________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૫૧
નહીં તે અનાફાટ્ટ. તે સર્વકાળ માટેની સાંભળીને “અણભીત'. અણ એટલે પાપ, તેનાથી ભય પામેલ તે અણજીત. તે પાપનું વર્જન કરીને અર્થાત્ સાવદ્યયોગનો ત્યાગ કરીને અનવદ્ય યોગને સ્વીકારીને તે ધર્મરુચિ અણગાર થયા. તે અવદ્ય સામાયિક.
(૭) પરિજ્ઞા :- સામાયિક શબ્દનો એક પર્યાય પરિજ્ઞા' છે.
– પરિજ્ઞા - પરિ એટલે ચારે તરફથી અને જ્ઞા એટલે જાણવું પાપનો પરિત્યાગ કરવાને માટે સર્વ હેયોપાદેય વસ્તુનું સમસ્ત પ્રકારે જ્ઞાન તેને પરિજ્ઞા કહેવાય છે.
– જીવ અજીવનું જ્ઞાન થયા પછી તે સાવદ્યયોગ ક્રિયા કોને કહેવાય તે જાણે છે અને સાવદ્યયોગ ક્રિયાને વર્જીને પ્રત્યાખ્યાન દ્વારા નિરવદ્ય યોગને આચરી શકે છે. આ જ્ઞાન અને આચરણ તે પરિજ્ઞા સામાયિક કહેવાય.
– પરિજ્ઞા એટલે તત્ત્વનું જાણપણું તે જ્ઞાન થતા વિષયો પ્રત્યે અણગમો થવો. તેમ થતાં ઇન્દ્રિય નિગ્રહ થાય. ઇન્દ્રિય નિગ્રહથી મનોનિગ્રહ થાય, મનોનિગ્રહથી ધ્યાન અને સ્થિરતા પ્રાપ્ત થતાં મોક્ષ થાય.
ઇલાપુત્રને સામાન્ય નટડીમાં મોહ જાગ્યો. લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે નટે કહ્યું કે, તમે નકળામાં પ્રવીણ થઈ જાઓ તો નટડી મળે. ઇલાપુત્ર થોડા સમયમાં કુશળ નટ બની ગયો. બેનાતટ નગરના રાજાને પોતાની કલા દેખાડવા વિનંતી કરી, રાજા ખુશ થઈને મોટું ઇનામ આપી દે તો તે દ્રવ્યથી હું નટડી સાથે લગ્ન કરું.
ઇલાપુત્ર એક પછી એક નકલાનું અદ્ભુત પ્રદર્શન કરે છે. પણ રાજાને નટડીને જોઈને તેણીનો મોહ જાગ્યો. તેને થયું કે વાંસ પર નાચતો આ નટ ક્યારે પડે અને નટડી મને જડે. ત્રણ ત્રણ વખત તે નટ વાંસ પર ચડ્યો, છતાં રાજા દાન આપતો નથી. ચોથી વખત પણ ઇલાપુત્ર વાંસ પર ચડ્યો, નોધારો થઈને નૃત્ય કરી રહ્યો છે. ત્યાં દૂર હવેલીમાં નજર પડી એક સ્વરૂપવાન સ્ત્રી મુનિને સુંદર લાડવા વહોરાવી રહી છે. સ્ત્રી આજીજી કરે છે પણ મુનિવર નથી તે સ્ત્રી સામું જોતા કે નથી લાડવા ગ્રહણ કરતા
ત્યારે ઇલાપુત્રને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. આ મુનિને લ્યો લ્યો કરે છે તો લેતા નથી કે સ્ત્રીના રૂપને જોતા નથી. હું આવી એક નટડીના મોહમાં નાતજાત, ઘર-બહાર ભૂલીને ભટકું છું અને લાવ-લાવ કરું છું, તો પણ રાજા કંઈ આપતો નથી. પરિજ્ઞાન થઈ ગયું વિષયનો મોહ અને ઇન્દ્રિયનો રાગ છુટવા-તુટવા લાગ્યા. વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ, સંવરભાવ ધારણ કર્યો કેવળજ્ઞાન પામી ગયા.
(૮) પ્રત્યાખ્યાન :- સામાયિક શબ્દનો એક પર્યાય પ્રત્યાખ્યાન છે.
– પરિહરણીય અર્થાત્ ત્યાજ્ય વસ્તુનો નિષેધ કે ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન કહ્યું છે. પ્રતિ એટલે સમીપે અને આખ્યાન એટલે કથન. ગુરુ સમીપે ત્યાજ્ય વસ્તુથી નિવૃત્ત થવાનું કથન કરવું તે પ્રત્યાખ્યાન, તે વિષયમાં આવશ્યક નિર્યુક્તિ ૮૭૮ની વૃત્તિમાં તેતલિપુત્રનું દૃષ્ટાંત અપાયેલ છે.
તેતલપુર નામે નગર હતું, તે નગરમાં કનકરથ નામે રાજા હતો અને તેટલીપુત્ર નામે અમાત્ય હતો. તેનો પોટ્ટિલા નામક કન્યા સાથે લગ્ન થયેલા. કેટલાંક કાળે તેટલીપુત્રને પોતાની પત્ની પોટ્ટિલા પર અભાવ થયો. ત્યાર પછી સાધ્વીજીના ઉપદેશથી