ કહેવાય છે.
–
• આત્મા જે પુદ્ગલની વર્ગણાઓ વડે બોલી શકે છે અથવા જે બોલાય છે, તે વચન, વાણી કે ભાષા કહેવાયા છે. તેના દ્રવ્ય અને ભાવથી બે ભેદો છે. (૧) દ્રવ્યવાણી ભાષા વર્ગણાઓમાંથી ગ્રહણ કરેલા પુદ્ગલો. (૨) ભાવવાણી ભાષાપણે પરિણામ પામેલાં પુગલો તે ભાવવાણી છે.
– આ વિષયમાં ભગવતીજી સૂત્ર-શતક-૧૩નો એક સંવાદ છે— રાજગૃહનગરમાં ભગવંત મહાવીર પ્રત્યે ગૌતમસ્વામી બોલ્યા કે– હે ભગવન્! ભાષા એ આત્મા સ્વરૂપ છે કે તેથી અન્ય છે ?
હે ગૌતમ ! ભાષા એ આત્મા નથી, તેથી અન્ય પુગલ સ્વરૂપ છે. હે ભગવન્ ! ભાષા રૂપી છે કે અરૂપી ?
હે ગૌતમ ! ભાષા પુદ્દગલમય હોવાથી રૂપી છે, અરૂપી નથી. હે ભગવન્ ! ભાષા સચિત્ત છે કે અચિત્ત ?
હે ગૌતમ ! ભાષા સચિત્ત નથી, પણ અચિત્ત છે.
—
હે ભગવન્ ! ભાષા જીવોને હોય છે કે અજીવોને હોય છે ?
હે ગૌતમ ! ભાષા જીવોને હોય છે, અજીવોને હોતી નથી.
હે ભગવન્ ! બોલાયા પૂર્વે ભાષા કહેવાય ? બોલાતી હોય ત્યારે ભાષા કહેવાય ? કે બોલાયા પછી ભાષા કહેવાય ?
હે ગૌતમ ! બોલાયા પહેલા પણ ભાષા ન કહેવાય, બોલાયા પછી પણ ભાષા ન કહેવાય. પણ બોલાતી હોય ત્યારે જ ભાષા કહેવાય.
હે ભગવન્ ! ભાષા કેટલા પ્રકારે કહી છે ?
હે ગૌતમ ! ચાર પ્રકારે. સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા (આ સંબંધે ‘પત્રવણા સૂત્ર' આગમમાં પદ-૧૧માં ઘણી માહિતી છે.) . વ્યાપણું - કાયાથી, શરીર વડે, દેહ થકી.
જીવના નિવાસથી, પુદ્ગલના અપચયથી વિશરણ સ્વભાવવાળુ હોવાથી અને મસ્તકાદિ અવયવોને સમ્યક્ પ્રકારે ધારણ કરતું હોવાથી તે ‘કાય' શરીર કહેવાય છે. તેના દ્રવ્ય કાય અને ભાવકાય એવા બે ભેદો છે. દ્રવ્યકાય એટલે - ઔદારિકાદિ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શરીરને યોગ્ય વર્ગણાગત પુદ્ગલો તે દ્રવ્યકાય છે કરીને મૂકેલા પુગલો તે દ્રવ્યકાય કહેવાય છે અને જે બદ્ધ હોય તે ભાવકાય કહેવાય છે.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
તથા - પ્રયોગ પરિણામ ગ્રહણ જીવ સાથે ઔદારિકાદિ શરીરપણે
‘પત્રવણા' નામક આગમસૂત્રના બારમાં પદમાં ‘શરીર’ અર્થાત્ કાયા વિશે ઘણી જ માહિતી છે. શરીર (કાયા)ના પાંચ ભેદે કહ્યા છે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્પણ.
-
- મન, વચન અને કાયારૂપ આ ત્રણ કરણ વડે સાવદ્ય યોગ અર્થાત પાપ કે અશુભ પ્રવૃત્તિનું સેવન થાય છે. તેનાથી નિવૃત્ત થવું તેને આ સૂત્રમાં વઘવામિ’ શબ્દથી જણાવેલ છે. આવું પચ્ચક્ખાણ ગૃહસ્થો બે પ્રકારે કરે છે અને સાધુઓ ત્રણ પ્રકારે કરે છે—
G
♦ ન કરેમિ ન કારવેમિ :- કરું નહીં, કરાવું નહીં.
– અહીં સાધુ દ્વારા થતા પચ્ચક્ખાણમાં તું પિ અન્ન ન સમબુનાળામ અન્ય કોઈ (સાવદ્ય યોગ સેવન) કરે તો તેને સારો જાણું નહીં એટલે વધારે પાઠ જાણવો કેમકે સાધુને તિવિદં પચ્ચક્ખાણ છે.
-
ગૃહસ્થને વ્રુવિન્હેં પચ્ચક્ખાણ હોવાથી - સ્વયં (સાવદ્યયોગનું સેવન) કરું નહીં, બીજા પાસે (સાવદ્ય યોગનું સેવન) કરાવું નહીં તે પ્રમાણે પચ્ચકખાણ હોય છે. ૦ યોગ અને કરણને આશ્રીને પચ્ચક્ખાણના ભેદ :
રેમિ ભંતે આદિથી પ્રતિજ્ઞા વ્યક્ત કરાઈ. ત્યારપછી નાનિયમ શબ્દોથી સામાયિકની કાળમર્યાદા પ્રગટ કરી. ત્યારપછી વિત્તું આદિ શબ્દોથી સાવદ્યયોગની નિવૃત્તિ માટેનું સ્વરૂપ પ્રગટ કર્યું. જે ગૃહસ્થને આશ્રીને છ-કોટિ પચ્ચક્ખાણ કહેવાય છે. તેના ગૃહસ્થને આશ્રીને અનેક ભેદ થાય છે.
છ-કોટિ ભેદ આ પ્રમાણે – (૧) મનથી સાવદ્ય યોગનું સેવન કરું નહીં, (૨) મનથી સાવદ્યયોગનું સેવન કરાવું નહીં, (3) વચનથી સાવદ્ય યોગનું સેવન કરું નહીં, (૪) વચનથી સાવદ્ય યોગનું સેવન કરાવું નહીં. (૫) કાયાથી સાવદ્યયોગનું સેવન કરું નહીં, (૬) કાયાથી સાવદ્યયોગનું સેવન કરાવું નહીં. એમ સામાન્યથી છ ભેદ કહ્યા. આ જ વાતને વિસ્તારથી સમજાવતા કહ્યું છે કે
(૧) મનથી કરું નહીં, (૨) વચનથી કરું નહીં, (૩) કાયાથી કરું નહીં, (૪) મનથી કરાવું નહીં, (૫) વચનથી કરાવું નહીં, (૬) કાયાથી કરાવું નહીં, (૭) મનથી કરું નહીં-કરાવું નહીં, (૮) વચનથી કરું નહીં - કરાવું નહીં, (૯) કાયાથી કરું નહીં-કરાવું નહીં. એ પ્રમાણે નવ ભેદ થયા.
(૧) મન અને વચનથી કરું નહીં. (૨) મન-વચનથી કરાવું નહીં. (૩) વચન અને કાયાથી કરું નહીં, (૪) વચન અને કાયાથી કરાવું નહીં, (૫) કાયા અને મનથી કરું નહીં, (૬) કાયા અને મનથી કરાવું નહીં, (૭) મન, વચન, કાયાથી કરું નહીં. (૮) મન, વચન, કાયાથી કરાવું નહીં.
(૧) મન-વચનથી કરું નહીં - કરાવું નહીં, (૨) વચન અને કાયાથી કરું
Page #262
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૬૧
નહીં-કરાવું નહીં. (૩) કાયા-મનથી કરું નહીં - કરાવું નહીં, (૪) મન, વચન, કાયા વડે કરું નહીં - કરાવું નહીં.
આ રીતે જે ૨૧ ભેદ થયા તે વર્તમાનકાળ સંબંધે, ભૂતકાળ સંબંધે અને ભવિષ્યકાળ સંબંધે એમ ત્રણ કાળથી ગણતા કુલ-૬૩ ભેદ થાય છે. એ રીતે ૬૩ પ્રકારે સાવદ્યયોગના સેવનથી નિવૃત્ત થાય.
(જો કે સાધુને આશ્રીને આ ભેદ ૧૪૭ થાય છે. કેમકે તેમને વિહં ને બદલે ‘તિવિહં પચ્ચકખાણ છે. તેથી ‘અનુમોદના'નો એક ભેદ વધતા તેનો મન, વચન, કાયા ઇત્યાદિથી પ્રકારો ગણતા ૧૪૭ ભેદ થઈ જશે.)
જેઓ પચ્ચકખાણના આ સર્વે ભેદોને સારી રીતે જાણે છે - સમજે છે તેઓ સામાયિકના પ્રત્યાખ્યાનમાં કુશળ છે, બાકીના સર્વે અકુશળ છે. સામાયિકની ભાવથી અને વિધિસહ આરાધના કરનાર આ સર્વે ભેદોની પરિપાલના કરવાપૂર્વક સામાયિક (સાવદ્યયોગ નિવૃત્તિ) કરવી જોઈએ
૦ લઘુ દૃષ્ટાંત :- ધનમિત્ર નામે એક રાજા હતો, જ્ઞાની મુનિના મુખે સામાયિક વ્રતની મહત્તા સાંભળી, સામાયિક કરવા ઉદ્યમવંત થયો. ત્યારપછી તે રાજા હંમેશા સામાયિકનું પચ્ચક્ખાણ – “કરેમિભંતે' ઉચ્ચરવાપૂર્વક સામાયિક કરવા લાગ્યો. તેણે દીર્ધકાળ પર્યન્ત આ સામાયિક વ્રતનું પાલન કર્યું અને પુષ્કળ કર્મ નિર્જરા કરી.
કોઈ દિવસે રાજા સામાયિક કરીને સંધ્યાકાળે પ્રતિક્રમણ કર્યા બાદ સભ્ય પ્રકારે શુભ ધ્યાનમાં રહેલ હતો. તે રાજાએ પૂર્વે કોઈ બ્રાહ્મણનું સર્વ ધન હરી લીધેલ. ખેદ ધરતો તે બ્રાહ્મણ તાપસ થઈ ગયો. મૃત્યુ પામીને મિથ્યાદૃષ્ટિ કુર વ્યંતર થયેલ. તેણે સામાયિકમાં રહેલા રાજાને જોયો. પૂર્વભવનું વૈર યાદ આવતાં રોષે ભરાયેલ તે દૂઝવ્યંતર વિચારવા લાગ્યો કે, આ રાજાને હું ધર્મથી ભ્રષ્ટ કરું, ગાઢ કષ્ટ આપું. આ પ્રમાણે વિચારી તે વ્યંતરે રાજાનાં ઉદર, મસ્તક, આંખો, મુખ, કાન અને બીજા પણ અંગ ઉપાંગોમાં અતિ પીડા ઉત્પન્ન કરી, તો પણ ધનમિત્ર રાજા સામાયિકમાં નિષ્પકંપ રહ્યો. તેને મહાનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
તે રાજા પોતાને જ ઉપદેશ આપતો કહેવા લાગ્યો કે, હે પાપીજીવ ! તેં પહેલાં બીજાને સંતાપકારી પાપ કર્યું છે. તો હવે આ વ્યંતરકૃત્ પીડામાંથી કઈ રીતે છૂટવાનો? માટે આ પીડાને તું સમ્યક્ પ્રકારે સહન કર. હવે જો મન, વચન કે કાયાથી તું લેશમાત્ર ચલિત થઈશ તો તને સામાયિકને વિશે અત્યંત દુઃખકારી એવા અતિચાર લાગશે.
ત્યારે તે વ્યંતરે અતિભયંકર રાક્ષસનું સ્વરૂપ વિકર્વી આકાશમાં ઊંચે જઈને મોટી વજશિલા ઉપાડી, રાજાને કહ્યું કે, હે મૂઢ ! સામાયિકને મૂકી દે, નહીં તો આ શિલાથી તારા મસ્તકનાં ટુકડે ટુકડા કરી નાંખીશ. તો પણ રાજા સામાયિક વ્રતથી ચલિત ન થયો. ત્યારે તે વ્યંતરે રાજાના મસ્તક ઉપર શિલા પછાડી. તેના ઘાતથી રાજાનું મસ્તક ફૂટી ગયું. પણ વ્યંતરની તેવી શક્તિથી રાજા મૃત્યુ ન પામ્યો. રાજા શુભધ્યાનથી અંશ માત્ર ચલિત ન થયો. ત્યાં જ કેવળજ્ઞાન પામ્યો. વ્યંતરે તુરંત ઉપશાંત થઈને રાજાનું મસ્તક પૂર્વવત્ કરી દીધું.
Page #263
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
આ રીતે પચ્ચક્ખાણના સર્વભેદો સહિત સામાયિક કરવું જોઈએ. ૦ પચ્ચક્ખાણનું સ્વરૂપ જાણ્યા પછી હવે, ત્રણ કાળની અપેક્ષાએ ત્રણ વિભાગોમાં તે પાપ વ્યાપારની વિચારણા કરાઈ છે.
૨૬૨
૦ તસ ભંતે ! પડિક્કમામિ નિંદામ ગરિહામિ –
૦ તસ્ય - તેનું, તે સાવદ્ય યોગનું, અહીં તસ્ય શબ્દનો જે પ્રયોગ કર્યો છે, તે શબ્દ ઉપર જણાવેલા ‘સાવદ્યયોગ’નો સંબંધ જણાવે છે.
તસ્ય શબ્દથી ભૂતકાલીન સાવદ્યયોગની અનુમતિનો નિષેધ કર્યો.
૦ ભંતે ! હે ભગવન્ ! આ શબ્દની વ્યાખ્યા રેમિ પછી આપતા મંતે ! શબ્દ વખતે કરાયેલ જ છે.
મંતે ! શબ્દનું ઉચ્ચારણ પહેલા થયું છે તો પછી ફરી કેમ કર્યું ?
- મંતે શબ્દનું પુનરુચ્ચારણ ગુરુ પ્રત્યેનો પોતાની ભક્તિનો અતિશય બતાવવા, અથવા તો પ્રત્યર્પણ એટલે કે સામાયિકરૂપ કાર્ય મેં આપની કૃપાથી કર્યું છે, તેનો યશ આપને ઘટે છે, વગેરે કૃતજ્ઞપણું જણાવવા માટે ગુરુને પુનઃ આમંત્રણ કરેલ છે. વિશેષાવશ્યક ભાષ્યની ગાથા ૩૫૭૧માં તે બાબતે જણાવે છે કે–
(અથવા) આ ‘ભંતે' શબ્દ સામાયિકના પ્રત્યર્પણનો પણ વાચક છે એમ સમજવું તેથી એમ કહેવામાં આવ્યું કે, “સર્વ ક્રિયાને અંતે પ્રત્યર્પણ કરવું જોઈએ. (પ્રત્યર્પણ (નિવેદન) એ વિનયરૂપ પ્રવૃત્તિ છે. જે કૃતજ્ઞતા પ્રગટ કરવા કરાય છે.) વળી આદિમાં મંતે શબ્દનું ઉચ્ચારણ સૂત્રના અંતપર્યન્ત તેની અનુવૃત્તિને માટે જ છે. અહીં મંતે ! શબ્દનું પુનઃ ઉચ્ચારણ તેના અનુસ્મરણ માટે જ છે અથવા સામાયિકની વિશુદ્ધિ માટે સામાયિકના અતિચારોની નિવર્તનાદિરૂપ પઽિમામિ આદિ માટે પણ મંતે શબ્દથી ગુરુની આજ્ઞા લેવામાં આવી છે.
૦ પશ્ચિમામિ - પ્રતિક્રમણ કરું છું, પાછો ફરું છું, નિવર્તુ છું.
આ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૫ ઇરિયાવહીમાં થઈ ગયેલ છે. અહીં મિનિ “ભૂતકાલીન સાવદ્યયોગથી હું નિવર્ત છું." એ પ્રમાણે અર્થ સમજવો. ૦ નિર્ઘામ - હું નિંદા કરું છું. મનથી તેને ખોટું માનું છું.
નિંદા શબ્દ નિત્ ક્રિયાપદ પરથી બનેલ છે. તેનો અર્થ આત્માની નિંદા કરવી, ઠપકો દેવો, વખોડવું, ખોટું ગણવું ઇત્યાદિ અર્થો જાણવા
સામાન્યથી નિંદા શબ્દ પશ્ચાત્તાપના અર્થમાં વપરાય છે. તેને માટે આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે, “પોતાના ચરિત્રનો પશ્ચાત્તાપ તે નિંદ.' અર્થાત્ જેઓ પોતાના કોઈ ખોટા કાર્ય કે ભૂલને અંતરથી ખોટું માની તેના માટે ખેદ કરે છે, ફરી તે ન કરવાની બુદ્ધિ ધારણ કરે છે, તે જ સાચી નિંદા કરે છે.
મારા આત્માની સાક્ષીએ (મેં સેવેલ સાવદ્ય યોગની-અશુભ
निंदा પ્રવૃત્તિઓની) નિંદા-જુગુપ્સા કરું છું.
શબ્દથી
-
-
૦ રિામિ - ગર્હા કરું છું, ગુરુ સાક્ષીએ નિંદા કરું છું.
ગર્હા શબ્દ દ્ - ‘નિંદા કરવી, વખોડવું' ક્રિયાપદ પરથી બનેલો છે. અહીં તે
Page #264
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૬૩
ગુરુ (કે અન્ય) સમક્ષ પોતાના દોષોની કબૂલાત કરવાના અર્થમાં વપરાયેલો છે. (આવશ્યક નિર્યુક્તિમાં તે માટે કહ્યું છે કે−) ‘ગર્હ સ્પષ્ટ રીતે નિંદાની જાતિની જ છે. પણ તેનો વ્યવહાર પોતાના દોષો બીજા સમક્ષ પ્રગટ કરવાના અર્થમાં થાય છે, અહીં ‘પર' શબ્દ થકી મુખ્યતાએ ‘ગુરુ સમક્ષ' એમ સમજવું.
-૦- આ રીતે ભૂતકાલીન પાપને અંગે (સાવદ્ય યોગ કે અશુભપ્રવૃત્તિના સેવનને અંગે) ‘પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ' શબ્દોનો પ્રયોગ થયેલ છે. તેની સાથેનું સંકડાયેલું મહત્ત્વનું પદ છે ‘અપ્પાણે વોસિરામિ’ ભૂતકાળમાં પાપ વ્યાપાર કરનારા તે મારા આત્માને (પાપી પર્યાયને) સર્વથા (વિશેષ પ્રકારે) તજુ છું.
૦ અપ્પાળ - (આત્માનમ્) - અતીતના સાવદ્યયોગકારી આત્માને
-
૦ વોસિરામિ - (વ્યુસૃજામિ) - વિ + ત્ + સૃન્ નું પહેલાં પુરુષ એકવચનનું રૂપ છે. વિ શબ્દ વિવિધ અર્થમાં કે વિશેષ અર્થમાં વપરાયેલ છે. ત્ શબ્દ અત્યંત અર્થમાં છે. સુમિ અર્થાત્ ત્યજુ છું એટલે કે અતીતકાલીન સાવદ્યયોગ (અશુભ પ્રવૃત્તિ) યુક્ત આત્માને હું વિવિધ પ્રકારે અથવા વિશેષ પ્રકારે અત્યંતપણે ત્યજુ છું. ૦ તસ ભંતે ! પછી જે શબ્દો મૂકાયા તેનાથી ગૃહીત પ્રાયશ્ચિત્તુ - અહીં અતીત સંબંધી સાવદ્યયોગના પ્રાયશ્ચિત્તનો સંક્ષેપથી સંગ્રહ કરવા માટે પશ્ચિમામિ આદિ શબ્દો મૂકાયા છે. પ્રાયશ્ચિત્તના આલોચના આદિ ભેદો છે, જે સૂત્ર૬ ‘તસ્સ ઉત્તરી૦'માં જણાવી દીધેલા છે. અહીં પડિક્કમામિ, નિંદામ અને ગર્દામિ શબ્દના ગ્રહણથી આલોચના અને પ્રતિક્રમણ ઉભય પ્રાયશ્ચિત્તનું ગ્રહણ કર્યું છે અને ‘વ્યુત્કૃજામિ' શબ્દથી ‘વિવેકથી છેદ' પર્યન્તના ચાર પ્રાયશ્ચિત્તનું ગ્રહણ કર્યું છે. બાકીના મૂળ-આદિ ત્રણ પ્રાયશ્ચિત્ત ચારિત્રથી ઉત્તીર્ણ જીવોને હોય છે. તેથી અહીં સંભવતા નથી. કેમકે અહીં સામાયિકમાં ચારિત્રપ્રતિપત્ર જીવોનો અધિકાર છે. ૦ આત્માને વોસિરાવું છું કહ્યું – તે કયો આત્મા જાણવો
જેને માટે વ્યુતૃમિ શબ્દ વપરાયો તે અલ્પાળું નો અર્થ કષાય પરિણત આત્મા એવો ગ્રહણ કરાય છે. કેમકે ભગવતીજી સૂત્ર-૫૬૦માં આત્માના આઠ પ્રકારો છે— (૧) દ્રવ્યાત્મા :- ત્રણે કાળવર્તી એવો આત્મા ‘દ્રવ્યાત્મા' કહેવાય છે. આવો આત્મા સર્વે જીવોનો હોય છે.
(૨) કષાયાત્મા :- ક્રોધ આદિ કષાયયુક્ત આત્માને કષાયાત્મા કહેવાય છે. તે સકષાયી જીવોને હોય છે - પણ ઉપશાંતકષાય અને ક્ષીણકષાયને હોતો નથી.
(૩) યોગાત્મા :- મન, વચન, કાયાના યોગવાળો - વ્યાપારવાળો આત્મા યોગાત્મા કહેવાય છે. તે સિદ્ધના જીવોને હોતો નથી.
(૪) ઉપયોગાત્મા :- ઉપયોગવાળો આત્મા તે ઉપયોગાત્મા કહેવાય છે. તે સિદ્ધ અને સંસારી બધા જીવોને હોય છે.
(૫) જ્ઞાનાત્મા :- સભ્યજ્ઞાનરૂપ સ્પષ્ટ બોધવાળો આત્મા ‘જ્ઞાનાત્મા' કહેવાય છે. તે સર્વ સમ્યક્ દૃષ્ટિ જીવોને હોય છે.
(૬) દર્શનાત્મા :- સામાન્ય અવબોધરૂપ દર્શનવાળો આત્મા ‘દર્શનાત્મા’ કહેવાય
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૬૪
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ છે. તે સર્વ જીવોને હોય છે.
(૭) ચારિત્રાત્મા :- હિંસાદિ દોષની નિવૃત્તિરૂપ ચારિત્રવાળો આત્મા તે ચારિત્રાત્મા કહેવાય છે. તે વિરતિવાળાને હોય છે.
(૮) વીર્યાત્મા :- વીર્યવાળો આત્મા “વીર્યાત્મા' કહેવાય છે. તે કરણવીર્યવાળા સંસારી જીવોને હોય છે. કરણવીર્ય એટલે ક્રિયા કરતું વીર્ય તેમાં સત્તારૂપ કે લબ્ધિરૂપ વીર્યનો સમાવેશ થતો નથી.
આ રીતે ભગવતીજી સૂત્રમાં આત્માને આઠ પ્રકારે વિવક્ષિત કર્યો છે. તેમાંથી પપ્પાઇi વસિમ શબ્દોની વિચારણા કરતી વખતે “કષાયાત્માનો ત્યાગ કરવાનો છે. કારણ કે તે સંસારવૃદ્ધિના કારણરૂપ છે. આધ્યાત્મિક પ્રગતિમાં બાધક છે. સામાન્ય ભાષામાં કહીએ તો આત્માની જે સ્થિતિમાં કષાયો ઉદ્દભવે છે, તે સ્થિતિ સાવદ્યયોગવાળી છે તેથી ત્યાજ્ય છે.
૦ ૩ષાળું વોસિરામિ – પદોની વિચારણા સૂત્ર-૭ અન્નત્થામાં પણ કરાયેલ છે. તે ત્યાંથી ખાસ જોવી.
-૦- આ રીતે અતીત કાળમાં સાવદ્ય યોગમાં પ્રવર્તનાર આત્માને વોસિરાવ્યો અર્થાત્ ત્યાગ કર્યો. ત્યારે પ્રશ્ન એ થાય કે – આરંભમાં રેમિ ભંતે આદિ પદોથી પ્રતિજ્ઞા કરી, પછી સાવદ્ય યોગનું સ્વરૂપ વિચાર્યું પછી ચાર પદો પડઘમ આદિ દ્વારા ભૂતકાળના સાવદ્યયોગ અર્થાત્ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો, તો વર્તમાન અને ભાવિકાળ સંબંધી સાવદ્ય યોગનું શું ?
આ પ્રશ્નનું સમાધાન આવશ્યક નિર્યુક્તિ-૧૦૪૬માં આપેલ છે. તે આ પ્રમાણે - જ્યારે સાફાં મિ. એમ બોલે છે, ત્યારે વર્તમાન સંબંધી સાવદ્ય યોગનો ત્યાગ થાય છે. જ્યારે વિશ્વામિ શબ્દનું ઉચ્ચારણ કરે છે, ત્યારે અનાગત-ભવિષ્યકાલીન સાવદ્ય યોગનો ત્યાગ થાય છે અને પરિશ્રમ આદિ શબ્દોથી અતીત-ભૂતકાળ સંબંધી સાવદ્ય યોગનો ત્યાગ થાય છે.
આ રીતે મદ્ય નિમિ, પડ્ડપ્પન સંવનિ, ૩ULYN પ્રસ્થામિ એ ત્રણે પદો નિંદા, સંવર, પ્રત્યાખ્યાન થકી સાર્થક થાય છે.
૦ વરમ – ક્રિયા દ્રવ્યથી કે ભાવથી ?
સામાયિક કરવો બેઠેલો શ્રાવક સાવદ્યયોગનો ત્રણે કાળને આશ્રીને ત્યાગ કરે છે. પણ આ વોસિરમ - ત્યાગ કરવાની ક્રિયા દ્રવ્યથી પણ હોય છે અને ભાવથી પણ હોય છે. જેમકે સામાયિક દરમિયાન બાહ્ય સ્વરૂપે તેણે વચનથી અને કાયાથી તો સાવદ્ય યોગ છોડેલો જ હોય તેથી તેને વ્યુત્સર્ગ તો કહેવાય. પણ દ્રવ્ય વ્યુત્સર્ગનો શાસ્ત્રીય અર્થ બે રીતે કર્યો છે. (૧) ગણ, ઉપધિ, શરીર, અન્ન-પાનાદિનો ત્યાગ તે દ્રવ્ય વ્યુત્સર્ગ ત્યાગ છે. (૨) આર્તધ્યાન આદિ પૂર્વકનો કાયોત્સર્ગ પણ દ્રવ્યત્યાગ જ કહ્યો છે. જ્યારે ભાવ વ્યુત્સર્ગ-ત્યાગ પણ બે પ્રકારે છે – (૧) અજ્ઞાન આદિનો જે પરિત્યાગ તે અથવા (૨) ધર્મ-શુક્લ ધ્યાનથી યુક્ત હોવું તે.
આ બંને વિષયમાં નિર્યુક્તિકાર પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આપે છે -
Page #266
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૬૫ ક્ષિતિપ્રતિક્તિ નગરે પ્રસન્નચંદ્ર રાજા હતો ત્યાં ભગવંત મહાવીર સમોસર્યા તે રાજા ધર્મ સાંભળીને સંવેગ જન્મતા પ્રવ્રજિત થયો. દીક્ષા લીધા પછી કાળક્રમે ગીતાર્થ થયા કોઈ વખતે જિનકલ્પ સ્વીકારવાની ઇચ્છાથી સમ્યક્ ભાવના પૂર્વક પોતાના આત્માને ભાવિત કરી રહ્યા હતા. તે કાળે રાજગૃહી નગરના શમશાનમાં પ્રતિમા સ્વીકારી રહેલા ભગવંત મહાવીર પણ ત્યાં સમોસર્યા લોકો વંદનાર્થે નીકળ્યા. તે વખતે બે વણિકો ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી ત્યાં આવેલા. એકે પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈને તેમની પ્રશંસા કરી - સ્તુતિ કરી, બીજા વણિકે નિંદા કરતા કહ્યું કે, આમની શું પ્રશંસા કરે ? તેનો પુત્ર રાજ્ય સંભાળવા અસમર્થ છે અને નિફ્ટના સામેતાદિથી પરાભવ પામવાનો છે.
આ સાંભળીને પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં કોપ ઉત્પન્ન થયો. તે માનસ સંગ્રામથી રોદ્ર ધ્યાનમાં પ્રવૃત્ત થયા(મનથી સાવદ્ય યોગનું સેવન ચાલુ થયું. મનોમન લડાઈ લડી રહ્યા હતા. તેમના બધાં જ શસ્ત્ર આદિ ખલાસ થઈ ગયા મસ્તક પરનો મુગટ ફેંકીને પ્રહાર કરવા વિચાર્યું પણ મસ્તકે હાથ જતાં ત્યાં તો લોચ કરાયેલ કેશવિહિન મસ્તક જોયું તુરંત જ ધ્યાનની ધારા પલટાણી પરિણામો વિશુદ્ધ થવા લાગ્યા. આત્માની નિંદા કરતા સમાધિ પ્રાપ્ત થઈ. પુનઃ શુક્લધ્યાનમાં લીન બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું દેવોએ વાંદુભિનો નાદ કર્યો અને પ્રસન્નચંદ્ર રાજર્ષિનો કેવલજ્ઞાન મહિમા કર્યો
આ રીતે દ્રવ્ય અને ભાવ બંને વ્યુત્સર્ગ-ત્યાગમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિના દૃષ્ટાંતને નોંધ્યું છે. ફર્ક એટલો કે દ્રવ્ય ત્યાગની સ્થિતિ તેમને સાતમી નરક આપનાર હતી. ભાવ ત્યાગથી તેઓ કેવળજ્ઞાની બની ગયા, માટે વશિમિ ની ક્રિયા ભાવપૂર્વક જ થવી જોઈએ.
૦ કરેમિ ભંતે. સૂત્ર થકી બધી જ વિવેચના જાણ્યા પછી પ્રશ્ન એ થાય છે કે – તેનું સમગ્ર સ્વરૂપ નકારત્મક છે. તેમાં શું ન કરવું? તેની વિશદ્ સમજ છે. જેમકે સાવદ્ય યોગનું સેવન ન કરવું. તો કરવું શું ?
– પ્રશ્ન બરાબર છે. ઘણાંને આવો સંશય રહે છે કે, સાવદ્ય યોગ ન સેવવો તે બરાબર પણ સામાયિક દરમ્યાન કરવાનું શું ?
આ પ્રશ્નના ત્રણ ઉત્તરો આપી શકાય. (૧) હું સામાયિક કરું છું – “સમભાવની સાધના કરવી.' તે પ્રતિજ્ઞા છે. (૨) સાવદ્ય યોગનું સેવન ન કરો, પણ નિરવદ્ય યોગનું સેવન કરો. (૩) સ્વાધ્યાયમાં લીન બનો. આ ત્રણેને સ્પષ્ટ કરીએ તો
(૧) રેમિ ફામાાં થી સૂત્રનો આરંભ થયો છે. તે હકારાત્મક વાક્ય જ છે. આ સંકલ્પ અનુસાર સામાયિક કરવી અર્થાત્ વિષમભાવનો ત્યાગ કરી “સમભાવ'માં આવવા પ્રયત્ન કરવો.
(૨) સાવદ્ય અર્થાત્ પાપ પ્રવૃત્તિ છોડીને શુભ પ્રવૃત્તિ કરવી. બીજા શબ્દોમાં કહીએ તો અપ્રશસ્ત પ્રવૃત્તિ છોડીને પ્રશસ્ત પ્રવૃત્તિ કરવી.
-૦- મનની પ્રશસ્ત પ્રવૃત્તિના કેટલાક સૂચનો - અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિવ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, બોધિદુર્લભ
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૬૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ધર્મસ્વાખ્યાત એ બાર ભાવનાઓ ભાવવી. તદુપરાંત મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ભાવવી.
- ક્રોધનો ત્યાગ કરી ક્ષમાભાવ રાખવો, માનનો ત્યાગ કરી નમ્રતાને ધારણ કરવી, માયાનો ત્યાગ કરી સરળતા કેળવવી, લોભનો ત્યાગ કરીને સંતોષને સેવવો. એ રીતે સમભાવની પ્રાપ્તિમાં ઘાતક ચારે કષાયોને દૂર કરી ક્ષમા આદિ ભાવો ધારણ કરી મનને અપ્રશસ્ત ભાવોમાં જતા રોકવું
– સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયોને તેના-તેના વિષયોમાં ભટકવા ન દેવી. પણ તેને પ્રશસ્ત ધ્યાનમાં રોકી રાખવી. અથવા તો ઇન્દ્રિયો જે-જે પરિણામ પામી રાગ કે દ્વેષને વશ થતી હોય તે પરિણામોને વિશુદ્ધ ધ્યાન દ્વારા દૂર કરવા. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો શુભ ધ્યાન - ધર્મધ્યાનમાં રહેવું
-૦- વચનની શુભ પ્રવૃત્તિ :- શ્રુતજ્ઞાન અર્થાત્ દ્વાદશાંગ જેના માટે વર્તમાનકાળે પ્રાપ્ત આગમ શાસ્ત્ર અનુસાર અથવા તો તેનાથી અવિરુદ્ધ વર્તતું વચન જ બોલવું તે
– ચાર પ્રકારની ભાષા કહી છે – (૧) સત્ય, (૨) મૃષા, (૩) સત્યમૃષા અને (૪) અસત્યાગૃષા. આ ચાર ભાષામાંથી સત્ય ભાષા બોલવી અને અસત્યામૃષા અર્થાત્ આમંત્રણી, સંબોધની કે વ્યવહાર ભાષા બોલવી. પણ દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૭ની ગાથા-૨માં જણાવ્યા મુજબ સત્ય અને અસત્યામૃષા ભાષા પણ વિનયપૂર્વક જ બોલવી જોઈએ. જે અંગેની ચર્ચા સૂત્ર-૨ પંચિંદિયમાં ભાષાસમિતિના વિવેચનમાં છે.
– વચનની ગુપ્તિ કે ભાષા ન બોલવારૂપ મૌન ધારી શકાય તો તે ઇચ્છવા યોગ્ય જ છે. બોલવું જ પડે તો સમ્યક્ ઉપયોગપૂર્વક બોલવું
– વચનથી સૂત્રોનું ઉચ્ચારણ, નવા સૂત્રો કંઠસ્થ કરવા કે કંઠસ્થ કરેલા સૂત્રોની આવૃત્તિ કરવી ઇત્યાદિ.
-૦- કાયાની શુભ પ્રવૃત્તિ – કાયોત્સર્ગ આદિ ક્રિયા કરવી. વંદનાદિ કરવા, પુસ્તકાદિ વાંચન માટે હાથનો ઉપયોગ કરવો. છેવટે જપ કરવો. ૦૦૦ (આ તો સામાન્ય સૂચનો માત્ર છે. શુભ પ્રવૃત્તિમાં હોવું તે મુખ્ય ધ્યેય છે.)
(૩) સ્વાધ્યાયમાં લીન રહેવું :
સામાયિક લેવાની વિધિ યાદ કરો. તેમાં છેલ્લે આદેશ માંગવામાં આવે છે કે, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? તે આદેશ પૂર્ણ થયા બાદ સામાયિક ક્રિયા કે સાધનામાં સ્થિર થવાનું હોય છે.
આ આજ્ઞાને અક્ષરશઃ વિચારશો તો સામાયિક દરમિયાન સ્વાધ્યાય કરવો તેનું સૂચન મળી જ જાય છે.
૦ આ રીતે સ્વાધ્યાય કે ધ્યાન કે કાયોત્સર્ગ આદિ કરે, નહીં તો છેવટે માળા ગણે, જાપ કરે, વિશિષ્ટ આરાધના અર્થે ખમાસમણાદિ ક્રિયા કરે, ધાર્મિક પુસ્તકનું વાંચન કરે. જો ગુરુનો યોગ હોય તો વ્યાખ્યાન શ્રવણ કરે સંક્ષેપમાં કહીએ તો ધર્મધ્યાન કે શુભ ધ્યાનમાં રહે. મન, વચન, કાયા ત્રણેથી નિરવદ્ય-પાપરહિત પ્રવૃત્તિ કે શુભ પ્રવૃત્તિનું સેવન કરે.
Page #268
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૬૭
૦ સાવદ્યયોગનું સેવન ન કરવા દ્વારા પાંચે વ્રતોની સાધના કઈ રીતે ? કરેમિ ભંતે સૂત્ર પ્રતિજ્ઞા સામાયિક વ્રતમાં, પૌષધમાં અને સર્વવિરતિ સ્વીકારમાં ઉચ્ચરવાની (સ્વીકારવાની) હોય છે. આ સામાયિક વ્રતનો સ્વીકાર કરતા સર્વ સાવદ્યયોગથી નિવૃત્ત થવાની સાથે આપોઆપ પાંચ વ્રતોનો પણ સ્વીકાર થાય છે. તે આ પ્રમાણે
(૧) પહેલા વ્રતમાં સર્વ પ્રાણાતિપાત-હિંસાથી અટકવાનું છે. (૨) બીજા વ્રતમાં સર્વ મૃષાવાદ - અસત્યથી અટકવાનું છે. (૩) ત્રીજા વ્રતમાં સર્વ અદત્તાદાન ચોરીથી અટકવાનું છે. (૪) ચોથા વ્રતમાં સર્વ મૈથુન-અબ્રહ્મના આચરણથી અટકવાનું છે. (૫) પાંચમાં વ્રતમાં સર્વ પરિગ્રહથી અટકવાનું છે.
-
પણ આ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ કે પરિગ્રહનું સેવન થાય ક્યારે ? જો મન, વચન કે કાયાથી સાવદ્યયોગનું સેવન કરે તો કેમકે હિંસા આદિ પાંચે પાપ પ્રવૃત્તિઓ છે. આ પાપ કે અશુભ પ્રવૃત્તિ કેવળ મન, વચન કે કાયાના સાવદ્યયોગથી જ થાય છે. નિરવદ્ય-યોગમાં રહેલો, પ્રશસ્ત પ્રવૃત્તિનો આરાધક કે શુભ (આસ્રવ) પ્રવૃત્તિમાં લીન આત્મા કદાપી હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહરૂપ પાપ કરી જ શકતો નથી. તેથી કહ્યું કે સર્વથા સાવદ્યયોગથી નિવૃત્ત આત્મા પાંચે મહાવતની સાધના કરે છે.
૦ સારાંશ :- આટલા વિસ્તૃત વિવેચન પછી સારાંશ રૂપે એટલું જ કહેવાનું કે, ‘સામાયિકનો સ્વીકાર' એ પ્રતિજ્ઞા છે. તે સામાયિક માટે સાવદ્યયોગથી નિવૃત્ત થવું જરૂરી છે. આ સાવદ્યયોગની નિવૃત્તિ મન, વચન અને કાયાથી સાવદ્ય પ્રવૃત્તિ ન કરીને, ન કરાવીને થાય છે. આ પ્રવૃત્તિ ભૂતકાળમાં થઈ હોય તો તેનો પ્રતિક્રમણ, નિંદા, ગર્હા અને ત્યાગ કરાય છે.
= વિશેષ કથન :- કરેમિભંતે સૂત્રનો અર્થ અને વિવેચન જોયા પછી પણ સામાયિકનું મહત્ત્વ કે તેનું ફળ, તેના પર ઉપલબ્ધ સાહિત્ય, ઇત્યાદિ વિવિધ માહિતી બાકી રહે છે, જેની નોંધ અહીં વિશેષ કથનમાં છે—
૦ સામાયિક કોને હોય ? આ પ્રશ્નનો પ્રત્યુત્તર આવશ્યક નિર્યુક્તિ-૭૯૭, ૭૯૮માં અને વિશેષાવશ્યક ભાષ્યમાં-૨૬૭૯, ૨૬૮૦માં ભાષ્યમાં છે.
“જેનો સમભાવવાળો આત્મા સંયમ, નિયમ અને તપમાં સારી રીતે રહેલો હોય તેને સામાયિક થાય, એમ કેવલિ ભગવંતનું કથન છે.''
“ત્રસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે રાગ-દ્વેષ રહિત ચિત્તવૃત્તિથી વર્તે છે, તેને સામાયિક થાય છે એમ કેવલિ ભગવંત કહે છે.'' સામાયિકનું મહત્ત્વ તથા ફળ :
d
સપાપ પ્રવૃત્તિનો ત્યાગ અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્ર ગુણની વિશુદ્ધિ થાય છે.
સમભાવથી વાસિત આત્મા મોક્ષને પામે છે, તેમાં કોઈ સંદેહ નથી.
-
– હે ભગવન્ ! સામાયિકથી જીવને શો લાભ થાય ? હે ગૌતમ ! સામાયિકથી
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સાવદ્ય યોગની વિરતિ થાય... (પરંપરા એ મોક્ષ પ્રાપ્ત થાય)
- બે ઘડી સમભાવે સામાયિક કરતો શ્રાવક ૯૨ કરોડ, પ૯ લાખ, ૨૫ હજાર, ૯૨૫ પૂર્ણાક એક તૃતીયાંશમાં આઠ નવમાંશ ઉમેરો તેટલા પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બાંધે છે.
– જે કોઈ મોક્ષે ગયા છે, જાય છે કે મોક્ષે જશે તે સર્વે સામાયિકના પ્રભાવથી જ સિદ્ધિપદને પામ્યા છે તેમ જાણવું.
– એક મનુષ્ય રોજ લાખ ખાંડી સુવર્ણનું દાન કરે અને બીજો માણસ રોજ સામાયિક કરે તો પણ દાન દેનારો (મનુષ્ય) સામાયિક કરનારને પહોંચે નહીં
– કરોડો જન્મો સુધી તીવ્ર તપ તપનારો આત્મા જેટલા કર્મો ખપાવી ન શકે તેટલા કર્મો સમભાવથી ભાવિત ચિત્તવાળો આત્મા અર્ધક્ષણમાં ખપાવી શકે છે. (આ છે સામાયિકનું સાચું મહત્ત્વ અને લક્ષ્યાંક)
– તીર્થંકરપણાની જો કોઈ જડ હોય તો તે છે સામાયિક પરત્વે પ્રીતિ. તે સિવાય કોઈ તીર્થંકર થઈ જ ન શકે.
– બે ઘડીનું સામાયિક આચરતા શ્રાવકને દ્રવ્યાદિકના વ્યય વિના પણ ખરેખર કેટલું મોટું પુણ્ય થાય છે.
– કોઈ પુરુષ કરોડ જન્મો સુધી તીવ્ર તપસ્યા કરવા વડે જેટલા કર્મોને હણી ન શકે તેટલા કર્મોને સમતામય સામાયિકનું આલંબન કરનાર પુરુષ અર્ધક્ષણમાં હણી શકે છે.
– સો રૂર્વ સવિયો હોવું – સામાયિકમાં રહેલો શ્રાવક સાધુ સમાન થાય છે (માટે વારંવાર સામાયિક કરવું જોઈએ)
– અહો ! આ કોઈ અમૂલ્ય ખરીદી છે, કે જેમાં હોમ, તપ કે દાન, કાંઈ જ કરવું પડતું જ નથી, માત્ર સમભાવ (સામાયિક)થી જ મોક્ષ મેળવી શકાય છે.
(સામાયિકનું ઉક્ત મહત્ત્વ સંબોધ પ્રકરણ, ઉપદેશ પ્રાસાદ, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ, આવશ્યક નિર્યુક્તિ આદિમાંથી ઉદ્ભૂત કરેલ છે.)
– સામાયિકમાં રહેલાને કર્મોની મહાનિર્જરા થાય છે. તેમ કહીને યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં બ્લોક-૮૩માં દૃષ્ટાંત આપેલ છે કે
ગૃહસ્થ હોવા છતાં પણ સ્થિર મનવાળા સામાયિક કરનાર ચંદ્રાવતંસક રાજા માફક પૂર્વનાં એકઠાં કરેલાં કર્મનો ક્ષય કરે છે.”
સાકેતનગર નામે નગર હતું. ત્યાં ચંદ્રાવતંસ નામનો રાજા હતો. તે ચાર કઠોર તીર્ણ શિક્ષાવ્રતોને ધારણ કરતો હતો. મહા મહિનાની કોઈ રાત્રિના પોતાના વાસભવનમાં તેણે એવો સંકલ્પ કર્યો કે, જ્યાં સુધી દીવો સળગતો રહે ત્યાં સુધી હું સામાયિકમાં રહીશ. આ પ્રમાણે પોતાના સંકલ્પ મુજબ સામાયિક લઈ કાયોત્સર્ગ કરવા લાગ્યા.
આ તરફ શય્યાપાલિકાએ વિચાર્યું કે સ્વામીને અંધારૂં ન થાઓ. એમ સમજીને રાત્રિના પ્રથમ પ્રહરે દીવામાં તેલ રેડ્યું. એ પ્રમાણે બીજા પ્રહરમાં પણ સ્વામીની ભક્તિથી જાગતી રહી દાસીએ ફરીથી તેલ પૂર્યું. તેવી જ રીતે રાત્રિના ત્રીજા પ્રહરે પણ સ્વામીના અભિગ્રહનો ખ્યાલ ન હોવાથી દીપકના પાત્રમાં તેલ પૂર્યા કર્યું રાત્રિ
Page #270
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂત્ર-વિશેષ કથન
૨૬૯
પૂર્ણ થઈ, સવાર પડી ત્યારે શ્રમથી થયેલી વ્યથાથી પરેશાન રાજા દીપકની માફક ઓલવાઈ ગયો અર્થાત્ મૃત્યુ પામ્યો. સ્વર્ગે ગયો.
જેમ સામાયિક વ્રત પ્રાપ્ત કરી કર્મને વિનાશ પમાડી ચંદ્રાવતંસક રાજા સ્વર્ગે ગયા. તેવી રીતે ગૃહસ્થ પણ જો સામાયિક વ્રતને અંગીકાર કરે તો તત્કાલ કર્મસમૂહનો ક્ષય કરી સદ્ગતિને મેળવે છે.
૦ સામાયિક પર ઉપલબ્ધ વિવેચન સાહિત્ય –
આવશ્યક સૂત્ર નામક ચાલીશમાં આગમસૂત્રનું આ સૂત્ર-૨ છે. તેના પર આવશ્યક નિર્યુક્તિ, આવશ્ય, ચૂર્ણિ, ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક સૂત્રની હારિભદ્રીય વૃત્તિ, આવશ્યક સૂત્રની મલયગીરી વૃત્તિ, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણ, ધર્મસંગ્રહ, સંબોધપ્રકરણ, તત્ત્વાર્થાધિગમ સૂત્ર ટીકા, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ, આચાર દિનકર, ધર્મબિંદુ, પંચાશક આદિ અનેક શાસ્ત્રો તથા ગ્રંથોમાં સામાયિક સૂત્ર પર વિવેચન મળે છે. તેમજ તેના કેટલાંક શબ્દો કે પદો ઉપર પણ ભગવતીજી, પત્રવણા, દસવેયાલિય આદિ અનેક આગમોમાં વિશિષ્ટ માહિતી ઉપલબ્ધ છે.
૦ સામાયિકનો ઉલ્લેખ વિવિધ સ્વરૂપે
(૧) આવશ્યક રૂપે – છ આવશ્યકોમાં પહેલું આવશ્યક ‘સામાયિક' છે. ત્યારપછી ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચક્ખાણ એ પાંચ આવશ્યકો આવે છે.
(૨) એક ચારિત્રરૂપે ચારિત્ર પાંચ પ્રકારે છે (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપનીય, (૩) પરિહાર વિશુદ્ધિ, (૪) સૂક્ષ્મ સંપરાય, (૫) યથાખ્યાત ચારિત્ર. આ પાંચ ચારિત્રો મુજબ સામાયિક એક ચારિત્ર છે.
(૩) સામાયિક-શ્રાવકોનું એક વ્રત :- શ્રાવકોના બાર વ્રત કહ્યા છે, તેમાંથી નવમું વ્રત સામાયિક છે. ‘આરંભના કાર્યો છોડી જે સામાયિક કરાય છે તેને વ્યવહારથી નવમું વ્રત કહ્યું છે અને જ્ઞાનાદિ મૂળ સત્તા ધર્મ વડે સર્વજીવાને સમાન જાણી સમભાવ રાખવો તે નિશ્ચયથી નવમું વ્રત એટલે કે સામાયિક વ્રત કહ્યું છે.
(૪) સામાયિક-શિક્ષાવ્રત કે શિક્ષાપદ :- શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુના અધ્યાય-૩ના સૂત્ર-૧૮માં જણાવ્યા મુજબ - સામાયિક, દેશાવકાસિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાપદો છે. ‘શિક્ષાપદ’'નો અર્થ સાધુ ધર્મનો અભ્યાસ થાય છે. આ રીતે સામાયિક એક શિક્ષાપદ છે. જ્યારે વંદિત્તુસૂત્ર તથા ગ્રંથ આદિમાં ચાર શિક્ષાવ્રતોનો ઉલ્લેખ છે. જેમાંનું એક શિક્ષાવ્રત તે આ સામાયિક (શિક્ષાપદ) જાણવું. (૫) સામાયિક એક પડિમા – શ્રાવકોની અગીયાર પડિમાઓનું કથન સમવાય નામક ચોથા આગમ સૂત્રમાં અગીયારમાં સમવાયમાં છે. તે મુજબ સામાયિક એ શ્રાવકોની ત્રીજી પડિમા છે.
-
-
(૬) વિરતિ પ્રતિજ્ઞારૂપે – ‘કરેમિ-સામાઇયં' શબ્દોથી સ્વીકારાતી પ્રતિજ્ઞા શબ્દોથી થોડી-થોડી ભિન્ન છે. પણ તેમાં વિરતિનો સ્વીકાર બે સ્વરૂપે થાય છે. (૧) સર્વ વિરતિ પ્રતિજ્ઞારૂપે, (૨) દેશવિરતિ પ્રતિજ્ઞારૂપે.
Page #271
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
તીર્થંકર પરમાત્માથી સામાન્ય સાધુ-સાધ્વી પર્યંત બધાં જ જ્યારે સર્વ વિરતિ અંગીકાર કરે ત્યારે તેની પ્રતિજ્ઞામાં સામાયિકદંડક ઉચ્ચરે છે.
૨૭૦
જેઓ સર્વથા સાવદ્ય યોગનો પરિત્યાગ કરી શકતા નથી, તેઓ સર્વ વિરતિને બદલે દેશવિરતિ ધર્મ અંગીકાર કરે છે. આ દેશવિરતિ ધર પણ સામાયિકને વ્રતરૂપે ગ્રહણ કરે છે. (તદુપરાંત જો સામાયિકના સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક ભેદો સ્વીકારીએ તો અવિરતિ સમ્યક્દૃષ્ટિ પણ સામાયિકને ધારણ કરે છે.
(૭) પ્રતિક્રમણમાં સ્થાન :- પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ સ્થાપના માટે ‘‘સવ્વસ્તવિ’' સૂત્ર બોલાયા બાદ ‘કરેમિ ભંતે’ સૂત્રનું ઉચ્ચારણ થાય છે, જે સામાયિક આવશ્યકરૂપે બોલાય છે, તે સિવાય વંદિત્તુ સૂત્ર પૂર્વે તથા તે પછી કરાતા કાયોત્સર્ગ પૂર્વે ‘કરેમિભંતે' સૂત્ર બોલાય છે, જે પ્રતિજ્ઞાના પૂર્વ સ્મરણ રૂપે બોલાય છે. = સૂત્ર-નોંધ :
સૂત્ર મૂળ સ્વરૂપે તો આવશ્યક સૂત્ર (આગમ)નું બીજું સૂત્ર છે. પણ તેમાંના સવ્વ, તું પિ અન્ન ન સમણુનામિ એ બંને શબ્દો પ્રસ્તુત પાઠમાં નથી. તુવિદું ને બદલે તિવિટ્ટુ અને નિયમ ને બદલે ખાવઝીવાણુ શબ્દ છે. જ્યારે પ્રસ્તુત પાઠમાં આવતો પન્નુવાન શબ્દ મૂળ પાઠમાં નથી.
-
આ સૂત્રનું આધાર સ્થાન પ્રતિક્રમણ ચૂર્ણિ જણાય છે.
.
આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
આ સૂત્રમાં ગુરુ વર્ણ-૭, લઘુવર્ણ-૬૯ અને સર્વવર્ણ-૭૬ છે.
-
-
આ મહાન્ સૂત્રનું બહુમાન જાળવવા તેનો ઉચ્ચાર ગુરુમહારાજ કે વડિલો પાસે કરાવીને સામાયિક પ્રતિજ્ઞા સ્વીકારાય છે.
ઉચ્ચારણની દૃષ્ટિએ જોડાક્ષર અને અનુસ્વાર એ બે પ્રકારની ભૂલો વિશે તો પ્રત્યેક સૂત્રો જેવી જ સૂચના અહીં પણ સમજવાની છે. વિશેષમાં ‘સામાઇયં’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર થતો ઓછો જોવા મળે છે. તો આવી ઉચ્ચાર ભૂલો ન થાય તે જોવું.
-
-X-X
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૭૧
સામાઇય-વયજુરો સૂત્ર
સૂત્ર-૧૦ ન સામાઇય-વયજુરો સૂત્ર
(સામાયિક પારવાનું સૂત્ર )
(૨)
સૂત્ર-વિષય :- આ સૂત્રથી સામાયિક પરાય છે. આ સૂત્ર જણાવે છે કે, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોનો નાશ કરે છે. તેમજ શ્રાવક સાધુના જેવો થાય છે. માટે વારંવાર સામાયિક કરવી. સૂત્રને અંતે ગુજરાતી પાઠ દ્વારા સામાયિકમાં લાગતા બત્રીશ દોષ કહ્યા છે.
સૂત્ર-મૂળ :સામાઇયવય-જુનો, જાવ મણે હોઈ નિયમ-સંજુરો; છિન્નઇ અસુહં કમ્મ, સામાઇય જરિયા વારા
(૧) સામાઇઅંમિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવઇ જષ્ઠા; એએણ કારણેણં, બહુસો સામાઇએ કુજા
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્ક, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિકડું.
દશ મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીશ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
સૂત્ર-અર્થ :
સામાયિક વ્રતધારી જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી અને તેટલી વાર તે અશુભ કર્મનો નાશ કરે છે. -૧
(વળી) સામાયિક જ કરતો (કર્યો છ0) શ્રાવક સાધુ જેવો થાય છે. એ કારણથી વારંવાર સામાયિક કરવું જોઈએ. -૨
આ સામાયિક મેં વિધિપૂર્વક ગ્રહણ કર્યું અને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે. આ બંને ક્રિયામાં જો કોઈપણ અવિધિ કે ભૂલ થઈ ગઈ હોય તો તે સંબંધી મારું તે સર્વ પ્રકારનું પાપ નિષ્ફળ થાઓ.
વળી આ સામાયિકની સાધના દરમિયાન મનના દશ, વચનના દશ અને કાયાના બાર એમ કુલ બત્રીશ દોષોમાંથી જો કોઈ દોષનું સેવન થઈ ગયું હોય તો તે સંબંધી પાપ મન, વચન, કાયા દ્વારા સર્વ પ્રકારે મિથ્યા થાઓ.
શબ્દ-જ્ઞાન :સામાડય - સામાયિક
વયજુરો - વ્રત સહિત, વ્રતયુક્ત જાવ - જ્યાં સુધી
મણે હોઈ - મન હોય
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
છિન્નઇ
–
છેદે છે, નાશ કરે છે જત્તિયાવારા - જેટલી વાર ઉ - જ, (વળી) સમણો ઈવ - સાધુ જેવો જમ્હા - જેથી, જે કારણથી બહુસો - વારંવાર, બહુવાર સવિદુ કુજ્જા - કરવું જોઈએ સર્વ પ્રકારે મિચ્છા મિ દુક્કડં - મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ નિષ્ફળ થાઓ.
॥ વિવેચન :- આ સામાયિક પારણ સૂત્ર કે સામાયિક પારવાનું સૂત્ર વ્યવહારમાં તેના આદ્ય શબ્દો ‘સામાઇય વયજુત્તો' નામે પ્રસિદ્ધ છે. અહીં જે સૂત્રપાઠ આપ્યો છે તે વર્તમાન કાળે વ્યવહારમાં પરંપરાથી પ્રસિદ્ધ પાઠ છે, તેનું જ વિવેચન કરવાનું છે. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકામાં જો કે સામાયિક પારણસૂત્રના અનુસંધાને કરાયેલ નોંધોમાં ‘વિધિપ્રપા’, ‘ષડાવશ્યક બાલાવબોધ-૧', ‘આચાર દિનકર', ષડાવશ્યક વિવરણ, ષડાવશ્યક બાલાવબોધ-૨, પ્રતિક્રમણ સૂત્ર-હસ્તપ્રત (સંવત-૧૬૭૮), પ્રતિક્રમણ વિધિ આદિ પ્રતોમાંથી ઘણી-ઘણી નોંધો લીધેલી છે. જેમાં આ ‘સામાયિક પારણ' સૂત્ર જે જુદી જુદી રીતે અને વિવિધ ગાથાઓમાં રજૂ થયેલ છે તેની સંપૂર્ણ નોંધ કરેલી છે. જિજ્ઞાસુઓ માટે ઘણી સારી માહિતી પૂરી પાડતી સંદર્ભ નોંધ છે. પણ અહીં અમે તો પ્રચલિત પાઠને જ સ્વીકારીને વિવેચન કરી રહ્યા છીએ. ૦ પાઠભેદ :- પહેલી ગાથામાં જ્યાં છિન્નરૂ' શબ્દ છે. ત્યાં જેનો આધાર સ્થાનરૂપે પ્રબોધટીકા કર્તા નિર્દેશ કરે છે તે ‘આચાર દિનકર' અને ષડાવશ્યક વિવરણમાં ત્યાં ‘છિંવર્' શબ્દ છે.
બીજી ગાથામાં ‘સામામિ' એવો નિર્દેશ છે. જે ગાથા આવશ્યક નિર્યુક્તિ૮૦૧ રૂપે જોવા મળે છે અને વિશેષાવશ્યક ભાષ્યમાં પણ તે ૨૬૯૦માં ભાષ્યરૂપે મૂકાયેલ છે, ત્યાં ‘સામામિ' જોવા મળે છે.
૨૭૨
નિયમ સંજુત્તો - નિયમથી યુક્ત અસુરૂં કર્માં - અશુભ કર્મોને સામાઇઅંમિ - સામાયિકમાં કએ - કરતી વખતે, કરતાં સાવઓ હોઈ - શ્રાવક થાય છે એએણં કારણેણં - એ કારણથી
..
ગુજરાતી પાઠ જૂની ગુજરાતીરૂપે આચાર દિનકર અને ષડાવશ્યક બાલાવબોધમાં હોવાનો ઉલ્લેખ કરે છે, તેનો પાઠભેદ નિર્દેશ કરતા નથી કેમકે તે વર્તમાનકાળે બોલાતી ગુજરાતી મુજબ પરિવર્તન પામેલ છે.
• સામાઇયવય-જુત્તો – સામાયિક વ્રતથી યુક્ત
-
૦ સામાફ્ક - શબ્દનું વિસ્તૃત વિવેચન સૂત્ર-૯ ‘કરેમિભંતે’માં જોવું.
૦ વય - વ્રત વિરમવું તે વ્રત. સામાન્યથી વ્રત શબ્દનો અર્થ વિરમવું-અટકવું, ત્યાગ, પ્રત્યાખ્યાન કે નિવૃત્તિ થાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રના અધ્યાય-૭ સૂત્ર-૧માં વિરતિવ્રતમ્ એમ કરીને વ્રતની વ્યાખ્યા આપી છે. તેથી વિરત થવું કે વિરામ પામવો તેને વ્રત કહેલું છે.
– ઉત્તરાધ્યયન સૂત્રમાં વ્રત નો અર્થ ‘અવદ્યહેતુનો ત્યાગ' એમ કર્યો છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં વ્રત નો અર્થ ‘નિયમ’ કર્યો છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
સામાઇય-વયજુત્તો સૂત્ર-વિવેચન
૨૭૩
– આ બંને અર્થમાં સામાયિક એક વ્રત છે તેવું પ્રતીત થાય છે. કેમકે મિ સામાફિયં શબ્દથી નિયમ સૂચવે છે અને સંવિä ની પદધ્વનિ' શબ્દથી અવદ્ય હેતુનો ત્યાગ સૂચવે છે. માટે સામાયિક વ્રત છે. વળી શ્રાવકોના બાર વ્રતોમાં નવમું વ્રત ગણેલ જ છે. ચાર શિક્ષાવ્રતોમાં પણ તેને પહેલું શિક્ષાવ્રત કહ્યું જ છે. માટે “સામાયિક વ્રત’ શબ્દ વપરાયો છે.
૦ નુત્તો - યુક્ત સામાયિકવ્રતથી યુક્ત-સહિત.
– સામાયિકવ્રતને વિધિ અનુસાર ગ્રહણ કરીને તેનું યથાયોગ્ય રીતે આરાધન કરનાર સામાયિકવ્રતથી યુક્ત કહેવાય છે.
• જાવ મણે હોઇ નિયમ-સંજુરો – જ્યાં સુધી મનમાં નિયમથી યુક્ત હોય.
૦ નવિ - જ્યાં સુધી આ શબ્દ સામાયિકના ફળની પ્રાપ્તિ કે જે છિન્નડું જુદું બ્બે શબ્દોથી વ્યક્ત કરી છે, તેની કાળ મર્યાદા બતાવવા માટે છે અર્થાત્ સામાયિક વ્રતથી યુક્ત જીવ અશુભ કર્મોનું છેદન કરે છે તેમ કહ્યું. પણ ક્યાં સુધી (કેટલા કાળ સુધી) છેદન કરે ? “મનમાં નિયમથી જોડાયેલો હોય ત્યાં સુધી.” ૦ - મનમાં
૦ હો - હોય છે. ૦ નિયમ-સંકુત્તો :- નિયમથી યુક્ત, નિયમથી જોડાયેલો, નિયમધારી સામાયિક એ વ્રત છે, વળી તેમાં પ્રત્યાખ્યાનનો સમાવેશ પણ છે. અણુવ્રતોની પુષ્ટિને માટે તે યોજાયેલ છે. પણ પૂર્વે જોયા મુજબ વ્રતનો એક અર્થ ‘નિયમ' પણ કરેલો જ છે. વળી નવનિયમ શબ્દથી સામાયિક ગ્રહણ સૂત્ર હરેમિ ભંતે માં પણ તેના નિયમપણાનો ઉલ્લેખ છે, કેમકે સાવદ્યયોગને અમુક કાળ પર્યન્ત છોડવાની પ્રતિજ્ઞા એ એક જાતનો નિયમ જ કહેવાય. તેથી “સામાયિકનો સ્વીકાર' અને “સાવદ્ય યોગનો ત્યાગ” બંને પ્રકારના નિયમોથી યુક્ત હોવાથી તેને નિયમ-સંકુત’ કહ્યું.
૦ ‘નવ મળે દોડુ નિયમ-સંગુત્તો “આખા પદનો રહસ્યાર્થ જોઈએ
– સામાયિક પ્રતિજ્ઞા સૂત્રમાં “મણેણં - વાયાએ – કાણું મૂક્યું હતું. આ સૂત્રમાં “મિચ્છામિદુક્કડં' આપતી વખતે પણ “મન, વચન, કાયાએ કરી’ એવા શબ્દો મૂક્યા. ત્યારે નાવ મને એમ કહી નિયમ યુક્તતા માટે ફક્ત ‘મન’નો જ ઉલ્લેખ કેમ હશે ? તેવો પ્રશ્ન થઈ શકે–
સામાયિક, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ, ધ્યાન, વંદન આદિ ક્રિયા કરતો વ્યક્તિ મહદ્અંશે કાયા દ્વારા આ ક્રિયા બરાબર કરતો જોવા મળે જ છે. વચન દ્વારા પણ. તે સૂત્રોનું ઉચ્ચારણ કે જપ આદિ કરે ત્યારે પ્રશસ્ત વચનયોગ હોય જ છે અથવા તે મૌનપણે ક્રિયા કરતો હોય છે. પણ મનનું જોડાણ આ વચન અને કાર્ય યોગ સાથે રહેવું અતિ મહત્ત્વનું છે. કેમકે મનનું ક્ષેત્ર અતિ વિશાળ અને અપરિમિત છે. અધ્યવસાયોમાં આવતા પરિવર્તનોની ઝડપ વાયુ કરતા પણ વેગવંતી બની જતી હોય છે. જે વિષયમાં ‘પ્રસન્નચંદ્ર' રાજર્ષિનું દૃષ્ટાંત તો પ્રસિદ્ધ છે જ.
