SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કરેમિ ભંતે સૂત્ર-વિવેચન ક્યારેક એકલા વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર નગરે પહોંચ્યા. કાયોત્સર્ગ ધ્યાનમાં ત્યાં ઉભા હતા. તેટલામાં પાંડવો પસાર થયા. દમદંત અણગારને જોઈને તેમની પ્રશંસા કરી. ત્રણ પ્રદક્ષિણા આપી, મુનિને વંદના કરી, સ્તુતિ કરી ચાલતા થયા. થોડા વખત પછી ત્યાંથી કૌરવો પસાર થયા. તેઓએ દમદંત અણગારને જોતા પૂર્વે તેમના હાથે સજ્જડ હાર મળેલી તે યાદ આવ્યું. તરત જ ઇંટો, પત્થરો લઈ ફેંકવા માંડ્યા. ઇંટપત્થરોનો વરસાદ વરસાવી દીધો. દમદંત અણગાર તેના વડે ઢંકાઈ ગયા. ફરી યુધિષ્ઠિર પસાર થયા. તેણે મુનિને ન જોયા. ખબર પડી કે દુર્યોધને પત્થરો મારી તેમને ઢાંકી દીધા છે. તે બધાંએ મળી પત્થરો ખસેડ્યા. મુનિનું તેલ વડે અન્ચંગન કર્યું. આ રીતે પાંડવોએ સ્તુતિ અને સેવા કરી, જ્યારે દુર્યોધન આદિએ નિંદા અને ઉપસર્ગ કર્યો. પણ દમદંત મુનિ બંને પરત્વે સમભાવમાં રહ્યા. આ પ્રમાણે સામાયિક કરવું જોઈએ. કેમકે વંદનાદિ પ્રાપ્ત થયે જેઓ અભિમાન કરતા નથી તથા નિંદા-હીલણા થતાં જેઓ ક્રોધિત થતાં નથી પણ બંને સ્થિતિમાં ઉપશાંત ચિત્તે ધીર પુરુષો રહે છે. (૨) સમયિક :- સામાયિકનો બીજો પર્યાય ‘સમયિક' કહ્યો છે. - સમ શબ્દ સમ્યક્ અર્થમાં ઉપસર્ગરૂપે મૂકાયેલ છે. ગય . ગમન કરવું. સમ્યક્દયાપૂર્વક જીવો સાથે વર્તવું તે સમય તેને ઇન્ પ્રત્યય લાગી ‘સમયિક' શબ્દ બન્યો છે. સામાન્ય અર્થમાં-સમયિક એટલે જગતના સર્વ જીવો પ્રત્યે સમષ્ટિ કેળવવી. સર્વે જીવોને આત્મવત્ ગણવા. સમયિકના અર્થને સ્પષ્ટ કરવા મેતાર્ય (મેતારજ) મુનિનું દૃષ્ટાંત છે. રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજા માટે એક સોની રોજ સોનાના ૧૦૮ જવ ઘડે. તે વખતે મેતાર્ય નામના મુનિ કે જે શ્રેણિક મહારાજાના જમાઈ હતા તે મુનિરાજ એકાકી વિચરી રહ્યા હતા. તેમને માસક્ષમણ-તપનું પારણું હતું. પારણે સોનીના ઘેર પધાર્યા. સોની પણ અત્યંત પ્રમુદિત બની લાડવા વહોરાવે છે. મેતારજ મુનિની તપશ્ચર્યાની અનુમોદના કરતો સોની ઘરમાં ગયો. બહાર શ્રેણિક મહારાજાની આજ્ઞાથી ઘડેલા અને જિનભક્તિ અર્થે જ ધરવા તૈયાર થયેલા એવા સોનાના ૧૦૮ જવ પડેલા છે. એક ક્રૌંચ પક્ષી આવ્યું. બધાં જવ ગળી ગયું. મેતારજ મુનિએ જોયું કે પક્ષી જવ ચણી ઊંચે બેસી ગયું છે. જ્યારે સોની બહાર આવ્યો ત્યારે ત્યાં સોનાના જવ જોયા નહીં. ત્યારે સાધુને પૂછ્યું કે આ જવ ક્યાં ગયા ? મેતાર્યમુનિએ વિચાર્યું કે જો હું સત્ય બોલીશ તો સોની આ પક્ષીને મારી નાંખશે. ‘આત્મવત્ સર્વ ભૂતેસુ’ એમ સમજી મૌન ધારણ કર્યું. તેમના મનમાં દયાના અંકુરો ફૂટી ગયા. સોની વારંવાર પૂછે છે પણ મુનિ કંઈ જણાવતા નથી કે જવ ક્યાં ગયા. તેઓ મૌન ધારણ કરી કાયોત્સર્ગ લીન રહ્યા. છે ૨૪૭ સોનીએ વિચાર્યું કે જવલાનો ચોરનાર નક્કી આ સાધુ પોતે જ છે. ક્રોધવશ બનીને લીલા ચામડાની વાધર મુનિના મસ્તકે કસીને બાંધી દીધી. આને બરોબર શિક્ષા થશે, એટલે આપમેળે બોલશે તેમ વિચારી સોની ઉભો છે, પણ મેતાર્યમુનિએ તો શરીરની મમતાનો ત્યાગ કરી દીધો. સોનીનો કોઈ વાંક ગુનો માનતા નથી. ફક્ત
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy