________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૪૯ – ચિલાતિપુત્રને માત્ર ઉપશમ, વિવેક અને સંવર ત્રણ જ પદ મુનિ મહારાજે કહ્યા છતાં તેના અર્થ વિસ્તારથી સદ્ગતિ સાધી ગયા.
રાજગૃહ નગરમાં ધન્ય નામે સાર્થવાહ હતો. તેને પાંચ પુત્રો થયા પછી એક પુત્રી જન્મી, જેનું “સુષમા' એવું નામ રાખ્યું. તેમને ત્યાં ચિલાત દાસીનો પુત્ર એવો ચિલાતપુત્ર નામે બાળક કામ કરતો હતો. તેને સુસુમા (સુષમા) બાલિકાને સાચવનાર તરીકે રાખેલો. પરંતુ તેની અનિષ્ટ પ્રવૃત્તિ જોઈ કાઢી મૂક્યો. ત્યાંથી નીકળી ચિલાતપુત્ર સીંહગુફા નામે ચોરપલ્લીમાં ગયો. કાળક્રમે તે ત્યાં ચોર સેનાપતિ થયો.
કોઈ વખતે બધાં ચોરોને બોલાવીને તેણે કહ્યું કે, આપણે રાજગૃહ નગરે ધાડ પાળવા જવાનું છે. ત્યાં ધન સાર્થવાહને ત્યાંથી જેટલું ધન મળે તે તમારું અને તેમની સુષમા નામની પુત્રી હું ગ્રહણ કરીશ, પછી ત્યાં ધાડ પાડી, સુષમાને ઉપાડી ગયો. ત્યારે ધન સાર્થવાહ પોતાના પુત્રો સહિત તેની પાછળ પડ્યો. જ્યારે ચિલાતપુત્રને લાગ્યું કે હવે હું સુષમાને વધુ સમય ઊંચકી નહીં શકુ અને બચવાનો પણ કોઈ ઉપાય નથી, ત્યારે સુષમાનું મસ્તક ધડથી અલગ કરી દીધું. એક હાથમાં ખડ્ઝ છે, બીજા હાથમાં સુષમાનું લોહી નીતરતુ મસ્તક છે અને ભાગ્યો જાય છે.
જેટલામાં તે એક ચારણ લબ્ધિધારી મુનિને જુએ છે તેટલામાં તેમની પાસે જઈને કહે છે – મને સંક્ષેપમાં ધર્મ કહો. જો નહીં કહો તો તમારું મસ્તક પણ ધડથી અલગ કરી દઈશ. મુનિરાજે યોગ્ય જીવ જાણીને માત્ર ત્રણ પદો કહ્યા, ‘ઉપશમ વિવેક, સંવર.” ચિલાતપુત્ર આ ત્રણ પદને ગ્રહણ કરી એકાંતમાં ગયો. તે પદોની વિચારણા શરૂ કરી. તેની જ્ઞાનદશા જાગૃત થઈ. “ઉપશમ એટલે કષાયની ઉપશાંતિ' ઉપશમ પદ સમજાઈ ગયું અને તેણે ક્રોધના પ્રતિક જેવું ખગ ફેંકી દીધું. વિવેક એટલે હેય. ઉપાદેયનું જ્ઞાન સુષમા પરત્વે રાગ હતો, તે બરાબર, પણ હવે તો માત્ર તેનું મસ્તક મારા હાથમાં છે. વિવેક ઉત્પન્ન થયો, મસ્તક ફેંકી દીધું.
ત્યારપછી “સંવર' પદની વિચારણા કરવા લાગ્યો. સંવર એટલે આવતા કર્મોને રોકવા. ઇન્દ્રિયોનો સંવર, મનનો સંવર. એ પ્રમાણે ધ્યાન કરતા કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. લોહીની ગંધથી કીડીઓ આવવા લાગી. ચિલાતપુત્રને કરડવા લાગી. તેનું શરીર ચાળણી જેવું કરી દીધું. પગથી દાખલ થઈને મસ્તક સુધી જવા લાગી. છતાં સંવર પદની વિચારણામાં ચડેલા ચિલાત (મુનિ) પોતાના ધ્યાનથી સહેજ પણ ચલિત ન થયા. એ રીતે અઢી દિવસ સુધી ચિલાતપુત્રે ઉપસર્ગને સહન કર્યો. પછી મૃત્યુ પામી સ્વર્ગ સંચર્યા ઉત્તમાર્થની સાધના કરી, તેને સમાસ સામાયિક કહે છે.
(૫) સંક્ષેપ :- સામાયિક શબ્દનો એક પર્યાય “સંક્ષેપ' નામક છે.
સંક્ષેપ – સંક્ષેપ કરવો તે સંક્ષેપ, સામાયિક થોડા અક્ષરવાળું પણ મહા અર્થવાળું હોવાથી તે “સંક્ષેપ' પણ કહેવાય છે. કેમકે તેમાં ચૌદ પૂર્વ કૃતના અર્થનો સંગ્રહરૂપ છે.
– સંક્ષેપ (સામાયિક)ના સંદર્ભમાં આત્રેય આદિનું દષ્ટાંત છે.
– વસંતપુર નગરનો જિતશત્રુ રાજા હતો, તેણે પંડિતોને બોલાવીને કહ્યું કે, મને શાસ્ત્રોનું જ્ઞાન કરાવો. પંડિતો તો ખચ્ચરના ખચ્ચર ઉપર શાસ્ત્રો લાદીને આવ્યા.