SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ સાર્થક, મહામૂલ્યવાન, મહોત્સવને યોગ્ય વિશાળ એવી અરિહંતના અભિષેક માટેની શીઘ્ર તૈયારી કરો. ત્યારે ઇન્દ્રની આજ્ઞાનુસાર તેઓ વૈક્રિય સમુઘાત દ્વારા ૧૦૦૮ સુવર્ણ કળશોની વિકુર્વણા કરે છે. એ જ રીતે રૂપ્યમય, મણિમય, સુવર્ણરૂપ્યમય, સુવર્ણમણિમય, રૂપ્યમણિમય, સુવર્ણરૂપ્યમણિમય, માટીના (અને ચંદનના) એમ પ્રત્યેકના આઠે જાતિના ૧૦૦૮-૧૦૦૮ કળશોની વિકુર્વણા કરે છે. જે બધાં જ એક યોજન મુખવાળા કળશો હોય છે. એ જ પ્રમાણે ઝારી, દર્પણ, થાળા, પાત્રી, સુપ્રતિષ્ઠક, ચિત્રો, રત્નકરંડક, કળશ જેવા જળપાત્ર, પુષ્પચંગેરી, ચંગેરિકા, પુષ્પ પટલો, સિંહાસન, છત્ર, ચામર, તેલસમુદ્રગક, સરસવ આદિના સમુદ્રગક, પંખા, ધૂપધાણા, ઇત્યાદિ સર્વે વસ્તુની ૧૦૦૮-૧૦૦૮ની વિકુર્વણા કરે છે. (જેની વિશેષ વિગતો અમારા આગમ કથાનુયોગમાં સૂર્યાભદેવની કથામાં જોવી). ત્યારપછી સીરોદક સમઢે જઈ શીરોક લે છે. ત્યાંના ઉત્પલ, પદ્મ, સહસ્ત્રપત્રાદિ કમળો ગ્રહણ કરે છે. એ જ રીતે પુષ્કરોદકથી માંડીને ભરત, ઐરાવત, માગધ આદિ તીર્થોના જળ અને માટી લે છે. ગંગા આદિ બધી જ મહાનદીઓ તેમજ લઘુ હિમવંત આદિ પર્વતોથી જળ, બધાં કલૈલા પદાર્થો, બધી જાતનાં પુષ્પો, સુગંધિત દ્રવ્યો, માલ્ય આદિ, બધી ઔષધિઓ, સફેદ સરસવ આદિને ગ્રહણ કરે છે. પાદ્રહના જળ અને ઉત્પલ આદિ કમળો લે છે. એ જ રીતે બધાં કૂટ પર્વતો, વૃત્ત વૈતાઢ્યો, મહાકહો, બધાં જ વર્ષક્ષેત્રો, ચક્રવર્તી વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતર્ નદીઓમાંથી જળ વગેરે ઉક્ત પદાર્થો લે છે. ત્યારપછી ઉત્તરકુર આદિ ક્ષેત્રો, ભદ્રશાલ વનમાંથી બધાં કલૈલા પદાર્થો, સરસવો ઇત્યાદિ તેમજ સરસ ગોશીર્ષ ચંદન, દિવ્ય પુષ્પમાળા લઈ, નંદનવન, સૌમનસ વન અને પંડુક વન આદિમાંથી પણ ઉક્ત સર્વે પદાર્થો ગ્રહણ કરે છે. તે સર્વે સામગ્રી ગ્રહણ કરી બધાં દેવો એક સ્થાને એકઠા થઈને પોતાના સ્વામી પાસે આવે છે. પછી મહાર્થ-મહાર્ણ અને મહાલ્વ એવી અરિહંતના જન્માભિષેકની તૈયારી કરે છે. ત્યારે તે અય્યતેન્દ્ર ૧૦,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલ, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિઓ, ૪૦,૦૦૦ આત્મરક્ષક દેવોથી પરિવૃત્ત થઈને સ્વાભાવિક અને વિકૃર્વિત, ઉત્તમ કમળો પર સ્થાપિત શ્રેષ્ઠ સુગંધી જળથી ભરેલા ચંદનથી ચર્ચિત, કાંઠામાં પંચરંગી સૂતરથી બાંધેલા, પદ્મ અને ઉત્પલથી ઢાંકેલા, સુકુમાળ હથેલીમાં ૧૦૦૮ સુવર્ણ કળશો – યાવત્ - ૧૦૦૮ માટીના કળશો દ્વારા તથા સરસવો દ્વારા અને પોતાની સર્વ ઋદ્ધિ તથા વાદ્ય ધ્વનીઓ અને કોલાહલપૂર્વક ઘણાં જ ઠાઠ-માઠથી અરિહંતોનો અભિષેક કરે છે. જ્યારે અચ્યતેન્દ્ર મહાનું શોભા સહિત અભિષેક કરે છે ત્યારે બીજા ઇન્દ્રઆદિ દેવો હર્ષિત, સંતુષ્ટ અને આનંદવિભોર થઈને હાથોમાં છત્ર, ચામર, ધૂપદાન, પુષ્પ, સુગંધી દ્રવ્ય, વજ, શૂલ વગેરે લઈને તેમજ અંજલિપૂર્વક અરિહંત ભગવંત સન્મુખ ઉભા હતા. કેટલાંક દેવો રાજમાર્ગ, ગલીઓ, પગદંડીઓ સાફસૂફ કરી, અભિષેક
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy