________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૪૧
જળનો છંટકાવ કરે છે. ગોબર વડે લેપન કરે છે, ધૂપ પ્રગટાવે છે. કેટલાંક દેવો ચાંદીની વર્ષા કરે છે. એ જ રીતે સુવર્ણ, રત્ન, વજમણિ, આભૂષણ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, માળા, સુગંધી પદાર્થ અને સુગંધિત ચૂર્ણની વર્ષા કરે છે.
કેટલાંક દેવો તત, વિતત, ઘન, શુષિર પ્રકારના વાજિંત્રો વગાડે છે. કેટલાંક દેવો ઉક્ષિત, પાદાંત, મંદાયિત, રોચિતાવસાન પ્રકારના ગીતો ગાય છે. કેટલાંક દેવો અંચિત, ત, આરભટ, ભસોલ પ્રકારના નૃત્યો કરે છે. કેટલાક દેવો દષ્ટાંતિક, પ્રતિકૃતિક, સામાન્ય વિનિપાતિક, લોકમધ્યાવસાનિક પ્રકારના અભિનય કરે છે. કેટલાંક દેવો બત્રીશ પ્રકારના નાટ્યવિધિઓનું પ્રદર્શન કરે છે. કેટલાંક દેવો ઉત્પતન-નિપતન, નિપતનઉત્પતન, સંકુચિત-પ્રસારિત, ભ્રાંત-સંભ્રાંત ઇત્યાદિ નાટ્યવિધિઓનું પ્રદર્શન કરે છે. (ઇત્યાદિ અનેકવિધ પ્રવૃત્તિ દેવો કરે છે. જે અમારા આગમકથાનુયોગમાં વિજયદેવની કથામાં જોઈ શકાશે.)
એ રીતે સપરિવાર અચ્યતેન્દ્ર મહાનું અભિષેક દ્વારા અરિહંતનો અભિષેક કરે છે. પછી બે હાથ વડે અંજલિ જોડીને, નતમસ્તકે નમસ્કાર કરીને જય-વિજય શબ્દોથી પ્રભુને વધાવે છે. પછી ઇષ્ટ વાણી વડે જય-જયકાર કરીને કમળ જેવા સુકોમળ, સુગંધિત, ગંધકાષાયિક વસ્ત્રથી અરિહંતનું શરીર લુછે છે. પછી શરીરને કલ્પવૃક્ષ સંદેશ અલંકૃત અને વિભૂષિત કરે છે. નાટ્યપ્રયોગ દેખાડે છે. પછી સ્વચ્છ, સ્નિગ્ધ, રજતમય સરસ સુંદર અક્ષત વડે અરિહંત સન્મુખ આઠ મંગલોનું આલેખન કરે છે. આ મંગલ આ પ્રમાણે છે – ૧. દર્પણ, ૨. ભદ્રાસન, 3. વર્ધમાન, ૪. કળશ, ૫. મસ્યયુગલ, ૬. શ્રીવત્સ, ૭. સ્વસ્તિક, ૮. નંદાવર્ત. ત્યારપછી વિવિધ પ્રકારના અને પંચરંગી પુષ્પોથી ઘુંટણ પ્રમાણ ઢગલાની રચના કરે છે. પછી વિવિધ રત્નોની રચના કરે છે. ઉત્તમ સુગંધી ધૂપોની સુગંધ ફેલાવે છે.
ત્યારપછી અચ્યતેન્દ્ર અરિહંતથી સાત-આઠ ડગલાં દૂર જઈને દશે આંગળી પરસ્પર ભેગી કરી, મસ્તકે અંજલિ કરી વિશુદ્ધ પાઠવાળી અને ઉત્તમ છંદોથી રચિત અર્થસમૃદ્ધ અને અપુનરુક્ત એવી ૧૦૮ સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ વાળીને ઊંચો કરે છે. જમણો ઘૂંટણ જમીન ઉપર સ્થાપે છે, બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરીને કહે છે, હે સિદ્ધ, બુદ્ધ, નીરજ, શ્રમણ, સમાધિયુક્ત, સમત્ત, સમયોગી, શલ્યરહિત, નિર્ભય, રાગદ્વેષ રહિત, મમત્વરહિત, નિસ્ટંગ, નિઃશલ્ય, માનમર્દક, ગુણરત્નોના ભંડાર, શીલસાગર, અનંત, અપ્રમેય, ભવ્ય, ધર્મરાજ્યના સાર્વભૌમ ચક્રવર્તી આપને મારા નમસ્કાર થાઓ.
• ઇશાન આદિ ઇન્દ્રો કૃતુ જન્માભિષેક :
અરિહંત ભગવંતનો અભિષેક જે રીતે અચ્યતેન્દ્ર કરે છે, તે જ રીતે પ્રાણત આદિ બાકીના ઇન્દ્રો પણ અરિહંત જન્માભિષેક કરે છે. એ રીતે ઇશાનેન્દ્ર પર્વતના સર્વે વૈમાનિક ઇન્દ્રો અરિહંતનો જન્માભિષેક કરે છે. પછી ભવનપતિ, વ્યંતર અને
જ્યોતિષ્ક ઇન્દ્રો અભિષેક કરે છે. શક્ર સિવાયના પ્રત્યેક ઇન્દ્રો સ્વ-સ્વપરિવાર સહિત અરિહંત જન્માભિષેક કરે છે. તે સમયે ઇશાનેન્દ્ર પોતાના પાંચ રૂપો વિકુર્વે છે. એક