૦ લઘુ દૃષ્ટાંત :- કોઈ કોંકણક વણિકે દીક્ષા લીધી. તે વૃદ્ધ હતો. ઘેર પુત્રો, પત્ની આદિને છોડીને દીક્ષા ગ્રહણ કરેલી. કોઈ વખતે તે ‘ઇરિયાવહી' (ક્રિયા) કરતા
Page #275
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
હતા. તે વખતે વરસાદી વાયુને વહેતો જાણ્યો. ત્યારે તેનું મન આ ક્રિયાથી દૂર સુધી પહોંચી ગયું. (વચન અને કાયાથી તો ઇર્યાપથ પ્રતિક્રમણ જ ચાલતું હતું) તેને થયું કે મારા પુત્રો શું કરતા હશે ? તેઓ તો પ્રમાદી છે. તેમને પોતા કે પારકા વિશે કોઈ બુદ્ધિ નથી. હવે જો તેઓ ખેતર ખેડશે નહીં, તો કંઈ પાકશે નહીં, પછી પોતે શું ખાશે? બીજાને શું ખવડાવશે ? બાપડા દુઃખી થઈ જશે.
એ પ્રમાણે ઇર્યાપથ પ્રતિક્રમણ દરમ્યાન ચિંતવના કરી, ગુરુ ભગવંતે પૂછ્યું કે, તમને ઇર્યાપથ પ્રતિક્રમણ કરતાં આટલો સમય કેમ ગયો ? તે કોંકણકમુનિ ભદ્રિક પરિણામી હતા. સરળભાવે કહી દીધું કે હું જીવધ્યા ચિંતવતો હતો. ગુરુ ભગવંતે પુનઃ પૂછ્યું કે, તમે શું ચિંતવ્યું ? ત્યારે તે સ્થવીર મુનિએ જેમ હતું તે બધું નિવેદન કરી દીધું અહીં તે મુનિના વચન અને કાય યોગમાં તો ભાવ વિશુદ્ધિ હતી. પણ મન અપ્રશસ્ત ધ્યાનમાં ચાલી ગયેલું. કેમકે મનનો યોગ્ય નિગ્રહ ન થાય તો તે વિવિધ ભાવોમાં ભમ્યા કરે છે.
૨૭૪
આવા કારણથી જ કહેવાયું છે કે, મનુષ્યને માટે મન જ (કર્મ) બંધ કે (કર્મથી) મોક્ષનું કારણ છે.
સામાયિક કરનારો આત્મા કાળને આશ્રીને ૪૮ મિનિટ નિયમથી બદ્ધ હોય છે. તેથી કરીને કાયયોગથી સામાયિકમાં જ હોય છે. કદાચ વચનથી પણ સ્વાધ્યાય, જપ આદિમાં વ્યસ્ત હોઈ શકે છે. પણ તેનું મન સામાયિક સાથે સાતત્ય જાળવતું ન પણ હોય. તેથી ‘મન’ની ચંચળતાને પ્રધાન ગણી અહીં કહ્યું કે, “નાવ મળે હો નિયમ સંનુત્તો' જ્યાં સુધી તે મનથી (મનથી પણ) નિયમથી યુક્ત હોય અર્થાત્ વચન-કાયા તો સામાયિકના નિયમમાં હોય જ, પરંતુ ‘મન’ પણ સામાયિકના નિયમથી યુક્ત હોય, સાવદ્યયોગ નિવૃત્તિના નિયમથી યુક્ત હોય— (ત્યાં સુધી)
સારાંશ એ કે મન અપ્રશસ્ત ભાવોમાં ભટકે નહીં, પણ પ્રશસ્ત અથવા વિશુદ્ધ ભાવોમાં જ જોડાયેલ હોય (ત્યાં સુધી) - ‘તે અશુભ કર્મોનો નાશ કરે છે.' કર્મનાશરૂપ ફળને બતાવતા કહે છે–
• छिन्नइ असुहं कम्मं
અશુભ કર્મોને છેદે છે નાશ કરે છે.
૦ છિન્નરૂ - છેદે છે, કાપે છે, નાશ કરે છે. ર્િ નામક ક્રિયાપદનો અર્થ છેદવું, ભેદવું, નાશ કરવો ઇત્યાદિ થાય છે. તેના ત્રીજા પુરુષ એકવચનનું આ રૂપ છે. ૦ અક્ષુદ્રં માં - અશુભ કર્મો, પાપ કર્મો. આ શબ્દનું વિવેચન સૂત્ર-૬ ‘તસ્સ ઉત્તરી'ના વિવેચનમાં ‘પાવાળું મ્માળ’ શબ્દોમાં થયું જ છે. તો પણ તેની કિંચિત્ વિચારણા અહીં કરીએ–
કષાય કે રાગદ્વેષની ચિકાશ વડે પુદ્ગલોની જે વર્ગણાઓ આત્મા વડે ગ્રહણ થાય તે જ્યારે આત્મપ્રદેશો સાથે જોડાય ત્યારે તે ‘કર્મ' રૂપે ઓળખાય છે. તેના શુભ અને અશુભ એવા બે ભેદ પડે છે. અશુભ કર્મને પાપ કહે છે અને શુભકર્મને પુન્ય કહે છે.
જો કે તત્ત્વથી સર્વે કર્મો અશુભ જ છે કેમકે “આત્મા એ જ સામાયિક
-
Page #276
--------------------------------------------------------------------------
________________
સામાઇય-વયજુનો સૂત્ર-વિવેચન
૨૭૫ છે.” તે વ્યાખ્યા મુજબ આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવામાં તે અંતરાયભૂત છે. પણ વ્યવહારમાં પાપ આસવને અશુભ કર્મ કહે છે. આવા કર્મો સામાયિકની સાધના દરમિયાન નષ્ટ થાય છે અર્થાત્ નિર્જરા પામે છે. જેમના સર્વ કર્મ નિર્જરા પામે તે સામાયિકના પ્રભાવે મોક્ષ પ્રાપ્ત કરે છે. અથવા દેશથી (થોડા-થોડા) કર્મોની નિર્જરા પણ સામાયિક થકી થાય છે. તે દર્શાવવા “છિન્નડું મધુરં ગં' પદ મૂક્યું છે. પણ ક્યારે? પૂર્વ પદ મૂક્યું - જ્યાં સુધી તેનું મન (સામાયિકના) નિયમથી યુક્ત હોય અને હવે પછીનું પદ મુક્યું – “સામાફિય નત્તિયાવારી'
• સામાઇલ જરિયા વારા – જેટલી વાર સામાયિક (કરે તેટલી વાર). ૦ સામાફિય - શબ્દ પૂર્વે સૂત્ર-૯ કરેમિભંતેમાં કહેવાઈ ગયો છે. ૦ નરિયા - જેટલી
૦ વારા - વાર, વખત -૦- પદ સંબંધ :- આ ગાથા બે ભાગમાં વહેંચાયેલ છે –
૧. જ્યાં સુધી મનમાં નિયમવાળો હોય ત્યાં સુધી સામાયિક વ્રતથી યુક્ત કહેવાય છે અને -૨- જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોને છેદે છે. પણ સંકલિત અર્થ વધુ યોગ્ય છે તે આ પ્રમાણે – સામાયિક વ્રતધારી જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે ત્યાં સુધી અને તેટલી વાર અશુભ કર્મોનો નાશ કરે છે.
• સામાઈઅંમિ ઉ કએ – અવળી) સામાયિક જ કરતાં
૦ સામäિમિ – સામાયિકમાં. આ પદનો સંબંધ વU સાથે છે. તેથી સામફિન એવો સપ્તમીનો પ્રયોગ કર્યો છે. સમગ્ર પદનો અર્થ કરતી વખતે માત્ર સામાયિક એવો જ ઉલ્લેખ થશે. “સામાયિકમાં' એમ અર્થ નહીં થાય.
૦ ૩ - વળી, જ. વ્યવહારમાં હાલ ૩ શબ્દ ‘વળી’ એવા અર્થમાં નોંધતા પ્રતિક્રમણ સૂત્રાર્થમાં “વળી સામાયિક કરતી વખતે એમ કરીને ૩ નો વળી' અર્થ કરે છે. પરંતુ સાવર સૂત્ર નિ%િ-૮૦૧ની હરિભદ્રસૂરિજી કૃત્ વૃત્તિમાં ૩ નો અર્થ જીવ એમ જ'કારનો નિર્દેશ કરે છે. તેમજ મલયગીરીજી કૃત્ વૃત્તિમાં તો સ્પષ્ટ જ કહ્યું છે કે, ૩ શબ્દ પવાર અર્થમાં જ વપરાયેલો છે. તેથી ૩ નો અર્થ “જ" વડે જ દર્શાવવો જોઈએ. એટલે કે સામાયિક જ (કરતી વખતે) એમ સમજવું
૦ - કર્યો છd, કરતી વખતે, કરવાથી.
અહીં ! શબ્દની વ્યાખ્યા કરતી વખતે હરિભદ્રસૂરિજી અને મલયગીરીજી બંને વૃત્તિ-કારે તે સતિ અર્થાત્ “કર્યો છતે' એવો અર્થ કરેલ છે. જો કે વિશેષાવશ્યક ભાષ્ય-ભાષાંતરમાં ‘કરતી વખતે' એમ અર્થ કર્યો છે. તેથી સમગ્ર પદનો અર્થ ‘સામાયિક જ કરતી વખતે એમ કરેલ છે.
• સમણો ઇવ સાવઓ હોઈ જષ્ઠા – જે કારણથી શ્રાવક સાધુ જેવો થાય
૦ સમો - શ્રમણ, સમણ, સાધુ (સમ શબ્દનું વિવેચન સૂત્ર-૩ ‘વદન સૂત્રમાં થઈ ગયેલ છે.)
૦ રૂ - જેવો. સરીખો. આ પદ સાદય કે ઉપમા દર્શાવનારું અવ્યયપદ છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૭૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
જે શ્રાવકની સાધુ સાથેની સાશ્યતા બતાવવા માટે અહીં વપરાયું છે.
૦ સાવ - શ્રાવક, વિશેષાવશ્યક ભાષ્યકાર તેનો ગૃહસ્થ’ અર્થ પણ દર્શાવે છે. જો કે “શ્રાવક' અર્થ પ્રસિદ્ધ જ છે. પણ શ્રાવક એટલે શું ?
– અહીં તો સામાયિક વ્રતધારી તે શ્રાવક એટલો જ અર્થ અભિપ્રેત છે. – પણ શ્રાવક શબ્દનો અર્થ વિસ્તારથી કરીએ તો– શ્રુ - ક્રિયાપદનો અર્થ છે “સાંભળવું' જે સાંભળે તે શ્રાવક. – સ્થાનાંગ સૂત્ર વૃત્તિમાં કહ્યું કે, “જે જિનવચનને સાંભળે તે શ્રાવક.”
– અથવા - જે સાધુ સમીપે જઈને સાધુ સામાચારી અર્થાત્ સાધુ જીવનને લગતા આચારોનું શ્રવણ કરે તે શ્રાવક.
– પંચાશક ગ્રંથમાં હરિભદ્રસૂરિજી જણાવે છે કે, “પરલોકના હિતની બુદ્ધિથી જે ઉપયોગપૂર્વક જિનવચનને સાંભળે, તેવો અતિ તીવ્ર કર્મથી મુક્ત થયેલો એવો શ્રાવક કહેવાય.
– શ્રાદ્ધવિધિમાં રત્નશેખરસૂરિજી કહે છે કે, જે (૧) પદાર્થ-તત્ત્વના ચિંતનપૂર્વક શ્રદ્ધાને દઢ કરે, (૨) પાત્રમાં નિરંતર ધન વાપરે, (૩) સાધુની સેવા-વૈયાવચ્ચથી પાપને કાપે. તેને ઉત્તમ પુરુષો શ્રાવક કહે છે.
– પૂર્વે બંધાયેલા અનેક પાપો જેમને ઘટતા જાય અને જે નિરંતર વ્રતપચ્ચક્ખાણથી પરિવરેલો હોય તેને શ્રાવક કહેવાય. એટલે કે શ્રાવક નિર્જરા તત્ત્વની શ્રદ્ધા કરી પૂર્વના પાપ ઘટાડે અને સંવર તત્ત્વના આદરપૂર્વક નિત્ય વ્રતનિયમોથી જીવે.
– જે શ્રદ્ધા રાખે તે શ્રાવક. (ધર્મને વિશે શ્રદ્ધા રાખવી તે.). – (સામાયિક આદિ શુભયોગથી) જે આઠ પ્રકારના કર્મોનો ત્યાગ કરે તે.
– “શ્રા' એટલે પદના અર્થ ચિંતવન થકી પ્રવચન પરની પોતાની શ્રદ્ધાને પરિપક્વ કરે. ‘વ’ એટલે સુપાત્રમાં ધનનો વ્યય કરે, “ક' અશુભ કર્મોને છોડે અને ઇન્દ્રિયાદિકનો સંયમ કરે તેને શ્રાવક કહેવાય
- શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથમાં શ્રાવકની વ્યાખ્યા કરતા જણાવે છે કે - જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, જિનેશ્વર ભગવંતની આજ્ઞાને શ્રવણ કરે, શુભક્ષેત્રમાં દ્રવ્યને વાવે, જિનદર્શન (સમ્યક્ત્વ)ને વરે, પાપોનો નાશ કરે, સંયમ કરે તેમને વિચક્ષણ પુરુષો શ્રાવક કહે છે. ' આ રીતે શ્રાવકની અનેક વ્યાખ્યાઓ શાસ્ત્ર અને ગ્રંથોમાં ઉપલબ્ધ છે. પર્યાય અર્થની દૃષ્ટિએ શ્રાવકને શ્રાદ્ધ, શ્રમણોપાસક, ઉપાસક આદિ શબ્દોથી ઓળખાય છે.
૦ વ - થાય છે. (આ ફક્ત ક્રિયાપદ છે.)
૦ ની - જેથી, જે કારણથી. આ શબ્દનો સંબંધ “સમી વ સવિમો રોફ સાથે છે. જે કારણથી (શ્રાવક શ્રમણ સરીખો થાય). પણ “જે કારણથી” એટલે શું? આ પ્રશ્નનું સમાધાન આવશ્યક વૃત્તિ તથા વિશેષાવશ્યક ભાષ્યમાં જોવા મળે છે–
(રમત) ઘણું કરીને અશુભયોગ રહિતપણા થકી ઘણાં કર્મની નિર્જરા કરે છે. (પણ આ પદનો પૂર્વે જોડવો કે નહીં તે વિશે બે મત પ્રવર્તે છે. (૧) જે
Page #278
--------------------------------------------------------------------------
________________
સામાઇય-વયજુરો સૂત્ર-વિવેચન
૨૭૭
કારણથી સામાયિક કરતો શ્રાવક સાધુ સરીખો થાય છે. તેનો અર્થ કરે છે. (૨) જે કારણથી (ઘણું કરીને અશુભયોગ રહિતપણાથી ઘણાં કર્મોની નિર્જરા કરે છે તે કારણથી વારંવાર સામાયિક કરવું જોઈએ)
બે મતમાં ને શબ્દ પૂર્વે જોડવો કે પછી તે બહુશ્રુતો પાસેથી જાણવું
• એએણ કારણેણં બહુસો સામાઇયં કુર્જા – આ કારણથી વારંવાર સામાયિક કરવું જોઈએ.
૦ CTM તેનું સંસ્કૃત રૂપાંતર પુર્તન થાય છે. જેનો અર્થ છે - એ. તૃતીયા એકવચનનું રૂપ હોવાથી “SUM' બન્યું છે.
૦ વારી - (છારોન) કારણથી, ૦ એ કારણથી. ક્યાં કારણથી ? એમ પ્રશ્ન કરતાં પૂર્વના પદો જોડાશે. (૧) જે કારણથી સામાયિક કરતો સાધુ શ્રાવક સરીખો થાય છે અથવા
(૨) જે કારણથી પ્રાયઃ અશુભ યોગરહિતપણાને કારણે ઘણાં કર્મોની નિર્જરા કરે છે. (અથવા આ બંને કારણોથી)
૦ વો - વારંવાર, ઘણીવાર, બહુવાર (આ સંખ્યાવાચી પદ છે.) ૦ સામાફિયં - સામાયિકને, (સામાયિક) ૦ yeal - કરે, કરવું જોઈએ. - આ સમગ્ર વાક્ય સામાયિકના મહત્ત્વનું પ્રતિપાદિત કરે છે.
– જો કે ગાથા પહેલી અને ગાથા બીજી બંને અલગ-અલગ ઉઠ્ઠત થયેલી છે. પણ રહસ્યાર્થ રૂપે બંનેનો સંયુક્ત અર્થ વિચારવામાં આવે તો
– (૧) બંને ગાથામાં સામાયિકનું મહત્ત્વ પ્રતિપાદિત થાય છે. કેમકે પહેલી ગાથા અશુભ કર્મોનું છેદન થાય તેમ જણાવે છે, બીજી ગાથામાં શ્રાવક સાધુ સરીખો થાય છે. તેમ જણાવે છે.
- (૨) વારંવાર સામાયિક કરવું જોઈએ તેના કારણોમાં બંને ગાથાનો સમન્વય પણ ઉપયોગી છે. કેમકે પહેલા મુદ્દામાં કહ્યા તે બંને લાભો પ્રાપ્ત થતા હોવાથી સામાયિક વારંવાર કરવાનું સૂચન છે તેમ માની શકાય.
- ૩) “સામાયિક જ કરતો' એ પદને પ્રથમ ગાથા સાથે પણ જોડી શકાય કેમકે “સામાયિક જ કરતો શ્રાવક' પણ કેવું સામાયિક કરે તો અશુભ કર્મોને છેદે ? તથા સાધુ જેવો થાય? તેનો ઉત્તર પહેલી ગાથામાં આપેલ છે કે, જ્યારે અને જેટલી વાર મનમાં સામાયિકના નિયમથી યુક્ત રહીને સામાયિક કરે ત્યારે અને કેટલી વાર તે અશુભ કર્મોને છેદે અને સાધુ સરખો થાય છે.
હવે સામાયિક કરતી વખતે કોઈ અવિધિ થઈ હોય તો શું કરવું ? અને મન, વચન, કાયાથી આવી ભૂલો કઈ કઈ રીતે થઈ શકે તે વાતને ગુજરાતી ભાષાના પદો દ્વારા સમજાવી છે–
• સામાયિક વિધિએ લીધું. ઇત્યાદિ.... ૦ અહીં ‘વિધિ' શબ્દનો અર્થ નિયત ક્રમ કે નક્કી કરેલી પદ્ધતિ એવો કર્યો
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
તેનો વિસ્તાર કરીએ તો
સામાયિક લેવા માટે નિયત વિધિ છે. જેમકે તપાગચ્છીય પરંપરા અનુસાર વર્તમાનકાળે જે ક્રમ જોવામાં આવે છે તે મુજબ ગુરૂ ભગવંતની નિશ્રામાં અને ગુરુનો યોગ ન હોય તો સ્થાપના સ્થાપીને સામાયિક ગ્રહણ કરે ત્યારે પ્રથમ ખમાસમણ આપે, પછી ઇર્યાપથ પ્રતિક્રમણ અર્થાત્ ઇરિયાવહી કરે, પછી સામાયિક (અર્થ) મુહપત્તિ પડિલેહણ કરવા માટેની આજ્ઞા માંગે, આજ્ઞા પ્રાપ્ત થયા પછી મુહપત્તિનું પડિલેહણ કરે. ત્યાર પછી “સામાયિક સંદિસાડુ” અને “સામાયિક ઠાઉની આજ્ઞા ખમાસમણ દેવા પૂર્વક માંગે. આજ્ઞા પ્રાપ્ત થયા પછી એક નવકારનું પ્રગટ ઉચ્ચારણ કરી અને સામાયિક દંડક ઉચ્ચરે ઇત્યાદિ....
દ્રવ્ય ક્રિયા કરનારને પણ આટલી વિધિ કરવાની હોય છે.
૦ એ જ રીતે વિધિએ પાર્થ અહીં “પાર્થ શબ્દના બે અર્થ જોવા મળેલ છે. (૧) પારવું (૨) પૂર્ણ કરવું – પાર ઉતારવું.
(૧) પારવું – આ સૂત્રને “સામાયિક પારણ' સૂત્ર કહ્યું છે. કેમકે જેમ સામાયિક લેતી વખતે “કરેમિ ભંતે'રૂપ પ્રતિજ્ઞા કે સામાયિક સૂત્રના પાઠનું ઉચ્ચારણ થાય છે, તેમ પારતી વખતે આ સામાઇયવયજુરો રૂપ સામાયિક પારણ સૂત્ર બોલાય છે.
- પારવાની ક્રિયામાં પણ વિધિ-ક્રમ નિયત થયેલો છે. તે મુજબ ખમાસમણ પૂર્વક ઇર્યાપથ પ્રતિક્રમણ, આજ્ઞા લઈને મુડપત્તિ પડિલેહણ પછી સામાયિક પારવા માટેની આજ્ઞા લેવી ઇત્યાદિ વિધિની પરિપાલના કરવાની હોય છે. છેલ્લે “વિધિએ લીધું. વિધિએ પાર્થ આદિ બોલાય છે. તેથી પારતી વખતે આ વિધિ સાચવવી જોઈએ.
સામાયિક લેતા કે પારતા માત્ર સૂત્રોચ્ચારણ જ કરવાનું નથી હોતું પણ સાથે-સાથે પંચાંગ પ્રણિપાત, જિનમુદ્રાએ ઉભવું યોગમુદ્રાએ હાથ જોડી રાખવા, કાયોત્સર્ગ વિધિ મુજબ કાયોત્સર્ગ કરવો, વિનયપૂર્વક સામાયિક લેવા-પારવાની આજ્ઞા માંગવી, મુહપત્તિના ૫૦ બોલ બોલવાપૂર્વક તેનું વિધિસહ પડિલેહણ કરવું તે બધું જ સાચવવું તેનો સમાવેશ પણ વિધિમાં જ થાય છે.
(૨) પૂર્ણ કરવું - જો પાર્ટુ શબ્દનો અર્થ પૂર્ણ કરવું લઈએ તો સમગ્ર સામાયિકમાં વિધિસહ આચરણ લેવી પડે. અર્થાત્ મન, વચન, કાયાના યોગથી સાવદ્યનું સેવન ન થાય, સામાયિકના અતિચારો ન લાગે, કાળ મર્યાદાનું બરાબર પાલન થાય, સામાયિક મધ્યે સ્વાધ્યાય આદિ ધર્મક્રિયા કે ધર્મધ્યાન જળવાઈ રહે ઇત્યાદિ સર્વે આચરણા વિધિમાં જણાવ્યા મુજબ થઈ હોવી જોઈએ. ત્યારે સામાયિક વિધિપૂર્વક પૂર્ણ કરી છે તેમ કહેવાય.
૦ વિધિ કરતા જે કોઈ અવિધિ દુઓ હોય - સામાયિક લેવી, સામાયિકની નિયત સમય મર્યાદા પર્યન્ત સાધના કરવી અને સામાયિક પારવી, એ બધું જ વિધિના નિર્દેશ પ્રમાણે કરેલ હોય છતાં સ્કૂલનાથી, ભૂલથી, અજાણતા કોઈ અવિધિ થઈ જાય તો શું? તે દર્શાવવા માટે આ વાક્ય મૂકાયેલ છે. એ રીતે વિધિ કરતા પણ કદાચિત્ કોઈ અવિધિ અર્થાત્ ભૂલ કે વિધિનો ભંગ થઈ ગયો તો
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૭૯
સામાઇય-વયજુરો સૂત્ર-વિવેચન
૦ તે સવિડુ – તે સર્વ પ્રકારનું. તે બધી જ ભૂલ કે દોષોનું. ૦ મન, વચન, કાયાએ કરી - મનથી, વચનથી અને કાયાથી
૦ મિચ્છામિ દુક્કડમ્ – મારું તે દુષ્કૃત્ (પાપ), મિથ્યા (નિષ્ફળ) થાઓ, આ શબ્દોનું વિવેચન સૂત્ર-૫ ‘ઇરિયાવહી'માં જોવું.
– ઉક્ત આખા ફકરાનો સાર – (૧) સામાયિક લેવાની અને પારવાની ક્રિયા વિધિપૂર્વક કરી છે તેવી કબુલાત (૨) તેમ છતાં જો તેમાં કોઈ અવિધિ થઈ ગઈ હોય તો તેનું મન, વચન, કાયા એ ત્રિકરણ યોગથી “
મિચ્છામિ દુક્કડં' આપવું અર્થાત્ માફી માંગવી
• સામાયિકના બત્રીશ દોષ અને તેની ત્રિકરણ યોગે માફી માંગવી.
સામાઇય વયજુરો સૂત્રના આ બીજા ગુજરાતી ફકરામાં મન, વચન, કાયા થકી સામાયિકમાં જે દોષોનું સેવન ભૂલથી થવાની શક્યતા છે. તેનો નિર્દેશ કરે છે. કેમકે આ બધાં દુષણો ટાળવા-છોડવા માટે છે. ૦ દશ મનના - મન વડે થતાં દશ દોષો :
'अविवेक-जसोकित्ती, लाभत्थी गव्व-भय नियाणत्थी;
સંસ-રોલ-વિમો, વહુHTTU ઢોસા માયવ્વા ' (૧) અવિવેક દોષ – આત્મહિત સિવાયના અન્ય વિચારો કરવા. શરીર જ માત્ર આસન ઉપર હોય અને મન સંસારમાં ફેરા ફરતું હોય તો સામાયિક દુષિત થાય.
(૨) યશકિર્તી દોષ :- લોકો મારી વાહ-વાહ કરશે. મને ધર્મીષ્ઠ કહેશે, મારી કીર્તિ ગવાશે એમ વિચારી સામાયિક કરે તો સામાયિક દુષીત થાય
(૩) લાભ-વાંછા દોષ :- સામાયિક દ્વારા કોઈપણ જાતના ધનલાભની ઇચ્છા રાખવી, તે લાભ-વાંછા દોષ
(૪) ગર્વ દોષ : - હું સામાયિક કરું છું માટે હું બીજા કરતા ચડિયાતો છું એવી વિચારણા કરવી તે ગર્વદોષ
(૫) ભય દોષ :- જો હું સામાયિક ન કરું, તો બીજા લોકો ટીકા કરશે કે કંઈક બોલશે તો. જેમકે – “જો તો આ ભાઈએ ઉપધાન કર્યા હતા. હવે સામાયિક પણ કરતા નથી" એવા ભયથી સામાયિક કરે.
(૬) નિદાન દોષ :- સામાયિકના ફળ તરીકે ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર ઇત્યાદિ સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ આરાધના મોક્ષ માટે જ હોય તેને બદલે આ લોકના ફળની સિદ્ધિ માટે કંઈક નિયાણું કરવું તે નિદાન દોષ
(૭) સંશય દોષ :- સામાયિકનું ફળ મળશે કે કેમ ? એમ મનમાં શંકા કરવી તે સંશય દોષ
(૮) રોષ દોષ :- કોઈપણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં જ સામાયિક કરવા બેસી જવું તે રોષ દોષ કેમકે જે નિમિત્તે રોષ ઉત્પન્ન થયો હોય તે નિમિત્ત ચાલુ રહે અથવા તે નિમિત્ત સામે આવી જાય તો સમભાવ ટકશે નહીં
(૯) અવિનય દોષ :- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
કે વિનય વિના સામાયિક કરે તે અવિનય દોષ.
(૧૦) અબડુમાન દોષ :- ભક્તિભાવ, ઉમંગ કે બહુમાન સિવાય સામાયિક કરવી જેમકે ઉપાશ્રયમાં સાધુ બાજુમાં કે સામે જ હોવા છતાં પણ આપમેળે જ સામાયિક લઈને બેસે, વંદનાદિક ઔચિત્ય પણ ન જાળવે કરવા ખાતર જ સામાયિક કરે.
મનના આ અને આવા પ્રકારના દોષો ટાળી સામાયિક કરવું. ૦ દશ વચનના :- વચન વડે થતાં દશ દોષો :
कुवयणं सहसाकारे सछंद संखेय कलहं च;
विगहा विहासोऽसुद्धं निवेक्खो मुणमुणा दोसा दस । (૧) કુવચન દોષ :- કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું
લઘુ દષ્ટાંત :- રાજગૃહી નગરમાં મહાશતક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે ઘણો જ ધનવાન હતો. તેને તેર પત્નીઓ હતી બધી પત્નીઓ એક-એક ગોકુળ તથા એકએક કરોડ સુવર્ણની માલિક હતી. પણ તેમાં રેવતી ૧૨ કરોડ સુવર્ણની માલિક હતી. રેવતીએ પોતાના ભોગ વિલાસમાં કોઈ આડે ન આવે તે માટે બારે શોક્યોને મારી નાંખેલી. પછી તેણી દારૂ-માંસ આદિનું સેવન કરવા લાગી.
મહાશતક ભગવંત મહાવીર પાસે ધર્મદેશના સાંભળી પ્રતિબોધ પામ્યો. શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યા. ઉપાસક પડિમાં વહન કરતા તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલું. કોઈ વખતે તે પૌષધશાળામાં હતો. તે વખતે રેવતીને વિષયવાસનાનો ભયંકર ઉદય જાગ્યો. પોતાની વાસના સંતોષવા તે પૌષધશાળામાં મહાશતક શ્રાવક પાસે આવી. વિવિધ કામચેષ્ટા પ્રગટ કરતા તેણે વાસના સંતોષવા માંગણી કરી.
ત્યારે તેણીની વધતી જતી નિર્લજ્જતા જોઈને મહાશતક શ્રેષ્ઠી બોલ્યા, રે પાપીણી ! અહીંથી દૂર ભાગ આજથી સાતમે દિવસે મૃત્યુ પામીને તું પહેલી નરકમાં ૮૪,૦૦૦ વર્ષના આયુ સાથે ઉત્પન્ન થઈશ. આવા કઠોર વચન સાંભળી વિલખી પડેલી એવી રેવતી પોતાના આવાસે આવીને સાતમે દિવસે મૃત્યુ પામી
મહાશતક શ્રાવકનું આ વચન સત્ય હતું, છતાં અતિ કઠોર હતું. ભગવંતે તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા કહ્યું. આવી કડવી અને કઠોર ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં કેમકે તે કુવચન દોષ કહેવાય.
(૨) સહસાકાર દોષ :- વગર વિચાર્યું કે એકાએક વચન બોલવું. (૩) સ્વચ્છંદ દોષ :- શાસ્ત્રની દરકાર રાખ્યા વિના ગમે તે બોલવું.
(૪) સંક્ષેપ દોષ :- સામાયિક લેતા કે પાળતા વિધિના પાઠ ટૂંકાવીને બોલવા, સ્પષ્ટ અક્ષર કે ઉચ્ચાર ન કરવા તે સંક્ષેપ દોષ
(૫) કલહ દોષ:- સામાયિક દરમિયાન કોઈની સાથે કલહકારી વચનો બોલવા, ગાળો ભાંડવી વગેરેને કલહ દોષ કહે છે.
(૬) વિકથા દોષ :- સામાયિકમાં સ્ત્રીના રૂપ-લાવણ્યાદિ સંબંધી, ખાનપાન સંબંધી, લોકાચાર સંબંધી કે રાજ્યસંબંધી વાતો કરવી તે ચાર પ્રકારની વિકથા કહેવાય છે. સ્થાનાંગ સૂત્ર-૬૬લ્માં સાત પ્રકારે પણ વિકથા કહી છે – (૧) સ્ત્રી કથા, (૨)
Page #282
--------------------------------------------------------------------------
________________
સામાઇય-વયજુરો સૂત્ર-વિવેચન
૨૮૧
ભક્ત (આહાર) કથા, (૩) દેશ કથા, (૪) રાજ કથા, (૫) મૃદુકારિણી કથા, (૬) દર્શન ભેદિની, (૭) ચારિત્ર ભેદિની. આ સાતમાંથી કોઈપણ કથા સામાયિક દરમિયાન કરે અથવા તો જે ધર્મકથા નથી તેવી સર્વે કથા અર્થાત્ વાતો તે વિકથા કહેવાય.
(૭) હાસ્ય દોષ :- સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું.
(૮) અશુદ્ધિ દોષ :- સૂત્રપાઠ આદિમાં કાનો, માત્રા કે મીંડુ ન્યુન કે અધિક બોલવા, હૃસ્વનો દીર્ધ કે દીર્ધનો હૃસ્વ ઉચ્ચાર કરવો, જોડાક્ષરો છુટા પાડીને બોલવા કે છુટા અક્ષરોને જોડીને બોલવા તે દોષ
T (૯) નિરપેક્ષ દોષ :- અપેક્ષા રહિત વચન બોલવું એટલે કે નિશ્ચયકારી ભાષા બોલવી - જેમકે – “હું આમ જ કરીશ' ઇત્યાદિ.
