________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૫૫
૧૪. અત્યંતર પ્રાકાર - પ્રથમ ગઢની બરાબર મધ્યમાં અરિહંતની ઊંચાઈ કરતા બારગણું ઊંચુ ચૈત્યવૃક્ષ વ્યંતર દેવો રચે છે. પ્રત્યેક ઋતુમાં તેમાં પુષ્પ, પાન આદિ સમૃદ્ધિ વિદ્યમાન રહે છે. તે અશોકવૃક્ષ શાલવૃક્ષથી આચ્છાદિત હોય છે. સર્વે અરિહંતના છત્ર, ધ્વજા, પતાકાયુક્ત વેદિકાવાળા તોરણોથી સુશોભિત તથા સુર, અસુરાદિ દેવોથી પૂજિત હોય છે.
- તે ચૈત્યવક્ષની નીચે વિવિધરત્નોથી નિર્મિત એક પીઠ હોય છે. તેની ઉપર મણિમય દેવછંદક હોય છે. તેની મધ્યમાં પાદપીઠ સહિત સિંહાસન હોય છે. તેની ઉપર-ઉપર એમ ત્રણ છત્રો હોય છે. તેની આસપાસ ચામરધારી એવા બે યક્ષો હોય છે. દ્વાર પર સુવર્ણકમળમાં રહેલ એક ધર્મચક્ર હોય છે. આ સિવાય બીજા પણ કરવા યોગ્ય કર્તવ્યો ત્યાં વ્યંતર દેવો કરે છે.
(કાળ લોક પ્રકાશ - સર્ગ-૩૦ - શ્લોક-૫૩૦ થી ૬૨૯) ભગવંતના સમવસરણનું વર્ણન છે. જેમાં ઉક્ત વર્ણન સિવાયની કેટલીક વિશેષતા જોવા મળે છે. તે આ પ્રમાણે છે
(૧) વ્યંતર દેવ રચિત ભૂમિતળ જમીનથી સવાકોશ ઊંચુ હોય છે.
(૨) જમીનથી બાહ્ય (રૂપાના) ગઢ સુધી ૧૦,૦૦૦ પગથીયા હોય છે. તે એક-એક હાથ ઊંચા અને પહોળા હોય છે. તેથી પ્રથમ ગઢ જમીનથી સવા ગાઉ ઊંચો હોય છે. તે ગઢની ભિંતો ૫૦૦ ધનુષ્ય ઊંચી અને ૩૩ ધનુષ્પ અને ૩૨ આંગળ પહોળી હોય છે. ગઢની અંદર ચારે બાજુ સમતલ પ્રતરમાન ૫૦ ધનુષં પ્રમાણ હોય છે. આ ગઢમાં વાહનો રહે છે.
(૩) ઉક્ત ૫૦ ધનુષના પ્રતર પછી બીજા ગઢના પગથીયા શરૂ થાય છે. તે પગથીયા ૫૦૦૦ હોય છે. એક હાથ ઊંચા અને પહોળા હોય છે. ત્યારપછી મધ્યમ (સોનાનો) ગઢ આવે છે.
(૪) બીજા ગઢના બાકીના માપો પ્રથમ ગઢ પ્રમાણે જાણવા. આ ગઢમાં તિર્યંચો દેશના સાંભળવા આવે છે.
(૫) બીજા ગઢના ઇશાન ખૂણામાં મનોહર દેવછંદક હોય છે, જ્યાં પ્રથમ પ્રહરે દેશના આપ્યા બાદ અરિહંત વિરામ લે છે.
(૬) બાહ્ય (સોનાના) ગઢથી ૫૦૦૦ પગથીયા ચડે પછી અત્યંતર એવો રત્નનો ગઢ આવે છે. તેના સર્વે માપ બાહ્ય ગઢ પ્રમાણે જાણવા. વિશેષ એ કે તેમાં મધ્યમાં સમભૂતલ એવું જે પીઠ હોય છે તે એક ગાઉ અને ૬૦૦ ધનુષુ લાંબુ-પહોળું હોય છે.
(૭) ત્રણે ગઢના અંતરનું પ્રમાણ ત્રણ ગાઉ અને ૧૮૦૦ ધનુષ છે. (જેનું સંપૂર્ણ ગણિત કાળલોક પ્રકાશ સર્ગ ૩૦ થી જાણી લેવું.)
(૮) સમવસરણ ગોળ હોય છે. જેની ચારે દિશામાં દશ-દશ હજાર પગથીયા હોય છે. એ જ રીતે જો ચોરસ સમવસરણ રચાય તો તેના માપોમાં કિંચિત્ ભિન્નતા છે. (ગોળ અને ચોરસ બંને સમવસરણના ગણિત માટે કાળલોકપ્રકાશ સર્ગ-૩૦