________________
૨૪૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
પોતાના આત્માની નિંદા કરે છે. મેતાર્યમુનિની ચામડી તડતડ તુટવા લાગી, હાડકાં ફાટવા લાગ્યા છતાં આ અસહ્ય વેદના સમભાવે સહન કરે છે.
મેતાર્યમુનિ બરોબર સમજતા હતા કે જો સોનીને ક્રૌંચ પક્ષીનું નામ આપીશ તો તે પક્ષીને મારી નાંખશે અને પક્ષી પણ દુર્ગાનમાં મૃત્યુ પામીને નીચ ગતિમાં જશે. પોતાના કષ્ટો સમભાવથી સહન કરે છે. તેમ કરતા શુક્લ ધ્યાનની ધારાએ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
આ પ્રમાણે સ્વ અને પાર માટે સમય - કરુણાભાવ ધારણ કરવો જોઈએ. (૩) સમવાદ :- સામાયિક શબ્દનો એક પર્યાય “સમવાદ' કહ્યો છે.
– સમવાદ એટલે સમ્યક્ બોલવું તે. રાગ આદિ રહિતપણે સમ્યક્ રીતે અથવા સમ્યક્ પ્રધાનપણે જો બોલવું તેને સમ્યગુવાદ કહેલો છે.
– રાગદ્વેષને છોડીને યથાવસ્થિત નિરવદ્ય વચન કહેવું તે સમવાદ. – આ સમવાદ માટે નિર્યુક્તિકારે કાલકસૂરિનું દૃષ્ટાંત આપેલું છે.
તુમણિ નામે નગરી હતી. ત્યાં કુંભ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને એક દત્ત નામે પુરોહિત મિત્ર હતો. મૈત્રી સંબંધે રાજાએ તેને મંત્રી બનાવ્યો. દત્તે મંત્રી બન્યા પછી હિંસક યજ્ઞો કરવા શરૂ કર્યા. એ રીતે તે ઘણો વિખ્યાત થયો. કોઈ વખતે કુંભ રાજાને કેદ કરી જાતે રાજા બની ગયો.
તે વખતે કાલકાચાર્ય નામના આચાર્ય ભગવંત કે જે દત્તના મામા હતા, તેઓ એ નગરીમાં પધાર્યા દત્તના માતા જૈનધર્મી હતા. તેથી તેણે પુત્રને કહ્યું કે, તું મામી મહારાજને વંદન કરી આવી ત્યારે દત્તે ત્યાં જઈને આચાર્ય મહારાજશ્રીને પૂછ્યું કે મને આ યજ્ઞનું શું ફળ મળશે? આચાર્ય મહારાજે નિર્ભયપણે કહી દીધું કે તમે જે યજ્ઞ કરી રહ્યા છો, તેથી નિચે નરકગતિની પ્રાપ્તિ થાય દત્તે પૂછયું કે, તમારી આ વાતની કોઈ સાબીતી ? આચાર્યશ્રીએ કહ્યું કે, હા, આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઉડેલી વિષ્ટા તારા મુખમાં પડશે, તેના અનુમાનથી તારી નરકગતિ નક્કી થઈ જાણજે.
અહીં કાલકસૂરિએ જેવું હોય તેવું નિરવદ્ય વચન કહી દીધું તેનું નામ જ સમવાદ. કથા હજી આગળ ચાલે છે તેના સંક્ષેપ રજૂ કરીએ તો- દત્તે આચાર્ય મહારાજને નજરકેદ કર્યા. આખું નગર ગંદકી રહિત કરાવી દીધું. પોતે પણ અંતઃપુરમાં ચાલ્યો ગયો. છ દિવસ ગયા. સાતમે દિવસે તેને થયું કે આજે તો આઠમો દિવસ છે. આચાર્ય મહારાજને હણવા ચાલ્યો. રસ્તામાં માળી કુદરતી હાજતે ગયેલો ત્યાં તેણે વિષ્ટા પર ફૂલ મૂકી દીધેલા, ઘોડાનો પગ પડ્યો, વિષ્ટા ઉડી, દત્તના મુખમાં ગઈ. મૃત્યુ પામીને નરકે ગયો.
(૪) સમાસ :- સામાયિક શબ્દનો એક પર્યાય ‘સમાસ' કહ્યો છે.
- સમ શબ્દ પ્રશંસા અર્થમાં છે. સસ ક્રિયાપદ ક્ષેપ-ફેંકવું અર્થમાં છે સારી રીતે જે કર્મનો લેપ કરવો તે સમાસ અથવા સમ્યક્તયા જીવથી કર્મને દૂર ફેંકવા તે સમાસ અથવા થોડા જ શબ્દોમાં તત્ત્વ જાણવું તે સમાસ
– આ ‘સમાસ' માટે ચિલાતપુત્રનું દૃષ્ટાંત આવ.નિ.માં આપેલ છે.