(૧૦) મુણમુણ દોષ :- સામાયિક દરમિયાન ગણગણ્યા કરવું કે સૂત્રપાઠમાં ગોટા વાળવા તે મુણમુણ દોષ વચનના આ અને આવા પ્રકારના દોષો ટાળી સામાયિક કરવું. कुआसणं चलासणं चलादिट्टी
सावजकिरिया ऽऽलंबणाऽऽकुंच्चण पसारणं आलसमोडण मल विमासणं
निदा वेयावच्चति बारस कायदोसा । (૧) અયોગ્ય આસન :- પગ ઉપર પગ ચડાવવા વગેરે દોષ
(૨) અસ્થિર આસન :- ડગમગતા અથવા જ્યાંથી ઉઠવું પડે તેવા આસને બેસવું તે અસ્થિરાસન દોષ
(૩) ચલષ્ટિ :- સામાયિકમાં ચારે બાજુ નજર ફેરવવી કે ડાફોળીયા મારવા તે ચલદૃષ્ટિ દોષ
(૪) સાવદ્ય ક્રિયા દોષ :- ઇશારાથી ઘરકામ આદિ સંબંધી વાતો કરવી
(૫) આલંબન દોષ :- સામાયિક કરતા કોઈ ભીંત કે થાંભલાનું આલંબન લઈને બેસવું તે “આલંબન દોષ'.
(૬) આકુંચન પસારણ દોષ :- સામાયિકમાં હાથ-પગ લાંબા ટુંકા કરવા. (૭) આળસ દોષ :- સામાયિકમાં આળસ મરડવી તે દોષ
(૮) મોટન દોષ :- સામાયિક દરમિયાન હાથ-પગના આંગળાના ટચાકા ફોડવા, શરીર મરડવું તે મોટો દોષ.
(૯) મલ દોષ :- સામાયિકમાં શરીરનો મેલ ઉતારવો. (૧૦) વિમાસણ દોષ :- સામાયિકમાં એદીની માફક પડ્યા રહેવું. (૧૧) નિદ્રા દોષ :- સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ
(૧૨) વસ્ત્ર સંકોચન દોષ :- સામાયિકમાં મુહપત્તિ-ધોતી વગેરે વસ્ત્રોને ઠંડી આદિ કારણે કે કારણવિના સંકોચવા તે
૦ સામાયિકના બત્રીશ દોષ સંબંધે – પંડિત શ્રી વિરવિજયજી મહારાજે ચોપાઈમાં નવ પંક્તિમાં સામાયિકના બત્રીશ દોષની સઝાય અથવા તો પદ્યરચના
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ કરી છે. જો કે તેની નવમી ગાથામાં તો સામાયિકનું ફળ પામનાર ત્રણ પાત્રોના નામો જ છે. પણ તેમની રચના અને ઉપરોક્ત બત્રીશ દોષોમાં કોઈ કોઈ સ્થાને ફેર છે.
- સામાયિક કરતી વખતે ઉક્ત બત્રીશ દોષોને ટાળવા જોઈએ. માનો કે, આ બત્રીશ દોષોમાંથી કોઈ દોષ ભૂલથી લાગ્યો હોય તો શું કરવું? તે બાબતે સૂત્રમાં જણાવે છે કે, તે સર્વ દોષોનું મન, વચન અને કાયા એ ત્રિકરણ યોગે હું “
મિચ્છા મિ દુક્કડં' આપું છું. અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ - નિષ્ફળ થાઓ.
૦ આ રીતે છેલ્લા બે ફકરામાં – માફી માંગવામાં આવેલ છે. જેમાં કોઈ અવિધિ થઈ હોય તે બાબતે તથા સામાયિક સંબંધી કોઈ દોષ લાગ્યો તેનું ત્રિકરણ યોગે “મિચ્છામિ દુક્કડં' અપાયેલ છે.
વિશેષ કથન :
સામાયિકમાં વ્યતીત થયેલો કાળ સફળ છે અને બાકીનો બધો કાળ સંસારવૃદ્ધિનું કારણ છે. આ સૂત્ર પણ ભલે સામાયિકપારણ સૂત્ર કહેવાય છે, છતાં તેની રચના એવી રીતે થયેલી છે કે સામાયિક પારતી વખતે પણ આ સૂત્રનું ભાવપૂર્વક અને અર્થની ચિંતવના સહ ઉચ્ચારણ થાય તો સામાયિક પુનઃ પુનઃ કરવાના ભાવો જાગૃત થાય છે. કેમકે આ સૂમાં બે મહત્ત્વની વાતો મૂકી છે. (૧) સામાયિક કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે અને (૨) સામાયિક કરતો શ્રાવક સાધુ સરીખો થાય છે.
આ સૂત્ર ભલે સામાયિક પારતી વખતે બોલાતું હોય, તો પણ તેમાં “વહુલો સામાં ' બોલતી વખતે ચિત્તતંત્ર પર એક પ્રહાર થાય છે, “ભલે હું હાલ સામાયિક પારું છું પણ આ સામાયિક વારંવાર કરવા જેવું છે” વળી ગુરુ ભગવંત પાસે સામાયિક પારવા માટે બે વખત આદેશ માંગો ત્યારે પણ પ્રત્યુત્તરમાં ગુરુ ભગવંત જે શબ્દો કહે છે તે કેવા સુંદર મૂક્યા છે – પુણો વિ શાયā - ફરીને કરવા જેવું છે અને માયારો ને મોત્તબ્બો - આચાર છોડવા જેવો નથી. આ બંને ઉત્તરમાં પણ સામાયિક કરવાની જ પ્રેરણા મળે છે. (પારવાની કે છોડવાની તો ક્યાંય વાત જ નથી આવતી).
– આ સૂત્રની બંને ગાથા “ગાહા' છંદમાં છે.
સૂત્ર નોંધ :
– આ સૂત્રનું આધારસ્થાન સ્પતયા તો અમે જાણી શક્યા નથી. કેમકે ‘ઇચ્છકાર' સૂત્રની માફક આ સૂત્રમાં પણ આર્ષ પ્રાકૃત અને ગુજરાતી ભાષાનો સમન્વય થયેલો છે. આ સૂત્રની બીજી ગાથા આવશ્યક સૂત્ર નિર્યુક્તિ-૮૦૧ મુજબ છે. તે વાત નિશ્ચિત્ત છે.
ગાથા-૧ અને ગુજરાતી પાઠ માટે પ્રબોધ ટીકાના કર્તા જણાવે છે કે તે આચાર દિનકર, ઉપાદ્યાય મહિમા સાગર રચિત ષડાવશ્યક બાલાવબોધ તથા હેમહંસગણિ રચિત ષડાવશ્યક બાલાવબોધમાં જોવા મળે છે. પણ આ પાઠોનું સંકલન કોણે કર્યું. ત્રણ અલગ-અલગ સ્થાને રહેલા પાઠોનું એકત્રીકરણ ક્યારે થયું. જ્યારથી આ સૂત્ર “સામાયિક પારણ' સૂત્રરૂપે પ્રસિદ્ધિમાં આવ્યું તે બાબતનો કોઈ જ ખુલાસો મળેલ નથી. માટે આધારસ્થાન વિશે કંઈ ચોક્કસ કહેલ નથી.
Page #284
--------------------------------------------------------------------------
________________
સામાઇય-વયજુરો સૂત્ર-સૂત્રનોંધ
૨૮૩ - પ્રથમ બે ગાથાને આશ્રીને ગુરુવર્ણ-૭, લઘુવર્ણ-૬૭ અને સર્વે વર્ણો મળીને ૭૪ થાય છે.
– ઉચ્ચારની દૃષ્ટિએ જોડાક્ષરોની ભૂલ તો પ્રત્યેક સૂત્રમાં ન થાય તેનું લક્ષ્ય રાખવાનું જ છે. વિશેષમાં કહીએ “સામાઇયાને બદલે ‘સામાય’ ઉચ્ચાર કરાતો જોવા મળે છે. કરેમિ ભંતેમાં નવનિયમ આવતું હોવાથી અહીં પણ હોટુ નિયમ બોલે છે જે ખોટું છે. અહીં દોડુ નિયમ છે.
—X
—
-X
—
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સૂત્ર-૧૧)
જગચિતામણિ સત્ર
ચૈત્યવંદન સૂત્ર
- સૂત્ર-વિષય :- (એવું કહેવાય છે કે, આ સૂત્ર શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ તીર્થે યાત્રા કરવા ગયા હતા ત્યારે બનાવ્યું હતું)
આ સૂત્રની પહેલી ગાથામાં શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર રહેલા ચોવીશ તીર્થકરોની સ્તુતિ છે, બીજી ગાથામાં ઉત્કૃષ્ટ અને જઘન્યથી વિચરતા તીર્થકરો, કેવલજ્ઞાની, સાધુઓની સંખ્યા દર્શાવેલ છે. ત્રીજી ગાથામાં શત્રુંજ્યાદિ પાંચ તીર્થના મૂળનાયકજી તથા અન્ય તીર્થકરોને વંદના કરાઈ છે. ચોથી ગાથામાં ત્રણે લોકમાં રહેલા ૮,૫૭,૦૦,૨૮૨ શાશ્વતા જિનચૈત્યોની વંદના છે. પાંચમી ગાથામાં ૧૫, ૪૨, ૫૮, ૩૬, ૦૮૦ શાશ્વતી જિન પ્રતિમાઓની વંદના છે.
v સૂત્ર-મૂળ :- (પ્રચલિત પરંપરા અનુસાર)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? “ઇચ્છે જગ ચિંતામણિ ! જગ(હ)નાહ ! જગ ગુરુ ! જગ રમુખણ !; જગ બંધવ ! જગ સત્થવાહ ! જગ ભાવવિઅકુખણ !;
અઠાવય-સંકવિઅ-રૂવ ! કમ્મઠ - વિણાસણ ; ચકવીસ પિ જિણવર ! જયંતુ અપ્પડિહય - સાસણ !. (૧)
કમ્મભૂમિહિં કમ્પભૂમિહિં પઢમ સંઘયણિ; ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરત લબભાઈ; નવકોડિહિં કેવલીણ, કોડિ સહસ્સ નવ સાહુ ગમ્માઈ; સંપઈ જિણવર વીસ, બિહં કોડિહિં વરનાણિ.
જયઉ સામિય! જયઉ સામિય ! રિસહ સત્તેજિ, ઉર્જિતિ પહુ-નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચરિ-મંડણ ! ભરુઅચ્છહિં મુણિસુન્વય !
મુહરિ પાસ હિદુરિઅખંડણ ! અવરવિહિં તિસ્થયરા ચિહું દિસિ વિદિસિ જિં કે વિ;
તીઆણાગય-સંપઇય, વંદુ જિણ સવ્વ વિ. સત્તાણવઈ-સહસ્સા, લખા છપ્પન્ન અઠકોડીઓ;
બત્તીસ-સય-બાસિઆઈ તિઅલોએ ચેઈએ વદે. પન્નરસ-કોડિ-સયાઈ, કોડિ બાયાલ લકુખ અડવન્ના;
(ર)
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૮૫
જગચિંતામણિ-સૂત્ર
-બિંબાઈ પણમામિ
(૫)
છત્તીસ સહસ અસિઈ, સાસય(આ પાઠ પ્રચલિત પરંપરા મુજબ અહીં નોંધેલ છે, તેમાં અનેક સ્થાને પાઠાંતરો મળે છે, જેની નોંધ ‘વિશેષ કથન'માં કરેલ છે. તેમજ તે-તે પદોના વિવેચન સાથે પણ જણાવેલ છે.
# સૂત્ર-અર્થ :
હે ભગવંત ! આપ સ્વઇચ્છાપૂર્વક આજ્ઞા આપો (કે) હું ચૈત્યવંદના કરું. (ત્યારે ગુરુ ભગવંત કહે રેહ), (શિષ્ય કહે-) હું (એમ જ) ઇચ્છું છું અર્થાત્ આપની આજ્ઞા સ્વીકાર કરું છું.
જગતમાં (ભવ્ય જીવોને) ચિંતાતમણિરત્ન સમાન ! જગતના નાથ ! જગતના ગુરૂ ! જગતનું રક્ષણ કરનારા !, જગતના (સર્વ જીવના) નિષ્કારણ બંધુ (સમાન) !, જગતના (મોક્ષમાર્ગના) સાર્થવાહ, જગતના (સર્વ પદાર્થોનાં સ્વરૂપને) જાણવામાં વિચક્ષણ ! અષ્ટાપદ પર્વત પર (ભરત ચક્રવર્તી દ્વારા સ્થપાયેલી) પ્રતિમા યુક્ત, આઠેય કર્મોનો નાશ કરનારા !, અપ્રતિહત (કોઈથી હણાય નહીં તેવા અબાધિત) (૧) શાસનવાળા, હે (ઋષભાદિ) ચોવીસે જિનેશ્વરો ! (આપ) જયવંતા વર્તો.
કરાય છે.
જ્યાં (અસિ‚ મસિ અને કૃષિ રૂપ) કર્મ વ્યવહાર ચાલે છે એવી કર્મભૂમિઓમાં ઉત્કૃષ્ટ (એવા વજ્રઋષભનારાચ) સંઘયણવાળા જિનોની સંખ્યા વધુમાં વધુ ૧૭૦ની હોય છે. અર્થાત્ ૧૭૦ તીર્થંકરો વિચરતા પ્રાપ્ત થઈ શકે છે. વધુમાં વધુ નવ ક્રોડ કેવળજ્ઞાનીઓ (તથા) વધુમાં વધુ નવ હજાર ક્રોડ એટલે કે ૯૦ અબજ સાધુઓ પ્રાપ્ત થઈ શકે છે. અર્થાત્ હોય છે. વર્તમાનકાળે ૨૦ તીર્થંકરો, ૨ ક્રોડ કેવળજ્ઞાની મુનિઓ, ૨૦૦૦ ક્રોડ અર્થાત્ ૨૦ અબજ સાધુઓ છે કે જેમની નિત્ય પ્રાતઃકાળમાં સ્તુતિ (૨) હે સ્વામી ! (આપ) જય પામો ! જય પામો ! શત્રુંજયે રહેલા હે ઋષભદેવ !, ઉજ્જયંત (ગીરનાર) પર (બિરાજમાન) હે નેમિજિન પ્રભુ !, સત્યપુર (સાંચોર) નગરના શણગારરૂપ હે મહાવીર સ્વામી !, ભરૂચતીર્થમાં (બિરાજતા) હે મુનિસુવ્રતસ્વામી !, મુહરિ ગામમાં (બિરાજમાન) દુઃખ તથા પાપનો નાશ કરનારા હે પાર્શ્વ પ્રભુ ! (આપ જયવંતા વર્તા). બીજા (પાંચે) મહાવિદેહમાંના તીર્થંકર ભગવંતો તથા ચાર દિશાઓ અને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા હોય, વર્તમાનકાળમાં વિચરતા હોય છે અને ભાવિમાં હવે પછી થનારા હોય, તે સર્વેને (3) પણ હું વંદન કરું છું.
ત્રણ લોકમાં રહેલા ૮ કરોડ, ૫૭ લાખ, ૨૮૨ (૮,૫૭,૦૦,૨૮૨) શાશ્વત ચૈત્યોને હું વંદના કરું છું. (અહીં ગાથામાં ૯૭ હજાર, ૫૬ લાખ, ૮ ક્રોડ, ૩૨૮૨ એમ જણાવે છે તે બધાંનો સરવાળો કરો એટલે ૮ ક્રોડ + ૫૬ લાખ + ૯૭૦૦૦ + ૩૨૮૨ = ૮,૫૭,૦૦,૨૮૨ થાય છે.
(૪)
ત્રણ લોકમાં રહેતા ૧૫ અબજ, ૪૨ ક્રોડ, ૫૮ લાખ, ૩૬ હજારને એંશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત બિંબોને હું પ્રણામ કરું છું.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
શબ્દજ્ઞાન :ઇચ્છાકારેણ - સ્વઇચ્છાથી
સંદિસહ - આજ્ઞા આપો ભગવન્! - હે ભગવંત પૂજ્ય
ચૈત્યવંદન - ચૈત્યોની વંદના ઇચ્છે - હું ઇચ્છું છું, સ્વીકારું છું જગ - જગત, વિશ્વ, લોક ચિંતામણિ - ચિંતામણિ રત્નસમ નાહ – નાથ, સ્વામી ગુરૂ - ગુરુ, હિતોપદેશ દાતા
રકુખણ - રક્ષક, રક્ષણ કરનાર બંઘવ - બંધુ, ભાઈ, હિતેષી
સત્થવાહ - સાર્થવાહ ભાવવિઅક્ખણ - સર્વ ભાવોને જાણવા અને પ્રકાશવામાં નિપુણ અઠાવય - અષ્ટાપદ પર્વત
સંકવિય - સ્થાપન થયેલ રૂવ - બિંબ, પ્રતિમા
કમ્મઠ - આઠ પ્રકારના કર્મોને વિણાસણ - નાશ કરનારા
ચઉવિસંપિ - ચોવીશે પણ જિણવર – જિનવરો, જિનેન્દ્રો
જયંત - જય પામો અપ્પનિય - અખંડિત
સાસણ - શાસન, પ્રવચન કમ્પભૂમિહિં - જ્યાં કર્મ વર્તે છે કમ્પભૂમિડુિં - (તેવી) કર્મભૂમિમાં પઢમ - પ્રથમ, ઉત્કૃષ્ટ
ઉક્કોસય - ઉત્કૃષ્ટ, વધુમાં વધુ સત્તરિય - એક સો સીત્તેર
જિણવરાણ - જિનવરોને વિહત - વિચરતા, વિહરમાના
લબભાઈ - પ્રાપ્ત થાય છે નવકોડિહિં - નવ ક્રોડ
કેવલિણ - કેવળજ્ઞાની કોડિ સહસ્સ નવ - નવ હજાર ક્રોડ સાહુ ગમ્બઈ - સાધુઓ જણાય છે સંપઈ - સંપ્રતિ, વર્તમાનકાળે
જિણવર - જિનેશ્વરી વીસ - વીશ, (૨૦)
મુણિ - મુનિઓ, સાધુઓ બિહુકોડિહિં - બે ક્રોડ
વરનાણિ - કેવળજ્ઞાનીઓ સમણહ - શ્રમણોની
કોડિસહસ્સદુઅ - ૨૦૦૦ ક્રોડ ગુણિજ્જઈ - સ્તુતિ કરીએ છીએ નિચ્ચ વિટાણિ - નિત્ય પ્રભાતે જયઉ સામિય - હે સ્વામી જય પામો રિસહ સખ્તજિ - શત્રુંજયે ઋષભદેવ ઉર્જિતિ - ઉજ્જયંત/ગિરનાર પડુ નેમિજિણ - નેમિજિન પ્રભુ વીર - વીર/મહાવીર પ્રભુ
સચ્ચઉરિ - સત્યપુરી, સાંચોર મંડણ - મંડન, શોભાવનાર
ભરુઅચ્છહિં - ભરુચ (તીર્થે) મુણિસુન્વય – મુનિસુવ્રત સ્વામી મુહરિ - મહરિ ગામ, મથુરા પાસ - પાર્શ્વનાથ
દુહ-કુરિઅ - દુઃખ - પાપ ખંડણ - નાશ કરનારા
અવર - બીજા (તીર્થકરો) વિદેહિં - મહાવિદેહ ક્ષેત્રમાં
તિ–યરા - તીર્થકરો ચિહું દિસિ વિદિસિ - ચારે દિશા અને ચારે વિદિશાઓમાં તીઆણાગય-સંપDય - ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળમાં થયેલા હિંદુ - હું વંદન કરું છું
જિણ સલૅવિ - સર્વે પણ જિનોને
Page #288
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-શબ્દજ્ઞાન
૨૮૭
સત્તાણવઈસહસ્સા - ૯૭૦૦૦
લકુખાછપ્પન્ન - ૫૬ લાખ અઠકોડિઓ - આઠ કરોડ
બત્તીસય - બત્રીશ સો, ૩૨૦૦ બાસિઆઈ - ન્હાશી, ૮૨
તિઅલોએ - ત્રણ લોકમાં (રહેલ) ચેઈએ - ચૈત્યોને, જિનાલયોને
વંદે - હું વંદન કરું છું પન્નરસ-કોડિ-સયાઈ - પંદરસો ક્રોડ અર્થાત્ પંદર અબજ કોડિબાયાલ - ૪૨ ક્રોડ
છત્તીસ સહસ - ૩૬,૦૦૦ અસિઇ - એંશી, (૮૦)
સાસય - શાશ્વત, શાશ્વતી બિંબાઈ - પ્રતિમાઓને
પણમામિ - હું પ્રણામ કરું છું 1 વિવેચન :- પાંચ ગાથાઓથી પ્રસિદ્ધ એવા આ જગચિંતામણી નામથી ઓળખાતા ચૈત્યવંદન સૂત્રનું વિવેચન કે અર્થવિસ્તાર તેના પાઠભેદોના સ્પષ્ટીકરણ સાથે હવે કરી રહ્યા છીએ
૦ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! હે ભગવન્! (હે પૂજ્ય !) આપ સ્વ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો. (એક મત એવો છે કે અહીં મવન નહીં પણ પ્રાકૃતમાં ભવં હોવું જોઈએ.
– આ સમગ્ર વાક્યના વિવેચન માટે સૂત્ર-૫ ‘ઇરિયાવહી જોવું
• ચૈત્યવંદન કરું ? ઇચ્છે હું ચૈત્યવંદન કરું ?' આ પ્રમાણે ગુરુજી પાસે ચૈિત્યવંદન કરવા માટે આજ્ઞા માંગવામાં આવે છે. (આ જ પ્રકારે આજ્ઞા માંગવાનો ઉલ્લેખ સૂત્ર-૫ ‘ઇરિયાવહી'માં પણ હતો) આ જૈનશાસનની ગુરુ-શિષ્યની વિનય પ્રણાલિ છે. જે મુજબ વિનયપૂર્વક અને નમ્રતાથી શિષ્ય આજ્ઞા માંગે છે ત્યારે ગુરુ ભગવંત (સ્વ ઇચ્છાએ) આજ્ઞા આપતા “દ (તેમ કરો) કહે છે. ત્યારે શિષ્ય તે આજ્ઞાનો “રૂછું' કહીને સ્વીકાર કરે છે. (ઇત્યાદિ કથન સૂત્ર-૫ “ઇરિયાવહી' મુજબ જાણવું).
વિશેષ એ કે, “ચૈત્યવંદન કરું ?" એ શબ્દોમાં ચૈત્યવંદન એ સંસ્કૃત શબ્દ છે અને ગુજરાતીમાં પણ ચૈત્યવંદન જ બોલાય છે. પણ જો સમગ્ર સૂત્ર “આર્ષપ્રાકૃત’ ભાષામાં છે તેવું જોતા “ફયવં' એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે તો યોગ્ય કહેવાય તેમ લાગે છે.
એ જ રીતે ક’ શબ્દ ગુજરાતી છે. ખરેખર અહીં વકરમ થાય જે પ્રાકૃતમાં પણ “રેમિ ભંતે સૂત્ર મુજબ માન્ય પ્રયોગ છે. પણ કેટલીક જૂની પ્રતોમાં કરવું કે ૐ એવો પાઠ હાલ જોવા મળે છે.
(ચૈત્યવંદન' શબ્દનું વિવેચન વિશેષકથન'માં જોવું.) ૦ જગ ચિંતામણિ – જગતમાં ચિંતામણિ રત્ન સમાન.
આ સૂત્રની પહેલી ગાથામાં (ચોવીસે) જિનવરને માટે નવ વિશેષણો મૂકેલા છે તેમાં પહેલું વિશેષણ છે – “ ચિંતા' આ પદ સંબોધન વિભક્તિના બહુવચનમાં મૂકાયેલ છે. તેમાં બે શબ્દો છે. ના અને ચિંતામણિ.
૦ ના શબ્દનો પ્રયોગ આ આખી ગાથામાં કુલ સાત વખત થયો છે. ન એટલે જગત્ જેના દુનિયા, વિશ્વ, લોક, સંસાર, પ્રાણીસમૂહ એવા વિવિધ અર્થો થાય
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
છે અને “જગત' શબ્દથી પણ આ શબ્દ લોક પ્રસિદ્ધ જ છે.
– 1 નો એક અર્થ ‘નો' થાય છે. આ નો' શબ્દના અર્થનો વિસ્તાર પૂર્વે સૂત્ર-૮ નો માં પણ કરેલ છે અને હવે પછી સૂત્ર-૧૩ “નમુત્યુ' માં પણ તારમાં આદિ પાંચ શબ્દોની વ્યાખ્યામાં થવાનો છે. વળી સૂત્ર-૧ નમો નોઈo ના વિવેચનમાં પણ ‘લોક' શબ્દની વ્યાખ્યા કરાયેલ છે.
૦ ચિંતામણિ – આ એક પ્રકારનું રત્ન છે, જે ચિંતન માત્રથી ઇષ્ટ ફળને આપનારું છે. અહીં જિનેશ્વર પરમાત્માને માટે ચિંતામણિ રત્નની ઉપમા એટલા માટે અપાઈ છે કે, જેમના હૃદય તેમના પરત્વેની ભક્તિથી પરિપૂર્ણ હોય છે, તેઓને પુણ્યાનુબંધી પુણ્યથી અથવા લાભાંતર કર્મના ક્ષયોપશમથી તેમના સઘળા મનોવાંછિત કાર્યો પૂર્ણ થાય છે. પરંપરાએ મોક્ષરૂપી ફળ પણ આપે છે.
– નવંતામણિ સમગ્ર પદનો અર્થ – “જગતના ભવ્ય જીવોને માટે ચિંતામણિ રત્ન સમાન' એ પ્રમાણે કહેવાય છે. કેમકે – ભવ્ય જીવો જ “મોક્ષ તત્ત્વને માને છે. મોક્ષદાતાની બુદ્ધિથી જિનવરની ઉપાસના કરે છે. ભગવંતની નિર્મળ નિષ્કામ ભક્તિ વડે “આરોગ્ય', “બોધિલાભ' આદિની પ્રાપ્તિ થાય છે તે કથનની વિચારણ “નોરમ્સ સૂત્રમાં વિસ્તારથી કરેલી જ છે. માટે ભવ્યજીવોને માટે ચિંતામણિ રત્ન સમાન અર્થાત્ મનોવાંછિત ફળને આપનારા' એવો અર્થ અહીં કરેલો છે.
૦ જગનાહ :- જગતના નાથ, જગતના સ્વામી. - અહીં એક પાઠ ભેદનો ઉલ્લેખ છે. નાનાહ નહીં પણ “નહિ નાદ' કેમકે કેટલીક પ્રાચીન પોથીઓમાં નાહ-નાદ એવો પાઠ જોવા મળે છે. વળી આ પહેલી ગાથા છંદની દષ્ટિએ રોલાછંદમાં છે. છંદ અને માત્રા મેળની દૃષ્ટિએ નનાદ કરતા નદિનાદ પાઠ વધારે બંધ બેસતો લાગે છે.
અમે ચાલી આવતી પરંપરા મુજબ અહીં નહિ લખ્યું છે વળી ‘નનારું શબ્દ દર્શાવતા પણ પાઠો મળે તો છે જ. તેથી બેમાંથી કયો શબ્દ પ્રયોગ સાચો છે ? તે તો બહુશ્રુતો’ કહી શકે.
૦ 11 - જગતના. અહીં ત્રણ જગત્ના, ત્રિલોકના અર્થ થાય છે. ૦ નાહ - નાથ, સ્વામી, ધણી, યોગ ક્ષેમ કરનાર, શરણદાતા.
– જિનેશ્વર પરમાત્માને જગન્ના નાથ કહ્યા તે વિશેષણ યોગ્ય જ છે કેમકે – જે જીવો ધર્મ માર્ગમાં જોડાયેલા નથી, તેમને તેઓ ધર્મ માર્ગમાં જોડે છે. જેઓ ધર્મ માર્ગમાં જોડાયેલા છે, તેમનું તેઓ ઉપદેશ આદિ દ્વારા રક્ષણ કરે છે.
– દેવોના ઇન્દ્રો-સુરેન્દ્રો, અસુરોના ઇન્દ્ર-અસુરેન્દ્ર કે માનવોના ઇન્દ્ર-નરેન્દ્ર આદિ સર્વે જેમના ચરણમાં મસ્તક ઝુકાવે છે, તેમજ ત્રણે લોકની ઉપર સિદ્ધશિલારૂપ મસ્તકે તેઓ બિરાજમાન થાય છે, એ કારણથી તેમને ત્રિલોકના નાથ કહે છે તે યોગ્ય જ છે.
– આ જ વિશેષણ નમુત્થણ' સૂત્રમાં નીનાહા શબ્દથી પ્રયોજાયેલ છે. જગતું એટલે લોકો આ લોકના નાથ તે ‘નોનાર્દ અહીં લોક શબ્દથી (ના શબ્દથી) વિશિષ્ટ ભવ્ય-જીવ સમૂહ લેવો તેવું શ્રી હરિભદ્રસૂરિજીનું કથન છે. “નાનાહ’ શબ્દની
Page #290
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-શબ્દજ્ઞાન
૨૮૯ વિશિષ્ટ વ્યાખ્યા માટે સૂત્ર-૧૩ નમુત્યુ નું નોટાના પદ પણ જોવું
– નાથ એટલે “જે અનાથ નથી તે'. તો પછી “અનાથ' કોણ ?
જ્યારે શ્રેણિક મહારાજાએ એક મહામુનિને જોયા ત્યારે કુતુહલવશ થઈને તેઓને યુવાવસ્થામાં દીક્ષા લેવાનું કારણ શું ? તેમ પૂછ્યું. ત્યારે તે મુનિએ કહ્યું કે હે રાજન્ ! હું અનાથ હતો, મારો કોઈ નાથ ન હતો, કોઈ મિત્ર કે સ્વજન ન હતો. માટે મેં દીક્ષા લીધી.
આ સાંભળીને મગધના અધિપતિ રાજા શ્રેણિકે તેમને કહ્યું. આપ દેખાવમાં તો ઋદ્ધિસંપન્ન લાગો છો તો પણ તમારો કોઈ નાથ કેમ ન હોય? તો પણ હે ભદંત! ચાલો હું તમારો નાથ થવા તૈયાર છું. ચાલો મિત્રો, જ્ઞાતિજનો સાથે ભોગ ભોગવો.
હે શ્રેણિક ! તું સ્વયં અનાથ છે. જ્યારે તું જ અનાથ છે ત્યારે તું કોઈનો નાથ કઈ રીતે બનવાનો છે ?
રાજા પહેલેથી વિસ્મિત તો હતો જ. પણ પહેલાં કદાપી સાંભળેલ ન હોય તેવા આ વચનો મુનિ પાસેથી સાંભળીને વધુ વિસ્મિત થયો. તેણે કહ્યું. મારી પાસે હાથી, ઘોડા, નગર, અંતઃપુર બધું જ છે, હું મનુષ્યજીવનના બધાં જ સુખો ભોગવી રહ્યો છું. મારી પાસે રાજ્ય અને દ્ધિ-સમૃદ્ધિ છે. સર્વ પ્રકારના કામભોગ મને પ્રાપ્ત છે, તો પછી હું અનાથ કઈ રીતે કહેવાઉ ?
હે રાજન્ ! તને અનાથનો અર્થ અને પરમાર્થ જ ખબર નથી તું ધ્યાનથી સાંભળ કે ખરેખર “અનાથ' કેવા હોય છે ?
અસાધારણ સુંદર એવી કૌશાંબી નગરી છે. ત્યાં મારા પિતા છે, તેની પાસે પ્રચુર ધન હતું. ઘણી જ ઋદ્ધિ અને સંપત્તિ હતી.
હે રાજન્ ! યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ. તેનાથી મારા આખા શરીરમાં બળતરા થતી હતી. કોઈ તીક્ષ્ણ શસ્ત્રો શરીરમાં ઘુસાડે ત્યારે જે વેદના થાય તેવી વેદના મારી આંખમાં થતી હતી. આ વેદના ઇન્દ્રના વપ્રહારથી પણ ભયંકર હતી. તેને કારણે મારા હૃદય, મસ્તક આદિમાં પણ દારુણ વેદના થતી હતી.
આવા સમયે –
– વૈદ્યો અનેક ઉપચારો કરવા છતાં મારી વેદનાને સમાવીને મને દર્દ મુક્ત ન કરી શક્યા. તે હતી મારી અનાથતા.
– પિતા ધનના ભંડારો લુંટાવતા હતા, તો પણ મારી વેદના ટાળી ન શક્યા, તે હતી મારી અનાથતા.
- માતા પુત્રના શોકે દુઃખારૂં થઈ પણ તેનું વાત્સલ્ય પુત્રને દર્દથી છોડાવી ન શક્યું તે હતી મારી અનાથતા.
– સહોદર ભાઈઓ પુરતો પરિશ્રમ કરી ચૂક્યા, તો પણ વેદના હળવી ન બની તે હતી મારી અનાથતા.
– સહોદર બહેનો પણ આ દુઃખ લઈ ન શકી, તે હતી મારી અનાથતા.
