________________
નવકાર મંત્ર-અરિહંતપણાની મુખ્ય વિશેષતા
૨૩ સમાવિષ્ટ પામતી આ કર્મ પ્રકૃત્તિ જ અરિહંતપણાની સર્વ પ્રથમ વિશેષતા છે. તે કર્મના ફળરૂપે અરિહંતો માતાના ગર્ભમાં આવે ત્યારથી જ તે અરિહંતપણાના વૈશિયને પ્રગટ કરે છે. કેમકે અરિહંતનો જીવ માતાના ગર્ભમાં આવે ત્યારે માતા ગજ, વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જુએ છે.
તેમની અન્ય મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે
-૦- અરિહંતોના બાર ગુણો :- જ્યારે પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોની ગણના કરાય છે, ત્યારે તેમાં અરિહંતોના બાર ગુણો ગણાય છે. તેથી જ નય (જ્ઞાન) વિમળ સૂરિએ ચૈત્યવંદનની રચના કરી તેમાં કહ્યું, “બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે".
આ બાર ગુણોમાં આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય જણાવેલા છે - તે આ પ્રમાણે છે :
• આઠ પ્રાતિહાર્ય :
-૧- અશોક વૃક્ષ :- જ્યાં ભગવંતનું સમસવસરણ રચવામાં આવે છે ત્યાં તેમના દેહથી બારગણું ઊંચુ અશોકવૃક્ષ દેવતાઓ રચે છે. જેની નીચે બેસીને પ્રભુ દેશના આપે છે.
-૨- સુરપુષ્પવૃષ્ટિ :- એક યોજન પ્રમાણ સમવસરણની ભૂમિમાં જળમાં તથા ભૂમિમાં ઉત્પન્ન થયેલા સુગંધી પાંચ વર્ણોવાળા વિવિધ પુષ્પોની દેવો વૃષ્ટિ કરે છે. જે વૃષ્ટિ ભગવંતના ઢીંચણ પ્રમાણ હોય છે. અરિહંત ભગવંતોના અતિશયને કારણે આ ફૂલના જીવોને કિલામણા થતી નથી.
-૩- દિવ્ય દધ્વનિ :- ભગવંતની માલકોષ રાગમાં મુખ્યતાએ વહેતી વાણીને દેવતાઓ વીણા, વાંસળી આદિ વાજીંત્રોથી પૂરિત કરે છે.
-૪- ચામર :- રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે.
-પ- આસન :- ભગવંત સમવસરણમાં જેમના પર બેસી દેશના આપે છે, તે રત્ન જડિત સુવર્ણનું સિંહાસન હોય છે, જેની રચના દેવતા કરે છે. | -૬- ભામંડલ :- ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણો જેવું ઉગ્ર તેજસ્વી ભામંડલ દેવતાઓ રચે છે. જેમાં ભગવંતનું તેજ સંક્રમિત થાય છે. જેને લીધે ભગવંતનું મુખ સુખે કરીને જોઈ શકાય છે.
-૭- દુંદુભી :- ભગવંતના સમવસરણમાં દેવતાઓ દેવદુંદુભી નામક સુંદર અને માંગલિક વાજીંત્ર વગાડે છે. જેનો નાદ ઘણો જ ગંભીર હોય છે.
-૮- છત્ર :- સમવસરણમાં ભગવંત પૂર્વાભિમુખ બેસે છે. બીજી ત્રણ દિશામાં દેવતાઓ જ ભગવંતના પ્રભાવથી ત્રણ પ્રતિબિંબો રચીને સ્થાપે છે. તેમના મસ્તક પર સફેદ મોતીના હારથી સુશોભિત એવા ત્રણ-ત્રણ છત્રો ચારે દિશામાં રચે છે. તેથી સમવસરણ અવસરે બાર છત્રો અને અન્ય સમયે ત્રણ છત્રો ભગવંતની ઉપર હોય છે.