________________
૩૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
ઉર્વલોકવાસી દિકકુમારીઓનું આગમન :
અરિહંત ભગવંતોનો જન્મ થાય ત્યારે ઉર્ધ્વલોકવાસી આઠ દિકકુમારીઓ – ૧. મેઘંકરા, ૨. મેઘવતી, ૩. સુમેઘા, ૪. મેઘમાલિની, ૫. સુવત્સા (તોયધારા) ૬. વત્સમિત્રા (વિચિત્રા), ૭. વારિણા (પુષ્પમાળા), ૮. બલાહકા (અનિંદિતા). આ આઠે દિકુકુમારીઓ પોત-પોતાના કૂટ પર, પોતપોતાના ભવનમાં, પોતપોતાના પ્રાસાદવાંસકોમાં હોય છે, ત્યાં તેઓના આસન ચલિત થાય છે. ત્યારે આ આઠે દિકકુમારીઓ અધોલોકવાસી દિકકુમારીઓની માફક આવે છે -ચાવતુ- કહે છે કે
હે દેવાનુપ્રિયે ! અમે ઉર્ધ્વલોકવાસિની આઠ મુખ્ય દિકકુમારીઓ છીએ. અમે અરિહંત ભગવંતનો જન્મ મહોત્સવ કરીશું. તેથી તમે ભયભીત ન થશો. ઇત્યાદિ બધું અધોલોકવાસી દિકકુમારી માફક જાણવું. ત્યારપછી તેણી બધી ઇશાન ખૂણામાં જાય છે. ત્યાં જઈને - યાવત્ - આકાશમાં વાદળા વિકર્ષે છે. પછી વરસાદ દ્વારા - યાવત્ - એક યોજન ભૂમિમાં રજ-ધૂળને શાંત કરી દે છે. ધૂળનો નાશ કરે છે. ધૂળને બેસાડી દે છે. પ્રશાંત-ઉપશાંત કરી દે છે.
ત્યારપછી તેઓ પુષ્પના વાદળો વિકુર્વે છે. પુષ્પોની વર્ષા કરે છે. એ જ રીતે - યાવત્ - કાળા અગરની ઉત્તમ ધૂપ દ્વારા સુગંધ ફેલાવી - યાવતુ - ઉત્તમ દેવોના આગમનને યોગ્ય ભૂમિ બનાવી. પછી જ્યાં અરિહંત ભગવંત અને તેના માતા હતા ત્યાં આવી - યાવત્ - મંદ અને મધુર સ્વરમાં ગીત ગાતી ત્યાં ઉભી રહે છે.
• પૂર્વરૂચકવાસિની દિકકુમારીઓનું આગમન :
અરિહંત ભગવંતોનો જન્મ થાય ત્યારે પૂર્વ દિશાના રૂચક પર્વતવાસી આઠ મુખ્ય દિકકુમારીઓ – ૧. નંદોત્તરા, ૨. નંદા, ૩. આનંદા, ૪. નંદિવર્ધના, ૫. વિજ્યા, ૬. વૈજયંતી, ૭. જયંતી અને ૮, અપરાજિતા. આ આઠે દિકકુમારીઓ પોતપોતાના ફૂટ પર - યાવત્ - રહેતી હોય છે. આ આઠે દિકકુમારી અધોલોકવાસી દિકકુમારી માફક આવે છે - યાવત્ - અરિહંતની માતાને કહ્યું, તમે ભયભીત ન થશો. એમ કહીને અરિહંત ભગવંત તથા તેમની માતાની સામે અરિહંત તથા તેમની માતાના શૃંગાર, શોભા, સજ્જા આદિ વિલોકનમાં ઉપયોગી દર્પણ હાથમાં લઈને અરિહંત તથા તેમની માતાની પૂર્વ દિશામાં મંદમંદ સ્વરે ગીતો ગાતી ઉભી રહે છે.
• દક્ષિણ રૂચકવાસી દિકકુમારીઓનું આગમન :
અરિહંત ભગવંતોના જન્મ વખતે દક્ષિણ રૂચકવાસી આઠ દિકકુમારીઓ – ૧. સમાહારા, ૨. સુપ્રતિજ્ઞા (સુપ્રદત્તા), ૩. સુપ્રબુદ્ધ, ૪. યશોધરા, ૫. લક્ષ્મીવતી, ૬. શેષવતી (ભોગવતી), ૭. ચિત્રગુપ્તા અને ૮. વસુંધરા. આ આઠે દિકકુમારી અધોલોકવાસી દિકકુમારીઓની માફક આવે છે. શેષ સર્વે વર્ણન પૂર્વે કહ્યા મુજબ જાણવું - યાવત્ - તેઓ સ્નાન માટે જળથી ભરેલા કળશ (ઝારી) લઈને અરિહંત ભગવંત તથા તેમની માતાની દક્ષિણ દિશામાં ગીતગાન કરતી ઉભી રહે છે.
• પશ્ચિમ રૂચકવાસી દિકુમારીઓનું આગમન :અરિહંત ભગવંતોના જન્મ વખતે પશ્ચિમ દિશાવર્તી રૂચક પર્વત પર રહેનારી