– પતિવ્રતા, પ્રેમમાં રક્ત પત્ની આંસુભરી આંખે હૈયું ભિંજવતી ઉભેલી, સેવા [1|19
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ કરતા થાકતી ન હતી, ક્ષણવાર પણ અળગી થતી ન હતી તો પણ મારી વેદનામાં અસહાય રહી, તે હતી મારી અનાથતા.
ત્યારે મેં વિચાર્યું કે, જો હું આ વેદનાથી મુક્ત થઈ જાઉં તો હું શાંત, દાંત, નિરારંભ અણગારવૃત્તિથી પ્રવ્રજિત થઈ જઈશ. આવો વિચાર કરતાં હું સૂઈ ગયો. રાત્રિ પૂર્ણ થતા મારી વેદના પણ ક્ષીણ થઈ ગઈ. પ્રાત:કાળે વડીલોની અનુમતિ લઈને હું દીક્ષા લઈ અણગાર બની ગયો.
ત્યારે હું મારો અને બીજાનો, ત્રસ અને સ્થાવર બધાં જીવોનો નાથ બની ગયો. (આ છે “નાથ' શબ્દની પરિભાષા).
• જગ-ગુર - જગના ગુરુ, આત્મહિતનો ઉપદેશ આપનાર. – અહીં “જગતુ' શબ્દ સમસ્ત (પ્રાણિ) લોક અર્થમાં સમજવો.
૦ મુ - જુઓ સૂત્ર-૨ "પંચિંદિય'. છત્રીશ ગુણોથી યુક્ત “ગુરુ' કેવા હોય? તેનું સ્વરૂપ સુંદર રીતે રજૂ કરેલ છે.
૦ જ્યારે વિનવર' માટે પુરુ' શબ્દ વપરાય ત્યારે કંઈક વિશેષ અર્થ છે, તેમ વિચારવું જોઈએ. જિનેશ્વર પરમાત્મા સર્વ જીવોને ઉદ્દેશીને સર્વ કોઈનું કલ્યાણ થાય એવો સમાન હિતોપદેશ આપે છે. તેથી તેમને “જગ-ગુર' એવું વિશેષણ યોગ્ય જ છે.
૦ આ ચોવીસીમાં સર્વ પ્રથમ તીર્થકર આ ભરતક્ષેત્રમાં થયા તે ઋષભદેવ ભગવંત. અઢાર કોડાકોડી સાગરોપમ જેટલો દીર્ધકાળ પસાર થયો ત્યાં સુધી ધર્મ કે ધર્મીનું કોઈ નામ ન હતું. સમગ્ર જગત્ (ભરતક્ષેત્ર) અજ્ઞાનરૂપી અંધકારમાં ડૂબેલ હતું અહીંથી મોક્ષ કે મોક્ષનો માર્ગ પણ બંધ હતો. તેવા સમયે આ ક્ષેત્રમાં જ્ઞાનનો સૌ પ્રથમ દીપક પ્રગટાવ્યો. મોક્ષમાર્ગ પ્રર્વતાવ્યો. લોકોને ધર્મનો ઉપદેશ આપ્યો. આ બધી પ્રવૃત્તિ થકી અસંખ્ય પાટ પરંપરા સુધી જીવો આત્મહિત સાધી મોક્ષે ગયા. આ પ્રતાપ કોનો ? જગગુરુ તીર્થકરનો.
૦ જગરકુખણ :- જગતનું રક્ષણ કરનારા, જગરક્ષક. ૦ અહીં ના શબ્દથી છકાયના જીવોરૂપી જગત્ અર્થ ઇષ્ટ છે.
૦ વરવ - પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ એ જીવનિકાયના જીવોના રક્ષણ કરનારા.
– સૂત્ર-૧૩ “નમુત્થણમાં ભગવંતના બે વિશેષણો મૂક્યા છે– (૧) અભયદયાણ, (૨) સરણદયાણ. જિનવર પરમાત્મા જગના જીવોને ઇહલોકભય, પરલોકભય આદિ સાત પ્રકારના ભયથી મુક્ત કરાવનારા છે. તેઓ પરમ કરુણાના સાગર હોવાથી સર્વ જીવો પ્રત્યે કારુણ્યભાવ ધરાવે છે. છ એ જીવનિકાયના જીવોની હિંસાથી સર્વથા વિરમેલા છે માટે તેમને “અભયદયાણં' કહ્યા છે. વળી તેમને ‘સરણદયાણં' પણ કહ્યા છે. શરણ એટલે ભયથી પીડાતા જીવોનું રક્ષણ એ રીતે તેઓનું નવસ્વ વિશેષણ સાર્થક છે. (મયક્રયા અને સરકયા બંને વિશેષણનો વિસ્તાર સૂત્ર-૧૩ “નમુત્થણમાં જોવો.)
– હિંસા અને પ્રતિહિંસા વડે જગતની શાંતિનો નાશ થાય છે, જ્યારે અહિંસા
Page #292
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૨૯૧
અને અભયદાન વડે જગતની શાંતિનું રક્ષણ થાય છે. શ્રી જિનેશ્વર પરમાત્મા પોતાની અતિશયવાળી વાણીમાં અહિંસા અને અભયદાનની પ્રચંડ ઉદ્ઘોષણા કરતા હોવાથી તેઓ “જગરક્ષક' કહેવાય છે. અથવા તો જગતુના જીવોને તેઓ કર્મબંધનમાંથી છોડાવે છે, માટે તેઓ જગરક્ષક કહેવાય છે.
૦ જગ બંધવ :- જગના જીવોના ભાઈ સમાન. ૦ અહીં પણ ના શબ્દથી છકાયના જીવો રૂપી જગત્ અર્થ ઇષ્ટ છે.
૦ વંધવ - વધુ શબ્દને સ્વાર્થમાં કબૂ પ્રત્યય લાગવાથી વાવ શબ્દ બને છે. તેનો અર્થ છે – ભાઈ, નિકટવર્તી સ્વજન, સગાંવહાલાં, પિતરાઈ. સામાન્યથી જે કોઈ હિતૈષી હોય તેને માટે પણ આ જ શબ્દ વપરાય છે. જિનેશ્વર પરમાત્મા જગતના પરમહિતૈષી છે. કેમકે તેઓ નિઃસ્વાર્થપણે પરમહિતનું રહસ્ય પ્રકાશે છે કે જેનાથી સર્વ જગતના જીવોનું કલ્યાણ થાય છે.
- ઉત્તરાધ્યન સૂત્ર ટીકામાં વંધવ નો અર્થ નિકટવર્તી સ્વજન કર્યો છે. પરમાત્માથી વધુ નિકટવર્તી સ્વજન જગતમાં બીજું કોણ હોય ?
જળસત્થવાહ :- જગતના સાર્થવાહ, જગતના નેતા.
૦ ના શબ્દથી સામાન્ય અર્થ તો જગતુ થાય છે. પણ “જગતને ઇષ્ટ સ્થળે (મોક્ષ) પહોંચાડનાર'. એવો અર્થ જ્યારે ‘નાત્થવાદ શબ્દનો કરવામાં આવે ત્યારે ન નો અર્થ “મોક્ષાભિલાષી સાધુ આદિ ભવ્યજીવો’ એવો પણ કરાય છે.
૦ અસ્થિવાહ એટલે સાર્થવાહ. જેમ સાર્થવાહ આખા સાર્થને લઈને તેના ઇષ્ટ સ્થળે પહોંચાડે છે, તે રીતે જિનેશ્વર પરમાત્મા ભવ્ય જીવોને, મોક્ષાભિલાષી આત્માઓને તેમના ઇષ્ટ સ્થળ એવા મોશે પહોંચાડવામાં નિમિત્તભૂત બને છે.
૦ સત્યવાહિ શબ્દમાં સત્ય એટલે સાર્થ શબ્દ છે. “સાર્થ' શબ્દનો અર્થ છે ઇષ્ટ સ્થળે પહોંચવા ઇચ્છતો મુસાફરોનો સમૂહ.
– આવા સાર્થને લઈ જનાર, તેની સર્વ પ્રકારે સાર સંભાળ લેનાર જે અગ્રણી કે નાયક હોય તેને સાર્થવાહ કહેવાય છે. મતલબ કે જે સાર્થ-નાયક સાર્થને યોગ્ય રસ્તે લઈ જાય છે, ઇષ્ટ સ્થળે પહોંચાડે છે, તે સાર્થવાહ કહેવાય છે. શ્રી જિનેશ્વર પરમાત્મા જગતના જીવોને પોતાના સમર્થ નેતૃત્વ હેઠળ મોક્ષનગરી નામના ધારેલા સ્થળે લઈ જાય છે, તેથી તેઓ નરસ્થિવાહ કહેવાય છે.
– સૂત્ર-૧૩ “નમુત્થણ'માં થર્મના ' પદ પણ સત્યવાદ જેવો જ કંઈક અર્થ ધરાવે છે. બંનેમાં થોડે-વત્તે અંશે સારશ્ય જણાય છે. માટે “ઘમનાય' પદનું વિવેચન પણ જાણવા યોગ્ય ગણાય
• જગભાવ વિઅકખણ :- જગતના સર્વ ભાવોને જાણવામાં અને (પ્રકાશવામાં) કહેવામાં નિપુણ કે સમર્થ
૦ ગન - જગત, આ શબ્દ જગતના સર્વે દ્રવ્યો અર્થમાં ઇષ્ટ જણાય છે.
૦ માવ - શબ્દ અનેક અર્થોમાં વપરાય છે, પણ અહીં માત્ર શબ્દથી પર્યાય અર્થ ગ્રહણ કરવો. પર્યાય એટલે નિરંતર પલટાતી અવસ્થા. જીવ હોય કે પુદ્ગલ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૯૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ હોય કે અન્ય દ્રવ્ય હોય, સર્વે દ્રવ્યોના સર્વેભાવો અર્થાત્ પર્યાયો અનંત હોય છે, વારંવાર પલટાતા પણ રહે છે.
– જિનેશ્વર પરમાત્માને માટે સૂત્ર-૧૩ નમુત્થણ' સૂત્રમાં બે વિશેષણ વપરાયેલા છે - સવ્વકૂપ - સવ્વરલી - અર્થાત્ સર્વજ્ઞ અને સર્વદર્શી. તેઓ બધું જાણે છે માટે સર્વજ્ઞ કહેવાય છે, બધું જુએ છે માટે સર્વદર્શી કહેવાય છે. આ જ વિશેષણો તેમના નામાવવા વિશેષણને પણ સમજવામાં ઉપયોગી છે. કેમકે જિનેશ્વર પરમાત્મા સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી જગતુના સર્વે દ્રવ્યોના સર્વે ભાવો-પર્યાયોને બરાબર જાણે છે તેમજ તેનું પ્રકાશન અર્થાત્ કથન પણ કરી શકે છે. તેથી તેઓને નામાવવિશ્વમાં કહેવાય છે.
• અઠાવય-સંઠવિય-વ- અષ્ટાપદ પર જેમની પ્રતિમાઓ સ્થાપન થયેલી છે તેવા. (ચોવીસ તીર્થકરો)
– આ ચોવીસીના પ્રથમ તીર્થકર ઋષભદેવ પરમાત્મા પોતાનો મોક્ષગમન કાળ નિકટ આવેલો જાણીને ૧૦,૦૦૦ મુનિવરો સાથે અષ્ટાપદ પર્વત ગયા. ત્યાં પાદપોપગમન અનશન કરીને નિર્વાણપદને પ્રાપ્ત થયા હતા. જ્યારે ભગવંત ઋષભનું નિર્વાણ થયું ત્યારે ભરત ચક્રવર્તી પણ દુઃખ સંતપ્ત હૃદયે પગે ચાલતો જ અષ્ટાપદ પર્વતે ગયો હતો. ત્યાં ભરતે એક જિનાલયનું નિર્માણ કરાવેલું હતું તે આ પ્રમાણે
ભરત ચક્રવર્તીએ પોતાના વર્ધકીરત્નને એક યોજન લાંબુ, ત્રણ ગાઉ ઊંચુ સિંનિષદ્યા આકારનું એક જિનાલય નિર્માણ કરવા કહ્યું. જેમાં ૧૦૦ સ્તંભો મૂકાવ્યા, પછી સુંદર જિનાલયનું નિર્માણ કરાવ્યું. તે જિનાલયમાં ભારતે તીર્થકરના સ્વસ્વ વર્ણપ્રમાણ યુક્ત એવા ચોવીશ તીર્થકર ભગવંતોની પ્રતિમા સ્થાપવાનું નક્કી કર્યું.
તેણે જિનાલયની ચારે દિશામાં એક-એક વાર મૂકાવ્યું. ત્યાં ચૈત્યસ્તૂપ, મણિપીઠિકા, અષ્ટમંગલ, ચંદન કળશો, મુખ મંડપ, પ્રેક્ષાગૃહ, સિંહાસન ઇત્યાદિ બધાનું નિર્માણ શાશ્વત ચૈત્યોમાં હોય તેવી રીતે કરાવ્યું. ત્યાં ઋષભ આદિ ચોવીસે જિનવરોની પ્રતિમાને તેમના-તેમના શરીરના વર્ણ (માન) પ્રમાણે ત્યાં સ્થાપન કરી જેમાં દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તર દિશામાં દશ અને પૂર્વ દિશામાં બે, એ રીતે ચોવીસે ભગવંતોની પ્રતિમાઓને સ્થાપના કરી.
આ ચાર, આઠ, દશ, બે નો અંક સૂત્ર-૨૩ સિદ્ધાણંબુદ્ધાણંમાં ગાથા-પમાં વસ્તાર 1 ટન હોય વહિયા નિખરી વડવ્વીસં' એવા શબ્દોથી રજૂ થયેલ છે.
તીર્થની રચના બાદ આ તીર્થના રક્ષણ માટે ભરત ચક્રવર્તીએ દંડવત્ન વડે અષ્ટાપદ પર્વતને છેદીને એક-એક યોજનનું એક એવા આઠ પગથીયા બનાવ્યા. લોઢાના યંત્રપુરુષનો દ્વારપાલ બનાવ્યો. ત્યાં પૂજા, મહોત્સવ આદિ કરી સ્વસ્થાને પાછો ફર્યો.
૦ પટ્ટવિય - અષ્ટાપદ. આ પર્વતનું નામ અષ્ટાપદ હતું તેમ ભગવંત ઋષભ ત્યાં પધાર્યા અને અનશન કર્યું તેમ કહ્યું. ત્યાં પણ બતાવેલ છે જ. બીજા મતે ભરતે તીર્થ સ્થાપના કર્યા પછી ત્યાં જવા માટે એક-એક યોજનના આઠ પગથીયા બનાવ્યા માટે તે અષ્ટાપરૂપે પ્રસિદ્ધ થયું છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૨૯૩
આ પર્વતને હેમચંદ્રાચાર્યજીએ ભૂમિકાંડના ૯૪માં શ્લોકમાં કૈલાશ પર્વત પણ કહેલ છે. જિનપ્રભસૂરિજીએ અષ્ટાપદગિરિકલ્પમાં પણ કહ્યું છે કે, અયોધ્યાનગરીની ઉત્તર દિશાએ બાર યોજન દૂર અષ્ટાપદ નામનો રમ્ય પર્વતરાજ આવેલો છે. જે આઠ યોજન ઊંચો છે. જેનું બીજું નામ કૈલાસ પર્વત' પણ છે.
આગમશાસ્ત્રોની સાક્ષી મુજબ જે સ્વલબ્ધિ વડે આ પર્વતને આરોહે છે, તેઓ તે જ ભવે મોક્ષ જાય છે. બીજા શબ્દોમાં ઉત્તરાધ્યયન સૂત્ર બૃહવૃત્તિમાં કહ્યું છે કે, જે સાધુ ચરમશરીરી હોય અર્થાત્ તે જ ભવે મોક્ષે જનારા હોય તે જ આ શ્રેષ્ઠ પર્વત અર્થાત્ અષ્ટાપદ પર્વત પર ચડી શકે છે, અન્યો ચડી શકતા નથી. હેમચંદ્રાચાર્યજીએ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રના પર્વ-૧૦ના સર્ગ-૯માં પણ કહ્યું છે કે, જે અષ્ટાપદ પર્વત પર રહેલી જિનપ્રતિમાઓને વંદન કરીને ત્યાં એક રાત્રિ ગાળે છે, તે એ જ ભવે સિદ્ધ થાય છે. તે સંબંધમાં પ્રસિદ્ધ થયેલ કથા મુજબ ગૌતમસ્વામીજીએ ચારણલબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને ત્યાં એક રાત્રિ પસાર કરેલી. તેઓએ ભગવંતના વચનથી આ યાત્રા કરેલી અષ્ટાપદેથી પાછા વળતા ૧૫૦૦ તાપસોને પ્રતિબોધ કરેલા, બધાં જ મોક્ષે ગયા. ભરત ચક્રવર્તીની માફક સગર ચક્રવર્તીના ચરિત્રમાં પણ અષ્ટાપદ તીર્થનો ઉલ્લેખ આવે છે. તેના જનુકુમાર આદિ ૬૦,૦૦૦ પુત્રોએ તીર્થ રક્ષા માટે અષ્ટાપદ પર્વતની આસપાસ ખાઈ ખોદાવીને તેમાં ગંગાનદીનું પાણી વહેવડાવ્યું હતું, તેમ કરતા નાગકુમારદેવોના ભવનોમાં ખળભળાટ મચી ગયેલો. નાગકુમાર દેવોએ આ ૬૦,૦૦૦ કુમારોને એક સાથે જ મારી નાંખેલા હતા.
૦ સંવિય - એટલે સંસ્થાપિત સ્થાપના કરવી તે. આ શબ્દ ૨૪ તીર્થંકરોની પ્રતિમાની સ્થાપનાના સંદર્ભમાં વપરાયેલ છે.
૦ વ - રૂપ, સમાન આકૃતિ, પ્રતિમા, બિંબ, મૂર્તિ, પ્રતિકૃતિ
તીર્થંકર પરમાત્મા નામથી, આકૃતિથી, દ્રવ્યથી અને ભાવથી ત્રણ લોકના જીવોને પવિત્ર કરે છે. તેમાં આકૃતિનો એક અર્થ રૂપ કે પ્રતિમા થાય છે. જ્યારે સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા મોજુદ ન હોય ત્યારે જીવોને પરમાત્માનું આલંબન કઈ રીતે લેવું ? તે માટે તીર્થંકરની પ્રતિકૃતિ કે પ્રતિમાજીનું સ્થાપન કરાય છે, પ્રતિમાને તીર્થંકરરૂપ માનીને તેની ભક્તિ, ઉપાસના, પૂજા આદિ કર્તવ્યો થઈ શકે છે.
મનને વશ કરવા માટે, અધ્યવસાયોની શુદ્ધિ માટે અને સબળ આલંબન માટે જ્ઞાની પુરુષોએ બતાવેલા ઉપાયોમાં પ્રતિમાજી એક પ્રબળ સાધન છે. તેના દર્શન, વંદન, પૂજન આદિ દ્વારા મૂળ પરમાત્માનું સન્માન, ભક્તિ આદિ થાય છે. આ પુષ્ટ આલંબનથી ધ્યાન પણ થઈ શકે છે. પ્રતિમાજીને આધારે પરમાત્મા સાથેનો તાદાત્મ્ય ભાવ કેળવાય છે.
પ્રતિમાજી પરિકર રહિત અને અષ્ટ પ્રાતિહાર્યો યુક્ત પરિકર સહિત એમ બંને પ્રકારે હોય છે. પરિકરરહિત પ્રતિમા સિદ્ધ થયેલા અરિહંતોનું સ્મરણ કરાવે છે, જ્યારે પરિકરયુક્ત પ્રતિમા ભાવ તીર્થંકરોની યાદ અપાવે છે. તીર્થંકરના પાંચે કલ્યાણકોની ઝાંખી કરાવે છે. પ્રતિમાજી નીચે કોતરેલ ચિન્હ પરથી જે-તે પ્રતિમા
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
કયા તીર્થંકરની છે તેનો ખ્યાલ આવે છે. કાયોત્સર્ગ કે પર્યંકાસને રહેલ પ્રતીમાજીને જોઈને અરિહંત પરમાત્માના નિર્વાણ વખતની ભૂમિકાનું દૃશ્ય ચક્ષુ સામે તરવરી ઉઠે છે. ૦ કમ્મટ્ઠ વિણાસણ :- આઠ કર્મનો વિનાશ કરનાર.
આઠ કર્મો તેના ઉત્તર ભેદોનું કથન સૂત્ર-૧ ‘નવકારમંત્ર'માં કરેલ જ છે. કર્મગ્રંથોમાં આ સ્વરૂપ પ્રસિદ્ધ છે. ભગવતીજી ટીકા, ઉત્તરાધ્યયન સૂત્ર, પત્રવણા આદિ આગમોમાં પણ તેના ઉલ્લેખો છે. અહીં ‘દ’ શબ્દથી આઠ કર્મોનો જે ઉલ્લેખ થયો છે તે તો માત્ર મૂળ પ્રકૃત્તિરૂપ છે. તે આ પ્રમાણે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય
વિનાશ કરનાર.
આ અર્થનો વિસ્તાર સૂત્ર-૧ ‘નવકાર મંત્રના
૦ વિળાસન શબ્દનો અર્થ છે ૦ આઠે કર્મોનો વિનાશ કરનાર. સિદ્ધ પદમાં પણ સારી રીતે થયેલો છે. - વિશેષ એ જ કે આઠ કર્મોનો વિનાશ કરનારમાં ‘આઠ' એ સંખ્યાવાચી વિશેષણને ગૌણ કરીને વિચારીએ કેમકે ‘આઠ’ની સંખ્યા પ્રકૃતિથી કર્મબંધને જણાવે છે, પણ કર્મનો બંધ પ્રકૃતિથી, સ્થિતિથી, રસથી અને પ્રદેશથી એવા ચારે પ્રકારે થતો હોય છે. એ દૃષ્ટિએ ચારે પ્રકારે કર્મનો સમૂળગો નાશ કરનારા એમ કહેવાય. જો આઠ મૂળ પ્રકૃતિના ઉત્તર ભેદો વિચારીએ તો ૧૫૮ પ્રકારે પણ કર્મનો નાશ કરનારા કહેવાય. કર્મ વર્ગણાનો વિચાર કરો તો અનંતાનંત કર્મ વર્ગણાઓનો વિનાશ કરનારા કહેવાય છે.
-૦- આ રીતે પહેલી ગાથામાં જિનેશ્વર પરમાત્માના નવ વિશેષણો બતાવ્યા પછી વિશેષ્ય પદનો ઉલ્લેખ આવે છે चउवि पि जिणवर जयंतु ઞડિય સામળ - જેમનું શાસન કોઈથી હણાયું નથી તેવા (ઉપરોક્ત નવે વિશેષણોથી યુક્ત) ચોવીસે પણ જિનવરો જય પામો.
૦ દવિસંપિ - ચોવીસે પણ.
આ પદ ‘લોગસ્સ સૂત્ર-૮'માં પણ આવેલ જ છે. જુઓ સૂત્ર-૮. સૂત્ર-૮માં ‘પિ' શબ્દથી (ńપ) અર્થમાં અન્ય તીર્થંકરોને સમાવી લેવાયા હતા. પરંતુ અહીં ‘અષ્ટાપદ તીર્થ પર સંસ્થાપિત પ્રતિમા એવું જે વિશેષણ પૂર્વે મૂક્યું, તેનાથી ચોવીશ તીર્થંકરનો જ ઉલ્લેખ થશે. ઋષભ આદિ ચોવીશ સિવાયના અન્ય તીર્થંકરોનો સમાવેશ થશે નહીં.
-
-
—-
પાઠભેદ :- પ્રચલિત પરંપરામાં ઘવિર્સ પિ' બોલાય છે. પણ કેટલીક પ્રાચીન પ્રતો મુજબ ચડવીસ વિ પાઠ પણ જોવા મળે છે. જો કે અર્થની દૃષ્ટિએ તો બંને પાઠનો અર્થ સમાન જ છે.
♦ બિળવર - હે જિનવર !, હે તીર્થંકર !, હે અરિહંત ! આ શબ્દનું વિવેચન સૂત્ર-૮ ‘લોગસ્સ'માં થઈ ગયેલ છે. ૦ પરંતુ - જય પામો. મૂળ નિ ક્રિયાપદનું આ રૂપ છે. પાઠભેદ-કેટલીક પ્રાચીન પ્રતોમાં નયંતિ કે નયંત પાઠ પણ જોવા મળે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૯૫
જગચિંતામણિ સૂત્ર-વિવેચન અર્થની દૃષ્ટિએ તેમાં કોઈ ફર્ક પડતો નથી.
• પથિ -સાસણ - અપ્રતિહત કે અખંડિત શાસનવાળા
૦ સપડાય - એટલે અપ્રતિહત, અખ્ખલિત, અખંડિત, અબાધિત, અવિસંવાદી, વિરોધરહિત ઇત્યાદિ અર્થો થાય છે.
૦ શાસન - શાસન, આઇ, પ્રવચન, ઉપદેશ ઇત્યાદિ.
-૦- આ રીતે પ્રથમ ગાથામાં જગચિંતામણિ આદિ વિશેષણોથી યુક્ત એવા ચોવીસે જિનવરો તમે જય પામો. એમ કહીને ચોવીસ જિનની સ્તુતિ કરી, હવે બીજી ગાથામાં વિહરમાન આદિ તીર્થકરો-કેવળી-મુનિની સંખ્યા જણાવી તેમની પ્રભાતે સ્તુતિ કરીએ છીએ' એવું કથન કરાયેલ છે.
• કમ્પભૂમિહિં કમભૂમિëિ – જ્યાં કર્મ વર્તે છે, તેવી કર્મભૂમિમાં
– બે વખત ભૂમિ શબ્દ છે, તેમાં પહેલો ઝ્મભૂમિ - જ્યાં અસિ, મસિ અને કૃષિ રૂપ કર્મ વર્તે છે તેવી ભૂમિ એવો અર્થ ધરાવે છે. જ્યારે બીજી વખત
ગ્નમૂન શબ્દ ‘કર્મભૂમિ'રૂપ ૧૭૦ ક્ષેત્રોનો અર્થ ધરાવે છે. તે આ પ્રમાણે – પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ ક્ષેત્રો એ પંદર કર્મભૂમિ કહેવાય છે. પણ પ્રત્યેક મહાવિદેહમાં ૩૨-૩૨ વિજયો આવેલી છે. તેથી કુલ ૧૬૦ વિજયો, ૫ ભરત, ૫ ઐરાવત મળીને કુલ ૧૭૦ કર્મભૂમિ ક્ષેત્રો થાય છે. આ ૧૭૦ ક્ષેત્રોમાં જ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આદિ ઉત્તમ પુરુષો થાય છે.
– પાઠભેદ :- કેટલીક પ્રાચીન પ્રતોમાં એક જ વખત મ્મમૂહિં નો પાઠ જોવા મળે છે. અમે પરંપરાને અનુસરીને બે વખતનો પાઠ નોંધેલ છે.
– મૂનિ – જે ભૂમિમાં કૃષિ, વાણિજ્ય, તપ, સંયમ, અનુષ્ઠાન આદિ કર્મો પ્રધાન હોય તે કર્મભૂમિ' કહેવાય છે. અથવા મોક્ષમાર્ગને જાણનારા અને પ્રકાશનારા તીર્થકરો જ્યાં જન્મ લે છે તે કર્મભૂમિ કહેવાય છે. અથવા અસિ (હથિયાર, અસ્ત્ર, શસ્ત્ર), મસિ (લેખ, શાહી આદિ) અને કૃષિ (ખેતી) રૂ૫ કર્મથી જ્યાં વ્યવહાર ચાલતો હોય તે કર્મભૂમિ કહેવાય છે.
– જીવાજીવાભિગમ, પન્નવણા, ભગવતીજી ઇત્યાદિ આગમોમાં તથા અનેક ગ્રંથોમાં કર્મભૂમિ, અકર્મભૂમિનો ઉલ્લેખ મળે છે–
કર્મભૂમિઓ પંદર કહી છે – (૧) પાંચ ભરત, (૨) પાંચ ઐરાવત, (૩) પાંચ મહાવિદેહ. તેમાં જંબૂઢીપ નામક દ્વીપમાં ૧-ભરત, ૧-ઐરાવત અને ૧-મહાવિદેડ ક્ષેત્ર છે, ધાતકી ખંડ નામના દ્વીપમાં ૨-ભરત, ૨-ઐરાવત અને ૨-મહાવિદેહ છે અને અર્ધ પુષ્કરવરતીપમાં પણ ૨-ભરત, ૨-ઐરાવત અને ૨-મહાવિદેહ ક્ષેત્રો આવેલા છે.
અકર્મભૂમિઓ (જે કર્મભૂમિ નથી તે) ૩૦ કહી છે. તે મુજબ પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રખ્ય વર્ષ, પાંચ દેવકુર અને પાંચ ઉત્તરકુરુ. આ ત્રીશ અકર્મભૂમિમાં યુગલિકનો આચાર પ્રવર્તે છે. આ ભૂમિમાં તીર્થકર આદિ ઉત્તમ પુરુષો જન્મતા નથી.
• પઢમ સંઘણિ – પ્રથમ સંઘયણવાળા.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૯૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
૦ પરમ - એટલે પહેલું અથવા ઉત્કૃષ્ટ.
૦ સંધયUT - શરીરમાં રહેલા હાડકાંની વિશિષ્ટ રચના. આ રચના છ પ્રકારની હોય છે. (૧) વજઋષભનારાચ સંઘયણ, (૨) ઋષભનારાચસંઘયણ, (૩) નારાજ સંઘયણ, (૪) અર્ધનારાય સંઘયણ, (૫) કીલિકા સંઘયણ અને (૬) સેવાર્ત (છેવટ્ટ)
સંઘયL
આ છ પ્રકારની રચનામાં પહેલું સંઘયણ હોવાથી તે પઢમસંય કહેવાય છે. વળી છ એ અસ્થિરચનામાં તે ઉત્તમ પ્રકારની અસ્થિરચના હોવાથી પઢમ નો ઉત્તમ અર્થ પણ અહીં માન્ય જ છે.
– વજઋષભ નારાચ સંઘયણ કેવું હોય છે ? જે સાંધામાં મર્કટબંધ નામનું એક પ્રકારનું બંધન હોય, તેને ફરતો પાટો અને તેની વચ્ચે વજ જેવી ખીલી મારેલી હોય તેને વજsષભનારાચ સંઘયણ કહે છે.
– તે પછીના સંઘયણો એક-એકથી ઉતરતી કક્ષાના હોય છે.
– આ વજઋષભનારાચ સંઘયણ પહેલી કે ઉત્તમ કક્ષાનું હોય છે અને તીર્થકર પરમાત્મા નિશ્ચયથી આ સંઘયણવાળા હોય છે.
• ઉક્કોસય – ઉત્કૃષ્ટ, વધુમાં વધુ.
આ પદ હવે પછીની ત્રણ સંખ્યાઓ સાથે જોડાયેલ છે. જિનેશ્વર પરમાત્માની સંખ્યા, કેવળજ્ઞાનીઓની સંખ્યા, સાધુઓની સંખ્યા સાથે.
– પાઠ ભેદ-ઉક્કોસઉ અને ઉક્કોસઈ એવા પાઠ પણ પ્રાચીનuતમાં મળે છે. • સત્તરિય જિણવરાણ – ૧૭૦ જિનવર, તીર્થકર, ભગવંત. – પાઠભેદ, સત્તરિસઉ એવો પાઠ પણ પ્રાચીન પ્રતમાં મળે છે.
– વધુમાં વધુ તીર્થકર ૧૭૦ હોય. ભગવંત અજિતનાથના સમયમાં આ સંખ્યા હતી તેવા ઉલ્લેખ મળે છે. આ ૧૭૦ જિનવરનું ગણિત આ પ્રમાણે છે - પાંચ ભરતક્ષેત્રમાં પાંચ, પાંચ ઐરાવત ક્ષેત્રમાં પાંચ અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર-જેમાં પ્રત્યેક મહાવિદેહની ૩૨-૩૨ વિજયો. એટલે કુલ ૧૬૦ વિજયમાં ૧૬૦ જિનવરો. એ બધાં મળીને ૧૭૦ જિનવર થાય. આ વિજયોમાં જંબૂદ્વીપમાં (૩૨ + ૧ + ૧) ૩૪ વિજયો છે, ધાતકીખંડમાં (૬૪ + ૨ + ૨) ૬૮ વિજ્યો છે. એ જ રીતે અર્ધપુષ્કરવર દ્વિીપમાં પણ ૬૮ વિજયો છે.
