SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૩ નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો ઉપાસના કરવા લાગે છે. – વૈમાનિક દેવોનું આગમન : તે કાળે તે સમયે અરિહંત સમીપે સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પના વૈમાનિક દેવો આવે છે તેમના ઇન્દ્રો, સામાનિક દેવો, ત્રાયશ્ચિંશક દેવો, લોકપાલો, પર્ષદા સહિત પટ્ટરાણીઓ, સેના, આત્મરક્ષક દેવો આદિ પરિવારથી ઘેરાયેલા હોય છે. પોતાની સંપૂર્ણ શ્રી, કાંતિ, વૈભવથી ભૂષિત હોય છે. તેઓ ક્રમશઃ પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોગમ, વિમલ તથા સર્વતોભદ્ર નામક પોતપોતાના વિમાનોમાં આવે છે. તેઓએ અનુક્રમે મૃગ, મહિષ, વરાહ, છગલ, દર, ઘોડો, હાથી, ભુજગ, ખગ તથા વૃષભના ચિન્હોથી અંકિત મુગટ ધારણ કરેલા હોય છે. તેઓએ વિવિધ વસ્ત્રો અને અલંકારો ધારણ કરેલા હોય છે. પરમ ઋદ્ધિશાળી અને યુતિમાન હોય છે. તેઓના વિમાનો પણ મધ્યાહ્નના સૂર્યના કિરણોથી પણ અધિક પ્રભાવાળા હોય છે. વિવિધ વાદ્યોના ધ્વનિથી દિશાઓ ગુંજતી હોય છે. તે સર્વે પૂર્વવત્ અરિહંતને નમસ્કાર કરી, પર્યાપાસના કરે છે. એ જ પ્રમાણે લોકાંત વિમાનવાસી દેવો પણ આવે છે. તેમના કાનમાં દેદીપ્યમાન કુંડલો હોય છે. તેઓ સ્વનામાદિ સ્પષ્ટ ચિન્હોથી અંકિત મુગટોને ધારણ કરે છે. વિશાળ સૈન્ય સાથે દ્ધિપૂર્વક આવી અરિહંતની પર્યાપાસના કરે છે. – અપ્સરાગણનું આગમન : તે કાળે તે સમયે અરિહંત સમીપે અપ્સરા સમૂહ આવે છે. શરીરની ઉત્તમ કાંતિવાળી, યૌવના, અનુપમ રૂપ લાવણ્ય યુક્ત, સર્વાગ સુંદર, ઇષ્ટ વસ્ત્રાભૂષણોથી સજ્જ હોય છે. તેઓ ઉત્તમ પુષ્પમાળા ધારણ કરેલી, સુગંધી પદાર્થોથી યુક્ત, શ્રેષ્ઠ ધૂપથી ધૂપિત હોય છે. તેઓએ અંજલિમાં દિવ્ય સુમ, સુગંધિત માળા આદિ રાખેલ હોય છે. તેઓ સૌંદર્ય દર્શના, દીપ્તીમય, શૃંગારના ઘર જેવી હોય છે. તેમની ગતિ, હાસ્ય, ભાષા, હાવભાવ, વાતચીત આદિ સર્વે નૈપુણ્ય અને લાલિત્યયુક્ત હોય છે. સર્વાગ સુંદર, વિલાસ આદિથી યુક્ત, મૃદુ સ્પર્શવાળી, કમનીય અને પ્રિયદર્શના હોય છે. આવો અપ્સરા સમૂહ આવી અરિહંતની પર્યપાસના કરે છે. • સમવસરણ વક્તવ્યતા : (અહીં આ વક્તવ્યતા આવશ્યક નિર્યુક્તિ ગાથા ૫૪૩ આદિ મુજબ જણાવી છે. તે વિષે આવશ્યક ભાગ, ચૂર્ણિ, વૃત્તિમાં પણ વર્ણનો છે. બૃહતુકલ્પ ભાષ્ય, સમવસરણ સ્તવ, લોકપ્રકાશ, ત્રિષષ્ઠી શલાકાપુરુષ ચરિત્ર, પડાવશ્યક બાલાવબોધ ગુજરાતી રચનાકારોના થોયના જોડા, સ્તવન આદિ અનેક સ્થાને સમવસરણ રચના વિશે ઉલ્લેખો છે. તેમાં કિંચિત્ મતભેદો પણ છે.) સમવસરણ વિધિ વિશેષ :- (કોઈપણ અરિહંતના સર્વ પ્રથમ સમવસરણ માટેનો આ વિધિ છે. પછી-પછીના સમવસરણ માટે આ જ દેવો આવે અને
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy