________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૩૫
આઠ દિકકુમારીઓ – ૧. ઇલાદેવી, ૨. સુરાદેવી, ૩. પૃથ્વી, ૪. પદ્માવતી, ૫. એકનાસા, ૬. નવમિકા, ૭. ભદ્રા (સીતા) અને ૮. સીતા (ભદ્રા) પૂર્વે અધોલોકવાસી દિકકુમારીઓમાં જણાવ્યા અનુસાર આવે છે. શેષ સર્વકથન પૂર્વે કહ્યા મુજબ જાણવું - યાવત્ - અરિહંત તથા તેમની માતાને પંખો નાંખવા પશ્ચિમ દિશાએ હાથમાં પંખો લઈને ગીતગાન કરતી ઉભી રહે છે.
૦ ઉત્તર રૂચકવાસી દિકકુમારીઓનું આગમન :
અરિહંત ભગવંતના જન્મ વખતે ઉત્તર દિશાવર્તી રૂચક પર્વત પર રહેનારી આઠ મુખ્ય દિકકુમારીઓ – ૧. અલંબુસા, ૨. મિતકેશી, ૩. પુંડરીકા, ૪. વારુણી, ૫. હાસા, ૬. સર્વપ્રભા, ૭. હી (શ્રી), ૮. શ્રી (હી). આ આઠ દિકકુમારીઓ અધોલોકવાસી દિકકુમારીઓની માફક આવે છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું - થાવત્ - અરિહંત ભગવંત અને તેમની માતાની નિકટ ઉત્તર દિશામાં ચામર લઈ (વિંઝતી) મંદ અને મધુર સ્વરે ગીત ગાતી ઉભી રહે છે.
• વિદિશા - રૂચકવાસી - દિકકુમારીઓનું આગમન :
રૂચક પર્વતની ચારે વિદિશા અર્થાત્ ખૂણામાં રહેતી ચાર મુખ્ય કિકુમારી – ૧. ચિત્રા, ૨. ચિત્રકનકા, ૩. શહેરા અને ૪. સૌદામિની કે જે પોતપોતાના કૂટ ઉપર - યાવત્ - રહેતી હોય છે, તે પૂર્વે જણાવ્યા મુજબ અરિહંતના જન્મ વખતે આવે છે. શેષ વર્ણન અપોલોકવાસી દિકકુમારી મુજબ જાણવું – યાવત્ - અરિહંત ભગવંત તથા તેમની માતાની નિકટ ચારે ખૂણાઓમાં દીપક લઈને મંદ અને મધુર સ્વરે ગીત ગાન કરતી ઉભી રહે છે.
• મધ્યવર્તી રૂચકવાસી દિકુકુમારીઓનું આગમન :
જ્યારે અરિહંતનો જન્મ થાય ત્યારે મધ્યરૂચક પર્વત પર રહેનારી ચાર મુખ્ય દિકકુમારી – ૧. રૂપા, ૨. રૂપાશ્રિતા, ૩. સુરપા, ૪. રૂપકાવતીના આસનો ચલિત થાય છે. અવધિજ્ઞાન વડે અરિહંતનો જન્મ થયાનું જાણીને અધોલોકવાસી દિકકુમારીઓની માફક આવે છે. શેષ સર્વ કથન પૂર્વે જણાવ્યા મુજબ જાણવું - યાવત્ - અરિહંત ભગવંતની નાભિનાળને ચાર આંગળ છોડીને છેદન કરે છે. પછી ખાડો ખોદીને ખાડામાં નાભિનાળને ડાટી દે છે. પછી તે ખાડાને રત્ન અને વજરત્નોથી પૂરી દે છે. પછી લીલા ઘાસ વડે તેના ઉપર પીઠિકા બનાવે છે. પીઠિકાની ત્રણ દિશાઓમાં એક એક કદલીવૂડની વિકુર્વણા કરે છે. (અરિહંત ભગવંતના જન્મ ભવનની પૂર્વ, દક્ષિણ અને ઉત્તર એ ત્રણે દિશાઓમાં એક-એક કદલીવૂડની વિકુવણા કરે છે. આ કદલીગૃહને કેળના ઘર પણ કહે છે.)
ત્યારપછી તે પ્રત્યેક કદલીવૂડની મધ્યે એક-એક ચંદ્રશાળા વિફર્વે છે. તે ચંદ્રાળાની બરાબર મધ્યમાં એક-એક સિંહાસનની રચના કરે છે. પછી તે ચારે મુખ્ય દિકકુમારી
જ્યાં અરિહંત ભગવંત અને તેની માતા હોય ત્યાં જાય છે. અરિહંત ભગવંતને પોતાની હથેળીમાં ગ્રહણ કરે છે. અરિહંતની માતાને હાથને ટેકો આપી ઉભા કરે છે. પછી તેમને દક્ષિણ દિશાવર્તી કદલી મંડપની ચંદ્રશાળાના સિંહાસન પાસે લાવે છે. અરિહંત ભગવંત