• વિહરંત લબભાઈ – વિચરતા પમાય છે અર્થાત્ વિચરતા હોય છે. – ઉત્કૃષ્ટપણે વિહરમાન તીર્થકર ૧૭૦ હોય છે - પ્રાપ્ત થાય છે. • નવકોડિહિં કેવલીણ :- નવ કરોડ કેવળજ્ઞાનીઓ. – ઉત્કૃષ્ટથી નવ કરોડ કેવળજ્ઞાની વિચરતા જાણવા. • કોડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ – ૯૦૦૦ કરોડ સાધુ જાણવા.
– વિહરમાન સાધુ ભગવંતોની સંખ્યા સમગ્ર મનુષ્ય ક્ષેત્ર (કર્મભૂમિ જ)માં ૯૦૦૦ કરોડ અર્થાત્ ૯૦ અબજની હોય છે - પ્રાપ્ત થાય છે.
-૦- સારાંશ – વિહરમાન એવા તીર્થકરો-૧૭૦, કેવળજ્ઞાનીઓ ૯ કરોડ
Page #298
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૨૯૭
અને સાધુ ભગવંતો ૯૦ અબજ એ તેમની ઉત્કૃષ્ટ સંખ્યા છે. હવે વર્તમાનકાળની તીર્થકર, કેવલી, સાધુની સંખ્યા જણાવે છે–
• સંપઈ – સંપ્રતિ, વર્તમાનકાળે. – વર્તમાનકાળના તીર્થકર, કેવળી, સાધુની સંખ્યા જણાવે છે–
• જિણવર વીસ – વીશ જિનવર ભગવંત વિહરમાન છે. આ સંખ્યા જઘન્ય છે. ઓછામાં ઓછા વીસ તીર્થકર ભગવંતો તો વિચરતા હોય જ. વર્તમાનમાં મહાવિદેડ ક્ષેત્રમાં ૨૦-જિનવર ભગવંતો વિચરી રહ્યા છે. મહાવિદેહની આઠમી, નવમી, ચોવીસમી અને પચ્ચીસમી એ ચારે વિજયમાં એક-એક તીર્થકર વિચરી રહ્યા છે.
જંબુદ્વીપના મહાવિદેહમાં ચાર વિજ્યમાં ચાર જિનવર ભગવંતો, ધાતકી ખંડમાં આ સંખ્યા બમણી છે. કેમકે પૂર્વ મહાવિડ અને પશ્ચિમ મહાવિદેડ એમ બે વિભાગ છે. બંનેમાં ચાર-ચાર તીર્થકર એટલે કુલ આઠ તીર્થકરો થાય એવી જ રીતે અર્ધપુષ્પરાવર્તમાં પણ આઠ તીર્થકરો વિચરી રહ્યા છે. આ રીતે કુલ ૨૦ તીર્થકર વિહરમાન છે.
આ વીસ તીર્થંકર પરમાત્માના ક્ષેત્ર મુજબ નામો આ પ્રમાણે છે–
૦ જંબૂદ્વીપમાં – (૧) સીમંધરસ્વામી, (૨) યુગમંધર સ્વામી, (૩) બાહુ સ્વામી અને (૪) સુબાહુ સ્વામી.
૦ ધાતકીખંડમાં - (૧) સુજાત સ્વામી, (૨) સ્વયંપ્રભ સ્વામી, (૩) ઋષભાનન સ્વામી, (૪) અનંતવીર્ય સ્વામી, (૫) સુરપ્રભ સ્વામી, (૬) વિઘલસ્વામી, (૭) વજધર સ્વામી અને (૮) ચંદ્રાનન સ્વામી
૦ અર્ધપુષ્પરાવર્તમાં – (૧) ચંદ્રબાહુ સ્વામી, (૨) ભુજંગ સ્વામી, (૩) ઈશ્વરદેવસ્વામી, (૪) નમિપ્રભસ્વામી, (૫) વારિષણ સ્વામી, (૬) મહાભદ્ર સ્વામી, (૭) દેવયશા સ્વામી અને (૮) અજિતવીર્ય સ્વામી.
• મુણિ બિહું કોડિહિં વરનાણ – બે કરોડ કેવળજ્ઞાનયુક્ત મુનિ. – પાઠભેદ :(૧) વિહં ને બદલે “વિહિં એવો પાઠ પણ મળે છે.
(૨) વરના શબ્દ પરંપરાનુસાર નોધેલ છે. તેને બદલે વરાળ એવો પાઠ ઉલ્લેખ પણ મળે છે.
(૩) વિ હોરિં વરનાળ ને બદલે ટુ-હો િવનાળ એવો પણ પાઠ કેટલીક પ્રાચીન પ્રતમાં મળે છે.
- બે કરોડ કેવલી મુનિ એ વર્તમાનકાળના વિહરમાન એવા કેવલજ્ઞાની મુનિઓની સંખ્યા સૂચવે છે.
• સમણહ કોડિસહસ્સ દુઅ – ૨૦૦૦ ક્રોડ સાધુ, ૨૦ અબજ સાધુ – વર્તમાનકાળે વિચરતા સાધુઓની સંખ્યા જણાવે છે. - પાઠભેદ - યુગ શબ્દને બદલે “હુ' એવો પાઠ પણ મળે છે.
યુણિજ્જઈ નિચ્ચ વિહાણિ – નિત્ય પ્રભાતે સ્તવના કરાય છે. ૦ થnડું - આવાય છે, સ્તવના કરાય છે, સ્તુતિ કરીએ.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૮
• પાઠભેદ - યુનિ નિત્ર એવો પણ પાઠ મળે છે.
૦ નિર્દે - નિત્ય, હંમેશા, દરરોજ.
૦ વિજ્ઞાનિ - પ્રભાતમાં, પ્રાતઃકાળમાં, વહાણામાં.
– ઉપરોક્ત ઉત્કૃષ્ટ તથા વિહરમાન તીર્થંકરો, કેવળજ્ઞાનીઓ તથા મુનિઓની અમે હંમેશાં સવારમાં સ્તવના કરીએ છીએ.
-૦- આ રીતે પહેલી ગાથામાં ચોવીસ જિનની સ્તુતિ કરી, બીજી ગાથામાં ઉત્કૃષ્ટ અને વિહરમાન જિન, કેવલી તથા સાધુની સ્તુતિ કરી. હવે ત્રીજી ગાથામાં પાંચ તીર્થંકરોની તીર્થના નામ સાથે, બીજા પણ તીર્થંકરો અને અતીત-અનાગતવર્તમાન તીર્થંકરોની સ્તુતિ કરાય છે
જયઉ સામિય જયઉ સામિય – હે સ્વામી ! જય પામો, જય પામો. પાઠ ભેદ સમિય ને બદલે સામી, સામીય એવા પાઠ પણ મળે છે.
-
- આ વાક્ય હવે પછીના પાંચ તીર્થે બિરાજમાન પાંચ તીર્થંકર પરમાત્માઓને માટે કહેવાયેલ છે
—
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
–
• રિસહ સસ્તુંજિ – શત્રુંજય તીર્થ પર રહેલા ઋષભદેવ પ્રભુ.
૦ સિદ્ઘ અર્થાત્ ઋષભ. આ ચોવીસીના પહેલા તીર્થંકર.
--
૦ સત્તુનિ - શત્રુંજયગિરિ કે શત્રુંજય તીર્થ પર રહેલા.
સૌરાષ્ટ્રમાં પાદલિપ્તપુરી કે જે હાલ પાલીતાણાનગરી તરીકે ઓળખાય છે,
ત્યાં આ તીર્થ આવેલું છે. જે શત્રુંજય ગિરિરાજ નામે પણ પ્રસિદ્ધ છે. અનેક આત્માઓ આ સ્થાને અનશન કરીને સિદ્ધિ ગતિ પામ્યાના ઉલ્લેખ આગમ શાસ્ત્રો તથા કથાગ્રંથોમાં જોવા મળે છે.
-
આ ગિરિરાજ/પર્વતનો ઉલ્લેખ પુંડરીક નામે પણ થયો છે.
આ તીર્થના એકવીસ અલગ-અલગ નામોનો ઉલ્લેખ છે તે આ પ્રમાણે -
૧. સિદ્ધક્ષેત્ર, ૨. તીર્થરાજ, ૩. મરુદેવ, ૪. ભગીરથ, ૫. વિમલાદ્રિ, ૬. બાહુબલી, ૭. સહસ્રકમલ, ૮. માલધ્વજ, ૯. કદંબ, ૧૦. શતપત્ર, ૧૧. નગાધિરાજ, ૧૨. અષ્ટોત્તર શતકૂટ, ૧૩. સહસ્રપત્ર, ૧૪. ઢંક, ૧૫. લૌહિત્ય, ૧૬. કપર્દિનિવાસ, ૧૭. સિદ્ધિ શેખર, ૧૮. શત્રુંજય, ૧૯. મુક્તિ નિલય, ૨૦. સિદ્ધિપર્વત અને ૨૧. પુંડરીક. – ઋષભદેવ પ્રભુ ૯૯ પૂર્વ વખત આ તીર્થે પધારેલા હતા. તેમની પ્રતિમાજી આ તીર્થે પ્રતિષ્ઠાપિત છે. જૈનોમાં પરમ આદરપાત્ર, શ્રદ્ધેય અને માન્ય એવું આ તીર્થ છે. આ ગિરિની ભાવથી સ્પર્શના કરનાર મનુષ્ય કદાપી અભવિ ન હોય તેવો વૃદ્ધવાદ છે. આ તીર્થની નવાણું યાત્રાનો અનેરો મહિમા છે. એ સિવાય પણ આ તીર્થના મહિમાને પ્રગટ કરતી અનેક વાતો પ્રસિદ્ધ છે તેમજ વિવિધ ગ્રંથોના પાને અંકિત થયેલી છે.
૦ પાઠભેદ - સત્તુનિ નો સિત્તુનિ અને સેત્તુતિ એવો પાઠ પણ મળે છે. • ઉજ્જિતિ પહુ નેમિજિણ – ગિરનાર ઉપર નેમિજિન પ્રભુ.
૦ ૩ન્નિતિ - ગિરનાર ઉપર, ઉજ્જયંત ગિરિ, રૈવતગિરિ.
– ગિરનાર નામથી પ્રસિદ્ધ આ ગિરિને ‘ઉન્નત’ કહે છે. સૂત્ર-૨૩ ‘સિદ્ધાણં
Page #300
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૨૯૯
બુદ્ધાણં'માં પણ ઉલ્લેખ છે કે, ઉર્જિત પર્વતના શિખરે જેમના દિક્ષા, નાણ, નિર્વાણ ત્રણ કલ્યાણક થયા તે ધર્મચક્રવર્તી અરિઠનેમિને હું નમસ્કાર કરું છું. અર્થાત્ ઉન્નત' એ પ્રાચીન નામ છે. તેનો પૈવતગિરિ' નામે પણ ઉલ્લેખ જોવા મળે છે.
– મુખ્યત્વે જ્ઞાતાધર્મ કથા અને અંતર્ દસા બે આગમોમાં તો તેનો ઉલ્લેખ છે જ, તે સિવાય અનેક ગ્રંથોમાં વિવિધ ચરિત્ર કથાનકોમાં આ ગિરિવરનો ઉલ્લેખ જોવા મળે છે. ગિરનારને આશ્રીને કેટલાંક કલ્પ પણ મળે છે. શ્રી નેમિનાથ ભગવંતના ત્રણ કલ્યાણકોને કારણે આ ભૂમિની પ્રાચીનતા અને પવિત્રતા જૈનોમાં અતિ સ્વીકૃત્ બની છે.
૦ પઠ્ઠ નેમિન – પ્રભુ નેમિજિન. આ ચોવીસીમાં થયેલા બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ ભગવંતને માટે “જિ” શબ્દ વપરાયો છે. પ્રભુ શબ્દ સ્વામી કે ભગવંત અર્થ ધરાવે છે અને બિન શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ લોગસ્સમાં થઈ ગયેલી છે.
– બાવીસમાં ભગવંતનું મૂળ નામ “અરિષ્ટનેમિ' છે તે ઉલ્લેખ લોગસ્સ સૂત્ર૭માં પણ છે અને સૂત્ર-૨૩ સિદ્ધાણંબુઢાણમાં પણ છે જ. તેનો નેમિ શબ્દથી ઉલ્લેખ અહીં છે, તેમજ “બૃહદ્ શાંતિમાં પણ જોવા મળે જ છે.
અરિષ્ટનેમિ કુમાર અવસ્થામાં રાજિમતીની સાથે વિવાહ કરવા નીકળેલા હતા. ત્યાં હોમ માટેના પશુઓને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું લગ્ન કર્યા વિના જ પાછા ફર્યા. એક વર્ષ સંવત્સર દાન દઈ સ્વયંબુદ્ધ એવા અરિષ્ટનેમિએ ગિરનાર તીર્થે આવી દીક્ષા ગ્રહણ કરી એ બધી વાતો જગતું પ્રસિદ્ધ છે. કેવળજ્ઞાન પણ આ તીર્થે જ પામ્યા.
રાજિમતીએ પણ પછીથી દીક્ષા લીધી તેનો પણ પ્રસંગ નોંધાયેલ છે. રાજિમતી અરિષ્ટનેમિપ્રભુને વંદનાદિ કરી પાછા ફરતા હતા. મુશળધાર વર્ષોથી ભિંજાઈ જવાને કારણે કોઈ ગુફામાં ગયા. ત્યાં ભગવંત અરિષ્ટનેમિના ભાઈ રથનેમિ મુનિ કાઉસ્સગ્નમાં રહેલા હતા. આ વાતથી અજાણ રાજિમતી સાધ્વીએ પોતાના વસ્ત્રોને ત્યાં સૂકવવા માટે કાઢ્યા. વિજળીના ઝળકારમાં તેણીનું અદ્ભુત રૂપ જોઈને રથનેમિમુનિ ચલાયમાન થયા. રાજિમતીને ભોગ માટે પ્રાર્થના કરી. રાજિમતીએ સુંદર, મિષ્ટ, જિન વચનો થકી રથનેમિને પ્રતિબોધિત કર્યા. તેમણે પ્રાયશ્ચિત્ત કર્યું. કાળક્રમે બંને મોક્ષે ગયા.
• જય વીર સચ્ચઉરિ મંડણ – સાચોર/સત્યપુરીના શણગાર રૂપ એવા હે વરપ્રભુ (તમે) જય પામો.
૦ ગયડ - (આપ) જયવંતા વર્તા ૦ વર - હે વીર (મહાવીર) સ્વામી. આ ચોવીસીના ચોવીસમાં તીર્થકર.
– ભગવંત મહાવીરથી પ્રસિદ્ધ એવા આ પ્રભુનું મૂળ નામ વર્તમાન છે. જુઓ સૂત્ર-૮ લોગસ્સ, બૃહદ્ શાંતિમાં પણ વર્તમાન' નામ છે. સૂત્ર-૨૦ કલ્લાસકંદંમાં પણ ‘વદ્ધમા' જ છે. “સિદ્ધાણંબુદ્ધાણં' સૂત્ર-૨૩માં પણ ‘વદ્ધમા' નામ છે વગેરે-વગેરે. પણ તેઓ મહાવીર સ્વામી નામે જ હાલ શાસનમાં પ્રસિદ્ધ છે. “સિદ્ધાણંબુદ્ધાણં' સૂત્ર-૨૩માં “મહાવીર' નામ પણ છે જ. તો સૂત્ર-૨૧ “સંસારદાવામાં તેમનો “વર' નામે પણ ઉલ્લેખ છે જ.
- વર કેમ કહ્યા? વિગેરે તિ-પ્રેતિ મા રૂતિ - જે વિશેષતઃ કર્મોને
Page #301
--------------------------------------------------------------------------
________________
૩૦૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ પ્રેરે છે, દૂર કરે છે અથવા આત્માથી છૂટા પાડે છે તે વીર છે.
- જે કર્મનું વિદારણ કરે છે, તપથી શોભે છે અને તપોવીર્યથી યુક્ત છે તે ‘વીર' કહેવાય છે.
૦ સરિ-મંs - સત્યપુરી (સાંચોર)ના આભૂષણ રૂપ (સેવા) – પાઠભેદ - સરિ ને બદલે સફર એવો પાઠ પણ મળે છે.
- સાંચોર નામથી પ્રસિદ્ધ એવું આ મહાવીર સ્વામીનું તીર્થ છે. તે રાજસ્થાનના ભિનમાલગામની નજીક આવેલું છે. તે પૂર્વે સત્યપુરી નામે પ્રસિદ્ધ હતું. નાહડ નામના રાજાએ મહાવીરસ્વામીનો ભવ્ય પ્રાસાદ અર્થાત્ જિનાલય બનાવેલ હતું. શ્રી જજિજગસૂરિએ વીર નિર્વાણ પછી ૬૭૦માં વર્ષે આ પ્રાસાદમાં મહાવીરસ્વામીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલી.
તદુપરાંત ધનપાલ કવિ રચિત સત્યપુરિમંડન શ્રી મહાવીરના મહિમાનું કાવ્ય વિક્રમની ૧૧મી સદીનું અપભ્રંશ ભાષામાં મળેલ છે. આ તીર્થનો મહિમા બ્રહ્મ શાંતિપક્ષના સાન્નિધ્યને કારણે ઘણો વિસ્તરેલો. જો કે વિક્રમ સંવત ૧૩૬૭માં અલ્લાદ્દીનખીલજીએ તેનો ભંગ કર્યો. પછી તેની જાહોજલાલી ઘટી છે. પરંતુ આજે પણ આ તીર્થની ગણના પ્રાચીન અને મોટા તીર્થમાં થાય છે. બીજી વખત પ્રતિષ્ઠિત કરાયેલ એવી વીરપ્રભુની પ્રતિમા ત્યાં આજે પણ બિરાજમાન છે.
આવા આ પ્રાચીન અને ભવ્ય તીર્થે બિરાજમાન હે વીર પ્રભુ! આપ જયવંતા વર્તી અર્થાત્ આપ જય પામો (એવી સ્તુતિ કરી છે)
• ભરુઅચ્છહિં મુણિસુન્વય – ભરૂચમાં રહેલા મુનિસુવ્રતસ્વામી. – મ હિં - ભરુચ નામના નગરમાં. (બિરાજમાન એવા) – પાઠભેદ - મહિં એવો પાઠ પણ મળે છે.
– મુનિસુવ્યય - મુનિસુવ્રતસ્વામી, ભરતક્ષેત્રની આ ચોવીસીના વીસમાં તીર્થંકર ભગવંત (કે જેનું ભરૂચ નગરે પ્રસિદ્ધ તીર્થ છે.)
– ભગવંત મુનિસુવ્રત સ્વામીએ એક ઘોડાને પ્રતિબોધ કરવા ઘણો જ લાંબો વિહાર કરીને આવ્યા તે સંબંધે લલિતવિસ્તરા ટીકામાં મુનિચંદ્રસૂરિજી મહારાજ જણાવે છે કે, ભગવંત પોતાના પૂર્વભવના મિત્ર એવા અશ્વરત્નને પ્રતિબોધ કરવા ભરૂચ નગરે પધાર્યા. ભગવંતની દેશના સાંભળતા ઘોડાના નેત્ર આનંદાશ્રુથી ધોવાઈને પવિત્ર બન્યા. તેના બે કાન નિશ્ચલ બની ગયા. રોમેરોમ વિકસ્વર થઈ ગયા, આંખ મિંચાઈ ગઈ, ક્ષણમાત્ર તે ઉભો રહી ગયો. પછી ધર્મશ્રવણમાં ઉપયોગ દઈ તે સમવસરણના તોરણ પાસે આવ્યો. પછી તે ઘોડાએ અપૂર્વ આનંદરસને અનુભવતા પોતાના બે ઢીંચણ ભૂમિ પર સ્થાપિત કર્યા, મસ્તક નમાવીને ઘોડાએ પ્રભુને વંદના કરી અને તે ઘોડો બોધિબિજ - સમ્યક્ત્વ પામ્યો. (એક મત એવો છે કે તે વખતનો ભરુચનો રાજા જિતશત્રુ પણ જિનેશ્વર દેવના આગમનથી અતિ રોમાંચિત થયેલો, તે પણ દેશના સાંભળવા આવેલો. આ ઘોડો (અશ્વરત્ન) તેનો જ હતો. તેથી તેણે ત્યાં અશ્વાવબોધ તીર્થ બનાવ્યું અને ભગવંત મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા સ્થાપિત કરી)
Page #302
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૩૦૧ – સમય જતાં આ અથાવબોધ તીર્થ જીર્ણ બનેલું. જેનો સિંડલ રાજાની પુત્રીએ ઉદ્ધાર કરાવ્યો અને તેનું ‘શકુનિકા વિહાર' એવું નામ પ્રસિદ્ધ થયું. કેમકે સુદર્શના રાજકુમારી પૂર્વ ભવે સમળી હતી. કોઈ પારધીનું બાણ વાગવાથી તરફડતી હતી. કોઈ સાધુ ભગવંત પાસે તે તરફડતી આવીને પડી, ત્યારે સાધુ મહારાજે તે સમળીને નવકાર મંત્ર સંભળાવેલો તે નવકારના પ્રભાવે સમળી સિંહલરાજાની પુત્રી સુદર્શના બની. જાતિસ્મરણ જ્ઞાનથી ભરૂચ આવી હતી. ત્યાં તેણે અશ્વાવબોધ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવ્યો. પછીથી તે તીર્થ શકુનિકા વિહારના નામથી પ્રસિદ્ધ બન્યું.
આ તીર્થનો ઉદ્ધાર સંપ્રતિ રાજાએ પણ કરાવેલો. ત્યારપછી વિક્રમ સંવત૧૪માં વિક્રમાદિત્યે પણ આ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવ્યો. પછી ભરૂચના રાજા બલમિત્ર અને ભાનુમિત્રના શાસનમાં આર્ય ખપૂટાચાર્યે બૌદ્ધો પાસેથી આ તીર્થ છોડાવ્યું. પછી સાતવાહન રાજાએ આ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવ્યો. રાજા કુમારપાળના કાળ સુધી આ તીર્થ કાષ્ઠમય હતું, પણ ઉદયનમંત્રીએ તેના પુત્ર પાસે આ જિનાલય પાષાણનું કરાવ્યું. જેની પ્રતિષ્ઠા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કરી... ઇત્યાદિ.
• મુહરિ પાસ દુહ કુરિઅ ખંડણ :- દુઃખ અને દુરિત (પાપ)નો નાશ કરનાર, મુહરિતીર્થે બિરાજમાન હે પાર્થપ્રભુ !
- પાઠભેદ :- પ્રચલિત પરંપરા “મુઠ્ઠર’ શબ્દની છે. ‘મર' પાઠ પણ છે.
– “કુર' અને “મીર’ શબ્દ માત્ર પાઠભેદ નથી ત્યાં અર્થથી પણ જુદાપણું છે કેમકે કુદર શબ્દની કિવદંતિ (કથા) જુદી છે અને મરિ શબ્દથી મથુરામાં બિરાજતા પાર્શ્વનાથની સ્તુતિ કરાયેલ છે.
– પ્રબોધ ટીકાના કર્તાની પાદનોંધ એવી છે કે લગભગ બધી જ પ્રાચીન પ્રતોમાં મહરિ પણ શબ્દો જોવા મળે છે. લહિયા ભૂલથી તે મુહરિ થઈ ગયેલ લાગે છે. વળી મુરિવાર એવો પાઠ પ્રચલિત થઈ ગયા પછી તેને ઇડરના ટીંટોઈ ગામના મુહરિપાર્થ' તરીકે ઓળખાવાય છે. પણ પ્રાચીન તીર્થોમાં, તીર્થકલ્પોમાં આવા કોઈ તીર્થનો ઉલ્લેખ મળતો નથી.
- જ્યારે મરિ શબ્દથી લેવાયેલ મથુરા તીર્થના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે જેમકે - ધર્મોપદેશમાલા વિક્રમ સંવત ૯૧૫માં, વિવિધ તીર્થકલ્પમાં જિનપ્રભસૂરિ દ્વારા, પૂર્વ રચાયેલા ટબ્બાઓ (સ્તબકો)માં, હીરસૌભાગ્ય કાવ્ય સર્ગ-૧૪, શ્લોક ૨૪૯, ૨૫૦માં ઇત્યાદિ અનેક સ્થાને મથુરા તીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન હતી.
- જો કે મથુરા અતિ પ્રાચીન તીર્થ છે. પૂર્વે ત્યાં સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથના જિનાલયો હતા. અનેકવિધ મહાતૂપો હતા તેવા પણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. વીર નિર્વાણ સંવત ૧૩૦૦ પછી બપ્પભટ્ટિસૂરિએ આ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવેલો હતો.
-૦- પંચતીર્થી :- આ રીતે અહીં શત્રુંજય, ગિરનાર, સત્યપુરી, ભરુચ અને મથુરા એ પાંચ તીર્થોની પંચતીર્થીનો ઉલ્લેખ અહીં મળે છે કે જેમાં ત્યાંના-ત્યાંના મૂળનાયક શ્રી એવા ભગવંત ઋષભ, નેમિનાથ, મહાવીરસ્વામી, મુનિસુવ્રતસ્વામી અને
Page #303
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવામાં આવેલ છે.
– પંચતીર્થીની સંકલ્પનાનું મૂળ જાણે આ સૂત્રમાં હોય તેવો ભાસ થાય છે. વર્તમાનકાળે પણ પંચતીર્થી શબ્દ પ્રસિદ્ધ છે. (અલબત વર્તમાન કાળે તીર્થના નામે
સ્થપાયેલ જિનાલયોને પણ પંચતીર્થીમાં સમાવી દેવાય છે. તેમાં કોઈ પ્રાચીનતા હોય કે ન પણ હોય, તો પણ તેને પંચતીર્થી ગણી લેવાય છે.)
૦ યુહરિ – દુઃખ અને દુરિતના ભંજક. ૦ એટલે દુઃખ અને કુરિત એટલે પાપ. તેનો નાશ કરનારા.
– આ વિશેષણ પાર્શ્વનાથ પ્રભુ માટે વપરાયેલ છે. તેમ છતાં તે પાંચે પરમાત્માના નામને અંતે દર્શાવાયું હોવાથી ન્યાયાનુસાર પાંચે ભગવંતોનું વિશેષણ છે એમ સ્વીકારીને શ્રી જયવિજયજી રચિત પડાવશ્યક બાલાવબોધમાં – "દુઃખ અને દુરિતનો નાશ કરનારા એવા આ પાંચે જિનેશ્વરોએ પ્રમાણે અર્થ પણ કરેલ છે.
અવરવિહિં તિસ્થયરા – વિદેડમાં રહેલા તીર્થકરો. ૦ અવર - એટલે અપર કે બીજા. આ તીર્થકરોનું વિશેષણ છે. ૦ વિહિં - વિદેહમાં, પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા.
તિર્થીયરી - તીર્થકરો. વિવેચન જુઓ સૂત્ર-૮ “લોગસ્સ'
- ઉક્ત પાંચ તીર્થોમાં રહેલા પાંચ તીર્થકર ભગવંતો, (તે ઉપરાંત) પાંચે મહાવિદેહમાં રહેલા અન્ય તીર્થંકર-ભગવંતો. . • ચિહું દિસિ વિદિસિ જિ કે વિ – ચારે દિશા-વિદિશામાં રહેલા જે કોઈ પણ (તીર્થકર ભગવંતો)
૦ વિટું - ચારે. આ શબ્દ દિશા અને વિદિશા બંનેનું વિશેષણ છે. ૦ હિસિ - પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ ચારે દિશા(માં) ૦ વિવિલિ - ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય એ ચારે ખૂણા(માં) ૦ વુિં જ વિ - જે કોઈપણ (તીર્થકરો) • તીઆણાગય સંપઇઅ – અતીત, અનાગત અને સાંપ્રતિક. ૦ તીર - અતીત અર્થાત્ ભૂતકાળમાં થયેલ (તીર્થકરો) ૦ ૩પIII- અનાગત અર્થાત્ ભવિષ્યકાળમાં થનારા (તીર્થકરો) ૦ સંપરૂદ્ધ - સાંપ્રતિક અર્થાત્ વર્તમાનકાળમાં થયેલ (તીર્થકરો) • વંદુ જિણ સલૅવિ – તે સર્વે જિનવરોને પણ હું વંદુ છું. ૦ વંદુ - હું વંદું છું. અહીં વંદું ને બદલે વં; પણ જોવા મળે છે. ૦ નિ - જિનોને “નિર’ શબ્દ માટે જુઓ સૂત્ર-૮ “લોગસ્સ'. ૦ સવ્વ વિ - સર્વેને પણ, ભૂત, ભાવિ, વર્તમાનના સર્વે તીર્થકરોને.
– સૂત્ર-૧૩ “નમુત્થણં'માં પણ આ ભાવને પ્રગટ કરતી ગાથા છેલ્લે છે. જેમાં जे अ अइआ सिद्धा जे अ भविस्संति-णागए काले संपइ अ वट्टमाणा सव्वे तिविहेण વેનિ - એ પ્રમાણે જ જણાવેલ છે.
૦ પહેલી ત્રણ ગાથા-માં વિવિધ પ્રકારે તીર્થકર ભગવંતોની સ્તુતિ કરાયેલ
Page #304
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
છે. હવે ચોથી ગાથામાં જિનચૈત્યોની વંદના કરવામાં આવેલ છે. ♦ સત્તાણવઈ સહસ્સા૰ ગાથા (આ ગાથામાં સંખ્યાવાચી શબ્દો છે.) ૦ સત્તાળવજ્ઞ-સહસ્સા એટલે સત્તાણું હજાર (૯૭,૦૦૦) ૦ નવવા-પન્ન એટલે છપ્પન લાભ (૫૬,૦૦,૦૦૦)
૦ ગટ્ટ જોડિયો એટલે આઠ કરોડ (૮,૦૦,૦૦,૦૦૦)
૦ વત્તીય - બત્રીશ સો (૩,૨૦૦) અહીં વત્ત સમય પાઠ પણ મળે છે. • बासीया એટલે બ્યાશી (૮૨)
આ બધાં અંકોનો સરવાળો કરવાનો છે. જેથી ઇષ્ટ અંક મળશે.
303
-
-
૯૭,૦૦૦ + ૫૬,૦૦,૦૦૦ + ૮,૦૦,૦૦,૦૦૦ + ૩૨૦૦ + ૮૨.
- બધાં અંકોનો કુલ સરવાળો થાય છે ૮,૫૭,૦૦,૨૮૨.
૦ તિયોÇ - ત્રિલોકમાં, ત્રણે લોકમાં, સ્વર્ગ, મૃત્યુ, પાતાળ લોકમાં રહેલા. ઘે′′ - ચૈત્યોને, જિનાલયોને, જિનપ્રાસાદાને (જે શાશ્વત છે)
d
૦ તંત્રે - હું વંદન કરું છું, હું વંદુ છું.
સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણે લોકમાં રહેલા (અને શાશ્વત) આઠ કરોડ, સત્તાવન લાખ, બસો બ્યાશી જિનાલયોની વંદના કરું છું.
૦ સકલતીર્થ સૂત્રમાં આ જ જિનચૈત્યોની સંખ્યા ત્રણે લોકને આશ્રીને અલગઅલગ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે–
ઉર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વત જિનાલયો છે.
અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વત જિનાલયો છે. મૃત્યુલોકમાં ૩,૨૫૯ શાશ્વત જિનાલયો છે.
ત્રણે લોકમાં થઈને - ૮,૫૭,૦૦,૨૮૨ શાશ્વત જિનાલયો છે.
G
આ સંખ્યામાં વ્યંતર, જ્યોતિષ્કના અસંખ્યાત જિનાલયોનો સમાવેશ થતો નથી કેમકે તે ‘અસંખ્યાત' છે. તેથી તેની ઉક્ત સંખ્યા સાથે ગણના અશક્ય છે.) ૦ ઉર્ધ્વલોકના શાશ્વત ચૈત્ય - ૮૪,૯૭,૦૨૩ની ગણના :
પહેલા સ્વર્ગ – ૩૨,૦૦,૦૦૦; બીજા સ્વર્ગે - ૨૮,૦૦,૦૦૦; ત્રીજા સ્વર્ગ-૧૨,૦૦,૦૦૦; ચોથા સ્વર્ગે - ૮,૦૦,૦૦૦; પાંચમાં સ્વર્ગે - ૪,૦૦,૦૦૦; છટ્ઠા સ્વર્ગે - ૫૦,૦૦૦; સાતમા સ્વર્ગે - ૪૦,૦૦૦; આઠમા સ્વર્ગે - ૬,૦૦૦; નવમા-દસમા - ૪૦૦; અગિયારમા-બારમા સ્વર્ગે - ૩૦૦; નવ ચૈવેયકમાં - ૩૧૮ અને પાંચ અનુત્તરમાં - ૫ એ બધાં મળીને ૮૪,૯૭,૦૨૩ શાશ્વત ચૈત્યો - જિનાલયો ઉર્ધ્વલોકમાં આવેલા છે.
