________________
૫૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ આ ક્રમે રચના કરે તેવો નિયમ નથી. મહર્તિક કોઈપણ દેવ પણ આ પ્રમાણે રચના કરી દે છે.)
૧. સર્વ પ્રથમ (વાયકુમાર) દેવો આવીને એક યોજન પ્રમાણ પૃથ્વીનું સંમાર્જન કરે છે. જેથી ત્યાં રહેલા ધૂળ-કાંકરા આદિ સાફ થઈ જાય.
૨. પછી (મેઘકુમાર) દેવો આવીને સુગંધી જળની વૃષ્ટિ કરીને તે પૃથ્વીનું સિંચન કરે છે. જેથી રજ વગેરે શાંત થાય
૩. પછી વ્યંતર દેવો ચંદ્રકાંતાદિ મણિઓ, સુવર્ણ અને ઇન્દ્રનીલ આદિ રત્નો વડે આશ્ચર્યકારી એવા ઊંચા ભૂમિતળને બનાવે છે.
૪. પછી તે યોજન પ્રમાણ ભૂમિભાગને બધી દિશાઓથી સુગંધિત કરે છે.
૫. પછી તે ભૂમિતળ ઉપર અધોમુખ ડીંટાવાળા, સુગંધી જળજ અને સ્થળ દિવ્ય પુષ્પો લાવીને ચોતરફ પંચરંગી પુષ્પોની વૃષ્ટિ કરે છે.
૬. પછી ચારે દિશાઓમાં મણિ, કનક, રત્નના બનાવેલા તોરણો બાંધે છે. તેમાં છત્રયુક્ત શાલભંજિકા હોય છે. ધજા અને સ્વસ્તિકાદિ રચના વડે તે તોરણ મનોહર લાગે છે. આ સર્વ કાર્યો વ્યંતર દેવો કરે છે.
૭. પછી આશ્ચર્યકારી રત્નો અને મણિ-કંચનના કાંગરાવાળા સુંદર એવા ત્રણ પ્રાકારોને દેવગણ વિફર્વે છે. તે આ પ્રમાણે–
૮. અત્યંતર એવો પ્રથમ પ્રાકાર (ગઢ) વૈમાનિક દેવો વિકુર્વે છે. તે ગઢ રત્નનો બનેલો હોય છે. તેના કાંગરા પંચવર્ણ મણિમય હોય છે.
૯. મધ્યમ એવો બીજો પ્રકાર (ગઢ) જ્યોતિષ્ક દેવો વિફર્વે છે. તે સુવર્ણનો બનેલો હોય છે. તેના પર રત્નોના બનેલા કાંગરા હોય છે.
૧૦. બાહ્ય એવો ત્રીજો ગઢ ભવનપતિ દેવો વિકુર્વે છે. તે આખો ગઢ રૂપાનો બનેલો હોય છે, તેના ઉપર સુવર્ણના કાંગરા હોય છે.
૧૧. દરેક ગઢને સર્વરત્નમય એવા ચાર-ચાર દ્વારા તે-તે દેવોએ બનાવેલા હોય છે. તે કારો પર સર્વરત્નમય અને સુવર્ણની બનેલી પતાકા ધ્વજા યુક્ત તોરણો હોય છે. તે તોરણોમાં સ્વસ્તિકાદિ અષ્ટ મંગલ આલેખેલા હોય છે.
૧૨. તે દ્વાર પાસે કે ફરતા ધૂપના પાત્રો વ્યંતર દેવો મૂકે છે. જેમાંથી ધૂપની મનોહર ગંધ ફેલાય છે. ત્યાં દેવો અરિહંતના ચરણકમળમાં નમે છે. (તે દરેક ગઢના દ્વારે ચાર વાર યુક્ત અને સુવર્ણના કમલવાળી એક એક વાપિકા હોય છે.).
૧૩. (ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર - સર્ગ-૩) અત્યંતર ગઢના પૂર્વ ધારે બે વૈમાનિકો દ્વારપાળ થઈને રહે છે. દક્ષિણ દ્વારે બે વ્યંતરી, પશ્ચિમ દ્વારે બે જ્યોતિષ્ઠ દેવો અને ઉત્તર હારે બે ભવનપતિ દેવો દ્વારપાળ થઈને રહે છે. (જો કે સમવસરણ
સ્તવમાં અહીં એક-એક દ્વારપાળ કહેલ છે.) મધ્યમ ગઢના ચારે દ્વારે અનુક્રમે જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે-બે દેવીઓ પ્રતિહાર થઈને ઉભી રહે છે. બાહ્ય ગઢના ચારે વારે તુંબરુ, ખટ્વાંગધારી, મનુષ્યમસ્તકમાલાધારી અને જટામુગટ મંડિત નામે ચાર દેવતાઓ દ્વારપાળ થાય છે.