________________
નવકાર મંત્ર-સિદ્ધની અવગાહના
૭૭ ફરતો કાલોદધિ સમુદ્ર આઠ-આઠ લાખ યોજન છે. તેનો ફરતો અર્ધપુષ્કરવરદીપ આઠ-આઠ લાખ યોજનનો છે. એટલે કે
૮ + ૮ + ૪ + ૨ + ૧ + ૨ + ૪ + ૮ + ૮ = કુલ ૪૫ લાખ યોજન થયા. માનવવસ્તિ આ ૪૫ લાખ યોજન બહાર હોય જ નહીં તેથી ૪૫ લાખ યોજનમાં કોઈ જીવ સિદ્ધ થાય તો સમશ્રેણીએ સીધો જ ઉપર સિદ્ધશિલાએ સ્થિત થાય.
• સિદ્ધોનું સુખ કેવું ? એક લઘુ દષ્ટાંત થકી સમજીએ –
એક મહાનું અટવી/અરણ્યમાં કોઈ પ્લેચ્છભીલ રહેતો હતો. તેણે જીવનભર તે અરણ્ય સિવાય કશું જોયેલ નહીં. તેની વસતિ પણ અટવીમાં જ હતી. કોઈ એક રાજા પોતાના અશ્વ પર બેસીને નીકળ્યો. માર્ગ ભૂલી જતાં તે અટવી,અરણ્યમાં પ્રવેશ્યો. ભુખ્યો તરસ્યો રાજા બેશુદ્ધ જેવો થઈ ગયેલો. તે ભીલને જોવામાં આવ્યો. ભીલે તેને પાણી છાંટી સ્વસ્થ કર્યો. ભોજનાદિ સત્કાર કર્યો. રાજા સંપૂર્ણ સ્વસ્થ થયો ત્યાં સુધી તેની આગતા-સ્વાગતા કરી, પછી રાજાએ પોતાની નગરીએ જવાની ઇચ્છા કરી ત્યારે તે ભીલે તેને નગરનો રસ્તો બતાવ્યો.
તે વખતે તે ભીલ ઉપર પ્રસન્ન થયેલ રાજાએ ભીલને કહ્યું ચાલ ! હું તને મારું નગર અને રાજમહેલ બતાવું રાજા સત્કારપૂર્વક પોતાના નગરમાં લઈ ગયો. તેને ઉપકારી સમજીને રાજાએ ઘણાં જ માનસન્માન આપ્યા. રાજમહેલના સુખોનો અનુભવ કરાવ્યો, નગરમાં ખૂબ જ ફેરવ્યો. રાજાની જેમ જ ભીલને રાજમહેલમાં રહેવા મળ્યું. ઘણો કાળ વીત્યા પછી તેને પોતાનું અરણ્ય યાદ આવવા લાગ્યું. ત્યારે રાજાએ તેને પ્રેમપૂર્વક વિદાય આપી. તે ભીલ પોતાના અરણ્યમાં પહોંચ્યો.
ત્યારે તે ભીલના સ્વજન આદિ તેને પૂછવા લાગ્યા કે નગર કેવું હતું ? ત્યાં કેવું સુખ મળ્યું? ત્યારે તે ભીલે બધું અનુભવ્યું હોવા છતાં પોતાના સ્વજનોને કહેવા સમર્થ ન થયો. કેમકે તેઓને સમજાવવા માટે તેની પાસે કોઈ ઉપમા ન હતી. તે સુખને વર્ણવવાના કોઈ શબ્દો ન હતા.
આ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ છે. તેને શબ્દો દ્વારા વર્ણવી શકાતું નથી. તેમ છતાં બાળજનની જાણકારી માટે પૂર્વઋષિના જ્ઞાન સાદૃશ્યથી સિદ્ધોનું સુખ કંઈક આવા શબ્દો દ્વારા (આવશ્યક નિર્યુક્તિકાર અને વૃત્તિકાર વર્ણવે છે).
તેવું સુખ મનુષ્યો-ચક્રવર્તી આદિને હોતું નથી. અનુત્તર વિમાનના દેવો પર્યન્ત કોઈ દેવને પણ તે સુખ પ્રાપ્ત થતું નથી, જે સુખ સિદ્ધોને હોય છે. કેમકે સિદ્ધોનું સુખ અવ્યાબાધ-આડખીલી રહિત અને ક્ષાયિક હોય છે.
અતીત, અનાગત, વર્તમાનકાળના બધાં જ દેવોને પ્રાપ્ત સર્વકાળના સર્વ સમયનું સુખ એકઠું કરવામાં આવે, તે સુખને અનંતગણું કરીએ અને અસત્કલ્પનાથી તે બધાં સુખનો સમૂહ એક પ્રદેશ સ્થાપન કરવામાં આવે, એ રીતે સકલ લોકાકાશના અનંત પ્રદેશ પૂરવામાં આવે તો પણ સિદ્ધોના પ્રકર્ષ સુખનો અનંતમો ભાગ પણ થતું નથી. તેની સામે સિદ્ધના સુખોનો સમૂહ જો સર્વકાળનો કલ્પના માત્રથી એકઠો કરવામાં આવે