________________
૩૦૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ પ્રેરે છે, દૂર કરે છે અથવા આત્માથી છૂટા પાડે છે તે વીર છે.
- જે કર્મનું વિદારણ કરે છે, તપથી શોભે છે અને તપોવીર્યથી યુક્ત છે તે ‘વીર' કહેવાય છે.
૦ સરિ-મંs - સત્યપુરી (સાંચોર)ના આભૂષણ રૂપ (સેવા) – પાઠભેદ - સરિ ને બદલે સફર એવો પાઠ પણ મળે છે.
- સાંચોર નામથી પ્રસિદ્ધ એવું આ મહાવીર સ્વામીનું તીર્થ છે. તે રાજસ્થાનના ભિનમાલગામની નજીક આવેલું છે. તે પૂર્વે સત્યપુરી નામે પ્રસિદ્ધ હતું. નાહડ નામના રાજાએ મહાવીરસ્વામીનો ભવ્ય પ્રાસાદ અર્થાત્ જિનાલય બનાવેલ હતું. શ્રી જજિજગસૂરિએ વીર નિર્વાણ પછી ૬૭૦માં વર્ષે આ પ્રાસાદમાં મહાવીરસ્વામીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલી.
તદુપરાંત ધનપાલ કવિ રચિત સત્યપુરિમંડન શ્રી મહાવીરના મહિમાનું કાવ્ય વિક્રમની ૧૧મી સદીનું અપભ્રંશ ભાષામાં મળેલ છે. આ તીર્થનો મહિમા બ્રહ્મ શાંતિપક્ષના સાન્નિધ્યને કારણે ઘણો વિસ્તરેલો. જો કે વિક્રમ સંવત ૧૩૬૭માં અલ્લાદ્દીનખીલજીએ તેનો ભંગ કર્યો. પછી તેની જાહોજલાલી ઘટી છે. પરંતુ આજે પણ આ તીર્થની ગણના પ્રાચીન અને મોટા તીર્થમાં થાય છે. બીજી વખત પ્રતિષ્ઠિત કરાયેલ એવી વીરપ્રભુની પ્રતિમા ત્યાં આજે પણ બિરાજમાન છે.
આવા આ પ્રાચીન અને ભવ્ય તીર્થે બિરાજમાન હે વીર પ્રભુ! આપ જયવંતા વર્તી અર્થાત્ આપ જય પામો (એવી સ્તુતિ કરી છે)
• ભરુઅચ્છહિં મુણિસુન્વય – ભરૂચમાં રહેલા મુનિસુવ્રતસ્વામી. – મ હિં - ભરુચ નામના નગરમાં. (બિરાજમાન એવા) – પાઠભેદ - મહિં એવો પાઠ પણ મળે છે.
– મુનિસુવ્યય - મુનિસુવ્રતસ્વામી, ભરતક્ષેત્રની આ ચોવીસીના વીસમાં તીર્થંકર ભગવંત (કે જેનું ભરૂચ નગરે પ્રસિદ્ધ તીર્થ છે.)
– ભગવંત મુનિસુવ્રત સ્વામીએ એક ઘોડાને પ્રતિબોધ કરવા ઘણો જ લાંબો વિહાર કરીને આવ્યા તે સંબંધે લલિતવિસ્તરા ટીકામાં મુનિચંદ્રસૂરિજી મહારાજ જણાવે છે કે, ભગવંત પોતાના પૂર્વભવના મિત્ર એવા અશ્વરત્નને પ્રતિબોધ કરવા ભરૂચ નગરે પધાર્યા. ભગવંતની દેશના સાંભળતા ઘોડાના નેત્ર આનંદાશ્રુથી ધોવાઈને પવિત્ર બન્યા. તેના બે કાન નિશ્ચલ બની ગયા. રોમેરોમ વિકસ્વર થઈ ગયા, આંખ મિંચાઈ ગઈ, ક્ષણમાત્ર તે ઉભો રહી ગયો. પછી ધર્મશ્રવણમાં ઉપયોગ દઈ તે સમવસરણના તોરણ પાસે આવ્યો. પછી તે ઘોડાએ અપૂર્વ આનંદરસને અનુભવતા પોતાના બે ઢીંચણ ભૂમિ પર સ્થાપિત કર્યા, મસ્તક નમાવીને ઘોડાએ પ્રભુને વંદના કરી અને તે ઘોડો બોધિબિજ - સમ્યક્ત્વ પામ્યો. (એક મત એવો છે કે તે વખતનો ભરુચનો રાજા જિતશત્રુ પણ જિનેશ્વર દેવના આગમનથી અતિ રોમાંચિત થયેલો, તે પણ દેશના સાંભળવા આવેલો. આ ઘોડો (અશ્વરત્ન) તેનો જ હતો. તેથી તેણે ત્યાં અશ્વાવબોધ તીર્થ બનાવ્યું અને ભગવંત મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા સ્થાપિત કરી)