________________
૨૫૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
રાજા કહે આટલું બધું જ્ઞાન હું જ્યારે પ્રાપ્ત કરીશ. થોડું ઓછું કરીને લાવો પંડિતો મહેનત કરી થોડું સંક્ષેપમાં જ્ઞાન એકત્રિત કરીને ઘોડા પર લદાય, તેટલા જ શાસ્ત્રો લાવ્યા. રાજા ફરી બોલ્યો કે રાજના કાર્યમાં હું આટલા શાસ્ત્રો જ્યારે ભણવાનો ?
ત્યારે પંડિતો માત્ર એક હાથી ઉપર લાવી શકાય તેટલાં જ શાસ્ત્રોમાં જ્ઞાન ભેગું કરીને લાવ્યા. ત્યાં સુધીમાં તો રાજા વૃદ્ધ થઈ ગયો. રાજા બોલ્યો કે હવે તો મને માત્ર થોડા શબ્દોમાં જ્ઞાન બતાવી દો, કેમકે હવે મરણ નજીક આવ્યું છે.
ત્યારે પંડિતોએ ભેગા મળીને વિચાર વિમર્શ કર્યો પછી માત્ર એક-એક શ્લોકમાં ચાર ઋષિઓએ પોતાના શાસ્ત્રોનો નિચોડ આપ્યો. તે પણ રાજાએ ન સાંભળ્યો ત્યારે ચારે ઋષિઓએ નિયમ, તપ, દર્શન સહિતનો શ્લોક બનાવ્યો તેનો અર્થ છે –
(૧) વૈદ્યક શાસ્ત્રનો સાર શું? ભોજન પચે પછી જ ખાવું - આત્રેય (૨) ધર્મશાસ્ત્રનો સાર શું ? સર્વ જીવો પર દયા રાખો - કપિલ (૩) નીતિશાસ્ત્રનો સાર શું ? કોઈના પર વિશ્વાસ ન રાખો - બૃહસ્પતિ (૪) કામશાસ્ત્રનો સાર શું? સ્ત્રી પ્રત્યે માર્દવતા રાખો - પંચાલ આ પ્રમાણે સામાયિક પણ ચૌદ પૂર્વનો સંક્ષેપ કહેવાય છે. (૬) અનવદ્ય :- સામાયિકનો એક પર્યાય ‘અનવદ્ય' છે. – અવદ્ય એટલે પાપ. જેમાં અવદ્યનો અભાવ છે તે અનવદ્ય કહેવાય. - અન એટલે પાપ, જેનાથી સર્વથા વર્ય, તે અનવદ્ય સામાયિક છે. – અનવદ્ય સામાયિકમાં ધર્મરુચિ અણગારનું દૃષ્ટાંત આપેલ છે.
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો, તેને ધારિણી નામે રાણી હતી. તેઓનો ધર્મરુચિ નામે પુત્ર હતો. તે રાજા વૃદ્ધ થયો ત્યારે દીક્ષા ગ્રહણ કરવા માટે ધર્મરુચિને રાજ્ય આપવા ઇચ્છતો હતો. ધર્મચિએ માતાને પૂછયું કે મારા પિતા શા માટે રાજ્યનો ત્યાગ કરે છે ? માતાએ કહ્યું કે, સંસારવૃદ્ધિનું કારણ હોવાથી તેઓ રાજ્યનો
ત્યાગ કરે છે. ત્યારે ધર્મરુચિએ કહ્યું કે, તો પછી મારે પણ આવા સંસારનું કોઈ પ્રયોજન નથી, ત્યાર પછી જિતશત્રુની સાથે ધર્મરુચિ પણ તાપસ થઈ ગયા.
કોઈ વખતે અમાસ આવી. ત્યારે ઉદ્દઘોષણા થઈ કે આશ્રમમાં કાલે અમાવાસ્યા થવાની છે. તો પુણ્યફળનો સંગ્રહ કરવો. કાલે સચિત્ત વનસ્પતિ આદિનું છેદન-ભેદન ન કરવું. ત્યારે ધર્મરુચિને વિચાર આવ્યો કે સર્વકાલ માટે આ છેદન-ભેદન ન હોય તો કેટલું સુંદર ? પછી કોઈ વખતે અમાવાસ્યા આવી. જૈન સાધુઓ તે તાપસ આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમને જોઈને ધર્મરુચિ તેમની પાસે આવીને બોલ્યા કે, હે પૂજ્ય! શું તમારે આજે અનાવૃષ્ટિ (પાપકર્મનો ત્યાગ) નથી કે તમે આ અટવીમાંથી જઈ રહ્યા છો ? ત્યારે સાધુએ તેને કહ્યું કે, અમારે તો જાવજીવ “અનાકુટ્ટિ છે.
ત્યારે ધર્મરુચિ સંભ્રમમાં પડ્યા. વિચારે ચડ્યા, “જાવજજીવ પાપનો ત્યાગ.” વિચારતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પ્રત્યેકબુદ્ધ થઈ ગયા. સ્વયં જૈન દીક્ષા ગ્રહણ કરી વિચારવા લાગ્યા. (જુઓ આવ.નિ. ૮૭ની વૃત્તિ).
આ રીતે અનાકુટ્ટિ' શબ્દ સાંભળીને આકુટ્ટિ એટલે છેદન અર્થાત્ હિંસા. આકુટ્ટિ