૦ અધોલોકના શાશ્વત ચૈત્યો ૭,૭૨,૦૦,૦૦૦ની ગણના :
(* આ ગણના અધોલોકના ભવનપતિના ભવનોમાં આવેલા શાશ્વત ચૈત્યોની છે, વ્યંતર ભવનોમાં તો અસંખ્યાત ચૈત્યો-જિનાલયો આવેલા છે. તે ક્યાં ક્યાં અને કેવી રીતે ? તે ઉલ્લેખ મળેલ નથી.)
અસુરકુમારના ભવનોમાં ૬૪,૦૦,૦૦૦; નાગકુમારના ભવનોમાં ૮૪,૦૦,૦૦૦;
Page #305
--------------------------------------------------------------------------
________________
,
છે
૨ ૩૪
જ
દ
૪૦૦
૪૦૦
r
ઇ
૩૦૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ સુવર્ણકુમારના ભવનોમાં ૭૨,૦૦,૦૦૦; વિદ્યુતકુમાર-અગ્રિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર અને સ્વનિતકુમાર એ છ એના ભવનોમાં પ્રત્યેકમાં ૭૬,૦૦,૦૦૦-૭૬,૦૦,૦૦૦ શાશ્વત જિનાલયો છે અને પવનકુમારના ભવનોમાં ૯૬,૦૦,૦૦૦ આ બધાં મળીને કુલ ૭,૭૨,૦૦,૦૦૦ (સાત ક્રોડ અને બોતેર લાખ) શાશ્વત ચૈત્યો છે.
૦ તીર્થાલોકમાં શાશ્વત ચૈત્યો - ૩૨૫૯ની ગણના – ક્રમ સ્થાન
જંબુદ્વીપધાતકી ખંડ/પુષ્કરાઈ ૧ મેરુ પર્વત – ચારે વનમાં ચાર-ચાર
૩૨ – ચૂલિકા ઉપર ઉત્તર-દક્ષિણ કુરુ ૧-૧ . જંબૂવૃક્ષ ૧ + ૧૦૮ + ૮
૨૩૪ | શાલ્મલી વૃક્ષ ૧ + ૧૦૮ + ૮
૨૩૪
૨૩૪ ગજદંત પર્વતો કંચનગિરિ દિગગજ ફૂટો ચમકશમક આદિ પર્વત વક્ષસ્કાર પર્વતો વર્ષધર પર્વતો દીર્ધ વૈતાઢ્ય પર્વતો
વૃત્ત વૈતાઢય પર્વતો ૧૩ નદી (મહાનદી) ૧૪. કહો
૩૨ ૩૨ | ૧૫ કુંડો (પ્રપાતફંડ)
૭૬ ૧૫ર ૧૫૨ કુલ ચૈત્યો
| ૬૩૫ | ૧૨૭૦ | ૧૨૭૦ એ રીતે જંબૂઢીપે ૬૩૫ + ધાતકી ખંડ કીપે ૧૨૭૦ + પુષ્કરાર્ધદ્વીપે - ૧૨૭૦ ત્રણે મળીને કુલ જિનાલય થયા - ૩૧૭પ.
+ ઇષકાર પર્વત-૪ (ધાતકી ખંડમાં-૨ અને પુષ્કરાર્ધ દ્વીપે-૨) + માનુષોત્તર પર્વત-૪ = અઢી દ્વીપમાં ૩૧૮૩ શાશ્વત ચૈત્યો-જિનાલયો થયા.
અઢી કીપની બહાર - નંદીશ્વર દ્વીપે-પર, રાજધાની-૧૬, કુંડલ દ્વીપે-૪ અને રૂચક હીપે-૪ એ રીતે બીજા ૭૬ ઉમેરતા કુલ ૩૨૫૯ શાશ્વત ચૈત્યો થયા.
– આ પ્રમાણે ત્રણેલોકના કુલ ૮,૫૭,૦૦,૨૮૨ જિનમંદિરો-ચૈત્યોને હું વંદન કરું છું - નમસ્કાર કરું છું. આ હકીકત પૂર્વે કહ્યું તેમ “સકલતીર્થ” નામના
Page #306
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૩૦૫
સ્તોત્રમાં પણ કહી છે. સૂત્ર-૧૪માં ગાવંતિફાવું માં સંખ્યા દર્શાવ્યા વિના તથા દેવેન્દ્રસૂરિ રચિત “સીસી વેફય-વિ' શાશ્વત ચૈત્યસ્તવમાં પણ ઉલ્લેખ છે. ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ-૨૩માં પણ તેનો ઉલ્લેખ છે.
-૦- ચોથી ગાથામાં શાશ્વતા ચૈત્યોની સંખ્યા જણાવ્યા બાદ હવે પાંચમી ગાથામાં શાશ્વતી પ્રતિમાજીઓની સંખ્યા જણાવી, તેને વંદના કરી છે –
(અહીં પણ એક વાત સ્મરણમાં રાખવી કે, વ્યંતર અને જ્યોતિષ્કના સ્થાનોમાં રહેલ અસંખ્યાત ચૈત્ય-જિનાલયમાં રહેલા અસંખ્યાત પ્રતિમાજીનો ઉલ્લેખ નથી, કેમકે જેની સંખ્યા ગણી શકાય છે તેવા જ શાશ્વત ચૈત્યોની શાશ્વત પ્રતિમાની નોંધ શક્ય છે. તો પણ ઉપલક્ષણથી તે અસંખ્યાત પ્રતિમાઓની વંદના સમજી લેવી.)
• પનરસ-કોડિ-સયાઇં....ગાથા (અહીં પણ સંખ્યાવાચી શબ્દો છે.) ૦ પન્નર-ઢોડિ-સંયડું - પંદરસો ક્રોડ (૧૫,૦૦,૦૦,૦૦,૦૦૦) ૦ છોડિ વાયા - બેતાળીશ ક્રોડ (૪૨,૦૦,૦૦,૦૦૦). ૦ તૈRવ અડવન્ના - અઠાવન લાખ (૫૮,૦૦,૦૦૦) ૦ છર્વસ સ સિડું - છત્રીસ હજાર ઍસી (૩૬,૦૮૦).
- આ ચારે સંખ્યાનો સરવાળો કરતા ૧૫ અબજ, ૪૨ ક્રોડ, ૫૮ લાખ, છત્રીસ હજાર અને એંશી. (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) થાય છે.
૦ સાલય વિંવાડું - શાશ્વત બિંબોને, શાશ્વત જિનપ્રતિમાને ૦ પUામાન - હું પ્રણામ કરું છું. -૦- સકલતીર્થ સૂત્રમાં ત્રણે લોકના જિનબિંબોનું પ્રમાણ દર્શાવેલ છે ઉર્ધ્વલોકમાં – ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ શાશ્વત પ્રતિમાજી છે. અધોલોકમાં – ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ શાશ્વત પ્રતિમાજી છે. તીછલોકમાં – ૩,૯૧,૩૨૦ શાશ્વત પ્રતિમાજી છે. ૦ ઉર્ધ્વલોકના ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ પ્રતિમાજીની ગણના - બાર દેવલોકના પ્રત્યેક જિનાલયમાં ૧૮૦ પ્રતિમાજીઓ છે. – નવ રૈવેયક તથા અનુત્તરના પ્રત્યેક જિનાલયમાં ૧૨૦ છે.
- બાર દેવલોકના શાશ્વત જિનાલયો - ૮૪,૯૬,૭૦૦ છે. તેથી ૮૪,૯૬,૭૦૦ ૪ ૧૮૦ = ૧,૫૨,૯૪,૦૬,૦૦૦ પ્રતિમા થશે.
– નવરૈવેયકના ૩૧૮ અને અનુત્તર વિમાનના-૫ મળીને ૩૨૩ શાશ્વત જિનાલયો છે. ત્યાં પ્રતિમાજી ૧૨૦-૧૨૦ છે તેથી ૩૨૩ x ૧૨૦ = ૩૮,૭૬૦ પ્રતિમાજી થશે.
– ૧,૫૨,૯૪,૦૬,૦૦૦ + ૩૮,૭૬૦ = ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ એટલે કે એક અબજ, બાવન ક્રોડ, ચોરાણું લાખ, ચુંમાલીશ હજાર, સાતસો સાઈઠ શાશ્વત જિન પ્રતિમાજીઓ ઉર્ધ્વલોકમાં છે.
૦ અધોલોકના ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ પ્રતિમાજીની ગણના
– દશે ભવનપતિઓના ભવનોમાં શાશ્વત જિનાલયોની સંખ્યા પૂર્વે ગણના કરી [1 [20]
Page #307
--------------------------------------------------------------------------
________________
३०६
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
૬૦
તે પ્રમાણે ૭,૭૨,૦૦,૦૦૦ છે.
– આ પ્રત્યેક જિનાલયમાં ૧૮૦-૧૮૦ પ્રતિમાજીઓ છે. - તેથી ૭,૭૨,૦૦,૦૦૦ x ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ પ્રતિમા થશે. ૦ ઉથ્વલોક અને અધોલોકના ૧૮૦ કે ૧૨૦ પ્રતિમાજી કઈ રીતે ? – બારે દેવલોક અને દશે ભવનોમાં ૧૮૦-૧૮૦ પ્રતિમાજી કહ્યા– (૧) પ્રત્યેક ચૈત્યના ગભારામાં ૧૦૮-૧૦૮ પ્રતિમાજી હોય – ૧૦૮ (૨) પ્રત્યેક ચૈત્યને ત્રણ-ત્રણ વાર હોય છે - કાર-૩ – એક એક હારે એક-એક ચૌમુખજી હોય છે-૪ – ત્રણે તારે મળીને 3 x ૪ = ૧૨ પ્રતિમાજી હોય –
૧૨ (૩) પ્રત્યેક દેવલોક તથા ભવનમાં પાંચ-પાંચ સભા હોય.
મજ્જનસભા, અલંકારસભા, સુધર્માસભા, સિદ્ધાયતનસભા અને વ્યવસાય સભા - સભા-૫ થઈ.
- દરેક સભાને ત્રણ વાર હોય – દ્વાર - 3 થયા. - પ્રત્યેક કારે એક ચૌમુખજી હોય - પ્રતિમા-૪ થઈ તેથી સભા-૫ x હાર-3 x પ્રતિમા-૪ = પ્રતિમા-૬૦ આ રીતે કુલ પ્રતિમા થઈ-૧૮૦
૧૮૦ – હવે નવગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં સભાઓ હોતી નથી. તેથી ત્યાં ૧૨૦ પ્રતિમાજીઓ થશે (સભાના ૬૦ પ્રતિમાજી નહીં હોય)
૦ તીર્થાલોકમાં ૩,૯૧,૩૨૦ જિન પ્રતિમાજીઓની ગણના- તીછલોકમાં ૩,૨૫૯ શાશ્વત જિનાલયો છે.
– આ જિનાલયોમાં નંદીશ્વર દ્વીપના પર, કુંડલ હીપના-૪ અને રૂચકહીપના૪ મળીને કુલ ૬૦ જિનાલયો થાય.
– આ ૬૦ સિવાયના અન્ય જિનાલયો ૩,૧૯૯ થાય છે.
- ૩,૧૯ જિનાલયોમાં ૧૨૦-૧૨૦ પ્રતિમા છે. જ્યારે બાકીના ૬૦ જિનાલયોમાં ૧૨૪-૧૨૪ પ્રતિમાજી છે. કેમકે આ ૬૦ જિનાલય એવા છે કે જેમાં ચાર-ચાર દ્વાર છેપ્રત્યેક દ્વારે એક-એક ચૌમુખી છે. તેથી ગભારામાં ૧૦૮ પ્રતિમા + દ્વારોની ૧૬ પ્રતિમા = ૧૨૪ પ્રતિમાજી થશે. જ્યારે ત્રણ વાર છે ત્યાં ૧૦૮ + ૧૨ = ૧૨૦ પ્રતિમા થશે.
– તેથી ૩,૧૯૯ જિનાલય x ૧૨૦ પ્રતિમા = ૩,૮૩,૮૮૦ પ્રતિમા ૬૦ જિનાલય x ૧૨૪ પ્રતિમા = ૭,૪૪૦ પ્રતિમા તીછલોકમાં કુલ શાશ્વત પ્રતિમા – ૩,૯૧,૩૨૦ થશે.
૦ આ પ્રમાણે ત્રણે લોકમાં રહેલ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વત જિન પ્રતિમાજીઓને હું પ્રણામ કરું છું. આ હકીકત પૂર્વે કહ્યું તેમ “સકલતીર્થ' નામના સ્તોત્રમાં પણ કહી છે. સૂત્ર-૧૨ ‘જંકિંચિ' સૂત્રમાં પણ સંખ્યાનો ઉલ્લેખ કર્યા સિવાય જિનબિંબોને પ્રણામનું કથન છે. તેમજ દેવેન્દ્રસૂરિજી રચિત “સાય વેડ્રય થવ’ -
Page #308
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૩૦૭
શાશ્વત ચૈત્યસ્તવમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ-૨૩માં પણ છે.
( ખાસ નોંધ :- શાશ્વત પ્રતિમાજી અને શાશ્વત ચૈત્યો સંબંધે અહીં અમે જે સંખ્યાનું વિવેચન કર્યું છે, તે જગચિંતામણી સૂત્રને આશ્રીને કર્યું છે. તે માટે લોકપ્રકાશ, સકલતીર્થ સૂત્ર, શાશ્વત ચૈત્યસ્તવની સાક્ષી પણ આપી છે. તે સિવાય પણ ગ્રંથોમાં, અન્ય પદ્યો, પૂજાની ઢાળો આદિમાં ઉલ્લેખ મળે છે તો પણ એક વાત નોંધ પાત્ર છે કે – (વર્તમાનકાળે ઉપલબ્ધ) આગમોમાં આમાંના ઘણા ચૈત્યોનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ વિષયમાં લઘુ ક્ષેત્ર સમાસના રચયિતા શ્રી રત્નશેખરસૂરિજી પણ ગાથા-૭૮માં નોંધે છે કે
રિ૬-છંદ-નડું-૪, -છંવા-યમત્ત-સવિદ્દેતું;
जिणभवण - विसंवाओ, जो तं जाणंति गीअत्था. કરિ ફૂડ, કુંડ, નદી, કહ (ઉત્તર, દક્ષિણ) કુર, કંચન પર્વત, યમલ પર્વતો, સમવૈતાઢ્યોમાં જિનભવન (છે કે નહીં તે બાબત) વિસંવાદ છે. આ વિષયમાં ગીતાર્થો (બહુશ્રુતો) જ કંઈક જણાવી શકે અથવા જાણે.
આ એક નોંધપાત્ર મતભેદ તેઓએ તેમના કાળમાં નોંધેલ છે. તેનો અર્થ એ કે તે કાળે પણ સંખ્યા વિષયક આગમ પાઠો મળેલ નહીં હોય, અથવા તેઓને આ વિષયમાં શંકાનું સમાધાન મળેલ નહીં હોય)
(લોકપ્રકાશ-સર્ગ-૨૭ પછી આપેલા યંત્રોમાં એક પાદનોધમાં જણાવે છે કે સકલતીર્થ મુજબ પ્રતિમાની સંખ્યા ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ છે. જ્યારે વિચાર સપ્તતિકામાં ૧,૪૦,૫૨,૫૫,૨૫,૫૪૦ પ્રતિમાજી કહ્યા છે.)
વિશેષ કથન :
૦ ય વંદુ – ચૈત્ય વંદન - આ જગચિંતામણિ સૂત્રનું બીજું નામ ચૈત્યવંદન સૂત્ર છે. ચૈત્યવંદન એટલે શું ?
- ચૈત્યને કરવામાં આવેલું વંદન કે ચૈત્યને આશ્રીને કરાતુ વંદન કે ચૈત્ય નિમિત્તે કરાતું વંદન કે ચૈત્ય દ્વારા કરાતું વંદન અથવા જેના વડે ચૈત્યને વંદન થાય તે “ચૈત્યવંદન” કહેવાય છે.
– ચૈત્યનો પ્રસિદ્ધ અર્થ જિનાલય કે જિનમંદિર કહેવાય છે.
– ચૈત્યનો બીજો અર્થ ઠાણાંગ સૂત્ર, સ્થાન-૩, ઉદ્દેશક-૧માં વૃત્તિકાર અભયદેવસૂરિજી જણાવે છે કે, “ચૈત્ય એટલે જિનપ્રતિમા જ જાણવું.
– અનેક જૈન આગમોમાં પરમાત્માની સ્તુતિરૂપ વાક્ય બોલતા તેઓને માટે, છઠ્ઠામાં માત્ર ટ્રેવયં વેફર્યા પછુવાન” કહ્યું છે – આ વાક્યનો અર્થ છે – કલ્યાણરૂપ મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ એવા આપની હું પર્યાપાસના, ભક્તિ કરું છું.
- ચૈત્યનો એક અર્થ હેમચંદ્રાચાર્યજીએ “અભિધાન ચિંતામણિમાં એવો કર્યો છે કે, “ચૈત્ય એટલે જિનમંદિર અને જિનપ્રતિમા.”
– આવો જ અર્થ હરિભ્રસૂરિજીએ “સંબોધ પ્રકરણના દેવસ્વરૂપમાં કર્યો છે – ચૈિત્ય શબ્દ જિનેન્દ્ર-પ્રતિમાના અર્થમાં રૂઢ છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
– ચૈત્યવંદન મહાભાષ્યમાં ચૈત્યવંદનનો અર્થ કરતા જણાવે છે કે, ભાવજિન આદિ સર્વે જિનેશ્વરોને વંદન કરવું, તે ‘વંદના’ છે. પણ જિન-ચૈત્યોની સમક્ષ જે વંદના કરાય છે, તે ચૈત્ય વંદના કહેવાય છે.
૦ ચૈત્યવંદનની મહત્તા :
૩૦૮
લલિત વિસ્તરામાં જણાવે છે કે, ‘ચૈત્યવંન સમ્યક્ પ્રકારે કરવાથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે, શુભ ભાવથી કર્મોનો ક્ષય થાય છે અને કર્મોનો ક્ષય થવાથી સર્વ પ્રકારનું કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત થાય છે.
ચૈત્યવંદનથી દર્શન વિશુદ્ધિની પ્રાપ્તિ થાય છે. ૦ ચૈત્યવંદનના ત્રણ ભેદ :
-
-
(૧) લઘુ ચૈત્યવંદન - (વર્તમાન પ્રણાલિ મુજબ) સ્તુતિ બોલી, અરિહંત ચેઇયાણ પૂર્વક-૧ નવકારનો કાયોત્સર્ગ કરી, થોય બોલવી.
(૨) મધ્યમ ચૈત્યવંદન - (વર્તમાન પ્રણાલિ મુજબ) ઇરિયાવહી પડિક્કમી, ત્રણ ખમાસમણ પૂર્વક ચૈત્યવંદનનો આદેશ માંગી, ચૈત્યવંદન, જંકિંચિ, નમુન્થુણં, જાવંતિ, ખમાસમણ, જાવંત-બોલી નમોઽર્હત્ પૂર્વક સ્તવન બોલી, જયવીયરાય, અરિહંત ચેઇયાણું, અન્નત્થ, કાયોત્સર્ગ, થોય બોલવી.
-
(૩) બૃહદ્ ચૈત્યવંદન – બે વખત થોય ચતુષ્ક, ત્રણ વખત ચૈત્યવંદન, એક વખતના સ્તવન સહ આ વિધિ કરાય છે.
૦ જગચિંતામણિ દૈનિક ક્રિયામાં ક્યારે બોલાય છે ?
– રાત્રિ પ્રતિક્રમણમાં ચૈત્યવંદનમાં નિત્ય આ સૂત્ર બોલાય છે.
-
- પચ્ચક્ખાણ પારવાની ક્રિયામાં ચૈત્યવંદન કરતા પણ બોલાય છે. વાપર્યા પછી કરવામાં આવતા ચૈત્યવંદનમાં પણ બોલાય છે.
-૦- આ રીતે સાધુ-સાધ્વીને આશ્રીને ત્રણ વખત આ ચૈત્યવંદન સૂત્ર રોજ ક્રિયામાં આવે છે. શ્રાવકો જો પૌષધાદિ વ્રતમાં હોય તો તેઓ પણ ત્રણ વખત બોલે છે. અથવા નિત્ય રાત્રિ પ્રતિક્રમણ કરનાર શ્રાવક આ સૂત્ર બોલે છે. શ્રાવકોએ કોઈ પણ તપમાં પચ્ચક્ખાણ પારવાની ક્રિયા કરવાની હોય છે તે વખતે તેઓને આ સૂત્ર બોલવામાં આવે છે.
૦ આ સૂત્રમાં આવતા છંદો :
આ સૂત્રની પહેલી ગાથા નચિંતામણિ રોલા છંદમાં છે. ગાથા બીજી
-
છંદમાં છે.
છંદમાં છે.
મ્નમૂમિહિઁ અને ગાથા ત્રીજી નયસાનિય॰ એ બંને વસ્તુ
ગાથા ત્રીજી સત્તાળવર્॰ અને ગાથા ચોથી પત્રરસ જોડિ એ બંને પાર્ટી
૦ સૂત્રના ઉદ્ભવ અંગે તથા પાઠભેદો સંબંધી કિંચિત્ –
વિક્રમ સંવત ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલ ષડાવશ્યક બાલાવબોધમાં સિદ્ધસ્તવની ચત્તરિ બટ્ટુ વત તો ઞ ગાથાના વિવરણ પ્રસંગે નોંધ્યુ છે કે, ગૌતમ
Page #310
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૩૦૯
સ્વામીજી જ્યારે ભગવંત મહાવીરના વચનાનુસાર અષ્ટાપદ તીર્થે વંદનાદિ કરવા ગયા, ત્યારે તેમણે આ ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે જિનબિંબોને જગચિંતામણિની પહેલી બે ગાથા વડે ચૈત્યવંદન કર્યું હતું.
કવિરાજ પદ્મવિજયજી મહારાજે અષ્ટાપદ તીર્થનું સ્તવન બનાવ્યું છે. તેઓના સ્તવનમાં એવો નિર્દેશ કર્યો છે કે, “જગચિંતામણિ તિહાં કર્યું. મારા વહાલાજી રે.” આ પદ્ઘવિજયજી મહારાજ ઓગણીસમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેઓના રચેલા ચોમાસી દેવવંદન આજે પણ પ્રસિદ્ધ છે. તે સિવાય પણ તેમની ભક્તિ રચનાઓ પ્રાપ્ત થાય છે.
આટલી વિગતો પરથી નચિંતામળિ ની રચના ગૌતમ સ્વામીએ કરી હોવાની વાત લોકપ્રસિદ્ધ બની છે, તો પણ તે સંબંધે બે બાબતો વિચારણીય છે – (૧) કોઈ ઠોસ પુરાવો કે સાક્ષી પાઠનો ઉલ્લેખ અમારા જાણવામાં આવ્યો નથી કે આ શ્રી ગૌતમસ્વામીજી ગણધરની જ રચના છે. (૨) જો ગૌતમસ્વામીજીની રચના હોય તો પણ પાંચે ગાથાની રચના તેમની જ હોય તે વાત પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે.
તે કાળની સાહિત્યરચના સંબંધી વાતોમાં આવો ઉલ્લેખ પ્રાપ્ત થતો હોવાની અન્યત્ર ક્યાંય નોંધ લેવાઈ નથી. વળી સાંચોર તીર્થની તે વખતે વિદ્યમાનતા હતી નહીં, જિનપ્રતિમાજી અને જિનચૈત્યની સંખ્યા વિષયે શ્રી રત્નશેખર સૂરિજી લઘુક્ષેત્રસમાસમાં જણાવે છે તે પ્રમાણે વિસંવાદ છે. તો વર્તમાનકાલીન આગમમાં પણ આ દરેક સ્થાને જિનચૈત્યો હોવાના ઉલ્લેખો મળતા નથી.
આ બધી બાબતો વિચારતા આ ચૈત્યવંદન રચના ગણધર ગૌતમસ્વામીની જ છે કે કેમ ? જો તેમની જ રચના હોય તો પાંચે ગાથાઓ તેમની રચેલી છે કે પછી બે ગાથાની રચના તેમની છે અને બીજી ગાથાઓ પ્રક્ષેપિત થઈ છે કે કેમ ? એ બહુશ્રુતો જ કહી શકે કેમકે આ સૂત્રરચના વિશે નિશ્ચિત માહિતીનો અભાવ છે.
– પ્રબોધ ટીકામાં સંવત ૧૨૯૬થી સંવત ૧૮૯૧ પર્યન્તની જુદી જુદી પોથી (હસ્તપ્રતો)ની જે નોંધ લેવાઈ છે, તેમાં આ સૂત્રમાં મહત્વના પાઠ ભેદોની નોંધ કરાઈ છે, જેમકે
(૧) કેટલીક પોથીમાં 3 વિવિ સૂત્રનો ઉલ્લેખ આ સૂત્રની છઠી ગાથા સ્વરૂપે થયેલો છે.
(૨) ઘીવર સૂત્ર સાવપૂરિ સંવત ૧૬૨લ્માં નચિંતામણિ અને નં વિવિ એ બે જ ગાથાનો ઉલ્લેખ છે.
(3) પવિફર્યું સૂત્ર વનવિવીધ - રચયિતા તરુણપ્રભાચાર્ય સંવત-૧૪૧૧ તથા પંદરમાં સૈકાની જણાતી પ્રતિક્રમણૂરિ અને પ્રતિક્રમણ સૂત્રવિપૂરિ આ બંને પ્રતોમાં આ સૂત્રની બીજી, પહેલી અને છઠી ગાથા “નમસ્કાર' નામના સૂત્ર તરીકે ક્રમબદ્ધ કરાયેલી છે.
(૪) પ્રતિક્રમણૂત્રો-પ્ર9િત સંવત ૧૫૭૩ અને શ્રાવક પ્રતિક્રમણ સૂત્રાર્થ એ બંને પ્રતોમાં પહેલી ત્રણ ગાથા જ છે, ચોથી પાંચમી ગાથા નથી.
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૧૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ (૫) કેટલીક પોથીઓમાં છ ગાથાવાળો પાઠ મળે છે. (૬) પહેલી ગાથા ખરતરગચ્છ તથા વિધિપક્ષના પ્રતિક્રમણ સૂત્રમાં જણાતી
(૭) ગાથા ત્રીજી એક પોથીમાં સંપૂર્ણ પાઠાંતર સાથે જોવા મળે છે.
આ તો એક જ પુસ્તક આધારિત સંશોધનના તારણો છે. બીજા પણ અનેક તારણો પ્રાપ્ત થઈ શકે છે.
અમે પ્રચલિત પરંપરાનુસાર આ સૂત્રની નોંધ અને વિવેચન કરેલ છે. અમો ભક્તિભાવથી આ સૂત્રને બોલીએ છીએ - માનીએ છીએ - સ્વીકારીએ છીએ અને આદર કરીએ છીએ. પણ તેની રચના વિશે કે રચયિતા વિશે કોઈ ઠોસ માહિતી આપી શકતા નથી.
૦ શાશ્વત પ્રતિમાના નામો –
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે જે ચોવીસ તીર્થંકરો થાય તથા તે કાળે મહાવિદેહમાં વિદ્યમાન જે તીર્થકરો હોય તે સર્વે મળીને ચાર નામવાળા તીર્થકરો અવશ્ય હોય જ છે. જેના નામો છે – (૧) ઋષભ, (૨) ચંદ્રાનન, (૩) વારિષણ અને (૪) વર્ધમાન. આ ચારે નામો પ્રવાહરૂપે શાશ્વત છે. શાશ્વતી પ્રતિમાઓ કે જે ચૌમુખજી રૂપે હોય છે. તેમાં પણ આ ચાર નામો યુક્ત જ ચાર પ્રતિમાઓ હોય છે. આ વાતનો ઉલ્લેખ જીવાજીવાભિગમ આદિ આગમોમાં આવે છે. વળી ઠાણાંગ સૂત્રના સ્થાન ચાર, ઉદ્દેશક બીજાના સૂત્ર ૩૨૮માં નંદીશ્વર દ્વીપ પરની ચૌમુખજીના વર્ણનમાં પણ ઇષભ, ચંદ્રાનન, વારિષે, વર્ધમાન એ ચાર જિન પ્રતિમાઓનો ઉલ્લેખ થયો છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે જે શાશ્વત પ્રતિમાની ચૌમુખજી છે તે પ્રત્યેક પરમાત્માના ઋષભ આદિ ચાર નામધારી જિનબિંબો જ હોય.
સમવાયાંગ સૂત્ર તથા આવશ્યક નિર્યુક્તિમાં મળતા વર્તમાનની ભરત અને ઐરવતની ચોવીસીના નામો પ્રમાણે
ભરતક્ષેત્રના ચોવીસ તીર્થકરોમાં પહેલા તીર્થકરનું નામ “ઋષભ' છે અને છેલ્લા તીર્થકરનું નામ વર્ધમાન છે. ઐરાવત ક્ષેત્રના ચોવીસ તીર્થકરોમાં પહેલા તીર્થકર ‘ચંદ્રાનન' અને ચોવીસમાં તીર્થકર વારિષણ છે. આ રીતે પ્રત્યેક ચોવીસી વખતે આ ચાર નામો અસ્તિત્વમાં હોય જ છે.
• ચૈત્યવંદન ક્રિયારૂપે અને પદ્યરૂપે –
ચૈત્યવંદન ક્રિયારૂપે ત્રણ ભેદે છે, તે કથન પૂર્વે થઈ ગયું. ત્યાં આ ત્રણ પ્રકારો વર્તમાન પરંપરાનુસાર જણાવ્યા શ્રી હરિભદ્રસૂરિજી રચિત પંચાશક ગ્રંથોમાં જે બતાવ્યું છે તથા ચૈત્યવંન ભાષ્યમાં પણ જેનો ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે –
ચૈત્યોની વંદના ત્રણ પ્રકારે છે – (૧) નમસ્કાર વડે જઘન્યા, (૨) દંડક અને સ્તુતિ યુગલ વડે મધ્યમા (૩) સંપૂર્ણ વિધિ વડે ઉત્કૃષ્ટ
ચૈત્યવંદન પદ્યરૂપે – પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પૂર્વાચાર્યો રચિત
Page #312
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિશેષ કથન
૩૧૧
અનેક ચૈત્યવંદનો મળે છે. સ્તવનની માફક બાર ચૈત્યવંદન ચોવીસી તો અમે અમારા “ચૈત્યવંદન માળા' પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલી છે. તે સહિત કુલ ૭૭૯ ચૈત્યવંદનો અમે તેમાં મુદ્રિત કરાયેલા છે. આ પદ્યો વર્તમાનકાળે મધ્યમ કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન તથા પ્રતિક્રમણની ક્રિયામાં બોલાય છે.
v સૂત્ર-નોંધ :– આ સૂત્ર પ્રાકૃત-અપભ્રંશ ભાષામાં રચાયેલું છે. – આ સૂત્રના આધાર સ્થાન વિશે સચોટ માહિતી મળેલ નથી. – ઉચ્ચારની દૃષ્ટિએ જોડાક્ષર આદિમાં થતી ભૂલો પરત્વે લક્ષ્ય આપવું.
– જો છંદની સમજ પડે અથવા શીખવનારને માહિતી હોય તો છંદ અનુસાર સૂત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.
–
–
–
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સૂત્ર-૧૨
'અંકિંચિ' સૂત્ર તીર્થવંદન સૂત્ર
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
# સૂત્ર-વિષય :- આ સૂત્રથી ત્રણે લોકમાં રહેલા તીર્થોમાં બિરાજમાન સર્વે જિનપ્રતિમાઓને વંદન કરાય છે.
- સૂત્ર-મૂળ :
જં કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણુએ લોએ; જાઇં જિણ લિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ.
॥ સૂત્ર-અર્થ :- સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઈપણ તીર્થ હોય અને ત્યાં જેટલા જિનપ્રતિમાજી હોય તે સર્વેને હું વંદન કરું છું.
– શબ્દજ્ઞાન :જં કિંચિ - જે કોઈ તિત્વ - તીર્થ
-
नाम
વાક્યાલંકાર, નામરૂપ સ૨ે - સ્વર્ગમાં, દેવલોકોમાં માણુસેલોએ - મનુષ્યલોકમાં જિણબિંબાઈ - જિનપ્રતિમાઓ વંદામિ - હું વંદના કરું છું
પાયાલિ - પાતાળ, પાતાળલોકે
જાઈ – જેટલા
તાઇ સવ્વાઇં - તે સર્વેને
– વિવેચન :- સર્વ તીર્થો અને તેમાં રહેલા જિનપ્રતિમાઓની વંદનાને દર્શાવતું આ એક નાનકડું ફક્ત એક ગાથાનું સૂત્ર છે.
