________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
શ્રી પદ્મવિજયજી રચિત ચોમાસી દેવવંદનમાં પાર્શ્વજિનના સ્તવનમાં આ આઠે પ્રાતિહાર્યોનો સુંદર સમન્વય કર્યો છે. તેને અંતે જણાવે છે કે, ‘જિનજી એ ઠકુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લો.''
૦ ચાર અતિશય :
૨૪
-૧- જ્ઞાનાતિશય :- ભગવંત કેવળજ્ઞાન વડે સર્વે લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ અર્થાત્ સર્વે દ્રવ્યોના સર્વે ભાવો કે પર્યાયોને જાણે છે.
-૨- વચનાતિશય :- ભગવંતની વાણી પાંત્રીશ ગુણોથી યુક્ત હોય છે. તે વાણી દેવ, મનુષ્ય, તિર્યંચ સર્વે પોત-પોતાની ભાષામાં સમજે છે. જેનું વિશેષ વર્ણન ‘અરિહંતની વાણીના પાત્રીશ અતિશયો''માં કરેલ છે.
-૩- પૂજાતિશય :- અરિહંતો દેવ-અસુર-મનુષ્યો તથા તેમના સ્વામી એ સર્વેને પૂજ્ય છે અર્થાત્ સામાન્ય જન, રાજા, વાસુદેવ, બળદેવ, ચક્રવર્તી, દેવતાઓ, ઇંદ્રો વગેરે સર્વે અરિહંતને પૂજે છે - પૂજવાની અભિલાષા કરે છે. -૪- અપાયાગમ અતિશય :- અપાય એટલે ઉપદ્રવોનો નાશ, બે રીતે– −૦ સ્વાશ્રયી અપાયાગમાતિશય :- સ્વને આશ્રીને, તે બે પ્રકારે—
૦ દ્રવ્યથી - સર્વ પ્રકારના રોગો તેઓને સર્વથા ક્ષય થયા હોય છે. ૦ ભાવથી અઢાર પ્રકારના અત્યંતર દોષો તેમને હોતા નથી. - ૦ પરાશ્રયી અપાયાગમાતિશય :- જેનાથી અન્યોના ઉપદ્રવો નાશ પામે અર્થાત્ ભગવંત જ્યાં વિચરતા હોય ત્યાં દરેક દિશામાં મળી સવાસો યોજન સુધી પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ થાય નહીં.
આ અતિશયોનું વર્ણન પદ્મવિજયજી મહારાજે ચોમાસી દેવવંદનમાં શ્રી શાંતિનાથ ભગવંતના સ્તવનમાં સુંદર રીતે ગુંથેલ છે. જેમકે
“પ્રભુ વિચરે તિહાં ન દુકાળ કે, અચિરાના નંદ રે; જાયે ઉપદ્રવ સવિ તતકાળ કે, અચિરાના નંદ રે.'' -૦- અરિહંત પરમાત્માના ચોત્રીશ અતિશયો :
-
અરિહંત એ કોઈ વ્યક્તિનું નામ નથી પણ ગુણવાન આત્માઓના એક વર્ગનું નામ છે. જેમ બાર ગુણો દ્વારા આ વિશિષ્ટ આત્માઓની એક વિશેષતા જણાવી, તેમ અરિહંતપણાના ગુણના ધારક એવા સર્વે કોઈ જીવો માટે સમવાયાંગના ચોત્રીશમાં સમવાયમાં સૂત્ર-૧૧૦માં અરિહંતોના ચોત્રીશ અતિશયો કરેલાં છે. તેમના આ અતિશયો અર્થાત્ વિશેષતા દ્વારા જગતના અન્ય કોઈપણ દેવો કરતા આ દેવાધિદેવ અરિહંતોનું વૈશિષ્ટ્ય અર્થાત્ પ્રભાવસૂચક લક્ષણો જોવા મળલે છે. આ અતિશયોનું વર્ણન-પ્રવચનસારોદ્ધાર, ષડાવશ્યકબાલાવબોધ તથા અભિધાન ચિંતામણી કોષમાં શ્લોક ૫૭ થી ૬૪માં આપેલ છે.
‘ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ;
કર્મ ખપ્પાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા સમવાયાંગે પ્રસિદ્ધ.'' - પદ્મવિજયજી - ચોમાસી દેવવંદન . આદિ જિન સ્તવન
-
—