________________
નવકાર મંત્ર-અરિહંતના અતિશયો :
૨૫
• જન્મથી અતિશય - ૪ - ૧. લોકોત્તર અભુત સ્વરૂપવાનું દેહ, રોગ-પ્રસ્વેદ-મલ રહિત શરીર (ભગવંતનું રૂપ કેવું હોય તે આગળ રૂપ દ્વારમાં જણાવેલ છે.) ૨. શ્વાસોચ્છવાસ કમળ જેવો સુગંધિત હોય છે. 3. માંસ અને લોહી ગાયના દુધની ધારા જેવા શ્વેત કે ઉજ્વળ. ૪. આહાર અને નિહાર ક્રિયા ચર્મચક્ષુવાળાઓ જોઈ શકે નહીં. • ઘાતિ-કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા અગિયાર અતિશયો :
૫. સમવસરણ રચના-યોજન પ્રમાણ હોય. કોડાકોડી મનુષ્ય, તિર્યંચ, દેવો પણ સમાઈ જાય.
૬. અર્થ ગંભીર વાણી - અદ્ધમાગધી ભાષા જે એક યોજન સુધી સંભળાય છે અને તે નર, તિર્યંચ, દેવોને પોત-પોતાની ભાષામાં પરીણમે છે.
– લઘુદષ્ટાંત :- અહીં કોઈના મનમાં સંશય થાય કે એક જ ભાષા જુદાજુદા જીવો પોતાની ભાષામાં કઈ રીતે સમજી શકે ? તે માટે ભીલનું દૃષ્ટાંત છે –
કોઈ ભીલને ત્રણ સ્ત્રી (પત્ની) હતી. ત્રણેને સાથે લઈને ભીલ વનમાં જતો હતો. ત્યારે એક સ્ત્રી બોલી, મને તરસ લાગી છે. પાણી લાવી આપો. બીજી સ્ત્રીએ કહ્યું, ગીત ગાન કરી મારા મનને પ્રસન્નતા આપો. ત્રીજી સ્ત્રી બોલી, મને ભુખ લાગી છે, હરણ મારીને લાવો. ત્યારે ભીલે કંઈક વિચારીને એક જ વાક્ય કહ્યું, તો નલ્થિ પહેલી સ્ત્રી સમજી કે સર અર્થાત્ સ્વર મધુર નથી, તો પાણી ક્યાંથી લાવે ?, બીજી સ્ત્રી સમજી કે સર અર્થાત્ સ્વર મધુર નથી, તો ગીત-ગાન કઈ રીતે કરે ? ત્રીજી સ્ત્રી સમજી કે સર અર્થાત્ બાણ નથી તો હરણ શીકાર ક્યાંથી કરે?
આ રીતે જેમ એક સામાન્ય ભીલે પણ એક વાક્યમાં ત્રણ પત્નીને એક સાથે સમજે તે રીતે પ્રત્યુત્તર ભાષા વાપરી, તે રીતે અરિહંત પણ જે વાણી ઉચ્ચારે છે તે દેવ, મનુષ્ય, તિર્યંચને પોતપોતાની ભાષામાં બોધ થઈ જાય છે. (અરિહંતોની વાણી પાત્રીશ ગુણોથી યુક્ત હોય છે, જેનું વર્ણન આ વિવેચનમાં જ આગળ કરેલ છે.)
૭. ભામંડલ-અરિહંતોના મસ્તકની પાછળના ભાગે એક ભામંડલ હોય છે. તે સૂર્યના કિરણો જેવું દીપ્ત, સુંદર અને મનોહર હોય છે. જે ભગવંતના સ્વાભાવિક રૂપનું સંકરણ કરે છે. જેથી ભગવંતનું મુખ સુખેથી જોઈ શકાય છે.
૮. રોગાદિ વિનાશ - ભગવંત વિચરતા હોય ત્યાં આસપાસના સર્વે મળી ૧૨૫ યોજનમાં રોગ, વર આદિ સર્વે થતા નથી. પૂર્વના રોગ શાંત થાય છે.
૯. વૈરનો નાશ - પરસ્પરના વૈર-વિરોધ શાંત થાય છે.
૧૦. ઇતિનો અભાવ – ધાન્ય આદિને ઉપદ્રવકારી એવા ઉંદર, તીડ આદિ પ્રાણિ રૂપ ઇતિનો અભાવ થાય છે.
૧૧. મારિનો અભાવ - મારિ-મરકી આદિ ઉત્પાતો દ્વારા થતા સર્વગત મરણો થતા નથી.
૧૨. અતિવૃષ્ટિ - નિરંતર કે અત્યંત વરસાદ થતો નથી.