________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
યોજન વિસ્તારવાળુ હોય, એવા દિવ્ય વિમાનની વિકુર્વણા કરીને અમારી આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું અમને જણાવો, ત્યારે તે આભિયોગિક દેવો સેંકડો સ્તંભોથી રચાયેલ એવું પૂર્વે કહ્યા મુજબનું વિમાન તૈયાર કરે છે.
ત્યારે તે અધોલોકવાસિની આઠે દિકુમારીઓ હર્ષિત અને સંતુષ્ટ થઈ, આનંદિત ચિત્તવાળી થયેલી તે યાવત્ - પાદપીઠિકા ઉપર ચડીને તે પ્રત્યેક પોત-પોતાના ૪૦૦૦ સામાનિક દેવો, ચાર મહત્તરિકાઓ - યાવત્ - બીજા અનેક દેવદેવીઓ સહિત તે વિમાનમાં બેઠી. સર્વઋદ્ધિ, સર્વદ્યુતિ સહિત ઢોલ-મૃદંગ આદિ વાદ્યોને વગાડતી, ગીતો ગાતી પોતાની ઉત્કૃષ્ટ ગતિ - યાવત્ - દેવગતિ વડે જ્યાં તીર્થંકર ભગવંતની જન્મ નગરી હોય, તેમાં જ્યાં અરિહંતનું જન્મ ભવન હોય ત્યાં આવે છે.
ત્યાં પહોંચીને તીર્થંકર ભગવાનના જન્મભવનની ચારે તરફ તે દિવ્ય વિમાન સહિત ત્રણ વખત જમણેથી ડાબી બાજુ પ્રદક્ષિણા કરીને ઇશાન ખૂણામાં પૃથ્વીથી ચાર આંગળ ઊંચે દિવ્ય વિમાન ઉભું રાખે છે. ત્યારપછી પોતાના ૪૦૦૦ સામાનિક દેવ આદિ સર્વ પરિવારથી ઘેરાયેલી એવી તે દિવ્ય વિમાનથી નીચે ઉતરે છે. સર્વઋદ્ધિ સહિત - યાવત્ - દુંદુભિના નાદ સહિત જ્યાં અરિહંત ભગવંત અને અરિહંતની માતા છે ત્યાં આવીને તેઓને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી તે પ્રત્યેક પોત-પોતાની હાથની અંજલિ કરીને મસ્તકે લગાડી નમસ્કાર કરી આ પ્રમાણે કહે છે—
33
હે રત્નકુક્ષિધારિણી ! જગતને પ્રદીપ દેનારી ! તમને નમસ્કાર થાઓ, સમસ્ત જગતને મંગલરૂપ, મુક્તિ-અભિલાષીઓને નેત્ર સમાન, સમસ્ત જગતના જીવોના વત્સલ, હિતકારી, માર્ગદેશક, વાગ્ઋદ્ધિ-વિભુ, પ્રભુ, જિન, જ્ઞાની, નાયક, બુદ્ધ, બોધક, ત્રણ જગતના નાથ, સમસ્ત વિશ્વ માટે મંગલરૂપ, નિર્મલ, ઉત્તમકુળમાં ઉત્પન્ન, જાતિથી ક્ષત્રિય અને લોકોત્તમ પુત્રની માતા-તમે ધન્ય છો, પુણ્યશાલિની છો, કૃતાર્થ છો.
હે દેવાનુપ્રિયે ! અમે અઘોલોકવાસિની આઠ પ્રધાનદિકુમારીઓ અરિહંત ભગવંતનો જન્મ મહોત્સવ કરીશું. તેથી આપ ભયભીત ન થશો. એમ કહીને તેઓ ઇશાન ખૂણામાં જાય છે. ત્યાં જઈ સૂતિકા ઘર બનાવે છે. પછી વૈક્રિય સમુદ્દાત કરે છે. સમુદ્દાત કરીને સંખ્યાત યોજન લાંબો દંડ બનાવે છે. તે દંડ રત્નનો હોય છે - યાવત્ - સંવર્તક વાયુની વિકુર્વણા કરે છે. તે વાયુ કલ્યાણકર, મૃદુ, નીચે તરફ વહેનારો, ભૂમિતળને નિર્મળ કરનારો, મનોહર, સર્વ ઋતુઓના ફૂલોની સુગંધથી યુક્ત, ઘનીભૂત, ગંધ વડે સર્વત્ર સુગંધ ફેલાવનારો અને તિર્કો વહેતો તીર્થંકરના જન્મ ભવનની ચારે તરફ યોજન પર્યન્ત સફાઈ કરનારો હોય છે.
જે રીતે કોઈ સેવકપુત્ર હોય - યાવત્ - તે જ રીતે તે વાયુ ત્યાં જે તૃણ પાંદડા, ડાળી, કચરો, અશુદ્ધિ, અપવિત્ર સડેલા એવા પદાર્થ હોય તે બધું જ ઉડાવીને એકાંત સ્થળે ફેંકી દે છે. ત્યારપછી તે દિકુમારીઓ જ્યાં અરિહંત ભગવંત અને તેની માતા હોય છે ત્યાં જાય છે. ત્યાં જઈને અરિહંત ભગવંતો કરતા બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં એવા યોગ્ય સ્થળે ગીત ગાતી ગાતી ઉભી રહે છે.
1 3