૦ સૂત્રનું નામ વ્યવહારમાં આ સૂત્ર તેના પ્રથમ પદોથી ‘નં વિવિ' સૂત્ર નામથી પ્રસિદ્ધ છે અને સૂત્રમાં સર્વે તીર્થોને આશ્રીને વંદના કરાયેલ હોવાથી આ સૂત્ર ‘તીર્થવન્દ્રન’ સૂત્ર પણ કહેવાય છે.
♦ ♥ કિંચિ નામ તિë - જે કોઈપણ નામ (રૂપ) તીર્થ હોય. ૦ નં િિવ - જે કોઈ (તીર્થનો અંગુલિનિર્દેશ કરે છે—)
૦ નામ નામ. આ શબ્દનો અર્થ બે રીતે થતો જોવા મળે છે.
– પ્રચલિત અર્થ મુજબ નામ અર્થાત્ નામ માત્રથી પણ (તીર્થ હોય)
-
· નામ શબ્દ અવ્યય છે, તે વાક્યાલંકારને સૂચવે છે. તેથી નામ શબ્દનો કોઈ
સામાન્ય કે વિશેષ અર્થ નથી, માત્ર છંદ રચના પુરતો આ શબ્દ વપરાયો છે, તેથી
તેને વાક્યાલંકાર કહેવાય છે.
૦ તિર્થં - તીર્થ. જેનું વિવેચન સૂત્ર-૮ ‘લોગસ્સ'માં થઈ ગયેલ છે. અહીં ‘તિત્થ’ શબ્દ એકલો લઈએ તો ‘તીર્થ' અર્થ ધરાવે છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
જગચિંતામણિ સૂત્ર-વિશેષ કથન
૩૧૩
તિત્ય શબ્દ નામ સાથે લઈએ તો નામરૂપ કે નામમાત્રથી પ્રસિદ્ધ કોઈપણ તીર્થ એવો અર્થ કરાય છે.
તિત્વ શબ્દના સ્થાવર અને જંગમ એવા બે ભેદો છે. જેમાં જંગમતીર્થ એટલે આચાર્યાદિ મુનિવરોની ગણના થાય છે. પણ સમગ્ર સૂત્રનો ભાવ જોતા અને સાથે મૂકાયેલ ‘ખારૂં નિવિવારૂં' પદોને વિચારતા અહીં માત્ર સ્થાવર તીર્થની ગણના જ ઇષ્ટ છે તેમ કહી શકાય.
– સ્થાવર તીર્થની વિચારણા કરીએ તો તેમાં ઘણા ભેદોનો ઉલ્લેખ કરીને આ પદ સમજવું-વિચારવું જરૂરી બનશે. જેમકે–
(૧) સૂત્રમાં જ નિર્દિષ્ટ સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા તીર્થોનો અત્રે સમાવેશ થઈ જશે.
(૨) સૂત્રમાં શાશ્વત કે અશાશ્ર્વતની કોઈ સ્પષ્ટતા ન હોવાથી આ બંને પ્રકારના તીર્થોની વંદના આ સૂત્ર દ્વારા કરાઈ છે. તેમ માનવું પડશે.
(૩) શાશ્વત તીર્થોની સંખ્યા અને કથન તો નચિંતામણિ’ સૂત્ર-૧૧માં કરેલું જ છે. તેથી તે બધાં તીર્થોના વિવરણની આવશ્યકતા નથી. વળી જે શાશ્વતરૂપે રહેલા જિનચૈત્યો છે, તે બધાં તો તીર્થરૂપ છે જ, તે નિઃશંક છે.
(૪) અશાશ્વત તીર્થો કે જેની સ્થાપના કરાયેલ છે. તેમાં કોને ગણવા ? તેની સંપૂર્ણ યાદી બનાવવી તો મૂશ્કેલ છે, પણ કેટલાંકને નામને આધારે અને કેટલાંકને લક્ષણોને આધારે જરૂર ઓળખાવી શકાય છે. જેમકે
તીર્થંકર પરમાત્માના જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ આદિ કલ્યાણકોની ભૂમિ તેમજ તેમની વિહારભૂમિ અને વિશિષ્ટ પ્રસંગોની ભૂમિઓ અનેક ભવ્ય જીવોને શુભ ભાવ ઉત્પન્ન કરાવનારી હોવાથી તીર્થ કહેવાય છે.
તીર્થંકરોની કલ્યાણક ભૂમિ (ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના સંદર્ભે ) આ ભરતની વર્તમાન ચોવીસીમાં ચોવીસે તીર્થંકરના પાંચ-પાંચ કલ્યાણકોની ગણના કરીએ તો ૧૨૦ કલ્યાણકો થાય. આ ૧૨૦ કલ્યાણકો ૨૩ ભૂમિમાં થયા છે. જે બધી જ તીર્થભૂમિ છે. (૧૨૦ કલ્યાણક ભૂમિની ગણના−)
૧. ૨૦ કલ્યાણકોવાળી ભૂમિ-૧ ૨. ૧૯-કલ્યાણકોવાળી ભૂમિ-૧
સમ્મેત શીખરજી અયોધ્યા
(અયોધ્યા, કૌશલ્યા, વિનિતા ત્રણે એક નગરીના જ નામ છે.)
-
૩. ૧૨-કલ્યાણકોવાળી ભૂમિ-૧ ૪. ૮-કલ્યાણકોવાળી ભૂમિ-૨
૫. ૫-કલ્યાણકોવાળી ભૂમિ-૧ ૫. ૪-કલ્યાણકોવાળી ભૂમિ-૯
અને રાજગૃહી–)
હસ્તિનાપુર વાણારસી, મિથિલા
ચંપાપુરી
કલ્યા. ૧૨
કલ્યા. ૧૬
કલ્યા. પ
૯ × ૪ =
કલ્યા. ૩૬
(સાવત્થી, કૌસાંબી, ચંદ્રપુરી, કાકંદિ, ભદ્દીલપુર, સિંહપુરી, કંપીલપુર, રત્નપુરી
ગિરનાર
૬. ૩-કલ્યાણકોવાળી ભૂમિ-૧
કલ્યા.૨૦
કલ્યા. ૧૯
કલ્યા. ૩
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૧૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
૭. ૨-કલ્યાણકોવાળી ભૂમિ-૨ માડણકુંડ, શૌરીપુરી કલ્યા. ૪ ૮. ૧-કલ્યાણકવાળી ભૂમિ- ૫ ૧ ૪ ૫ =
કલ્યા. ૫ (અષ્ટાપદ, પુરિમતાલ, ક્ષત્રિયકુંડ, જુવાલિકા, પાવાપુરી) આ રીતે ૨૩ ભૂમિમાં ૧૨૦ કલ્યાણકો થયા. તે ૨૩ તીર્થો છે.
(૫) પરમાત્માની પ્રાચીન પ્રતીમા, સ્તુપ કે પાદુકાદિ ચિન્હો હોય તેવી ભૂમિઓ પણ તીર્થ ભૂમિ કહેવાય છે.
૦ લઘુ દષ્ટાંત :- ભગવંત ઋષભદેવને પ્રથમ ભિક્ષા શ્રેયાંસકુમારે વહોરાવી. ત્યારે જે સ્થાને પ્રથમ ભિક્ષા વહોરાવી હતી, ત્યાં શ્રેયાંસકુમારે- “અહીં મારા ભગવંત ત્રિલોકગુરુ ઉભા હતા, તે સ્થાન કોઈના પગ વડે ખક્રિમિત ન થાય” તેમ જાણીને ત્યાં રત્નપીઠિકા રચાવી હતી. ત્યાં શ્રેયાંસકુમાર ત્રિકાળપૂજા કરવા લાગ્યા. પર્વકાળે તેની વિશેષથી પૂજા કરીને જ તે ભોજન લેતો હતો. લોકો તેને જ્યારે પૂછતા કે આ શું. છે? ત્યારે શ્રેયાંસ કહેતો કે આ “આદિકર મંડલ” છે. ત્યારપછી લોકોએ પણ જ્યાં જ્યાં ભગવંત રહ્યા ત્યાં ત્યાં પીઠિકાઓ બનાવી.
ભગવંત ઋષભદેવ ત્યાંથી વિહાર કરી તક્ષશિલાનગરી સમીપે પધાર્યા. ભગવંત નગરીની બહાર ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. તત્કાળ ઉદ્યાનપાલકે આવી બાહુબલી રાજાને વધામણી આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળી હર્ષિત થયેલા બાહુબલીએ વિચાર્યું કે, કાલે સવારમાં સર્વદ્ધિ સહિત જઈને પ્રભુને વંજ્ઞા કરીશ. પ્રભુ તો પ્રાત:કાળે પ્રતિમાસ્થિતિ સમાપ્ત કરી ત્યાંથી વિહાર કરી ગયા.
1 સવાર થયું ત્યારપછી બાહુબલી સર્વ ઋદ્ધિ સાથે આડંબરપૂર્વક ઋષભદેવ પ્રભુને વંદન કરવા ગયા. ત્યાંથી પ્રભુ વિહાર કરી ગયા હતા. તે જાણીને બાહુબલીને ઘણો જ ખેદ થયો. પછી પ્રભુના ચરણબિંબને કોઈ ઉલ્લંઘે નહીં એમ વિચારી બાહુબલીએ ત્યાં રત્નમય ધર્મચક્રની સ્થાપના કરી. ભક્તિપૂર્વક વંદના કરી પોતાની નગરીમાં પાછા ફર્યા.
-૦- આવા પ્રસંગો ભગવંત મહાવીરના પણ ઘણાં જ નોંધાયા છે. આવી સર્વે પ્રકારની ભૂમિ પણ તીર્થ કહેવાય છે.
(૬) નામ પૂર્વક કેટલાંક તીર્થોની ગણના પણ કરાવાઈ છે. જેથી આ અને આવા પ્રકારના તીર્થોને તીર્થરૂપે સમજવા તે ખ્યાલ આવે
- ઉપદેશ કલ્પવલ્લી ગ્રંથમાં તીર્થની સમજ આપવા નામ પાડીને કહ્યું છે કે, શત્રુંજય ગિરનાર, સમેતશિખર, આબુ તારંગાજી, દેલવાડ, રાણકપુર, રાજગૃહી, પાવાપુરી આદિ તીર્થોની યાત્રા કરવી.
– પ્રતિક્રમણ સૂત્રોમાં આવતા તીર્થોના નામ૦ જગચિંતામણિ સૂત્ર-શત્રુંજય ગિરનાર, ભરુચ, મથુર, સાંચોર,
૦ સકલતીર્થ :- સમેતશીખર, અષ્ટાપદ, વિમલાચલ, ગિરનાર, આબુ, શંખેશ્વર, કેસરિયાજી, તારંગા, અંતરીક્ષ, વરતાણા, જીરાવલા, સ્થંભન.
૦ સકલાર્ડતુ:- અષ્ટાપદ, ગજપદ, સમેતશિખર, ગિરનાર, શત્રુંજય, માંડવગઢ, વૈભારગિરિ, કનકાચલ, અર્બુદગિરિ, ચિત્તોડગઢ ઇત્યાદિ.
Page #316
--------------------------------------------------------------------------
________________
જંકિંચિ' સૂત્ર
૩૧૫
-૦- આગમોમાં નોંધાયેલ તીર્થોના દૃષ્ટાંત (માત્ર નમુનારૂપે)
– આચારાંગ નિર્યુક્તિ-૩૨૦ (શ્રુતસ્કંધ-૨, ભાવના અધ્યયન)માં જણાવે છે - અષ્ટાપદ, ઉજ્જયંત (ગિરનાર) ગિરિ, ગજાગ્રપદ (દશાર્ણકૂટ), ધર્મચક્ર (તક્ષશિલામાં), પાર્થ (અહિચ્છત્રા તીર્થ), રથાવર્ત (વિદિશામાં આવેલ કુંજરાવર્ત), ચમરોત્પાત સ્થળ (ચમરેન્દ્રએ ઉત્પાત કરતી વખતે સૌધર્મેન્દ્રના ભયથી બચવા જે સ્થળે ભગવંત મહાવીરનું શરણ સ્વીકારેલ હતું તેનું સ્મારક સ્થાન)ને હું વંદન કરું છું. | (આટલા સ્થળોનું પ્રાચીન તીર્થરૂપે સૂચન મળે છે.)
– નિશીથ સૂત્રની જિનદાસ ગણિ મહત્તર રચિત ચૂર્ણિનો ઉલ્લેખ“ઉત્તરવિદે... નમ્પમૂનો - ઉત્તરાપથમાં ધર્મચક્ર, મથુરામાં દેવનિર્મિત સ્તૂપ, કોશલા (અયોધ્યા)માં જીવંતસ્વામીની પ્રતિમા તથા તીર્થકરોની જન્મભૂમિઓ..”
-૦- આજના પ્રસિદ્ધ જૈન તીર્થો :– સૌરાષ્ટ્રમાં - શત્રુંજય, ગિરનાર, તળાજા, કદંબગિરિ, અજાહરા પાર્શ્વ આદિ. – કચ્છમાં :- ભદ્રેશ્વર વગેરે.
- ગુજરાતમાં - શંખેશ્વર, સેરીસા, પાનસર, ભોયણી, તારંગા, કાવી, ગાંધાર, સ્તંભનપાર્શ્વ, ઝઘડીયાજી આદિ.
– રાજસ્થાનમાં :- આબુ, કુંભારિયા, બામણવાડા, રાણકપુર, ફલોધિ, કેસરિયાજી, સાંચોર આદિ-આદિ.
– મધ્યપ્રદેશમાં :- માંડવગઢ, મક્ષીજી, ઉજ્જૈન, ભોપાવર આદિ. – મહારાષ્ટ્રમાં :- અંતરીક્ષજી પાર્શ્વનાથ વગેરે. (ભાંડકજી)
– ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં હસ્તિનાપુર, મથુરા, પ્રયાગ, બનારસ, અયોધ્યા, શ્રાવસ્તી આદિ-આદિ.
– બિહારમાં :- રાજગૃહ, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, કાકંદી, ચંપાપુરી, સમેતશિખરજી આદિ-આદિ.
– દક્ષિણમાં - કુલપાકજી વગેરે.
(વિવિધ તીર્થકલ્પને આધારે અહીં કેટલાંક તીર્થોના નામ ફક્ત પરીચય પુરતા આપેલ છે, જેનાથી “તીર્થ વિશે ફક્ત ઝાંખી થઈ શકે. વર્તમાનકાળે કોઈપણ સ્થળે ધર્મશાળા, ભોજનશાળા સગવડ સહિત બનતા જિનાલયોને તીર્થના નામે ઓળખવાઓળખાવાની પ્રવૃત્તિ પુરજોશમાં ચાલતી હોવાથી અમારે અહીં “તીર્થ” વિશે આટલું લાંબુ વિવેચન કરવું જરૂરી લાગ્યું છે.).
- પડાવશ્યક બાલાવબોધમાં જણાવ્યા મુજબ – ગામ, નગર આદિમાં જે કોઈપણ જિનમંદિર હોય તેને તીર્થ જ ગણેલ છે. કેમકે “જિનેશ્વર પ્રતિમાની સ્થાપના” એ જ તીર્થ તેમ ત્યાં કહ્યું છે.
જે કિચિ નામ તિર્થં કહ્યા પછી આ તીર્થો ક્યાં ક્યાં આવ્યા હોય તે સંબંધી ક્ષેત્ર નિર્દેશ કરે છે કે તેને પાયનિ માથુરે નોઈ - અર્થાત્ સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં અર્થાત્ ત્રણે લોકમાં.
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૧૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ • સ - સ્વર્ગમાં, દેવલોકમાં. (ઉર્વીલોકમાં રહેલા સ્વર્ગોમાં)
– આ શબ્દનો સંબંધ “તીર્થ સાથે છે. “સ્વર્ગમાં રહેલ શાશ્વત ચૈત્યો' બધાં જ તીર્થ કહેવાય તેની વંદના કરવાની છે.
– નો શબ્દ માગુલે પછી મૂકાયેલ છે. છતાં અર્થની દૃષ્ટિએ તેને સ્વર્ગ સાથે જોડીને સ્વર્ગલોક-દેવલોકમાં એમ પણ કહી શકાય
- દેવોના મુખ્ય ચાર ભેદ છે. (૧) ભવનપતિ, (૨) વાણવ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. તેમાંથી જ્યારે “સ્વર્ગની વાત આવે ત્યારે માત્ર વૈમાનિક દેવોનું કથન છે, તેમજ સમજવું.
– નચિંતામણિ સૂત્ર થકી શાશ્વત ચૈત્યોની સંખ્યા અને કયા દેવલોકમાં કેટલા ચૈત્યો છે, તેનું વર્ગીકરણ કરાયેલ જ છે. તો પણ અહીં તીર્થ માત્રનું વંદન કરવા માટે સ્વર્ગમાં રહેલા સર્વે તીર્થ એવું ઉચ્ચારણ કરેલ છે. તે સકારણ છે.
શંખેશ્વર પાર્શ્વનાથ સંબંધી જે કલ્પ મળે છે. તેમાં જૂ થયેલ કથાનક મુજબ આષાઢી શ્રાવકે ગત ચોવીસીમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ભરાવેલી તે ઉર્ધ્વલોકમાં પણ ગઈ અને અધોલોકમાં પણ ગયેલી. પછી જ્યારે જરાસંધ અને કૃષ્ણ વાસુદેવનું યુદ્ધ થયું ત્યારે શ્રી નેમિનાથ ભગવંત પણ ગૃહસ્થાવસ્થામાં હતા. જરાસંધે જરા નામની વિદ્યાનો પ્રયોગ કૃષ્ણ વાસુદેવના સૈન્ય પર કર્યો બધાં યાદવ આદિ “જરા’ વૃદ્ધત્વનો ભોગ બની ગયા. એ સમયે શ્રી નેમિનાથે કૃષ્ણ વાસુદેવને ચિંધેલ માર્ગ મુજબ કૃષ્ણ વાસુદેવે અઠમ તપ કર્યો. ધરણેન્દ્ર પ્રસન્ન થયા, બીજા મતે પદ્માવતી પ્રસન્ન થયા. અધોલોકમાં રહેલી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા લાવીને આપી આ પ્રતિમાના હવણ જલથી યાદવ (આદિ)ની ‘જરાનું નિવારણ કર્યું. જરાસંધની વિદ્યાને નિષ્ફળ બનાવી
આ દૃષ્ટાંતમાં મહત્ત્વની વાત એટલી જ કે અશાશ્વત પ્રતિમાજી પણ ઉર્ધ્વ કે અધોલોકમાં આ રીતે રહેલી હોય તો તેની વંદના આ સૂત્ર થકી થઈ જાય છે. તે કારણથી તીર્થ કે પ્રતિમા માત્રને વંદન કરવાનું આ સૂત્ર જણાવે છે. માટે માત્ર શાશ્વત ચૈત્ય કે શાશ્વત પ્રતિમાજી ન કહેતા “જે કોઈ પણ તીર્થ અને સર્વ કોઈ પ્રતિમા' એમ સૂત્રમાં લખ્યું
૦ સ્વર્ગવિલોક કેટલા અને કયા કયા?
આ પ્રશ્નોનો ઉત્તર ઠાણાંગ સૂત્ર-૯૭, ભગવતીજી સૂત્ર-૨૬૮થી, નાયાધમ્મકહાઅધ્યયન-૮, ઉવવાઈ સૂત્ર-૨૬, જીવાજીવાભિગમ સૂત્ર-૩૨૪, પન્નવણા સૂત્ર-૨૨૭થી, અનુયોગ દ્વાર સૂત્ર-૨૨, આવશ્યક નિર્યુક્તિ, તત્ત્વાર્થ સૂત્ર ઇત્યાદિ અનેક સ્થાને તેનું વર્ણન આવે છે, તે મુજબ–
સૌધર્મ, ઇશાન, સાનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આર, અશ્રુત, એ બાર દેવલોક પછી નવ રૈવેયક, પછી વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાનો એમ કુલ (૧૨ + ૯ + ૫) ૨૬ સ્થાનો થાય છે.
આ છવ્વીસ સ્થાનોમાં રહેલા જે કોઈપણ તીર્થ હોય તેને સ્વર્ગમાં રહેલા
Page #318
--------------------------------------------------------------------------
________________
જંકિંચિ' સૂત્ર
૩૧૭
(ઉર્ધ્વલોકના) તીર્થો (ચૈત્યો) કહેવાય છે. તેની વંદના કરવાની છે.
• પાયાત્તિ - પાતાળે, પાતાળમાં, ભવનપતિના આવાસોમાં. – પાતાળ એટલે (તીર્થાલોકરૂ૫) પૃથ્વી નીચેનો ભાગ જેને અધોલોક કહે છે. - પતિ સાથે નો જોડીને પાતાળલોક' પણ કહી શકાય.
- અહીં પાતાળ લોકમાં તીર્થાલોકની નીચે અધોલોકમાં આવેલા વ્યંતર અને વાણવ્યંતરના આવાસો તથા તેની નીચે (રત્નપ્રભા પૃથ્વીમાં) આવેલ ભવનપતિના ભવનોને જ લક્ષમાં લેવાના છે. કેમકે શાશ્વત ચૈત્યો તથા પ્રતિમાજી ત્યાં જ હોય છે.
– વ્યંતરના આવાસોમાં રહેલા અસંખ્યાત જિનચૈત્યો અને જિનપ્રતિમાજીની વંદના આ સૂત્રથી થાય છે.
– ભવનપતિના ભવનોમાં રહેલા જિનચૈત્યો અને જિનપ્રતિમાજીની પણ વંદના આ સૂત્રથી થાય છે. (જેની સંખ્યા નચિંતામણિ સૂત્રમાં જણાવી જ છે.)
– તે સિવાય જેમ ઉર્ધ્વલોકના વિવરણમાં જણાવ્યું તેમ (શંખેશ્વર) પાર્શ્વનાથના પ્રતિમાજી માફક કોઈ અશાશ્વત જિનપ્રતિમાજી હોય તેને પણ વંદના આ સૂત્રથી થાય છે (જે વંદના નચિંતામણિ સૂત્રમાં કરાઈ ન હતી.)
- વ્યંતર અને ભવનપતિ પણ દેવો જ છે. દેવોના ચાર ભેદોમાં આ બંને ભેદોનો સમાવેશ થાય છે. ભવનપતિના દશ ભેદ છે. તેમના આવાસો પણ દશ પ્રકારે છે, જેનો ઉલ્લેખ સૂત્ર-૧૧ ‘ચિંતામા' માં કરેલ છે.
• માપુરે તપ - મનુષ્ય લોકમાં.
– શબ્દશઃ અર્થ મનુષ્યલોકમાં થાય, પણ અહીં તીર્થાલોકમાં એવો અર્થ સ્વીકારવો પડશે. કેમકે જો “મનુષ્યલોક' એવો જ અર્થ સ્વીકારીએ તો મનુષ્યલોક અથવા અઢીદ્વીપમાં ૩૧૮૩ શાશ્વત જિનાલયો છે. તે સિવાય નંદીશ્વર હીપે-પર, ત્યાં આવેલ રાજધાનીના-૧૬, કુંડલ હીપના-૪ અને રૂચકહીપના-૪ એમ કુલ-૭૬ જિનાલયોનો સમાવેશ થઈ શકશે નહીં.
– હવે જો ‘વં હિંવિ' જે કોઈ પણ તીર્થ હોય તે સર્વેને વંદના કરવાની હોય તો આ૭૬ જિનાલયોની વંદના કઈ રીતે થાય ? માટે મનુષ્યલોકનો અર્થ અહીં “તીર્થાલોક' જ સ્વીકારવો પડે.
- મનુષ્યલોકમાં શાશ્વત ચૈત્યો ૩૨૫૯ છે. તે તો તીર્થ સ્વરૂપ છે જ. પણ, સાથે સાથે અશાશ્વત તીર્થોની વંદના પણ કરવાની છે. અહીં વિવેચનમાં તીર્થ” શબ્દમાં અશાશ્વત તીર્થોની ઝાંખી કરાવેલ છે. તે અને તેવા પ્રકારના સર્વે અશાશ્વત તીર્થોનું ગ્રહણ પણ આ સૂત્રથી થાય છે.
- જ્યોતિષ્કના અસંખ્યાત શાશ્વત ચૈત્યો પણ અહીં ગ્રહણ કરવા. • ગાવું નિર્વિવાદું – જેટલા જિનબિંબો - જિનપ્રતિમાઓ (હોય)
– તીર્થ વંદના પછી આ શ્લોકાર્ધમાં જિનપ્રતિમાની વંદના કરવા માટેનું પૂર્વ પદ મૂક્યું – “જે કોઈ જિનપ્રતિમાજી હોય..”
– વિના – જિન, જિનેશ્વર. (આ પદની વ્યાખ્યા “લોગસ્સ'માં થઈ છે.)
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
– વિવે - બિંબ, પ્રતિમા, મૂર્તિ
- હરિભદ્રસૂરિજી “પંચાશક ગ્રંથમાં જણાવે છે કે, “શ્રી જિનેશ્વરદેવો ગુણોના પ્રકરૂપ છે, એટલે તેમનાં બિંબ અર્થાત્ પ્રતિમાનું દર્શન પણ શુભ છે, સુખ કરનારું છું, તે પ્રતિમાજીનું નિર્માણ કરાવવાથી આપણા આત્મા ઉપર મોટો ઉપકાર થાય છે.
– પ્રતિમાજીના બે ભેદ છે (૧) શાશ્વત અને (૨) અશાશ્વત.
– શાશ્વત પ્રતિમાજીની ત્રણે લોકમાં જે સંખ્યા છે તેનું વર્ણન તેના સ્થાનસહિત સૂત્ર-૧૧ “નાવિંતામણિ' માં થઈ ગયેલ છે.
- જે અશાશ્વત તીર્થ છે તેમાં રહેલી કે અન્ય અશાશ્વત પ્રતિમાજીનું ગ્રહણ પણ આ સૂત્રથી કરવાનું છે. કેમકે અહીં પદ મૂકેલ છે ‘નારૂં વિવિંવાડું - તેથી જે કોઈપણ જિનેશ્વર પ્રતિમાજી હોય તે સર્વે પ્રતિમાજીને અર્થાત્ જિનપ્રતિમા માત્રને આપણે વંદના કરવાની છે.
૦ અહીં “જિન” શબ્દનું ગ્રહણ કેમ કર્યું? – બિન શબ્દના ગ્રહણથી બે બાબતો સ્પષ્ટ થાય છે–
(૧) જે પ્રતિમાજીને વંદન કરવાનું છે તે ‘બિન' અર્થાત્ જિનેશ્વપરમાત્મા તીર્થકર ભગવંતની જ પ્રતિમા હોવી જોઈએ. અન્ય કોઈ દેવ-દેવીની કે મિથ્યામતિના માનેલા ભગવંતોની પ્રતિમાને વંદના કરવાનું અહીં અભિપ્રેત કે ઇષ્ટ નથી.
(૨) જિનપ્રતિમા શબ્દનો સંદર્ભ શાશ્વપ્રતિમાજીના અનુસંધાને વધુ મહત્ત્વનો છે. કેમકે શાશ્વત જિનપ્રતિમાનું જે વર્ણન રાયપૂસણીય, જીવાજીવાભિગમ, જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોમાં આવે છે. તે મુજબ પ્રત્યેક શાશ્વત જિનપ્રતિમા સાથે બીજી પરિવારરૂપ પ્રતિમા હોય છે. તે આ પ્રમાણે – જિનપ્રતિમાની પાછળ એક છત્રધારી પ્રતિમા હોય છે, તેની બંને બાજુ એક-એક ચામરધારી પ્રતિમા હોય છે. સન્મુખ વિનયપૂર્વક નમીને રહેલી ભૂત, યક્ષ, નાગ, કુડધરની બન્ને પ્રતિમા હોય છે.
જ્યારે શાશ્વત પ્રતિમાની વંદના કરવાની વાત આવે ત્યારે આ બધી પરિવારીય પ્રતિમા પણ શાશ્વત તો છે જ. તો શું તેને પણ વંદના કરવાની ? ના. માત્ર જિનેશ્વરની જ પ્રતિમાઓને વંદના કરવાની હોવાથી અહીં ક્લિન' શબ્દ સાર્થક જ છે.
• તારું સારું વંલામ - તે સર્વેને હું વંદન કરું છું.
- આ પદોનો સંબંધ પૂર્વ પદો સાથે છે. (સ્વર્ગ પાતાળ કે તીછલોકમાં જે કોઈ પણ તીર્થ હોય અને ત્યાં જેટલા) જિનેશ્વર દેવની પ્રતિમા હોય-તે સર્વેને હું વંદન કરું છું.
1 વિશેષ કથન :
– આગમોમાં એક વાક્ય અનેક સ્થાને આવે છે – “અહીં રહેલો એવો હું ત્યાં રહેલા પરમાત્માને-ભગવંતને વંદના કરું છું.” – આ જ ભાવને આ સૂત્ર થકી વિચારવાનો છે – અહીં રહેલો એવો હું ત્યાં સ્વર્ગ પાતાળ, તીર્થાલોકમાં રહેલા અર્થાત્ ઉર્ધ્વ અધો, તીર્થાલોકમાં રહેલા સર્વે જિનપ્રતિમાજીને વંદન કરું છું.
– પૂર્વે નચિંતામણિ સૂત્રમાં જણાવ્યા અનુસાર કેટલીક પ્રાચીન પ્રતોમાં જેવી
Page #320
--------------------------------------------------------------------------
________________
“અંકિંચિ' સૂત્ર
૩૧૯
કે પડાવશ્યક સૂત્ર બાલાવબોધ, ષડાવશ્યક વિવરણ, ષડાવશ્યક સૂત્રસાવચૂરિ, પ્રતિક્રમણ અવચૂરિ આદિમાં આ જંકિંચિ સૂત્ર તે સૂત્રની જ એક ગાથા સ્વરૂપે જણાવેલ છે.
– આ સૂત્રમાં તીર્થ વંદના તથા પ્રતિમાજી વંદના છે. આવા જ ભાવને સૂત્ર૧૪ ના વંતિ વેરૂયાડું માં પણ પ્રગટ કરેલ છે. ફર્ક માત્ર એટલો છે કે ત્યાં માત્ર ચૈિત્યોની વંદના કરેલી છે. (જો કે ચૈત્યનો પ્રતિમા અર્થ પણ છે જ.).
- સૂત્ર-નોંધ :– આ સૂત્રની ભાષા પ્રાકૃત છે અને છંદ “હા' છે.
– આ સૂત્રનું સ્પષ્ટ આધાર સ્થાન મળેલ નથી. પણ વિશેષ કથનમાં જે પ્રાચીન પ્રતોના નામ આપ્યા છે તેમાં આ ગાથા જોવા મળે છે.
– આ સૂત્રમાં ગાથા-૧, પદ અને સંપદા-૪, ગુરુવર્ણ-૩, લઘુવર્ણ-૨૯ અને સર્વે વર્ણો-૩૨ છે.
- ઉચ્ચારણમાં અનુસ્વારોનું ધ્યાન રાખવું જરૂરી છે. તથા જોડાક્ષરમાં તિર્થં, સગ્ગ, સબ્બાઇ ત્રણ શબ્દોમાં અડધો અક્ષર બોલતી વખતે ન છૂટી જાય તે ધ્યાન રાખવું જરૂરી છે.
XX
–x
——–
મુનિ દીપરત્નસાગર દ્વારા કરાયેલ પ્રતિક્રમણ સૂત્રના વિવેચનનો ભાગ-૧ પૂર્ણ થયો
Page #321
--------------------------------------------------------------------------
________________ મૂળ સૂત્રોને અનલાહરૂપે પરાથર્તિત કરવા પડે છે અનચ્છનીય અને મનોવેદનાપ્રદાયક ઘટના જ છે. છતાં કાળની કેડીએ આ દુર્ઘટના આયભય પામતી જ રહી છે. સર્ષે સાહિત્યક્ષેત્રે બહુજન હિતાર્થે થતાં અજવાહોનો ઇતિહાસ દાયકાઓ જુનો બનતો જાય છે. અમારો આ પરિશ્ર” પણ એ જ અનિવાર્ય અનિષ્ટની અનર્થાત્ત છે. જ્યારે વિવેચન એ મૂળ સૂત્રોનો “અર્થબોધ છે. સૂત્રના અર્થ-દાનનો પ્રવાહ તો અનાઠિકાળથી ભાલપરમાત્માના ભાણી સલિલ સ્પરૂપે વહેતો જ રહ્યો છે. અમે તો માત્ર તે શબ્દોનું દેહ ઘડતર કર્યું છે. પ્રતિક્રમણ સૂત્રોનો બોધ ભાવપૂર્વકૅ ક્રિયારૂપે પરિણમજ પામે એ જ અભ્યર્થના. - - - - મુનિ દીયર૮૭૪સાકાર