________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
શાશ્વત આચાર છે કે તે અરિહંતનો નિર્વાણ મહોત્સવ કરે, તો હું પણ અરિહંતનો નિર્વાણ મહોત્સવ કરવા જઉં. એમ કહીને વંદન-નમસ્કાર કરે છે.
૬૧
ત્યારપછી પોતાના ૮૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયશ્રિંશક દેવો, ચાર લોકપાલો, ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો, આઠ અગ્રમહિષીઓ ઇત્યાદિ સર્વે પરિવાર તથા બીજા પણ અનેકાનેક સૌધર્મકલ્પવાસી દેવ-દેવીઓ વગેરે સર્વ પરિવાર યુક્ત થઈ ઉત્કૃષ્ટ દિવ્ય ગતિથી અરિહંતના દેહ સમીપે આવે છે. ત્યાં આવીને વિષાદયુક્ત મનવાળો, આનંદરહિત, અશ્રુસભર નેત્રવાળો તે અરિહંતના શરીરની ત્રણ પ્રદક્ષિણા આપી, તેની પર્યુપાસના કરતો રહે છે.
તે કાળે તે સમયે ઇશાનેન્દ્રનું આસન પણ ચલિત થાય છે. તે પણ શક્રેન્દ્ર માફક સર્વ પરિવાર સહિત અરિહંતના દેહ સમીપે આવે છે. એ રીતે બધાં ઇન્દ્રો ત્યાં આવે છે. એમ કુલ ચોસઠ ઇન્દ્રો ત્યાં સર્વ પરિવાર સહિત એકઠા થઈને વિધિપૂર્વક પર્યુપાસના કરતા ઉભા રહે છે.
તે સમયે શક્રેન્દ્ર તે અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને કહે છે કે, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી નંદનવન જઈ, સરસ શ્રેષ્ઠ ગોશીર્ષ ચંદનના લાકડાં લાવો. લાવીને અરિહંત પરમાત્મા માટે ચિતા તૈયાર કરાવો, પૂર્વ દિશામાં વર્તુળાકાર એવી ચિતા બનાવે છે. પછી શક્રેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવીને જલ્દીથી ક્ષીરોદક સમુદ્રથી ક્ષીરોક લાવવા કહે છે. તે જળ આવે ત્યારે શક્રેન્દ્ર અરિહંતના શરીરને તેના વડે સ્નાન કરાવી, ગોશીર્ષ ચંદનથી વિલેપન કરી, શ્વેત વસ્ત્ર ઓઢાડે છે અને તે દેહને સર્વ અલંકારોથી વિભૂષિત કરે છે.
ત્યારપછી ઇન્દ્ર ભવનપતિ આદિ દેવોને શિબિકા બનાવવા કહે છે. પછી આનંદ રહિત, દીન મનવાળા અને અશ્રુપૂર્ણ નેત્રવાળો ઇન્દ્ર અરિહંતના શરીરને એક શિબિકામાં પધરાવે છે. શક્રેન્દ્ર આદિ તે શિબિકાને ઉપાડે છે. ચિતા પાસે લાવીને ધીમે ધીમે શરીરને ઉતારીને ચિતામાં સ્થાપન કરે છે. પછી અગ્નિકુમાર દેવોને જલ્દીથી અરિહંતની ચિતામાં અગ્નિ વિકુર્વવા કહે છે. ત્યારે અગ્રિકુમાર દેવો વિષાદયુક્ત ચિતે, આનંદરહિતપણે, અશ્રુપૂર્ણ નયને અરિહંતની ચિતામાં અગ્નિ વિકુર્વી પોતાના મુખ વડે પ્રક્ષેપ કરે છે.
ત્યારપછી ઇન્દ્ર વાયુકુમાર દેવોને અરિહંતની ચિતામાં વાયુકાયની વિકુર્વણા કરવા કહે છે. ત્યારે વાયુકુમાર દેવો પણ ખિન્ન મનથી, આનંદરહિતપણે, અશ્રુભરી આંખે અરિહંતની ચિત્તામાં વાયુ વિકુર્વી અગ્નિ પ્રજ્વલિત કરે છે. માંસ, લોહી આદિને જલાવે છે. પછી ઇન્દ્ર ભવનપતિ આદિ સર્વે દેવોને કહે છે કે તમે જલ્દીથી અરિહંતની ચિતામાં અગરુ, તુરુષ્ક, ઘી, મધુને અનેક કુંભ પ્રમાણ અને ભારપ્રમાણથી સિંચિત્ કરો. તે દેવો તેમ કરે છે.
ત્યારપછી અરિહંત પરમાત્માના શરીરમાં હાડકાં સિવાયની બધી વસ્તુ બળી જાય ત્યારે ઇન્દ્ર મેઘકુમાર દેવોને કહીને જલ્દીથી ક્ષીરોદક વડે અરિહંતની ચિતાને બુઝાવડાવે, શાંત કરી દે છે. પછી શક્રેન્દ્ર અરિહંતની જમણી તરફની ઉપરની દાઢા