________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અરિહંતોનું ચ્યવન ઉચ્ચ જાતિ, ઉચ્ચકુળ, રાજવંશમાં થાય છે. તેમનો ચ્યવનકાળ મધ્યરાત્રિ હોય છે.
૩૨
-૦- જન્મ કલ્યાણક રૂપ વિશેષતા :
તીર્થંકરનો જન્મ થાય ત્યારે સર્વલોકમાં ઉદ્યોત થાય છે. તીર્થંકરોની માતા પ્રચ્છન્નગર્ભા હોય છે. તીર્થંકર જન્મે ત્યારે જરા-આવરણપડ, લોહી, કલિમલ આદિ હોતા નથી. સામાન્યતયા શાસ્ત્રકાર મહર્ષિ અરિહંતોનો ગર્ભકાળ નવમાસ અને (સાડા) સાત રાત્રિ દિવસનો જણાવતા હોય છે. ત્યારપછી તેઓનો જન્મ થાય છે. અરિહંતોનો જન્મ થાય તે સમયે બધાં ગ્રહો પોતાના ઉચ્ચ સ્થાનમાં હોય છે, ચંદ્રમાનો ઉત્તમ યોગ હોય છે, દિશાઓ બધી સૌમ્ય-અંધકાર રહિત અને વિશુદ્ધ હોય છે, જય-વિજય સૂચક સર્વે પ્રકારે શુકનો થતા હોય છે. પ્રદક્ષિણાપૂર્વક અનુકૂળ સુગંધિત મંદમંદ પવન વહેતો હોય છે. સર્વ પ્રકારના ધાન્યાદિ પદાર્થોથી પૃથ્વી ભરપૂર હોય તેવો કાળ હોય છે. દેશવાસી લોકોના મન આનંદિત અને પ્રમુદિત હોય છે.
આવા કાળે જન્મ આપનાર માતા અને પુત્ર (અરિહંત) બંને સર્વથા નિરોગી હોય છે. તે રાત્રિએ અનેક દેવ-દેવીઓ અરિહંતના જન્મ ભુવનમાં આવે છે, મહાન્ દિવ્યોદ્યોત ફેલાય છે. સમગ્ર ભવન દૈવી હાસ્યાદિના અવ્યક્ત કોલાહલમય બને છે. અચેતન દિશાઓ પણ હર્ષિત થઈ હોય તેવી રમણીય દેખાય છે. ત્રણે જગત્ ઉદ્યોતમય બને છે. આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થાય છે. પૃથ્વી પણ ઉચ્છવાસને પામે છે અને દુઃખ વ્યાપ્ત નારકીના જીવો પણ ક્ષણવાર માટે આનંદને પામે છે (સુખાનુભવ કરે છે.)
* છપ્પન્ન દિકુમારીઓનું આગમન - જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, આવશ્યકવૃત્તિ, ઠાણાંગ, કલ્પસૂત્ર વૃત્તિ મુજબ.
૦ અધોલોકવાસી દિકુમારીઓનું આગમન :
અરિહંતોનો જન્મ થાય ત્યારે અધોલોક નિવાસી આઠ દિકુમારીઓ ૧. ભોગંકરા, ૨. ભોગવતી, 3. સુભોગા, ૪. ભોગમાલિની, ૫. તોયધારા (સુવત્સા), ૬. વિચિત્રા (વત્સમિત્રા), ૭. પુષ્પમાલા (વારિષણા), ૮. અનિંદિતા (બલાહકા) તે આઠે પોત પોતાના કૂટ ઉપર પોત-પોતાના ભવનમાં, પોત-પોતાના પ્રાસાદાવંતસકોમાં હોય છે. ત્યાં તેમના આસનો ચલિત થાય છે. ત્યારે આ દિકુમારીઓ અવધિજ્ઞાનના ઉપયોગ વડે તીર્થંકરનો જન્મ થયાનું જાણે છે. પરસ્પર એક બીજી દિકુમારીઓને બોલાવીને જણાવે છે કે, અરિહંતનો જન્મ થયો હોવાથી ભૂત-ભાવિ અને વર્તમાનકાલિન દિકુમારીઓનો એવો આચાર છે કે અરિહંત ભગવંતોનો જન્મોત્સવ કરે, તો ચાલો આપણે પણ અરિહંત ભગવંતનો જન્મ મહોત્સવ કરીએ.
-
આ પ્રમાણે કહીને પ્રત્યેક દિકુમારી પોત-પોતાના આભિયોગિક દેવોને બોલાવીને કહે છે, હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર એક દેવવિમાન તૈયાર કરો. જે વિમાનોમાં સેંકડો સ્તંભો હોય, તેના પર ક્રીડા કરતી એવી અનેક પુતળીઓ હોય ઇત્યાદિ - યાવત્ - જે એક