________________
૨૪૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અપ્રાણ - આત્માને
વોસિરામિ - વોસિરાવું છું વિવેચન :- સામાયિકની પ્રતિજ્ઞારૂપ એવા આ સૂત્રમાં મુખ્યતા સામાયિકની છે. તેને ‘સામાયિક દંડક' પણ કહે છે. તેની સાથે સાવદ્યયોગના પ્રત્યાખ્યાનની વાત સંકળાયેલી છે. પણ મુખ્યતાએ ‘સામાયિક' હોવાથી, તેમજ આવશ્યક સૂત્રનું પહેલું અધ્યયન આ “સામાયિક' જ હોવાથી વિશદ ચર્ચા સામાયિકના અનુસંધાને જ કરાઈ છે.
અહીં સમગ્ર વિવેચન સૂત્રના શબ્દો અનુસાર છે. પણ સામાયિક સંબંધી અનેક વાતોનો સમાવેશ અહીં જરૂરી હોવાથી તેને વિશેષ કથનમાં મૂકેલ છે.
૦ કરેમિ :- હું કરું છું, હું ગ્રહણ કરું છું, હું સ્વીકાર કરું છું. અહીં રુપિ શબ્દનો વાચ્યાર્થ “હું કરું છું' ભલે થાય પણ વૃત્તિકાર આદિએ તેનો અર્થ “હું સ્વીકાર કરું છું એ પ્રમાણે કરેલ છે.
T (- આવશ્યક નિર્યુક્તિ ૧૦૧૬માં “સૂત્ર સ્પર્શ નિયુક્તિ રૂપે દશ દ્વારોનો વિસ્તાર કર્યો છે. જેમાં રુર પહેલું દ્વાર છે તેના પર નિયુક્તિ ૧૦૧૭ થી ૧૦૨૯ અને ભાષ્ય-૧૫ર થી ૧૮૩ તેમજ તેના પર વિશેષાવશ્યક ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ આદિમાં અતિ વિસ્તૃત વિવેચન કરાયેલ છે.)
આ “કરેમિ' પદ ‘સામાયિક સ્વીકાર'નું પ્રતિજ્ઞા સ્વરૂપ કે સ્વીકૃતિ પદ હોવાથી સ્વીકાર કરું છું એમ કહ્યું. જે વિનયપૂર્વક અને નમ્રતાથી ઉચ્ચારવાનું છે. કેમકે તે ગુરુ ભગવંત સન્મુખ વિધાન સ્વરૂપે રજૂ કરાતું પદ છે. ગુરુ ભગવંતની અનુજ્ઞાપૂર્વક સામાયિક ગ્રહણ કરવા પ્રયોજાયેલ છે.
• ભંતે :- હે ભગવન્! હે ભદંત, હે ભયાંત, હે પૂજ્ય આદિ.
– આ શબ્દ પ્રસ્તુત સૂત્રમાં બે વખત પ્રયોજાયેલ છે. એક - કરેમિ’ શબ્દ પછી અને બીજો ‘તરૂ' શબ્દ પછી, આ પદ ગુરુને આમંત્રણ રૂપે છે. કેમકે સર્વ ધર્માનુષ્ઠાનોમાં ગુરુ આજ્ઞા આવશ્યક છે. અથવા આ પદ આત્મ આમંત્રણ સ્વરૂપ પણ કહેલ છે.
| (અંતે શબ્દનો અર્થ વિસ્તારથી જણાવવા માટે આવશ્યક નિર્યુક્તિ ૧૦૧૬માં મા અને સંત એવા બે હાર મૂકેલા છે. જેની વ્યાખ્યા આવનિ ૧૦૨૯ તથા ભાષ્ય ૧૮૪, ૧૮૫ તેમજ આ બંને પરની ચૂર્ણિ, વૃત્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં તેનું વિસ્તૃત વિવેચન કરાયેલ છે.)
- મંતે શબ્દથી સામાન્ય રીતે હે ભગવન્! એવો અર્થ ભલે થતો હોય પણ આ પદના, ભજંત, ભ્રાંત, ભ્રાજંત, ભ્રાંત, ભગવંત, ભવાંત, ભયાત અને ભદંત એટલા પર્યાય અર્થો વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવાયા છે.
૦- ભયંત કે ભયાત :- ભયનો અંત કરનાર હોવાથી ભયાત કહેવાય છે. ભાવ ભય સાત પ્રકારે છે :- (૧) ઇહલોક ભય, (૨) પરલોક ભય, (૩) દ્રવ્યગ્રહણ ભય જેને ચોર ભય પણ કહે છે, (૪) આકસ્મિક ભય, (૫) અપયશજન્ય ગ્લાધા ભય (૬) આજીવિકા ભય અને (૭) મરણ ભય. આ સાતે પ્રકારના ભયનો અંત કરનાર થાય છે. આવો ભયનો અંત અરિહંત અને ગુરુ બંને કરનારા થાય છે માટે તે ભયાંત કહેવાય છે.