________________
૨૫૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
પોટ્ટિલાને દીક્ષા લેવા ઇચ્છા થઈ. ત્યારે તેતલીપુત્ર મંત્રીએ કહ્યું કે, જો તું મૃત્યુ પામી દેવલોકમાં જાય તો તારે મને પ્રતિબોધ કરવા આવવું, તે વાત કબુલ હોય તો તને દીક્ષાની અનુમતિ આપે. તે વાત પોટ્ટિલાએ કબૂલ કરતા તેણીને દીક્ષા આપી. સુંદર રીતે સંયમ પાળી પોટ્ટિલા સાધ્વી મૃત્યુ પામી સ્વર્ગમાં દેવ થયા.
ત્યારપછી તે પોઠ્ઠિલદેવ તેટલીપુત્ર મંત્રીને પ્રતિબોધ કરવા આવ્યો. મહાકષ્ટ કરીને તેતલીપુત્રને બોધ આપ્યો. વ્રતધારી શ્રાવક બનાવ્યો. કાળક્રમે તેટલીપુત્રએ દીક્ષા ગ્રહણ કરી, દૃઢ રીતે લીધેલા પ્રત્યાખ્યાનનું પાલન કર્યું કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
માત્ર એક વખત પ્રત્યાખ્યાન પરત્વે પ્રીતિ જાગી, તો તે પ્રત્યાખ્યાન સામાયિક તેટલીપુત્રને મોક્ષ અપાવનાર બન્યું.
આ પ્રમાણે સામાયિક શબ્દ આઠ પર્યાયો સહિત જણાવ્યો. જે પૂર્વે કહ્યા મુજબ સર્વવિરતિ સામાયિકના આઠ પર્યાયો જાણવા.
• કરેમિ ભંતે ! સામાઇયં – ત્રણ શબ્દનો અલગ-અલગ અર્થ વિસ્તારપૂર્વક જોયા પછી કેવળ અનુસંધાન માટે ફરી સમગ્ર પદ વિચારીએ તો
“હે પૂજ્ય ગુરુવર્ય ! હું સામાયિક-‘સમભાવની સાધના કરું છું.
આત્માને સમભાવમાં સ્થિર કઈ રીતે કરવો ? તે વાતને જણાવવા માટે સૂત્રમાં રહેલા હવે પછીના પદોનું વિવેચન કહેવાય છે–
• સાવજૂ૪ જોગ પચ્ચક્ખામિ :- સાવદ્ય યોગનું પચ્ચક્ખાણ કરું છું. ૦ સવā - સાવદ્ય, પાપ-સહિત, પાપવાળા.
– આ પદ ‘ના’ શબ્દનું વિશેષણ છે. સાવદ્ય એટલે અવદ્યથી સહિત, પાપયુક્ત. જે ગર્પિત એટલે નિંદ્ય હોય તે અવદ્ય કહેવાય. આવા અવદ્ય અર્થાત્ પાપથી યુક્ત હોય તેને સાવદ્ય કહેવાય.
– અહીં જે વર્જવા યોગ્ય એટલે કે તજવા યોગ્ય છે અર્થાત્ વર્યું છે તેને પાપ કહેવાય છે. તે વર્ય સહિત છે તેને સવર્ય કે સાવદ્ય કહ્યું.
– સાવદ્ય શબ્દ પાપવાળી અશુભ પ્રવૃત્તિ કે અશુભ આસ્રવને જણાવે છે.
– અહીં સાધુની પ્રતિજ્ઞામાં સર્વે સાવä શબ્દ વપરાય છે, કેમકે સાધુએ સાવદ્યયોગનું સેવન સર્વથા વર્જવાનું છે. જ્યારે ગૃહસ્થને તેનું સર્વથા વર્જન ન હોવાથી માત્ર રસાવä શબ્દનો પ્રયોગ થયો છે.
૦ યોr - મન, વચન, કાયાનો વ્યાપાર કે પ્રવૃત્તિ.
– યોગ શબ્દ “યુનું' ધાતુ પરથી બનેલો છે. તે જોડવાના, ભેગા કરવાના કે મેળવવાના અર્થમાં વપરાય છે. આત્માનું ચલન આદિ ક્રિયા સાથે સમ્યક્ પ્રકારે જોડાવું તે યોગ. સકર્મક આત્માનો વ્યાપાર અથવા જીવ સાથે જોડાય કે સંબંધ કરાય તે યોગ કેમકે આત્મા કર્મ સાથે જોડાય છે, તેથી તે યોગ કહેવાય છે. તે યોગ કાયિકાદિ વ્યાપારરૂપ અર્થાત્ મન, વચન અને કાય એ ત્રણ પ્રકારે માનેલો છે.
– ‘યોગ’ એટલે મન આદિની પ્રવૃત્તિ. તેનો ખરો અર્થ વીર્યનું ફુરણ, વીર્યનું સ્પંદન કે વીર્યનો વ્યાપાર છે. આ વ્યાખ્યા મુજબ આત્મામાં સત્તારૂપે રહેલો